• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bollywood Controversy
Tag:

Bollywood Controversy

Abhishek Bachchan Responds to Journalist's Claim of Buying Awards: “I’ll Prove You Wrong”
મનોરંજન

Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત

by Zalak Parikh October 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan: અભિષેક બચ્ચન ને તાજેતરમાં તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટૂ ટોક’ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો હતો. જ્યાં એક તરફ અભિષેકે આ સફળતાની ખુશી વ્યક્ત કરી, ત્યાં બીજી તરફ એક પત્રકારએ દાવો કર્યો કે તેમણે એવોર્ડ ખરીદ્યો છે. આ આરોપનો જવાબ આપતાં અભિષેકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને સ્પષ્ટતા આપી કે તેમણે ક્યારેય કોઈ એવોર્ડ ખરીદ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા

પત્રકારનો આરોપ: “એવોર્ડ ખરીદે છે અને પીઆર પાવરથી ચર્ચામાં રહે છે”

પત્રકારએ સોશિયલ મીડિયા પર  લખ્યું હતું કે, “અભિષેક બચ્ચન સારા માણસ છે, પણ એ એવોર્ડ ખરીદીને અને પીઆર પાવર થી ચર્ચામાં રહેવાનું ઉદાહરણ છે. તેમના કરિયરમાં કોઈ સોલો બ્લોકબસ્ટર  નથી.” આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.અભિષેકે જવાબ આપતાં લખ્યું: “સાફ કહી દઉં, મેં ક્યારેય કોઈ એવોર્ડ ખરીદ્યો નથી અને ન જોરદાર પીઆર કર્યો છે. મેં માત્ર મહેનત કરી છે, ખૂન–પસિનો અને આંસુ વહાવ્યા છે. મને ખબર છે કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો, એટલે હું વધુ મહેનત કરીશ જેથી આગળથી મારી કોઈ પણ સિદ્ધિ પર તમને શંકા ન રહે.”

As much as he’s an affable guy, I hate to say that professionally #AbhishekBachchan is the prime example of how buying awards and aggressive PR pushes can keep you relevant… even if you don’t have a single SOLO blockbuster in your career.

He won an award for #IWantToTalk this… pic.twitter.com/bMLdiMYIen

— Navneet Mundhra (@navneet_mundhra) October 29, 2025

Just to set the record straight. Never has any award been bought or aggressive PR been done by me . Just hard work, blood, sweat and tears. But, doubt you’ll believe anything I say or write. So…. Best way to shut you up is by working even harder so that you don’t ever doubt any…

— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) October 29, 2025

‘આઈ વોન્ટ ટૂ ટોક’નું દિગ્દર્શન શૂજીત સરકાર એ કર્યું હતું. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પણ અભિષેકના અભિનયની પ્રશંસા થઈ હતી. હવે તેઓ આગામી સમયમાં ‘રાજા શિવાજી’ અને ‘કિંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shashi Tharoor Praises Aryan Khan’s ‘The Bads of Bollywood’, Calls It “OTT Gold”
મનોરંજન

Shashi Tharoor On The Bads of Bollywood: શશી થરૂર એ ધ બેડસ ઓફ બોલિવૂડ પર આપી પ્રતિક્રિયા, આર્યન ખાન ની વેબ સિરીઝ માટે કહી આવી વાત

by Zalak Parikh October 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shashi Tharoor On The Bads of Bollywood: શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ વેબ સિરીઝ ‘દ બેડ્સ ઓફ બોલીવૂડ’  ને સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મળી રહ્યા છે. હવે કોંગ્રેસ સાંસદ શશી થરૂર પણ આ યાદગાર સિરીઝના પ્રશંસકોમાં શામેલ થયા છે. તેમણે આ સિરીઝને OTTનું “શુદ્ધ સોનું”   ગણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Satish Shah Passes Away: સતીશ શાહ ના અંતિમ સંસ્કાર માં રૂપાલી ગાંગુલી અને સુમિત રાઘવન થયા ભાવુક, ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ એ આંખોમાં આંસુ સાથે આપી વિદાય

શશી થરૂરનો રિવ્યૂ

શશી થરૂરે જણાવ્યું કે તેઓ તાજેતરમાં થોડી તબિયત ખરાબ હોવાને કારણે આરામ પર હતા અને તેમની બહેન સ્મિતા થરૂરે તેમને આ સિરીઝ જોવા સલાહ આપી. સિરીઝ જો્યા બાદ તેમણે લખ્યું: “આ OTTનું ગોલ્ડ છે. લેખન તીખું છે, દિગ્દર્શન સાહસિક છે અને બોલીવૂડની ચમક-ધમક પાછળની કડવી હકીકતને ખુલ્લેઆમ રજૂ કરે છે.”થરૂરે આર્યનના દિગ્દર્શનને “સાહસિક અને પ્રભાવશાળી” ગણાવ્યું. તેમણે કહ્યું કે દરેક સીનમાં એક એવી ઈમાનદારી છે જે બોલીવૂડમાં લાંબા સમયથી જોવા મળતી નહોતી. આ સાત એપિસોડની સિરીઝ એક નવા અને સચ્ચા વાર્તાકારના આગમનનું સંકેત આપે છે.

I’ve been battling a cold & cough and cancelled engagements for two days. My staff and my sister, @smitatharoor, persuaded me to turn my eyes away from the computer part of the time towards a @NetflixIndia series, and it’s one of the best things I have ever treated myself to:… pic.twitter.com/xRUHv8ERTB

— Shashi Tharoor (@ShashiTharoor) October 26, 2025

સિરીઝમાં લક્ષ્ય, સહર બાંબા, બોબી દેઓલ, રાઘવ જુયાલ, અન્યા સિંહ, મનીષ ચૌધરી, મોના સિંહ, મનોજ પાઠક અને રજત બેદી જેવા કલાકારો છે. વાર્તા એક યુવાન આસમાન સિંહ (લક્ષ્ય)ની છે, જે બોલીવૂડમાં નામ બનાવવાનું સપનું લઈને આવે છે. સિરીઝ ગ્લેમર અને તેની પાછળ છુપાયેલી અંધારી હકીકત વચ્ચેની ટકરાવને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Deepika Padukone Breaks Silence on Spirit and Kalki Exit, Defends 8-Hour Workday Demand
મનોરંજન

Deepika Padukone: ‘સ્પિરિટ’ અને ‘કલ્કી 2898 AD’ છોડ્યા પછી પહેલીવાર દીપિકા પાદુકોણ ની પ્રતિક્રિયા આવી સામે, 8 કલાક ની શિફ્ટ પર કહી આવી વાત

by Zalak Parikh October 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી ‘સ્પિરિટ’  અને ‘કલ્કી 2898 AD’  છોડવાના નિર્ણયને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકાએ 8 કલાકની શિફ્ટ અને વધુ પેમેન્ટની માંગ કરી હતી, જેને કારણે બંને ફિલ્મોના નિર્માતાઓ સાથે સહમતી ન બની. હવે દીપિકાએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Arbaaz Khan Daughter Name: અરબાઝ ખાન અને શૂરા ખાને દીકરી નુ રાખ્યું આ નામ, પોસ્ટ દ્વારા કરી જાહેરાત

“ઘણા પુરુષ સુપરસ્ટાર્સ વર્ષોથી 8 કલાક કામ કરે છે” – દીપિકા

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં દીપિકાએ કહ્યું, “મહિલા હોવાને કારણે જો હું દબાવ લાવતી લાગું તો એવું જ રહે. પણ એ કોઈ રહસ્ય નથી કે ઘણા પુરુષ સુપરસ્ટાર્સ વર્ષોથી ફક્ત 8 કલાક કામ કરે છે અને એ ક્યારેય હેડલાઇન નથી બન્યું.”તેણે ઉમેર્યું કે “ઘણા એક્ટર્સ સોમવારથી શુક્રવાર સુધી કામ કરે છે અને વીકએન્ડ પર આરામ કરે છે.”

View this post on Instagram

A post shared by Zoom TV (@zoomtv)

દીપિકાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ‘અવ્યવસ્થિત’ ગણાવી. તેણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સિસ્ટમ લાવવામાં આવે. “હું મારી લડાઈઓ શાંતિથી અને ગૌરવપૂર્વક લડી છું. આ મારી માટે નવી વાત નથી. પણ ક્યારેક આ બાબતો જાહેર થઈ જાય છે, જે મારી રીત નથી.”દીપિકા હવે શાહરુખ ખાન અને સુહાના ખાન  સાથે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Abhinav Kashyap Targets Shah Rukh Khan After Salman, Sparks Controversy
મનોરંજન

Abhinav Kashyap: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ, સલમાન બાદ હવે શાહરુખ ખાન પર અભિનવ કશ્યપ એ સાધ્યું નિશાન

by Zalak Parikh October 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Abhinav Kashyap: દબંગ ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપ ફરી એકવાર વિવાદમાં છે. સલમાન ખાન  પર આરોપ લગાવ્યા બાદ હવે તેમણે શાહરુખ ખાન પર નિશાન સાધ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શાહરુખને ભારત છોડીને દુબઈ જતા રહેવું જોઈએ, કારણ કે ત્યાં તેમના ઘરની ઓળખ ‘જન્નત’ (Jannat) છે. જ્યારે મુંબઈમાં ‘મન્નત’ (Mannat) છે.

આ સમાચાર પણ વાંચો : Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું

“શાહરુખની નીતિ પણ ગડબડ છે” – અભિનવ

અભિનવે શાહરુખની નીતિ  પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, “તે વધુ માગતો રહે છે. સાંભળ્યું છે કે તે પોતાના બંગલામાં બે માળ વધુ બનાવે છે. જો તમારી જન્નત ત્યાં છે, તો ત્યાં જ રહો. ભારતમાં શું કરો છો?” તેમણે શાહરુખના ફિલ્મ ‘જવાન’ ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પેહલે બાપ સે બાત કર’ પર પણ ટિપ્પણી કરી.અભિનવે કહ્યું, “આ લોકો વિશે આપણે શું કહી શકીએ? તેમણે એવા મહેલો બનાવ્યા છે જ્યાં સામાન્ય લોકો પહોંચી શકતા નથી. આપણને તેમની નેટવર્થની શું પરવા? શું તેઓ આપણને ખવડાવે છે? શાહરૂખ ખાન ખૂબ જ સારી રીતે વાત કરે છે, પણ તેના ઇરાદા પણ ભ્રષ્ટ છે.”

View this post on Instagram

A post shared by C FOR CINEMAA | MOVIE NEWS (@c.for.cinemaa)

અભિનવ કશ્યપે કહ્યું, “આ કોમ ફક્ત લેવું જાણે છે, આપવું નહીં. તેઓ ફક્ત લે છે, લે છે અને વધુ લે છે.” આ ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો છે. ઘણા યુઝર્સે તેને “ઇસ્લામોફોબિક” ગણાવીને ટીકા કરી છે. અભિનવ અગાઉ પણ સલમાન ખાન અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સલમાન “અપરાધી” છે અને જામીન પર બહાર છે. હવે શાહરુખ પર નિશાન સાધીને તેમણે બોલીવૂડના ટોચના સ્ટાર્સ સામે મોરચો ખોલ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Alia Bhatt Slams Viral Video of Her Bungalow, Calls It a Violation of Privacy
મનોરંજન

Alia Bhatt: આલિયા ભટ્ટની પ્રાઇવસી પર ફરી થયો હુમલો, અભિનેત્રી એ ફરિયાદ કરતી લખી લાંબી પોસ્ટ

by Zalak Parikh August 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Alia Bhatt: બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ એ તેના નવા બંગલા નો વીડિયો અને તસવીરો વાયરલ થવા પર નારાજગી વ્યક્ત કરી છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે કોઈની પરમિશન વિના તેના ઘર નું શૂટિંગ કરવી અને તેને ઓનલાઈન મૂકવી એ પ્રાઇવસી નું ઉલ્લંઘન છે. આલિયા અને રણબીર કપૂર નું નવું ઘર બાંદ્રામાં છે અને તેની કિંમત અંદાજે 250 કરોડ છે.

આ સમાચાર પણ વાંચો : War 2 Box Office Day 12: વોર 2 એ 12 માં દિવસે કરી ફક્ત આટલી જ કમાણી, શું ફ્લોપ ની કેટેગરી માં આવી ઋતિક રોશન અને જુનિયર એન.ટી.આર. ની ફિલ્મ?

આલિયાનો ગુસ્સો: “ઘરની બહારથી વીડિયો લેવો પણ ખોટું છે”

આલિયાએ લખ્યું કે, “મને ખબર છે કે મુંબઈમાં જગ્યા ઓછી છે, પણ તેનો અર્થ એ નથી કે કોઈ બીજાના ઘરની બહારથી વીડિયો કે ફોટો લઈ શકે. આ માત્ર કન્ટેન્ટ નથી, આ એક ગંભીર સુરક્ષા મુદ્દો છે.” આલિયાએ સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામાન્ય ન ગણવી જોઈએ.આ પહેલો પ્રસંગ નથી જ્યારે આલિયાએ પ્રાઇવસીના મુદ્દે અવાજ ઉઠાવ્યો હોય. 2023માં પણ એક પબ્લિકેશનના ફોટોગ્રાફરે તેના ઘરની બારી માંથી ફોટા લીધા હતા. ત્યારે પણ આલિયાએ આનો વિરોધ કર્યો હતો અને ઘણા સેલિબ્રિટીઝે તેનું સમર્થન કર્યું હતું.

View this post on Instagram

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયાની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ અને સેલિબ્રિટીઝે તેનું સમર્થન આપ્યું છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝ પણ સામાન્ય લોકોની જેમ પ્રાઇવસીના હકદાર છે અને મીડિયા હદ પાર ન કરે તે જરૂરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amaal Malik Claims Kartik Aaryan Is Being Targeted Like Sushant Singh Rajput
મનોરંજન

Amaal Malik on Kartik Aaryan: જાણો અમાલ મલિક એ કાર્તિક આર્યન ને લઈને એવું તે શું કહ્યું કે, ચાહકો ની ચિંતા માં થયો વધારો

by Zalak Parikh July 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amaal Malik on Kartik Aaryan: બોલીવૂડના જાણીતા સિંગર અને મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિક ફરી એકવાર તેના નિવેદનને કારણે ચર્ચામાં છે. તાજેતર ના એક ઇન્ટરવ્યૂમાં તેણે દાવો કર્યો કે કાર્તિક આર્યન ને બોલીવૂડમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, એ રીતે જેમ સુશાંત સિંહ રાજપૂત ને કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ramayana First Look: ભગવાન રામ ના રૂપ માં રણબીર અને રાવણ ના રૂપ માં છવાયો યશ, રામાયણ ની પહેલી ઝલક થઇ રિલીઝ

સુશાંતના કેસ સાથે સરખામણી

અમાલે કહ્યું કે “સુશાંત જેવી શખ્સિયત પણ બોલીવૂડના અંદરના અંધકારને હેન્ડલ કરી શકી નહીં. લોકો તેને આત્મહત્યા કહે છે, કેટલાક હત્યા પણ માને છે, પણ હકીકત એ છે કે તે હવે નથી અને તેની પાછળ ઇન્ડસ્ટ્રી નું વલણ પણ જવાબદાર છે.” તેણે ઉમેર્યું કે સુશાંતના નિધન પછી લોકો બોલીવૂડના બે મોઢા જોઈ શક્યા.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમાલે દાવો કર્યો કે કાર્તિક આર્યન પણ એવા જ દબાણમાંથી પસાર થઈ રહ્યો છે. “કાર્તિક સામે પણ કેટલાક મોટા નામો ષડયંત્ર રચી રહ્યા છે, પણ કાર્તિકે હિંમતથી તેનો સામનો કર્યો છે. તેના પરિવારનો સહારો તેને મજબૂત બનાવે છે.” અમાલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો એ ચિંતા વ્યક્ત કરી છે તેમજ આને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ફેન્સે અમાલના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે, જ્યારે કેટલાકે બોલીવૂડમાં ચાલતા જૂથવાદ  અને નેપોટિઝમ પર ફરીથી પ્રશ્નો ઉઠાવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Puneet Issar Faced Allegations of Attempting to Kill Amitabh Bachchan During Coolie Shoot
મનોરંજન

Puneet Issar In Coolie: પુનિત ઈસ્સર પર ફૂલી ના સેટ પર અમિતાભ બચ્ચન ને પૈસા લઈને મારવાનો લાગ્યો હતો આરોપ, અભિનેતા એ સંભળાવ્યો સંઘર્ષ નો કિસ્સો

by Zalak Parikh July 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Puneet Issar In Coolie: અભિનેતા પુનીત ઈસ્સર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. 1982માં અમિતાભ બચ્ચન ની ફિલ્મ ‘કૂલી’  ના શૂટિંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને કારણે તેમને અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પુનીત ઇસ્સરે અમિતાભને ઇજા પહોંચાડવા માટે પૈસા લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Death: શેફાલી જરીવાલા નો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જણાયું તેના નિધન નું કારણ

દુર્ઘટનાને કારણે પુનીત ઇસ્સર બન્યા લોકોના નિશાન

પુનીત ઇસ્સરે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન થયેલી દુર્ઘટના એક અનિચ્છનીય ઘટના હતી, પણ લોકોમાં એવી વાતો ફેલાઈ કે તેમણે અમિતાભ બચ્ચનને ઇજા પહોંચાડવા માટે પૈસા લીધા હતા. આ અફવાઓના કારણે તેમને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા અને લોકો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા. આ દુર્ઘટના પછી પુનીત ઇસ્સરને 7-8 ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા. જીવન જીવવા માટે તેમણે સ્પીચ ક્લાસ, માર્શલ આર્ટ ટ્રેનિંગ અને નાના રોલ્સ કરવાનું શરૂ કર્યું. 1982થી 1988 સુધી તેમણે અનેક નાના કામો કર્યા.

પુનીત ઇસ્સરને ફરી સફળતા ત્યારે મળી જ્યારે તેમને ટીવી સીરીયલ ‘મહાભારત’ માં દુર્યોધન  ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા. આ રોલથી તેમની છબી ફરીથી મજબૂત બની અને લોકોના દિલમાં સ્થાન મળ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Paresh Rawal Confirms Return as Babu Bhaiya in Hera Pheri 3 Controversy Resolved
મનોરંજન

Paresh Rawal Hera Pheri 3: શું અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ના વિવાદ નો આવ્યો અંત? બાબુ ભૈયા એ હેરા ફેરી 3 માં પોતાની વાપસી ને લઈને કર્યો ખુલાસો

by Zalak Parikh June 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Paresh Rawal Hera Pheri 3: હાલમાં ચર્ચામાં રહેલી બોલીવૂડ  ફિલ્મ ‘હેરા ફેરી 3’ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું  છે. અભિનેતા પરેશ રાવલ એ પુષ્ટિ કરી છે કે તેઓ ફરીથી બાબુ ભૈયા ના પાત્રમાં જોવા મળશે. અગાઉ એવી અફવાઓ હતી કે તેમણે ફિલ્મમાંથી પીછેહઠ કરી છે અને અક્ષય કુમાર એ તેમને નોટિસ મોકલી છે. હવે પરેશ રાવલે સ્પષ્ટતા કરી છે કે બધું ઠીક થઈ ગયું છે અને તેઓ ફિલ્મનો ભાગ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: ‘સિતારે જમીન પર’ જોઈને શશિ થરૂર થયા ભાવુક, આમિર ખાન ની ફિલ્મ ની પ્રશંસા માં કહી આવી વાત

પરેશ રાવલે પોડકાસ્ટમાં કરી પુષ્ટિ

પરેશ રાવલે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે “હવે કોઈ વિવાદ નથી. દર્શકો માટે જવાબદારી છે કે તેમને શ્રેષ્ઠ આપવું જોઈએ.” તેમણે કહ્યું કે ‘હેરા ફેરી’ જેવી લોકપ્રિય ફિલ્મ માટે દરેક કલાકારને એકસાથે આવીને શ્રમ કરવો જોઈએ.’હેરા ફેરી’ સિરીઝની સફળતા પાછળ રાજૂ (અક્ષય), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુ ભૈયા (પરેશ રાવલ)ની ત્રિપુટી છે. દર્શકો આ ત્રણ પાત્રોને ફરીથી સાથે જોવા માટે ઉત્સુક છે. પરેશ રાવલેકહ્યું કે “અક્ષય, સુનીલ અને હું વર્ષોથી મિત્ર છીએ અને હવે ફરીથી સાથે કામ કરવા માટે તૈયાર છીએ.”

Exclusive : Babu Rao aka @SirPareshRawal confirmed that #HeraPheri3 is going to happen for sure !!

Can’t wait for the internet blast 🔥🏌🏻 #AkshayKumar pic.twitter.com/ThZosRxZeQ

— Kapil`ॐ (@iAKsSaviour) June 29, 2025

‘હેરા ફેરી’નો પહેલો ભાગ 2000માં આવ્યો હતો અને તેને દર્શકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. 2006માં ‘ફિર હેરા ફેરી’ આવી અને હવે ત્રીજો ભાગ આવી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rupali Ganguly Slams Fawad Khan Over His Comment on Operation Sindoor
મનોરંજન

Rupali Ganguly: ફવાદ ખાન પર ટીવી ની અનુપમા એ કર્યો આક્રમક પ્રહાર, અભિનેતા ને ખરી ખોટી સંભળાવતી જોવા મળી રૂપાલી ગાંગુલી

by Zalak Parikh May 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’ થી જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન  પર આક્રમક પ્રહાર કર્યો છે. ફવાદ ખાન દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ ને “શરમજનક હુમલો” કહેનાર નિવેદન આપ્યા બાદ રૂપાલીએ ટ્વીટ કરીને કહ્યું કે “તમારું ભારતીય ફિલ્મોમાં કામ કરવું પણ અમારા માટે શરમજનક હતું.”

આ સમાચાર પણ વાંચો: India Pakistan War: “માધુરી દીક્ષિત આપો તો કાશ્મીર છોડીએ!” પાકિસ્તાની સૈનિકો ની અજીબ માંગ ફરી બની ચર્ચાનો વિષય,જાણો વિગતે

રૂપાલી ગાંગુલીનો કડક પ્રતિસાદ

રૂપાલી ગાંગુલી એ ફવાદ ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું કે, “તમારું ભારતીય ફિલ્મોમાં કામ કરવું પણ શરમજનક હતું.” આ ટ્વીટને ઘણા યુઝર્સે સમર્થન આપ્યું છે અને ફવાદ ખાન સહિત અન્ય પાકિસ્તાની કલાકારોની ટીકા કરી છે.

You working in Indian films was
also ‘shameful’ for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t

— Rupali Ganguly (@TheRupali) May 7, 2025

ફવાદ ખાન, જેણે ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે આ હુમલાને “શરમજનક” ગણાવ્યો હતો. આ નિવેદન બાદ ભારતના સોશિયલ મીડિયા યુઝર્સે તેને ઘેરી લીધો છે.ફવાદ ખાન સિવાય મહિરા ખાન, હનિયા આમિર અને સજલ અલી જેવા કલાકારોએ પણ ભારતના આતંકી ઠેકાણાઓ પરના હુમલાને “કાયરતાપૂર્ણ” ગણાવ્યો હતો. આ નિવેદનો બાદ ભારતના નેટિઝન્સે આ કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ભારે વિરોધ નોંધાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amid Abir Gulaal Boycott Vaani Kapoor Reacts to Pahalgam Attack
મનોરંજન

Pahalgam Terror Attack: અબીર-ગુલાલના વિરોધ વચ્ચે ફવાદ ખાન બાદ હવે વાણી કપૂરની પોસ્ટ થઇ વાયરલ, આતંકવાદી હુમલા ને લઈને કહી આવી વાત

by Zalak Parikh April 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack: પહલગામ માં થયેલા આતંકી હુમલાએ દેશભરમાં શોક અને ગુસ્સો ફેલાવ્યો છે. આ ઘટનાને પગલે વાણી કપૂર અને ફવાદ ખાન ની ફિલ્મ ‘અબીર ગુલાલ’ વિવાદમાં આવી છે.પહલગામ માં થયેલા હુમલા બાદ ફવાદ ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો હવે વાણી કપૂરે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આ સમાચાર પણ વાંચો: Pahalgam Attack: પહેલગામ પર થયેલા આતંકી હુમલા ની રાતે અમિતાભ બચ્ચન એ કર્યું એવું ટ્વીટ બિગ બી થઇ રહ્યા છે ટ્રોલ

વાણી કપૂરની પ્રતિક્રિયા

વાણી કપૂરએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, “પહલગામમાં થયેલા આ અમાનવીય (Inhuman) હુમલાની ખબર સાંભળીને હું સુન્ન (Numb) થઈ ગઈ છું. પીડિતો અને તેમના પરિવારજનો માટે મારી પ્રાર્થનાઓ છે.”

આ હુમલાને પગલે ‘અબીર ગુલાલ’ ફિલ્મના બાયકોટ માટે સોશિયલ મીડિયા પર માંગ ઉઠી છે. લોકો પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં સ્થાન આપવાના વિરોધમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક