Tag: arrest warrant

  • Sonu sood: મુશ્કેલી માં મુકાયો સોનુ સુદ, આ મામલે અભિનેતા વિરુદ્ધ જારી કરવામાં આવ્યું ધરપકડ વોરંટ

    Sonu sood: મુશ્કેલી માં મુકાયો સોનુ સુદ, આ મામલે અભિનેતા વિરુદ્ધ જારી કરવામાં આવ્યું ધરપકડ વોરંટ

    News Continuous Bureau | Mumbai

    Sonu sood: સોનુ સુદ બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. સોનુ સુદ ની મુશ્કેલી માં વધારો થયો છે. અભિનેતા ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવ માં સોનુ સુદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.છેતરપિંડીના કેસમાં જુબાની આપવા માટે હાજર ન થવા પર કોર્ટે અભિનેતા સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો: Hera pheri 3: હેરા ફેરી 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી!પોસ્ટ શેર કરી આપ્યો સંકેત

    સોનુ સુદ સામે ધરપકડ વોરંટ જારી કરાયું 

    આ કેસ લુધિયાણાના એક વકીલે દાખલ કર્યો હતો. વકીલનું કહેવું છે કે મોહિત શુક્લાએ તેને નકલી ‘રિઝિકા સિક્કા’માં રોકાણ કરવા માટે છેતર્યા હતા અને સોનુ સૂદે આ કેસમાં જુબાની આપવાની હતી. આ મામલે કોર્ટે સોનુ સુદ ને અનેક વખત સમન્સ મોકલ્યા હતા. કોર્ટ તરફ થી સમન્સ મળવા છતાં પણ અભિનેતા કોર્ટ માં હાજર ના રહ્યો. આના પર કોર્ટે હવે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “સોનુ સૂદને યોગ્ય રીતે સમન્સ અથવા વોરંટ જારી કરવામાં આવ્યું છે પરંતુ તે હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે. તમને સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.”

     

    View this post on Instagram

     

    A post shared by India Today (@indiatoday)


    મીડિયા રિપોર્ટ મુજબ આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Benjamin Netanyahu Arrest Warrant : યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના નેતન્યાહુની મુશ્કેલીઓ વધી, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું; જાણો શું છે સમગ્ર મામલો…

    Benjamin Netanyahu Arrest Warrant : યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના નેતન્યાહુની મુશ્કેલીઓ વધી, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું; જાણો શું છે સમગ્ર મામલો…

    News Continuous Bureau | Mumbai

    Benjamin Netanyahu Arrest Warrant : ગાઝા અને લેબનોનમાં બે મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ મોટો ઝટકો આપ્યો છે.  ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. એટલું જ નહીં કોર્ટે ઈઝરાયેલના ભૂતપૂર્વ સંરક્ષણ વડા યોવ ગાલાંટ અને હમાસના નેતા ઈબ્રાહિમ અલ-મસરી વિરુદ્ધ પણ વોરંટ જારી કર્યું છે. કોર્ટ છેલ્લા કેટલાક સમયથી નેતન્યાહુ વિરુદ્ધ કેસની સુનાવણી કરી રહી હતી. 

     

    Benjamin Netanyahu Arrest Warrant : નેતન્યાહુ પર હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો આરોપ

    ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ અને ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે એક નિવેદનમાં કહ્યું છે કે તેમની પર હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો આરોપ છે. કોર્ટે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલે ગાઝામાં નાગરિકો માટે ખોરાક, પાણી અને તબીબી સહાય જેવી આવશ્યક પુરવઠો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બાળકોના મોત થયા છે અને ઘણા લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Russia-Ukraine War: ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા, રશિયાએ યુક્રેન પરપહેલીવાર છોડી આ મિસાઇલ; જુઓ વિડીયો

    Benjamin Netanyahu Arrest Warrant : નેતન્યાહુની ખરેખર ધરપકડ થશે?

    ICCની આ કાર્યવાહીનો સ્પષ્ટ અર્થ એ છે કે જો નેતન્યાહૂ અને ગેલન્ટ ICCના સભ્ય દેશોમાં પ્રવાસ કરે છે તો તે દેશોએ તેમની ધરપકડ કરવી પડશે. હાલમાં ICC સભ્ય દેશોની સંખ્યા 124 છે. જણાવી દઈએ કે આ પહેલા ICCએ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પુતિન પર યુક્રેનમાં તબાહી મચાવીને લાખો લોકોની હત્યા કરવાનો આરોપ છે. પુતિનની સેના ફેબ્રુઆરી 2022 થી યુક્રેનમાં યુદ્ધ લડી રહી છે.

     

  • Sheikh Hasina Arrest Warrant : શેખ હસીનાના ખરાબ દિવસો શરૂ… બાંગ્લાદેશ ટ્રિબ્યુનલે જારી કર્યું અરેસ્ટ વોરંટ, આ તારીખ સુધી હાજર થવાનો આદેશ..

    Sheikh Hasina Arrest Warrant : શેખ હસીનાના ખરાબ દિવસો શરૂ… બાંગ્લાદેશ ટ્રિબ્યુનલે જારી કર્યું અરેસ્ટ વોરંટ, આ તારીખ સુધી હાજર થવાનો આદેશ..

    News Continuous Bureau | Mumbai 

     Sheikh Hasina Arrest Warrant : બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ દેશ છોડીને ભારતમાં રહેનાર પૂર્વ વડાપ્રધાન શેખ હસીના મુશ્કેલીઓ વધી રહી છે. બાંગ્લાદેશની યુનુસ સરકારે એવું પગલું ભર્યું છે કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે અને તેમને ભારત છોડીને બાંગ્લાદેશ જવું પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (બાંગ્લાદેશ)એ તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ ટ્રિબ્યુનલે આ વર્ષના વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંસા અને હત્યાકાંડ માટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે તેમને 18 નવેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે.

     Sheikh Hasina Arrest Warrant :  50 લોકો સામે ધરપકડ વોરંટની માંગ

    મહત્વનું છે કે ઓગસ્ટમાં સત્તા પરથી હટાવ્યા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા.  ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મઝુમદારે સવારે 11.30 વાગ્યા પછી ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી. પહેલા દિવસે ફરિયાદી ટીમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માંગણી કરી હતી. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

    Sheikh Hasina Arrest Warrant : એડવોકેટ તાજુલ ઇસ્લામનું તાજેતરનું નિવેદન

    13 ઓક્ટોબરે મુખ્ય ફરિયાદી એડવોકેટ તાજુલ ઇસ્લામે કહ્યું હતું કે આ અઠવાડિયાની અંદર, જુલાઈમાં દેશમાં રમખાણો અને અશાંતિમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને મુસાફરી પ્રતિબંધ જારી કરવામાં આવશે. આ માટે દેશ છોડીને ભાગી ગયેલા તમામ લોકો સામે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Train Ticket Booking Rule: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. રેલવેએ ટિકિટ બુકિંગને લઈને બદલ્યો આ નિયમ, હવે 120 નહીં પરંતુ આટલા દિવસ પહેલા થશે રિઝર્વેશન.

    Sheikh Hasina Arrest Warrant : શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ

    મોહમ્મદ તાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય હસીના બાંગ્લાદેશ ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળી નથી. બાંગ્લાદેશ ભારતમાં તેમની હાજરીથી નારાજ છે. આ કારણોસર તેઓએ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે.

  • Syrian President Arrest Warrant: વધુ બે દેશ વચ્ચે વધ્યો તણાવ! ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ સામે ઈશ્યૂ કર્યુ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ, જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

    Syrian President Arrest Warrant: વધુ બે દેશ વચ્ચે વધ્યો તણાવ! ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ સામે ઈશ્યૂ કર્યુ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ, જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Syrian President Arrest Warrant: હવે યુરોપિયન દેશ ફ્રાન્સ ( France ) અને મધ્યપૂર્વના સીરિયા ( Syria ) વચ્ચે 10 વર્ષ જૂનાં કેસ અંગે ફરીથી તણાવ વધ્યો છે. ફ્રાન્સે સીરિયામાં નાગરિકો સામે પ્રતિબંધિત હથિયારોનો ( Prohibited Weapons ) ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રપતિ બશર અલ અસદ ( Bashar Al Assad ) , તેમના ભાઈ માહેર અલ અસદ ( Maher Al Assad ) અને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ ( International Warrant ) ઈશ્યૂ કર્યો છે.

    ફ્રાન્સે આ વૉરન્ટ માનવતા વિરુદ્ધ અપરાધ અને યુદ્ધ અપરાધ બદલ જારી કર્યું છે. અહેવાલ અનુસાર આ વૉરન્ટ સૈન્યના જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન સામે પણ જારી કરાયું છે. એક માનવાધિકાર સંગઠન સિવિલ રાઈટ્સ ડિફેન્ડર્સના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિના ભાઈ માહેર અલ અસદ એક વિશેષ સીરિયાઈ સૈન્ય એકમ- ચોથી બખ્તરિયા ડિવિઝનના પ્રમુખ છે. જોકે બે સૈન્ય જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન કેમિકલ વેપન્સ બનાવવાની આરોપી સીરિયન રિસર્ચ એજન્સીમાં સાથે કામ કરતા હતા.

     આ પ્રથમ ઈન્ટરનેશનલ વૉરન્ટ છે જે સીરિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયો…

    અહેવાલ અનુસાર આ વૉરન્ટ ઓગસ્ટ 2013માં સીરિયાના દૌમા શહેર અને પૂર્વી ઘૌતા જિલ્લામાં કેમિકલ એટેક માટે જારી કરાયો છે. આ હુમલામાં 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રથમ ઈન્ટરનેશનલ વૉરન્ટ છે જે સીરિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયો છે જેમની સેનાએ 2011માં શરૂ થયેલા ગૃહ યુદ્ધ દરમિયાન દેખાવોનો જવાબ ક્રૂર કાર્યવાહી સાથે આપ્યો હતો.

    આ સમાચાર પણ વાંચોઃ NewsClick funding Case: ન્યૂઝક્લિક કેસમાં અમેરિકાના કરોડપતિ નેવિલ રોય સિંઘમને ઈડીએ પાઠવ્યું સમન્સ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે.

    બીજી બાજુ સીરિયા રાસાયણિક હથિયારોના ઉપયોગ કર્યાના આરોપોને નકારતું રહ્યું છે પણ સંયુક્ત રાષ્ટ્ર અને કેમિકલ હથિયારો પર પ્રતિબંધ મૂકતા સંગઠને ગત સંયુક્ત તપાસમાં ખુલાસો કર્યો હતો કે સીરિયાની સરકારે એપ્રિલ 2017ના હુમલામાં નર્વ એજન્ટ સરીનનો ઉપયોગ કર્યો હતો અને વારંવાર ક્લોરિનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.

  • Zareen khan: સલમાન ખાન ની એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, અભિનેત્રી પર લાગ્યો આ આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

    Zareen khan: સલમાન ખાન ની એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, અભિનેત્રી પર લાગ્યો આ આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai 

    Zareen khan:કોલકાતાની એક કોર્ટે ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેના પર કથિત રીતે છેતરપિંડીનો આરોપ છે. ઝરીન ખાન વિરુદ્ધ વર્ષ 2018માં કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ તપાસ અધિકારીએ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ ઝરીન ખાને ન તો જામીન માટે અપીલ કરી કે ન તો કોર્ટમાં હાજર થઈ. તેની વારંવાર ગેરહાજરીને કારણે કોર્ટે હવે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સમગ્ર મામલે ઝરીન ખાને કહ્યું કે તે પોતે પણ આશ્ચર્યચકિત છે.

     

    ઝરીન ખાન સામે છેતરપિંડી નો કેસ 

    વર્ષ 2018માં ઝરીન ખાન કોલકાતામાં દુર્ગા પૂજા કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી. આયોજકો તેના આગમનની રાહ જોતા રહ્યા પરંતુ તે આવી નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, એક આયોજકે ઝરીન ખાન અને તેના મેનેજર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ બંને વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ઝરીન ખાન પૂછપરછ માટે આવી ન હતી. તેણે આયોજકો પર ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો. આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં બંગાળના મુખ્યમંત્રી સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ ભાગ લેશે. પાછળથી તેની ટીમને ખબર પડી કે આ કાર્યક્રમ ખૂબ જ નાના પાયાનો હતો. તેણે એમ પણ કહ્યું કે તેને ફ્લાઈટ ટિકિટ અને રહેવાની વ્યવસ્થા અંગે યોગ્ય માહિતી મળી નથી, જેના પછી તેણે શો છોડવાનો નિર્ણય કર્યો.

    આ સમાચાર પણ વાંચો : jawan success event: ‘જવાન’ ની સફળતા પર શાહરૂખ ખાને શેર કર્યો ફિલ્મના સેટ પર નો અનુભવ, આ લોકો ને ગણાવ્યા ફિલ્મ ના અસલી હીરો,જાણો વિગત

    ઝરીન ખાને નથી કરી જામીન ની અરજી 

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયોજકો એ ઝરીન ખાન વિરુદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તપાસ બાદ તેની અને તેના મેનેજર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તેના મેનેજરે કોર્ટમાં હાજર થઈને જામીન માંગ્યા હતા જ્યારે અભિનેત્રીએ તેમ કર્યું ન હતું.ધરપકડ વોરંટ જારી થયા બાદ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઝરીન ખાને કહ્યું, ‘મને ખાતરી છે કે તેમાં કોઈ સત્ય નથી. મને પણ આઘાત લાગ્યો છે અને હું મારા વકીલોના સંપર્કમાં છું. હું તમને પછીથી સ્પષ્ટપણે કહી શકીશ. તમે હવે આ બાબતે મારા PR સાથે વાત કરી શકો છો.

  • મનસે પ્રમુખ રાજ ઠાકરેને મળી રાહત. કોર્ટે આ 15 વર્ષ જૂના કેસમાં જારી અરેસ્ટ વોરંટ કર્યું રદ.. જાણો શું છે સમગ્ર મામલો

    મનસે પ્રમુખ રાજ ઠાકરેને મળી રાહત. કોર્ટે આ 15 વર્ષ જૂના કેસમાં જારી અરેસ્ટ વોરંટ કર્યું રદ.. જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ( Raj Thackeray ) વિરુદ્ધ બીડ જિલ્લાની પરલી કોર્ટ દ્વારા અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પરલી કોર્ટે આખરે ધરપકડ વોરંટ રદ કર્યું છે. સાથે જ કોર્ટે તેમને 15 વર્ષ જૂના ઉશ્કેરણીજનક ભાષણ અને MNS કાર્યકરો દ્વારા પથ્થરમારો અને તોડફોડના કેસમાં 500 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું છે. આ પહેલા રાજ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પરલી પહોંચ્યા હતા. આ પછી કોર્ટમાં હાજર થયા. અહીં તેમણે સુનાવણી દરમિયાન તેમની સામે અરેસ્ટ વોરંટ રદ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે તે મેડિકલ કારણોસર કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. પાંચથી સાત મિનિટની કાર્યવાહી બાદ કોર્ટે રાજ ઠાકરેને રૂ.500નો દંડ ભરવાનો આદેશ આપીને અરેસ્ટ વોરંટ રદ કર્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.

    2008નું ઉશ્કેરણીજનક ભાષણ, તોડફોડ સંબંધિત કેસ

    આ મામલો ઓક્ટોબર 2008નો છે. ઉશ્કેરણીજનક ભાષણ બદલ રાજ ઠાકરેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં અનેક જગ્યાએ તોડફોડની ઘટનાઓ બની હતી. પરલીના ધર્મપુરી પોઈન્ટ વિસ્તારમાં રાજ્ય પરિવહનની બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં મોટા પાયે નુકસાન થયું હતું. રાજ ઠાકરે સહિત ઘણા MNS કાર્યકર્તાઓ પર કર્ફ્યુ ઉલ્લંઘન, જાહેર સંપત્તિને નુકસાન અને ઉશ્કેરણીજનક ભાષણો માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પારલી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે પછી સુનાવણી સમયે હાજર ન રહેવાને કારણે કોર્ટે તેમની સામે અરેસ્ટ વોરંટ જારી કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો:   ચાલતી સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યું હતું કપલ, અશ્લીલતા ફેલાવવા બદલ પોલીસે ધરપકડ કરી

    અરેસ્ટ વોરંટ રદ થવાથી રાજ ઠાકરેને મોટી રાહત

    પહેલા 3 જાન્યુઆરીએ અને પછી 12 જાન્યુઆરીએ રાજ ઠાકરેને બીડની પરલી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ 12 જાન્યુઆરીએ જીજાઉ જયંતિ હોવાથી કોર્ટે તારીખ લંબાવી હતી. આ પછી, રાજ ઠાકરે આજે (18 જાન્યુઆરી, બુધવાર) પરલી કોર્ટમાં હાજર થયા અને તેમની સામે અરેસ્ટ વોરંટ રદ કરવાની અપીલ કરી. કોર્ટે તેમની આ સ્વીકારી અને તેમની સામેનું અરેસ્ટ વોરંટ રદ કર્યું.

  • પાક.ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ જારી થયું વોરંટ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ…

    પાક.ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ જારી થયું વોરંટ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ…

    News Continuous Bureau | Mumbai

    • કંગાળ પાકિસ્તાનના ( Pakistan  ) પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનની ( PM Imran Khan ) મુશ્કેલીઓ માં વધારો થયો છે.
    • મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઈમરાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ( arrest warrant ) જારી કરવામાં આવ્યું છે.
    • આ ઉપરાંત અસદ ઉમર, ફવાદ ચૌધરી સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
    • પાકિસ્તાનના ચૂંટણી પંચની ચાર સભ્યોની બેંચ દ્વારા આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
    • હવે આ કેસની સુનાવણી 17 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
    • ચૂંટણી પંચે ગયા વર્ષે પીટીઆઈના ટોચના નેતાઓને માનહાનિની ​​નોટિસ પાઠવી હતી.
    • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઓગસ્ટ 2022માં ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન મહિલા જજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

    આ સમાચાર પણ વાંચો:  ટ્વિટ્ટરના માલિક એલોન મસ્કે તોડ્યો 22 વર્ષ જૂનો આ રેકોર્ડ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ… જાણો શું છે સમગ્ર મામલો

  • પ્રમુખ ટ્રમ્પની સામે ચાલી શકે છે અદાલતી ખટલો, આ દેશની કોર્ટે જાહેર કર્યું વોરંટ. જાણો વિગત.

    પ્રમુખ ટ્રમ્પની સામે ચાલી શકે છે અદાલતી ખટલો, આ દેશની કોર્ટે જાહેર કર્યું વોરંટ. જાણો વિગત.

    • ઇરાક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું  વોરંટ જાહેર કરાયું છે.
    • વોશિંગ્ટનના ઈશારે કરવામાં આવેલા ડ્રોન એટેકની તપાસના આદેશ ઈરાકની કોર્ટે આપ્યા છે. આ હુમલામાં જનરલ કાસિમ સોલિમાની અને અબુ મહદી અલ મુહાંદિસ માર્યા ગયા હતા.
    • સુલેમાની જાન્યુઆરીમાં બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બહાર માર્યો ગયો હતો.
    • આરોપ સાબિત થાય તો ફાંસીની સજા આપવામાં આવશે.

  • ઈરાને ટ્રમ્પના નામે વોરંટ ઇશ્યુ કર્યું, ડ્રોન હુમલામાં સુલેમાનીને મર્યાનો આરોપ, ઇન્ટરપોલને પાસે માંગી મદદ

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    29 જુન 2020

    ઈરાને અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવા માટેનું વોરંટ જારી કર્યું છે અને ઈન્ટરપોલની પણ મદદ માંગી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડઝનેક લોકોની અટકાયત કરવામાં મદદ થવા આગ્રહ કર્યો છે. થોડા વખત પહેલા બગદાદમાં ઈરાનના ટોચના જનરલની હત્યા  ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. તેહરાનના સરકારી વકીલે કહ્યું હતું કે "ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો, જેમણે ઈરાન પર 3 જાન્યુઆરીના હુમલા કરાવ્યાં છે તેની ધરપકડ કરવામાં આવે. જોકે, ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલે આ વિનંતીનો તરત કોઈ જવાબ આપ્યો નથી.  ઇન્ટરપોલ ઈરાનની વિનંતીને મંજૂરી આપે તેવી સંભાવના બહુ ઓછી છે, તેની ગાઈડલાઈન તેને "રાજકીય પ્રકૃતિની કોઈપણ પ્રવૃત્તિ મા હસ્તક્ષેપ કરવાથી રોકે છે. 

    ઉલ્લેખનીય છે કે બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક ગયાં જાન્યુઆરીની હડતાલમાં યુ.એસ.એ ડ્રોન દ્વારા, કમાન્ડર સુલેમાની અને અન્ય લોકોની હત્યા કરી હતી. જે ઘટના બાદ  મહિનાઓ સુધી બંને દેશો વચ્ચે તણાવ વધારતી ઘટનાઓ વધી છે અને અંતે, ઈરાને ઇરાકમાં અમેરિકન સૈનિકોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઇલ હુમલો કરી પોતાના નેતા સુલેમાની નો બદલો લીધાનું કહેવાય છે…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

    https://bit.ly/2VupFV1  

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com