Tag: bharat biotech

  • કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

    કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

    દેશમાં H3N2 એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. ઘણી જગ્યાએથી આ ખતરનાક વાયરસથી મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. આ વાયરસનો સામનો કરવા માટે, હવે હૈદરાબાદની રસી ઉત્પાદક ભારત બાયોટેકે રસી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કંપનીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડૉ. કૃષ્ણા ઈલાએ રસી બનાવવાની પુષ્ટિ કરી છે. ભારત બાયોટેકે અગાઉ જીવલેણ કોરોના વાયરસની કોવેક્સીન અને ઇન્ટ્રાનાસલ વેક્સીન iNCOVACC વિકસાવી હતી.

    ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા

    આ વખતે દેશના ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. સરકાર સાવચેતીનાં પગલાં લેવા પર ભાર મૂકી રહી છે જેમ કે માસ્ક પહેરવું, જાહેર સ્થળોએ જવાનું ટાળવું અને વારંવાર હાથ ધોવા વગેરે. આ વાયરસના કારણે ઘણા દર્દીઓના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં આ અંગે ચિંતા વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ વાયરસ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે.

    આ સમાચાર પણ વાંચો : દેશમાં અહીં પેટ્રોલ 58 પૈસા મોંઘુ થયું, ડીઝલના ભાવ પણ વધ્યા; મુંબઈમાં શું છે ઇંધણના દરો.. અહીં ચેક કરો

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A ના H3N2 પેટા પ્રકારને કારણે ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. H3N2 ધરાવતા લોકોમાં ઈન્ફલ્યુએન્ઝા A ના અન્ય પેટાપ્રકાર કરતાં વધુ હોસ્પિટલમાં દાખલ થવાનો દર હોય છે. તેના લક્ષણોમાં વહેતું નાક, સતત ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે.

  • કોવીન પર લિસ્ટ થઈ નેઝલ વેક્સિન, ગણતંત્ર દિવસથી લોકો લઇ શકશે નાક વાટે લેવાતી વેક્સિન

    કોવીન પર લિસ્ટ થઈ નેઝલ વેક્સિન, ગણતંત્ર દિવસથી લોકો લઇ શકશે નાક વાટે લેવાતી વેક્સિન

    News Continuous Bureau | Mumbai

    આખી દુનિયામાં કોરોના ના કારણે સર્જાયેલી તબાહીનો દરેકને અનુભવ થયો છે. આવી સ્થિતિમાં રસીકરણને કોરોના સામેનું સૌથી મહત્વનું શસ્ત્ર માનવામાં આવે છે. દરમિયાન, ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાકની રસી ‘ઇન્કોવેક’ 26 જાન્યુઆરીથી લોકો માટે ઉપલબ્ધ થશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ આ માહિતી આપી છે.

     કેટલી હશે કિંમત?

    મહત્વનું છે કે કેન્દ્રએ 23 ડિસેમ્બરે ભારત બાયોટેકની નેજલ વેક્સીન માર્કેટમાં લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શરૂઆતમાં, આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને તેની કિંમત પ્રતિ ડોઝ 800 રૂપિયા હશે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં તેની કિંમત પ્રતિ ડોઝ 325 રૂપિયા હશે. તેને ભારત સરકારના કોવિડ રસીકરણ અભિયાનમાં પણ સામેલ કરવામાં આવી છે.

     આ સમાચાર પણ વાંચો: અમેરીકન રાષ્ટ્રપતિ જો બિડેનની મુસીબત વધી, ન્યાય વિભાગે રાષ્ટ્રપ્રમુખના ઘરે જ પાડ્યાં દરોડા..

     ભારતની પ્રથમ નેજલ રસી

    આ ભારતની પ્રથમ નેજલ રસી છે, જેને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે, તેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 14 સ્થળોએ તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં 3100 લોકોએ ભાગ લીધો હતો.

  • કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે

    કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે

    News Continuous Bureau | Mumbai

    કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક મહત્વપૂર્ણ હથિયાર મળ્યું છે. કોરોના કહેર વચ્ચે ભારત બાયોટેકની નેઝલ વેક્સિન ( nasal vaccine ) ને કેન્દ્ર સરકાર ( Centre )  તરફથી મંજૂરી ( approves  ) મળી ગઈ છે. આ એક નાકની રસી ( vaccination programme ) છે. આ રસી નાક દ્વારા સ્પ્રે કરીને આપવામાં આવે છે. એટલે કે હાથ પર રસી અપાતી નથી. DCGI એ ઈન્ટ્રા નેઝલ કોવિડ રસીને 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેકની ( Bharat Biotechs ) આ રસીનું નામ BBV154 છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નાકની રસી એવા લોકોને આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આ રસીને આજથી એટલે કે શુક્રવારથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે અને આ માટે કોવિન એપ પર પણ બુકિંગ કરી શકાશે. હાલમાં, આ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં તેને સરકારી હોસ્પિટલોથી લઈને બજારમાં ઉપલબ્ધ કરાવી શકે છે. આ રસીની મંજૂરી મળતાં હવે કોઈને પણ રસી માટે ઈન્જેક્શન લેવાની જરૂર નહીં પડે, જો તે ઈચ્છે તો નાકમાં બે ટીપા નાખીને પણ આ રસી લઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો: NSE કો-લોકેશન કૌભાંડ: કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા સંજય પાંડેને આપ્યા જામીન..

    ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ નાકથી અપાતી વેક્સિન ઈનકોવૈકને લઈને કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કર્યો હતો. નવેમ્બરમાં ભારત બાયોટેકે કેન્દ્ર સરકારે નાકથી અપાતી કોવિડ વિરોધી રસી ઈનકોવૈકને કોવિન પોર્ટલમાં સામેલ કરવાની ભલામણ કરી હતી, જેથી તેને લેનારા લોકોને રસીકરણ સર્ટિફિકેટ મળી શકે.

  • સૌથી મોટી મૂંઝવણ- આ કંપનીની કોવિડ વેક્સિનના અધધ 5 કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર- નથી મળી રહ્યું કોઈ ખરીદદાર

    સૌથી મોટી મૂંઝવણ- આ કંપનીની કોવિડ વેક્સિનના અધધ 5 કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર- નથી મળી રહ્યું કોઈ ખરીદદાર

    News Continuous Bureau | Mumbai

    ભારત બાયોટેક(Bharat biotech) પાસે કોવિડ-૧૯ વેક્સિન(Covid19 vaccine) નાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના કારણે ભારત બાયોટેકે આ વર્ષની શરૂઆતમાં બે ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જાે કે, તેણે ૨૦૨૧ના  અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના ૨૦ કરોડથી વધુ ડોઝ છે અને શીશીઓમાં લગભગ ૫૦ મિલિયન ડોઝ ઉપયોગ માટે તૈયાર છે. રસીની માંગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા કોવેક્સીનનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમયમર્યાદા ૨૦૨૩ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે, જેના કારણે કંપનીને નુકસાન થશે. જાે કે, આવતા વર્ષે ૫ કરોડ ડોઝના ઉપયોગથી ભારત બાયોટેકને કેટલું નુકસાન થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

    આ સમાચાર પણ વાંચો:  ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય 

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ભારતમાં કોવિડ-૧૯ના ૧,૦૮૨ નવા કેસ નોંધાયા હતા જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને ૧૫,૨૦૦ થઈ ગઈ હતી. દેશવ્યાપી કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૧૯.૭૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વિશ્વભરમાં સંક્રમણના નીચા દરને કારણે કોવેક્સીનની નિકાસ પર ખરાબ અસર પડી છે. સૂત્રોએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ને હવે ખતરો માનવામાં આવતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે એપ્રિલમાં યુએન પ્રોક્યોરમેન્ટ એજન્સીઓ દ્વારા રસીના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી અને ભલામણ કરી હતી કે રસીનો ઉપયોગ કરનારા દેશો યોગ્ય પગલાં લે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કોવિડ-૧૯ સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે બ્રાઝિલની સરકારે વિવાદ બાદ રસીના ૨ કરોડ ડોઝ આયાત કરવાના ર્નિણયને સ્થગિત કરી દીધો હતો.

     

  • દેશને મળી પ્રથમ નેઝલ વેક્સીન- સરકારે આ કંપનીની  વેક્સિનને આપી દીધી મંજૂરી- જાણો વિગતે 

    દેશને મળી પ્રથમ નેઝલ વેક્સીન- સરકારે આ કંપનીની  વેક્સિનને આપી દીધી મંજૂરી- જાણો વિગતે 

    News Continuous Bureau | Mumbai

    દેશમાં કોરોના મહામારી(corona epidemic) સામે વધુ એક મજબૂત હથિયાર મળ્યું છે. 

    ભારત બાયોટેકને(Bharat Biotech) ઇન્સ્ટાનેસલ કોવિડ-1+ વેક્સીન(Intranasal covid Vaccine) માટે ડીસીજીઆઈ (DCGI) પાસેથી ઇમરજન્સી ઉપયોગની(Emergency use) મંજૂરી મળી ગઈ છે.
     
    આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે. 

    સ્વાસ્થ્ય મંત્રી(Minister of Health) મનસુખ માંડવિયાએ(Mansukh Mandvia) ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

    આ સમાચાર પણ વાંચો : PM મોદીએ શેખ હસીના સાથે કરી બેઠક- ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર- બન્ને દેશ આ નદીનું પાણી સહિયારા વાપરશે

  • ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

    ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

    News Continuous Bureau | Mumbai

    ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ(DCGI) ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને(Covaxin) મંજૂરી આપી છે. આ કોવેક્સીનને હૈદરાબાદ(Hyderabad) સ્થિત ભારત બાયોટેકે(bharat biotech) તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨,૧૩, અને ૧૪ વર્ષની ઉંમરના બાળકો માતે ૧૬ માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦ માં થયો છે. તે તમામ વેક્સીન(Vaccine) લગાવી શકે છે.  ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે અન્ય એક વેક્સીનની પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ ૫ થી ૧૧ વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ(Corbevex) કોરોના વિરુદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત પ્રોટીન સબ યુનિટ વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.

    આ સમાચાર પણ વાંચો : સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો… હવે મફતનું અનાજ નહીં મળે. જો તમારી પાસે આ વસ્તુઓ હશે..

     

  • WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

    WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

    News Continuous Bureau | Mumbai

    વિશ્વમાં જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હંમેશા કોઈ દેશમાં કોઈ વધારે વાયરસનો ફેલાવો ન થાય તેના પ્રયાસોમાં તૈયાર રહે છે. તેવામાં હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રસી મેળવતા દેશોને યોગ્ય પગલાં લેવાની ભલામણ પણ કરી છે. 

    મીડિયા રિપોર્ટ્સ મુજબ WHOએ તેના નિવેદનમાં કહ્યું કે આ સસ્પેન્શન ૧૪ માર્ચથી ૨૨ માર્ચ સુધી કરવામાં આવેલા EULનિરીક્ષણ બાદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોવેક્સિન રસીના સપ્લાયને અવરોધિત કરશે. જાે કે, કંપનીએ જીએમપીની ખામીઓને સુધારવા અને તેમાં ફેરફાર કર્યા પછી કોવેક્સિનનો પુરવઠો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વચગાળાના અને સાવચેતીના પગલા તરીકે ભારતે તેની નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

    આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સરકારે આના પર પણ મુક્યો પ્રતિબંધ; જાણો વિગતે

    WHOના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે રસી અસરકારક છે અને સલામતી અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ અમુક દેશોએ કોવિડ ૧૯ રસીના વૈકલ્પિક સ્ત્રોતો સાથે રસીકરણ ચાલુ રાખવા માટે સંબંધિત SAGE ની ભલામણનો સંદર્ભ લેવો જાેઈએ. કંપનીએ સસ્પેન્શન અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હોવા છતાં, કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરવાની જાહેરાત કરવા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. 

    નિવેદનમાં જણાવ્યું હતું કે તે WHO ધોરણ સાથે ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરના  WHO EUL નિરીક્ષણ દરમિયાન, ભારત બાયોટેક આયોજિત સુધારણા પ્રવૃત્તિઓના અવકાશ પર ઉૐર્ં ટીમ સાથે સંમત થયા હતા અને સંકેત આપ્યો હતો કે તેઓ પણ શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કોરોનાની જાહેર આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે છેલ્લા વર્ષ દરમિયાન સતત ઉત્પાદન સાથે કોવેક્સિન બનાવવા માટે તમામ હાલની સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : કોરોના વાયરસને લઇને WHO એ આપી ચેતવણી, આ વર્ષે આ 3 રીતે ફેલાઇ શકે છે મહામારી; જાણો વિગતે

  • DCGIએ આ કંપનીના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ થશે ટ્રાયલ; જાણો વિગતે  

    DCGIએ આ કંપનીના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ થશે ટ્રાયલ; જાણો વિગતે  

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,28 જાન્યુઆરી 2022         

    શુક્રવાર.

    DCGI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ ભારત બાયોટેકને ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલ માટે પરવાનગી આપી છે. 

    DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કંપનીની ઇન્ટ્રાનેઝલ COVID-19 રસીના ‘ફેઝ III બૂસ્ટર ડોઝ સ્ટડી’ માટે ‘ઈન-પ્રિન્સિપલ’ મંજૂરી આપી છે.

    એવું માનવામાં આવે છે કે ઇન્ટ્રાનેઝલ રસી ઓમિક્રોન સહિત કોરોના વાયરસના વિવિધ પ્રકારોના ફેલાવાને રોકવાની ક્ષમતા ધરાવે છે. 

    અમદાવાદ સહિત 9 અલગ-અલગ જગ્યાએ આ ટ્રાયલ કરવામાં આવશે.

     ડીલ ફાઈનલ થઈ, ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદી રહ્યો છે આ દેશ, કર્યા આટલા મિલિયન ડોલરના સોદા પર હસ્તાક્ષર

  • ભારતની આ સ્વદેશી વેક્સિનની એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા અપાઈ મંજૂરી, સ્ટોકને કરાશે રી-લેબલ; જાણો વિગતે 

    ભારતની આ સ્વદેશી વેક્સિનની એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા અપાઈ મંજૂરી, સ્ટોકને કરાશે રી-લેબલ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,3 જાન્યુઆરી 2022

    સોમવાર 

    ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ પહેલા 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે. 

    DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. 

    કોવેક્સિનને રી-લેબલ કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલા વેક્સિન સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને હવે તે સ્ટોકને રી-લેબલ કરવામાં આવશે. 

    વેક્સિનની એક્સપાયરી અવધિ લંબાયા બાદનું લેબલ લાગશે ત્યાર બાદ તેને જરૂરિયાત ધરાવતી જગ્યાઓએ પહોંચાડવામાં આવશે. 

    બોલિવૂડમાં કોરોના કહેર યથાવત, આ ફિલ્મ નિર્માતા થઈ કોરોના સંક્રમિત; કરી આ ખાસ અપીલ

  • બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર: 2-18 વર્ષના બાળકોને મળશે આ રસીનું ‘કોરોના કવચ’, જાણો કેટલા ડોઝ અપાશે

    બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર: 2-18 વર્ષના બાળકોને મળશે આ રસીનું ‘કોરોના કવચ’, જાણો કેટલા ડોઝ અપાશે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

    મંગળવાર

    કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટા સમાચાર આવ્યા છે. હવે બે વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવા માટે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને "કોવેક્સિન" બનાવી છે તે રસી બાળકોને આપવામાં આવશે. 

    પ્રાપ્ત જાણકારી મુજબ, બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ રસીના બે ડોઝ આપવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી જલ્દી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જ બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. ભારતમાં કોરોના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 78 ટકા જેટલી સફળ પુરવાર થઇ હતી. જોકે હજુ સુધી ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન બાળકોને રસીથી કંઈ નુકસાન થયું હોય તે અંગે જાણકારી સામે આવી નથી. 

    હિંમતે મર્દા તો મદદે ખુદા! શિવસૈનિકોની ધમાલ સામે ભાજપના આ એકમાત્ર જાંબાઝ ધારાસભ્યે રસ્તા પર ઊતરીને દુકાનો ખોલાવી; જાણો વિગત

    કોરોના મહામારીની ત્રીજી લહેર આવે તો તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થઇ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. જે બાળકોને અસ્થમાની સમસ્યા છે તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. કોવેક્સિન સરકારી સ્થળો પર બાળકોને મફત આપવામાં આવશે.

    ઉલેખનીય છે કે ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂટનિક-V રસી 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી 95 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.