Tag: clean up marshal

  • Mumbai: હવે કબૂતરને દાણા નાખ્યા છે તો ખબરદાર!! દંડ માટે તૈયાર રહેજો…

    Mumbai: હવે કબૂતરને દાણા નાખ્યા છે તો ખબરદાર!! દંડ માટે તૈયાર રહેજો…

    News Continuous Bureau | Mumbai

    Mumbai: મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) ક્લીન અપ માર્શલ ( clean up marshal ) હવે કબૂતરને ( pigeon ) દાણા નાખવા ( Feeding)  વાળા પર કડક કાર્યવાહી કરવાના છે. તેમજ આવું કૃત્ય કરનારા ને દંડ ( penalty ) કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર દાણા નાખવા બદલ 100 થી 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.

    ભૂલેશ્વર, દાદર, માહીમ, માટુંગા તેમજ બોરીવલી જેવા અનેક વિસ્તારમાં અનેક જગ્યાએ ચબૂતરાઓ છે. કબુતર ની ચરકને કારણે ટીબી જેવા રોગ ફેલાતા હોવાને કારણે તેમજ શ્વસનતંત્રના રોગોને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ હવે નક્કી કર્યું છે કે કબૂતર ને દાણા નાખવા વાળા પર કડક કાર્યવાહી કરવામાં આવે. તો હવે દાણા નાખતા પહેલા ચેતી જજો

    આ સમાચાર પણ વાંચો : Surat Diamond Bourse : સુરત ડાયમંડ બુર્સ નો માલિક કોણ? નફો નુકસાન કોને મળશે? જાણો અહીં વિગતે.

  • આખરે મુંબઈગરાને આ નિયમથી મળ્યો છૂટકારો, હવે આવું નહીં કર્યું તો પણ દંડ નહીં ભરવો પડે; BMCએ કરી જાહેરાત

    આખરે મુંબઈગરાને આ નિયમથી મળ્યો છૂટકારો, હવે આવું નહીં કર્યું તો પણ દંડ નહીં ભરવો પડે; BMCએ કરી જાહેરાત

    News Continuous Bureau | Mumbai

    મુંબઈગરાને આખરે બે વર્ષ બાદ માસ્ક પહેરવાથી છુટકારો મળ્યો છે. પહેલી એપ્રિલ, 2022થી સાર્વજનિક સ્થળે માસ્ક નહીં પહેરનારા પાસેથી કોઈ દંડ વસુલ નહીં કરવામાં આવે, એવી મુંબઈ મહાગનરપાલિકાએ જાહેરાત કરી છે. કોરોના પગલે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતો હતો.

    મુંબઈમાં માર્ચ 2020થી કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ થયું હતું. એ સાથે જ કોરોનાને ફેલાતો અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું હતું. માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી પાલિકાના ક્લીન-અપ માર્શલ્સ, પાલિકાના કર્મચારી, પોલીસ વગેરે કાર્યવાહી કરીને 200 રૂપિયાનો દંડ વસૂલ કરતા હતા.

    આ સમાચાર પણ વાંચો :  આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટ તરફથી NCBને મળી રાહત, ચાર્જશીટ દાખલ કરવા માટે આપ્યો આટલા દિવસનો સમય; જાણો વિગતે

    હાલ જોકે મુંબઈ સહિત દેશભરમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. પહેલી એપ્રિલ.2022થી મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે માસ્ક પહેરવાનું પણ મરજિયાત કરી નાખ્યું છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાનું જોખમ હજી પણ ટળ્યું ન હોવાથી લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. હવે સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત નથી, તેથી પાલિકાએ પણ હવે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ પહેલી એપ્રિલ, 2022થી થશે.

  • તો શું મુંબઈમાં માસ્ક વગર ફરનારા પાસેથી દંડ નહીં વસૂલાય ? મુંબઈ પાલિકાએ કરી સ્પષ્ટતા  જાણો વિગતે

    તો શું મુંબઈમાં માસ્ક વગર ફરનારા પાસેથી દંડ નહીં વસૂલાય ? મુંબઈ પાલિકાએ કરી સ્પષ્ટતા જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં કોરોનાનો ફેલાવો હવે નિયંત્રણમાં છે. જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ ઓછો થયો છે. કેન્દ્ર સરકારે કોવિડ પ્રતિબંધક નિયંત્રણો ૩૧ માર્ચથી દૂર કર્યા છે. તેથી માસ્કની જરૂર નથી એવું લોકો માનવા માંડ્યા છે. જો કે મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે સાર્વજનિક સ્થળે માસ્ક વગર ફર્યા તો યાદ રાખજો!

    કેન્દ્ર સરકારે કોવિડ પ્રતિબંધક નિયંત્રણો ૩૧ માર્ચથી હટાવી લેવાની જાહેરાત કરી  છે. આ દરમિયાન એવા અહેવાલો વહેતા થયા હતા કે મુંબઈમાં હવે માસ્ક પહેરવો ફરજિયાત નથી અને માસ્ક વગરના લોકો પાસેથી પાલિકા દંડ પણ વસૂલ નહીં કરે. જોકે પાલિકા પ્રશાસને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે મુંબઈમાં માસ્ક પહેરવો અનિર્વાય જ રહેશે. તથા સાર્વજનિક જગ્યા પર  માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દંડ પણ વસૂલાનું ચાલુ જ રખાશે.  

    દેશ કોરોનાની ત્રીજી લહેરથી મુક્ત થઈ ગયું છે. તેથી કેન્દ્ર સરકારે ૩૧ માર્ચથી કોવિડ પ્રતિબંધક નિયંત્રણો દૂર કરવાની જાહેરાત કરી છે.  જોકે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આવશ્યક રહેશે. તેથી મુંબઈમાં પણ માસ્ક પહેરવો ફરજિયાત જ રહેવાનો છે. અહીં ઉલ્લેખનીય છે છેલ્લા બે વર્ષમાં માસ્ક વગરના લોકો પાસેથી લગભગ ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

     આ સમાચાર પણ વાંચો : કાચલાઉ રાહત!! મુંબઈની ઉપનગરીય સોસાયટીઓને ફટકારેલી બિનઅકૃષિક ટેક્સની નોટિસ પર સ્ટે.. જાણો વિગતે

    મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યું હતું કે મુંબઈમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડ પણ વસૂલ કરવાનું ચાલુ જ રાખવામાં આવશે. જોકે આ કાર્યવાહી હવે ક્લીન-અપ માર્શલ્સ નહીં કરશે. હાલની એજેન્સીનો કોન્ટ્રેક્ટ 31 માર્ચના પૂરો થઈ ગયો છે. બીજી એજેન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડયા છે. બીજી એજેન્સી નીમવાની પ્રક્રિયા પૂરી થતી નથી ત્યાં સુધી પાલિકાના કર્મચારીઓ જ માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવાનું કામ કરશે.

  • માટુંગામાં ક્લીન-અપ માર્શલની દાદાગીરી હદપાર થઈ; લોકો પર પથ્થરનો ઘા કર્યો; જુઓ વીડિયો

    માટુંગામાં ક્લીન-અપ માર્શલની દાદાગીરી હદપાર થઈ; લોકો પર પથ્થરનો ઘા કર્યો; જુઓ વીડિયો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    મુંબઈ શહેરમાં ક્લીન-અપ માર્શલોની દાદાગીરી હવે હદપાર થઈ રહી છે. માર્શલની લુખ્ખાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંગળવારે પશ્ચિમ રેલવેના માટુંગા સ્ટેશન પાસે કલીન-અપ માર્શલ અને લોકો વચ્ચે વાદવિવાદ થયો હતો. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં આ ઘટના ઘટી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. 

    માટુંગા સ્ટેશન નજીક કલીન-અપ માર્શલે એક વ્યક્તિ પાસેથી 200 રૂપિયા દંડને બદલે વધારે રકમ માગી હતી. એથી આસપાસના લોકો રોષે ભરાયા અને તેમની વચ્ચે વાદવિવાદ થઈ ગયો. લોકોએ તેને માર્યો એટલે માર્શલે ઉશ્કેરાઈને હાથમાં પથ્થર ઉપાડીને ઘા કર્યો, એટલું જ નહીં ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં એક વ્યક્તિના પેટ પર લાત મારી હતી. લોકો વધુ ગુસ્સે ભરાયા એથી માર્શલે ત્યાંથી નાસી જવાનો પણ પ્રયત્ન કર્યો.

    જો બાયડનના મોઢેથી ભારતીય પત્રકારોનાં વખાણ અમેરિકન પત્રકારોથી સહન ન થયા; વ્હાઇટ હાઉસને અમેરિકન મીડિયાએ આવું સંભળાવી દીધું

    જોકે વીડિયો ખૂબ વાયરલ થયો હોવા છતાં આ ઘટના વિશે પોલીસને જાણ ન હતી. ત્યાર બાદ વીડિયો જોઈને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે BMC દ્વારા જેમને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે એ કૉન્ટ્રૅક્ટરો ઓછું ભણેલા યુવાનોને આ કામ માટે રાખે છે. આ માર્શલોને લોકો સાથે યોગ્ય વર્તન કરતા આવડતું નથી, એથી આ સમસ્યા સર્જાય છે.

  • માસ્ક ન પહેરવા બદલ લોકોને દંડ ફટકારનારા માર્શલ્સ પોતે માસ્ક નથી પહેરતા, લોકોએ તેમને રસ્તાની વચ્ચે ફટકારી નાખ્યા, જુઓ વીડિયો; જાણો વિગત

    માસ્ક ન પહેરવા બદલ લોકોને દંડ ફટકારનારા માર્શલ્સ પોતે માસ્ક નથી પહેરતા, લોકોએ તેમને રસ્તાની વચ્ચે ફટકારી નાખ્યા, જુઓ વીડિયો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    કોરોનાને નિયંત્રણમાં રાખવા માસ્ક પહેરવો મુંબઈમાં અનિવાર્ય કરવામાં આવ્યું છે. છતાં લોકો માસ્ક વગર ફરતા હોય છે. આવા લોકોને સબક શિખવાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા છે. તેમનું કામ લોકો માસ્ક પહેરે છે કે નહીં એના પર નજર રાખવાનું છે. માસ્ક નહીં પહેરનારા પાસેથી નિયમ મુજબ 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. જોકે મોટા ભાગના પ્રકરણમાં આ ક્લીન-અપ માર્શલ્સ અને નાગરિકો વચ્ચે માસ્કને લઈને મારામારી સુધી વાત પહોંચી જતી હોય છે. હાલમાં જ જુહુમાં ક્લીન-અપ માર્શલ્સ અને એક યુવકની માસ્કને લઈને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળ્યો હતો. જેમાં માસ્ક નહીં પહેનારા શખ્સને ક્લીન-અપ માર્શલ્સે 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એને કારણે પેલો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો.

    લૂંટો ભાઈ લૂંટો : આખું મુંબઈ ખાડાથી ભરેલું, પાલિકા હવે ખાડાને ભરવા વધુ ખર્ચ કરશે ૧૨ કરોડ

    કલીન-અપ માર્શલે પણ માસ્ક પહેર્યો ન હોવાનું કહીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને વાત મારપીટ સુધી આવી ગઈ હતી. એમાં અન્ય લોકો પણ ક્લીન-અપ માર્શલ્સને મારવા પહોંચી ગયા હતા. બંને વચ્ચે માસ્કને લઈને થયેલી બોલાચાલીમાં માસ્ક નહીં પહેરનારા શખ્સે કલીન-અપ માશર્લ્સને ભારે માર મારતાં તેને ભાગી છૂટવું પડ્યું હતું. આ પૂરા પ્રકરણ બાદ પાલિકાના કે-વેસ્ટ વિભાગ દ્વારા માસ્ક નહીં પહેરનારા શખ્સ વિરુદ્ધ ક્લીન-અપ માર્શલ્સની મારપીટ કરવા બદલ પોલીસમાં ગુનો પણ નોધવામાં આવ્યો છે.

     

  • સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

    સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 6 જુલાઈ 2021

    મંગળવાર

    કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે, એ સાથે જ લૉકડાઉનના નિયમોમાં રાહત આપવામાં આવી છે. એથી લોકો સાર્વજનિક સ્થળોએ ભીડ વધારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે, તહેવારો પણ નજીક આવી રહ્યા છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.

    મુંબઈમાં ખાસ કરીને દાદર, બોરીવલી, અંધેરી, ક્રાફર્ડ માર્કેટ જેવા પરિસરમાં લોકો ધૂમ ખરીદી કરવા નીકળી રહ્યા છે. એને કારણે આ પરિસરમાં ભારે ગિરદી થઈ રહી છે. આ સમયે લોકો માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી  રહ્યા છે. એમાં પાછું આવતા મહિનાથી તહેવારો ચાલુ થઈ જશે. એથી વધુ ભીડ થવાની શક્યતા છે. પાલિકાએ વધુ ભીડ થતી હોય એવાં સ્થળો પર માર્શલ્સની સંખ્યા વધારવાની છે. એ સિવાય રેલવે સ્ટેશન અને બસસ્ટૉપ પર વધુ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરાશે.

    આઘાતજનક : મુંબઈમાં ચાર દિવસમાં જ 90 કરતાં વધુ મૃત્યુ, મુંબઈ મહાનગરપાલિકા કરશે મૃત્યુના કારણનો અભ્યાસ; જાણો વિગત

    હાલ મુંબઈમાં માસ્ક વગરના સૌથી વધુ K-વેસ્ટ વૉર્ડમાં એટલે કે અંધેરી(વેસ્ટ), જોગેશ્વરી અને વિલેપાર્લે(વેસ્ટ)માં વધુ લોકો પકડાય છે. એમાં પણ અંધેરી વિસ્તારમાં મોટા પાયા પર કૉમર્શિયલ એરિયા હોવાથી અહીં માસ્ક વગરના વધુ લોકો પકડાઈ રહ્યા છે.

  • ક્લીન-અપ માર્શલ્સો જ કરી રહ્યા છે બીએમસીના નિયમોનું ઉલ્લંઘન ટાર્ગેટ પૂરો કરવા સિવિલ ડ્રેસમાં ફરે છે જાણો  વિગત..

    ક્લીન-અપ માર્શલ્સો જ કરી રહ્યા છે બીએમસીના નિયમોનું ઉલ્લંઘન ટાર્ગેટ પૂરો કરવા સિવિલ ડ્રેસમાં ફરે છે જાણો વિગત..

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, ૨૬  જૂન 2021

    શનિવાર

    મુંબઈમાં સાર્વજિનક સ્થળે માસ્ક વગર ફરનાર પાસેથી દંડ વસૂલવા માટે ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા છે.  કોન્ટ્રેક્ટ પર રહેલા આ માર્શલ્સ જોકે પોતાનું ટાર્ગેટ પૂરું કરવા માટે સિવિલ ડ્રેસમાં ફરતા હોય છે. એક રસીદ પાછળ તેમન 40 રૂપિયા મળતા હોવાથી ક્લીન-અપ માર્શલ્સ મુંબઈ મહાનગરપાલિકાના નિયમોનું જ ઉલ્લંઘન કરતા જણાય છે. યુનિફોર્મમાં નહીં હોવાથી લોકો ક્લીન-અપ માર્શલ્સને ઓળખી શકતા નથી. તેનો ફાયદો લઈને તેઓ લોકો પાસેથી દંડ વસૂલ કરતા હોય છે. અમુક વખતે તેઓ દંડની રકમ વસૂલ કરવાને બદલે વ્યક્તિ સાથે થોડા પૈસામાં સેટરમેન્ટ પણ કરી નાખતા હોય છે.

    વિદ્યાર્થીઓને 50% ફી માફી આપો, બૉમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો; જાણો વિગત

    ખાસ કરીને દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, લુહાર ચાલ, ક્રાફર્ડ માર્કેટ જેવા વિસ્તારમાં સિવીલ ડ્રેસમાં ક્લીન-અપ માર્શલ ફરી રહ્યા  હોવાની ફરિયાદ આવી છે.