Tag: cm uddhav thackeray

  • આજ સાંજે 5 વાગે નક્કી થશે ઠાકરે સરકારનું ભવિષ્ય- એક બાજુ સુપ્રીમમાં સુનાવણી થશે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કેબિનેટની એક મહત્વની બેઠક- 

    આજ સાંજે 5 વાગે નક્કી થશે ઠાકરે સરકારનું ભવિષ્ય- એક બાજુ સુપ્રીમમાં સુનાવણી થશે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કેબિનેટની એક મહત્વની બેઠક- 

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharshtra)ની ઠાકરે સરકાર(Thackeray Govt) હવે અંતિમ ઘડીઓ ગણી રહી છે. એકનાથ શિંદે(Eknath Shinde) જૂથમાં શિવસેના(Shivsena) અને સરકારના આશરે 50થી વધુ ધારાસભ્યો હોવાના દાવા સાથે મહાવિકાસ આઘાડી સરકાર(MVA Govt) લઘુમતીમાં હોવાનો દાવો ગઈકાલે(મંગળવારે) ભાજપ(BJP)ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) કર્યો હતો. આ રજૂઆતને ધ્યાને લઈને બુધવારે સવારે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી(Bhagat Singh Koshiyari)એ ઉદ્ધવ સરકારને ગુરૂવારે સાંજે 5 કલાકે ફ્લોર ટેસ્ટ(Floor test) કરવા માટે જણાવ્યું છે. રાજ્યપાલના આ આદેશને શિવસેનાએ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં પડકાર્યો છે, જેની સુનાવણી(hearing) આજે સાંજે 5 વાગ્યે થવાની છે. 

    આ સમાચાર પણ વાંચો :  જેલમાં બંધ અનિલ દેશમુખ-નવાબ મલિક SCની શરણે-બંને નેતાઓએ કોર્ટ સમક્ષ અરજી કરી આ માંગ- જાણો વિગતે 

    જોકે આ ચુકાદાની સાથે વધુ એક મહત્વની જાહેરાત આજે સાંજે 5 કલાકે મુંબઈ(Mumbai)માં થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાંજે કેબિનેટ(Cabinet meeting)ની એક મહત્વની બેઠક બોલાવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સરકારને બચાવવા માટે મોટો નિર્ણય લઈ શકે છે.

  • આખરે ઉદ્ધવ ઠાકરે ઝુક્યા- પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના સ્થાને આ વ્યક્તિના નામે હશે નવી મુંબઈ એરપોર્ટ

    આખરે ઉદ્ધવ ઠાકરે ઝુક્યા- પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના સ્થાને આ વ્યક્તિના નામે હશે નવી મુંબઈ એરપોર્ટ

     

    News Continuous Bureau | Mumbai 

    ઠાકરે સરકાર(Thackeray government) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ દિવંગત નેતા ડીબી પાટીલના(DB Patil) નામ પર રાખવા સંમત થઈ ગઈ છે.

    નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ડીબી પાટિલના નામને ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) મંજૂરી આપી છે.

    માતોશ્રી(Matoshree) ખાતે આંદોલનકારીઓના એક પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને ડીબી પાટીલના નામ સામે કોઈ વાંધો નથી. 

    સાથે આ આંદોલનકારીઓએ એકનાથ શિંદે(Eknath Shinde) પર સમાજમાં ઝઘડો કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે(State Government) એરપોર્ટનું નામ શિવસેનાના(Shivsena) દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે DB પાટિલના નામ માટે નવી મુંબઈમાં મોટું આંદોલન થયું હતું.

    આ સમાચાર પણ વાંચો : અરબ સાગરમાં ONGC ના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ- 3 કર્મચારી સહિત આટલા લોકોનાં નિપજ્યા મોત

  • મહારાષ્ટ્રમા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા તમામ પાવર- સાથે આ પ્રસ્તાવ પણ થયા પાસ- જાણો શું છે તે પ્રસ્તાવ

    મહારાષ્ટ્રમા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા તમામ પાવર- સાથે આ પ્રસ્તાવ પણ થયા પાસ- જાણો શું છે તે પ્રસ્તાવ

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર ધારાસભ્ય(Rebel MLA) એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે ​​નવી પાર્ટીની(new party) જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિવસેનાની(Shivsena) રાષ્ટ્રીય કાર્યકારિણીની(National Executive meeting) બેઠક યોજી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતા સામેલ થયા હતા. આ દરમિયાન ઘણા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે.

    મીડિયામાં પ્રસાતિર અહેવાલો મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સર્વસંમતિથી તમામ પાવર ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આપવામાં આવ્યા છે. તો બળવાખોરો પર કઠોર નિર્ણય લેવાનો પ્રસ્તાવ પણ પાસ થયો છે. આ સિવાય બળવાખોર ધારાસભ્યોના પરિવારના સભ્યો અને નજીકના લોકોને શિવસેનાના પદો પરથી હટાવવામાં આવશે. 

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો

    શિંદે જૂથ વિરુદ્ધ શિવસેનાએ આક્રમક વલણ અપનાવતા ચૂંટણી પંચને(Election Commission) પત્ર લખ્યો છે અને કહ્યું કે કોઈ અન્ય શિવસેના કે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.

    શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીચે મુજબ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા

    – ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર કાર્યકારિણીને સંપૂર્ણ વિશ્વાસ. તમામ નિર્ણય લેવાનો અધિકાર પક્ષપ્રમુખ તરીકે ઠાકરે પાસે રહેશે. 

    – શિવસેનાને દગો આપનારને માફી મળશે નહીં. શિવસેનાના જે કામ છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે.

    – શિવસેના અને બાળા સાહેબ ઠાકરેના નામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં. 

    – બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી શિવસેના ભવનમાં પ્રવેશ નહીં કરી શકે.

  • મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો

    મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રમાં(maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(Political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર(Rebel) ધારાસભ્ય એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે ​​નવી પાર્ટીની જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિંદેના આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યો(Rebel MLA) પોતાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ કોઈએ બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ ન કરવો જોઈએ.

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ સેના ભવન(Sena Bhavan) પર શિવ સૈનિકોને(Shiv sainik) સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. બાલાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માંગી બતાવે. શિવસેના બાળાસાહેબ ઠાકરેની હતી અને તેમની જ રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા(Marathi Asmita) અને હિન્દુત્વ(Hindutva) માટે લડતી રહેશે. તેમણે કહ્યુ કે, મારા પિતા નહીં પણ પોતાના બાપના નામ પર વોટ માગીને બતાવો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, પહેલા શિંદે  નાથ હતાં, પણ હવે દાસ બની ગયા છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને ઝટકો- ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી-આ તારીખ સુધીમાં આપવો  

  • વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર- એકનાથ શિંદે વળતો જવાબ આપતા કહ્યું જોયું આ છે વિધાનસભ્યોની ભાવના-જાણો શું લખ્યું છે પત્રમાં 

    વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર- એકનાથ શિંદે વળતો જવાબ આપતા કહ્યું જોયું આ છે વિધાનસભ્યોની ભાવના-જાણો શું લખ્યું છે પત્રમાં 

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) ધરતીકંપ આવી ગયો છે. હવે આ પૂરી રાજકીય લડતમાં( Political War) હવે ઈમોશન ટચ (Emotion touch)પણ આવી ગયો છે.

    એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) ધારાસભ્યોને(MLA) ફેસબુક પર લાઇવ(Facebook Live) અપીલ કરી હતી કે તમે શું કહેવા માગો છો તે મને જણાવો. ત્યારબાદ ઔરંગાબાદ પશ્ચિમના(Aurangabad West) ધારાસભ્ય સંજય શિરસાટે(Sanjay Shirsat) ભાવુક થઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.

    આ પત્રમાં ધારાસભ્યએ છેલ્લા એક વર્ષમાં તેમના જેવા અન્ય ધારાસભ્યો સાથે થયેલા અન્યાયનો પણ ખુલાસો કર્યો છે. તેમનો પત્ર જાહેર થવાની સાથે જ એકનાથ શિંદેએ તુરંત ટ્વીટ કરીને કહ્યું હતું કે આ છે ઘારાસભ્યોની ભાવના. ધારાસભ્યના પત્ર બાદ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે.

    ટ્વીટર(Twitter) પર ધારાસભ્યે લખેલા પત્ર પણ અનેક લોકોએ ટિપ્પણી કરી છે. અમુક લોકોએ તેને વખાણી છે, તો અમુક લોકોએ તેની આકરા શબ્દોમાં ટીકા પણ કરી છે. ધારાસભ્યે અમારા  વિઠ્ઠલ હિન્દુ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેને(Shri Balasaheb Thackeray) વંદન કરીને આ પત્ર લખી રહ્યો હોવાનું કહીને બે પાનાનો લાંબો પત્ર લખ્યો છે.

    ગઈકાલે વર્ષા બંગલાના દરવાજા લોકો માટે ખરા અર્થમાં ખોલવામાં આવ્યા હતા. બંગલા પર ભીડ જોઈને આનંદ થયો. છેલ્લા અઢી વર્ષથી શિવસેનાના ધારાસભ્ય(Shivsena MLA) તરીકે અમારા માટે આ દરવાજા બંધ હતા. ધારાસભ્ય તરીકે બંગલામાં પ્રવેશવા માટે, અમારે જેઓ અમારા જીવ પર વિધાન પરિષદ અને રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા તેમને મસ્કા મારવા પડતા હતા એવો આરોપ સંજય શિરસાટે કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો- રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું મોટું નિવેદન-કહ્યું – શિવસેના MVA ગઠબંધન તોડવા તૈયાર પરંતુ આ શરત સાથે

    જેઓ લોકોમાંથી ચૂંટાયા ન હતા, તે કહેવાતા ચાણક્ય કારકુન રાજ્યસભા અને નીવિધાન પરિષદની ચૂંટણી(Legislative Council elections) વ્યૂહરચના નક્કી કરતા હતા. શિવસેનાના ધારાસભ્ય તરીકે અમને ક્યારેય વર્ષા બંગલામાં સીધો પ્રવેશ મળ્યો નહોતો. મુખ્યમંત્રી દરેકને મંત્રાલયના છઠ્ઠા માળે મળે છે, પરંતુ અમારા માટે છઠ્ઠા માળા પર જવાનો સવાલ જ નહોતો કારણ કે તમે ક્યારેય મંત્રાલયમાં ગયા જ નથી.

    મતવિસ્તારના કામ, અન્ય મુદ્દાઓ, અંગત મુદ્દાઓ માટે સીએમ સાહેબને મળવાની ઘણી વિનંતીઓ પછી કહેવાતા ચાણકય તરફથી સંદેશો આવતો કે તમને વર્ષા બંગલે બોલાવવામાં આવ્યા છે. પણ હું કલાકો સુધી બંગલાના ગેટ પર ઊભો રહેતો. મેં એ લોકો ઘણી વાર ફોન કર્યો તો તેઓ કોલ રિસીવ કરતા નથી આખરે અમે કંટાળીને ચાલ્યા જતા.

    મતવિસ્તારની ખરાબ સ્થિતિ, મતવિસ્તારમાં ભંડોળ, નોકરશાહી, કોંગ્રેસ(Cogress)-એનસીપી(NCP) તરફથી અપમાન, આ બધી ફરિયાદો પક્ષમાં શિંદે સાહેબ જ સાંભળતા હતા અને તેઓ હકારાત્મક પગલાં લેતા હતા. તેથી, અમારા તમામ ધારાસભ્યોના ન્યાયના અધિકાર માટે તમામ ધારાસભ્યોની વિનંતીથી, અમે માનનીય એકનાથજી શિંદે સાહેબને આ નિર્ણય લેવા જણાવ્યું હતું. તેઓએ અમને સાથ આપ્યો હતો એટલે અમે તેમને સાથ આપ્યો હોવાનું પણ આ પત્રમાં ઘારાસભ્યે કહ્યું છે.
     

  • રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

    રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. ત્યારે હવે રાજનૈતિક દાવપેચ શરૂ થઈ ગયા છે. એક તરફ શિવસેના(Shivsena)એ પાર્ટીના ધારાસભ્યો(MLAs)ને વ્હીપ જારી કર્યા છે તો બીજી તરફ બાગી નેતા એકનાથ શિંદે(Eknath Shinde)એ નવો ખેલ ખેલ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો :  દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

    શિવસેના દ્વારા જારી વ્હીપ જારી કર્યા બાદ એકનાથ શિંદે વધુ આક્રમક બન્યા છે. ગુવાહાટી(Guwahati)માં રહેલા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે(SHivsena MLA Bharat Gogavale)ને વિધાનસભાના મુખ્ય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, સાથે એકનાથ શિંદેએ કહ્યું છે કે ધારાસભ્યોની આજની બેઠક અંગે સુનીલ પ્રભુ(Sunil Prabhu) દ્વારા જારી કરાયેલા આદેશ કાયદેસર રીતે અમાન્ય છે. આ જાણકારી તેમણે ટ્વિટર કરીને આપી છે. 

     

    ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.જેમાં શિવસેનાના 8 મંત્રી નહોતા પહોંચ્યા, જે મુંબઈમાં જ હાજર છે. આ પછી આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર જારી કરી તેમને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું . 

  • અત્યારે શું થઈ રહ્યું છે બધાને ખબર છે પરંતુ શું તમને ખબર છે કે બંડખોરીના 12 કલાક પહેલાથી શું ચાલી રહ્યું હતું-જાણો એકનાથ શિંદેના રાજનૈતિક દાવની પ્રિક્વલ અહીં

    અત્યારે શું થઈ રહ્યું છે બધાને ખબર છે પરંતુ શું તમને ખબર છે કે બંડખોરીના 12 કલાક પહેલાથી શું ચાલી રહ્યું હતું-જાણો એકનાથ શિંદેના રાજનૈતિક દાવની પ્રિક્વલ અહીં

    News Continuous Bureau | Mumbai 

    સાંજ સુધીમાં કદાચ મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi) સરકારનું ભવિષ્ય ક્લિયર થઈ જશે. હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) શું ચાલી રહ્યું છે બધાને દેખાઈ રહ્યું છે પણ એકનાથ શિંદે(Eknath Shinde) બળવો કરે તે પહેલા જ આખું ચેપ્ટર લખાઈ ગયું હોવાનું કહેવાય છે અને મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) અંધારામાં રહી ગઈ. બળવાખોરીના 12 કલાક પહેલાથી એટલે કે બપોરથી મુંબઈમાં તેની તૈયારી થઈ ગઈ હતી.

    રાતના મહારાષ્ટ્રના બળવાખોર 35 ધારાસભ્ય(MLA) સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) મુંબઈમાં મુખ્ય પ્રધાનના(Chief Minister) સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં(Varsha) તેમના બળવાના સમાચાર મળ્યા હતા. તે પછી તરત જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) રાતના  2 વાગ્યે વર્ષા ખાતે શિવસેનાના નેતાઓની બેઠક યોજી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જે બાદ મુંબઈમાં દિવસભર મોટી રાજકીય હિલચાલ થઈ હતી.

    આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર- શિવસેનાએ જાહેર કર્યું વ્હિપ- પાર્ટીના તમામ ધારાસભ્યોને આપ્યો આ આદેશ 

    સોમવારે રાત્રે 9.30 કલાકે વિધાન પરિષદનું(Legislative Council) પ્રથમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે શિવસેનાનો(Shivsena) કોઈ નેતા હાજર નહોતો. શિંદેની નારાજગીનો વાત શિવસેનાના નેતાઓ ફેલાઈ ગઈ હતી. આથી સોમવારે આખો દિવસ શિવસેનામાં શાંતિ રહી હતી.  સોમવારે બપોરે 3 વાગે વિધાનસભા છોડીને નીકળેલા બળવાખોરો રાતના સીધા સુરત પહોંચી ગયા હતા.

    સોમવારે રાત્રે 9.30 વાગ્યે, સ્પષ્ટ થયું કે શિંદે નોટ રીચેબલ છે. ખાતરી કરે ત્યાં સુધીમાં શિંદે સહિત 35 ધારાસભ્યો મધરાતે સુરત પહોંચી ગયા હતા. જે બાદ વર્ષા બંગલામાં શિવસેનાના પદાધિકારી એક્ટિવ થયા હતા. મહાવિકાસ આઘાડીની બેઠક પણ થઈ હતી, આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું.
     

  • શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નાર્વેકર અને એકનાથ શિંદે વચ્ચે બેઠક પૂર્ણ- લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં એકનાથ શિંદેએ મુકી આ બે શરતો

    શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નાર્વેકર અને એકનાથ શિંદે વચ્ચે બેઠક પૂર્ણ- લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં એકનાથ શિંદેએ મુકી આ બે શરતો

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની મેરેડિયન હોટલમાં(Meridian Hotel in Surat) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે તેમના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા. 

    જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા. એકનાથ શિંદે અને મિલિંદ નાર્વેકર વચ્ચેની બેઠક(Meeting) પૂરી થઈ. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ એકનાથ શિંદે સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(Chief Minister Uddhav Thackeray) પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ નાર્વેકર સમક્ષ નીચે મુજબ શરતો મૂકી છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

    – કોંગ્રેસ(Congress) અને NCP સાથે ગઠબંધન તોડવાની શરત
    – શિવસેનાએ(Shivsena) ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શરત

    ઉલ્લેખનીય છે કે શિવસેનાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ધારાસભ્યો સાથે 7 વાગે વર્ષા નિવાસ ખાતે બેઠક બોલાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શિવસેના કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન તોડે છે કે પછી પોતાના નિર્ણય પર અડગ રહે છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જુનીના એંધાણ- સરકાર બચાવવા-રચવા શાહ-પવાર-ઉદ્ધવ ઠાકરેની બેઠકોનો દોર શરૂ- જાણો કોણે કોની સાથે બેઠક કરી 

    મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જુનીના એંધાણ- સરકાર બચાવવા-રચવા શાહ-પવાર-ઉદ્ધવ ઠાકરેની બેઠકોનો દોર શરૂ- જાણો કોણે કોની સાથે બેઠક કરી 

     News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharahtra)માં વિધાન પરિષદની ચૂંટણી(MLC election result)ના પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર(Uddhav Thackeray Govt) સંકટમાં આવી ગઈ છે. હવે મહારાષ્ટ્રમાં સરકાર બચાવવા માટે તમામ પક્ષો દ્વારા બેઠકો(meeting)નો દોર શરૂ થઇ ગયો છે.

    મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ દિલ્હી(Delhi)માં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda)ના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) પહોંચ્યા હતા. આ બેઠક લગભગ 12:45 ના આસપાસ પૂર્ણ થઈ છે. બેઠક બાદ હવે જેપી નડ્ડા અને અમિત શાહ ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ(Vice President Vaikaya Naidu) ને મળવા પહોંચ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગશે?  વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અચાનક ગાયબ.. જાણો વિગત

    તો બીજી તરફ NCP સુપ્રીમો શરદ પવારે(NCP chief Sharad Pawar) પોતાના ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમજ રાજકીય સંકટને પગલે તેઓ CM ઉદ્ધવ ઠાકરે સાથે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક કરશે.

  • બોરીવલીના કોરો કેન્દ્ર પુલના ઉદ્ઘાટનને લઈને શિવસેના-ભાજપ સામ-સામે- ભાજપે કરી આ માંગણી

    બોરીવલીના કોરો કેન્દ્ર પુલના ઉદ્ઘાટનને લઈને શિવસેના-ભાજપ સામ-સામે- ભાજપે કરી આ માંગણી

    News Continuous Bureau | Mumbai

    બોરીવલી(વેસ્ટ)માં(Borivali) કોરા કેન્દ્ર પુલનું (Kora Kendra Bridge)કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ પુલને વાહનવ્યવહાર(Transportation) માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) હસ્તે ખુલ્લો મુકાવાનો છે ત્યારે આ પુલના ઉદ્ઘટાનમાં(bridge inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના(BJP-Shiv Sena) સામ-સામે થઈ ગઈ છે. 

    બોરીવલી ઈસ્ટ અને વેસ્ટના જોડતા આ ફ્લાયઓવરના ઉદ્ઘાટનમાં(Flyover inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેની ભાજપ પક્ષે ભારે નારાજગી જોવા મળી છે. ફડણવીસના આમંત્રણ આપવાની ભાજપની માગણીને ફગાવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.

    ફલાયઓવરના ઉદ્ઘાટનમાં દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમને કોઈ વિવાદ કરવો નથી. આ પુલ શાંતિપૂર્વક નાગરિકો માટે ખુલ્લો મુકાય એટલી જ અમારી ઈચ્છા છે. ફલાયઓવરના ઉદ્ઘાટનમાં પ્રોટોકોલ(Protocol) મુજબ વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને પણ આમંત્રણ આપવામાં આવે એટલી જ અમારી માંગણી છે. ફલાયઓવરનું થોડું કામ હજી બાકી છે. બહુ જલદી પ્રશાસન તેને ખુલ્લો મુકે અન્યથા બોરીવલીવાસીઓ જાતે જ તેને ખુલ્લો મૂકી દેશે અમારું ફક્ત એટલું જ કહેવું છે.

    આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર- 15 દિવસ ડાઉન લાઈનમાં આ સ્ટેશન પર ટ્રેન હોલ્ટ કરશે નહીં- જાણો વિગત

    ફ્લાયઓવરના ઉદ્ઘાટન અને આમંત્રણને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લાંબા સમયથી બંધાઈ રહેલો આ ફ્લાયઓવરનું કામ લગભગ  પૂરું થયું છે. આ ફ્લાયઓવરને કારણે એસ.વી. રોડ(S.V. Road) પર થનારી ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) છૂટકારો મળવાનો છે. બોરીવલી વેસ્ટમાં આર.એમ.ભટ્ટ માર્ગ(R. M. Bhatt Marg) અને એસ.વી. રોડ જંકશન અને કલ્પના ચાવલા ચોક(Kalpana Chawla Chowk) વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ પુલને કારણે એસ.વી.રોજ, કલ્પના ચોક પરની ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળવાનો છે. 

    ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી આ ફ્લાયઓવરને દિવંગત સી.ડી.એસ પ્રમુખ બિપીન રાવતનું(CDS President Bipin Rawat) નામ આપવાની માગણી કરી છે. ગોપાલ શેટ્ટી તથા ભાજપના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ શાહે(Praveen Shah) સંયુક્ત રીતે આ પુલને લગતો પ્રસ્તાવ પાલિકા સમક્ષ મુક્યો હતો. આ પુલનું કામ છેક 2018માં ચાલુ થયું હતું. તે હવે પૂરું થયું છે.