• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bollywood film - Page 2
Tag:

bollywood film

મનોરંજન

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ફૂલ્યો-ફાલ્યો છે પુસ્તકો પર થી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ-જાણો કયા ઓથર ની બુક પર થી કઈ ફિલ્મો બની ચુકી છે જે રહી છે સુપરહિટ

by Dr. Mayur Parikh August 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ફિલ્મ મેકર્સ ખ્યાતનામ લેખકોની બૂક્સ(Novels) પર અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે અને પુસ્તકો પરથી બનેલી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ(box office) પર સફળ રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત બેસ્ટ સેલર લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડેઃ ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ્‌સ’ પરથી બે દાયકા અગાઉ બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી થઈ હતી અને આજે પણ આ ફિલ્મ ક્રિટીક્સના લિસ્ટમાં (critics list)ટોપ પર છે.આ સાથે જ, યંગસ્ટર્સના ફેવરેટ એવા ચેતન ભગત ઉપરાંત, હરિન્દર સિક્કા, સચિન કુંડલકર, અનુજા ચૌહાણ જેવા લેખકોના વિવિધ વિષયો પર લખાયેલ પુસ્તકો (books)પર ફિલ્મો બની ચૂકી છે. 

આજના યંગસ્ટર્સ  ડિજિટલ ટેક્નોલોજી(digital technology) તરફ વળ્યા છે અને ધીરે-ધીરે પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. સારા અને ઈન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ(interesting subject) પર લખાયેલ પુસ્તકોને પોતાની શૈલીમાં મોટા પડદે રજૂ કરવા માટે ફિલ્મ મેકર્સ હંમેશા ઉત્સુક હોય છે. લેખકો અને ડિરેક્ટર્સ આવા પુસ્તકો લઈને પ્રોડ્યુસર્સ (producers)પાસે પહોંચે છે અને તેમને પુસ્તક પરથી ફિલ્મ બનાવવા માટે મનાવે છે. એક ફિલ્મના મેકિંગ અને તેની રિલીઝ ઉપરાંત, પુસ્તકના રાઈટ્‌સ(book rights) ખરીદવા માટે લેખકોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને પ્રોડ્યુસર્સ પણ હસી ખુશીથી કરોડો રૂપિયા ચૂકવી પુસ્તકની સ્ટોરી પર ફિલ્મ બનાવે છે. 

આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા પછી આમિરને બીજો ફટકો- હવે આ ફિલ્મ પડતી મુકાઈ

બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો, આલિયાની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Mumbai mafia queens) પરથી તૈયાર થઈ હતી. આ ઉપરાંત, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘પોનીયિન સેલવાન’, ‘રાઝી’ (calling sehmat) જેવી ફિલ્મો પુસ્તકના સ્ક્રિન રૂપાંતરણના બેસ્ટ ઉદાહરણ છે. ચેતન ભગતની નોવેલ પરથી  ‘૨ સ્ટેટ્‌સઃ ધ સ્ટોરી ઓફ માય મેરેજ’ (2 states), ‘૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ (Kai po chhe!), ‘ફાઈવ પોઈન્ટ સમવન’ જેવી ફિલ્મોએ ઓડિયન્સને એન્ટરટેઈન કર્યા છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ઉપરાંત,  ૩ ઈડિયટ્‌સ, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘શૂટઆઉટ એટ વડાલા’,  ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘પીંજારા’, ‘ ધ ઝોયા ફેક્ટર’  જેવી ખ્યાતનામ ફિલ્મો પાછળ સફળ લેખકના સફળ પુસ્તકો જ છે.

August 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ભૂલ ભુલૈયા 3થી કિયારા અડવાણીનું પત્તુ થયું કટ- હવે કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં જોવા મળશે આ હસીના-બજેટ પણ થઇ ગયું ડબલ

by Dr. Mayur Parikh August 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર(Bollywood star) કાર્તિક આર્યન(Kartik Aaryan) અને કિયારા અડવાણીની(Kiara Advani) તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ (Bhool Bhulaiyaa 2) બ્લોક બસ્ટર(Block Buster) સાબિત થઈ હતી. અક્ષય(Akshay kumar) જેવા મોટા સ્ટાર્સની, બિગ બજેટ ફિલ્મોની(Big budget movies) સામે પણ ભૂલ ભુલૈયા ૨ અડીખમ રહી હતી. તેથી સ્વાભાવિક પણે ફિલ્મના મેકર્સ(Film makers) ત્રીજો પાર્ટ બનાવે તેવી શક્યતા છે. તેમાં લીડ રોલ(Lead role) માટે કાર્તિક આર્યન નક્કી છે, પરંતુ લીડ એક્ટ્રેસ બાબતે અસમંજસ ચાલી રહી છે. 

ફિલ્મના મેકર્સે કિયારા અડવાણીના બદલે દીપિકા પાદુકોણ(Deepika Padukone) પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે. સેકન્ડ પાર્ટ હિટ રહેતાં જ ફિલ્મ મેકર્સે ત્રીજા પાર્ટની તૈયારી શરૂ કરી દીધી છે. નવા અંદાજ અને નવી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવાનો પ્લાન છે અને તેમાં કાર્તિક આર્યનનો લીડ રોલ પાકો છે. 

આ સમાચાર પણ વાંચો : સાડી લૂકમાં તમન્નાનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર- પરફેક્ટ ફિગર કર્યું ફ્લોન્ટ- જુઓ ફોટોગ્રાફ્સ

ભૂલ ભુલૈયા ૨ને ૯૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, જ્યારે ત્રીજા પાર્ટ માટે રૂ.૧૪૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી છે. ત્રીજા પાર્ટમાં દીપિકા પાદુકોણને લેવાય તેવી શક્યતા છે. દીપિકા અને ફિલ્મના મેકર્સ દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ (Official Announcement) થઈ નથી. દીપિકા અને કાર્તિકની જોડી પહેલી વખત સાથે જોવા મળે તેવી શક્યતા છે. કિયારા અડવાણીના હાથમાંથી ફિલ્મ આંચકી લેવામાં દીપિકા સક્સેસ રહે તેવા પૂરા ચાન્સીસ છે.

August 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને રેખાની(Rekha) જોડી પહેલી વખત દુલાલ ગુહાની(Dulal Guha) ફિલ્મ(Bollywood film) દો અનજાને(Do Anjane) (૧૯૭૬)માં જાેવા મળી હતી. દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી. અમિતાભ-રેખાની જાેડી હિન્દી સિનેમાના(Hindi cinema) ઈતિહાસમાં સૌથી સફળ જોડી માંની એક ગણવામાં આવી. દો અનજાને પહેલા ૧૯૭૨-૭૩માં એક ફિલ્મ બંનેએ સાથે શરૂ તો કરી હતી, પરંતુ નિર્માતા-નિર્દેશકે(Producer-Director) સાત રીલ બનાવ્યા પછી અમિતાભને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ કે તે સમયે તેમની ફિલ્મો નહોતી ચાલતી. પરિણામે તેમને ફિલ્મ માટે ફાઇનાન્સર્સ(financiers) અને ડિસ્ટ્રીબ્યુટર્સ(Distributors) નહોતા મળતા. અમિતાભને કાઢીને બીજા એક્ટરને લેવામાં આવ્યો અને ફિલ્મ બનીને રિલીઝ થઈ. 

આ સમાચાર પણ વાંચો :  રાષ્ટ્રપતિ ભવનમાં બે સુપરસ્ટાર એક મેકને મળ્યા-ફોટોગ્રાફ વાયરલ

અમિતાભ-રેખાને લઈને શરૂઆતમાં આ ફિલ્મનું નામ હતું અપના પરાયા. એક મહિના સુધી ફિલ્મનું શૂટિંગ(Film shooting) ચાલ્યું, પરંતુ મહિના પછી ફિલ્મના ડાયરેક્ટર કુંદન કુમાર(Kundan Kumar) અને નિર્માતા જીએમ રોશને(GM Roshan) અમિતાભને કાઢીને સંજય ખાનને(Sanjay Khan) લઈ લીધા હતા. જો કે તેનાથી નિર્માતાને નુકસાન થયું હતું. આ મામલામાં ડાયરેક્ટર કુંદન કુમારનું કહેવું હતું કે, અમિતાભની સતત ફ્લોપ ફિલ્મોના કારણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મ ખરીદવા માટે તૈયાર નહોતો. એવામાં નિર્માતાએ વધારે જોખમ ન લેતા શૂટિંગ બંધ કરી દીધું. અમિતાભની જગ્યાએ સંજય ખાનને લીધા પછી નિર્માતા-નિર્દેશકને ફિલ્મનું નામ બદલીને દુનિયા કા મેલા કરી દીધું. 

કિસ્મતનો ખેલ તો જુઓ જે ફિલ્મમાં અમિતાભની જગ્યાએ સંજય ખાને લીધી હતી, તે ફ્લોપ થઈ ગઈ અને તે સમયે અમિતાભની જંજીર(Zanjeer) સુપર ડુપર હિટ(Super duper hit) સાબિત થઈ. ૧૯૭૩માં રિલીઝ થયેલી જંજીરે અમિતાભને રાતોરાત સુપસ્ટાર બનાવી દીધા હતા. તેના પછી તેમને એંગ્રી યંગ મેનની નામ મળ્યું. તેના પછી અમિતાભની પાસે ફિલ્મોની લાઈન લાગી. જ્યારે દુનિયા કા મેલા આવતા વર્ષે ૧૯૭૪માં થિયેટરોમાં આવી હતી. પરંતુ દર્શકો તેને જાેવા ન ગયા. અમિતાભ પછી અને સંજય ખાન પહેલા આ ફિલ્મ નવીન નિશ્ચલને ઓફર કરવામાં આવી હતી. જે તે સમયે મોટા સ્ટાર હતા. પરંતુ તેમણે એવું કહીને ના પાડી કે સ્ટ્રગલિંગ એક્ટરે છોડેલી ફિલ્મ સહી નહીં કરું. 

અમિતાભ જ્યારે અપના પરાયાનું શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમિતાભ અને રેખા પર એક ગીતનું શૂટિંગ થઈ ગયું હતું. ગીતના શબ્દો હતા, તૌબા તૌબા. જ્યારે સંજય ખાન આ ફિલ્મમાં આવ્યા તો તેમન પર પણ રેખાની સાથે આ ગીત શૂટ થયું. યુટ્યુબ પર આજે પણ આ ગીત છે.

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે ઘણી ફિલ્મો નો હિસ્સો-જાણો તે ફિલ્મો વિશે

by Dr. Mayur Parikh July 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC) ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’(Munmun Dutta)નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે. શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જાેવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની (Jethalal)સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જાેવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે.

બબીતાજીની(Babitaji) ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જાેઈ છે, પરંતુ શું તમે જાણો છો કે ‘તારક મહેતા કા’ શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં (film)પણ જાેવા મળી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ ૨૦૦૫માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૬માં આવી હતી. વર્ષ ૨૦૧૮માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’માં કામ કર્યું હતું. આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ છે. 

આ સમાચાર પણ વાંચો : જેઠાલાલ થી લઇ ને બાપુજી સુધી 14 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે શોની કાસ્ટ -તમે જોઈને હેરાન થઈ જશો-જુઓ ફોટોગ્રાફ્સ

મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’(Hum sab barati) શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જાેશી પણ હતો. જાે કે, મુનમુન વર્ષ ૨૦૦૮થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ બની હતી.

July 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શહેનાઝ ગિલ ના હાથ લાગ્યો બોલિવૂડનો બીજો મોટો પ્રોજેક્ટ-ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગજ કલાકારો સાથે શેર કરશે સ્ક્રીન

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિયાલિટી શો બિગ બોસ(Reality show Bigg Boss) 13  નો હિસ્સો રહી ચુકેલી શહેનાઝ ગીલ(Shehnaaz Gill) દરેકની ફેવરિટ બની ગઈ છે. પંજાબી ફિલ્મોથી(Punjabi film) લઈને બોલિવૂડ અને ટેલિવિઝન શો(television show) સુધી, તે દરેક જગ્યા એ પોતાની છાપ છોડી રહી છે. પંજાબની કેટરિના કૈફ( Katrina kaif) તરીકે જાણીતી શહેનાઝ ગિલ ટૂંક સમયમાં જ સલમાન ખાનની(Salman khan) ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ (Kabhi Eid Kabhi Diwali) થી બોલીવુડમાં પ્રવેશ કરશે, જેમાં પૂજા હેગડે(Pooja hegde) અને જસ્સી ગિલ(Jassie gill) પણ છે. હવે જો સમાચારોનું માનીએ તો શહનાઝે વધુ એક બોલિવૂડ ફિલ્મ સાઈન કરી છે.

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, શહેનાઝ ગિલે રિયા કપૂર(Rhea Kapoor) સાથે તેની બીજી બોલિવૂડ ફિલ્મ(bollywood film) સાઈન કરી છે, જે તેના પતિ કરણ બુલાની(Karan Boolani) દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલનો એવો પણ દાવો છે કે શહનાઝ સિવાય અનિલ કપૂર(Anil kapoor) અને ભૂમિ પેડનેકર(bhumi pedndekar) પણ આ ફિલ્મમાં હશે.અહેવાલ મુજબ, “રિયાની અગાઉની ફિલ્મ વીરે દી વેડિંગ (2018)ની જેમ, તેની આગામી ફિલ્મમાં પણ મહિલા પ્રધાન થીમ(women empowerment) છે. શહેનાઝ ફિલ્મની કાસ્ટમાં જોડાવા માટે નવીનતમ છે, જે આ મહિનાના અંત સુધીમાં ફ્લોર પર જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શહનાઝ એક અલગ જ અવતારમાં જોવા મળશે.જોકે, શહનાઝ અને રિયાના પક્ષ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : શું સબા આઝાદ સાથે લગ્ન કરશે રિતિક રોશન-અભિનેતા ના બીજા લગ્ન પર આ વ્યક્તિએ કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે શહેનાઝે  2015ના મ્યુઝિક વીડિયોથી મોડલિંગ કરિયરની (modeling career)શરૂઆત કરી હતી.‘બિગ બોસ 13’ (Bigg boss 13)પછી અભિનેત્રી ખૂબ જ લોકપ્રિય બની હતી. શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ(fan following) પણ વધી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલીવુડમાં ફરી કોરોનાની એન્ટ્રી- આ એક્ટર બીજી વખત આવ્યો કોરોનાની ઝપેટમાં- ચાહકો ચિંતામાં

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

ફિલ્મ(Film) 'ભૂલ-ભૂલૈયા-2'ની(Bhool Bhulaiya-2) સફળતાની ઉજવણી કરી રહેલા અભિનેતા(Bollywood Actor) કાર્તિક આર્યન(Kartik Aaryan) કોરોના સંક્રમિત(Covid19 positive) થયો છે. 

અભિનેતાએ સોશિયલ મીડિયા પોસ્ટ(Social media post) દ્વારા આ માહિતી આપી છે. 

તેણે ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા તરફ ઈશારો કરતા કેપ્શનમાં લખ્યું – 'બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોરોના બાકી રહી ગયો'તો.' 

હવે યુઝર્સ(Users) અભિનેતાની પોસ્ટ પર કોમેન્ટ(Comments) કરીને તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે.

નોંધનીય છે કે માર્ચ 2021માં પણ અભિનેતા કોરોના સંક્રમિત થયો હતો.

આ સમાચાર પણ વાંચો : રિયા ચક્રવર્તીને લાગ્યો મોટો ઝટકો-કોર્ટની પરવાનગી મળ્યા બાદ પણ અબુધાબી જવાનું તૂટી ગયું તેનું સપનું

View this post on Instagram

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

જેમના નામથી મોટાઓના ધોતિયા ઢીલા પડી જાય છે તેવા ભારતના ગૃહમંત્રી હુકુમ અમિત શાહ પણ પોતાના ઘરના ગૃહમંત્રીને હુકુમ કહી સંબોધે છે-જાણો પૃથ્વીરાજ ચવ્હાણ ફિલ્મ સમયે થયેલો કિસ્સો  જાણો વિગતે

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

તાજેતરમાં બોલિવૂડના અભિનેતા(Bollywood actor) અક્ષય કુમારે(Akshay Kumar) કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ(Amit Shah) માટે તેમની ફિલ્મ `સમ્રાટ પૃથ્વીરાજ`(Samrat Prithviraj) માટે દિલ્હીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ(Special screening) યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ તેમની પત્ની અને સહપરિવારને લઈને ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની પત્નીને “હુકુમ” કહીને સંબોધતા સૌના મો પર હાસ્ય છવાઈ ગયું હતું.

બન્યું એવુ કે ફિલ્મ જોયા બાદ અમિત શાહ પરિવાર સાથે બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ તેમની પત્નીને `હુકુમ` કહી સંબોધ્યા હતા. તેથી વાતાવરણમાં રમૂજ છવાઈ ગઈ હતી.  ફિલ્મ જોયા પછી ગૃહ પ્રધાન ચાણક્ય સિનેમા હોલની(Chanakya Cinema Hall) બહાર જવા લાગ્યા ત્યારે તેમની પત્ની સોનલ શાહ બહાર જવાના રસ્તાને લઈને થોડા મૂંઝવાઈ ગયા હતા. તેમને કઈ બાજુ બહાર જવું છે તેની સમજ પડી નહોતી. તેથી ખુદ અમિત શાહે પત્નીને રસ્તો બતાવતા કહ્યું હતું કે ચલીયે હુકુમ. આ સાંભળીને સોનલ શાહ(Sonal Shah) અને થિયેટરમાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

આ ફિલ્મ જોતી વખતે અમિત શાહે કહ્યું હતું કે આ ફિલ્મ ખરેખર મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ(Empowerment) કરવાની ભારતીય સંસ્કૃતિને(Indian culture) દર્શાવે છે. આ ફિલ્મમાં રાજકીય શક્તિ(political power) અને સ્વતંત્રતાનું ખૂબ જ મજબૂત નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે મધ્યયુગીન યુગમાં મહિલાઓએ માણ્યું હતું. 
 

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફિલ્મમાં જયેશભાઈનું પાત્ર ભજવવા માટે ચાર્લી ચેપ્લિન મારા પ્રેરણારૂપ બન્યા: રણવીર સિંહ

by Dr. Mayur Parikh May 5, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અભિનેતા રણવીર સિંહની(Ranveer singh) આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'(Jayeshbhai jordar) આ મહિને રિલીઝ માટે તૈયાર છે. ટ્રેલર જોઈને કહી શકાય કે રણવીર સિંહે ફરી એકવાર પોતાનું પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મમાં તેણે એક સામાન્ય ગુજરાતી છોકરા નું પાત્ર ભજવ્યું હતું. રણવીર સિંહની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો, રણવીર સિંહે આ ફિલ્મમાં તેના પાત્ર વિશે કહ્યું છે કે, તે ચાર્લી ચેપ્લિન(Charlie chaplin) અને તેના સામાજિક વ્યંગ(Social satire) થી પ્રેરિત છે. રણવીર સિંહે કહ્યું, 'જયેશભાઈ એક એવું પાત્ર છે, જેનો હિન્દી સિનેમામાં(Hindi cinema) કોઈ સંદર્ભ નથી પણ હું સામતરમાં કંઈક એવું ઈચ્છતો હતો જે પ્રેરણા આપી શકે. મારા મતે, તે ચાર્લી ચેપ્લિન જેવો છે. ચાર્લી ચેપ્લિન પાસે એક કલાકાર તરીકે પોતાની પીડા સાથે રમવાની અનોખી ક્ષમતા હતી. તે પોતાની કોમેડી દ્વારા દર્દી ને બહાર કાઢવા સક્ષમ હતા. તે હંમેશા દુઃખદ પરિસ્થિતિમાં રહેતા હતો પરંતુ તે તેનો સામનો રમૂજ દ્વારા કરતા હતા. રણવીર સિંહે વધુમાં કહ્યું કે, 'મને હંમેશા ટ્રેજિક કોમેડી પસંદ છે અને તેથી જ 'લાઈફ ઈઝ બ્યુટીફુલ'(Life is beautiful) મારી ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મ છે. રણવીર સિંહે એ પણ ખુલાસો કર્યો કે, તેણે જયેશભાઈ જાેરદારના શૂટિંગ(Film shooting) દરમિયાન ચાર્લી ચૅપ્લિન ની ભૂમિકા ભજવી હતી ત્યારે તેની વેનિટી માં તેની તસવીર હતી. રણવીર સિંહે કહ્યું, 'મેં ચાર્લી ચેપ્લિન ની ક્લોઝઅપ તસવીર જાેઈ જે ખૂબ જ ફની હતી, પરંતુ તેની આંખોમાં આંસુ હતા. જયેશભાઈ નું પાત્ર ભજવવા માટે તેઓ મારા માટે પ્રેરણારૂપ(Inspiration) બન્યા. રણવીર સિંહે વધુમાં કહ્યું કે, 'મેં આ તસવીર ચાર બાય ફોર ના પોસ્ટર બનાવીને વેનિટી વેનમાં(Vanity van) પેસ્ટ કરી હતી. આનાથી મને શૂટિંગ માટે બહાર નીકળીને પાત્ર માટે વધુ ભાવનાત્મક સંકેતો મળ્યા. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૧૩ મે ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ છે. દિવ્યાંગ ટક્કર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર(Movie trailer) લોકોને પસંદ આવ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ફિલ્મની રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ OTT પર હંગામો મચાવવા આવી રહી છે યશની ફિલ્મ KGF 2 , અધધ આટલા કરોડમાં વેચાયા રાઇટ્સ

 

May 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ભવ્ય સફળતા બાદ બનાવશે ‘આ’ ફિલ્મ, નવી ફિલ્મ પર કામ શરૂ

by Dr. Mayur Parikh April 15, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ(Vivek Agnihotri) 'કાશ્મીર ફાઇલ્સ' (kashmir files)ની ભવ્ય સફળતા બાદ હવે 'દિલ્હી ફાઇલ્સ'(Delhi files) ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

વિવેક અગ્નિહોત્રી એ હાલ માત્ર ફિલ્મનું ટાઇટલ(Title) જ જાહેર કર્યું છે. ફિલ્મની કથા અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 

આ ફિલ્મ 84 ના રમખાણો, જેએનયુ કે અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) સરકારના શાસન પછીની ઘટનાઓ અંગે હોઈ શકે છે એવી અટકળો થઈ રહી છે. 

અગ્નિહોત્રી એ સોશિયલ મીડિયા (social media post)પોસ્ટ થકી જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિન્દુઓના(Hindu) નરસંહાર અંગે જણાવવું જરૂરી હતું. ચાર વર્ષ અમે તેના પર મહેનત કરી હતી. હવે નવી ફિલ્મ નો સમય પાકી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે માત્ર 15 કરોડના બજેટમાં બનેલી 'કાશ્મીર ફાઇલ્સ' અભૂતપૂર્વ અને સ્વયંભૂ જાણ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ફિલ્મ એ 300 કરોડ થી વધુ ની કુલ કમાણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus.

It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની ટિકિટ દેખાડી દૂધ પર ડિસ્કાઉન્ટ આપવું દૂધવાળાને પડ્યું ભારે, મળ્યા ધમકીભર્યા ફોન કોલ, પોલીસમાં નોંધાવી ફરિયાદ; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

'ધ કાશ્મીર ફાઇલ્સ' ની ટિકિટ બતાવીને દૂધ પર ડિસ્કાઉન્ટ ઓફર કરનાર ડેરીના માલિક અનિલ શર્માને  ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અનિલ શર્માએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોનારા દર્શકો ફિલ્મની ટિકિટ બતાવે તો દૂધ પર 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જો કે છેલ્લા બે દિવસથી તેઓને આ બાબતે ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અનિલ શર્માએ આ બાબતે ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પંતનગર પોલીસે એનસી નોંધી વધુ તપાસ કરી રહી  છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ! મુંબઈમાં ડ્રાઈવર વગર દોડશે મેટ્રો રેલ, ગુડી પડવાથી આ બે મેટ્રો રેલ મુંબઈગરાની સેવામાં; જાણો વિગતે

ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી મુંબઈ દૂધસાગર ડેરીના માલિક અનિલ શર્માએ તેમની ડેરીની દુકાનની બહાર એક બેનર પર લખ્યું હતું કે જેણે પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ અને ટિકિટ બતાવી તેને ગાયના દૂધ પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 44 રૂપિયા પ્રતિ લિટર દૂધ 35 રૂપિયા પ્રતિ લિટર મળશે.

અનિલ શર્માના દાવા મુજબ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે આવી છૂટ આપવા પાછળ તેનો  હેતુ વધુને વધુ લોકો એ ફિલ્મ જુવે એ હતો. જો કે હવે આ જ કારણ છે કે તેને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે.

April 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક