News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) યોગી સરકારે (Yogi Sarkar) હવે વધતા જતા વાહન પ્રદુષણને(vehicular pollution) અટકાવવા મહત્વનું પગલું ભર્યું છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન(Electric vehicle) ખરીદવાની ભલામણ કરી છે. સાથે જ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી(Electric Vehicle Policy) અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસીડી(Subsidy) પણ ઓફર કરી છે. હવે યુપીમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખ રૂપિયા સબસિડી મળશે. યોગી સરકારનુ માનવુ છે કે આ સબસિડી યોજના(Subsidy Scheme) અંતર્ગત ૧૦ લોખથી વધુ લોકોને રોજગારી મળશે. તથા સરકારે ૩૦ હજાર કરોડ રૂપિયાના ઇનવેસ્ટમેન્ટનુ ટાર્ગેટ રાખ્યુ છે. નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી અનુસાર રાજ્યમાં ખરીદાતા ઇલેક્ટ્રિક વાહનોની ફેક્ટરી(Electric Vehicles Factory) કિંમત પર ૧૫ ટકા સબસિડી આપવામાં આવશે. જેમાં પ્રથમ ૨ લાખ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો(Two Wheeler Electric Vehicles) માટે પ્રતિ વાહન રૂ. ૫ હજાર સુધીની સબસિડી, પ્રથમ ૫૦,૦૦૦ થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્તમ રૂ. ૧૨,૦૦૦ સુધી, પ્રથમ ૨૫,૦૦૦ ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. ૧ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. તે જ સમયે, રાજ્યમાં ખરીદેલી પ્રથમ ૪૦૦ બસો પર પ્રતિ ઈ-બસ રૂ. ૨૦ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો
એક સત્તાવાર નિવેદનમાં (official statement) ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને અન્ય સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનાવવાનો છે. સરકારે કહ્યું કે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો ઉદ્દેશ્ય રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો અને ૧૦ લાખથી વધુ લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) પેદા કરવાનો છે.