391
Join Our WhatsApp Community
ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં સર્જાયેલા નવા સમીકરણો વચ્ચે આજે રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બંને નેતાઓ વચ્ચે ચાલેલી દોઢ કલાકની આ બેઠકમાં યોગીએ વડાપ્રધાનને પોતાની સરકારના ચાર વર્ષના કામનો રિપોર્ટ આપ્યો છે અને યુપી કેબિનેટના વિસ્તારને લઇને પણ ચર્ચા કરી છે.
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા…’
You Might Be Interested In