• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - booster dose - Page 2
Tag:

booster dose

દેશ

ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં ૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે

by Dr. Mayur Parikh April 26, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai  

હાલ દેશભરમાં કોરોનાના કેસમાં(Covid case) વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(maharashtra) સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસે ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે, આ રાજ્યોમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. મદ્રાસમાં(Madras) કોરોનાના ૫૫ કેસ સામે આવ્યા છે. જેને પગલે તમિલનાડુનું(Tamilnadu) આરોગ્ય વિભાગ(Health department) પણ દોડતું થયું છે. વધતા જતા કોરોનાના કેસને કારણે હાલની સ્થિતિની સમીક્ષા કરવી કેન્દ્ર સરકારને(Central govt) આવશ્યક લાગી રહી છે. જેને પગલે હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ(PM Modi) પોતે હવે આ અંગે મોનિટરિંગ(Monitoring) શરૂ કરી દીધું છે. એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કામે લગાવ્યાં છે.

પીએમ મોદીએ ૨૭ એપ્રિલના બપોરના ૧૨ વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ(CM) સાથે એક મોટી બેઠક કરવાના છે. પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સ્થિતીની ચર્ચા કરશે અને રાજ્યોને જરુરી પગલાં ભરવાનો આદેશ આપશે.પ્રધાનમંત્રી મોદી સાથેની આ બેઠકમાં(Meeting) વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે જ કેન્દ્રની ટીમમાંથી ગૃહમંત્રી(Home minister) અમિત શાહ(Amit shah), રાજનાથ સિંહ(rajnath singh) સહિતના પીએમઓના(PMO) અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપી શકે છે. બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓનો બૂસ્ટર ડોઝ(Booster dose) મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના કેટલાક રાજ્યો દિનપ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યાં છે. અહીંના કોરોનાના કેસમાં દૈનિક વધારો આવી રહ્યો છે. ફરી એકવાર કોરોના વાયરસે ચિંતામાં વધારો કર્યો છે. થોડા સમય પહેલા સ્થિતિ લગભગ એકદમ સામાન્ય થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  વિશ્વનો સૈન્ય ખર્ચ 2.1 ખરબ ડોલરના સર્વોચ્ચ સ્તર પર, ભારત આ સ્થાને પહોંચ્યુ; જાણો વિગતે

જાેકે, ઓચિંતા કોરોનાના નવા કેસ સામે આવતા ફરી ફફડાટ ઉભો થયો છે. નવા કેસ સામે આવતાની સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. એજ કારણ છેકે, હાલ કેન્દ્ર માં બેઠકોનો દોર શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે પુરતી તકેદારી રાખવા અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે.

April 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશમાં કોરોનાએ ફરી વધાર્યુ ટેન્શન. વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાનો સાથે કરશે આ દિવસે મહત્વની બેઠક. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

વિદેશમાં ચાઈના (China)સહિત અનેક દેશોમાં કોરોનાની ચોથી લહેરે(Covid-19 fourth wave) આતંક ફેલાવ્યો છે. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના કેસ(covid cases)માં વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેથી કોરોનાની પરિસ્થિતિને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ 27 એપ્રિલના દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે એક સમીક્ષા બેઠક કરવાના છે. 

દેશમાં કોરોનાની ત્રીજી લહેર (coronavirus third wave)નિયંત્રણમાં આવતા કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. જોકે દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ધીમો વધારો થઈ રહ્યો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જણાઈ રહ્યો છે ત્યારે 27 એપ્રિલના યોજાઈ રહેલી કોવિડ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan)દેશમાં વધતા કોવિડ કેસોને લઈને એક પ્રેઝન્ટેશન આપવાના હોવાનું કહેવાય છે. આ બેઠકમાં રાજ્યનો મુખ્ય પ્રધાનની સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન(Union health minister) મનસુખ માંડવિયા અને સંબંધિત મંત્રાલયના અધિકારીઓ હાજર રહેવાના છે.

આ સમાચાર પણ વાંચો :   મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

આ બેઠકમાં કોવિડની ચોથી લહેરના આગમન અને તેને રોકવાને  લઈને ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે. એ સિવાય લોકોને બૂસ્ટર ડોઝ(booster dose) પણ મફતમાં આપવાને લઈને ચર્ચા કરવામાં આવશે એવું માનવામાં આવે છે. આ અગાઉ પણ વડા પ્રધાન કોવિડને લઈને રાજ્યનો મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી ચૂક્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં 2,593 કેસ નોંધાયા હતા. તેને પગલે દેશમાં કોવિડના દર્દીની કુલ સંખ્યા 4,25,19,479 થઈ ગઈ છે. તો હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,873 થઈ ગઈ છે.

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

માસ્ક પહેરવાને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપી દીધી આ ચેતવણી. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશ(India Covid case)માં છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દી (Covid patient)ની સંખ્યામાં ફરી વધારો થયો છે. તેથી કેન્દ્ર સરકારે(Central Govt) તેને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર(State govt)ને ફરી એલર્ટ કરી દીધા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે(Health minister Rajesh Tope)એ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બોલિટી એટલે કે ગંભીર બીમારી ધરાવતા લોકોને માસ્ક (mask)પહેરવા માટેની અપીલ કરી છે.

કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) ગુડી પડવા(Gudi Padwa)ને દિવસે કોરોનાના લગતા તમામ પ્રતિબંધ (Covid Restriction)હટાવી દીધા હતા. સાથે જ માસ્ક પહેરવો પણ મરજિયાત કરી દીધો હતો. જોકે હવે દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવું ફરી ફરજિયાત કરવામાં આવશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી હાલ માસ્ક ફરજિયાત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જયેષ્ઠ નાગરિક અને ગંભીર બીમારી ધરાવતા લોકોએ માસ્ક પહેરવું યોગ્ય રહેશે.
રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં વેક્સિનેશન(Vaccination)ને સારો રિસ્પોન્સ મળ્યો છે. બૂસ્ટર ડોઝ(Booster dose)નું પ્રમાણ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દિલ્હી(Delhi)માં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યની ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકાર(Central Govt) સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી, યુપી બાદ હવે અહીં પણ માસ્ક પહેરવું ફરજિયાત. નિયમનું ઉલ્લંઘન કરનારને થશે આટલા રૂપિયાનો દંડ

મંગળવારે રાજ્યમાં કોરોનાના માત્ર 135 દર્દી નોંધાયા હતા, જેમાંથી 85 દર્દી મુંબઈના(mumbai) હતા. એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમા(maharashtra) રોજના 60,000ની ઉપર કેસ નોંધાતા હતા અને પૂરા દેશમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ વયના લોકોને અપાશે બૂસ્ટર ડોઝ, પણ આ છે શરત… 

by Dr. Mayur Parikh April 10, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસના સંભવિત ચોથી લહેર પહેલા મહામારી સામે કેન્દ્ર સરકારે પાળ બાંધવાનું શરૂ કર્યું છે. કોરોના વેક્સિનની ઝડપ વધારવા અને હવે લોકોને નવા વેરિયન્ટ સામે પણ રક્ષણ મળી રહે તે માટે બૂસ્ટર ડોઝ આપવાની યોજના સાથે મોદી સરકાર આગળ વધી રહી છે. અહીં નોંધનીય છે કે સરકારે 18થી વધુ વયના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત શુક્રવારે કરી હતી. 

10મી એપ્રિલથી એટલે કે આજથી 18થી વધુ ઉંમરના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ મળી શકશે. જોકે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે 9 મહિનાનો સમયગાળો હોવો ફરજિયાત છે. બુસ્ટર ડોઝ માટે, તમને તે જ રસી આપવામાં આવશે જે તમે તમારા પ્રથમ અને બીજા ડોઝ તરીકે લીધી છે. ઉદાહરણ તરીકે, જો તમને તમારા પ્રથમ અને બીજા ડોઝના સમયે કોવિશિલ્ડ આપવામાં આવી હોય તો તમને કોવિશિલ્ડનો સમાન બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બૂસ્ટર ડોઝના પ્રારંભ પહેલા કોવિશિલ્ડ-કોવેક્સિનના ભાવમાં થયો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે…

ખાસ વાત એ છે કે સરકારે 18+ બૂસ્ટર ડોઝની પરવાનગી માત્ર ખાનગી વેક્સિનેશન સેન્ટરને જ આપી છે એટલે કે બૂસ્ટર ડોઝ માત્ર પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જ મેળવી શકાશે. સરકારી સેન્ટરોમાં ક્યારથી બૂસ્ટર ડોઝ લઈ શકાશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

બૂસ્ટર શોટ વિશે માહિતી આપતા, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સરકારી રોગપ્રતિરક્ષા કેન્દ્રો પર ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમની સાથે આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાનું કામ ચાલુ રહેશે અને તેમાં પહેલા કરતા વધુ ઝડપી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : કોરોના વાયરસે ફરી મોદી સરકારની ચિંતા વધારી, આ 5 રાજ્યોને કર્યા એલર્ટ અને કહ્યું કે…

હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને બાદ કરતા બાકીના લોકોએ કોવિડ -19 બુસ્ટર ડોઝ માટે ચૂકવણી કરવી પડશે. તે ખાનગી રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવશે. શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના એક ડોઝની કિંમત હવે ખાનગી હોસ્પિટલોને 225 રૂપિયા થશે. અગાઉ તે અનુક્રમે 600 રૂપિયા અને 1,200 રૂપિયા પ્રતિ ડોઝ હતી.

હાલમાં દેશમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની લગભગ ૯૬ ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે, ૧૫ વર્ષથી ઉપરની વસ્તીના લગભગ ૮૩ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. 

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બૂસ્ટર ડોઝના પ્રારંભ પહેલા કોવિશિલ્ડ-કોવેક્સિનના ભાવમાં થયો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે…

by Dr. Mayur Parikh April 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના વેક્સિન બૂસ્ટર ડોઝ શરુ થવાના એક દિવસ પહેલા કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં ઘટાડાની જાહેરાત થઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે બન્ને વેક્સિન મળશે 225 રૂપિયામાં ઘટાડો  કરવામાં આવ્યો છે.

અગાઉ બન્ને વેક્સિનના 600 રૂપિયા નક્કી કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે આવતીકાલ એટલે કે 10 એપ્રિલથી દેશમાં કોરોનાના પ્રિકોશન ડોઝનો પ્રારંભ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાઈ, ટેક્સ કલેક્શન બાદ હવે આ ટેકસ કલેકશનથી પણ થઇ મોટી આવક; અધધ આટલા કરોડની કરી કમાણી

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

18 વર્ષથી ઉપ૨ના તમામને બુસ્ટ૨ ડોઝ લેવાની છુટ, આ તારીખથી પેઈડ વેક્સીનનો થશે પ્રા૨ંભ; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં કો૨ોના કાળની વિદાય થઈ ગઈ છે અને હવે વધુ એક લહે૨ની શક્યતા નહીવત છે

આ વચ્ચે સ૨કા૨ે હવે વેક્સીનેશનના કાર્યક્રમમાં વધુ છુટછાટ આપતા 18 વર્ષથી ઉપ૨ના તમામ લોકો માટે બુસ્ટ૨ ડોઝ ઉપલબ્ધ બનાવવાની જાહે૨ાત ક૨ી છે.

જો કે તે ખાનગી વેક્સીનેશન સેન્ટ૨ મા૨ફત એટલે કે પેઈડ સેવા મા૨ફત આ બુસ્ટ૨ ડોઝ મળશે અને તા.10 એપ્રિલ 2022થી તેનો પ્રા૨ંભ થશે.

18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જેમણે બીજો ડોઝ લઇ લીધો છે અને 9 મહિના પૂર્ણ કર્યા છે તેઓ બૂસ્ટર ડોઝ મેળવી શકશે.

માનવામાં આવે છે કે બુસ્ટ૨ ડોઝ કે જે પેઈડ હશે તેની કિંમત રૂા.700 થી 800 ૨હેશે. 

આ ઉપ૨ાંત પ્રથમ બે જે વેક્સીનના ડોઝ લીધા હશે તે વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. 

આમ દેશમાં હવુે પેઈડ વેક્સીનના યુગનો પ્રા૨ભં થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર 18 વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવા અંગે વિચાર કરી રહી છે.

હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કસ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે

હાલ ભારતમાં લગભગ તમામ પુખ્ત વયના લોકો અને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોની મોટી સંખ્યામાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો. 

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ, મુંબઈ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનામાં બૂસ્ટર ડોઝ માં મોખરે, પાંચ દિવસમાં આટલા હજાર લાભાર્થીઓએ લીધો રસીનો ત્રીજો ડોઝ

by Dr. Mayur Parikh January 18, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

મંગળવાર 

મુંબઈ સહિત આખા દેશમાં10 જાન્યુઆરીથી વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 

મહારાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનામાં બૂસ્ટર ડૉઝમાં મુંબઈ મોખરે છે. 

મુંબઈમાં છેલ્લા 5 દિવસમાં કુલ 66,121 લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝ લીધો છે.

શહેરમાં અત્યાર સુધી 23,734 સ્વાસ્થ્ય કર્મચારીઓ, 27.592 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધારેની ઉંમરના 14,886 લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે.

સારા સમાચાર : ઓમિક્રોન પર આવી રહી છે પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રના આ જિલ્લામાં થઈ રહી છે તૈયારી

January 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોના સંક્રમણ સામે રસીકરણની ઝુંબેશ તેજ, મહારાષ્ટ્રના આ જિલ્લામાં અત્યાર સુધી 1000થી વધુ પોલીસ કર્મીઓને લાગ્યો કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ  

by Dr. Mayur Parikh January 15, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

શનિવાર.

ઓમિક્રોનના જોખમ વચ્ચે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 1,100થી વધુ પોલીસકર્મીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. 

આમાં મોટાભાગે પુણે શહેર, ગ્રામીણ અને પિંપરી ચિંચવડ વિસ્તારના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

આ બધાને સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અભિયાન તરીકે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. 

આરોગ્ય સંભાળ કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ થયું હતું.  

ઉલેખનીય છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ પુણેમાં નોંધાયા છે.

મુંબઈમાં પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા 48 કલાકમાં  350થી વધુ કર્મચારી થયા કોરોના સંક્રમિત; જાણો વિગતે

January 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આજથી બુસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ માટે અપોઈમેન્ટ મળવાની શરૂ, જાણો કોને મળશે આ ડોઝ

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

શનિવાર. 

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ નિભાવતા આરોગ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે ત્રીજો વેક્સિનનો ડોઝ આપવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમ જ 60થી વધુ વય ધરાવનાર લોકોને પણ ત્રીજો ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રસીકરણ ની કામગીરી આગામી 10 જાન્યુઆરી 2022થી શરૂ થશે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાની રસીના પ્રિકોશન ડોઝ માટે આજથી એટલે કે શનિવારથી અપોઈમેન્ટ નું બુકિંગ શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે પ્રિકોશન ડોઝ લેનારાને કોવિન પોર્ટલ અથવા એપના માધ્યમથી અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નથી. આ ડોઝ 10 જાન્યુઆરીથી અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. જેમણે અગાઉ રસીના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ આ ડોઝ લેવા માટે સીધી મુલાકાત લઈ શકે છે અથવા રસીકરણ કેન્દ્ર પર જઈ શકે છે.

સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત
 

આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ, બૂસ્ટર ડોઝ 9 મહિના પૂરા થયાના આધારે આપવામાં આવશે એટલે કે બીજા ડોઝની તારીખથી 39 અઠવાડિયા બાદ બૂસ્ટર ડોઝ અપાશે. પરંતુ જેઓ હાલ કોરોનાગ્રસ્ત હોય તેમને ત્રણ મહિના પછી જ ત્રીજો ડોઝ અપાશે. તેઓએ હાલ બૂસ્ટર ડોઝ નહિ મળે. 

પ્રિકોશન ડોઝ 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપવામાં આવશે, જેઓ કોમોર્બિડિટીથી પીડાતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારે કોમોર્બિડિટી અંતર્ગત આવતી 22 બીમારીનું લિસ્ટ નક્કી કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોમોર્બિડિટીવાળા 60થી વધુ ઉંમરના લોકોએ પ્રિકોશન ડોઝ લેતાં પહેલાં ડોક્ટરને કોઈ સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. જોકે આવા લોકોને ડોક્ટર પાસેથી સલાહ લેવાની ભલામણ કરવામાં આવી છે. પ્રિકોશન ડોઝ આપનાર વેક્સિન સેન્ટર્સની માહિતી કોવિન એપ પરથી લઈ શકાશે. પ્રિકોશન ડોઝ લીધા પછી તેનું સર્ટિફિકેટ પણ કોવિન એપ પરથી જ મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્રન્ટ લાઇન વર્કર અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધનમાં આની જાહેરાત કરી હતી.

મુંબઈમાં લોકડાઉન ક્યારે લાગુ પડશે? BMC કમિશનરે લોકડાઉનને લઈને કહી આ વાત; જાણો વિગત
 

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક