Tag: Akbar

  • Akbar vs Babur : મુઘલ અને મુસલમાન શાસકોમાં શું ફરક? ક્યાંક તમે બન્નેને એક માનવાની ભૂલ નથી કરતાને? જાણો વિગતવાર અહીં.

    Akbar vs Babur : મુઘલ અને મુસલમાન શાસકોમાં શું ફરક? ક્યાંક તમે બન્નેને એક માનવાની ભૂલ નથી કરતાને? જાણો વિગતવાર અહીં.

    Akbar vs Babur :  ભારતમાં મુઘલો ને લઈને તર્ક-વિતર્ક ચાલતા રહે છે. હાલમાં જ ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારતનો મધ્યકાલીન ઇતિહાસ અનેક શાસકો અને વંશોથી ભરેલો છે. મુસલમાન શાસક અને મુઘલ શાસક, બંનેનો ધર્મ ઇસ્લામ હતો, પરંતુ તેમના શાસનનો રીત, હેતુ અને પ્રભાવ અલગ હતા. મુસલમાન શાસક મોટાભાગે મધ્ય એશિયા, તુર્કી, અફઘાનિસ્તાન અથવા અરબથી ભારત આવ્યા. તેઓ અનેક વંશોમાં વહેંચાયેલા હતા, જેમ કે ગોરી, ગુલામ, ખિલજી, તુગલક અને લોદી. તેમનો હેતુ લૂંટ, વિજય અને ઇસ્લામનો પ્રસાર હતો.

     બીજી બાજુ, મુઘલ એક જ વંશ હતો, જે બાબરથી શરૂ થયો અને ભારતને પોતાનું ઘર બનાવીને લાંબા સમય સુધી શાસન કર્યું. ઇતિહાસકારોની પુસ્તકોમાંથી આપણે તેમના વિશે વિગતવાર માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે, મિનહાજ-ઉસ-સિરાજની “તબકાત-એ-નાસિરી”માં ગુલામ વંશનો ઉલ્લેખ છે, જ્યારે અબુલ ફઝલની “અકબરનામા”માં અકબરના શાસનની સંપૂર્ણ કથા છે.

    Akbar vs Babur : મુસલમાન શાસકોની શરૂઆત

    મુસલમાન શાસકોની શરૂઆત મોહમ્મદ ગોરીથી માની શકાય છે. તે ગોરી વંશનો હતો અને 1173 થી 1206 સુધી ભારત પર પ્રભાવ પાડી શક્યો. તેણે 1192માં તરાઇનની બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો, પરંતુ ભારતમાં શાસન કરવા રોકાયો નહીં. તેની મૃત્યુ 1206માં થયું અને તેણે પોતાના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીમાં મુક્યો. ત્યારબાદ દિલ્હી સલ્તનત શરૂ થઈ, જેમાં અનેક વંશો આવ્યા. ગુલામ વંશ 1206 થી 1290 સુધી ચાલ્યો. તેમાં કુતુબુદ્દીન ઐબકે 1206 થી 1210 સુધી (4 વર્ષ) શાસન કર્યું અને કુતુબમિનાર બનાવ્યો. ઇલ્તુતમિશે 1211 થી 1236 સુધી (25 વર્ષ) શાસન કર્યું અને સલ્તનતને મજબૂત બનાવી. રઝિયા સુલ્તાને 1236 થી 1240 સુધી (4 વર્ષ) શાસન કર્યું અને તે પ્રથમ મહિલા શાસક હતી. આ વંશનું વર્ણન મિનહાજ-ઉસ-સિરાજની પુસ્તક “તબકાત-એ-નાસિરી”માં મળે છે, જે 1260 સુધીના ઇતિહાસને બતાવે છે. મિનહાજ ગુલામ વંશનો દરબારી લેખક હતો અને તેણે શાસકોના ગુણો અને ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.

    આ સમાચાર પણ વાંચો :  Aurangzeb Tomb : ઔરંગઝેબની કબર.. એક સમયે શિવાજીના પૌત્ર ઔરંગજેબને શ્રદ્ધાંજલિ આપવા ગયા, જાણો મરાઠા શાસનમાં પણ ઔરંગઝેબનો મકબરો કેમ ન તૂટ્યો?

    Akbar vs Babur : મુઘલ શાસકોની શરૂઆત

     મુઘલ શાસકોની શરૂઆત બાબરથી થઈ, જે 1526માં ભારત આવ્યો અને 1530 સુધી શાસન કર્યું (4 વર્ષ). તેણે પાણિપતની પ્રથમ લડાઈ જીતી. તેની આત્મકથા “બાબરનામા”માં તેના જીવન અને વિજયોની વાત છે. તેના પુત્ર હુમાયૂને 1530 થી 1540 અને 1555 થી 1556 સુધી (11 વર્ષ) શાસન કર્યું. વચ્ચે તેને શેર શાહ સૂરીએ હરાવ્યો. અકબરે 1556 થી 1605 સુધી (49 વર્ષ) શાસન કર્યું અને મુઘલ સામ્રાજ્યને મોટું બનાવ્યું. અબુલ ફઝલની પુસ્તક “અકબરનામા”માં અકબરના શાસનની સંપૂર્ણ માહિતી છે. જહાંગીરે 1605 થી 1627 સુધી (22 વર્ષ) શાસન કર્યું અને પોતાની આત્મકથા “તુઝુક-એ-જહાંગીરી” લખી, જેમાં કલા અને પ્રશાસનનો ઉલ્લેખ છે.

  • Mughal: અકબરની આવક હતી 9 કરોડ, તો તેમના શાસનમાં બિરબલને અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો?

    Mughal: અકબરની આવક હતી 9 કરોડ, તો તેમના શાસનમાં બિરબલને અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો?

    News Continuous Bureau | Mumbai 

    Mughal: મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ( Akbar ) ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે. અકબરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. 15 ઓક્ટોબર 1542ના રોજ જન્મેલા અકબરનું શાસન 1556 થી 1605 સુધી ચાલ્યું હતું. અકબરને એકવાર તેના પિતા સાથે ભારત છોડીને ભાગવું પડ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી તે ભારત પાછો ફર્યો હતો અને મુઘલ સિંહાસન પર કબજો કર્યો હતો. આજના સમયમાં જ્યારે પણ અકબરની વાત થાય છે ત્યારે બીરબલનો ( Birbal ) પણ ઉલ્લેખ થાય છે શું તમે જાણો છો કે તે સમયે બીરબલ અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો? 

    મુઘલ કાળ (  Mughal Empire ) દરમિયાન, સેનાપતિઓ અને સૈનિકોનો ( soldiers ) પગાર મનસબદારી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતો હતો. મનસબ અરબી શબ્દ છે. તેનો અર્થ છે પદ અથવા રેંક. મનસબ શબ્દનો ઉપયોગ સરકારી અધિકારીઓ અને સેનાપતિઓની રેન્ક નક્કી કરવા માટે થાય છે. રાજા દ્વારા મનસબદારની નિમણૂક કરવામાં આવી હતી. અકબરના શાસન દરમિયાન મનસબદારની સંખ્યા 1800 આસપાસ હતી, જે ઔરંગઝેબના શાસનના અંત સુધીમાં 14,500 થઈ ગઈ હતી. મતલબ કે આ સમયગાળા દરમિયાન મનસબદારની સંખ્યા લગભગ આઠ ગણી વધી ગઈ હતી. અકબરના શાસન દરમિયાન, સૈનિકોના વેતન તેમના પદ, અનુભવ, લડાઈ કુશળતા અને સૈન્યમાં યોગદાનના આધારે બદલાતા હતા.

    આ સમાચાર પણ વાંચો :  Ahmedabad : તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરાશે

     Mughal: તે સમયે મુઘલ બાદશાહ અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી.

    મિડીયા અહેવાલો મુજબ,  તે સમયે મુઘલ બાદશાહ અકબરની સંપત્તિ ( Akbar wealth ) વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી. અહેવાલો કહે છે કે વર્ષ 1595માં સમ્રાટની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી. જોકે અકબરના દરબારનું આન, બાન અને શાન બિરબલ ખૂબ જ હોંશિયાર હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર તેનું નામ મહેશદાસ દુબે હતું. તેમનો જન્મ મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના ખોખરામાં થયો હતો.

    વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, અકબરના સામ્રાજ્યમાં બીરબલનો પગાર ( Salary ) તે સમય માટે ખૂબ જ સારો હતો. રૂપિયાના હિસાબે તે સમયે અકબર તેના મુખ્યમંત્રી બિરબલને દર મહિને 16 હજાર રૂપિયાનો પગાર આપતો હતો. તે સમયે 16 હજાર રૂપિયા ઘણો મોટો પગાર કહેવાતો હતો. તે અકબરના નવરત્નોમાંના એક હતો. અકબરના શાસન દરમિયાન, સેનાના સૌથી નાના સૈનિકોને દર મહિને 400 રૂપિયા આપવામાં આવતા હતા.

  • Calcutta High Court:   સિંહનું નામ ‘અકબર’ અને સિંહણનું નામ ‘સીતા’ કેમ રાખવામાં આવ્યું? બંગાળ સરકારને હાઈકોર્ટનો સવાલ..

    Calcutta High Court: સિંહનું નામ ‘અકબર’ અને સિંહણનું નામ ‘સીતા’ કેમ રાખવામાં આવ્યું? બંગાળ સરકારને હાઈકોર્ટનો સવાલ..

    News Continuous Bureau | Mumbai 

    Calcutta High Court:   કલકત્તા હાઈકોર્ટે સિંહણનું નામ સીતા ( Sita ) અને સિંહનું નામ અકબર ( Akbar ) રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ બંગાળ સરકારને વિવાદ ટાળવા માટે બંનેના નામ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય કોર્ટે સીતા અને અકબરના નામકરણ અંગે પણ બંગાળ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 

    કોર્ટે સુનવણી કરતા કહ્યું હતું કે, કોઈ પણ પ્રાણીનું નામ ( Lion Name ) કોઈ પણ હિંદુ ભગવાન, મુસ્લિમ પયગંબર, ઈસાઈ, મહાન પુરસ્કાર વિજેતા, રાષ્ટ્રીય નાયકો, સ્વતંત્રતા સેનાનીઓનું નામ ન રાખવું જોઈએ. આનાથી વિવાદ સર્જી શકે છે. તો પછી આવા નામ શું કામ રાખવા જોઈએ..

      તમારે સીતા અને અકબરના નામ પર સિંહનું નામ આપીને વિવાદ શા માટે વધારવો જોઈએ..

    વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના ( Bengal Govt ) સિલીગુડીમાં રાખવામાં આવેલા પાર્કમાં રાખવામાં આવેલ, સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું છે. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદ ( VHP ) ના બંગાળ યુનિટે તેને હિન્દુ ધર્મનું ( Hindu religion) અપમાન ગણાવ્યું હતું. 16 ફેબ્રુઆરીએ કોલકાતા હાઈકોર્ટમાં આના વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની ખંડપીઠે કરી હતી. અરજદારે સિંહની જોડીનું નામ બદલવાની માંગ કરી હતી.

    જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની સિંગલ જજની બેન્ચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ ( West Bengal ) પહેલાથી જ શાળાના શિક્ષકોની ભરતીમાં કથિત કૌભાંડ સહિત અન્ય ઘણા મુદ્દાઓને લઈને વિવાદોમાં ઘેરાયેલું છે. તેણે કહ્યું, ‘તેથી સમજદારીપૂર્વક નિર્ણય લો, આ વિવાદ ટાળો.’ ન્યાયાધીશે સૂચવ્યું કે રાજ્ય સરકારના વકીલો વિવાદ ટાળવા માટે પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓને સિંહ અને સિંહણના અલગ અલગ નામ આપવાનું કહે. કોર્ટે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને દરેક સમુદાયને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે.

    આ સમાચાર પણ વાંચો : Byju’s : બાયજુના CEOની મુશ્કેલીઓ વધી, કંપનીના ચાર રોકાણકારોએ હવ NCLTમાં કેસ દાખલ કરી , ગેરલાયક ઠેરવવાની કરી માંગ..

    ન્યાયાધીશે પૂછ્યું, ‘તમે સીતા અને અકબરના નામ પર સિંહણ અને સિંહણનું નામ આપીને વિવાદ કેમ સર્જો છો?’ તેમણે વધુમાં કહ્યું હતું કે, નાગરિકોનો એક મોટો વર્ગ સીતાની પૂજા કરતો હતો, જ્યારે અકબર ‘ખૂબ જ સફળ અને બિનસાંપ્રદાયિક મુઘલ સમ્રાટ હતો.’ જસ્ટિસ ભટ્ટાચાર્યએ કહ્યું કે તેઓ બંને પ્રાણીઓના નામનું સમર્થન કરતા નથી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે બંને પ્રાણીઓનું નામ પશ્ચિમ બંગાળમાં નહીં પણ ત્રિપુરામાં રાખવામાં આવ્યું હતું અને તે સાબિત કરવા માટે દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરવમાં આવ્યા હતા. જેના પર કોર્ટે કહ્યું હતું કે, જો ત્યાં નામકરણ કરવામાં આવ્યું છે તો ત્રિપુરાના ઝૂ ઓથોરિટીને કેસમાં પક્ષકાર બનાવવો જરૂરી છે.

    હાલમાં કોર્ટે આ મામલામાં બંગાળ સરકારને બંને સિંહોના નામ બદલવાનો આદેશ આપ્યો છે અને સિંહના આવા નામ કેમ રાખવામાં આવ્યા તેનો જવાબ માંગ્યો છે.

  • West Bengal: સિંહ અને સિંહણનું નામ અકબર અને સીતા, આ સંસ્થાએ કર્યો વિરોધ, મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં..

    West Bengal: સિંહ અને સિંહણનું નામ અકબર અને સીતા, આ સંસ્થાએ કર્યો વિરોધ, મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં..

    News Continuous Bureau | Mumbai

    West Bengal: કોલકાતાના બંગાળી સફારી પાર્કમાં ( Bengal Safari Park ) સિંહની જોડી લાવવામાં આવી છે. 12 ફેબ્રુઆરીએ આ સિંહોને ( lions ) ત્રિપુરાના વિશાલગઢના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાંથી બંગાળ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા હતા. સફારી પાર્કમાં આવેલી સિંહણનું નામ સીતા ( Sita ) અને સિંહનું નામ અકબર ( Akbar ) હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ સિંહણ સીતાનું નામકરણ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ કારણોસર, VHP દ્વારા શુક્રવારે સિંહણનું નામ બદલવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી કલકત્તા હાઈકોર્ટની ( Calcutta High Court  ) જલપાઈગુડી સર્કિટ બેંચમાં વન વિભાગ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. 

    આ મામલો 16 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની બેંચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તેમણે આ અંગે 20 ફેબ્રુઆરીએ સુનાવણી નક્કી કરી છે. VHP અનુસાર, સિંહોને ત્રિપુરાના સિપાહીજાલા વન્યજીવ અભયારણ્યમાંથી લાવવામાં આવ્યા હતા.જેમાં સિંહની ઉંમર 7 વર્ષની છે અને સિંહણની ઉંમર 6 વર્ષની છે.

    સિંહોને અકબર અને સીતાનું નામ આપીને હિન્દુ ધર્મ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.:VHP

    VHP સ્થાનિક યુનિટના વડાએ દાવો કર્યો હતો કે સિંહોને અકબર અને સીતાનું નામ આપીને હિન્દુ ધર્મ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, હાલમાં કોર્ટનો આશરો લેવામાં આવ્યો છે. VHPના વકીલએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, સરકારી દસ્તાવેજમાં સિંહોને નર અને માદા તરીકે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમને સફારી પાર્કમાં લાવવામાં તેમને અકબર અને સીતા નામ આપવામાં આવી રહ્યા છે, જેને બદલવાની માંગ કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  India vs England: ભારતના માથે વિજય તિલક, ઐતિહાસિક જીત સાથે ઇંગ્લેન્ડને હરાવ્યું

    અરજદારના ‘એડવોકેટ-ઓન-રેકોર્ડ’ વકીલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, VHPના ઉત્તર બંગાળ યુનિટે 16 ફેબ્રુઆરીએ અરજી દાખલ કરી હતી અને આ કેસની સુનાવણી 20 ફેબ્રુઆરીએ કોર્ટની સિંગલ બેંચ સમક્ષ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે અરજદારે વિનંતી કરી છે કે સિંહણનું નામ બદલવામાં આવે કારણ કે આ રીતે પ્રાણીનું નામ રાખવાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. વકીલે વધુમાં કહ્યું હતું કે, એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે ભવિષ્યમાં કોઈપણ પ્રાણી ઉદ્યાનમાં કોઈ પણ પ્રાણીનું નામ કોઈપણ ધર્મના દેવી-દેવતાઓના નામ પર ન રાખવામાં આવે. કાઉન્સિલના ઉત્તર બંગાળ એકમે કહ્યું કે તેને અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે બંગાળી સફારી પાર્કમાં સિંહ અને સિંહણને લાવવામાં આવી હતી અને સિંહણનું નામ ‘સીતા’ રાખવામાં આવ્યું હતું. અહેવાલમાં પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે બંને પ્રાણીઓને નામ હજી આપ્યા નથી અને પ્રાણીઓના નામ હજુ સુધી સત્તાવાર રીતે આપવામાં આવ્યા પણ નથી.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    Bhagavat: પરમાત્માએ વિચાર કરીને સંસારને સુંદર બનાવ્યો છે. મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને
    મનુષ્યો ભોગ ભોગવે અને દુઃખી થાય તો તેમાં ઈશ્વરનો વાંક નથી.
    જીવ મર્યાદા છોડીને વિષયો ભોગવે અને દુ:ખ ભોગવે તેમાં ઈશ્વરનો વાંક?

    નૃસિંહ ( Nrisimha ) ભગવાન પ્રહલાદને ( Prahlad ) સમજાવે છે:~જીવોને સુખી કરવા પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને તે આ પદાર્થો ભોગવે અને દુ:ખી થાય, તો તેમાં મારો શો દોષ? મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો, આ વિષયો ભોગવે તો
    તે સુખી થાય છે.

    વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું, તે મનુષ્ય ન ભૂલે. સંસારને છોડી કયાં જશો? હું રહેવાનો અને આ
    સંસાર પણ રહેવાનો. સંસારને ભોગદ્દષ્ટિથી નહિ, પણ ભગવદ્ ( Bhagwad gita ) દ્દષ્ટિથી મનુષ્ય જુએ, તો તે સુખી થાય છે. તું તારી જાતને સુધાર. જગતને સુધારવા તું કયાં જઇશ? એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો. અકબરને આ વાતની ખબર પડી. અકબરે ( Akbar ) બિરબલને ( Birbal ) બોલાવ્યો અને હુકમ કર્યો, મારા રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો. એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે. બિરબલ માથું ખંજવાળવા લાગ્યો. આખી પૃથ્વીને ચામડેથી મઢવા કેટલું ચામડું જોઈએ? તે લાવવું કયાંથી? આ રાજાઓને ઘણેભાગે અક્કલ ઓછી હોય છે.

    બિરબલે વિચાર્યું, આખા રાજ્યની જમીન ઉપર ચામડું પાથરીએ, તેના કરતાં શાહજાદીના પગ નીચે ચામડુ રાખીએ. તેને જોડા
    પહેરાવીએ, તો કાંટા વાગે જ નહિ. જગતમાં કાંટા તો રહેવાના છે. જેના પગમાં જોડા છે, તેને કાંટા વાગતા નથી. વિવેકમાં રહી,
    મર્યાદામાં રહી, મનુષ્ય સુખ ભોગવે તે સુખી થાય, પણ સુખ ભોગવવામાં સંયમ રહેતો નથી એટલે દુ:ખી થાય છે.
    સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે. પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક તેનો લાભ લેતો નથી એટલે તે દુઃખી થાય છે.
    દ્દષ્ટાંતથી આ હકીકત સ્પષ્ટ થશે.

    એક ગામ હતું, ગામમાં પાણી માટે તકલીફ હતી. અન્નદાન ( food donation ) કરતાં, જળદાન ( water donation ) શ્રેષ્ઠ છે. એક શેઠે, લોકોના ભલા માટે દશ-વીશ હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કૂવો બંધાવ્યો. લોકો જળપાન કરી આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યુ કે રમતાં રમતાં કોઈનો છોકરો તે કૂવામાં પડી ગયો. છોકરો ડુબીને મરી ગયો. અતિ દુઃખમાં વિવેક રહેતો નથી. છોકરાનો પિતા તે શેઠની પાસે ફરિયાદ કરવા આવ્યો. દુઃખમાં શેઠને ગાળો આપવા લાગ્યો. તમે કૂવો બંધાવ્યો તેથી જ મારો છોકરો મરણ પામ્યો. વિચારો, શું શેઠે આ ભાઈનો છોકરો મરણ પામે એટલા માટે કૂવો બંધાવેલો? નહિ જ. સર્વના લાભાર્થે બંધાવેલો. બીજા સર્વ આશીર્વાદ
    આપતા હતા કે, શેઠે પરોપકારનું કામ કર્યું છે. છોકરો મરી ગયો એ ખોટું થયું પણ તેમાં શેઠનો શું વાંક? શેઠની ઈચ્છા ન હતી કે
    કોઈ દુઃખી થાય.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૧

    સંસાર એ પણ કૂવો છે, તે ડૂબી મરવા માટે ભગવાને બનાવ્યો નથી.

    પ્રહલાદજી બોલ્યા:-મહારાજ! આપને અપરાધી કોણ કહી શકે? પણ આ સંસારના વિષયો સુંદર બનાવ્યા, હવે તો
    આટલું જ કહો કે, સંસારના વિષયોમાં મન ફસાય નહીં, તે માટે તમે કાંઈ કર્યું છે? તેનો કોઈ ઉપાય બતાવો.

    નૃસિંહ ભગવાન કહે છે:-તેના માટે મેં બે અમૃત બનાવ્યા છે. તેનું પાન કરશો તો વિષયોમાં તમારું મન નહીં ખેંચાય, બે
    પ્રકારના અમૃતનું જે પાન કરે, તેને ઈન્દ્રિયો પજવી શકશે નહિ. અમૃતનાં નામો છે:-(૧) નામામૃત અને (૨) કથામૃત.
    જ્યારે મનમાં વિષયો પ્રવેશે-પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથામૃત અને નામામૃતનો આશરો લેવો. ઈન્દ્રિયો જીવને-
    મનુષ્યને ત્રાસ ન આપે, તેટલા માટે જ મેં આ બે અમૃત બનાવ્યાં છે. તેમનું નિત્ય સેવન કરો. સ્વર્ગમાં અમૃત છે, સ્વર્ગનું અમૃત
    પીવાથી સુખ મળે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે. પણ આ કથામૃત એવું છે કે એ અમૃત પીવાથી પાપનો ક્ષય
    થાય છે. તેથી કથામૃત સ્વર્ગના અમૃતથી શ્રેષ્ઠ છે. લીલાકથા એ અમૃત છે. નામ એ અમૃત છે. કથામૃત પાપને બાળે છે. જીવન
    સુધારે છે. સર્વનું ભક્ષણ કરનાર મૃત્યુ. મૃત્યુનું ભક્ષણ કરનારના કાળ રામચંદ્રજી છે. રામજીએ રાવણને મારવા આટલી ખટપટ
    કરવાની શી જરૂર હતી? રાવણને મારવા, રામને આ લીલા કરવાની શી જરૂર હતી? રામ તો કાળના પણ કાળ છે. ઇશ્વર અનંત
    શક્તિશાળી છે. સંકલ્પ માત્રથી તેઓ રાવણને મારી શકયા હોત. પરંતુ રામજીએ સર્વ લીલા એટલા માટે કરી, કે લોકો રામાયણનો
    પાઠ કરે, સાંભળે તેટલો વખત તે જગતને ભૂલી જશે. તેમણે રાવણને મારવા જન્મ લીધો નથી. પણ કળીયુગના લોકો આ લીલા
    સાંભળી તેમાં તન્મય થાય, એ આશયથી આ લીલા કરી છે. ભગવાનની લીલાકથા મોક્ષ આપનારી છે.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    NewsContinuous
    NewsContinuous
    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨
    Loading
    /

  • Tulsidas Jayanti 2023: આવી રીતે થઈ હતી તમામ સંકટોને દૂર કરનારી હનુમાન ચાલીસાની રચના …વાંચો આ રસપ્રદ વાર્તા…

    Tulsidas Jayanti 2023: આવી રીતે થઈ હતી તમામ સંકટોને દૂર કરનારી હનુમાન ચાલીસાની રચના …વાંચો આ રસપ્રદ વાર્તા…

    News Continuous Bureau | Mumbai 

    Tulsidas Jayanti 2023: તુલસીદાસ જયંતિ (Tulsidas Jayanti) સાવન મહિનાના શુક્લ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે તુલસીદાસ જયંતિ 23 ઓગસ્ટ એટલે કે આજે છે. તુલસીદાસજીએ હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસ, હનુમાન ચાલીસા(Hanuman Chalisa) સહિતના તમામ ગ્રંથોની રચના કરી અને તેમનું આખું જીવન શ્રી રામની ભક્તિ અને ધ્યાનમાં વિતાવ્યું. હનુમાન ચાલીસા, જે સૌથી વધુ વાંચવામાં આવેલી રચના છે, તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તો ચાલો જાણીએ કે તુલસીદાસે(Tulsidas) વિશ્વ પ્રસિદ્ધ હનુમાન ચાલીસાની રચના કેવી રીતે કરી હતી.

    તુલસીદાસનો જન્મ 1532માં ઉત્તર પ્રદેશના રાજાપુર ગામમાં થયો હતો. તુલસીદાસે તેમના જીવનનો મોટાભાગનો સમય વારાણસી શહેરમાં વિતાવ્યો હતો. વારાણસીમાં ગંગા નદી પર આવેલ પ્રસિદ્ધ તુલસી ઘાટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ભગવાન રામ અને હનુમાનના પરમ ભક્ત હતા. તુલસીદાસની આધ્યાત્મિક યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે વરાહ ક્ષેત્રમાં રામ માનસ વિશે સાંભળ્યું. આ પછી તેઓ સાધુ બન્યા અને રામચરિતમાનસ જેવું મહાકાવ્ય લખ્યું.

    આ સમાચાર પણ વાંચો :  Chandrayaan 3 Landing: ISROએ બચાવ્યા અનેક કરોડ? નાસા ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચે પણ ISROને પહોંચતાં 40 દિવસ કેમ લાગે? જાણો શું છે ISROની જુગાડ ટેક્નોલોજી..

    જેલમાં હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મળી

    એવું કહેવાય છે કે તુલસીદાસને હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મુઘલ સમ્રાટ અકબર ( Mughal Emperor Akbar) ની કેદમાંથી(Jail) મળી હતી. એવું માનવામાં આવે છે કે એક વખત મુગલ સમ્રાટ અકબરે ગોસ્વામી તુલસીદાસજીને શાહી દરબારમાં બોલાવ્યા હતા. પછી તુલસીદાસ અકબરને મળ્યા અને તેમણે તેમને પોતાની રીતે એક પુસ્તક લખવા કહ્યું. પરંતુ તુલસીદાસે પુસ્તક લખવાની ના પાડી. તેથી જ અકબરે તેને કેદ કરી જેલમાં ધકેલી દીધા.

    જ્યારે તુલસીદાસે વિચાર્યું કે સંકટમોચન જ તેમને આ સંકટમાંથી બહાર કાઢી શકે છે. ત્યારબાદ, 40 દિવસની જેલમાં રહીને, તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી અને તેનું પઠન કર્યું. 40 દિવસ પછી, વાંદરાઓના ટોળાએ અકબરના મહેલ પર હુમલો કર્યો, જેના કારણે ઘણું નુકસાન થયું. પછી મંત્રીઓની સલાહને અનુસરીને બાદશાહ અકબરે તુલસીદાસને જેલમાંથી મુક્ત કર્યા.

    એવું માનવામાં આવે છે કે જ્યારે તુલસીદાસે પહેલીવાર તેનો પાઠ કર્યો હતો, ત્યારે હનુમાનજીએ પોતે તે સાંભળ્યું હતું. હનુમાન ચાલીસા સૌપ્રથમ ભગવાન હનુમાનજીએ સાંભળી હતી. પ્રચલિત દંતકથા અનુસાર, જ્યારે તુલસીદાસે રામચરિતમાનસ બોલવાનું સમાપ્ત કર્યું, ત્યારે બધાએ સ્થળ છોડી દીધું હતું. પણ એક વૃદ્ધ માણસ ત્યાં જ બેસી રહ્યો. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ સ્વયં ભગવાન હનુમાન હતા.

  • નસીરુદ્દીન શાહે ઈતિહાસ પર ઉઠાવ્યો સવાલ – કહ્યું કે અકબર વિશે જે શીખવવામાં આવે છે તે એકદમ “બકવાસ” છે.

    નસીરુદ્દીન શાહે ઈતિહાસ પર ઉઠાવ્યો સવાલ – કહ્યું કે અકબર વિશે જે શીખવવામાં આવે છે તે એકદમ “બકવાસ” છે.

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડના દિગ્ગજ કલાકાર નસીરુદ્દીન શાહ આ દિવસોમાં તેમની વેબ સિરીઝ ‘તાજ ડિવાઈડે બાય બ્લડ’ ના કારણે ચર્ચામાં છે. ZEE5ની આ શ્રેણીમાં, અભિનેતા બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, અભિનેતાએ પ્રમોશન દરમિયાન અકબર વિશે શીખવવામાં આવતા ખોટા તથ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. અભિનેતાએ કહ્યું કે તેને 60ના દાયકામાં શીખવવામાં આવ્યું હતું કે અકબર હંમેશા નવો ધર્મ બનાવવા માંગતો હતો. પણ આ બધી વાતો ખોટી હતી. આવો જાણીએ અભિનેતાએ બીજું શું કહ્યું…

    અકબરે ક્યારેય આ શબ્દનો ઉપયોગ કર્યો નથી

    નસીરુદ્દીન શાહે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે. નસીરુદ્દીન શાહે કહ્યું, “મેં કેટલાક સત્તાવાર ઇતિહાસકારોને આ વિશે પૂછ્યું. તેઓએ કહ્યું કે અકબરે ક્યારેય કોઈ નવો ધર્મ શરૂ કરવાનો પ્રયાસ કર્યો નથી. પુસ્તકોમાં લખેલું છે કે અકબર હંમેશા ‘દિન-એ ઈલાહી’ કહેતા હતા. પરંતુ, અકબરે ક્યારેય ‘દિન-એ-ઇલાહી’ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. તેણે તેને ‘વહદત-એ-ઇલાહી’ કહ્યો, જેનો અર્થ થાય છે ‘સર્જકની એકતા’. તે માનતા હતા કે, તમે કોની પૂજા કરો છો, તમે કયા સ્વરૂપમાં ભગવાનની પૂજા કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે સર્જનહારની પૂજા કરો છો જેણે તમને બનાવ્યા છે. તમે પથ્થરની પૂજા કરી શકો છો, તમે કાબા સમક્ષ તમારું માથું નમાવી શકો છો, તમે ઉગતા સૂર્યની પૂજા કરી શકો છો અને તમને જે જોઈએ તે કરી શકો છો. પરંતુ તમે ફક્ત એક જ વસ્તુની પૂજા કરી શકો છો. એવી તેમની માન્યતા હતી. આ મને જાણવા મળ્યું છે.

    કોણે કરી છેડતી?

    નસીરુદ્દીન શાહે વધુમાં કહ્યું, “શું તમે જાણો છો કે ‘દિન-એ-ઈલાહી’ શબ્દ કેવી રીતે બન્યો? અબુલ ફઝલ એક ઇતિહાસકાર હતો. તેને અકબર પસંદ ન હતો તેથી તેણે ‘વહદત-એ-ઈલાહી’ ને અંગ્રેજીમાં ‘દૈવી શક્તિ’ તરીકે લખી અને પછી જ્યારે ડિવાઈન પાવરનું ફારસીમાં ભાષાંતર થયું ત્યારે તેને ‘દિન-એ-ઈલાહી’ તરીકે લખવામાં આવ્યું. ત્યારથી માત્ર ‘દિન-એ-ઈલાહી’ જ શીખવવામાં આવતું હતું.