• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cheating
Tag:

cheating

Online game ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો
મુંબઈ

Online game: ગેમિંગની લતનો કરૂણ અંજામ,પુત્રે વડીલોના પૈસા ગેમમાં ગુમાવ્યા બાદ લીધો આવો ગંભીર નિર્ણય.

by aryan sawant October 15, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Online game ઓનલાઈન ગેમનો શિકાર બનેલા કસ્ટમ અધિકારીના 20 વર્ષીય પુત્રએ ત્રણ મહિના પહેલા ટ્રેન નીચે આવીને કરેલી આત્મહત્યાનું કારણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન ગેમમાં તેના પિતાના પૈસા હારવાને કારણે તેણે પોતાનું જીવન સમાપ્ત કરી દીધું હતું. આ પછી, કુર્લા રેલવે પોલીસે 4 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી અને માહિતી તકનીક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઘાટકોપર-વિક્રોલી વચ્ચે કરી આત્મહત્યા

પવઈમાં રહેતા વિવેક ટેટે (20) નામનો યુવક 17 જુલાઈના રોજ ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે મૃત હાલતમાં મળી આવ્યો હતો. કુર્લા રેલવે પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો હતો. વિવેક કસ્ટમ અધિકારીનો પુત્ર હતો. એક અધિકારીએ જણાવ્યું કે 17 જુલાઈના રોજ વિવેક તેની માતા સાથે એક મૉલમાં ગયો હતો. તેના પિતા તેમને લેવા માટે જઈ રહ્યા હતા. તેની માતાને ખબર ન પડી કે તે મૉલમાંથી નીકળી ગયો. તેના પિતા મૉલમાં પહોંચ્યા અને તેને બધે શોધ્યો, પણ તે મળ્યો નહીં. પછી વિવેક વિક્રોલી ગયો અને વિક્રોલી અને ઘાટકોપરની વચ્ચે આવતી ટ્રેન સામે ઊભો રહીને આત્મહત્યા કરી. તેણે એક સુસાઇડ નોટ પણ છોડી હતી, જેમાં કહ્યું હતું કે તેનો મૃતદેહ બંને સ્ટેશનોની વચ્ચે મળશે.

ગેમમાં ₹1 લાખથી વધુની રકમ હારી

મુંબઈના કુર્લા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોલેજ વિદ્યાર્થી વિવેક ઓનલાઈન ગેમની છેતરપિંડીનો શિકાર બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં તે એક ગેમિંગ પ્લેટફોર્મ પર જોડાયો હતો, જે ક્વિઝ કમ ઇન્વેસ્ટમેન્ટ ગેમ હતી.શરૂઆતમાં તેણે ₹1,000 નું રોકાણ કર્યું અને ₹2,000 મળ્યા. પછી ₹8,000 ના રોકાણ પર ₹16,000 મળ્યા.લાલચમાં આવીને તેણે ₹80,000 નું રોકાણ કર્યું.ત્યારબાદ તેણે તેના પિતાને GPay દ્વારા છેતરપિંડી કરનારાઓને વધુ ₹1 લાખ ટ્રાન્સફર કરવા કહ્યું.વિવેકના પિતાએ ₹1.24 લાખ ટ્રાન્સફર કર્યા, પરંતુ બેંકે આ ખાતું નકલી હોવાથી ટ્રાન્ઝેક્શન રદ કરી દીધું.વિવેકના પિતાએ તેને ચેતવ્યો કે આ છેતરપિંડી છે, પરંતુ છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ દ્વારા વિવેકને સતત પરેશાન કરતા રહ્યા અને પૈસા ન આપવા પર રોકાણ કરેલી રકમ પણ ગુમાવવાનો ડર બતાવ્યો.

આ સમાચાર પણ વાંચો : Bihar Elections: JDUએ ખોલ્યા પત્તા: બિહાર ચૂંટણી માટે પહેલી યાદી જાહેર, જાણો નીતિશ કુમારે કોને આપી ટિકિટ?

4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

વિવેકના પિતાએ પોલીસને રોકાણની વિગતો જણાવી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ પૈસા મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તે મુજબ, પોલીસે ગોવિંદ અહિરવાર, સુશીલકુમાર મિશ્રા, અમન અબ્બાસ અને હરજીત સિંહ સંધૂ નામના ખાતાધારકો વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કર્યો છે.

October 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Did Hardik Pandya Cheat on Natasa Stankovic? Jasmin Walia’s Comment Sparks Controversy
મનોરંજન

Natasa Stankovic: શું લગ્ન બાદ નતાશા સ્ટેન્કોવિક સાથે હાર્દિક પંડ્યાએ કર્યો હતો દગો? એક્સ ગર્લફ્રેન્ડ જેસ્મિન વાલિયાના કમેન્ટથી મચી ચર્ચા

by Zalak Parikh September 19, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Natasa Stankovic: બોલીવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેન્કોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ના છૂટાછેડા  પછી હવે તેમના સંબંધો ફરી ચર્ચામાં છે. બ્રિટિશ-ઇન્ડિયન સિંગર જેસ્મિન વાલિયા ના સોશિયલ મીડિયા પોસ્ટ પર એક યુઝરના કમેન્ટને લાઈક કરવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે હાર્દિકે નતાશાને લગ્ન દરમિયાન દગો આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : The Bads of Bollywood Review: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’માં જોવા મળશે બોલીવૂડ ની સાચી હકીકત, જાણો કેવી છે આર્યન ખાન ની સિરીઝ

જેસ્મિન વાલિયાના કમેન્ટથી ઉઠી શંકા

જેસ્મિન વાલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં એક યુઝરે લખ્યું કે “તમે કહ્યું કે તમારો છેલ્લો સંબંધ લગભગ બે વર્ષ લાંબો હતો, તો શું તમે અને હાર્દિક છૂટાછેડા ની જાહેરાત પહેલા જ સાથે હતા?” આ કમેન્ટને જેસ્મિને લાઈક કર્યું, જેને લોકો દગા ના સંકેત તરીકે જોઈ રહ્યા છે.હાર્દિક અને નતાશાએ 2020માં લગ્ન કર્યા હતા અને 2024માં છૂટાછેડા લીધા હતા. બંને હવે તેમના પુત્ર અગસ્ત્ય  માટે સહ-પેરેન્ટિંગ કરી રહ્યા છે.છૂટાછેડા પછી હાર્દિકનું નામ પહેલા જેસ્મિન વાલિયા અને હવે મોડેલ-એક્ટ્રેસ માહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)


નતાશાએ છૂટાછેડા પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “અગસ્ત્ય હંમેશા અમને એક પરિવાર બનાવશે.” તેમણે પોતાને મજબૂત બનાવવાની વાત કરી અને કહ્યું કે “હું જાણું છું કે મારી કિંમત શું છે, અને કોઈ પણ મને હલાવી શકતું નથી”. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નતાશા હવે પોતાના જીવનમાં આગળ વધી રહી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
FIR registered against Shreyas Talpade and Alok Nath
મનોરંજન

Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh January 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ ની મુશ્કેલી માં વધારો થયો છે. બંને બોલિવૂડ સ્ટાર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.આ FIR હરિયાણાના સોનીપત જિલ્લાના એક રહેવાસી દ્વારા મુર્થલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ વ્યક્તિ એ દાવો કર્યો છે કે ઇન્દોર (મધ્યપ્રદેશ) માં નોંધાયેલ માનવ કલ્યાણ ક્રેડિટ સહકારી સોસાયટી 50 લાખથી વધુ લોકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ છે. ફરિયાદી એ એમ પણ કહ્યું કે શ્રેયસ તલપડે અને આલોક નાથે આ કંપનીને પ્રમોટ કરી હતી. તેમજ સોનુ સૂદ આ કંપનીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Chhava trailer: છાવા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 2 કલાક માં મળ્યા અધધ આટલા વ્યૂઝ

શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ કંપનીએ 6 વર્ષ સુધી લોકો પાસેથી પૈસા એકત્રિત કર્યા. કંપનીએ લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય માધ્યમો દ્વારા કંપનીમાં નાણાંનું રોકાણ કરશે તો તે વધુ વળતર આપશે. કંપની એ શરૂઆતમાં કેટલાક લોકોને પૈસા પણ આપ્યા. પરંતુ હવે કંપની લોકોના પૈસા પરત કરવામાં ખચકાટ અનુભવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ મીડિયા શ્રેયસ તલપડે અને આલોક નાથ એ આ સોસાયટીની રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે કે સોનુ સૂદે પણ તેના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી

Actors Shreyas Talpade, Alok Nath & 11 others booked in Haryana ‘multi-level marketing’ scam case

Sushil Manav @sushilmanav reports for ThePrinthttps://t.co/tst3b98xKo

— Shekhar Gupta (@ShekharGupta) January 23, 2025


હવે રોકાણકારો એ છેતરપિંડીનો આરોપ લગાવતા પોલીસમાં FIR નોંધાવી છે. પોલીસે શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત ૧૩ લોકો સામે કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), (૪) બીએનએસ હેઠળ કેસ નોંધ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

January 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
avneet kaur accused of fraud by a jewellery brand
મનોરંજન

Avneet kaur: અવનીત કૌર પર એક જ્વેલરી બ્રાન્ડ એ લગાવ્યો છેતરપિંડીનો આરોપ, અભિનેત્રી સાથે ચેટિંગ નો સ્ક્રીન શોર્ટ શેર કરી કહી આવી વાત

by Zalak Parikh August 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Avneet kaur: અવનીત કૌર બોલિવૂડ ની યુવા અભિનેત્રી છે. અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અભિએન્ટ્રી અવારનવાર તેના ફોટા અને વિડીયો ને કારણે ચર્ચા માં આવતી હોય છે હવે એક જ્વેલરી બ્રાન્ડ એ અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.આ સાથે જ એ જવેલરી બ્રાન્ડ એ અવનિત કૌર સાથે ની ચેટિંગ નો સ્ક્રીન શોર્ટ પણ શેર કયો છે.  

આ સમાચાર પણ વાંચો: Salman khan house firing case: શું સલમાન ખાન ના ઘર પર થયેલા હુમલા માં નહોતો લોરેન્સ બિશ્નોઇ નો હાથ, પોતાની વાત રાખતા આરોપી એ કરી વિદેશ અદાલત માં આ અરજી

અવનીત કૌર પર લાગ્યો છેતરપિંડી નો આરોપ 

અવનીત કૌર પર એ આરોપ છે કે જવેલરી બ્રાન્ડ ને વચનો આપ્યા બાદ પણ અભિનેત્રીએ તે બ્રાન્ડની વસ્તુ નો ઉપયોગ કર્યા બાદ પણ બ્રાન્ડ ને ક્રેડિટ આપી ન હતી. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે બ્રાન્ડના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે અભિનેત્રી સાથેની તેમની વાતચીતના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા.બ્રાન્ડ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અવનીતે તેના મહિનાના યુરોપ વેકેશન દરમિયાન કુલ સાત વખત અમારી જ્વેલરી પહેરી હતી. Dior અને Vivienne Westwood જેવી મોટી બ્રાન્ડ્સ સાથે RANG પહેર્યા હોવા છતાં, તેણીએ તેની પોસ્ટમાં ફક્ત આનો ઉલ્લેખ કર્યો છે. ફક્ત આ જ લક્ઝરી બ્રાન્ડ્સ ને ટેગ કર્યા છે..”

 

View this post on Instagram

 

A post shared by RANG – Akanksha Negi (@rang_akankshanegi)


આ સાથે જ તેમને લખ્યું, “સ્ટાઈલિસ્ટે કહ્યું કે તેણીએ અવનીત સાથે વાત કરી હતી. ત્યારબાદ તેણીએ અલગ પોસ્ટમાં અન્ય પોશાક સાથે અમારી બ્રાન્ડને ક્રેડિટ આપવા સંમત થયા હતા. જો કે, જ્યારે અવનીતે ફરીથી પોસ્ટ કર્યું, ત્યારે તેણીએ હજુ પણ ક્રેડિટ આપી ન હતી. અમે પછી સ્ટાઈલિશને ફરીથી મેસેજ કર્યો ને પૂછ્યું કે અવનીતે અમારી બ્રાન્ડ ને ક્રેડિટ કેમ ના આપી. અવનીતે તે સ્ટાઈલિશ ને જવાબ આપતા કહ્યું,  ‘અરે, હું તમને ચૂકવીશ. કેટલા છે., અમે સમજાવીને જવાબ આપ્યો કે તે પૈસા વિશે નથી, પરંતુ જે નક્કી કરવામાં આવ્યું છે તેને વળગી રહેવા વિશે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sunny deol accused of cheating extortion and forgery by producer sorav gupta
મનોરંજન

Sunny deol: સની દેઓલ ની મુશ્કેલી વધી, નિર્માતા સૌરવ ગુપ્તા એ અભિનેતા પર આ ગંભીર આરોપ લગાવતા નોંધાવી પોલીસ માં ફરિયાદ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh May 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sunny deol: સની દેઓલ ની મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બોલિવૂડના નિર્માતા સૌરવ ગુપ્તાએ અભિનેતા પર છેતરપિંડી, ખંડણી અને બનાવટના ગંભીર આરોપો લગાવ્યા છે અને એટલું જ નહીં, તેણે તેની પ્રતિબદ્ધતાઓ પૂરી ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સનડાઉન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સૌરવ ગુપ્તાએ દાવો કર્યો છે કે 2016માં તેણે સની દેઓલ સાથે તેની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે 4 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. જોકે સની દેઓલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

આ સમાચાર પણ વાંચો: Rohit shetty: આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર માં છે કંઈક આવું વાતાવરણ, રોહિત શેટ્ટી એ વિડીયો માં બતાવ્યો વેલી નો હાલ

સની દેઓલ પર લાગ્યો આરોપ 

નિર્માતા સૌરવ ગુપ્તાએ જણાવ્યું કે વર્ષ 2016માં સની દેઓલે તેની એક ફિલ્મ સાઈન કરી હતી અને તેના માટે અભિનેતાએ 4 કરોડ રૂપિયા પણ લીધા હતા.આ વિશે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘અમે તેને 1 કરોડ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબરમાં તેઓએ બીજા કરોડની માંગણી કરી અને અમે તે પણ ચૂકવી દીધા.તેમછતાં સનીએ હજી શૂટિંગ શરૂ કર્યું નથી અને તેના બદલે તેણે ‘પોસ્ટર બોયઝ’નું શૂટિંગ શરૂ દીધું’

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


વર્ષ 2023 માં સની દેઓલે તેની કંપની સાથે નકલી કરાર વિશે જણાવતા સૌરવ ગુપ્તાએ કહ્યું,’જ્યારે અમે એગ્રીમેન્ટ વાંચ્યો ત્યારે સનીએ વચ્ચેનું પેજ બદલ્યું અને ફીની રકમ 4 કરોડ રૂપિયાથી વધારીને 8 કરોડ રૂપિયા કરી દીધી. એટલું જ નહીં, નફો પણ ઘટીને 2 કરોડ રૂપિયા કરી નાખ્યો’ તમને જણાવી દઈએ કે નિર્માતાએ સની દેઓલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
eijaz khan has reacted on news of the actor cheating on pavitra puniya
મનોરંજન

Eijaz khan: શું એજાઝ ખાન પવિત્રા પુનિયા ને સંબંધ માં હોવા છતાં તેની સાથે કરતો હતો દગો? સામે આવ્યું બંને ના બ્રેકઅપ નું કારણ

by Zalak Parikh April 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Eijaz khan: એજાઝ ખાન અને પવિત્રા પુનિયા ની મુલાકાત શો બિગ બોસ 14 દરમિયાન થઇ હતી. શો દરમિયાન બંને એકબીજા ના પ્રેમમાં પડ્યા હતા. શો માંથી બહાર આવ્યા બાદ થોડા વર્ષો સુધી સાથે રહ્યા પછી, આ દંપતીએ તાજેતરમાં અલગ થવાનું નક્કી કર્યું. જો કે બંનેએ તેમના બ્રેકઅપ વિશે વાત કરવાનું ટાળ્યું છે પરંતુ થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા એ એજાઝ પવિત્રા સાથે છેતરપીંડી કરી રહ્યો હતો હવે મીડિયા રિપોર્ટમાં એજાઝ અને પવિત્રા વચ્ચે ના બ્રેકઅપ નું કારણ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Taapsee pannu: તાપસી પન્નુ એ મેથિયાસ બો સાથેના પોતાના લગ્ન ની કરી પુષ્ટિ, જણાવ્યું ગુપચુપ સાત ફેરા લેવાનું કારણ

 

એજાઝ ખાન અને પવિત્રા પુનિયા નું બ્રેકઅપ 

એજાઝ ના નજીક ના સૂત્ર એ આ અંગે એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આ વાત તદ્દન ખોટી છે. એજાઝ હંમેશા અભિનેત્રી માટે ખૂબ જ વફાદાર હતો અને તેને ઘણો પ્રેમ કરતો હતો. તેઓ પણ સાથે રહેતા હતા અને તે સમયે એજાઝના જીવનમાં બીજું કોઈ નહોતું અને આજ સુધી આ વાત સાચી છે.પવિત્રા સાથેના બ્રેકઅપ બાદ એજાઝ હાલમાં સિંગલ છે અને અન્ય કોઈ સંબંધમાં આવવા તૈયાર નથી. તે પોતાનું તમામ ધ્યાન તેના કામના પ્રોજેક્ટ પર આપી રહ્યો છે અને અત્યારે કોઈ નવો સંબંધ શરૂ કરવાની સ્થિતિમાં નથી.’

 

April 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sunny deol: director sunil darshan said sunny deol took 2 crores but did not return
મનોરંજન

Sunny deol: ગદર 2 ની સફળતા વચ્ચે ડાયરેક્ટર સુનિલ દર્શન નો મોટો ખુલાસો, સની દેઓલ પર લગાવ્યો ફ્રોડ નો આરોપ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh September 1, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sunny deol:ગદર 2 બ્લોકબસ્ટર બન્યા પછી, સની દેઓલ સતત હેડલાઇન્સમાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સની દેઓલ પર બેંકમાંથી લોન છે. હવે નિર્માતા સુનીલ દર્શન અને સની દેઓલ વચ્ચે પૈસાની લેવડદેવડનો મામલો ફરી ચર્ચામાં છે. સુનીલે સની સાથે લૂંટેરા, ઇન્તેકામ અને અજય જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુનીલનો આરોપ છે કે સની દેઓલે 1996માં તેની પાસેથી લગભગ 2 કરોડ રૂપિયા લીધા હતા, જે આજ સુધી પરત કરવામાં આવ્યા નથી. આ માટે તેણે કેસ પણ દાખલ કર્યો છે.

 

સની દેઓલે સુનિલ દર્શન પાસે થી માંગ્યા હતા 2 કરોડ 

સુનીલ દર્શન આ મુદ્દે અગાઉ પણ બોલી ચૂક્યા છે. હવે ગદર 2 ની જબરદસ્ત કમાણી પછી, આ મામલો ફરીથી ખોલવામાં આવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ દર્શને જણાવ્યું કે 1996માં અજય ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ સની દેઓલે તેમની મદદ માંગી હતી. તેણે કહ્યું કે તે તેની આંતરરાષ્ટ્રીય ફિલ્મ વિતરણ કંપની ખોલવા માંગે છે. સની દેઓલે અજય ફિલ્મના ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સ પણ લીધા હતા. તેના માટે પૂરા પૈસા આપવાનું પણ વચન આપ્યું હતું.સુનીલ દર્શન આગળ કહે છે કે સનીએ તેની પાસે સમય માંગ્યો અને કહ્યું કે પૈસાની વ્યવસ્થા કરવા માટે તેણે લંડન જવું પડશે. આ પછી પ્રિન્ટ ખરીદવાની વાત કરી. કાગળો પર સહી પણ કરાવો. સુનિલે કહ્યું, સનીનો માણસ પ્રિન્ટ લેવા આવ્યો હતો પણ પૈસા લાવ્યો નહોતો. હું સ્તબ્ધ થઈ ગયો. સનીએ ફોન કરીને કહ્યું કે ક્રિસમસની રજાઓમાં બેંક બંધ રહેશે. સુનિલે વિશ્વાસ મૂકીને પ્રિન્ટ આપી.

આ સમાચાર પણ વાંચો : Sunny Deol: 35 વર્ષ નાની અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે સની દેઓલ, કહ્યું કોઈ પણ રોલ ચાલશે

સની દેઓલે તોડ્યો સુનિલ દર્શન નો ભરોસો 

સુનીલ કહે છે કે આ પછી સની દેઓલે પોતાનો અસલી રંગ બતાવ્યો. તે કહે છે કે તે ઘણા મહિનાઓ સુધી સની દેઓલ પાસેથી પૈસા માંગતો હતો. સની તેને અલગ-અલગ શહેરોમાં ફોન કરતો રહ્યો. સુનીલે કહ્યું કે જો તે સની દેઓલના સેટ પર જતો તો તે બહાનું બનાવીને તેને ટાળતો. આ પછી સની દેઓલે કહ્યું કે તે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને તેના નિર્માણ માટે મદદની જરૂર છે. ફિલ્મ પૂરી થયા બાદ સુનીલે દર્શન સાથે ફિલ્મ કરવાની વાત કરી અને કહ્યું કે આમાં જ પૈસા એડજસ્ટ થશે. સુનીલ કહે છે કે ન તો ફિલ્મ બની અને ન તો સનીએ પૈસા ચૂકવ્યા અને ફરી એકવાર વિશ્વાસ તોડ્યો.

September 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
suhana khan reveals what would she do if cought boyfriend cheating on her
મનોરંજન

Suhana khan: બોયફ્રેન્ડ દ્વારા તેની સાથે છેતરપિંડી કરવામાં આવશે તો શું કરશે સુહાના ખાન? શાહરૂખ ખાનની લાડલી દીકરી એ આપ્યો જબરદસ્ત જવાબ

by Zalak Parikh August 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Suhana khan: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી સિનેમા જગતમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે વેરોનિકા લોજનું પાત્ર ભજવતી જોવા મળશે. ખબર છે કે આ ફિલ્મ પ્રખ્યાત કોમિક બુક આર્ચીઝ પર આધારિત છે. તાજેતરમાં જ ફિલ્મ વિશેની વાતચીત દરમિયાન જ્યારે સુહાનાને પૂછવામાં આવ્યું કે જો ક્યારેય તેનો બોયફ્રેન્ડ ઓનલાઈન કોઈ અન્યનો સંપર્ક કરતો પકડાય તો તે શું કરશે?

 

સુહાના ખાને આપ્યો જવાબ 

જવાબમાં સુહાના ખાને કહ્યું કે વેરોનિકા પાસે પહેલા થી જ છોકરાઓની લાંબી યાદી છે. જે તેની પાછળ છે.  સુહાના ખાને ખુલાસો કર્યો કે વેરોનિકા (ફિલ્મમાં તેનું પાત્ર) આ બાબતો વિશે વધુ વિચારતી નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં તે તેનાથી તદ્દન વિપરીત છે. અભિનેત્રીએ જણાવ્યું કે જો આવી સ્થિતિ ઉભી થશે તો તે શું કરશે.સુહાનાએ કહ્યું, “હું તેને છોડી દઈશ કારણ કે હું એક એવી છોકરી છું જે એક વુમન મેન ના કોન્સેપટ માં વિશ્વાસ રાખે છે.” જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન અગસ્ત્ય નંદાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જો કે હજુ સુધી કોઈ પરિવાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : Jawan: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’નું નવું ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ થયું રિલીઝ, ગેંગ ગર્લ સાથે ઠુમકા લગાવતો જોવા મળ્યો કિંગ ખાન, જુઓ વિડિયો

ધ આર્ચીઝ ની સ્ટારકાસ્ટ 

ફિલ્મ ‘ધ આર્ચીઝ’ વિશે વાત કરીએ તો, આ દ્વારા ઘણા પ્રખ્યાત ફિલ્મ પરિવારો ના બાળકો તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. ઝોયા અખ્તર નિર્દેશિત આ ફિલ્મમાં સુહાના ખાન ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ ડેબ્યૂ કરી રહી છે. ખુશી આ ફિલ્મમાં બેટી કૂપરનું પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મમાં વેદાંગ રૈના, યુવરાજ મેંડા અને અદિતિ ડોટ પણ જોવા મળશે.

August 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
husband-catches-cheating-wife-as-boyfriend-escapes-from-window
વધુ સમાચાર

Husband : પતિ, પત્ની ઔર વો.. પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ, પછી શું થયું? જુઓ આ વાયરલ વિડીયો..

by Dr. Mayur Parikh August 12, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 
Husband : તમે ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે અને વાર્તાઓમાં સાંભળ્યું હશે કે પ્રેમી તેની પ્રેમિકાને તેના રૂમમાં મળવા જાય છે અને ત્યારે જ ત્યાં કોઈ આવે છે. આવી સ્થિતિમાં, કાં તો છોકરી તેને રૂમમાં છુપાવે છે અથવા છોકરો પોતાનો જીવ જોખમમાં મૂકીને બારીમાંથી કુદી જાય છે.

જુઓ વિડીયો

Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr

— Enezator (@Enezator) August 10, 2023

આ સમાચાર પણ વાંચો : Axis Hypersomnia : ગજબ કે’વાય.. વર્ષમાં 300 દિવસ સુવે છે આ માણસ:ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જગાડવામાં લાગે છે કલાકો.. જાણો શું છે કારણ

પ્રેમી બારીમાંથી કૂદીને ભાગ્યો..

તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર બ્રાઝિલમાં આવી જ એક ઘટના સામે આવી છે. વાસ્તવમાં એવું બન્યું કે મહિલાનો પતિ અચાનક ઘરમાં ઘૂસી ગયો અને બેડરૂમમાં હાજર તેનો પ્રેમી અર્ધ નગ્ન હાલતમાં બારીમાંથી કૂદીને ભાગવા લાગ્યો.રાહ જુઓ, વાર્તા અહીં સમાપ્ત થઈ નથી કારણ કે બચીને ભાગવું એટલું સરળ પણ ન હતું.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે પતિ સાથે છેતરપિંડી કરનાર પત્નીનો પ્રેમી ત્રીજા માળની બારીમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. દરમિયાન બીજા માળે મહિલા તેને ઝાડુથી મારવા લાગે છે.. આ દ્રશ્ય જોઈને નેટિઝન્સ હસવા લાગે છે.

August 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Suchitra krishnamoorthi actor and singer said shekhar kapur cheated on her marriages
મનોરંજન

Suchitra :સુચિત્રાએ શેખર કપૂર પર લગાવ્યો આ આરોપ’, છૂટાછેડાના વર્ષો પછી લગ્ન પર અભિનેત્રીએ કરી ખુલીને વાત

by Dr. Mayur Parikh July 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ફિલ્મ નિર્દેશક શેખર કપૂર પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ, આજે તે પોતાની પત્નીના કારણે ચર્ચાનો વિષય છે. હકીકતમાં તેમની પત્ની અભિનેત્રી-ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેમના પર બેવફા હોવાનો આરોપ લગાવ્યો છે. સુચિત્રાએ દાવો કર્યો છે કે શેખર કપૂરે તેની સાથે છેતરપિંડી કરી છે. તમને જણાવી દઈએ કે, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના માતા-પિતાની વિરુદ્ધ જઈને 1999માં પોતાનાથી 30 વર્ષ મોટા શેખર કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 12 વર્ષ પછી તેણે તેને છૂટાછેડા આપી દીધા અને હવે વર્ષ 2023માં તેણે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો.

શેખર કપૂર ના પ્રેમ માં પાગલ હતી સુચિત્રા કૃષ્ણમુર્તિ

સુચિત્રા કૃષ્ણમૂર્તિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે શેખર કપૂર સાથે લગ્ન કરવાની મારી ફરજ હતી, જે મેં પૂરી કરી. કારણ કે જ્યારે મેં તેને પહેલીવાર જોયો ત્યારે હું પાગલ થઈ ગઈ હતી . તે સમયે મારી ઉંમર લગભગ 10-12 વર્ષની હશે. મેં મારું મન બનાવી લીધું હતું કે હું કાં તો ઇમરાન ખાન (પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન) અથવા શેખર કપૂર સાથે લગ્ન કરીશ. નસીબે પણ મારી વાત માની અને મને શેખર કપૂર સાથે મળાવી. હું તેને ચેમ્પિયન નામની ફિલ્મના કાસ્ટિંગ દરમિયાન મળી હતી. ફિલ્મ ન બની શકી પણ, મારી અને શેખર વચ્ચે વાતચીત શરૂ થઈ. હું તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ. પરંતુ, શેખર સિરિયસ નહોતો. મેં તેને ધમકી આપી, કહ્યું- જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારું મોઢું પણ નહીં જોઉં. તેણે સંમતિ આપી અને મારી સાથે લગ્ન કર્યા.”

આ સમાચાર પણ વાંચો: HDFC Special FD: HDFCની વિશેષ FD પર બમ્પર વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે સુવર્ણ તક.

સુચિત્રા કૃષ્ણમુર્તિ એ પરિવાર ની વિરુદ્ધ જય કર્યા શેખર કપૂર સાથે લગ્ન

સુચિત્રાએ વધુમાં કહ્યું કે, “મારા માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. કારણ કે તે સમયે શેખર મારી માતાની ઉંમરનો હતો અને તેણે છૂટાછેડા લીધા હતા. મારી માતાએ મને આજીજી કરી હતી. મારે તેને લગ્નનું નામ ન આપવું જોઈએ. પરંતુ, મારા પર પ્રેમ નું ભૂત સવાર હતું. મેં કોઈની વાત ન સાંભળી અને લગ્ન કરી લીધા.સુચિત્રાએ કહ્યું કે, મારા પતિ ઇચ્છતા ન હતા કે હું અભિનય કરું, જ્યારે તેઓ પોતે એક ફિલ્મ મેકર હતા. તે સમયે અભિનય કારકિર્દી છોડી દેવી એ મારા માટે મોટી વાત નહોતી. તેથી જ મેં અભિનય છોડી દીધો. હું કોઈપણ રીતે કોઈ ફિલ્મી પરિવારમાંથી નહોતી. મારો પરિવાર અભિનયની વિરુદ્ધ હતો. મને કોલેજકાળથી જ ફિલ્મોની ઓફર મળી રહી હતી. મેં મારા પરિવારને જાણ કર્યા વિના ઘણી ફિલ્મોમાં શૂટિંગ કર્યું હતું અને તે સુપરહિટ રહી હતી.” લગ્નના એક વર્ષ પછી સુચિત્રાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે આ લગ્નમાંથી બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો. પ્રેગ્નન્સીને કારણે તેણે આ સંબંધ 12 વર્ષ સુધી રાખ્યો અને વર્ષ 2020માં તેના પતિથી છૂટાછેડા લઈ લીધા. સુચિત્રાએ જણાવ્યું કે લગ્ન બાદ શેખર કપૂરે તેની સાથે ઘણી વખત છેતરપિંડી કરી હતી. તેમના સંબંધોમાં આદર જેવું કંઈ બાકી નથી. તેથી જ તેણે તેને સમાપ્ત કરવાનું વધુ સારું માન્યું.

 

July 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક