Tag: ખાદ્ય તેલ

  • સારા સમાચાર – ખાદ્ય તેલના ભાવોમાં થયો ઘટાડો, જાણો કેટલામાં પડશે સીંગતેલનો ડબ્બો

    સારા સમાચાર – ખાદ્ય તેલના ભાવોમાં થયો ઘટાડો, જાણો કેટલામાં પડશે સીંગતેલનો ડબ્બો

     News Continuous Bureau | Mumbai

    ખાદ્ય તેલોના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. સીંગતેલના ભાવમાં 1 દિવસમાં રુ. 60નો ઘટાડો નોંધાયો હતો. સીંગતેલની સાથે અન્ય ખાદ્ય તેલોમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.

    અગાઉ તેલના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો ત્યારે વધારા બાદ હવે ભાવોમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં 1 દિવસમાં રુ. 60નો ઘટાડો નોંધાયો હતો તેવી જ રીતે કપાસિયા તેલોમાં પણ ભાવો રુ. 30 સુધી ઘટ્યા છે. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો હતો. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ પણ ઘટીને 1650 પર પહોંચ્યો છે.

    આ કારણે ભાવોમાં થયો ઘટાડો

    તેલના ભાવોમાં માગના અભાવે ખરીદી ઓછી થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. ખાદ્ય તેલમાં અગાઉ સીંગતેલના ડબ્બાના ભાવ રુ. 3000થી પણ વધુ થયા હતા ત્યારે તેની સરખામણીએ અગાઉના ઘટાડા બાદ ફરી ભાવોમાં માગની અભાવે ઘટાડો નોંધાયો છે.

    આ સમાચાર પણ વાંચો: આજે નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે હાથ ધરાશે બ્લોક, પશ્ચિમ રેલવેની આ ટ્રેનો થશે પ્રભાવિત

    અગાઉ ખોરવાયું હતું ગૃહીણીઓનું બજેટ

    અગાઉ ખાદ્યા તેલોમાં માગને જોતા સતત વધારો જોવા મળ્યો હતો જેના કારણે ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું હતું પરંતુ અત્યારની સ્થિતિએ ફરી એકવાર સીંગતેલના ડબ્બાના ભાવ 3000ની અંદર પહોંચ્યા છે. આગામી સમયમાં હજૂ સામાન્ય ઘટાડો નોંધાય તો નવાઈ નહીં.

  • ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો! સરકારે સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી આ તારીખ સુધી આપી મુક્તિ

    ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો! સરકારે સોયાબિન અને સનફ્લાવર તેલને ટેક્સમાંથી આ તારીખ સુધી આપી મુક્તિ

       News Continuous Bureau | Mumbai

    ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે,  ગઈકાલે મોડી રાત્રે ભારતના નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઓઈલને અમુક શરતોને આધીન આગામી 50 દિવસ માટે કસ્ટમ ડ્યુટી, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રૂડ સોયાબીન તેલ, પછી ભલે તે ડિગમ્ડ હોય કે ન હોય અને ક્રૂડ સનફ્લાવર સીડ ઓઈલ, જ્યારે ભારતમાં આયાત કરવામાં આવે ત્યારે તેને સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નોટિફિકેશન 11 મેથી અમલમાં આવ્યું છે અને 30 જૂન સુધી અમલમાં રહેશે.

    આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા, કહ્યું- શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ કરે આ કામ…

    નોટિફિકેશનમાં મુક્તિ માટેની શરતો નિર્ધારિત કરવામાં આવી છે. આયાતકારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ફાળવેલ નાણાકીય વર્ષ 2022-23 માટે ડેપ્યુટી કમિશનર અથવા કસ્ટમ્સ આસિસ્ટન્ટ કમિશનરને માન્ય ટેરિફ રેટ ક્વોટા અધિકૃતતા સબમિટ કરવી પડશે.

    TRQ અધિકૃતતા DGFT દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે અને ICES સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરવામાં આવશે. નોટિફિકેશન જણાવે છે કે TRQ સામે કરવામાં આવેલી આયાતને ICES સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક રીતે ડેબિટ કરવામાં આવે તો જ મંજૂરી આપવામાં આવશે.

    બીજી તરફ, સરકારે પોર્ટ પર લાંબા સમયથી અટવાયેલા સોયા અને સનફ્લાવર ઓઈલને ઉતારવાની મંજૂરી આપી છે. આ કાર્ગોને જૂના TRQ હેઠળ જ ક્લિયર કરવામાં આવશે. લગભગ 1.50 લાખ ટન સોયા અને 1.80 લાખ ટન સૂર્યમુખી તેલનો કાર્ગો બંદર પર અટવાયેલો છે. જેમની પાસે 31મી માર્ચ પહેલા એલસી છે તેઓ 30મી જૂન સુધી માલ મંગાવી શકે છે. આ બંને સમાચારોને કારણે બજાર ઘણું દબાણ હેઠળ છે, તેથી નવી ખરીદી સમજી વિચારીને કરવી જોઈએ.

    ફેડરેશનના જનરલ સેક્રેટરી તરુણ જૈને કહ્યું કે આ સમાચારથી બજાર ખૂબ જ ગભરાઈ ગયું છે. છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં સતત ઘટાડાને કારણે સેન્ટિમેન્ટ ખરાબ હતું અને આ સમાચાર તેના પર વધુ દબાણ કરશે.

    આ સમાચાર પણ વાંચો: રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો ગુજરાતના બીજા શહેરોમાં તાપમાન કેટલું છે