News Continuous Bureau | Mumbai
નવી સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ 28 મેના રોજ યોજાશે. આ અંગે ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. નવી સંસદ ભવન બનાવવાની શું જરૂર હતી? સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે કે આપણી જૂની સંસદ બીજા સો વર્ષ ટકી શકે એટલી મજબૂત છે.
દરમિયાન હવે ધારાસભ્ય નિતેશ રાણેએ સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિવાદ ઉભો કરી બંધારણીય સંસ્થાઓ અને હોદ્દાઓમાં અવિશ્વાસ પેદા કરી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે સંજય રાઉટને દેશદ્રોહી ગણાવ્યા છે. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભ્ય રામ સાતપુતે, મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાદ્યે, રાજ્ય મીડિયા વિભાગના વડા નવનાથ બન ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: અનોખી પહેલ.. પુણેમાં ટ્રાફિક નિયમ ભંગ નહીં કરનારા બાઈક ચાલકોને અપાયા ગુલાબ.. જુઓ વિડીયો..
ધારાસભ્ય રાણેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. મોદી અને ભારતનું સન્માન થઈ રહ્યું છે તે સાંસદ સંજય રાઉતથી દેખ્યું નથી જતું. તેથી નવાં સંસદ ભવનની જરૂર નથી, અને રાષ્ટ્રપતિનો અનાદર થઈ રહ્યો છે આવી નજીવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સુમિત્રા મહાજન લોકસભાના સ્પીકર હતા ત્યારે નવા સંસદ ભવન બનાવવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. તે સમયે શિવસેના એનડીએનો ઘટક પક્ષ હતો. તે નિર્ણય સાં. સંજય રાઉત જેવા લોકોને ખોટો લાગવા માંડે તે અગમ્ય છે, તેમ ધા.રાણેએ જણાવ્યું હતું. નવા સંસદ ભવનનાં નિર્માણની ટીકા કરનાર સાંસદ રાઉતે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે નવા માતોશ્રી નિર્માણની શું જરૂર છે. આવો પ્રશ્ન પણ ધારાસભ્ય રાણેએ કર્યો હતો.
જયંત પાટીલ અને અજિત પવાર વચ્ચે લડાઈ લગાવીને એનસીપીને તોડવા માટે રાઉતની યોજના હોવાનું રાણેએ કહ્યું. તેમણે કહ્યું કે સામનાના અગ્રલેખમાં જયંત પાટીલના સમર્થનમાં લખવામાં આવ્યું છે, પરંતુ અજિત પવારના સમર્થનમાં એક સાદો લેખ પણ લખવામાં આવ્યો નથી, તેના બદલે તેમના વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે.
જયંત પાટીલને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવા માટે ઈડી ની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ટીકા કરતાં શ્રી. રાઉતને શ્રીધર પાટણકર સામે કરાયેલી કાર્યવાહી અંગે પણ એવું જ કહેવાનો પડકાર ધા. રાણેએ ફેંક્યો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના સાથીઓને મદદ કરવા બદલ નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી છે. જેણે દાઉદને બાળાસાહેબ ઠાકરેની હત્યાનું કાવતરું ઘડવામાં મદદ કરી હતી તેવા મલિકનો પક્ષ લીધો, આમાં રાઉતનો અસલી ચહેરો દેખાઇ આવે છે, એમ પણ રાણેએ જણાવ્યું હતું.
