Tag: Birbal

  • Mughal: અકબરની આવક હતી 9 કરોડ, તો તેમના શાસનમાં બિરબલને અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો?

    Mughal: અકબરની આવક હતી 9 કરોડ, તો તેમના શાસનમાં બિરબલને અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો?

    News Continuous Bureau | Mumbai 

    Mughal: મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ( Akbar ) ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે. અકબરનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. 15 ઓક્ટોબર 1542ના રોજ જન્મેલા અકબરનું શાસન 1556 થી 1605 સુધી ચાલ્યું હતું. અકબરને એકવાર તેના પિતા સાથે ભારત છોડીને ભાગવું પડ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી તે ભારત પાછો ફર્યો હતો અને મુઘલ સિંહાસન પર કબજો કર્યો હતો. આજના સમયમાં જ્યારે પણ અકબરની વાત થાય છે ત્યારે બીરબલનો ( Birbal ) પણ ઉલ્લેખ થાય છે શું તમે જાણો છો કે તે સમયે બીરબલ અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો? 

    મુઘલ કાળ (  Mughal Empire ) દરમિયાન, સેનાપતિઓ અને સૈનિકોનો ( soldiers ) પગાર મનસબદારી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતો હતો. મનસબ અરબી શબ્દ છે. તેનો અર્થ છે પદ અથવા રેંક. મનસબ શબ્દનો ઉપયોગ સરકારી અધિકારીઓ અને સેનાપતિઓની રેન્ક નક્કી કરવા માટે થાય છે. રાજા દ્વારા મનસબદારની નિમણૂક કરવામાં આવી હતી. અકબરના શાસન દરમિયાન મનસબદારની સંખ્યા 1800 આસપાસ હતી, જે ઔરંગઝેબના શાસનના અંત સુધીમાં 14,500 થઈ ગઈ હતી. મતલબ કે આ સમયગાળા દરમિયાન મનસબદારની સંખ્યા લગભગ આઠ ગણી વધી ગઈ હતી. અકબરના શાસન દરમિયાન, સૈનિકોના વેતન તેમના પદ, અનુભવ, લડાઈ કુશળતા અને સૈન્યમાં યોગદાનના આધારે બદલાતા હતા.

    આ સમાચાર પણ વાંચો :  Ahmedabad : તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરાશે

     Mughal: તે સમયે મુઘલ બાદશાહ અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી.

    મિડીયા અહેવાલો મુજબ,  તે સમયે મુઘલ બાદશાહ અકબરની સંપત્તિ ( Akbar wealth ) વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી. અહેવાલો કહે છે કે વર્ષ 1595માં સમ્રાટની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી. જોકે અકબરના દરબારનું આન, બાન અને શાન બિરબલ ખૂબ જ હોંશિયાર હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર તેનું નામ મહેશદાસ દુબે હતું. તેમનો જન્મ મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના ખોખરામાં થયો હતો.

    વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, અકબરના સામ્રાજ્યમાં બીરબલનો પગાર ( Salary ) તે સમય માટે ખૂબ જ સારો હતો. રૂપિયાના હિસાબે તે સમયે અકબર તેના મુખ્યમંત્રી બિરબલને દર મહિને 16 હજાર રૂપિયાનો પગાર આપતો હતો. તે સમયે 16 હજાર રૂપિયા ઘણો મોટો પગાર કહેવાતો હતો. તે અકબરના નવરત્નોમાંના એક હતો. અકબરના શાસન દરમિયાન, સેનાના સૌથી નાના સૈનિકોને દર મહિને 400 રૂપિયા આપવામાં આવતા હતા.

  • About Hanuman Chalisa: શું તમે જાણો છો, કોણે કરી હતી હનુમાન ચાલીસાની રચના?

    About Hanuman Chalisa: શું તમે જાણો છો, કોણે કરી હતી હનુમાન ચાલીસાની રચના?

    News Continuous Bureau | Mumbai 

    હિન્દુ ધર્મમાં માનતા દરેક વ્યક્તિને હનુમાનજી પર વિશ્વાસ હોય છે. હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નું તો ઘર-ઘરમાં પઠન થતું હોય છે. પવનસુતને પ્રસન્ન કરવાની આ એક એવી સ્તુતિ છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ અજાણ હોઈ શકે. અલબત્, આ ચાલીસાની રચના કોણે અને કયા સંજોગોમાં કરી તેના વિશે ભાગ્યે જ કોઈ માહિતગાર હશે.

    શ્રીરામચરિતમાનસ(ShreeRamcharitmanas)ના રચયિતા તુલસીદાસજીથી તો ભલાં કોણ અજાણ હોવાનું ! માન્યતા અનુસાર એ સંત તુલસીદાસજી જ હતા કે જેમણે હનુમાન ચાલીસાની રચના કરી. એટલું જ નહીં, તુલસીદાસજી જ એ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે હનુમાન ચાલીસાના પ્રયોગથી હનુમંતકૃપાની પ્રાપ્તિ કરી.

    પ્રચલિત કથા અનુસાર એકવાર તુલસીદાસજી(Tulasidasji) મથુરા જતા હતા. રાત પડી જતા તેમણે મથુરામાં મુકામ કર્યો. લોકોને ખબર પડતા જ તેઓ તુલસીદાસજીના દર્શને ઉમટવા લાગ્યા. ખુદ બિરબલ પણ તુલસીદાસજીને મળવા આવ્યા.

    બાદશાહ અકબરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે બિરબલ(Birbal) પાસેથી તુલસીદાસજી પાસેથી વધુ જાણકારી મેળવી. અકબરને પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા થઈ. તેમણે તુલસીદાસજીને મહેલે લઈ આવવા સૈનિકોની ટુકડી મોકલી.સૈનિકોને તુલસીદાસજીએ જણાવી દીધું કે તે તો રામભક્ત છે. તેમને બાદશાહ સાથે કે તેમના મહેલ સાથે કોઈ લેવા-દેવા નથી. એટલે, તે તેમની સાથે નહીં આવે. આ વાતથી ગુસ્સે થઈ બાદશાહે તુલસીદાસજીને પકડી લાવવાનો આદેશ આપી દીધો.

    સૈનિકો તુલસીદાસજીને બેડીઓ પહેરાવી લાલકિલ્લે લાવ્યા. બાદશાહ તુલસીદાસજીને મળ્યા અને કંઈક ચમત્કાર દેખાડવા કહ્યું. તુલસીદાસજીએ ફરી કહ્યું કે, “હું તો રામભક્ત(Rambhakat) છું, કોઈ જાદૂગર નહીં કે ચમત્કાર દેખાડું !” ગુસ્સે થયેલા બાદશાહે તુલસીદાસજીને કોટડીમાં પૂરાવી દીધાં.

    કહે છે કે આ ઘટનાના બીજા દિવસે લાલકિલ્લા પર સંખ્યાબંધ વાંદરાઓ એકસામટા તૂટી પડ્યા. વાંદરાઓએ બધું જ ખેદાન-મેદાન કરી દીધું. બાદશાહ ચિંતામાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે. ત્યારે બિરબલ બોલ્યા કે, “હજૂર, આપને ચમત્કાર જોવો હતો ને, જોઈ લો હવે !” બાદશાહને તેમની ભૂલ સમજાઈ. તેમણે તુલસીદાસજીને મુક્ત કરી તેમની માફી માંગી. બિરબલે તુલસીદાસજીને વાંદરાઓવાળી ઘટના કહી. તો, તુલસીદાસજીએ કહ્યું કે, “મને વગર વાંકે સજા મળી એટલે હું કોટડીમાં પૂરાઈ રામચંદ્રજી અને હનુમાનજી(Hanumanji)નું સ્મરણ કરતા રડી પડ્યો. કોઈ ગૂઢ પ્રેરણાથી મારા હાથે હનુમાનજીની 40 ચોપાઈ લખાઈ ગઈ.”

    તુલસીદાસજીએ કહ્યું કે, “આ ચાલીસ ચોપાઈ(Chopai) હનુમાન ચાલીસાના નામે ઓળખાશે. સંકટ કે દુ:ખમાં પડેલી વ્યક્તિ તેનો પાઠ કરશે તો મારી જેમ જ તેના સઘળા કષ્ટ દૂર થશે.” આ ઘટના બાદ અકબરે ફરી માફી માંગી પૂરાં સન્માન, ઠાઠ અને સૈન્ય પહેરા સાથે તુલસીદાસજીને મથુરા માટે વિદાય આપી.

    આ કથામાં તથ્ય કેટલું છે તે કહેવું મુશ્કેલ છે. પણ, હકીકત એ છે કે હનુમાન ચાલીસા આજે પણ અનેક શ્રદ્ધાળુઓને તેનો પરચો પૂરી રહી છે. ભક્તોને મન તો તે સંકટમોચન(Sankatmochan)ની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સિદ્ધ અને સરળ સ્તુતિ છે.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    Bhagavat: પરમાત્માએ વિચાર કરીને સંસારને સુંદર બનાવ્યો છે. મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને
    મનુષ્યો ભોગ ભોગવે અને દુઃખી થાય તો તેમાં ઈશ્વરનો વાંક નથી.
    જીવ મર્યાદા છોડીને વિષયો ભોગવે અને દુ:ખ ભોગવે તેમાં ઈશ્વરનો વાંક?

    નૃસિંહ ( Nrisimha ) ભગવાન પ્રહલાદને ( Prahlad ) સમજાવે છે:~જીવોને સુખી કરવા પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને તે આ પદાર્થો ભોગવે અને દુ:ખી થાય, તો તેમાં મારો શો દોષ? મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો, આ વિષયો ભોગવે તો
    તે સુખી થાય છે.

    વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું, તે મનુષ્ય ન ભૂલે. સંસારને છોડી કયાં જશો? હું રહેવાનો અને આ
    સંસાર પણ રહેવાનો. સંસારને ભોગદ્દષ્ટિથી નહિ, પણ ભગવદ્ ( Bhagwad gita ) દ્દષ્ટિથી મનુષ્ય જુએ, તો તે સુખી થાય છે. તું તારી જાતને સુધાર. જગતને સુધારવા તું કયાં જઇશ? એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો. અકબરને આ વાતની ખબર પડી. અકબરે ( Akbar ) બિરબલને ( Birbal ) બોલાવ્યો અને હુકમ કર્યો, મારા રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો. એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે. બિરબલ માથું ખંજવાળવા લાગ્યો. આખી પૃથ્વીને ચામડેથી મઢવા કેટલું ચામડું જોઈએ? તે લાવવું કયાંથી? આ રાજાઓને ઘણેભાગે અક્કલ ઓછી હોય છે.

    બિરબલે વિચાર્યું, આખા રાજ્યની જમીન ઉપર ચામડું પાથરીએ, તેના કરતાં શાહજાદીના પગ નીચે ચામડુ રાખીએ. તેને જોડા
    પહેરાવીએ, તો કાંટા વાગે જ નહિ. જગતમાં કાંટા તો રહેવાના છે. જેના પગમાં જોડા છે, તેને કાંટા વાગતા નથી. વિવેકમાં રહી,
    મર્યાદામાં રહી, મનુષ્ય સુખ ભોગવે તે સુખી થાય, પણ સુખ ભોગવવામાં સંયમ રહેતો નથી એટલે દુ:ખી થાય છે.
    સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે. પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક તેનો લાભ લેતો નથી એટલે તે દુઃખી થાય છે.
    દ્દષ્ટાંતથી આ હકીકત સ્પષ્ટ થશે.

    એક ગામ હતું, ગામમાં પાણી માટે તકલીફ હતી. અન્નદાન ( food donation ) કરતાં, જળદાન ( water donation ) શ્રેષ્ઠ છે. એક શેઠે, લોકોના ભલા માટે દશ-વીશ હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કૂવો બંધાવ્યો. લોકો જળપાન કરી આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યુ કે રમતાં રમતાં કોઈનો છોકરો તે કૂવામાં પડી ગયો. છોકરો ડુબીને મરી ગયો. અતિ દુઃખમાં વિવેક રહેતો નથી. છોકરાનો પિતા તે શેઠની પાસે ફરિયાદ કરવા આવ્યો. દુઃખમાં શેઠને ગાળો આપવા લાગ્યો. તમે કૂવો બંધાવ્યો તેથી જ મારો છોકરો મરણ પામ્યો. વિચારો, શું શેઠે આ ભાઈનો છોકરો મરણ પામે એટલા માટે કૂવો બંધાવેલો? નહિ જ. સર્વના લાભાર્થે બંધાવેલો. બીજા સર્વ આશીર્વાદ
    આપતા હતા કે, શેઠે પરોપકારનું કામ કર્યું છે. છોકરો મરી ગયો એ ખોટું થયું પણ તેમાં શેઠનો શું વાંક? શેઠની ઈચ્છા ન હતી કે
    કોઈ દુઃખી થાય.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૧

    સંસાર એ પણ કૂવો છે, તે ડૂબી મરવા માટે ભગવાને બનાવ્યો નથી.

    પ્રહલાદજી બોલ્યા:-મહારાજ! આપને અપરાધી કોણ કહી શકે? પણ આ સંસારના વિષયો સુંદર બનાવ્યા, હવે તો
    આટલું જ કહો કે, સંસારના વિષયોમાં મન ફસાય નહીં, તે માટે તમે કાંઈ કર્યું છે? તેનો કોઈ ઉપાય બતાવો.

    નૃસિંહ ભગવાન કહે છે:-તેના માટે મેં બે અમૃત બનાવ્યા છે. તેનું પાન કરશો તો વિષયોમાં તમારું મન નહીં ખેંચાય, બે
    પ્રકારના અમૃતનું જે પાન કરે, તેને ઈન્દ્રિયો પજવી શકશે નહિ. અમૃતનાં નામો છે:-(૧) નામામૃત અને (૨) કથામૃત.
    જ્યારે મનમાં વિષયો પ્રવેશે-પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથામૃત અને નામામૃતનો આશરો લેવો. ઈન્દ્રિયો જીવને-
    મનુષ્યને ત્રાસ ન આપે, તેટલા માટે જ મેં આ બે અમૃત બનાવ્યાં છે. તેમનું નિત્ય સેવન કરો. સ્વર્ગમાં અમૃત છે, સ્વર્ગનું અમૃત
    પીવાથી સુખ મળે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે. પણ આ કથામૃત એવું છે કે એ અમૃત પીવાથી પાપનો ક્ષય
    થાય છે. તેથી કથામૃત સ્વર્ગના અમૃતથી શ્રેષ્ઠ છે. લીલાકથા એ અમૃત છે. નામ એ અમૃત છે. કથામૃત પાપને બાળે છે. જીવન
    સુધારે છે. સર્વનું ભક્ષણ કરનાર મૃત્યુ. મૃત્યુનું ભક્ષણ કરનારના કાળ રામચંદ્રજી છે. રામજીએ રાવણને મારવા આટલી ખટપટ
    કરવાની શી જરૂર હતી? રાવણને મારવા, રામને આ લીલા કરવાની શી જરૂર હતી? રામ તો કાળના પણ કાળ છે. ઇશ્વર અનંત
    શક્તિશાળી છે. સંકલ્પ માત્રથી તેઓ રાવણને મારી શકયા હોત. પરંતુ રામજીએ સર્વ લીલા એટલા માટે કરી, કે લોકો રામાયણનો
    પાઠ કરે, સાંભળે તેટલો વખત તે જગતને ભૂલી જશે. તેમણે રાવણને મારવા જન્મ લીધો નથી. પણ કળીયુગના લોકો આ લીલા
    સાંભળી તેમાં તન્મય થાય, એ આશયથી આ લીલા કરી છે. ભગવાનની લીલાકથા મોક્ષ આપનારી છે.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨

    NewsContinuous
    NewsContinuous
    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૨
    Loading
    /