Tag: bomb blast

  • મુંબઈ શહેર પર ખતરો : દાઉદ ગૅન્ગના સેલ આ કામ કરી રહ્યા છે

    મુંબઈ શહેર પર ખતરો : દાઉદ ગૅન્ગના સેલ આ કામ કરી રહ્યા છે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

    શુક્રવાર

    મુંબઈ શહેર પર ફરી વાર આતંકવાદીઓનો ખતરો છવાયો છે. મુંબઈમાં 1993ના બૉમ્બકાંડ જેવું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્ર ATS (ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ) દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ એક 50 વર્ષની શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઈ છે. આ શખ્સ ષડ્યંત્ર રચનારા સ્લીપર સેલનો સદસ્ય કહેવાઈ રહ્યો છે. જે પોતાની ઓળખ છુપાવી બાંદ્રામાં દરજીના વેશમાં કામ કરતો હતો.

    ગત અઠવાડિયે પકડાયેલા આ શંકાસ્પદ લોકો પાસેથી મળેલા પુરાવાના આધારે ATSએ આરોપી ઈરફાન રહેમત અલી શેખની ધરપકડ કરી છે. ઈરફાન બાંદ્રામાં ખેરવાડીની ચાલીમાં પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો અને સ્લીપર સેલ તરીકે કામ કરતો હતો. તેની પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. 

    પ્રથમ ગ્રાસે મક્ષિકા! મહિનાના પહેલા દિવસે જ જનતાને લાગ્યો મોટો ઝટકો, પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ઝીંકાયો આટલો વધારો; જાણો આજના નવા ભાવ
     

    આ સંપૂર્ણ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુપ્તચર એજન્સીની સૂચનાથી દિલ્હી પોલીસની વિશેષ ટીમે શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા હતા. એમાંથી એક મુંબઈના ધારાવીમાં રહેતો મોહમ્મદ શેખ પણ હતો. શેખ રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે તેને પકડવામાં આવ્યો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમની ગૅન્ગ સાથે જોડાયેલો છે. તેના ભાઈ અનીસ ઇબ્રાહિમના ઇશારે મુંબઈને સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું રચાઈ રહ્યું છે. મુંબઈની લોકલ ટ્રેન સહિતનાં મહત્ત્વનાં સ્થાનોનું નિરીક્ષણ આતંકવાદીઓએ કર્યું છે. 

    ત્યાર બાદ મહારાષ્ટ્ર ATSએ શોધખોળ શરૂ કરી અને જાન મોહમ્મદના સંપર્કમાં જોગેશ્વરીના રિક્ષાચાલક ઝાકીર હુસેન શેખ અને મુમ્બ્રાના ટ્યૂશન ટીચર રિઝવાન મોમિનની ધરપકડ કરી છે. આ બધાની પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ મલેશિયાથી મેળવેલા સિમ કાર્ડને આધારે પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્ક કરતા હતા.

     

  • અફઘાનિસ્તાન: બોમ્બ બ્લાસ્ટનું નિશાન તાલિબાન પોતે બન્યું, કાબુલ-જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં આટલા  લોકોના થયા મોત

    અફઘાનિસ્તાન: બોમ્બ બ્લાસ્ટનું નિશાન તાલિબાન પોતે બન્યું, કાબુલ-જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં આટલા  લોકોના થયા મોત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    અફગાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર પાછા ફરવાની સાથે દેશની હાલત બગડવાનું શરૂ થઈ ગયું છે. 

    નંગરહાર પ્રાંતનું જલાલાબાદ આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. જલાલાબાદમાં સતત બીજા દિવસે એક બસ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. 

    તાલિબાનોને નિશાન બનાવીને થયેલા આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.  તદુપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તાલિબાનનો એક ફાઈટર પણ ઘાયલ થયો છે. 

    તાલિબાનો પર આઈએસ આતંકી હુમલા કરી રહ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. 

    જોકે, આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.

    ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયા સમુદાયની રેલીમાં થયો બોમ્બ વિસ્ફોટ, આટલા લોકોના નિપજ્યા મોત, 40થી વધુ લોકો થયા ઘાયલ

    પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયા સમુદાયની રેલીમાં થયો બોમ્બ વિસ્ફોટ, આટલા લોકોના નિપજ્યા મોત, 40થી વધુ લોકો થયા ઘાયલ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

    ગુરુવાર 

    અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે.

    પ્રાપ્ત જાણકરી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો.

    આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે લગભગ 40થી વધુ લોકો ઘાયલ થયા છે. 

    હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે ભલે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસ્લિમો હંમેશા કટ્ટરવાદીઓના નિશાન રહ્યા છે. 

    કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. 

    એટલું જ નહીં સમયાંતરે કટ્ટરવાદીઓ શિયા મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક સરઘસ કાઢે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવામાં અચકાતા નથી.

    પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ, ઈમરાનખાન સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

  • પાક: રાવલપિંડી સૈન્ય જનરલ હેડક્વાર્ટર નજીક બોમ્બ બ્લાસ્ટમાં એકનું મોત,12 ઘાયલ

    પાક: રાવલપિંડી સૈન્ય જનરલ હેડક્વાર્ટર નજીક બોમ્બ બ્લાસ્ટમાં એકનું મોત,12 ઘાયલ

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    13 જુન 2020

     પાકિસ્તાનના ગિરિસન શહેર રાવલપિંડીમાં એક ભીડભર્યા બજારમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા. શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સૈન્યના જનરલ હેડક્વાર્ટરથી થોડી દૂર 2-3 કિલોગ્રામનો વજન ધરાવતા બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસ પ્રવક્તા મુજબ 'પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિસ્ફોટક પદાર્થ ઇલેક્ટ્રિક તાર સાથે જોડાયેલ હતો. બ્લાસ્ટમાં સ્થળની આસપાસની સંપત્તિને નુકસાન થયું છે. 

    કાઉન્ટર ટેરર ​​ડિપાર્ટમેન્ટ અને આર્મીના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ માટે આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે "આ વિસ્ફોટ, સંગઠિત આતંકવાદી ઓ દ્વારા કરાયો છે, પરંતુ લોકોના જીવન સાથે રમનારા લોકો કાયદામાંથી બચી શકશે નહીં.”  જોકે, હજી સુધી કોઈ જૂથે આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી….