• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - allegations
Tag:

allegations

Taarak Mehta Ka Ooltah Chashmah Another actress quits the show, makes such allegations against the makers
મનોરંજન

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ

by Zalak Parikh December 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ છેલ્લા ૧૭ વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો તેની વાર્તાની સાથે-સાથે તેના પાત્રોને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોએ એક પછી એક આ શો છોડી દીધો છે, અને કેટલાક કલાકારોએ તો શોના મેકર અસિત મોદી પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. આ દરમિયાન હવે વધુ એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કલાકારે ન માત્ર આ શો છોડ્યો છે, પરંતુ મેકર્સ પર આરોપ પણ લગાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Four More Shots Please: ફોર મોર શૉટ્સ પ્લીઝ’ના ચાહકો માટે ખુશખબરી: અંતિમ સિઝન આ તારીખે થઈ રહી છે રિલીઝ, નોંધી લો ડેટ!

કયા કલાકારે શોને કહ્યું અલવિદા?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી જે કલાકારની વાત કરવામાં આવી રહી છે, તે બીજું કોઈ નહીં પણ અભિનેત્રી પ્રાજક્તા શિસોદે છે. શોમાં તેને હંમેશા ગોકુલધામ સોસાયટીમાં શાકભાજી વેચતી અને મહિલા મંડળ સાથે ગપ્પાં મારતા જોવામાં આવી હતી. પરંતુ હવે પ્રાજક્તાએ આ શોને અલવિદા કહી દીધું છે અને તેની જાણકારી તેણે પોતે એક પોસ્ટ શેર કરીને આપી છે. સાથે જ તેણે અપમાનિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Prajaktaa 5 💕😝 (@actor_prajaktashisode_official)


પ્રાજક્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા શો છોડવા અંગે નું કારણ જણાવ્યું. પ્રાજક્તાએ પોતાના પાત્રનો એક ફોટો શેર કરતા જણાવ્યું કે તે હવે ‘તારક મહેતા’નો હિસ્સો નથી. પ્રાજક્તાએ લખ્યું, “તમારે એવા લોકો સાથે કામ ન કરવું જોઈએ, જે તમારી ભાવનાઓની કદર ન કરે અને તમારા આત્મસન્માન નુંબલિદાન આપે. સુનીતાના આ પાત્ર માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આભાર. હું મારી મહિલા મંડળની ટીમ ને ખૂબ જ મિસ કરીશ.” પ્રાજક્તાનું શો છોડવું એ શો માટે વધુ એક મોટો આંચકો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Popular Odia Singer Humane Sagar Passes Away at 34, Mother Blames Manager for Pressure
મનોરંજન

Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ

by Zalak Parikh November 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Humane Sagar Passes Away: ઓડિયા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય ગાયક હ્યુમન સાગર નું 34 વર્ષની ઉંમરે નિધન થયું છે. 14 નવેમ્બરે તબિયત ખરાબ થતાં તેમને AIIMS ભુવનેશ્વરના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 નવેમ્બર રાત્રે તેમની મોતની પુષ્ટિ થઈ. ડોક્ટર્સ મુજબ, હ્યુમન સાગર મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ થી પીડાતા હતા. તેઓ એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલ્યૂર, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી અને બાયલેટરલ ન્યુમોનિયા જેવી ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

પરિવાર પર પડ્યો મોટો આઘાત

હ્યુમન સાગરે 2017માં શ્રિયા મિશ્રા સાથે લગ્ન કર્યા હતા અને તેમની એક દીકરી છે. તેમના નિધનથી પરિવાર અને ફેન્સમાં શોકનો માહોલ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ તેમની સારી તબિયત માટે પ્રાર્થનાઓ કરી હતી, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.ગાયકની માતા શૈફાલીએ મેનેજર અને ઇવેન્ટ ઓર્ગેનાઈઝર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હ્યુમનની તબિયત ખરાબ હોવા છતાં તેમને સ્ટેજ પરફોર્મન્સ માટે દબાણ કરવામાં આવ્યું હતું. વારંવાર તેમને પરફોર્મ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા, જેના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


 

હ્યુમન સાગરે રિયાલિટી શો ‘વોઇસ ઓફ ઓડિશા 2’  જીત્યા બાદ ઓલિવૂડ સિનેમામાં અનેક હિટ ગીતો આપ્યા હતા. તેમની અવાજે લાખો દિલ જીતી લીધા હતા, પરંતુ હવે આ અવાજ હંમેશા માટે ખામોશ થઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Somy Ali Accuses Salman Khan of Harassment Again, Shares Shocking Video
મનોરંજન

Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત

by Zalak Parikh November 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Somy Ali on Salman khan: બોલીવૂડ અભિનેત્રી અને સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલી એ ફરી એકવાર સલમાન ખાન સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તાજેતર માં ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં સોમી એ દાવો કર્યો કે સલમાન હજુ પણ તેને હેરેસ કરે છે અને તેના NGO ‘No More Tears’ને બદનામ કરવાનો પ્રયાસ કરે છે

આ સમાચાર પણ વાંચો :  Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ

“2025માં પણ મને ધમકાવે છે” – સોમી નો દાવો

સોમી એ કહ્યું કે સલમાને અજાણ્યા નંબરથી ફોન કરીને તેને ધમકી આપી હતી. “તમે મારા વિશે કંઈ કહેશો તો પરિણામ ભોગવવું પડશે,” એવું સલમાને કહ્યું હોવાનું સોમી એ દાવો કર્યો. તેણે કહ્યું કે સલમાને બોલીવૂડમાં તેનો બોયકોટ કરાવ્યો અને હવે હોલીવૂડમાં પણ તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.સોમી અને સલમાન 1991થી 1999 સુધી સંબંધમાં હતા. સોમી એ કહ્યું કે 1998માં તેણે સંબંધ તોડી નાખ્યો કારણ કે સલમાને તેને ધોખો આપ્યો હતો. હવે પણ સલમાન દુબઈમાં તેની બહેન અને ભાણેજ સાથે મળીને તેને ઇમોશનલ રીતે હેરેસ કરે છે, એવું સોમી એ કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)


સોમી એ અગાઉ પણ સલમાન પર શારીરિક અને માનસિક ત્રાસના આરોપો લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે સલમાને ગુસ્સામાં તેના પર બોટલ ફેંકી હતી અને તેને માર માર્યો હતો. જોકે, અત્યાર સુધી સલમાન ખાન અથવા તેમની ટીમ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Singer Kumar Sanu Sends Legal Notice to Ex-Wife Rita Bhattacharya Over Defamatory Allegations
મનોરંજન

Kumar Sanu: એક્શન મોડમાં આવ્યો કુમાર સાનુ, રીતા ભટ્ટાચાર્ય ના ગંભીર આરોપો સામે ગાયકે લીધા કડક પગલાં

by Zalak Parikh October 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kumar Sanu: બોલીવૂડના જાણીતા ગાયક કુમાર સાનૂ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે સંગીત માટે નહીં, પણ તેમના અંગત જીવનના વિવાદ માટે. તેની પૂર્વ પત્ની રીતા ભટ્ટાચાર્ય  એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો કે ત્રીજા ગર્ભાવસ્થાના સમયે કુમાર સાનૂ અને તેના પરિવાર દ્વારા તેને ખોરાક અને દવાઓથી વંચિત રાખવામાં આવી હતી. આ આરોપો સામે કુમાર સાનૂ એ તેના વકીલ દ્વારા કાનૂની નોટિસ મોકલી છે

આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ

કાનૂની નોટિસમાં શું લખાયું?

મીડિયા રિપોર્ટ મુજબ કાનૂની નોટિસ માં જણાવાયું છે કે “40 વર્ષથી વધુ સમયથી કુમાર સાનૂએ સંગીત માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આવા હાનિકારક અને ખોટા આરોપો માત્ર થોડીવાર માટે શોર મચાવી શકે છે, પણ એક કલાકારની વારસાને નષ્ટ કરી શકતા નથી.” વકીલના જણાવ્યા મુજબ, “અમે ખાતરી કરીશું કે આવા બદનામ કરવાના પ્રયાસો સામે કાનૂની પગલાં લેવામાં આવશે જેથી તેમના માન, વારસો અને પરિવારની ઇજ્જતની રક્ષા થાય”

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)


કુમાર સાનૂ અને રીતા ભટ્ટાચાર્યે 1980માં લગ્ન કર્યા હતા અને 1994માં છૂટાછેડા થયા હતા.. 2001માં કુમાર સાનૂએ સલોની ભટ્ટાચાર્ય સાથે બીજા લગ્ન કર્યા અને હવે તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. કુમાર સાનૂના પુત્ર જાન કુમાર સાનૂ પણ સંગીત ક્ષેત્રે સક્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ladki Bahin Yojana Maharashtra Ladki Bahin Yojana Controversy Devendra Fadnavis Dismisses Allegations Cites Budgetary Misunderstanding
Main PostTop Postરાજ્ય

Ladki Bahin Yojana: મહાયુતિ સરકારે લાડકી બહેન યોજના માટે અન્ય વિભાગો પાસેથી પૈસા લીધા? દેવેન્દ્ર ફડણવીસે કરી આ સ્પષ્ટતા

by kalpana Verat May 29, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ladki Bahin Yojana: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં ‘લાડકી બહેન’ યોજના અંગે ઉભા થયેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે આ યોજના માટે અન્ય કોઈ વિભાગ પાસેથી પૈસા લેવામાં આવ્યા નથી. કેટલાક લોકો બજેટ સમજ્યા વિના ખોટા આરોપો લગાવી રહ્યા છે. ફડણવીસે કહ્યું કે આ યોજના માટે પૈસા આદિજાતિ બાબતો અને સામાજિક ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. જે બજેટ નિયમો અનુસાર છે. આ યોજનામાં ગરીબ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળે છે. વિપક્ષનો આરોપ છે કે આ યોજના માટે અન્ય વિભાગો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા, જેના પર દેવેન્દ્ર ફડણવીસે આ સ્પષ્ટતા આપી.

 

आदिवासी विभागाचा निधी वळवल्याचा आरोप खोटा आहे, लाडकी बहीण योजनेला अर्थसंकल्पाच्या नियमाप्रमाणेच निधी दिला गेलाय- मुख्यमंत्री @Dev_Fadnavis जी pic.twitter.com/1qbwH4f7Ic

— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) May 29, 2025

Ladki Bahin Yojana: દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પરભણીમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે બજેટ નિયમો અનુસાર, ભંડોળ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવું જોઈએ. તેમણે કહ્યું કે વ્યક્તિગત લાભ યોજનાઓ માટે મહત્તમ ભંડોળ અલગ રાખવું જોઈએ અને કેટલાક નાણાં માળખાગત વિકાસ માટે અલગ રાખવા જોઈએ. વિપક્ષનો આરોપ છે કે લાડકી બહેન યોજના માટે અન્ય વિભાગો પાસેથી ભંડોળ લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે આ આરોપો ખોટા છે. બજેટને સમજતા ન હોય તેવા લોકો જ આવા આરોપો લગાવી શકે છે. નિયમો કહે છે કે ભંડોળ SC/ST માટે અનામત રાખવું જોઈએ. મહત્તમ ભંડોળ વ્યક્તિગત લાભ યોજનાઓ અને કેટલાક માળખાગત વિકાસ માટે અનામત રાખવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે લાડકી બહેન યોજના લાભાર્થીઓને વ્યક્તિગત લાભ આપવાની શ્રેણીમાં આવે છે. તેથી, જો તમે આ યોજના માટે પૈસા આપો છો, તો બજેટરી નિયમો અનુસાર, તે આદિજાતિ બાબતોના વિભાગ અને સામાજિક ન્યાય વિભાગ હેઠળ દર્શાવવું પડશે.

Ladki Bahin Yojana: કોઈ પૈસા ‘ડાયવર્ટ’ કરવામાં આવ્યા ન હતા – ફડણવીસ

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, જે નાણા વિભાગ પણ સંભાળે છે, તેમણે આ બાબતે સ્પષ્ટતા આપી દીધી છે. ફડણવીસે કહ્યું કે 2025-26 માં આદિજાતિ બાબતો અને સામાજિક ન્યાય વિભાગોના બજેટમાં લગભગ 1.45 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ (લાડકી  બહેન ભંડોળ અન્ય વિભાગો દ્વારા વહેંચવામાં આવી રહ્યું છે) એક પ્રકારની એકાઉન્ટિંગ પદ્ધતિ છે. કોઈ પૈસા ‘ડાયવર્ટ’ કરવામાં આવ્યા નથી. તેમાં કોઈ અનિયમિતતા નથી.

Ladki Bahin Yojana: આ યોજના કયો વિભાગ ચલાવે છે?

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ આ યોજના ચલાવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની જંગી જીતનું મુખ્ય કારણ આ યોજના માનવામાં આવે છે. આ યોજના હેઠળ, 21-65 વર્ષની વય જૂથની મહિલાઓ, જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે, તેઓ માસિક ચુકવણી માટે પાત્ર છે.

આ સમાચાર પણ વાંચો  :  Maharashtra Politics :મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ, ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ લઈને અમિત શાહ પાસે પહોંચ્યા! હવે શું કરશે ગૃહમંત્રી..

Ladki Bahin Yojana: આ વિવાદ કેમ સામે આવ્યો?

મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં, મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાતે નારાજગી વ્યક્ત કરી હતી અને અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગ પર ‘મનસ્વીતા’નો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની (શિરસાટ) જાણ વિના, તેમના વિભાગના ભંડોળનો ઉપયોગ અન્ય વસ્તુ માટે ‘ગેરકાયદેસર’ રીતે કરવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે સામાજિક ન્યાય વિભાગને ફાળવવામાં આવેલા ભંડોળને અન્ય હેતુઓ માટે વાળવાને બદલે, સરકારે તેને બંધ કરવું જોઈએ. તેમણે સ્વીકાર્યું હતું કે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાને કારણે રાજ્ય નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Lilavati Hospital The alleged Rs 1,250 cr fraud at Mumbai’s Lilavati Hospital here’s what happened
મુંબઈ

Mumbai Lilavati Hospital :મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ કોની? કાળા જાદુ અને કરોડો રૂપિયાનું કૌભાંડ… જાણો શું છે સમગ્ર મામલો..

by kalpana Verat March 13, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Lilavati Hospital : મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ કોણ નથી જાણતું, અહીં સૈફ અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પોતાની સારવાર કરાવે છે. આ હોસ્પિટલ શહેરના હૈ પ્રોફાઇલ વ્યક્તિઓ માટે પસંદગીઓમાંની એક છે. દરમિયાન લીલાવતીનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે એક એવો આરોપ લગાવ્યો છે જે ચોંકાવનારો છે, તેથી તે ફરીથી સમાચારમાં છે. 

Mumbai Lilavati Hospital :બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ 

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટે તેના સાત ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સાધનો સપ્લાયર્સ અને વિક્રેતાઓ સહિત 17 લોકો સામે FIR દાખલ કરી છે. છેલ્લા 20 વર્ષમાં 1250 કરોડ રૂપિયાના ઉચાપતના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ દુબઈ અને બેલ્જિયમમાં રહે છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ (જે હાલમાં લીલાવતી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે) એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટના કથિત ગેરકાયદેસર ટ્રસ્ટીઓએ અગાઉના ટ્રસ્ટના નિયંત્રણ દરમિયાન ગેરરીતિઓ કરી હતી. 

Mumbai Lilavati Hospital : ફોરેન્સિક ઓડિટમાં અનિયમિતતાઓ બહાર આવી

2024માં કિશોર મહેતાના અવસાન પછી, તેમના પુત્ર પ્રશાંત મહેતા કાયમી ટ્રસ્ટી બન્યા. પ્રશાંતે ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું, જેમાં નકલી ઓર્ડર અને રેકોર્ડ દ્વારા ઉચાપત સહિત અનેક મોટી નાણાકીય ગેરરીતિઓ બહાર આવી. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના તાજેતરના ફોરેન્સિક ઓડિટ પછી આ મોટા પાયે છેતરપિંડી પ્રકાશમાં આવી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ સંદર્ભમાં, લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ પરિસરમાં ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા કાળો જાદુ કરવામાં આવતો હતો.  મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે કે હોસ્પિટલ કેમ્પસમાં કાળા જાદુની વિધિઓ કરવામાં આવતી હોવાના પુરાવા મળ્યા છે. તેમના મતે, વર્તમાન ટ્રસ્ટીઓની ઓફિસના ફ્લોર નીચેથી આઠ કળશ મળી આવ્યા છે જેમાં માનવ હાડકાં, ખોપરી, વાળ, ચોખા અને તાંત્રિક પ્રથાઓ સાથે સંબંધિત અન્ય વસ્તુઓ છે. 

આ સમાચાર પણ વાંચો : Blood Rain Video : અહો આશ્ચર્યમ… અહીં આકાશમાંથી પડ્યો લોહીનો વરસાદ, વિચિત્ર દૃશ્ય જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા! જુઓ વિડીયો…

Mumbai Lilavati Hospital :લીલાવતી હોસ્પિટલના માલિક કોણ છે?

લીલાવતી હોસ્પિટલની સ્થાપના 1997 માં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તમામ ક્ષેત્રોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કીર્તિલાલ મહેતાની માતા લીલાવતી મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કીર્તિલાલ મહેતા જેમ્બેલ ડાયમંડ્સના સ્થાપક હતા, જે વિશ્વભરમાં શાખાઓ ધરાવતું વૈશ્વિક હીરા સામ્રાજ્ય છે. વ્યવસાય પ્રત્યેના તેમના જુસ્સા અને પરોપકાર પ્રત્યેના સમર્પણને કારણે તેમણે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની રચના કરી, જે હોસ્પિટલના સંચાલનને ટેકો આપે છે. તેમનો પરિવાર તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે, આ હોસ્પિટલ ભારતની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક છે.

March 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Congress Office BJP Workers Vandalise Congress Office in Mumbai Over Ambedkar Insult Allegations
Main PostTop Postમુંબઈ

Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

by kalpana Verat December 19, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Congress Office :ડો બાબાસાહેબ  આંબેડકર વિવાદને લઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હોબાળો મચી ગયો છે. આંબેડકર વિવાદ પર ભાજપના કાર્યકરો મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરવાની સાથે ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ  કરી હોવાના પણ અહેવાલ છે.

#WATCH | Maharashtra: BJP workers vandalise the Congress party office in Mumbai. They are protesting against the Congress party and are alleging that the Congress has insulted Baba Saheb Ambedkar.

Police use lathi-charge to disperse them. pic.twitter.com/7NFz0XdVCC

— ANI (@ANI) December 19, 2024

 

Mumbai Congress Office : કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને નારાજગી વ્યક્ત કરી છે. પ્રદર્શન દરમિયાન સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ વધી ગઈ છે.

Mumbai Congress Office :મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ

આ મામલાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસે જાહેરમાં માફી માંગવી જોઈએ, જ્યારે કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ઘટનાની નિંદા કરી છે. આવી સ્થિતિમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ માટે કામ કરી રહી છે.

Mumbai Congress Office : આંબેડકર વિવાદ કેવી રીતે શરૂ થયો?

મહત્વનું છે કે, અમિત શાહ તેમના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસા પર વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં અમિત શાહે કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે. શાહે આગળ કહ્યું, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે આ ભગવાનનું નામ લીધું હોત તો તમે સાત જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત.

આ સમાચાર પણ વાંચો  : Parliament scuffle: સાંસદો વચ્ચે ઘર્ષણ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ, ભાજપે કોંગ્રેસ નેતા વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાવી ફરિયાદ…

આ વિવાદને લઈને પાર્ટી અને વિપક્ષના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે હવે ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન અને તોડફોડ શરૂ કરી દીધી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ આ બાબતને વિકૃત કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
rupali ganguly folded hands after stepdaughter allegations
મનોરંજન

Rupali ganguly: સાવકી દીકરી ના આરોપો ની વચ્ચે પરિવાર સાથે મુવી ડેટ પર નીકળી રૂપાલી ગાંગુલી, અભિનેત્રી ના ચહેરા પર જોવા મળ્યા આવા હાવભાવ

by Zalak Parikh November 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Rupali ganguly: રૂપાલી ને લોકો અનુપમા ના નામ થી જાણે છે. આ સિરિયલ થી રૂપાલી ઘર ઘર માં લોકપ્રિય બની ગઈ છે. અનુપમા માંથી જેટલા કલાકારો બહાર નીકળ્યા છે તેમને રૂપાલી ના સ્વભાવ ને લઈને ઘણા ખુલાસા કર્યા છે.હવે રૂપાલી ની સાવકી દીકરી એ તેના પર ઘર તોડવાવાળી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે અને  તેમના સુખી પરિવારની આખી છબી સોશિયલ મીડિયા પર બગાડવામાં આવી છે.આ બધાની વચ્ચે રૂપાલી તેના પરિવાર સાથે મુવી ડેટ પર જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Anupama Rupali ganguly: ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર લાગ્યો ગંભીર આરોપ, અભિનેત્રી ની સાવકી દીકરી ની પોસ્ટ થઇ વાયરલ

રૂપાલી નો વિડીયો થયો વાયરલ 

રૂપાલી ગાંગુલી તાજેતરમાં તેના પરિવાર સાથે એક ફિલ્મ જોવા આવી હતી ત્યારે તે પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી. પાપારાઝીએ અનુપમા સ્ટારને જોતાની સાથે જ તેને પોઝ આપવા કહ્યું. રૂપાલીએ તેના પતિ અશ્વિન અને પુત્ર રુદ્રાંશ સાથે તેમને પોઝ આપ્યો હતો. આ દરમિયાન રૂપાલી અને તેનો પરિવાર કેમેરા સામે હાથ જોડતો જોવા મળ્યો હતો.તેમજ રૂપાલી ના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રૂપાલી નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે અને તેને ઘર તોડવાવાળી પણ કહી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tirupati Balaji PrasadTirupati Balaji prasad, contains animal fat and fish oil confirms lab report!
રાજ્યMain PostTop Post

Tirupati Balaji Prasad: ચોકાવનારું.. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ; TDP એ બતાવી લેબ રિપોર્ટ.. 

by kalpana Verat September 20, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Tirupati Balaji Prasad: ભારત દેશમાં પરંપરાગત સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વ જોવા મળે છે. જ્યાં મંદિરોને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. તેમ છતાં, તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર સાથે સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દર્શન કર્યા પછી મળેલા પ્રસાદના લાડુમાં ગૌમાંસની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. આ મામલે નાયડુ સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે રાજકીય હોબાળો ચાલી રહ્યો છે.

Tirupati Balaji Prasad: ટીડીપીના પ્રવક્તાએ મંદિરના પ્રસાદની શુદ્ધતા પર ઉઠાવ્યા પ્રશ્નો   

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સરકાર પર આરોપ લગાવ્યા હતા.

#TirupatiLaddu : Are the religious sentiments of Hinduism being tampered with in the famous Tirupati temple of Andhra Pradesh?

According to the news, it is being told that cow fat and fish oil were being mixed in the Prasad laddus.

This has also been proved true by the test… pic.twitter.com/gmmvaaH0ns

— Niranjan Meena (@NiranjanMeena25) September 19, 2024

જો કે રેડ્ડીએ આરોપોને નકારી કાઢ્યા હતા. આ પછી આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીએ CALF લેબોરેટરીનો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. આ રિપોર્ટમાં તિરુપતિ બાલાજીના મંદિરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુમાં વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી જોવા મળી હતી. સેમ્પલ એકત્ર કરવાની તારીખ 9મી જુલાઈ 2024 હતી અને લેબોરેટરી રિપોર્ટની તારીખ 16મી જુલાઈ હતી.

Tirupati Balaji Prasad: સીએમ નાયડુના દાવાને કારણે રેડ્ડી પર નિશાન સાધ્યું

તમને જણાવી દઈએ કે આ મુદ્દે આંધ્રપ્રદેશના અમરાવતી શહેરમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠકને સંબોધિત કરતી વખતે તેમણે તિરુપતિ બાલાજી મંદિરને લઈને દાવો કર્યો હતો, જે મુજબ હવે શુદ્ધ ઘીનો ઉપયોગ લાડુ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં દરેક વ્યક્તિ. વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી છે. આનાથી ગુણવત્તામાં સુધારો થયો છે. આ મુદ્દે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી IT મંત્રી નારા લોકેશે X પર ચંદ્રાબાબુ નાયડુની ટિપ્પણી શેર કરતા જગન મોહન રેડ્ડી પર નિશાન સાધ્યું અને કહ્યું કે YSRCP સરકાર ભક્તોની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરી શકતી નથી.

આ સમાચાર પણ વાંચો : iPhone 16 Sale: આઈફોનનો ક્રેઝ… iPhone 16 ખરીદવા માટે મુંબઈના BKCની બહાર ઉમટી ભીડ; 21 કલાકથી લાઈનમાં ઉભા છે લોકો, જુઓ વિડીયો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament Session 2024 PM Modi may respond to Rahul Gandhi's allegations in Parliamen
દેશMain PostTop Post

Parliament Session 2024 : લોકસભામાં આજે પણ હોબાળાના આસાર, રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે PM મોદી..

by kalpana Verat July 2, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Parliament Session 2024 : આજે સંસદ સત્રનો 7મો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે લોકસભામાં આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. તેઓ સવારે એનડીએ સંસદીય દળની બેઠકમાં પણ ભાગ લેશે. સવારે 11 વાગ્યે લોકસભામાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું ભાષણ પણ હશે. માનવામાં આવે છે કે અખિલેશ પણ સરકાર પર હુમલાખોર બનશે અને વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

Parliament Session 2024 : સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે 

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. NDA સંસદીય બેઠક સવારે 9:30 વાગ્યે નક્કી કરવામાં આવી છે. પીએમ મોદી સામાન્ય રીતે સંસદ સત્ર દરમિયાન ભાજપના સાંસદોની બેઠકોને સંબોધિત કરે છે. બીજેપી અને તેના સહયોગી દળોના તમામ સાંસદોને મંગળવારની બેઠક વિશે જાણ કરવામાં આવી છે અને તેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Parliament session 2024 : ‘ખુદને હિન્દુ ગણાવતા લોકો હિંસા કરે છે…’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો મચ્યો; PM મોદીએ અટકાવ્યા..

 મહત્વનું છે કે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષા અને અગ્નિપથ ભરતી યોજનામાં પેપર લીક થવાના આરોપોને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સિવાય ભગવાન શિવની તસવીર બતાવતા તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા વિશે વાત કરે છે, જ્યારે ભગવાન શિવ શાંતિનો સંદેશ આપે છે. તે કહે છે કે ન તો ડરવું અને ન ડરાવવું. રાહુલ ગાંધીના આ નિવેદન પર પીએમ નરેન્દ્ર મોદી સહિત સરકારના ઘણા મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો હતો.જોકે, લોકસભામાં રાહુલની વિવાદાસ્પદ ટિપ્પણીઓ હટાવી દેવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સોમવારે મોડી રાત સુધી ચાલુ રહી હતી.

Parliament Session 2024  : રાહુલ ગાંધીએ હિન્દુ સમાજનું અપમાન કર્યું

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી ઉપરાંત મહુઆ મોઇત્રાએ પણ સોમવારે જોરદાર ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે છેલ્લા સત્રમાં મને દ્રૌપદીની જેમ ચીરહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ જનતાએ કૃષ્ણ બનીને મારું સન્માન બચાવ્યું. મહુઆ મોઇત્રાએ એમ પણ કહ્યું હતું કે ભાજપ તેમને સંસદમાં આવતા રોકવા માંગતી હતી, પરંતુ આ વખતે તેના સાંસદોની સંખ્યા 63 ઘટી ગઈ છે.  

July 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક