• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cold war
Tag:

cold war

Mahayuti Cold War deputy cm eknath shinde clear reaction over mahayuti cold war
Main PostTop Postરાજ્ય

Mahayuti Cold War : મહાયુતીમાં ચાલી રહ્યું છે શીત યુદ્ધ ? ડીસીએમ એકનાથ શિંદેએ કર્યો ખુલાસો; ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ..

by kalpana Verat February 18, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mahayuti Cold War  : મહારાષ્ટ્રમાં હાલ મહાયુતિની સરકાર છે જેમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. પરંતુ ઘણીવાર આ મહાગઠબંધન સરકારમાં અસંતોષના સંકેતો જોવા મળે છે. આ દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાયુતિ અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. 

Mahayuti Cold War : એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી 

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મહાયુતિ ગઠબંધનમાં બધું બરાબર નથી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આ હેતુ માટે એક નવો વોર રૂમ શરૂ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે મંત્રાલયમાં એક અંડરવર્લ્ડ ચાલી રહ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજકીય અરાજકતા ઊભી થઈ છે. આ બધા મુદ્દાઓ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ ચાલી રહ્યું નથી અને મહારાષ્ટ્રના વિકાસનો વિરોધ કરનારાઓ સાથે યુદ્ધ કરવા બદલ વિપક્ષની ટીકા કરી. 

Mahayuti Cold War : મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ નથી

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને વોર રૂમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતો એક જ વોર રૂમ છે. નવો વોર રૂમ હજુ ખુલ્યો નથી. શિવસેનાના મંત્રીઓના વિભાગોની સમીક્ષા કરવા માટે એક સંકલન સેલની સ્થાપના કરવામાં આવી છે. આ રૂમ વોર રૂમ સાથે જોડાયેલ છે. તેથી, તેમણે કહ્યું કે, મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ નથી, પરંતુ મહારાષ્ટ્રના વિકાસની વિરુદ્ધમાં રહેલા લોકો સાથે યુદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  Mahayuti Crisis : મહાયુતિમાં મતભેદ?? એકનાથ શિંદેએ ફડણવીસના નિર્ણયની સામે ભર્યું એવું પગલું કે; વહેતી થઇ અટકળો..

Mahayuti Cold War : શિવસેના ઉબાઠા પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આ સલાહ આપી 

એકનાથ શિંદેએ પણ પાર્ટીમાં આવનારા સભ્યો પર પ્રતિક્રિયા આપી. શિવસેના પક્ષ એક એવો પક્ષ છે જે બાળાસાહેબ અને ધર્મવીર આનંદ દિઘેના વિચારોને અનુસરે છે. આ પાર્ટી તેના કાર્યકરોને સશક્ત બનાવી રહી છે. આજે મોટી સંખ્યામાં લોકો શિવસેનામાં જોડાઈ રહ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ તેમણે ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી કે જેઓ પાછળ રહી રહ્યા છે તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

 

 

February 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

by Dr. Mayur Parikh August 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોવિયેત સંઘના(Soviet Union) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former President) મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે નિધન થયું છે. 

તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં(Central Clinical Hospital) સારવાર લઇ રહ્યા હતા પરંતુ તેઓ મોતની લડાઇ(Death Battle) સામે જંગ હારી ગયા. 

મિખાઇલે રક્તપાત વિના શીત યુદ્ધનો(Cold War) અંત લાવ્યો હતો, પરંતુ સોવિયેત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. 

મિખાઇલ સોવિયેત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ હતા. તેઓ સોવિયેત સંઘના અત્યંત પ્રભાવશાળી નેતા હતા. 

તેમને નોબેલ પુરસ્કાર(Nobel Prize ) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

August 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

શું તમને ખબર છે કે અમેરીકા અને રશીયાના કોલ્ડ વોરને કારણે કેટલા દેશોએ પોતાનું અસ્તિત્વ ખોયું? જાણો આંકડા સહિત નામ…

by Dr. Mayur Parikh February 23, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,  

મંગળવાર,

રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેનાથી સમગ્ર  વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. યુદ્ધ હંમેશા વિનાશ જ નોતરે છે. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ રશિયા-અમેરિકા વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં વિશ્વના અનેક દેશોએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે.

વિશ્વના બે પાવરફુલ દેશો વચ્ચેની દાયકો જૂની દુશ્મનીમાં હવે જોકે યુક્રેનનો ભોગ લેવાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ આ મહાસત્તાઓની દુશ્મનીને કારણે અનેક દેશો તેનો ભોગ બની ચૂક્યા છે. જેમાં 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ સાથે જ રશિયા અને અમેરિકા દુનિયા પર પોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા. જેનો ભોગ કોરિયા બન્યું હતું. કોરિયાના બે ટુકડા થઈ જતા આજે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે દેશ બની ગયા છે. અનેક વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં એક બાજુ અમેરિકાની સેના હતી. તો બીજી બાજુ રશિયા અને ચીનની દરમિયાનગીરી હતી. તેને કારણે 1953માં કોરિયાના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારથી કોમ્યુનિસ્ટ વિધારધારા સાથે ઉત્તર કોરિયામાં તાનાશાહી શાસન છે. તો બીજી બાજુ અમેરિકાની મૂડીવાદી વ્યવસ્થા સાથે આવેલા દક્ષિણ હિસ્સાને દક્ષિણ કોરિયાનું નામ મળ્યું હતું. આજે 70 વર્ષ બાદ પણ કોરિયાના ટુકડા થયેલા આ બંને દેશ વચ્ચેનો તણાવની સ્થિતિ હળવી થઈ નથી. આજે પણ ઉત્તર કોરિયાના પક્ષમાં રશિયા અને ચીન ઊભા છે. જયારે દક્ષિણ કોરાની સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો છે.

રશિયા અને અમેરિકાના યુદ્ધમાં ક્યુબાનો પણ ભોગ લેવાયો હતો. અમેરિકાની નજીક આવેલા કોમ્યુનિસ્ટ દેશ કયુબાની મિસાઈલ કટોકટીને આજે પણ લોકો ભૂલ્યા નથી. 1960ના દાયકામાં રશિયાએ કયુબામાં પોતાની મિસાઈલ ગોઠવી દીધી હતી. જેને અમેરિકાએ સુરક્ષા માટે જોખમ ગણાવ્યું હતું. જોકે બાદમાં રશિયાએ મિસાઈલો હટાવી દીધી હતી. પરંતુ બંને મહાસત્તાઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કયુબાને યુદ્ધનો અખાડો બનાવી દીધો હતો. આજે પણ ક્યુબામાં રશિયા સમર્થિત કોમ્યુનિસ્ટ સરકાર છે. તો  હજારોની સંખ્યામાં વિપક્ષના નેતાઓ અમેરિકાને સમર્થન આપી રહ્યા છે. કયુબાના અનેક લોકો દેશની બહાર શરણ લઈ રહ્યા છે. જોકે આ બધા ચક્કરમાં ક્યુબાના અર્થતંત્રનો કચ્ચરધાણ નીકળી ચૂકયો છે.

વિશ્વના સૌથી ઊંચા ડાંગરના છોડની શોધ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક આ દિગ્ગજ વ્યક્તિનું 100 વર્ષની વયે  થયું નિધન…  

રશિયા, ચીન અને અમેરિકાના કોલ્ડ વોરમાં વિયેતનામે પણ બહુ ગુમાવ્યું  છે. એશિયામાં 1960ના દાયકામાં પોતાનો દબદબો જાળવી રાખવા અમેરિકાએ એશિયામાં સતત સૈનિકોની સંખ્યા વધારતું રહ્યું હતું. એક સમય એવો આવ્યો કે વિયેતનામમાં અમેરિકાના સૈનિકોની સંખ્યા 1 લાખ 80 હજારથી વધુ થઈ ગઈ હતી. રશિયા-ચીનનો પ્રભાવ ધરાવતા ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં અમેરિકાની હાજરીને લઈને મોટા પ્રમાણમાં બળવો થઈ ગયો હતો અને જોતજોતામાં આ સ્થિતિએ વિયેતનામ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ વર્ષો સુધી વિયેતનામને અમેરિકાના હુમલા અને બોમ્બમારોનો સામનો કરવો પડયો હતો. વિયેતનામમા ભારે ખુમારી બાદ છેવટે અમેરિકાએ અહીંથી પોતાના સૈનિકો પાછા ખેંચ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો થયો હતો. જોકે વિયેતનામ તેના ઈતિહાસમાં સર્જાયેલા વિનાશને ભૂલ્યો નથી.

કોલ્ડ વોરના સમયમાં કોમ્યુનિસ્ટ રશિયા તથા મૂડીવાદી અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયું હતું. ત્યારે કયો દેશ કોની તરફ છે, એમા જ અનેક દેશોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હતું. 1968માં જયારે ચેકોસ્લોવાકિયાએ કોમ્યુનિસ્ટર વિચારધારાથી અલગ હટીને આર્થિક સુધારાની તરફેણ કરી ત્યારે બે ગ્રુપ વચ્ચે તણાવ વધી ગયો હતો. વોરસા સમજૂતીથી અલગ થવા કોમ્યુનિસ્ટ વિચારધારા સામે ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવીને 20 ઓગસ્ટ 1968ના રશિયાએ સોવિયટ ગ્રુપના અન્ય સભ્ય સાથે મળીને ચેકોસ્લોવાકિયા પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મોટા પ્રમાણમાં જાનહાની થઈ હતી. તેમ જ ત્રણ લાખથી વધુ લોકોને ચેક તથા સ્લોવાકમાં તેમના ઘર છોડીને ભાગવું પડ્યું હતું.

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ,સ્વસ્થ-મજબૂત વાળ માટે પણ છે નારિયેળ પાણી ફાયદાકારક, જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતા વર્ષો જૂના કોલ્ડવોરમાં એશિયાના અફઘાનિસ્તાનનો ખો નીકળી ગયો છે. અફઘાનિસ્તામાં 1970ના દાયકામાં રશિયા સમર્થિત સરકાર ચાલતી હતી. રશિયાના વર્ચસ્વને હટાવવા અને એશિયામાં પોતાનું પ્રભુત્વ જમાવવા અમેરિકાએ પાકિસ્તાનને પોતાનું હથિયાર બનાવ્યું હતું અને તાલિબાનને ઊભું કર્યું હતું. 1990માં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી રશિયા સમર્થિત સરકારને પદભ્રષ્ટ કરવામાં સફળ રહ્યું હતું. જોકે ત્યારબાદ તાલિબાન જ અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયું હતું. 9/11 હુમલાની ઘટના બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનને ઘમરોળી નાખ્યું હતું અને તાલિબાનને સત્તા પરથી ખદેડી નાખ્યું હતું. હવે જોકે 21 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાનમાં રશિયા અને ચીનની મદદથી તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવી લીધી છે અને અમેરિકાને દેશ છોડી જવું પડ્યું છે. જોકે અમેરિકા અને રશિયાના વર્ચસ્વની લડાઈમાં અફઘાનિસ્તાન માં હજારો નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને દેશનું ઘનોપત નીકળી ગયું છે.

February 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક