Tag: aamir-khan

  • 3 Idiots Part 2: ૧૫ વર્ષ પછી ફરી આવશે ‘3 ઇડિયટ્સ’! મેકર્સે આપી દીધું કન્ફર્મેશન, શું જૂની કાસ્ટ કરશે કમબેક?

    3 Idiots Part 2: ૧૫ વર્ષ પછી ફરી આવશે ‘3 ઇડિયટ્સ’! મેકર્સે આપી દીધું કન્ફર્મેશન, શું જૂની કાસ્ટ કરશે કમબેક?

    News Continuous Bureau | Mumbai

    3 Idiots Part 2: બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ના સિક્વલ (Part 2) ના સમાચાર હવે પાકા થઈ ગયા છે. ૨૦૦૯માં આવેલી આ ફિલ્મ આજે પણ દર્શકોની ફેવરિટ છે અને હવે તેની સિક્વલની વાતથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

    આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ

    મુખ્ય કલાકારોની વાપસી

    એક અહેવાલ મુજબ, ફિલ્મના મેકર્સે આખરે સિક્વલને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ આમિર ખાન, કરીના કપૂર ખાન, આર. માધવન અને શર્મન જોશી જેવા તમામ મુખ્ય કલાકારો પરત ફરશે. સૂત્રએ જણાવ્યું કે સિક્વલની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે, અને ટીમને લાગે છે કે આ ફિલ્મમાં પણ પહેલા ભાગ જેવો જ આનંદ, ભાવના અને દમદાર સંદેશ જોવા મળશે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

     ‘3 ઇડિયટ્સ 2’ની વાર્તા ત્યાંથી જ આગળ વધશે જ્યાં પહેલી ફિલ્મ સમાપ્ત થઈ હતી. લગભગ ૧૫ વર્ષ પછી આ ત્રણેય મિત્રો ફરીથી મળશે અને એક નવી સફર પર નીકળશે. આ નવા એડવેન્ચરની આસપાસ જ આખી વાર્તા ફરશે.રિપોર્ટ્સ મુજબ, ડિરેક્ટર રાજકુમાર હિરાણી અને આમિર ખાન પહેલા દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરી રહ્યા હતા, પરંતુ તે પ્રોજેક્ટને હોલ્ડ પર મૂક્યા પછી હિરાણીને લાગ્યું કે ‘3 ઇડિયટ્સ’ની દુનિયામાં પાછા ફરવાનો આ યોગ્ય સમય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Lahore 1947: ‘લાહોર 1947’ ફિલ્મ જોઈને ધર્મેન્દ્રએ શું કહ્યું? મૃત્યુ પહેલા જોઈ સની દેઓલની ફિલ્મ!આમિર ખાને કર્યો મોટો ખુલાસો!

    Lahore 1947: ‘લાહોર 1947’ ફિલ્મ જોઈને ધર્મેન્દ્રએ શું કહ્યું? મૃત્યુ પહેલા જોઈ સની દેઓલની ફિલ્મ!આમિર ખાને કર્યો મોટો ખુલાસો!

    News Continuous Bureau | Mumbai

    Lahore 1947: 24 નવેમ્બરે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે. હવે 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI 2025)માં આમિર ખાન એ તેમને યાદ કરતાં ભાવુક શ્રદ્ધાંજલિ આપી અને ખુલાસો કર્યો કે ધર્મેન્દ્ર એ  મૃત્યુ પહેલા સની દેઓલ ની અનરિલીઝ્ડ ફિલ્મ ‘લાહોર 1947’ જોઈ હતી અને તેમને આ ફિલ્મ ખૂબ ગમી હતી.

    આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ

    આમિરનો ખુલાસો – “તેમને ફિલ્મ ખૂબ ગમી”

    આમિર ખાને કહ્યું – “મને આનંદ છે કે મને ધર્મજીને ‘લાહોર 1947’ બતાવવાનો મોકો મળ્યો. ફિલ્મ હજી રિલીઝ નથી થઈ, પરંતુ તેમણે જોઈ લીધી અને કહ્યું કે આ તેમની ફેવરિટ સ્ક્રિપ્ટ્સમાંની એક છે.” આમિરએ જણાવ્યું કે ગયા એક વર્ષમાં તેઓ ધર્મેન્દ્રને 7–8 વાર મળ્યા હતા.‘લાહોર 1947’ અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહોર નઈ દેખ્યા, ઓ જામ્યાઈ ની’ પર આધારિત છે. ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજનના સમયની કહાની દર્શાવે છે, જેમાં એક મુસ્લિમ પરિવાર લાહોરમાં એક એવી હવેલીમાં રહેવા જાય છે જે હિંદુ પરિવાર છોડીને ગયો હતો. પરંતુ હિંદુ પરિવાર હજી પણ તે ઘર છોડવા તૈયાર નથી, અને અહીંથી શરૂ થાય છે અસલી ડ્રામા.

    View this post on Instagram

    A post shared by Shweta Parande (@fillumwaali)

    ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિંટા  મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ મહત્વપૂર્ણ રોલમાં છે. ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી  એ કર્યું છે અને પ્રોડક્શન આમિર ખાને કર્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ

    Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan:  બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાન બાદ ગુરુવારે મુંબઈમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં અનેક સ્ટાર્સ હાજર રહ્યા. પરંતુ આમિર ખાન આ કાર્યક્રમમાં દેખાયા નહીં. IFFI 2025માં આમિરે ખુલાસો કર્યો કે તેઓ બોમ્બેમાં નહોતા, તેથી પ્રાર્થના સભામાં હાજર રહી શક્યા નહીં. સાથે જ તેમણે ધર્મેન્દ્ર સાથેની પોતાની યાદો અને એક ખાસ કિસ્સો શેર કર્યો.

    આ સમાચાર પણ વાંચો : Orry Drug Case: ૨૫૨ કરોડના ડ્રગ્સ કેસમાં ઓરીની ૭.૫ કલાક પૂછપરછ, સેલિબ્રિટી કનેક્શન પર શું કહ્યું?

    દીકરા આઝાદને ધર્મેન્દ્ર સાથે મળાવવાનો કિસ્સો

    આમિરે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં તેઓ ધર્મેન્દ્રને 7-8 વાર મળ્યા હતા. એક મુલાકાતમાં તેમણે પોતાના પુત્ર આઝાદને સાથે લઈ ગયા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે આઝાદ એવા દિગ્ગજ કલાકારને મળે, જેના કામનો અનુભવ તેણે કર્યો નથી. “અમે તેમના સાથે કેટલાક કલાકો વિતાવ્યા અને તે ક્ષણ ખૂબ જ ખાસ હતી,” આમિરે કહ્યું.આમિરે કહ્યું: “ધર્મેન્દ્રને લોકો હી-મેન અને એક્શન હીરો તરીકે ઓળખે છે, પરંતુ તેઓ રોમાન્સ, કોમેડી અને ડ્રામામાં પણ માસ્ટર હતા. મારા મત મુજબ, તેઓ ભારતના શ્રેષ્ઠ કલાકારોમાંના એક હતા.”

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    આમિરે ઉમેર્યું: “તેમની સૌથી મોટી ખાસિયત હતી તેમની નમ્રતા અને ગર્મજોશી. તેઓ દરેકને પ્રેમથી મળતા, ભલે તે ઇન્ડસ્ટ્રીમાંથી હોય કે બહારથી. તેઓ માત્ર મહાન કલાકાર જ નહીં, પરંતુ અદ્ભુત માણસ પણ હતા.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે

    Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan: બોલીવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન  ને એક અનોખા અને ઐતિહાસિક સન્માનથી નવાજવામાં આવશે. તે આર.કે. લક્ષ્મણ એવોર્ડ ફોર એક્સિલન્સ મેળવનાર પ્રથમ અભિનેતા બનશે. આ એવોર્ડ પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ ની સ્મૃતિમાં શરૂ કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો

    23 નવેમ્બરે પુણેમાં થશે એવોર્ડ સેરેમોની

    આમિર ખાનને આ એવોર્ડ 23 નવેમ્બર 2025ના રોજ પુણેના MCA ક્રિકેટ સ્ટેડિયમમાં આપવામાં આવશે. આ પ્રસંગે સંગીત સમ્રાટ એઆર રહેમાન નું લાઈવ કોન્સર્ટ પણ યોજાશે. કાર્યક્રમ સાંજના 5 વાગ્યાથી શરૂ થશે.આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ આ વર્ષે ટોચની કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન પામ્યું છે. ફિલ્મની સફળતા અને સામાજિક સંદેશને કારણે આમિરને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.

    View this post on Instagram

    A post shared by BollywoodLife (@ibollywoodlife)

    આર.કે. લક્ષ્મણ ભારતના જાણીતા કાર્ટૂનિસ્ટ હતા. તેમના ‘Common Man’ પાત્ર અને ‘You Said It’ કાર્ટૂન સ્ટ્રિપ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમણે ‘માલગુડી ડેઝ’ માટે પણ સ્કેચ બનાવ્યા હતા. 2015માં તેમનું પુણેમાં અવસાન થયું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત

    Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Salman Khan : સલમાન ખાન, જે 59 વર્ષની ઉંમરે પણ કુંવારો છે, હવે પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સલમાન ખાન અને આમિર ખાન કાજોલ અને ટ્વીન્કલ ના શો ટુ મચ માં પહોંચ્યા હતા. આ શો ના પહેલા એપિસોડમાં સલમાને પોતાના પર્સનલ જીવન વિશે ખુલ્લા દિલથી વાત કરી. તેણે કહ્યું કે તે એક દિવસ જરૂરથી પિતા બનશે.

    આ સમાચાર પણ વાંચો : Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે

    “સંબંધ તૂટ્યો તો હું જ જવાબદાર છું”

    શોમાં જ્યારે આમિર ખાન એ સલમાનને તેમના ભૂતકાળના સંબંધો વિશે પૂછ્યું, ત્યારે સલમાને કહ્યું: “યાર, નહીં જામ્યું તો નહીં જામ્યું. જો કોઈને જવાબદાર ઠેરવવો હોય, તો હું જ જવાબદાર છું.”તેણે ઉમેર્યું કે સંબંધમાં બંને પાર્ટનર્સે સાથે મળીને આગળ વધવું જોઈએ, નહીં તો ઈર્ષા અને તણાવ ઊભો થાય છે. આ ઉપરાંત સલમાને કહ્યું: “હું એક દિવસ જરૂરથી પિતા બનીશ. બસ વાત એટલી છે કે બાળકો તો થશે જ… હવે જોવું એ છે કે ક્યારે.”તેના આ નિવેદનથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    View this post on Instagram

    A post shared by prime video IN (@primevideoin)

    આમિરે પણ શોમાં જણાવ્યું કે જ્યારે તેના રીના દત્તા સાથે છૂટાછેડા થયા હતા, ત્યારે તે સલમાન ની નજીક આવ્યો હતો.. તેણે કહ્યું: “મને લાગતું હતું કે સલમાન સમય પર નથી આવતો, પણ પછી સમજાયું કે હું જ વધારે જજમેન્ટલ હતો.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ

    Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan: બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન એ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે જણાવ્યું કે ઘણા અભિનેતાઓ પોતાના વ્યક્તિગત ખર્ચાઓ પણ નિર્માતાઓ પાસેથી ઉઠાવવાની અપેક્ષા રાખે છે – જેમાં ડ્રાઈવર , રસોઈયા, સ્પોટ બોય અને જીમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો : Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન

    “અભિનેતાઓ કરોડો કમાય છે, છતાં…”

    આમિર ખાનના જણાવ્યા મુજબ, “આજકાલના ઘણા અભિનેતાઓ પોતાના ડ્રાઈવર અને સ્પોટ બોય માટે પણ નિર્માતાઓ પાસેથી પૈસા માંગે છે. તેઓ પોતાના રસોઈયા માટે પણ પેમેન્ટ નિર્માતા પાસેથી કરાવે છે. આ તો એટલું છે કે હવે તો સેટ પર લાઈવ કિચન પણ રાખવામાં આવે છે અને તેનો ખર્ચ પણ નિર્માતા ઉઠાવે છે.” આમિરે કહ્યું કે, “આ નીતિ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ દુઃખદ અને નુકસાનદાયક છે. કરોડો કમાવા છતાં જો વ્યક્તિગત જરૂરિયાતો માટે પણ નિર્માતા પર આધાર રાખવામાં આવે, તો એ શરમજનક છે.” તેણે નિર્માતાઓને સલાહ આપી કે તેઓ માત્ર ફિલ્મ સંબંધિત ખર્ચો – જેમ કે મેકઅપ, હેરસ્ટાઈલ અને કોસ્ચ્યુમ માટે જ જવાબદાર હોવા જોઈએ.

    આમિર ખાને જણાવ્યું કે, “જ્યારે હું આઉટડોર શૂટિંગ પર જાઉં છું, ત્યારે મારા પરિવારના તમામ ખર્ચો હું પોતે ઉઠાવું છું.” તેમણે ઉદ્યોગના અન્ય કલાકારોને પણ આવી જ નીતિ અપનાવવાની સલાહ આપી છે. આમિરના આ નિવેદનથી ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર

    Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર

    News Continuous Bureau | Mumbai

    Two Much With Kajol and Twinkle Trailer: ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વીન્કલ’ નામના નવા ચેટ શો નું ટ્રેલર રિલીઝ થયું  છે, જેમાં બોલીવૂડના મોટા સ્ટાર્સની મસ્તી અને હાસ્ય જોવા મળે છે. ટ્રેલરમાં સલમાન ખાન પોતાને અને આમિર ખાન   ને “લિટલ સ્ટાર્સ” કહે છે, જ્યારે આમિર કાજોલ અને ટ્વિંકલ ની હાજિરજવાબીથી દંગ રહી જાય છે. વિકી  કૌશલ અને કૃતિ સેનન પણ બંને એક્ટ્રેસથી ડરતા દેખાય છે.

    આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ

    કાજોલ-ટ્વિંકલનો મજેદાર ચેટ શો

    ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વીન્કલ’ એ એક હાઈ-પ્રોફાઈલ ચેટ શો છે, જેમાં કાજોલ અને ટ્વિંકલ  ખન્ના હોસ્ટ તરીકે જોવા મળશે. ટ્રેલરમાં સલમાન ખાન, આમિર ખાન, વિક્કી કૌશલ, કૃતિ સેનન, આલિયા ભટ્ટ , કરણ જોહર, અને ગોવિંદા, ચંકી પાંડે અને વરુણ ધવન જેવા સ્ટાર્સની હાજરી છે.ટ્રેલરમાં સલમાન ખાન  પોતાને “ત્રણ એક્સપ્રેશન” પર ચાલતો એક્ટર કહે છે અને આમિર ખાન ની મજાક ઉડાવે છે. આમિર કહે છે “મેં બે-બે લઈ લીધા”, તો સલમાન જવાબ આપે છે “શું બોલી રહ્યો છે આમિર?” આ મજાકભર્યા સંવાદો શોને વધુ મજેદાર બનાવે છે.

    View this post on Instagram

    A post shared by prime video IN (@primevideoin)

    ટ્રેલર જોઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે. ઘણા યુઝર્સે કાજોલના પતિ અજય દેવગન અને ટ્વિંકલના પતિ અક્ષય કુમાર ને પણ શોમાં લાવવાની માંગ કરી છે. ફેન્સ કહે છે કે આ શો માત્ર ગોસિપ નહીં, પણ હાસ્ય અને મસ્તીથી ભરપૂર છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન

    Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan: બોલીવૂડના મિસ્ટર પર્ફેક્ટનિશ  આમિર ખાન હવે એક નવો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે જાહેર કર્યું છે કે તે એક અનોખી ફિલ્મ સ્કૂલ શરૂ કરવા માંગે છે, જ્યાં બાળકોને માત્ર ફિલ્મમેકિંગ નહીં, પણ માનસશાસ્ત્ર (Psychology), સમાજશાસ્ત્ર (Sociology), ઇતિહાસ (History), સંગીત (Music) અને કલા (Art) જેવી વિવિધ શાખાઓનું જ્ઞાન આપવામાં આવશે. આ વિચારને હૃતિક રોશન દ્વારા પણ સમર્થન મળ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો

    ફિલ્મમેકિંગ પહેલા શીખવાશે માનસશાસ્ત્ર અને કલા

    આમિર ખાનનું માનવું છે કે ફિલ્મમેકિંગ એ સૌથી યુવાન આર્ટફોર્મ છે, જેમાં તમામ જૂના આર્ટફોર્મનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું કે, “ફિલ્મમેકિંગમાં એડિટિંગ, સિનેમેટોગ્રાફી જેવી ટેક્નિકલ બાબતો 3-6 મહિનામાં શીખી શકાય છે, પણ સાચી સમજ માટે વિદ્યાર્થીઓને પહેલા વિવિધ વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે.” આમિર ખાનના જણાવ્યા મુજબ, તે સ્કૂલ માટે કોઈ બિલ્ડિંગ નહીં બનાવે. “જ્યાં ફિલ્મ બને છે, જેમ કે રોડ, ઘર, ચાલ, ત્યાં જ શિક્ષણ આપશે. આ સ્કૂલ ગુરુકુલ સ્ટાઇલમાં હશે, જ્યાં થોડા વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને સીધા ફિલ્મ સેટ પર લઈ જવાશે,” એમ તેણે જણાવ્યું.

    હૃતિક રોશનએ આમિર ખાનના આ ઇન્ટરવ્યૂ ની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેનો સપોર્ટ કર્યો છે. હૃતિકના ફેન્સે પણ આમિરના વિચારોને ખૂબ પસંદ કર્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા

    Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan:  બોલીવૂડ એક્ટર આમિર ખાન પોતાના અનોખા અને પ્રયોગાત્મક નિર્ણયોથી જાણીતા છે. તાજેતરમાં તેણે પોતાની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ને યુટ્યુબ પર ‘પે પર વ્યુ’ મોડલથી રિલીઝ કરી, જેમાં દર્શકોને ફિલ્મ જોવા માટે  100 ચૂકવવા પડ્યા. આમિરે ખુલાસો કર્યો કે આ મોડલ દ્વારા તેને 20 ગણા વધુ બિઝનેસ મળ્યો છે, જે એક રેકોર્ડ માનવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો : Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

    ઓટીટી ડીલને નકારી, યુટ્યુબ પર ‘પે પર વ્યુ’  મોડલ અપનાવ્યું

    આમિરને ‘સિતારે ઝમીન પર’ માટે  125 કરોડની ઓટીટી ડીલ મળી રહી હતી, પણ તેણે તે નકારી દીધી. તેનું માનવું છે કે યુટ્યુબ ની પહોંચ વધુ છે – દરરોજ 50-60 કરોડ લોકો સુધી – જ્યારે ઓટીટી પ્લેટફોર્મ્સની પહોંચ મર્યાદિત છે. તેથી તેણે રિસ્ક લઈને યુટ્યુબ પર ‘પે પર વ્યુ’ મોડલ અપનાવ્યું.

    આમિરના જણાવ્યા મુજબ, ‘પે પર વ્યુ’  મોડલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવો રસ્તો ખોલી શકે છે. UPI અને ઇન્ટરનેટના વિસ્તરણથી આ મોડલ હવે સરળ બન્યું છે. તે માને છે કે થિયેટર બિઝનેસને બચાવવા માટે ફિલ્મોને થિયેટરમાં પૂરતો સમય મળવો જોઈએ અને તરત ઓટીટી રિલીઝ થવી જોઈએ નહીં.આમિરને આ મોડલથી નફો તો થયો જ, સાથે સાથે તે ણે ઓટીટી ડીલ નકારીને ઇન્ડસ્ટ્રી માટે એક મજબૂત સંદેશ પણ આપ્યો. હવે તે ઓટીટી સ્ટ્રીમિંગ ડીલ માટે પણ તૈયાર છે, પણ યોગ્ય સમય પછી. હાલમાં તે ફિલ્મથી મળેલી કમાણીનો આનંદ માણી રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Faissal Khan controversy: ફૈસલ ખાન એ આમિર ખાન ને લઈને કર્યો મોટો દાવો, પરિવાર વિવાદે લીધો નવો વળાંક

    Faissal Khan controversy: ફૈસલ ખાન એ આમિર ખાન ને લઈને કર્યો મોટો દાવો, પરિવાર વિવાદે લીધો નવો વળાંક

    News Continuous Bureau | Mumbai

    Faissal Khan controversy:બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમના ભાઈ ફૈસલ ખાન વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. ફૈસલ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ અને પ્રેસ કોન્ફરન્સમાં આમિર પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમનો બ્રિટિશ પત્રકાર જેસિકા હાઈન્સ  સાથે સંબંધ હતો અને તેમનો એક બાળક પણ છે. ફૈસલ ખાને આમિરને ખુલ્લેઆમ DNA ટેસ્ટ કરાવવાની ચુનૌતી આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: રામાયણ માં થઇ અમિતાભ બચ્ચન ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં કરશે આ મહત્વ નું કામ

    “મારે બધા જ સત્ય બહાર લાવવા છે”: ફૈસલ ખાન

    ફૈસલ ખાને કહ્યું કે, “આમિર અને જેસિકા વચ્ચેના સંબંધની વાત સૌ કોઈ જાણે છે. તેમનો એક બાળક પણ છે. આમિર આ વાત નકારી શકતા નથી. જો જરૂર પડે તો DNA ટેસ્ટ કરાવી લો. મારી પાસે દરેક વાતનો પુરાવો છે.” તેમણે ઉમેર્યું કે તેઓ કોઈ કલ્પિત વાતો નથી કરી રહ્યા, પરંતુ સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફૈસલ ખાને આમિરની જાહેર છબી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “આમિર પોતાને સાફસુથરી છબી ધરાવતો બતાવે છે, પણ હકીકત એ છે કે તેમના ઘણા સંબંધો રહ્યા છે. તેઓ પોતાની છબીને સફેદ બતાવવાનો પ્રયાસ કરે છે, પણ સત્ય કંઈક જુદું છે.”

    View this post on Instagram

    A post shared by Peepingmoon (@peepingmoonofficial)

    ફૈસલ ખાને વધુમાં જણાવ્યું કે 2002માં તેમના છૂટાછેડા પછી પરિવાર તરફથી ફરીથી લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું. જ્યારે તેમણે વિરોધ કર્યો, ત્યારે પરિવારના સભ્યો — જેમાં આમિર, તેમની માતા અને બહેન નીખતનો સમાવેશ થાય છે — તેમને માનસિક રીતે અસ્થિર જાહેર કરીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ફૈસલના જણાવ્યા મુજબ, તેમને દવાઓ આપી અને ઘરમાં કેદ રાખવામાં આવ્યા હતા.