અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 20થી 25 ગાડીઓ એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે.
