Site icon

આ રાજ્યમાં યુવકોને લોકડાઉન તોડવા બદલ મળી નાગિન ડાન્સ કરવાની સજા,વીડિયો થયો વાયરલ;જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કોરોનાનું સંકટ હજી પણ યથાવત્ છે. વધતા જતા કોરોનાનાસંક્રમણને કાબૂમાં કરવા અનેક રાજ્યોને નાછૂટકે ફરી લોકડાઉન કરવાનો વારો આવ્યો છે. આવા સમયે પણ અમુક લોકો એવા છે જે સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

દરમિયાન આવો જ એક કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. જ્યાં બે યુવકો વગર કારણે બહાર ફરવા નીકળ્યા હતા. પોલીસે તેમને પકડી નાગિન ડાન્સ કરવાની સજા આપી હતી. ઉપલબ્ધ માહિતી મુજબ આ વીડિયો ઝાલાવાડ જિલ્લાનો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ વીડિયો ઉતારી રહ્યા છે તો અમુક યુવકોને ડાન્સ ચાલુ રાખવાનું કહી રહ્યા છે. 

મિસ મેક્સિકો એન્ડ્રિયા મેઝાએ જીત્યો મિસ યુનિવર્સ 2020નો ખિતાબ, ભારત રહ્યું આ સ્થાન પર

ઉલ્લેખનીય છે કે દેશમાં લોકડાઉનના નિયમનો ભંગ કરવા બદલ વિવિધ રીતે સજા આપવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ ભારતમાં નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઍમ્બ્યુલન્સમાં બેસાડવાની સજા કરવામાં હતી. મુંબઈમાં નિયમનું ઉલ્લંઘન કરનારના વાહન જપ્ત કરવાથી લઈ અને ઍન્ટિજેન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે એકવાર ટિપ્પણી કરી હતી કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવાની ફરજ પાડવી જોઈએ.

 

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Exit mobile version