Tag: announcement

  • 120 Bahadur: CM રેખા ગુપ્તાએ ફરહાન અખ્તરની ‘૧૨૦ બહાદુર’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરી, ફિલ્મને લઈને કહી આવી વાત

    120 Bahadur: CM રેખા ગુપ્તાએ ફરહાન અખ્તરની ‘૧૨૦ બહાદુર’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરી, ફિલ્મને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    120 Bahadur: ફરહાન અખ્તર અભિનીત વૉર ડ્રામા ફિલ્મ ‘120 બહાદુર’  ને દિલ્હી સરકાર દ્વારા ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.  CM રેખા ગુપ્તાએ આ જાહેરાત કરી અને ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રેજાંગલા ની લડાઈ પર આધારિત છે, જેમાં ફરહાન મેજર શૈતાન સિંહ ભાટી ની ભૂમિકા ભજવે છે.

    આ સમાચાર પણ વાંચો : Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રિયંકા ચહર ચૌધરી નો શો

    CM રેખા ગુપ્તાનો સંદેશ

    તેમના અધિકૃત X હેન્ડલ પર CMએ લખ્યું: “આ ફિલ્મ ચાર્લી કંપની, 13 કુમાઉં રેજિમેન્ટના 120 સૈનિકોના અસાધારણ શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. મેજર શૈતાન સિંહના પ્રેરક નેતૃત્વને દર્શાવે છે, જે ભારતના સૈન્ય ઇતિહાસમાં સાહસનું પ્રતિક છે.120 બહાદુર’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે ભારતીય સૈનિકોના શૌર્ય અને બલિદાનની જીવંત કહાની છે. ટેક્સ ફ્રી જાહેર કરવાથી વધુ લોકો સુધી આ પ્રેરણાદાયક વાર્તા પહોંચશે.”

    રજનીશ ઘઈ દિગ્દર્શિત આ ફિલ્મે રિલીઝના 7 દિવસમાં  15 કરોડ કમાયા છે. ફિલ્મમાં ફરહાન અખ્તર સાથે રાશી ખન્ના, વિવાન ભટેના, દીપરાજ રાણા અને સાહિબ વર્મા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું

    Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું

    News Continuous Bureau | Mumbai

    Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ‘કલ્કી 2898 એડી’ ના સીક્વલમાંથી બહાર થવાને લઈને ચર્ચામાં છે. ફિલ્મના મેકર્સે જાહેર કર્યું હતું કે દીપિકા હવે ‘કલ્કી 2’નો ભાગ નહીં રહેશે. આ નિર્ણય પાછળ ઘણા કારણો ચર્ચાઈ રહ્યા છે, જેમાં દીપિકાની ડિમાન્ડ અને રોલને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે દીપિકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને ચુપ્પી તોડી છે અને સાથે જ શાહરુખ ખાન સાથે નવી ફિલ્મ ‘કિંગ’ ની જાહેરાત પણ કરી છે.

    આ સમાચાર પણ વાંચો : TRP Week 36: ‘અનુપમા’ અને ‘તુલસી’ વચ્ચે ફરી TRP ની જંગ, જાણો 36મા અઠવાડિયામાં કોણ બન્યું નંબર વન?

    દીપિકાએ શાહરુખ સાથે ‘કિંગ’ ફિલ્મની શૂટિંગ શરૂ કરી

    દીપિકાએ શાહરુખ ખાનનો હાથ પકડીને એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે “18 વર્ષ પહેલા ‘ઓમ શાંતિ ઓમ’ નું શૂટિંગ દરમિયાન શીખેલો પહેલો પાઠ આજે પણ યાદ છે – ફિલ્મ બનાવવાનો અનુભવ અને સાથે કામ કરતા લોકો સૌથી વધુ મહત્વના છે.” દીપિકાએ કહ્યું કે એ જ કારણ છે કે આજે પણ તેઓ શાહરુખ સાથે છઠ્ઠી ફિલ્મ કરી રહી છે.‘કિંગ’ ફિલ્મમાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, સુહાના ખાન , અભય વર્મા અને રાણી મુખર્જી પણ મહત્વના રોલમાં છે. દીપિકાનો કેમિયો પણ ફિલ્મ માટે ખાસ ગણાય છે. દીપિકાના પોસ્ટ પર ફેન્સ અને રણવીર સિંહ સહિત અનેક લોકોએ પ્રેમભરી ટિપ્પણીઓ કરી છે

    દીપિકાને પહેલા ‘કલ્કી 2’  અને સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ માંથી પણ બહાર કરી દેવામાં આવી હતી. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું કે દીપિકાએ વધારે ફી અને ઓછા કામના કલાકોની માંગ કરી હતી, જ્યારે કેટલાકે કહ્યું કે તેમનો રોલ માત્ર કેમિયો સુધી સીમિત હતો. નિર્માતા નાગ અશ્વિને પણ કહ્યું કે “ભૂતકાળ બદલાઈ શકતો નથી, પણ ભવિષ્ય તમારા હાથમાં છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત

    Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત

    News Continuous Bureau | Mumbai

    Taarak Mehta Ka Ooltah Chashmah: પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન અનેક પાત્રો આવ્યા અને ગયા, પણ દયાબેન ના પાત્રની ખોટ આજે પણ દર્શકોને ખલે છે. દિશા વકાની એ 2017માં શો છોડ્યો હતો, ત્યારથી ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે પ્રોડ્યુસર અસિત મોદી એ જાહેરાત કરી છે કે શોમાં નવી દયાબેન આવશે.

    આ સમાચાર પણ વાંચો : TRP Week 34: આ અઠવાડિયા ના ટીઆરપી લિસ્ટ માં જોવા મળી અનુપમા અને તુલસી વચ્ચે ટક્કર, જાણો બે માંથી કયા શો એ મારી બાજી

    અસિત મોદી નો  ખુલાસો – હવે નવી દયા લાવવી પડશે

    અસિત મોદીએ કહ્યું કે, “શોએ તાજેતરમાં 17 વર્ષ પૂર્ણ કર્યા છે… હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે અને હવે સમય આવી ગયો છે કે હું નવી દયાબેન લાવું.” તેમણે સ્વીકાર્યું કે 2022-23થી દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રી શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.અસિત મોદીએ કહ્યું કે જ્યારે દિશા વાકાણી 2017માં શો છોડ્યો ત્યારે તેઓ ખૂબ ઘબરાઈ ગયા હતા. “દયાબેન અને જેઠાલાલ ના પાત્રો શોના પાયાના પથ્થર છે. દયાબેન ની બોલવાની રીત અને અંદાજ આખા દેશમાં લોકપ્રિય થયો હતો.”

    અસિત મોદીએ દિશા સાથેના સંબંધો વિશે કહ્યું, “દિશા સાથે મારા ખૂબ સારા સંબંધ છે અને કોઈ ખટાસ નથી. હું ફરીથી તેમના સાથે કામ કરવું પસંદ કરીશ. પણ હાલ તેઓ પરિવારિક જીવન પર વધુ ધ્યાન આપી રહી છે.” રક્ષાબંધન પર દિશા સાથેની તસવીરો શેર થતાં ફેન્સમાં આશા જાગી હતી કે કદાચ તેઓ ફરીથી શોમાં જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત

    Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત

    News Continuous Bureau | Mumbai

    Pushpa 3 The Rampage: દુબઈમાં યોજાયેલા SIIMA 2025 દરમિયાન ‘પુષ્પા 2: ધ રૂલ’  ફિલ્મે પાંચ મુખ્ય કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. આ જીત બાદ ડિરેક્ટર સુકુમાર એ ‘પુષ્પા 3: ધ રેમ્પેજ’ (Pushpa 3: The Rampage)ની ઓફિશિયલ જાહેરાત કરી. ફેન્સ માટે આ સમાચાર ખુશીની લહેર લઈને આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Love & War: રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર ના ક્લાઈમેક્સ માટે થઇ આ દેશ ની પસંદગી,સંજય લીલા ભણસાલી એ કરી તગડી તૈયારી

    SIIMA 2025માં ‘પુષ્પા 2’છવાઈ

    SIIMA 2025માં ‘પુષ્પા 2’ને બેસ્ટ એક્ટર માટે અલ્લુ અર્જુન, બેસ્ટ એક્ટ્રેસ માટે રશ્મિકા મંદાના  , બેસ્ટ ડિરેક્ટર માટે સુકુમાર, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર માટે દેવી શ્રી પ્રસાદ અને બેસ્ટ પ્લેબેક સિંગર માટે શંકર બાબુ કંદુકુરીને એવોર્ડ મળ્યા. આ જીત બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર પોતાની ટીમ અને ફેન્સનો આભાર માન્યો.

    એવોર્ડ ફંક્શન દરમિયાન હોસ્ટે મજાકમાં પુછ્યું કે “પાર્ટી નથી પુષ્પા?” ત્યારબાદ ત્રીજા ભાગ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. સુકુમારે અલ્લુ અર્જુન અને પ્રોડ્યુસર તરફ જોઈને હસતાં હસતાં કહ્યું, “હા, પુષ્પા 3 આવી રહી છે.” આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.2021માં ‘પુષ્પા: ધ રાઈઝ’  એ 350 કરોડની કમાણી કરી હતી. 2024માં ‘પુષ્પા 2: ધ રૂલ’એ 1871 કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરીને ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ રચ્યો. આ ફિલ્મ હવે દંગલ પછીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ‘પુષ્પા રાજ’નું પાત્ર લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Naagin 7: નાગિન 7 લઈને આવી રહી છે એકતા કપૂર, લીડ અભિનેત્રી ને લઈને અટકળોનું બજાર થયું ગરમ

    Naagin 7: નાગિન 7 લઈને આવી રહી છે એકતા કપૂર, લીડ અભિનેત્રી ને લઈને અટકળોનું બજાર થયું ગરમ

    News Continuous Bureau | Mumbai

    Naagin 7: નાગિન એ એકતા કપૂર ની હિટ સિરિયલ છે. નાગિન ના અત્યારસુધી 6 ભાગ આવી ચુક્યા છે. હવે એકતા કપૂર આ સિરિયલ નો સાતમો ભાગ એટલે કે નાગિન 7 લઈને આવી રહી છે જેની જાહેરાત એકતા એ એક વિડીયો શેર કરીને કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Rashmika and Vicky: રશ્મિકા મંદન્ના એ માંગી વિકી કૌશલ ની માફી, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી અભિનેતા ને આપ્યું આવું વચન

    નાગિન 7 ની થઇ જાહેરાત 

    એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે, ‘કોઈને જાણવાની ઇચ્છા છે કે નાગિન ક્યાં છે?’ એકતા ની સામે બેઠેલી એક મહિલા કહે છે નાગિન શિખરોની પાછળ, પર્વતની નીચે, જ્યાં તે હોવી જોઈએ. પછી એકતા કહે છે કે હવે શ્રેષ્ઠ નાગિન બનાવવાનો સમય આવી ગયો છે. શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, અતિ શ્રેષ્ઠ નાગિન.’ એકતા એ આ વિડીયો ના કેપ્શનમાં લખ્યું છે- નાગિન 7!

    View this post on Instagram

    A post shared by EktaaRkapoor (@ektarkapoor)

    એકતા કપૂરે આ વીડિયો શેર કર્યો ત્યારથી ચાહકો ઉત્સાહિત છે. તે મુખ્ય અભિનેત્રી વિશે અટકળો લગાવી રહ્યા  છે.જોકે એકતા કપૂરે લીડ અભિનેત્રી અંગે કોઈ ખુલાસો નથી કર્યો. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shraddha arya: દેવોલિના બાદ હવે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા બનવા જઈ રહી છે માતા,અલગ જ અંદાજ માં ફેન્સ ને આપ્યા ગુડ ન્યુઝ

    Shraddha arya: દેવોલિના બાદ હવે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા બનવા જઈ રહી છે માતા,અલગ જ અંદાજ માં ફેન્સ ને આપ્યા ગુડ ન્યુઝ

    News Continuous Bureau | Mumbai 

    Shraddha arya: શ્રદ્ધા આર્યા સિરિયલ કુંડલી ભાગ્ય થી ઘર ઘર માં લોકપ્રિય થઇ હતી. શ્રદ્ધા તેની પ્રોફેશનલ લાઈફ  લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા શ્રદ્ધા ને લઈને એવા સંચાર આવ્યા હતા કે શ્રદ્ધા ગર્ભવતી છે અને  બેબી બમ્પ ને છુપાવી રહી છે. હવે શ્રદ્ધા એ પોતે આ ગુડ ન્યુઝ તેના ફેન્સ સાથે શેર કર્યા છે. શ્રદ્ધા એ તેના સોશિયલ મીડિયા પર એક અલગ જ અંદાજ માં આ માહિતી આપી છે. 

    આ સમાચાર પણ વાંચો : Simran Budharup : ‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રીને થયો કડવો અનુભવ, માતા સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી સિમરન બુધરુપ સાથે બાઉન્સરોએ કરી ગેરવર્તણૂક

    શ્રદ્ધા માતા બનવાની છે. 

     શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ રાહુલ નાગલ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અરીસાની સામે પ્રેગ્નન્સી કીટ રાખવામાં આવી છે, જે પોઝિટિવ છે. પ્રેગ્નન્સી કીટ ઉપરાંત શ્રદ્ધાના બાળકના સોનોગ્રાફી ટેસ્ટની તસવીર પણ રાખવામાં આવી છે. એટલું જ નહીં શ્રદ્ધા તેના પતિ રાહુલ સાથે બીચ પર રોમાન્સ કરતી પણ જોવા મળી રહી  છે.

    View this post on Instagram

    A post shared by Shraddha Arya (@sarya12)

    શ્રદ્ધા આર્યા નો આ વિડીયો સામે આવતા તેના ફેન્સ અને ફ્રેન્ડ તેને અભિનંદન આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Devoleena bhattacharjee: માતા બનવાની છે ટીવી ની ગોપી વહુ, દેવોલીના એ તસવીરો શેર કરી કહી આવી વાત

    Devoleena bhattacharjee: માતા બનવાની છે ટીવી ની ગોપી વહુ, દેવોલીના એ તસવીરો શેર કરી કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Devoleena bhattacharjee: દેવોલીના ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. છેલ્લા ઘણા સમય થી દેવોલિના ની પ્રેગ્નન્સી ના સમાચાર ચાલી રહ્યા હતા. હવે અભિનેત્રી એ આ સંચાર પર પૂર્ણ વિરામ મૂક્યું છે. ટીવી અભિનેત્રી દેવોલીના એ તેના ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે અભિનેત્રી જલ્દી જ માતા બનવાની છે આ સાથે જે તેને તેના ચાહકો સાથે એક નોટ પણ શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Mohit raina birthday: મહાદેવ બની ને લોકો ના દિલ પર રાજ કરનાર અભિનેતા મોહિત રૈના ના જન્મદિવસ પર જાણો તેના વિશે રસપ્રદ વાતો

    દેવોલિના માતા બનવાની છે. 

    દેવોલિના એ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોતા એવું લાગે છે કે આ કોઈ પૂજા ની તસવીરો છે. દેવોલિના એ આ તસવીરો શેર કરતા લખ્યું, “પવિત્ર પંચામૃત વિધિ સાથે માતૃત્વની યાત્રાની ઉજવણી, જ્યાં જીવનના આ સુંદર અધ્યાય દરમિયાન માતા અને તેના અજાત બાળકને આરોગ્ય, સમૃદ્ધિ અને આનંદ સાથે આશીર્વાદ આપવા પરંપરા અને પ્રેમનું મિશ્રણ.” આ રીતે દેવોલિના એ તેની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી હતી. 

    View this post on Instagram

    A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

    તમને જણાવી દઈએ કે પંચામૃત એ એક પ્રકારનો ઉત્સવ છે જે માતા બનવા જઈ રહેલી મહિલાઓ માટે યોજવામાં આવે છે. આ દિવસે ઘરના વડીલો માતા અને ગર્ભસ્થ બાળકના સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની કમાણી 1100 કરોડ ને પાર જતા અમિતાભ બચ્ચને કરી આ મોટી જાહેરાત, ખુશી થી ઝૂમી ઉઠશે બિગ બી ના ફેન્સ

    Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની કમાણી 1100 કરોડ ને પાર જતા અમિતાભ બચ્ચને કરી આ મોટી જાહેરાત, ખુશી થી ઝૂમી ઉઠશે બિગ બી ના ફેન્સ

    News Continuous Bureau | Mumbai

    Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આ વર્ષ ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મ માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચને મહાભારત ના અશ્વથામા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં તેમના અભિનય ના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મે 1100 કરોડ નો આંકડો પાર કરી લીધો છે હવે અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર એક મોટી જાહેરાત કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અમિતાભ બચ્ચને તેમના સિગ્નેચર રન નો વિડીયો શેર કરી કહી આવી વાત, લોકો એ આપી મજેદાર પ્રતિક્રિયા

    કલ્કિ 2898 એડી ની સફળતા પર અમિતાભ બચ્ચન ની મોટી જાહેરાત 

    સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને તેમના તાજેતરના બ્લોગમાં લખ્યું, ‘અમે ‘કલ્કી’ ફિલ્મ મર્યાદિત સંખ્યામાં લોકોને બતાવવાની યોજના બનાવી રહ્યા છીએ અને હું આ દિશામાં કામ કરી રહ્યો છું… પરંતુ કૃપા કરીને તેને હમણાં આમંત્રણ તરીકે ન લો… હજુ આયોજન પ્રક્રિયામાં. તે સફળ થાય કે ન થાય… ત્યાં સુધી મારો પ્રેમ વગેરે..’

    ‘કલ્કી 2898 એડી’ એ તેના રિલીઝ ના એક જ મહિના માં 1100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 27 જૂન ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થઇ હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Heeramandi season 2: અલગ અંદાજ માં થઇ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’  સીઝન 2 ની જાહેરાત, વેબ સિરીઝ ની વાર્તા પરથી પણ ઉઠ્યો પડદો, જુઓ વિડીયો

    Heeramandi season 2: અલગ અંદાજ માં થઇ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ સીઝન 2 ની જાહેરાત, વેબ સિરીઝ ની વાર્તા પરથી પણ ઉઠ્યો પડદો, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

     Heeramandi season 2: સંજય લીલા ભણસાલી તેની સીરિઝ ‘હીરામંડી’ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.દર્શકો ને આ સિરીઝ ખુબ પસંદ આવી હતી. લોકો એ આ સિરીઝ ના બીજા ભાગ ની માંગ કરી હતી. આવી સ્થતિ માં નેટફિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એક અલગ જ અંદાજ માં  ‘હીરામંડી’  સીઝન 2 ની જાહેરાત કરવામાં આવી છે. 

    આ સમાચાર પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે દિલીપ જોશી, બીજા નંબર ના અભિનેતા નું નામ જાણી ઉડી જશે તમારા હોશ

    ‘હીરામંડી’  સીઝન 2 ની થઇ જાહેરાત

    નેટફ્લિક્સ અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ‘હીરામંડી’ના ગીતોના અલગ-અલગ ગેટઅપમાં ઘણી મહિલાઓ દરિયા કિનારે જોવા મળે છે. તેઓ સીઝન 1 ના ગીતો પર પરફોર્મ કરતી જોવા મળે છે.અને નજીકમાં ઉભેલા લોકો તેને તેમના મોબાઈલમાં રેકોર્ડ કરે છે.અંતમાં જણાવવામાં આવ્યું છે કે હવે આ સીરીઝની સીઝન 2 આવશે. જાહેરાતના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીની લડાઈ 15 ઓગસ્ટ 1947ના રોજ સમાપ્ત થઈ હતી. આ ગણિકાઓ માટે પણ એક નવું યુદ્ધ શરૂ થયું. માથું ઊંચું રાખીને નવી દુનિયામાં ટકી રહેવાની લડાઈ… આ બધું સિઝન 2માં બતાવવામાં આવશે.

    View this post on Instagram

    A post shared by Netflix India (@netflix_in)

    ‘હીરામંડી’ સિરીઝ ની પ્રથમ સીઝન સમાપ્ત થાય છે જ્યાં આઝાદીની લડત ચરમસીમાએ હોય છે. લાહોરથી આગળ વાર્તા ક્યાં આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિરીઝ ના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી સીઝન 2 પર દિલ્હી અને મુંબઈની ગણિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Gujarati Patrakar Sangh: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

    Mumbai Gujarati Patrakar Sangh: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની નવી કારોબારીની જાહેરાત

    News Continuous Bureau | Mumbai 

    9 સપ્ટેમ્બર, 2023ના બોરિવલી સ્થિત રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ હોલ ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની ( Mumbai Gujarati Patrakar Sangh ) વાર્ષિક સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ( Mayur Parikh ) જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સંઘના પ્રમુખની સાથે આઠ કમિટી મેમ્બરની ચૂંટણી 4 સપ્ટેમ્બરે ચોજવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રમુખ પદ માટે માત્ર વિપુલ વૈદ્યે ફોર્મ ભર્યું હતું જ્યારે કમિટી મેમ્બર્સ માટે આઠ જણે જ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

    આજે યોજાયેલી એજીએમમાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ચૂંટાઈ આવેલા સભ્યોના ( new executive ) નામની જાહેરાત ( Announcement  ) કરી હતી. જ્યારે સંઘના નવનિર્વાચિત પ્રમુખે હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. વર્ષ 2023-25 માટેની નવી કારોબારીમાં વિપુલ વૈદ્ય (મુંબઈ સમાચાર) – પ્રમુખ પી. સી. કાપડિયા (ફિલ્મી ઍક્શન) – ઉપ પ્રમુખ, કુનેશ દવે (ગુજરાત સમાચાર) – સેક્રેટરી, નિમેશ દવે (ગુજરાતી મિડ-ડે) જોઇન્ટ સેક્રેટરી, સપના દેસાઈ (મુંબઈ સમાચાર) – ખજાનચીનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય તરીકે સંજય વી. શાહ (માંગરોળ મલ્ટી મીડિયા), ધીરજ રાઠોડ (ગુજરાત સમાચાર), યોગેશ પટેલ (મુંબઈ સમાચાર) અને વૈશાલી ઠકકર (ગુજરાત સમાચાર)નો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..

    મુંબઈ ગુજરાતી પત્રકાર ( Journalists  ) સંઘની એજીએમના આયોજન માટે રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ અને ભોજનની વ્યવસ્થા પંકજ કોટેચા દ્વારા કરવામાં આવી હતી.