• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - captain
Tag:

captain

RCB captain 2025 Rajat Patidar named new Royal Challengers Bangalore skipper for IPL 2025
ક્રિકેટ

RCB captain 2025 :  IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ આ ખેલાડીને સોંપી કમાન

by kalpana Verat February 13, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

RCB captain 2025 :

  • IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો ઊંચકાઈ ગયો છે. 

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે ડેશિંગ બેટ્સમેન રજત પાટીદારને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

  • જોકે, IPL 2025 અંગે, પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે RCB ની કેપ્ટનશીપ ફરી એકવાર વિરાટ કોહલીના હાથમાં આવશે. 

  • 31 વર્ષીય રજત પાટીદાર 2021થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે.

  • IPL 2025 મેગા ઓક્શન પહેલા, રજત પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Shubman Gill Century: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ ફૂલ ફોર્મમાં, કરી એવી ધમાકેદાર બેટિંગ કે તૂટી ગયા બધા રેકોર્ડ..

🚨 𝗥𝗮𝗷𝗮𝘁 𝗠𝗮𝗻𝗼𝗵𝗮𝗿 𝗣𝗮𝘁𝗶𝗱𝗮𝗿 – 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻, 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂 🚨

The journey of self-belief. That blessed feeling. This opportunity. Hear all about it from the Man of the Hour, the calm, the balanced, and extremely likeable,… pic.twitter.com/6L5OdbmUDR

— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

February 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jasprit Bumrah Injury Jasprit Bumrah taken to hospital for scans, Virat Kohli returns as India captain in Sydney
ક્રિકેટ

Jasprit Bumrah Injury: ભારતીય ટીમની મુશ્કેલી વધી! બુમરાહને અધવચ્ચે મેચ છોડવી પડી; આ છે કારણ…

by kalpana Verat January 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Jasprit Bumrah Injury: ભારતીય ક્રિકેટ ટીમ માટે સિડની ટેસ્ટમાંથી કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. ટીમ ઈન્ડિયાનો એક્ટિંગ કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. મેચના બીજા દિવસે લંચ બાદ બોલિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલીએ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી. બુમરાહને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોવાઈ રહી છે. જો ઝડપી બોલર ફિટ થયા બાદ ટીમમાં પરત નહીં ફરે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.

Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc

— cricket.com.au (@cricketcomau) January 4, 2025

Jasprit Bumrah Injury: લંચ પછી બુમરાહ ઈજાગ્રસ્ત થયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. આ મેચમાં તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર આવ્યા, લંચ પછી બુમરાહ ઈજાગ્રસ્ત થયો અને તેને મેદાન છોડવું પડ્યું. જાણકારી અનુસાર ટીમ મેનેજમેન્ટે તેને સાવચેતીના ભાગરૂપે સ્કેનિંગ માટે મોકલ્યો છે. તે ફરીથી મેદાનમાં ઉતરશે કે નહીં તે સ્કેન બાદ જ જાણી શકાશે. તેને હોસ્પિટલ લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે.

https://twitter.com/i/status/1875380898561974447 

Jasprit Bumrah Injury:  ટેસ્ટ શ્રેણીમાં કિલર બોલિંગ કરી

બુમરાહે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં કિલર બોલિંગ કરી હતી.  તેણે અત્યાર સુધીમાં 32 વિકેટ લીધી છે, જે વર્તમાન BGTમાં સૌથી વધુ છે. તેણે સિડનીમાં બે વિકેટ પણ લીધી છે. તેણે ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનનો શિકાર કર્યો, જેમણે બે-બે રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે નિયમિત કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાં નથી રમી રહ્યો. તેના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને તેણે પાંચમી મેચમાં નહીં રમવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ વાઇસ કેપ્ટન બુમરાહને જવાબદારી મળી. તેના નેતૃત્વમાં ભારતે પર્થ ટેસ્ટ 295 રનથી જીતી હતી.

આ સમાચાર પણ વાંચો:  Rohit Sharma : રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી આઉટ, પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર, હવે કોણ કરશે કેપ્ટન્સી?

Jasprit Bumrah Injury: પહેલા પણ ઘાયલ થયા હતા

બુમરાહને પણ થોડા વર્ષો પહેલા પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની કારકિર્દી જોખમમાં આવી ગઈ હતી અને તે લાંબા વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પાછો ફર્યો હતો. તેણે સર્જરી કરાવી અને લાંબા સમય સુધી રિહેબિલિટેશન કરાવવું પડ્યું, ત્યાર બાદ જ BCCIએ તેને ફિટ જાહેર કર્યો. ઑસ્ટ્રેલિયામાં કામના ભારણને કારણે તેના પર અસર થઈ છે અને જો મુલાકાતી ટીમે ટ્રોફી જાળવી રાખવી હોય તો ટીમને તેની જરૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
T20 World Cup Taliban minister congratulates captain Rashid Khan after Afghanistan reach T20 World Cup semifinals
ક્રિકેટઆંતરરાષ્ટ્રીય

T20 World Cup :અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ તાલિબાન ઝૂમી ઉઠ્યું, વિદેશ મંત્રીએ રાશિદ ખાનને અભિનંદન પાઠવ્યા; જુઓ વિડિયો.. 

by kalpana Verat June 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

T20 World Cup : T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં મંગળવારે કિંગસ્ટાઉનમાં વરસાદ વિક્ષેપિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું. આ ઐતિહાસિક જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પ્રથમ વખત તેણે ODI કે T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે તેનો મુકાબલો 27મી જૂને દક્ષિણ આફ્રિકા સામે થશે. બીજી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

T20 World Cup : વિદેશ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

د هېواد د بهرنیو چارو وزیر ښاغلي امیر خان متقي د نړیوال جام نیمه پایلوبو ته د افغان اتلانو د لارموندنې په پار لوبډلمشر راشد خان ته مبارکي ورکړه او لوبډلې ته یې د لا زیاتو بریاو غوښتنه وکړه، د دوی بشپړې ټیلیفوني خبرې اترې دلته اورېدلی شئ. pic.twitter.com/YMz3jI6Mwe

— Afghanistan Cricket Board (@ACBofficials) June 25, 2024

અફઘાનિસ્તાનની જીતથી પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે.  આ ઐતિહાસિક જીત બાદ તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રાશિદ ખાનને અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિ અફઘાન ક્રિકેટ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જેની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

T20 World Cup : રાશિદ ખાન સાથે વીડિયો કોલ પર વાત

વિદેશ મંત્રી મુત્તાકીએ રાશિદ ખાન સાથે વીડિયો કોલ પર વાત કરી અને ટીમને અભિનંદન પાઠવ્યા. તેણે તેને બાકીની ટુર્નામેન્ટ માટે પણ શુભેચ્છા પાઠવી હતી. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં રાશિદ ખાને આ સિદ્ધિને અફઘાનિસ્તાનના યુવાનોને પ્રેરણા આપનારી સિદ્ધિ ગણાવી હતી. રાશિદે કહ્યું, “મને લાગે છે કે સેમિફાઇનલ અફઘાનિસ્તાનમાં સ્વદેશ પરત ફરેલા યુવાનો માટે એક મહાન પ્રેરણા પુરવાર થશે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે.

આ સમાચાર પણ વાંચો : Anant Radhika Wedding: મુકેશ અંબાણી મુખ્યમંત્રી શિંદેને પુત્ર અનંતના લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા, અનંત-રાધિકા પણ જોવા મળ્યા; જુઓ વિડિયો…

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાને ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ તેમજ શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં તેણે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવ્યા છે. હવે સેમીફાઈનલમાં તેની નજર દક્ષિણ આફ્રિકા સામે જીતીને ઈતિહાસ રચવા પર છે. રાશીદે કહ્યું, અમે અત્યાર સુધી આખી ટૂર્નામેન્ટમાં જે ક્રિકેટ રમ્યા છે તેના પરથી મને લાગે છે કે અમે સેમિફાઇનલમાં જવા માટે હકદાર છીએ.

June 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
India's T20 World Cup Squad No KL Rahul, Shubman Gill as Reserve. Check major exclusions from WC team
ક્રિકેટMain PostTop Post

India’s T20 World Cup Squad : T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની થઇ જાહેરાત, કોને મળી તક અને કોનું પત્તું કપાયું? જુઓ અહીં સંપૂર્ણ યાદી

by kalpana Verat April 30, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

India’s T20 World Cup Squad: BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિએ ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન રોહિત શર્મા ( Captain Rohit Sharma ) ને સોંપવામાં આવી છે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન  ( Hardik Pandya Vice captain ) હશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે. ભારત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

India’s T20 World Cup Squad : આ ખેલાડીઓને ટીમમાં તક ન મળી  

ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો બેકઅપ પ્લેયર્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

India’s T20 World Cup Squad : T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમ: 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર યાદવ ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. 

બેકઅપ પ્લેયર્સ- શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

 India’s T20 World Cup Squad :આવી છે ટીમ ઇન્ડિયા 

પાંચ બેટ્સમેન : કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વપૂર્ણ ભાગ હશે. સાથે જ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Tariq Masood Marriage: 4 પત્ની, 16 બાળકો, પાકિસ્તાની મૌલાનાએ લગ્ન ન થવા માટે PM મોદી પર ફોડ્યું ઠીકરું, કહ્યું- દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગએ, ઉનકે બચે હમે મામા કહ ગએ..

બે વિકેટકીપર  : વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024  ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.

ત્રણ ઓલરાઉન્ડર :  ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સંભાળશે. તમને જણાવી દઈએ કે IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

April 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
IPL 2024 GT vs RR Rajasthan Royals captain Sanju Samson fined ₹12 lakh for slow over rate against Gujarat Titans
IPL-2024

IPL 2024 GT vs RR : રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને હાર સાથે મોટો ઝટકો, કરી BCCIએ કાર્યવાહી, ફટકાર્યો 12 લાખનો દંડ, જાણો કારણ

by kalpana Verat April 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

IPL 2024 GT vs RR : બુધવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPLની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. સતત 4 મેચ જીત્યા બાદ રોયલ્સની આ સિઝનની પ્રથમ હાર હતી. આ હારની સાથે જ રાજસ્થાનને બેવડો ફટકો પડ્યો હતો. BCCIએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર લાખોનો દંડ ફટકાર્યો છે.

ધીમા ઓવર રેટ માટે દંડ ફટકાર્યો 

BCCIએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર ધીમી ઓવર રેટથી બોલિંગ કરવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 10 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ ફેંકવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો, IPLએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.

જણાવી દઈએ કે મેચ બાદ સેમસને મેચ રેફરીની સામે સ્લો ઓવર રેટનો ગુનો સ્વીકારી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha General Election 2024 : લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન આ તારીખે બહાર પાડવામાં આવશે.

રોયલ્સ રોમાંચક મેચ હારી ગયું

ઉલ્લેખનીય છે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2024ની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ ટીમે છેલ્લા બોલે સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચ જીતી હતી અને હવે તેને પ્રથમ હાર મળી છે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ

રાજસ્થાન રોયલ્સને તેની પાંચમી મેચમાં પ્રથમ હાર મળી હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમ હજુ પણ નંબર-1 પર છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સની છ મેચમાં આ ત્રીજી જીત હતી. શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને અટવાઈ ગઈ છે

April 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
IPL 2024 Good news for KKR team! Shreyas Iyer's captaincy again, this player will become vice captain..
ક્રિકેટ

IPL 2024: કેકેઆર ટીમ માટે સારા સમાચાર! શ્રેયસ અય્યરને ફરીથી કેપ્ટનશીપ, આ ખેલાડી બનશે વાઇસ કેપ્ટન… જાણો વિગતે..

by Bipin Mewada December 16, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

IPL 2024: શ્રેયસ અય્યર ( Shreyas Iyer ) IPL 2024માં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સની ( Kolkata Knight Riders ) કપ્તાની (  Captain ) સંભાળશે. નીતીશ રાણા ( Nitish Rana ) ટીમના વાઇસ કેપ્ટન હશે, જેમણે ગત IPL સિઝનમાં ટીમની કમાન સંભાળી હતી. ગૌતમ ગંભીરને ( Gautam Gambhir ) તાજેતરમાં કોલકાતા ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન વેંકી મૈસૂરે આ જાણકારી આપી. વેંકીએ કહ્યું, તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઈજાના કારણે IPL 2023 ચૂકી ગયો. પરંતુ અમે ખુશ છીએ કે તે કેપ્ટન તરીકે પાછો ફર્યો છે. તેણે ઈજામાંથી બહાર આવવા માટે જે રીતે મહેનત કરી છે અને તેણે જે ફોર્મ બતાવ્યું છે તે તેનું પાત્ર દર્શાવે છે.

Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO

— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023

વેંકીએ કહ્યું, ‘અમે એ માટે પણ આભારી છીએ કે નીતીશ છેલ્લી સિઝનમાં શ્રેયસનું સ્થાન લેવા માટે સંમત થયા હતા અને તેણે સારું કામ કર્યું હતું. તેમાં કોઈ શંકા નથી કે વાઈસ-કેપ્ટન તરીકે નીતિશ #TeamKKR માટે શ્રેયસને દરેક સંભવિત રીતે સમર્થન કરશે.

શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટન તરીકે પરત ફર્યો છે..

કેકેઆરના ફરીથી કેપ્ટન બનવા પર શ્રેયસ અય્યરે કહ્યું કે તે માને છે કે તેણે છેલ્લી સિઝનમાં ઘણા પડકારોનો સામનો કર્યો હતો, જેમાં ઈજાઓ પણ સામેલ હતી. શ્રેયસે કહ્યું કે નીતીશે પણ પોતાના નેતૃત્વ સાથે ખૂબ સારું કામ કર્યું છે. હું ખુશ છું કે KKRએ તેને ઉપ-કેપ્ટન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ ટીમના નેતૃત્વ જૂથને વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: વૈશ્વિક નેતા, દલાઈ લામા હવે 14મા ઘમ્મા દીક્ષા પર આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં આપશે હાજરી.. જાણો વિગતે..

ગત સિઝનમાં KKRની કપ્તાની સંભાળનાર નીતીશ રાણાએ 14 મેચમાં 31.77ની એવરેજ અને 140.96ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા, જ્યારે 3 વિકેટ પણ લીધી હતી. તે જ સમયે, શ્રેયસ અય્યરને 2022 IPL સિઝનમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રેયસે IPL 2022ની 14 મેચોમાં 30.85ની એવરેજ અને 134.56ના સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે, જે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ સંભાળશે. શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના કેપ્ટન તરીકે પરત ફર્યો છે, જ્યારે રિષભ પંત ફરીથી દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન સંભાળી શકે છે.

December 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IPL 2024 Hardik Pandya takes over as Mumbai Indians captain
ક્રિકેટ

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, રોહિત શર્માની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીને મુંબનાવ્યો ટીમનો કેપ્ટન..

by kalpana Verat December 15, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે ( Mumbai Indians ) આગામી સિઝન માટે કેપ્ટનની ( Captain ) જાહેરાત કરી દીધી છે. હવે રોહિત શર્મા નહીં પરંતુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ટીમની કમાન સંભાળશે. 19મી ડિસેમ્બરે યોજાનારી મીની હરાજી પહેલા ટીમે તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કરવામાં આવેલ આ એક મોટો ફેરફાર છે. જ્યારે IPLના સૌથી સફળ અને ફેવરિટ કેપ્ટન રોહિત શર્માને ( Rohit Sharma ) કેપ્ટનશિપ પરથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ( Gujarat Titans ) કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યાનો તાજેતરમાં મુંબઈમાં સામેલ થયો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેને ટીમની કેપ્ટનશીપ ( Captaincy ) આપવામાં આવી શકે છે.

2015માં પ્રથમ વખત MIનો ભાગ બન્યો

મહત્વનું છે કે હાર્દિક પંડ્યા વર્ષ 2015માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. ટીમે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી જ તેણે 2016માં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી. ગુજરાત ટાઇટન્સે તેને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ 2022માં ચેમ્પિયન બની હતી જ્યારે 2023ની IPLમાં રનર અપ રહી હતી. ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હોવા ઉપરાંત, હાર્દિક ભારતીય T20 ટીમનો વર્તમાન કેપ્ટન પણ છે.

આ સમાચાર પણ વાંચો :  MLA Disqualification Case: સુપ્રીમ કોર્ટ તરફથી વિધાનસભા અધ્યક્ષને રાહત, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવા માટે મળ્યો આ તારીખ સુધી સમય..

રોહિતે 163 મેચમાં કેપ્ટનશિપ કરી છે

રોહિત શર્માએ વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી, તે 10 વર્ષ સુધી ટીમનો કેપ્ટન રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે 163 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી ટીમે 91માં જીત મેળવી. તેમની કેપ્ટનશીપમાં ટીમ 5 વખત ચેમ્પિયન બની હતી.

KKRએ પણ કેપ્ટન બદલ્યો

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ( KKR ) એ પણ ગુરુવારે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. આગામી સિઝનમાં બેટ્સમેન શ્રેયસ અય્યર ફરી એકવાર ટીમની કમાન સંભાળતા જોવા મળશે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી નીતિશ રાણાના હાથમાં હશે. ઉલ્લેખનીય છે કે ગત સિઝનમાં ઐયરની ગેરહાજરીમાં નીતિશે ટીમની કમાન સંભાળી હતી. અમદાવાદમાં રમાયેલી ચોથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચ દરમિયાન શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી.

December 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs PAK : Rohit Sharma breaks Chris Gayle's record for most sixes in international
ક્રિકેટ

IND vs PAK : પાકિસ્તાન સામે રોહિત શર્માના છક્કાએ રચ્યો ઇતિહાસ, આવું કરનારો એકમાત્ર ખેલાડી બન્યો

by Hiral Meria September 11, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

IND vs PAK : એશિયા કપ 2023 (Asia Cup 2023) માં આજે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હિટમેન રોહિત શર્માએ 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.

આ ઇનિંગ દરમિયાન રોહિતે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 40થી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. છઠ્ઠી વખત રોહિતે એક કેલેન્ડર વર્ષમાં 40થી વધુ સિક્સર ફટકારી છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતે અત્યાર સુધી 41 સિક્સર ફટકારી છે.

રોહિત ક્રિસ ગેલથી આગળ નીકળ્યો

હિટમેને આ મામલે ક્રિસ ગેલ (Chris Gayle) ને પાછળ છોડી દીધો છે. રોહિતે પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં ચાર ગગનચુંબી છગ્ગા પણ ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતે વિસ્ફોટક શૈલીમાં રમતા 49 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

રોહિતે મેચની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી.

રોહિત શર્મા મેચની પહેલી જ ઓવરમાં શાહીન આફ્રિદીને સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે. હિટમેન પહેલા કોઈ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો. આફ્રિદીએ રોહિતના પગ પર બોલ ફેંક્યો, જેનો ભારતીય કેપ્ટને પૂરો ફાયદો ઉઠાવ્યો. રોહિતે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લેગ સાઇડ પર ફ્લિક કર્યો.

આ સમાચાર પણ વાંચો : Share Market : શ્રાવણનો અંતિમ સોમવાર શેરબજારને ફળ્યો, શેરમાર્કેટએ બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, રોકાણકારો માલામાલ

ગિલે પણ સારી ઇનિંગ રમી હતી

રોહિત શર્માની સાથે તેના પાર્ટનર શુભમન ગિલ (Shubhaman Gill) નું બેટ પણ જોરથી બોલ્યું હતું. ગિલે પણ બીજા છેડેથી આક્રમક વલણ દર્શાવ્યું હતું. ગિલ 52 બોલનો સામનો કરીને 58 રન બનાવીને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. જમણા હાથના બેટ્સમેને પોતાની ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

September 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asia Cup 2023 points table: India eyes Super 4 qualification with win over Nepal
ક્રિકેટ

Captain of team India : હાર્દિક પંડ્યા નહીં, આયર્લેન્ડ પ્રવાસ પર આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!

by Dr. Mayur Parikh July 26, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Captain of team India  : ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ત્રણ વનડે રમશે. આ પછી ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી ટીમ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે અને ટીમ ઈન્ડિયાની કમાન નવા ખેલાડીને સોંપવામાં આવી શકે છે. હવે આ અંગે મોટી માહિતી સામે આવી છે.

ટીમને મળી શકે છે નવો કેપ્ટન

ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 18, 20 અને 23 ઓગસ્ટે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે, પરંતુ હવે કેપ્ટનને લઈને થોડી સમસ્યાઓ ચાલી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એશિયા કપની તૈયારી માટે બેંગલુરુમાં એક અઠવાડિયાના કેમ્પનું સૂચન કર્યું છે, જે 24-25 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે. એશિયા કપ 2023માં ભારત તેની પ્રથમ મેચ 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. કોચ દ્રવિડ ઈચ્છે છે કે એશિયા કપ માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લે. હાર્દિક પંડ્યા એશિયા કપમાં રમવા માટે તૈયાર છે, તેથી તે તૈયારી માટે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં હાજરી આપશે અને તેને આયર્લેન્ડ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Bhelpuri : નાની-મોટી ભૂખ સંતોષશે ચટપટી ભેલપુરી, જાણો તેને બનાવવાની સરળ રીત

આ ખેલાડી બની શકે છે કેપ્ટન

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે છેલ્લા એક વર્ષથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ તે ઝડપથી ફિટ થઈ રહ્યો છે અને આયર્લેન્ડ શ્રેણીમાં તેના રમવાની તમામ શક્યતાઓ છે. એક અહેવાલ અનુસાર તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ટી-20 મેચમાં તેને ટેસ્ટ કરવા માંગે છે. બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાં ઈંગ્લેન્ડ સામે ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

July 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aaron Finch announces retirement from T20Is, ends Australia career
ખેલ વિશ્વ

ગાળ બોલીને ફસાયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન- હવે ટી-20 વર્લ્ડકપની બહાર થવાનો ખતરો

by Dr. Mayur Parikh October 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડકપ(T-20 World Cup) પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ(Australia and England) વચ્ચે સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન(Captain of Australia) એરોન ફિંચે(Aaron Finch) કઇક એવુ કહી દીધુ જે સ્ટમ્પ માઇક(Stump Mike) પર રેકોર્ડ થઇ ગયુ હતુ. હવે આઇસીસી(ICC) દ્વારા તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના પર વર્લ્ડકપની(World Cup) બહાર થવાનો ખતરો છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ પર્થમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં અપશબ્દ કહેવાને (Swearing) લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ પર દંડ ફટકારવામાં આવ્યો છે. એરોન ફિંચને આઇસીસી નિયમના ઉલ્લંઘન(rule violation) કરવાનો દોષી માનવામાં આવ્યો છે. આઇસીસી દ્વારા નિવેદન અનુસાર, ઇંગ્લેન્ડની ઇનિંગની 9મી ઓવરમાં એરોન ફિંચે કઇક એવુ કહ્યુ કે જે સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થઇ ગયુ હતુ. આ કારણે એરોન ફિંચને આઇસીસી કોડ ઓફ કંડક્ટ આર્ટિકલ 2.3 ઉલ્લંઘનનો દોષી ગણવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક

એરોન ફિંચે આ આરોપોને સ્વીકાર કરી લીધા છે અને તેને લઇને તેના અનુશાસન રેકોર્ડમાં એક પોઇન્ટ નોંધાઇ ગયો છે. જો તે આ રીતનું કોઇ કામ કરે છે તો તેની પર એક્શન લેવામાં આવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે બે વર્ષમાં એરોન ફિંચ દ્વારા કરવામાં આવેલુ આ પ્રથમ ઓફેન્સ છે પરંતુ હજુ પણ તેની પર ખતરો છે. કારણ કે આઇસીસીના નિયમ અનુસાર જો કોઈ ખેલાડીએ અનુશાસનના રેકોર્ડમાં ચાર પોઇન્ટ કાપી લેવામાં આવે છે તો તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. જો એરોન ફિંચ ફરી આવી ભૂલ કરે છે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી સીરિઝ અથવા ટી-20 વર્લ્ડકપની પણ બહાર થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં 2 ટી-20 મેચ બાકી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ મેચ ગુમાવી ચુકી છે. એરોન ફિંચ જ ટીમ ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન આગેવાની કરશે. 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.

October 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક