Tag: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

  • ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘અક્ષરા’ને એક એપિસોડ માટે મળે છે  આટલી ફી, હર્ષદ ચોપરા સાથે જોડાયું છે નામ

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘અક્ષરા’ને એક એપિસોડ માટે મળે છે આટલી ફી, હર્ષદ ચોપરા સાથે જોડાયું છે નામ

    News Continuous Bureau | Mumbai

    રાજન શાહી દ્વારા નિર્મિત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ટેલિવિઝન સ્ક્રીન પર સૌથી લાંબો ચાલતો અને સૌથી સફળ શો છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાની જોડી અભિમન્યુ અને અક્ષરા દર્શકોના દિલ જીતી રહી છે. પ્રણાલી રાઠોડ પોતાની ક્યુટનેસના કારણે બહુ ઓછા સમયમાં બધાના દિલમાં વસી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનું જોરદાર ફેન ફોલોઈંગ છે. ચાહકો તેના વિશે વધુને વધુ જાણવાનું પસંદ કરે છે. આવો જાણીએ તેમના અંગત જીવન વિશે…

     

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે પ્રતિ એપિસોડ આટલો ચાર્જ કરે છે પ્રણાલી 

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દ્વારા પ્રણાલી રાઠોડને લાઈમલાઈટ મળી હતી. તેની એક્ટિંગના દરેક લોકો દિવાના છે. જ્યારે શિવાંગી જોશીએ શો છોડ્યો ત્યારે બધાને લાગ્યું કે હવે શોની ટીઆરપી ઘટી જશે. જો કે, એવું ન થયું અને પ્રણાલીએ પોતાના જોરદાર અભિનયથી બધાને જકડી રાખ્યા. મીડિયા રિપોર્ટ મુજબ, પ્રણાલી પ્રતિ એપિસોડ 55,000 રૂપિયા ચાર્જ કરે છે.

    હર્ષદ ચોપરા સાથે જોડાયું છે પ્રણાલી નું નામ 

    પ્રણાલી રાઠોડે હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે. તાજેતરમાં, એવા અહેવાલો હતા કે અભિનેત્રી તેના કો-સ્ટાર હર્ષદ ચોપરાને ડેટ કરી રહી છે. જો કે, બંને કલાકારોએ આ અફવાઓને સતત નકારી કાઢી છે. પ્રણાલીને દર્શકોએ બેરિસ્ટર બાબુમાં સૌદામિનીની ભૂમિકા નિહાળી હતી. હવે અભિનેત્રી યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના પાત્રથી ચાહકોને દિવાના બનાવી રહી છે. તેણે વર્ષ 2018માં સિરિયલ પ્યાર સે ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે શો જાત ના પૂછો પ્રેમમાં લીડ રોલમાં જોવા મળી હતી. પ્રણાલી તેની ફિટનેસ માટે જાણીતી છે. તે નિયમિતપણે જીમમાં જાય છે. અભિનેત્રીની સુંદર તસવીરો તેનો પુરાવો છે.

    આ સમાચાર પણ વાંચો: કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે

  • કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે

    કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે

    News Continuous Bureau | Mumbai

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. અભિમન્યુ અને અક્ષરા વચ્ચેના ગૂંચવાયેલા સંબંધોનો ઉકેલ આવવાનો છે. બિરલા પરિવારમાં ખુશીઓ દસ્તક દેવાની છે. જ્યારે, અક્ષરા અને શર્મા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી જવાનો છે. 28 જૂનથી ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં બતાવવામાં આવનાર આ ટ્વિસ્ટ વિશે વાંચો.

     

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે નવો ટ્વીસ્ટ 

    મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં આ નવા ટ્વિસ્ટની જાણકારી મળી છે. પ્રોમોની શરૂઆત અક્ષરા અભિર ને તૈયારી કરી રહી છે. તેણી અભિરનો સામાન પેક કરે છે અને અભિમન્યુને સોંપે છે. અભિરને જતા જોઈને તે રડવા લાગે છે. અક્ષરાને રડતી જોઈ અભિર નારાજ થઈ જાય છે. તે કહે છે, ‘થોડા દિવસોની જ વાત છે. હું હંમેશ માટે થોડી  જાઉં છું મમ્મા.’ તેથી જ અભિનવ કહે છે, ‘માતાના પ્રેમની સામે કાયદો મોટો સાબિત થયો. હવે અભિર હંમેશા ભાઈજી સાથે રહેશે.

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં એકલા રહી જશે અભિનવ અને અક્ષરા 

    જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અક્ષરાના મોટા અને આલીશાન ઘરને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સ્ટોરીમાં લીપ આવવાનો છે. આ લીપ સાથે અભિરનો કસ્ટડીનો કેસ પણ ખતમ થઈ જશે. કાયદો અભિની કસ્ટડી અભિમન્યુને આપશે. અભિર અભિમન્યુ પાસે જશે. બીજી તરફ, અક્ષરા તેના પતિ અભિનવ સાથે કસૌલીમાં રહેશે.

    આ સમાચાર પણ વાંચો: સરકારી નોકરી છોડી ગ્લેમર વર્લ્ડ માં પગ મુક્યો અનુપમા ની આ અભિનેત્રી એ, લાલુ પ્રસાદ યાદવે અપાવી હતી જોબ, જાણો તે અભિનેત્રી વિશે

  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા

    News Continuous Bureau | Mumbai

     લોકો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની દરેક સીઝનની સ્ટાર કાસ્ટને પસંદ કરે છે, શિવાંગી જોશીથી લઈને પ્રણાલી રાઠોડ સુધીની ઘણી અભિનેત્રીઓ આ શોથી ફેમસ થઈ ગઈ છે અને આજે તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીઆરપી લિસ્ટમાં ‘અનુપમા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ને ટક્કર આપતી જોવા મળે છે. YRKKH દરરોજ હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યું છે, જેને જોઈને ચાહકો હવે નવા ટ્વિસ્ટની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા-અભિમન્યુના જીવનમાં એક વિલન આવવાનો છે.

     

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં થશે વિલન ની એન્ટ્રી 

    શોમાં અક્ષરાના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ ખુશીના વાતાવરણમાં આગ લગાવવાનું કામ કરી રહ્યા છે. મેકર્સે બનાવ્યો નવો પ્લાન, શોમાં થઈ શકે છે વિલનની એન્ટ્રી! અટકળો ચાલી રહી છે કે આગામી દિવસોમાં શોમાં એક નવી એન્ટ્રી થવાની છે, જે શર્મા પરિવાર સાથે સંબંધ ધરાવશે. હવે આ વ્યક્તિ કોણ હશે? કોણ  શોમાં ગ્રે શેડની ભૂમિકામાં જોવા મળશે?

     

    View this post on Instagram

     

    A post shared by Manas Awasthi (@_manas__awasthi)

    આ અભિનેતા ભજવશે વિલન ની ભૂમિકા 

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં હવે વધુ એક ડ્રામા જોવા મળશે. શર્મા પરિવારની ખુશીઓ પર નજર નાખનાર  આ વ્યક્તિ કોણ હશે? રિપોર્ટ્સ અનુસાર, માનસ અવસ્થી આ શોમાં ગ્રે શેડમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા માનસ અવસ્થી શો ‘પલકોન કી છાઓ મેં 2’માં જોવા મળી ચૂક્યો છે. તે જ સમયે, અભિનેતા વેબ સિરીઝ ‘ધારાવી બેંક’માં પણ જોવા મળ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાં માનસ  દેવ નામ ના એક એવા વ્યક્તિનું પાત્ર ભજવશે જે શોમાં દરેકની ખુશીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે. હવે અક્ષરા-અભિમન્યુના જીવનની સાથે આરોહી, અભિનવ અને અભીર ના જીવનમાં પણ સમસ્યાઓ આવશે. કૃઅથવા તો શોમાં એવું પણ બને કે,અક્ષરાના બીજા પતિ અભિનવનું મૃત્યુ થઈ શકે છે અને તેના પછી અભિમન્યુ અક્ષરા અને અભીર ની જવાબદારી લે.હવે મેકર્સે આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. 

    આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન- ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત માં જોવા મળેલી આ સુંદર નાની બાળકી હવે છે તે બોલિવૂડના ટોચના અભિનેતા ની માતા, જાણો તે અભિનેત્રી વિશે

  • ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી આ પાત્ર ની થશે એક્ઝિટ! શું એક થશે અભિમન્યુ-અક્ષરા? જાણો વિગત

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી આ પાત્ર ની થશે એક્ઝિટ! શું એક થશે અભિમન્યુ-અક્ષરા? જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં વારંવાર આવતા ટ્વિસ્ટ અને ટર્નથી દર્શકો કંટાળી ગયા છે. તે અક્ષરા અને અભિમન્યુને સાથે જોવા માંગે છે. પરંતુ, નિર્માતાઓ અલગ ટ્રેક ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્શકો શોના નિર્માતાઓથી નારાજ છે. દર્શકોની આ નારાજગીની અસર શોની ટીઆરપી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અગાઉ આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ 3માં સ્થાન મેળવતો હતો. પરંતુ, છેલ્લા બે સપ્તાહથી તે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને જોવા મળી રહ્યું છે. શોની ઘટી રહેલી ટીઆરપી વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માંથી એક અભિનેતા ની એક્ઝિટ થશે 

     

    શું અભિનવ નું થશે મૃત્યુ?

    મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોમાં એક પાત્રનું મૃત્યુ થવાનું છે. જોકે, હજુ સુધી આ આગામી ટ્વિસ્ટ વિશે મેકર્સ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનવ આગામી એપિસોડમાં મૃત્યુ પામશે. અભિનવના ગયા પછી અક્ષરા ખરાબ રીતે ભાંગી પડશે. તેણી તેના હોશ ગુમાવશે. આવી સ્થિતિમાં અભિમન્યુ તેને સાથ આપશે. તે અક્ષરા અને અભિર બંનેને સંભાળશે.

    આ સમાચાર પણ વાંચો: આ ભૂલને કારણે વૈભવી ઉપાધ્યાયે ગુમાવ્યો પોતાનો જીવ, કુલ્લુના એસપીએ કર્યો ખુલાસો

    શું બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ શો?

    રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતા રાજન શાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ બંધ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તે અક્ષરા અને અભિમન્યુને એક કરવા માટે અભિનવના પાત્રને ખતમ કરવાની યોજના બનાવી રહ્યો છે. જો કે, એ સ્પષ્ટ કરી દઈએ કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

  • શું ટૂંક સમયમાં બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?.’આ રીતે સમાપ્ત થશે અક્ષરા-અભિમન્યુની વાર્તા

    શું ટૂંક સમયમાં બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?.’આ રીતે સમાપ્ત થશે અક્ષરા-અભિમન્યુની વાર્તા

    News Continuous Bureau | Mumbai

    ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ TRP લિસ્ટમાં ટોપ 5માં યથાવત છે. અક્ષરા અને અભિમન્યુના સંબંધોને લોકો પસંદ કરી રહ્યા છે. આમ, લોકો સોશિયલ મીડિયા પર અક્ષરા અને અભિમન્યુને એક કરવાની માંગ કરતા રહે છે. પરંતુ, શોના નિર્માતા રાજન શાહી નવા-નવા ટ્વિસ્ટ લાવીને અક્ષરા અને અભિમન્યુને એકબીજાની સામે ઉભા રાખે છે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અક્ષરા અને અભિમન્યુ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં એક સાથે જોવા મળશે.

     

    શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો થઇ જશે બંધ?

    મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષરા અને અભિમન્યુની મુલાકાત બાદ રાજન શાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ બંધ કરી દેશે. તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની જગ્યાએ પોતાની નવી સિરિયલ લાવશે. જો કે મેકર્સ દ્વારા હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ, જો આ વાત સાચી સાબિત થશે, તો 2009થી પ્રસારિત થયેલો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 14 વર્ષ પછી ઑફ એર થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ ટીવી સિરિયલના અત્યાર સુધીમાં 4000 થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

    આ સમાચાર પણ વાંચો: અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત ની મિત્ર નો દાવો, ‘ડ્રગ્સના કારણે નહીં બાથરૂમ માં પડી જવાથી થયું છે મારા મિત્રનું મોત’ જણાવી તે દિવસ ની ઘટના

    આ કારણે શો ને બંધ કરવા માંગે છે રાજન શાહી

    રાજન શાહીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ટીઆરપી ઓછી હોવાને કારણે તેણે છ મહિના પહેલા જ સિરિયલને બંધ કરવાની યોજના બનાવી હતી. તેણે કહ્યું હતું કે, “મારી પાસે આ શો સાથે જોડાયેલી ઘણી સુંદર ક્ષણો છે. પરંતુ, દર્શકોની ઘટતી જતી રુચિને કારણે, શોની સંખ્યા ઘટવા લાગી. આવી સ્થિતિમાં, ચેનલે શોને ઓફ એર કરવા કહ્યું. જોકે, પ્રખ્યાત લેખિકા અને નિર્માતા જયા હબીબે મને મદદ કરી અને મને શોમાં અભિનવના પાત્રને રજૂ કરવાનો વિચાર આપ્યો.”

  • YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક

    YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક

    News Continuous Bureau | Mumbai

    સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ ચાલતી ટેલિવિઝન ડેઈલી સોપ અને સૌથી લોકપ્રિય પારિવારિક મનોરંજન સિરિયલોમાંની એક છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હર્ષદ ચોપરા (અભિમન્યુ) અને પ્રણાલી રાઠોડ (અક્ષરા) મુખ્ય ભૂમિકામાં છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ ટીઆરપી માં સારું સ્થાન જાળવી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો નવો પ્રોમો તમારા હોશ ઉડાવી દેશે, આ વખતે વાર્તામાં નવો વળાંક આવવાનો છે. YRKKH ના નવા પ્રોમોમાં અભિમન્યુનો નવો લૂક જોઈને તમે પણ ચોંકી જશો. આવો જાણીએ શું છે આ નવા પ્રોમો વીડિયોમાં…

     

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નવા પ્રોમો ની વાર્તા 

    સમય સાથે અક્ષરા તેના પતિ અભિનવ (જય સોની) અને તેમના પુત્ર અભિર સાથે આગળ વધી રહી હોય તેવું લાગે છે, પરંતુ છ વર્ષ છૂટા પડ્યા પછી પણ અભિ હજુ પણ કંઈક અંશે મોહમાં છે. આનું કારણ બીજું કોઈ નહીં પણ અભિર છે કારણ કે તે અભિનો પુત્ર છે. અત્યાર સુધી અભિમન્યુને ખબર નથી કે અભિર તેનો પુત્ર છે. અભિનવ નહીં પણ તે અભિરનો અસલી પિતા છે. 

     

    View this post on Instagram

     

    A post shared by StarPlus (@starplus)

    સ્ટોરીમાં આવશે નવો વળાંક 

    સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે, પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અભિમન્યુને અભિની સત્યતા વિશે ખબર પડી જાય છે અને અક્ષરા અભિને કહે છે કે અભિરથી દૂર રહે. શું અક્ષરા અભિમન્યુ અને અભિરને દૂર રાખી શકશે? શું અભિમન્યુ બધાને કહી શકશે કે સત્ય શું છે, આખરે અક્ષરાએ આટલા વર્ષો સુધી સત્ય કેમ છુપાવ્યું ? અભિમન્યુને ખબર પડે છે કે અભિર અક્ષરા-અભિમન્યુનો પુત્ર છે. અભિમન્યુ અક્ષરાને અભિરને લઈ જતા રોકે છે. અક્ષરા તેને ટોણો મારે છે અને કહે છે કે પાલનહાર સર્જક કરતા મોટો છે. અક્ષરા કહે છે કે અભિરના પિતા અભિનવ છે, તમે નથી, તેનાથી દૂર રહો. આવી સ્થિતિમાં અક્ષરા હવે શું કરશે?

  • 26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત

    26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત

    News Continuous Bureau | Mumbai

    ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ હવે સૌથી વધુ જોવાયેલ શો બની ગયો છે. આ જ કારણ છે કે લોકો શોમાં આવનારા ટ્વિસ્ટની સાથે તેમના મનપસંદ પાત્ર વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે અમે તમને અક્ષરાનું પાત્ર ભજવતી પ્રણાલી રાઠોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, પ્રણાલી રાઠોડે માત્ર 26 વર્ષની ઉંમરમાં દરેક ઘરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. લોકો તેના અક્ષુ ના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે.

     

    કરોડપતિ છે ‘યે રિશ્તા…’ની અક્ષરા 

    નોંધપાત્ર વાત એ છે કે પ્રણાલી રાઠોડનું નામ ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સામેલ છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા ફી લે છે. પ્રણલી રાઠોડ સિરિયલો સિવાય જાહેરાત માંથી પણ ઘણી કમાણી કરે છે. તેની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે એક કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.જેમ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની હિના ખાન અને શિવાંગી જોશી અનુક્રમે અક્ષરા અને નાયરાનું પાત્ર ભજવીને ટીવીની ટોચની અભિનેત્રીઓ બની હતી, તેમ પ્રણાલી રાઠોડ પણ હવે ખૂબ જ લોકપ્રિય બની છે. તેના ફોલોઅર્સમાં પણ ઘણો વધારો થયો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

     

    આ સિરિયલોમાં કામ કરી ચુકી છે પ્રણાલી

    તમને જણાવી દઈએ કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવતા પહેલા પ્રણાલી રાઠોડ અન્ય ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તે ‘પ્યાર પહેલી બાર’, ‘જાત ના પૂછો પ્રેમ કી’, ‘બેરિસ્ટર બાબુ’, ‘ક્યૂં ઊઠે દિલ છોડ આયા’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે. આ સિવાય તેણે વેબ સિરીઝ ‘ચુટઝપહ’માં પણ કામ કર્યું છે.

  • YRKKH એપિસોડ ના શૂટિંગનો વીડિયો થયો લીક, હોસ્પિટલમાં અભિમન્યુને હાથ જોડતો જોવા મળ્યો અભિનવ

    YRKKH એપિસોડ ના શૂટિંગનો વીડિયો થયો લીક, હોસ્પિટલમાં અભિમન્યુને હાથ જોડતો જોવા મળ્યો અભિનવ

    News Continuous Bureau | Mumbai

    ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના દરેક દર્શકના મનમાં એક જ સવાલ છે, શું અભીર સમયસર ડૉક્ટર અભિમન્યુ પાસેથી સારવાર કરાવી શકશે? તાજેતર ના એપિસોડમાં, એવું બતાવવામાં આવ્યું હતું કે અક્ષરા તેના પતિ અને પુત્ર સાથે ઉદયપુર પહોંચી ગઈ છે અને અભિર તેની નાની ના ઘરે આવીને ચોંકી ગયો છે કારણ કે તેને પહેલા જેવી સારવાર આપવામાં આવી રહી નથી. તેને હેલ્ધી ફૂડ ખાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને વધારે ન કૂદવાની સલાહ આપવામાં આવી રહી છે.

     

    સિરિયલ ની શૂટિંગનો વીડિયો લીક થયો

    આ દરમિયાન આ શોના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પરથી આ વાયરલ વીડિયોમાં અભિમન્યુ, અભિનવ અને અક્ષરા ‘બિરલા હોસ્પિટલ’ માં એકસાથે જોઈ શકાય છે. વીડિયોમાં અભિનવ ડોક્ટર અભિમન્યુ બિરલા ને ગળે લગાડીને ભાવુક થતો જોવા મળે છે. તે અભિમન્યુનો આભાર માને છે અને તેની સામે હાથ જોડીને બોલે છે.અભિમન્યુ તેને આમ કરવાથી રોકે છે અને અક્ષરા ત્યાં જ ઉભી ઉભી આ બધું જોઈ રહી છે. 

    સર્જરી બાદ વાર્તામાં ટ્વિસ્ટ આવશે

    આ વીડિયો ઈન્ટરનેટ પર લીક થયા બાદ ચાહકોમાં ગપસપનો દોર વધી ગયો છે. એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરી- હાલના એક્સપ્રેશન્સ પરથી લાગે છે કે તે હજુ પણ સત્ય નથી જાણતા. બીજી તરફ, એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું- અભિને સત્ય જાણવાની સાથે જ સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવશે કે તે અભિર નો જૈવિક પિતા છે.કેટલાક ચાહકો દાવો કરી રહ્યા છે કે અભિમન્યુ તેના પુત્રની સંપૂર્ણ કસ્ટડી માંગી શકે છે, જ્યારે કેટલાક વિરોધ કરી રહ્યા છે કે તેણે પહેલેથી જ ઘણી ભૂલો કરી છે કે હવે તે તે ભૂલોને વધારવા માંગતો નથી પરંતુ તેને સુધારવા માંગે છે. બીજી તરફ, કેટલાક ચાહકો અભિમન્યુનો સ્ક્રીન સમય વધારવાની વિનંતી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અભિમન્યુનો સ્ક્રીન ટાઈમ ઘણા સમયથી મર્યાદિત છે.

  • અભિમન્યુની સામે ખુલશે અભીર નું સત્ય, સવાલો ની વચ્ચે ઘેરાશે અક્ષરા, જાણો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આવનાર એપિસોડ વિશે

    અભિમન્યુની સામે ખુલશે અભીર નું સત્ય, સવાલો ની વચ્ચે ઘેરાશે અક્ષરા, જાણો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આવનાર એપિસોડ વિશે

    News Continuous Bureau | Mumbai

    ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણી વખત કલાકારો બદલાયા છે, કેટલાક કલાકારોએ શો અધવચ્ચે જ છોડી દીધો છે, પરંતુ નિર્માતાઓએ તેમના મજેદાર ટ્વિસ્ટ અને ટર્નથી ચાહકોને ક્યારેય કંટાળો આવવા દીધો નથી. આ દિવસોમાં સિરિયલની વાર્તા અક્ષરા અને અભિમન્યુ ની આસપાસ ફરે છે અને આ પાત્રો પ્રણાલી રાઠોડ-હર્ષદ ચોપડા ભજવી રહ્યા છે. આ દિવસોમાં સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે આરોહી સાથે અભિમન્યુના લગ્ન નક્કી થઈ ગયા છે અને બંનેની સગાઈની તારીખ પણ નક્કીથઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે, જેના કારણે વાર્તા સંપૂર્ણ રીતે વળાંક આવશે. અભિમન્યુને અભીર વિશે સત્ય ખબર પડશે.

     

    અભિમન્યુની સામે આવશે અભીર નું સત્ય 

    ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા અભિનવ અને અભીર સાથે ઉદયપુર છોડશે. પરંતુ ત્યારે જ અભીર ની તબિયત બગડશે અને તેને બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. દરમિયાન, અક્ષરા, અભિમન્યુને અભીર ની સારવાર કરતા અટકાવે છે કારણ કે તેણીને ડર છે કે અભિમન્યુ ને અભીર ના સત્ય વિશે ખબર પડી જશે. પરંતુ હવે સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. વાર્તામાં અભિમન્યુને અભીરની સત્યતા જાણવા મળશે. તેને ખબર પડશે કે અભીર તેનો અને અક્ષરાનો દીકરો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ માં દાવો કરવામાં આવ્યો છે કે અભિનવ પોતે જ અભિમન્યુ ને અભીર વિશે સત્ય જણાવશે. આ વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ લાવશે.

     

    અક્ષરાને જોઈને મંજરી ગુસ્સે થઈ જશે

    ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા આરોહી અને અભિમન્યુ ના લગ્નમાં હાજરી આપવાની છે. અભીર ની નાદુરસ્ત તબિયતને કારણે અક્ષરા ઉદયપુરમાં પાછી ફરે છે, જેના કારણે તે સગાઈની વિધિઓમાં ભાગ લે છે. આ સીરિયલમાં જોવા મળશે કે અક્ષરા અભિનવ સાથે બિરલા હાઉસમાં કલશ લઈને જાય છે, જે અભિમન્યુ માટે છે. પરંતુ અક્ષરાને જોઈને મંજરી ગુસ્સે થઈ જાય છે અને તે કલશ લેવાનો ઇનકાર કરે છે.

  • શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ

    શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ

    News Continuous Bureau | Mumbai

    સ્ટાર પ્લસ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ( yeh rishta kya kehlata hai ) પાંચ વર્ષના લીપ પછી ઘણું બદલાઈ ગયું છે. પાંચ વર્ષના લીપમાં મેકર્સે સિરિયલમાં આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે. જેને કારણે સ્ટાર્સના જીવનમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. અક્ષરા તેના પુત્ર અને અભિનવ સાથે તેના નવા જીવનની શરૂઆત કરતી જોવા મળે છે. આ વખતે ટીઆરપી લિસ્ટ માં સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ત્રીજા નંબરે છે.

     કાર્તિક અને નાયરા નું પાત્ર છે લોકપ્રિય

    ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ( shivangi joshi ) અને મોહસીન ખાન ( mohsin khan ) ચાહકોમાં ‘નાયરા’ અને ‘કાર્તિક’ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. શિવાંગી અને મોહસીનની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ તેમને શોમાં ફરીથી સાથે જોવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તે શક્ય છે? યે રિશ્તા ક્યા કહેલાતા હૈના લોકપ્રિય યુગલ કાર્તિક અને નાયરાનું પાત્ર મોહસીન ખાન અને શિવાંગી જોશીએ ભજવ્યું છે.આ જોડી આજ સુધી હિટ રહી છે અને તેઓએ તેમના પાત્રો સારી રીતે ભજવ્યા છે. ચાહકો માત્ર તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી માટે જ તેમને પસંદ નથી કરતા પણ તેઓ તેમના બોન્ડિંગ વિશે વધુ જાણવા માંગતા હોય છે.

    આ સમાચાર પણ વાંચો:  Coastal Road Project  : કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ફરી વિલંબમાં, આ કારણે પાલિકાનો ખર્ચ પણ વધશે…

     

    shivangi joshi and mohsin khan are coming back in yeh rishta kya kehlata hai

     રાજન શાહી એ શેર કરી પોસ્ટ

    રાજન શાહી એ ​​તેમના સોશિયલ મીડિયા પર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ખાસ યાદો શેર કરતા,કહ્યું, “હેપ્પી કાયરા ડે, 6 જાન્યુઆરી 2023 થુ થુ થુ.” તેણે સેટ પર મોહસીન અને શિવાંગી સાથેની પોતાની તસવીરો શેર કરી છે જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. શિવાંગીએ તેની એક ઝલક પણ તેના ફેન્સ સાથે શેર કરી હતી. શિવાંગી જોશી અને મોહસીન ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ આવતા શો છોડી દીધો. જેના કારણે તેમના ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા અને ફેન્સે આ જોડીને ફરીથી કાસ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પછી મોહસિને કેટલાક મ્યુઝિક વીડિયો કર્યા છે. બીજી તરફ, શિવાંગી જોશીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ખતરોં કે ખિલાડી 12 માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.