News Continuous Bureau | Mumbai
Shark Attack: પાલઘરમાં નદીમાં માછીમારી ( fishing ) કરવા ગયેલા યુવક પર અચાનક શાર્કે હુમલો કર્યો હતો. 200 કિલોથી વધુ વજનની શાર્ક ( Shark ) માછલીએ યુવાનના પગને ગંભીર રીતે ઈજા કરી હતી અને અડધા જેટલો પગ કપાઈ ગયો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ચોંકાવનારી ઘટના ( Palghar ) પાલઘર તાલુકાના વૈતરણા ( Vaitarna ) ખાડીમાં બની હતી.
હાલ યુવકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, યુવક મંગળવારે (13 ફેબ્રુઆરી) મનોરમાં સાયલન્ટ હોટલ પાસે વૈતરણા ખાડીમાં માછીમારી કરવા ગયો હતો.
पालघर येथील वैतरणा खाडीत मासेमारी करण्यासाठी गेलेल्या तरुणावर अचानक शार्क माशाने हल्ला चढवला. 200 किलोहून अधिक वजनाच्या माशाने थेट तरुणाच्या पायाचा लचकाच तोडला.#palghar #SharkAttack #viralvideo #Maharashtra pic.twitter.com/nOVMchI8dR
— Satish Daud Patil (@Satisdaud0705) February 14, 2024
સાંજે આ શાર્ક માછલી મૃત ( Dead Fish ) હાલતમાં મળી આવી હતી….
ખાડીના પાણીમાં માછીમારી ( fishing ) કરતી વખતે અચાનક તેના પર શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિક્કીનો પગ દોઢ ફૂટ જેટલો કપાઈ ગયો હતો. પુષ્કળ રક્તસ્ત્રાવને કારણે તે બેભાન થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : NCP MLA disqualification Case : NCP પક્ષ અને પ્રતીકની સુનવણી બાદ, હવે ધારાસભ્યની ગેરલાયકાતની સુનાવણીનું પરિણામ આ તારીખે આવવાની છે શક્યતા.
તેની સાથે હાજર અન્ય યુવકોએ પોતાનો જીવ જોખમમાં મુકીને તેને શાર્કના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શાર્કના આ હુમલાની ઘટના વિસ્તારમાં વાયુની વેગે ફેલાઈ ગઈ હતી.
દરમિયાન મનોરની સાયલન્ટ હોટેલમાં ઘણા લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે દરિયનાનું વધતુ પાણી નદીમાં વહીને આવ્યું હતું અને આ વધતા પાણી સાથે આ મહાકાય માછલી પણ આ નદીમાં આવી ગઈ હતી. પાણી ઓસર્યા બાદ સાંજે આ શાર્ક માછલી મૃત હાલતમાં મળી આવી હતી. આ માછલીને જોવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)