• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - aiims - Page 2
Tag:

aiims

રાજ્ય

મોમોઝ ખાવાના શોખીન છો-તો યાદ રાખજો આ વાત. દેશમાં મોમોઝ ખાવાથી નોંધાયું પહેલું મોત- જાણો વિગત

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચાઈનીઝ(Chinese) ખાવાના શોખીનો માટે એક આઘાતજનક વાત છે. તાજેતરમાં મોમોઝ(Momos) ખાવાને કારણે દિલ્હીના(Delhi) 50 વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ(Died) થયું હોવાનું ચોંકાવનારી ઘટના બની છે. દેશમાં કદાચિત આ પહેલો જ એવો કેસ છે જેનું મોમોઝ ખાવાથી મોત થયું છે.

લોકોએ મોમોઝ ખાતા સમયે સાવધાન રહેવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા મૃત્યુમાં પરિણમી શકે છે. નવી દિલ્હીમાં(New Delhi) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ફોરેન્સિક નિષ્ણાતોએ(Forensic experts) એક મૃતક વ્યક્તિના પોસ્ટમોર્ટમ(Postmortem) બાદ દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ બહાર કાઢ્યો છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દક્ષિણ દિલ્હીમાં(South Delhi) AIIMS પાસે સ્થિત એક રેસ્ટોરન્ટમાં(Restaurant) 50 વર્ષનો એક વ્યક્તિ મોમોઝ ખાતો હતો. અચાનક તે જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. AIIMS ખાતે પોસ્ટમોર્ટમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં(postmortem computed tomography) તેના ગળામાં મોમોઝ ફસાયેલા જોવા મળ્યા હતા. મૃતકની વિન્ડપાઈપની(Windpipe) શરૂઆતમાં એક ડમ્પલિંગ જેવો પદાર્થ મળી આવ્યો હતો, તે મોમોસ હોવાનું જણાયું હતું. પેટમાં દારૂ(Beer) પણ હતો. મોમોઝ ખાતી વખતે તે નશામાં હોય તેવી શક્યતા છે.

ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે, તેમાંથી લોકોએ બોધપાઠ લેવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને ઈડીનું તેડું-આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ-જાણો શું છે મામલો

AIIMS સાથે સંકળાયેલા ડોક્ટરના કહેવા મુજબ દર 12 લાખમાંથી એકનું મૃત્યુ થયું હોવાનો આ કેસ છે. જમતી વખતે વાયુમાર્ગના(Airway) અવરોધને કારણે અણધાર્યા મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે.
 

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે.

ઘાસાચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદની લથડતી તબિયતને જોતા તેમને દિલ્હી AIIMSમાં રેફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાલુ હાલમાં રાંચીના રિમ્સમાં સારવાર હેઠળ છે. 

મેડિકલ રિપોર્ટ અનુસાર તેમની કિડની અત્યારે માત્ર 13 ટકા જ કામ કરી રહી છે.

સીરમ ક્રિએટિનાઇન 4.6 છે. તેઓ આજે બપોરે 3 વાગે દિલ્હી જવા રવાના થશે.

 આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દિલ્હી હાઈકોર્ટનો એઈમ્સને આદેશ! ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીને 30 ઓક્ટોબર સુધીમાં ચૂકવે આટલા લાખ રૂપિયાનું વળતર; જાણો વિગત

by Dr. Mayur Parikh October 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

સોમવાર 

દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

આ સાથે જ 80ના દાયકામાં ડ્રાઇવર તરીકે ભરતી કરવામાં આવેલા કર્મચારીને પેન્શન પેટે દર મહિને 19,900 રૂપિયા પણ ચુકવવામાં આવશે. 

અરજકર્તાના જણાવ્યા અનુસાર તેને ગેરકાયદે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લેબર કોર્ટમાં ગયો હતો. 

અરજકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર,1988માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. 

લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે 3 જૂન, 2016ના રોજ ફગાવી દીધી હતી.

સૌથી મોટા મુસ્લિમ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી હિન્દુ ધર્મ અપનાવશે, જાણો શું છે કારણ

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh October 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

ગુરુવાર

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર તાવ પછી નબળાઇની ફરિયાદ કરવામાં આવતા પૂર્વ વડાપ્રધાનને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ દરમિયાન કોંગ્રેસે જણાવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે અને તેમની રૃટિન સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ ઇન્ફેકશનને બદલે ચાલુ વર્ષે એપ્રિલમાં ડો. મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.  

બંદુક ના બદલા માં બાળ વિવાહ, આ દેશ ફસાયો અનૈતિક કામો ના શકંજા માં….

October 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

આસારામ બાપુ ની તબિયત ફરી બગડી, હોસ્પિટલમાં દાખલ

by Dr. Mayur Parikh September 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે તબિયત બગડ્યા બાદ આસારામ બાપુને તબીબી તપાસ માટે AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પેશાબના રોગને લગતી સમસ્યાને કારણે યુરોલોજી વિભાગના ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. 

અગાઉ પણ આસારામ બાપુને ઘણી વખત સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી. 

શરમ જનક : જુલાઈ મહિના સુધીમાં જ મુંબઈ શહેરમાં ૫૦૦થી વધુ રેપ કેસ નોંધાયા છે.

September 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

શું તમે ફળ ધોયા વગર ખાવ છો? તમને નિપાહ વાયરસ થઈ શકે છે; જાણો ચોંકાવનારી માહિતી

by Dr. Mayur Parikh September 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કેરળમાં ત્રીજી સપ્ટેમ્બરે ૧૨ વર્ષના બાળકનું નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું હતું. આ ઘટનાથી સાવચેત થયેલી કેરળની આરોગ્ય વ્યવસ્થાએ નાગરિકોને અલર્ટ રહેવાનું કહ્યું  છે. એમ્સએ નાગરિકોને ફળ ધોઈને જ સેવન કરવાની સલાહ આપી છે.
આ વાયરસનો ચેપ ફ્રૂટ બૅટ એટલે કે ચામાચીડિયા દ્વારા લાગે છે. આ વિશે એમ્સના મેડિસિન વિભાગના પ્રો. ડૉ. આશુતોષ વિશ્વાસે માહિતી આપી હતી કે ચામચીડિયા મારફતે  માનવ શરીરમાં આવ્યા બાદ નિપાહ વાયરસ વધુ ઘાતક બને છે. ફ્રૂટ બૅટ ફળો ઉપર પોતાના લાલ ફર છોડે છે. આ ફળ ધોયા વગર જ સેવન કરનારને નિપાહનો ચેપ લાગી શકે. જેનો ખાસ ઇલાજ પણ નથી. આ વાયરસ ચામાચીડિયા સિવાય બકરી, બિલાડી, શ્વાન અને ડુક્કર જેવાં પાલતુ પ્રાણીઓથી પણ ફેલાઈ શકે.

તાલિબાનનું શાસન : અમેરિકાને લપડાક આપવાના દિવસે જ કરશે નવી સરકારની જાહેરાત, આપશે આડકતરી રીતે સીધો સંદેશ

*આ છે નિપાહ ચેપનાં લક્ષણો*
તાવ, શરીરમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, છાતીમાં બળતરા, ચક્કર આવવાં, બેભાન થવું, પ્રકાશનો ડર લાગવો વગેરે લક્ષણો છે. આખા વિશ્વમાં નિપાહ જીવલેણ વાયરસ તરીકે ઓળખાય છે.

September 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

તો સપ્ટેમ્બરથી શરૂ થશે બાળકોનું રસીકરણ? એઇમ્સના પ્રમુખે આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન, જાણો વિગત

by Dr. Mayur Parikh July 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧

શનિવાર

ભારતમાં બાળકોનું રસીકરણ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. એઇમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ આ સંદર્ભે સંકેતો આપ્યા છે. ગુલેરિયાએ એક મીડિયા હાઉસને કહ્યું છે કે “નાનાં બાળકો માટે રસીકરણ અભિયાન એ કોરોનાની ચેઇન તોડવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું હોય શકે છે.” ગુલેરિયાએ કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, ઝાયડલ કેડિલાએ બાળકો પર રસીનું પરીક્ષણ કર્યું છે અને હાલમાં એ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.”

નાનાં બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનનું પણ ટ્રાયલ ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. બીજી બાજુ, ફાઇઝરની રસીને USના નિયમો હેઠળ કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. એથી, અમને અપેક્ષા છે કે બાળકો માટે રસીકરણ અભિયાન સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઈ શકે. હાલમાં દરરોજ 40થી 50 લાખ કોરોના રસી આપવામાં આવે છે. 2021ના અંત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોના રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે.

મધ્ય મુંબઈમાં આવેલી આ ચાલીઓના રીડેવલપમેન્ટથી હજારો ઘર ઉપલ્બધ થશે, એશિયાનો આ સૌથી મોટો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ બની રહેશે : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કરશે એનું ઉદ્ઘાટન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે એઇમ્સના વડાએ ઉમેર્યું હતું કે અમને બાળકોના રસીકરણ માટે દેશી રસીની જરૂર છે. ભારત બાયોટેક અને ઝાયડલ કેડિલાની રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાનાં બાળકોને રસી આપવા માટે ફાઇઝર રસી પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, પરંતુ દેશની વસ્તી વધુ હોવાથી આપણે દેશી રસીઓ આપવાની જરૂર છે.

July 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જેલની સજા કાપી રહેલા રામ રહીમની તબિયત ફરી લથડી, દિલ્હી એઈમ્સમાં ખસેડવામાં આવ્યા ; જાણો કેવું  છે હાલ તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh July 13, 2021
written by Dr. Mayur Parikh

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

એઈમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રામ રહીમને કેટલા દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા 13 મેના રોજ રામ રહીમને જેલ અધિકારીઓની સલાહ પર રોહતક પીજીઆઈએમએસ લઈ જવામાં આવ્યા હતા. 

તે સમયે જેલના તબીબોએ કહ્યું હતું કે ડેરા સચ્ચા સૌદાના વડાનું બ્લડ પ્રેશર વધતું અને ઘટતું જાય છે.

ઉલ્લેખનીય છે કે રામ રહીમને બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ ઓગસ્ટ 2017 માં સીબીઆઈની વિશેષ અદાલતે 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. 

ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકન કોર્ટે આ શરતે આપ્યા જામીન; હવે પ્રત્યર્પણમાં થશે વિલંબ, જાણો વિગત

July 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

એઇમ્સ પ્રવેશ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, INI CET-2021 પરીક્ષા એક મહિના સુધી મુલતવી રખાઈ  

by Dr. Mayur Parikh June 11, 2021
written by Dr. Mayur Parikh

સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સ દ્વારા 16 જૂન 2021 ના ​​રોજ થનારી INI CET પરીક્ષા 2021 એક મહિના સુધી મોકૂફ રાખી છે. 

આ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રોગચાળા દરમિયાન પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય નથી.

પરીક્ષા મુલતવી રાખવા અંગે ટૂંક સમયમાં એઇમ્સ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષાનું ફોર્મ ભરનારા ઘણા ડોકટરો હજી પણ કોવિડ ડ્યુટી પર તૈનાત છે.

June 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મોદી સરકારના આ મહત્વપૂર્ણ મંત્રી ની તબિયત ખરાબ થતા એઇમ્સ માં દાખલ. જાણો વિગત…

by Dr. Mayur Parikh June 1, 2021
written by Dr. Mayur Parikh

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

પ્રાપ્ત જાણકારી અનુસાર તેમણે કોરોના વાયરસને કારણે થનારી મુશ્કેલીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી નિશંક ગત 21 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.

BMCએ પાર્કિંગ ઑથૉરિટી બનાવવાની મંજૂરી આપી; હવે લોકોને અનુકૂળ અને સલામત પાર્કિંગ મળશે, જાણો વિગત 

June 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક