• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ceo
Tag:

ceo

Ghibli Art Studio ghibli image generation request reaches 10 lakh in an hour in chatgpt says ceo sam altman
ગેઝેટ

Ghibli Art Studio : ગીબલી ઇફેક્ટ ફોટો જનરેટ કરવાનો ક્રેઝ આસમાને, એક કલાકમાં 10 લાખ નવા લોકો આવ્યા…

by kalpana Verat April 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ghibli Art Studio : ઓપન એઆઈએ તાજેતરમાં તેના ગ્રાહકો માટે એનિમેટેડ ઇમેજ જનરેશન રજૂ કર્યું છે. જો તમે ચેટ GPT પર ફોટો પોસ્ટ કરો છો, તો આ સોફ્ટવેર ગીબલી સ્ટુડિયો આર્ટની મદદથી તરત જ તમારો એનિમેટેડ ફોટો બનાવે છે. આ સુવિધા શરૂઆતમાં ચેટ જીપીટી દ્વારા મફતમાં આપવામાં આવે છે. કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરમાં ટ્વીટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. ઓલ્ટમેને પોતે હવે ખુલાસો કર્યો છે કે આ નવી સુવિધાને કારણે ચેટ જીપીટીએ એક કલાકમાં 1 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે.  

Ghibli Art Studio :એક કલાકમાં 10 લાખ નવા લોકો આવ્યા. 

ઓલ્ટમેને ટ્વિટર પર કહ્યું ચેટ જીપીટી 26 મહિના પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. અમને તાજેતરમાં અમારા સમયનો સૌથી રોમાંચક અને મનોરંજક અનુભવ થયો. એક કલાકમાં ચેટ જીપીટી પર 10 લાખ નવા લોકો આવ્યા. તેમણે અમારી સભ્યપદ સ્વીકારી લીધી છે.  આ સ્પષ્ટપણે ઇમેજ જનરેશન સોફ્ટવેરને કારણે છે, 

Ghibli Art Studio : સોફ્ટવેરનો વ્યાપારી ઉપયોગ પણ શક્ય

સેમ ઓલ્ટમેનની પ્રોફાઇલ પર ગીબલી આર્ટ દ્વારા બનાવેલ એનિમેટેડ ચહેરો પણ છે. આ સોફ્ટવેરનો વ્યાપારી ઉપયોગ પણ શક્ય છે. કારણ કે, આ સોફ્ટવેર તમને જોઈતી છબી બનાવી શકે છે. શરૂઆતમાં, ઓપન એઆઈએ આ સુવિધા ફક્ત પેઇડ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરાવી હતી. જોકે, પ્રો ગ્રાહકોએ આ સુવિધા અપનાવ્યા પછી, ઓપન એઆઈ કંપનીએ તેને દરેક માટે ઉપલબ્ધ કરાવ્યું.

 

it’s super fun seeing people love images in chatgpt.

but our GPUs are melting.

we are going to temporarily introduce some rate limits while we work on making it more efficient. hopefully won’t be long!

chatgpt free tier will get 3 generations per day soon.

— Sam Altman (@sama) March 27, 2025

જણાવી દઈએ કે આ સુવિધા 29 માર્ચે લોન્ચ કરવામાં આવી હતી અને હવે તે દરેક માટે મફતમાં ઉપલબ્ધ છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર સ્ટુડિયો ગીબલીની શૈલીમાં બનાવેલી છબીઓ પોસ્ટ કરવામાં ઉછાળો આવ્યો છે. ઘણા લોકોએ તેનો ઉપયોગ જાહેરાતોમાં કર્યો છે. હાલમાં, ઓપન AI મફત ગ્રાહકોને દરરોજ ફક્ત 3 છબીઓ સુધી મર્યાદિત કરે છે. ચૂકવણી કરનારા ગ્રાહકો તેમના પ્લાનના આધારે વધુ છબીઓ બનાવી શકે છે.

Ghibli Art Studio : ચેટજીપીટીનું જાહેરમાં 2022 માં અનાવરણ કરવામાં આવ્યું હતું.

OpenAI નવેમ્બર 2022 માં વિશ્વ સમક્ષ ChatGPT રજૂ કરશે. આ AI ટૂલ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સંગીત અને કવિતા લખવાથી લઈને નિબંધો લખવા સુધી, ChatGPT ઘણું બધું કરી શકે છે. આ એક વાતચીતયુક્ત AI છે. એક કૃત્રિમ બુદ્ધિ જે તમને માણસોની જેમ જવાબ આપે છે.

આ સમાચાર પણ વાંચો : Naxal-free Bharat : મોદી સરકાર નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ, દેશમાં નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ ગઈ

માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ ઓપનએઆઈમાં $13 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. કંપનીએ તેના સર્ચ એન્જિન ‘બિંગ’ માં ચેટજીપીટીને પણ એકીકૃત કર્યું છે. ઘણી કંપનીઓ પણ ChatGPT નો ઉપયોગ કરવા આતુર છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં આ AI આધારિત ચેટબોટનો ઉપયોગ વધુ ફેલાવાની અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan injured in a robbery attempt a home
મનોરંજન

Saif ali khan attack update: ચાર કલાક ચાલી સૈફ અલી ખાન ની સર્જરી, ફોરેન્સિક ટિમ કરી રહી છે અભિનેતા ના ઘર ની તાપસ, જાણો તમામ અપડેટ અહીં

by Zalak Parikh January 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack update: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં ચોર એ છરી વડે હુમલો કર્યો હતો. લગભગ 3.30 વાગ્યા ની આસપાસ સૈફ અલી ખાન ને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. લીલાવતી હોસ્પિટલના સીઓઓ એ જણાવ્યું હતું કે સવારે 5.30 વાગ્યે સૈફ અલી ખાન ની સર્જરી શરૂ થઈ હતી અને ચાર કલાક સુધી ચાલી હતી.હવે આ મામલે ફોરેન્સિક ટિમ અભિનેતા ના ઘર ની તપાસ કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Yeh jawaani hai deewani stars: કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કેમિયો કરશે યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ! કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

ફોરેન્સિક ટિમ કરી રહી છે તપાસ 

મુંબઈ પોલીસના ડીસીપી એ જણાવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજના પહેલા 2 કલાકમાં, કોઈ અંદર પ્રવેશતું જોવા મળ્યું ન હતું. પોલીસને શંકા છે કે હુમલાખોર પહેલાથી જ અંદર હતો. મહિલા સ્ટાફ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેની પણ સારવાર ચાલી રહી છે.” મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સૈફ અલી ખાનના ઘરની આસપાસની ઇમારતોની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ફોરેન્સિક રિમ પણ સૈફ અલી ખાન ના ઘર ની તપાસ કરી રહી છે. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


લીલાવતી હોસ્પિટલના સીઓઓ ના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ સાથે જ લીલાવતી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈફની એક ઈજા ખૂબ ઊંડી હતી. ત્યાં 10 ટાંકા લેવામાંઆવ્યા છે. સારી વાત એ છે કે છરીના હુમલાથી તેની કરોડરજ્જુ પર કોઈ અસર થઈ ન હતી અને ન તો કોઈ મહત્વપૂર્ણ અંગ પર કોઈ અસર થઈ હતી.મીડિયા રિપોર્ટ મુજબ, સર્જરી દરમિયાન સૈફના શરીરમાંથી એક તીક્ષ્ણ ટુકડો મળી આવ્યો હતો. આ ટુકડાની લંબાઈ લગભગ 2-3 ઇંચ હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Perplexity AI Perplexity AI CEO meets Prime Minister
વિજ્ઞાન-ટેકનોલોજી

Perplexity AI: Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા

by khushali ladva December 30, 2024
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Perplexity AI: Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

X પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

“તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેની ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.

તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ

Was great to meet you and discuss AI, its uses and its evolution.

Good to see you doing great work with @perplexity_ai. Wish you all the best for your future endeavors. https://t.co/kD8d9LMorC

— Narendra Modi (@narendramodi) December 28, 2024

આ સમાચાર પણ વાંચો  :Maha Kumbh: ‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Osamu Suzuki Ex-Suzuki Motor CEO Osamu Suzuki passes away at 94
ઓટોમોબાઈલ

Osamu Suzuki : વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા! સુઝુકી ના પૂર્વ ચેરમેને 94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ; આ ગંભીર બીમારીથી પીડિત હતા…

by kalpana Verat December 27, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Osamu Suzuki : 

  • સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. 

  • મીડિયા રિપોર્ટ મુજબ તેઓ લિમ્ફોમા નામની બીમારીથી પીડિત હતા. 

  • 1958માં તેમણે સુઝુકી પરિવારની પુત્રી શોકો સુઝુકી સાથે લગ્ન કર્યા અને તેમની (પત્નીની) અટક લીધી. તે જ વર્ષે તે સુઝુકીમાં પણ જોડાયા.

  • તેઓ બે વખત કંપનીના ચેરમેન બન્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનાર વ્યક્તિ છે.

  • સુઝુકીના સમગ્ર વિશ્વમાં વિસ્તરણનો શ્રેય ઓસામુને આપવામાં આવે છે. તેમના પ્રયાસોને કારણે જ સુઝુકીની નાની કાર અને મોટરસાઈકલને દુનિયાભરમાં એક અલગ ઓળખ મળી. 

આ સમાચાર પણ વાંચો :  Train Viral Video : મોતની યાત્રા…જીવના જોખમે ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યું 290km નું અંતર..જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nvidia Jensen Huang Cleaned toilets, became a waiter and now the owner of the most valuable company in the world gave this special message..
વેપાર-વાણિજ્ય

Nvidia Jensen Huang: એક સમયે શૌચાલય સાફ કરતા હતા એનવીડિયાના CEO , હવે લાખો રૂપિયાની કંપનીના માલિક બની ગયા, કર્મચારીઓને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો વિગતે..

by Bipin Mewada July 8, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Nvidia Jensen Huang: વિશ્વની અગ્રણી ચિપમેકિંગ કંપની એનવીડિયા ( Nvidia ) અને તેના બોસ જેન્સન હુઆંગની સફળતાની કહાની દરેક માટે હાલ પ્રેરણાનું કામ કરે છે. જેન્સન હુઆંગ તેના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. સાથે જ તેઓ તેમના કર્મચારીઓ સાથે પણ હળીમળીને રહે છે. એક સમયે રેસ્ટોરન્ટમાં ટેબલ, વાસણો અને શૌચાલયની સાફસફાઈનું કામ કરતા જેન્સન હુઆંગની સંપત્તિ આજે 108 અબજ ડોલર અને એનવીડિયાની કુલ સંપત્તિ 3.1 ટ્રિલિયન ડોલર છે. તાજેતરમાં જ તેમણે પોતાના કર્મચારીઓને ( Nvidia Employees ) પ્રેરણા આપતા કહ્યું હતું કે, પોતાના જીવનમાં એટલા બધા શૌચાલયોની સફાઈ કરી છે, જે તમે બધા કર્મચારીઓએ સાથે મળીને પણ ન કરી શકો. 

એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગને ( Jensen Huang ) પરફેક્શનિસ્ટ અને કામ પ્રત્યે ખૂબ ગંભીર તરીકે વર્ણવવામાં આવે છે. ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર તેઓ પોતાના કર્મચારીઓને 5 મહત્વપૂર્ણ ટાસ્ક સાથે દર અઠવાડિયે ઈમેલ કરવા માટે કહે છે. આ સિવાય તેઓ કોઈ પણ કર્મચારીના ડેસ્ક પર જઈને તેમના પ્રોજેક્ટ વિશે ચર્ચા શરૂ કરી દે છે. જેન્સન હુઆંગ તેમના કર્મચારીઓને વધુમાં  કહ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં તેમણે જે પ્રકારનું કામ કર્યું છે તેનાથી તેમનું નેતૃત્વ વિકસાવવામાં પણ ઘણી મદદ મળી છે.

Nvidia Jensen Huang: હું મારી કંપની અને કર્મચારીઓને આગળ વધારવા માટે કોઈપણ કાર્ય કરવા તૈયાર છું…

તેમણે સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાં ( Stanford School of Business ) એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદના આપતા કહ્યું હતું કે, મને કોઈ કામ નાનું નથી લાગતું. મેં શૌચાલયોની સફાઈ પણ કરી છે. તમે તેમાંના ઘણાને જોવાની હિંમત પણ નહીં કરી શકો. તેથી જ હું મારી કંપની અને કર્મચારીઓને આગળ વધારવા માટે કોઈપણ કાર્ય કરવા તૈયાર છું. મને મારા ભૂતકાળમાંથી ઘણી પ્રેરણા મળે છે. જો તમે કોઈ પણ બાબતમાં મારો અભિપ્રાય મેળવવા માગતા હો, તો હું તમને ખુલ્લા હૃદયથી તમને સહકાર આપીશ.

આ સમાચાર પણ વાંચો  :  Gati Shakti University: ભારતીય રેલ્વેની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી ) વડોદરા અને એરબસે એરોસ્પેસ શિક્ષણ અને સંશોધન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

જેન્સન હુઆંગનું કહેવું છે કે,  સીઈઓનું ( CEO ) સૌથી મહત્વનું કામ અન્યને નેતૃત્વ માટે તૈયાર કરવાનું છે. મેનેજમેન્ટે તમામ લોકોને આગળ લઈ જવાની દિશામાં કામ કરવું જોઈએ. હું મારા મહત્વપૂર્ણ કાર્યો સવારે પૂર્ણ કરું છું અને મારી ટીમ માટે સમય કાઢું છું. તે સીધા અહેવાલોને પણ ઘણું મહત્વ આપે છે. તેમનું માનવું છે કે આપણે લોકોને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે ખુલ્લી છુટ આપવી  જોઈએ.

July 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nikesh Arora Indian origin CEO sets a new record, becoming the second highest paid person in the world.. ..
વેપાર-વાણિજ્યઆંતરરાષ્ટ્રીય

Nikesh Arora: આ ભારતીય મૂળના સીઈઓએ બનાવ્યો નવો રેકોર્ડ, બન્યા વિશ્વના બીજા સૌથી વધુ પગાર મેળવનાર વ્યક્તિ..

by Bipin Mewada May 22, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Nikesh Arora: ભારતીયો સમગ્ર વિશ્વમાં વિસ્તારયેલ છે. જેમાં ભારતીય પ્રતિભા તમામ મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં યોગદાન આપી રહી છે. વિશ્વની ઘણી મોટી કંપનીઓના સીઈઓ ( CEO ) પણ ભારતીય છે. હવે નિકેશ અરોરાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ છે. ભારતીય મૂળના અરોરા વિશ્વના બીજા સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ છે. વોલ સ્ટ્રીટ જર્નલની સૌથી વધુ વેતન ( Highest Salary ) મેળવનારા સીઈઓની યાદીમાં અરોરા બીજા સ્થાને છે. અરોરાને કુલ 151.43 મિલિયન ડોલર એટલે કે રૂ. 1261.20 કરોડનું મહેનતાણું મળે છે. 

વોલ સ્ટ્રીટ જર્નલની યાદી દર્શાવે છે કે ઉચ્ચ પગાર મેળવનારાઓમાં ભારતીય મૂળના ( Indian origin ) અધિકારીઓની નોંધપાત્ર સંખ્યા છે. યુ.એસ.માં ટોચના 500 સૌથી વધુ પગાર મેળવનારા એક્ઝિક્યુટિવ્સમાં, 17 ભારતીય મૂળના છે. આમાં એડોબના શાંતનુ નારાયણ 11મા સ્થાને છે. નારાયણનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. તેમનું પેકેજ $44.93 મિલિયન (રૂ. 374.20 કરોડ)નું છે.

Nikesh Arora: આલ્ફાબેટના સુંદર પિચાઈ, જેઓ ભારતીય મૂળના છે, તેમણે $8.80 મિલિયન (રૂ. 73.20 કરોડ) નો નજીવો પગાર લીધો હતો….

રસપ્રદ વાત એ છે કે, વિશ્વની બે મોટી કંપનીઓના CEOનો પગાર (  CEO Salary ) અંગે અલગ અલગ વિચાર છે. ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના માલિક એલોન મસ્ક વર્ષ 2023માં કોઈ પગાર નથી લીધો. જ્યારે આલ્ફાબેટના સુંદર પિચાઈ, જેઓ ભારતીય મૂળના છે, તેમણે $8.80 મિલિયન (રૂ. 73.20 કરોડ) નો નજીવો પગાર લીધો હતો. તે જ સમયે, મેટાના માર્ક ઝકરબર્ગે 2023 માં 24.40 મિલિયન ડોલર એટલે કે 203 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Water cut : ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં આ તારીખે 24 કલાક પાણી કાપ મુકાશે; જાણો કારણ.

નિકેશ અરોરાએ દિલ્હીની એરફોર્સ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ Google ના ચીફ બિઝનેસ ઓફિસર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત થયા. તેણે 2014માં ગૂગલ છોડી દીધું અને મોટા પેકેજ પર જાપાનમાં સોફ્ટબેંકનું નેતૃત્વ કર્યું. 2018 થી, તે સાયબર સિક્યોરિટી ફર્મ પાલો અલ્ટો નેટવર્ક્સનું ( Palo Alto Networks ) નેતૃત્વ કરી રહ્યો છે.

 

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Elon Musk Former Twitter CEO Parag Agrawal, 3 other employees are suing Elon Musk for $128 million. Here's why
વેપાર-વાણિજ્યMain PostTop Post

Elon Musk: ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ કોર્ટ પહોંચ્યા, એલોન મસ્ક વિરુદ્ધ કર્યો 128 મિલિયન ડૉલરથી વધુનો દાવો, જાણો શું છે મામલો ..

by kalpana Verat March 5, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Elon Musk: વિશ્વના નંબર વન અબજોપતિનો તાજ છીનવાયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર), ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલોન મસ્ક ( Elon Musk )  માટે વધુ એક ખરાબ સમાચાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના ભૂતપૂર્વ CEO અને 3 અન્ય એક્ઝિક્યુટિવ્સે મસ્ક વિરુદ્ધ $128 મિલિયનથી વધુનો દાવો દાખલ કર્યો છે.  ભૂતપૂર્વ CEO પરાગ અગ્રવાલ ( Parag Agrawal ) ની સાથે, જેમણે મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમાં ટ્વિટરના ભૂતપૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલ, ભૂતપૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને ભૂતપૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો પણ સમાવેશ થાય છે. સોમવારે ઉત્તરી કેલિફોર્નિયાની કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો.

શું છે આરોપો?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્વિટરના અધિગ્રહણ પછી તરત જ મસ્કએ હજારો કર્મચારીઓને સારા અને યોગ્ય કારણ વગર કાઢી મૂક્યા હતા, જેના કારણે કંપની કર્મચારીઓને યોગ્ય વળતર આપી રહી ન હતી. આ સાથે આ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે મસ્ક તેમના બિલ ચૂકવતા નથી. તેમને લાગે છે કે નિયમો તેમને લાગુ પડતા નથી. જેઓ તેમના વિચારો સાથે સહમત નથી, તેઓ તેમના પૈસાના બળથી તેમને દૂર કરે છે. જોકે એક્સના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. દરમિયાન એલોન મસ્કએ પણ ટિપ્પણી માંગતા ઇમેઇલનો તરત જ જવાબ આપ્યો ન હતો.

આ મામલામાં ટ્વિટરની એક્સચેન્જ ફાઇલિંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પરાગ અગ્રવાલને દર મહિને $1 મિલિયનનો પગાર ( salary ) મળવાનો હતો. આ સાથે, તેમને કંપનીના ઓફર લેટરમાં $12.5 મિલિયનની કિંમતના કંપની સ્ટોકનું વચન પણ આપવામાં આવ્યું હતું. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ટ્વિટરના ભૂતપૂર્વ CEOને સમયમર્યાદા પહેલા પદ પરથી હટાવવામાં આવે છે, તો $ 60 મિલિયનનું વળતર આપવામાં આવશે. આ કિસ્સામાં, નેડ સેગલને 46 મિલિયન ડોલર અને વિજયા પિટને 21 મિલિયન ડોલરનું વળતર આપવાનું કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  પૂજા કરવાનું ટાળો, તેના બદલે બંધારણ સામે શિશ નમાવો.. જાણો સુપ્રીમ કોર્ટના જજે આ ટિપ્પણી કયા મુદ્દે કરી?

Twitter 2022 માં હસ્તગત

તમને જણાવી દઈએ કે 29 નવેમ્બર, 2021ના રોજ ટ્વિટરના સહ-સંસ્થાપક જેક ડોર્સીએ ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બન્યા. 

વર્ષ 2022 ના ઑક્ટોબર મહિનામાં, એલોન મસ્કે $44 બિલિયન ચૂકવીને ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી તેમણે કંપનીના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો. આ સાથે તેમણે અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, કંપનીના 50 ટકા કર્મચારીઓને પણ થોડા મહિનામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

એલોન મસ્ક વિશ્વના ધનિકોની યાદીમાં બીજા નંબરે સરકી ગયા 

એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હોવાનો તાજ ગુમાવી ચૂક્યા છે. તેમને પાછળ છોડીને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, જેફ બેઝોસની કુલ સંપત્તિ $200 બિલિયન છે. તે જ સમયે, ઇલોન મસ્કની કુલ સંપત્તિ 198 અબજ ડોલર થઈ ગઈ છે.

 

March 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jhulan Goswami (25)_11zon
ઇતિહાસ

Michael Dell: 23 ફેબ્રુઆરી 1965ના રોજ જન્મેલા માઈકલ ડેલ ડેલ ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ છે, જે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક છે.

by NewsContinuous Bureau February 22, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai  

Michael Dell: 23 ફેબ્રુઆરી 1965ના રોજ જન્મેલા માઈકલ ડેલ ડેલ ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ છે, જે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક છે. તેઓ જૂન 2019 સુધીમાં $32.2 બિલિયનની નેટવર્થ સાથે, ફોર્બ્સ દ્વારા વિશ્વના 20મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન ધરાવે છે.

 

 

 

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sam Altman OpenAI CEO Sam Altman returns to OpenAI with new board members
વિજ્ઞાન-ટેકનોલોજી

Sam Altman OpenAI CEO: સેમ ઓલ્ટમેનની Open AIમાં વાપસી, હકાલપટ્ટી પછી 500થી વધુ કર્મચારીઓએ આપી હતી આ ચીમકી…

by kalpana Verat November 22, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Sam Altman OpenAI CEO: ઓપન AI હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે. ગયા અઠવાડિયે, સેમ ઓલ્ટમેનને ઉતાવળમાં સીઈઓના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બોર્ડે અચાનક આ નિર્ણય લીધો અને ગૂગલ મીટ પર સેમ ઓલ્ટમેનને જાણ કરી. સેમને હટાવ્યા પછી, ઓપન એઆઈના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને ( greg brockman ) પણ રાજીનામું આપ્યું.

સેમ ઓલ્ટમેન OpenAIમાં પાછા ફર્યા

દરમિયાન હવે અહેવાલ છે કે OpenAIના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેન આખરે OpenAIમાં પાછા ફર્યા છે. કંપનીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. કંપનીએ લખ્યું કે He will return. સાથે OpenAI એ પણ લખ્યું છે કે અમે બાકીની વિગતો જાણવા માટે સહકાર આપી રહ્યા છીએ. આ દ્વારા તમારી ધીરજ બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

ઓપનએઆઈના 500 કર્મચારીઓએ આપી ધમકી

મીડિયા રિપોર્ટ મુજબ, ઓપનએઆઈના 500 થી વધુ કર્મચારીઓએ કંપનીને ધમકી આપી હતી કે જો કંપનીના બોર્ડના તમામ સભ્યો રાજીનામું નહીં આપે તો તેઓ બધા રાજીનામું ( Resignation ) આપી દેશે. કંપનીના કર્મચારીઓએ ( Employees ) એક પત્રમાં જણાવ્યું હતું કે તે બધા તેમના ભૂતપૂર્વ બોસ સેમ ઓલ્ટમેન સાથે માઇક્રોસોફ્ટ માં નવા વિભાગમાં જોડાશે. એવું માનવામાં આવે છે કે આ ધમકીને કારણે OpenAIએ તેનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો અને સેમ ઓલ્ટમેનને પાછા બોલાવ્યા હતા.

ઈલોન મસ્કે આ સમગ્ર મામલાને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ( Elon Musk ) આ બાબતને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું. 

આ સમાચાર પણ વાંચો :  Visakhapatnam Accident: વિશાખાપટ્ટનમમાં ટ્રક અને ઓટો-રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર, આઠ બાળકો થયા ઘાયલ.. જુઓ વિડીયો..

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ગત 17 નવેમ્બરના રોજ, ઓપન એઆઈના બોર્ડના સભ્યોએ કંપનીના એઆઈના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને તેમના પદ પરથી બરતરફ કર્યા. બીજા જ દિવસે, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ માહિતી આપી હતી કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન માઇક્રોસોફ્ટમાં જોડાવા જઇ રહ્યા છે. જો કે, ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે, એવા અહેવાલો વહેતા થયા હતા કે કંપનીના કર્મચારીઓ નવા સીઈઓ સામે રેલી કરી રહ્યા છે અને સેમ ઓલ્ટમેનની વાપસી માટે મોરચો બનાવી રહ્યા છે. ઓપનએઆઈમાં ત્રણ દિવસમાં ત્રણ સીઈઓની નિમણૂકની પણ ચર્ચા થઈ હતી અને એવી સતત ચર્ચા થઈ હતી કે સેમ કંપનીમાં પાછા ફરવાના છે.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ChatGPT Sam Altman fired as CEO of ChatGPT maker Open AI
વિજ્ઞાન-ટેકનોલોજી

ChatGPT : જેમણે ChatGPT બનાવ્યું, વિશ્વને AIથી ઓળખ કરાવી, તેને જ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો… જાણો શું છે કારણ..

by kalpana Verat November 18, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

ChatGPT : સેમ ઓલ્ટમેન (Sam Altman) નું નામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  (Artificial Intelligence) ની દુનિયામાં ઘણું જાણીતું છે. આજે, મોટાભાગના લોકો ChatGPT ના કારણે AI ને જાણવા અને સમજવા લાગ્યા છે. AI વર્ષોથી ટેક ઉદ્યોગનો એક ભાગ હોવા છતાં, ChatGPTના આગમન પછી તે સામાન્ય લોકોની ચર્ચાનો એક ભાગ બની ગયું છે.

તો બીજી તરફ AI ઘણા લોકોની નોકરી ગુમાવવાનું અને તેમની આવક ગુમાવવાનું કારણ બન્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ રૂમ સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવાનું કામ સેમ ઓલ્ટમેને કર્યું હતું. આ એક-બે વર્ષની મહેનત નહોતી. આ સફળતા સુધી પહોંચવાની શરૂઆત લગભગ 8 વર્ષ પહેલા થઈ હતી.

આ રીતે કરી હતી OpenAI ની શરૂઆત 

આજે સેમ ઓલ્ટમેનને OpenAIના CEO પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઓપન એઆઈની શરૂઆત 2015માં થઈ હતી. સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેને આ કંપની એક રૂમમાં શરૂ કરી હતી. તે સમયે એલોન મસ્ક પણ આ કંપનીનો એક ભાગ હતો, પરંતુ વર્ષ 2018માં તેણે પોતાની જાતને ઓપન AIથી અલગ કરી લીધા. ChatGPT રિલીઝ કર્યા પછી, ઓલ્ટમેન ઓપન આઈનો ચહેરો બન્યા.

દુનિયાને એઆઈની અજાયબીઓ બતાવી

ChatGPT લોન્ચ થયા પછી, AI માટેની રેસ તેજ થઈ ગઈ. માઈક્રોસોફ્ટ, ગૂગલ અને અન્ય ઘણી કંપનીઓએ પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ્સ બનાવવાનું શરૂ કર્યું. OpenAI એ માત્ર ChatGPT જ તૈયાર નથી કર્યું. હકીકતમાં, કંપનીએ ટેક્સ્ટમાંથી ફોટા બનાવવા માટે Dall-E નામનું એક સાધન પણ તૈયાર કર્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ  Mumbai Water Price : મુંબઈવાસીઓ માટે પાણી મોંઘું થશે? મહાનગર પાલિકાએ પાણીના દરમાં વધારો કરવાની દરખાસ્ત, આ તારીખે લેવાશે નિર્ણય..

જ્યાં ChatGPT ની મદદથી તમે તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. Dall-E ની મદદથી, તમે ચિત્રમાં કોઈપણ ટેક્સ્ટ બનાવી શકો છો. આ બંને પ્લેટફોર્મની લોકપ્રિયતા પછી, અન્ય ઘણા ઉત્પાદનો પણ બજારમાં આવ્યા, જે સામાન્ય લોકો સુધી AI લાવ્યા.

 પોતે કંપની છોડી દીધી

સેમ ઓલ્ટમેન પછી, સહ-સ્થાપક અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેને OpneAIમાંથી રાજીનામું આપ્યું છે. જ્યાં સેમ ઓલ્ટમેનને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કંપનીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ગ્રેગ બ્રોકમેને પોતે રાજીનામું આપી દીધું છે. ઓપન એઆઈના બોર્ડ, જે કંપનીએ ચેટજીપીટી બનાવ્યું હતું, તેમણે શુક્રવારે સીઈઓ સેમ ઓલ્ટમેનને તેમના પદ પરથી હટાવ્યા હતા. સેમને હટાવ્યા બાદ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં કાયમી સીઈઓ શોધી લેશે.

કંપનીએ તેમને કેમ દૂર કર્યા?

ઓપન એઆઈએ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે ઓલ્ટમેનને હટાવવાનો નિર્ણય ઘણા વિચાર-વિમર્શ બાદ લેવામાં આવ્યો છે. સમીક્ષામાં, બોર્ડને જાણવા મળ્યું છે કે સેમ તેની વાતચીત વિશે સ્પષ્ટ ન હતો, જેના કારણે બોર્ડને તેની જવાબદારીઓ નિભાવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, તેથી તેને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક