• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Convocation ceremony
Tag:

Convocation ceremony

IIMCs 56th convocation ceremony Union Minister Ashwini Vaishnaw to attend IIMC’s 56th convocation ceremony on March 4
વધુ સમાચારદેશ

IIMCs 56th convocation ceremony: આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)નો યોજાશે 56મો દીક્ષાંત સમારોહ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે રહેશે ઉપસ્થિત

by kalpana Verat March 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

IIMCs 56th convocation ceremony :

  • નવી દિલ્હી અને પાંચ પ્રાદેશિક કેમ્પસના 478 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે કોન્વોકેશન 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) 4 માર્ચ, 2025ના રોજ મહાત્મા ગાંધી મંચ, IIMC, નવી દિલ્હી ખાતે તેનો 56માં દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. IIMCના ચાન્સેલર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

IIMCs 56th convocation ceremony :2023-24 બેચના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે દીક્ષાંત સમારોહ

આ દીક્ષાંત સમારોહમાં 2023-24 બેચના 9 અભ્યાસક્રમોના 478 વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરીને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવશે. સમારોહ દરમિયાન IIMC નવી દિલ્હી અને તેના પાંચ પ્રાદેશિક કેમ્પસ – ઢેંકનાલ, આઇઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુના વિદ્યાર્થીઓને તેમના ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. વધુમાં 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને સન્માનિત કરવા માટે વિવિધ મેડલ અને રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Coal Mine Auctions :ગાંધીનગરમાં કોલસાની ખાણોની વાણિજ્યિક હરાજી, રોડ શોનું કરાયું આયોજન..

આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને મહેમાનો આ મહત્વપૂર્ણ ક્ષણને ઉજવવા માટે એક સાથે આવશે. જે મીડિયા અને સંદેશાવ્યવહારના શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાની IIMCની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

IIMCs 56th convocation ceremony : IIMC મીડિયા લીડર્સને તૈયાર કરે છે

IIMC ભારતની અગ્રણી મીડિયા તાલીમ સંસ્થા છે, જે મીડિયા અને સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં શિક્ષણ પ્રદાન કરે છે. 1965માં સ્થાપિત, IIMC હિન્દી પત્રકારત્વ, અંગ્રેજી પત્રકારત્વ, વિજ્ઞાપન અને જનસંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પત્રકારત્વ, ડિજિટલ મીડિયા, ઓડિયા પત્રકારત્વ, મરાઠી પત્રકારત્વ, મલયાલમ પત્રકારત્વ અને ઉર્દૂ પત્રકારત્વમાં પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ ઉપરાંત 2024માં ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા પછી, યુનિવર્સિટી દ્વારા મીડિયા બિઝનેસ સ્ટડીઝ અને સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યા છે.\

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Technological University 14th convocation ceremony of Gujarat Technological University held, medals were awarded to so many students
રાજ્ય

Gujarat Technological University: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો યોજાયો ૧૪મો દીક્ષાંત સમારોહ, આટલા વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા

by khushali ladva January 29, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૪મો દીક્ષાંત સમારોહ યોજાયો
  • દીક્ષા મેળવવી એ શિક્ષાનો અંત નથી, પરંતુ મળેલા જ્ઞાનનો સમાજ માટે ઉપયોગ કરવાના સમયની શરૂઆત છે : મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
  • જીટીયુના વિવિધ વિદ્યાશાખાના ૩૮,૯૨૮ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૬ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા

Gujarat Technological University: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો પણ અપનાવવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયનો આરંભ છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ માનવતાના ઉચ્ચતમ મૂલ્યોને આત્મસાત કરવાનો છે. જ્યાં સુધી આપણે શિક્ષણને રાષ્ટ્રના હિત સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે અધુરુ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કુળની પ્રતિષ્ઠા વધે, સમાજનું ગૌરવ વધે અને ભારતનો વૈભવ વધે એવું જીવન જીવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતાં કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન જ શિક્ષણનો ખરો ઉદ્દેશ છે. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે.

આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, લાર્શન એન્ડ ટુબ્રોના ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ શ્રી જયંત પાટીલ, GTU ના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર, ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર અને અનેક વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Delhi Election 2025:પીએમ મોદીએ જાહેર મંચ પર આ ભાજપના ઉમેદવારના કર્યા ચરણ સ્પર્શ; જુઓ વિડિયો..

Gujarat Technological University:  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતના વૈભવી અતીતની મહાન સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારત પ્રાચીન સમયમાં ‘વિશ્વગુરુ’ અને ‘સોનેકી ચીડિયા’ હતું. ગામેગામ આત્મનિર્ભરતાના ઉદાહરણો હતા, જ્યાં દરેક વ્યક્તિ પોતાની કુશળતાથી અર્થતંત્રને મજબૂત બનાવતી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના મહાન વારસાને અપનાવવાના અને ગુલામીની માનસિકતાથી બહાર આવવાના આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અભિયાનની પ્રશંસા કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુવા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે GTU ના યોગદાન અને વિદ્યાર્થીઓના નવાચારની ભાવનાની સરાહના કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે GTUના વિદ્યાર્થીઓ ટેકનિકલ અને નૈતિક મૂલ્યો સાથે ભારતને 2047 સુધીમાં એક વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પને સાકાર કરશે.

રાજયપાલશ્રીએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીને વિદ્યાર્થીઓની સફળતા આપણા દેશની પ્રગતિ અને વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, દીક્ષા મેળવવાથી શિક્ષાનો અંત નથી આવતો, પરંતુ વિદ્યાર્થી તરીકે મળેલા જ્ઞાનનો સમાજ માટે ઉપયોગ કરવાનો સમય હવે શરૂ થવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં જ્ઞાન, સંસ્કૃતિ અને શાસ્ત્રોની ઉજ્જવળ પરંપરા રહી છે. વિજ્ઞાન, ગણિત, ચિકિત્સા, એટોમિક એનર્જી સહિતનાં તમામ ક્ષેત્રે ભારતીય ઋષિ -મુનિઓએ કરેલાં શોધ-સંશોધનો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.  

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ૧૯મી સદી ‘મની પાવર’ની સદી હતી, ૨૦મી સદી ‘નૉલેજ’ની સદી હતી અને ૨૧મી સદી ઉદ્યોગની સદી છે. વર્ષો પહેલાં આપણાં શાસ્ત્રોમાં કરેલી અનેક કલ્પનાઓ અને અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં ફિક્શન તરીકે જોયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ઘટનાઓ હવે વાસ્તવિકતા બની રહી છે.

મંત્રીશ્રી પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ @૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન જોયું છે, તે સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે. આજે વિશ્વની અનેક મોટી કંપનીઓના સીઈઓ મૂળ ભારતીય છે, ત્યારે વડીલોએ અર્જિત કરેલા જ્ઞાનની પરંપરાને ઉજ્જવળ બનાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ વધવા સૌ દીક્ષાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Western Railway: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 1 ફેબ્રુઆરીથી થશે ગાંધીધામ -પાલનપુર એક્સપ્રેસના ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો નવું સમયપત્રક

Gujarat Technological University:  એલ એન્ડ ટી ના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટશ્રી જયંત પાટીલે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટેની આ ‘ઇન્ડિયાથી ભારત’ સુધીની યાત્રા છે. તેમણે કહ્યું કે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવી તેને આધારે આગળ વધવું જોઈએ. શ્રી પાટિલે ઉમેર્યું કે, ઇતિહાસ એ શ્રેષ્ઠ શિક્ષક છે અને તેની ભૂલોમાંથી શીખવું જોઈએ. હડપ્પિયન કાળમાં લોથલ એ વૈશ્વિક વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું, જયારે મધ્યકાલીન યુગમાં સુરતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ ધમધમતો હતો. ભારતની આ વિરાસત આજે પુન:સ્થાપિત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૫૦૦ વર્ષ પહેલાં ભારતના આન્ત્રપ્રિન્યોરનો વિશ્વમાં ડંકો વાગતો હતો. જયારે આજે ફરીથી ભારતના આન્ત્રપ્રિન્યોરનો યુગ આવ્યો છે. ભારતની ખેતી, હીરા અને કાપડ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત છે.

જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે વિશ્વ વિદ્યાલયની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ૧૭ હજારથી વધુ ફેકલ્ટી, ૪૩૦થી વધુ કોલેજો અને ૨,૨૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે આ યુનિવર્સિટીએ રાષ્ટ્રીયસ્તરે નામના મેળવી છે. તેમણે કહ્યું કે, અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એચિવમેન્ટ ૨૦૨૧માં રાજ્યમાં પ્રથમ રેન્ક અને દેશની સરકારી યુનિવર્સિટીઓમાં સાતમો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઈન્ડસ્ટ્રીઝ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટકચરના ત્રિવેણી સંગમ થકી આ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના વિકાસ સાથે રોજગારીનું સર્જન કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે એક નવતર પહેલ તરીકે આજે પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓ તેમનાં પ્રમાણપત્રો સીધા જ ડિજિ લૉકર એકાઉન્ટમાં જોઈ શકશે.

જી.ટી.યુના રજિસ્ટ્રાર શ્રી ડૉ. કે.એન.ખેરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના જીવનમાં નવા અઘ્યાયનો આરંભ થયો છે. તેમણે શિક્ષા અને સંસ્કારોથી રાષ્ટ્રને ગૌરવ અપાવી વિકસિત ભારત @૨૦૪૭ માટે પ્રતિબદ્ધ થવા જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ ટેકનોલોજીને લગતા સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી હતી.

આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમર, જીટીયુના પ્રાધ્યાપકો, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rashtriya Raksha University will celebrate its fourth convocation ceremony.
ગાંધીનગર

Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરશે

by Akash Rajbhar January 10, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તે સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરના 12:00 કલાકથી તેનો ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. આ કાર્યક્રમ યુનિવર્સીટીના લવાડ-દહેગામ (ગાંધીનગર, ગુજરાત) કેમ્પસ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં  માનનીય કેન્દ્રીય નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ મુખ્ય અતિથી તરીકે હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાત સરકારના માનનીય નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ, મંત્રી શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ અતિથિ વિશેષ તરીકે હજાર રેહશે.

આરઆરયુને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે આરઆરયુને ઉલ્લેખિત કરવામાં આવી છે, જે ગૃહ મંત્રાલય દ્વારા અમૃતકાળ દરમિયાન આ આંતરિક સુરક્ષા, સુધારાત્મક વહીવટ અને પોલીસિંગના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવે તે માટે બનાવવામાં આવી હતી.

દીક્ષાંત સમારોહ આશરે 447 વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમને આ મહત્વપૂર્ણ અવસર દરમિયાન તેમના સ્નાતક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ પ્રસગ સ્નાતક વર્ગમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સમર્પણની ઉજવણી તરીકે સેવા આપે છે.

આ સમાચાર પણ વાંચો :Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનારની ધરપકડ કરી

પુરસ્કાર મેળવનારનું વિસ્તરણ

સમારંભ દરમિયાન RRU સ્નાતકોના વિવિધ જૂથને ડિગ્રીઓ એનાયત કરશે:

  • પીએચડી ડિગ્રી: કુલ 3 વિદ્યાર્થીઓને તેમના વ્યાપક સંશોધન યોગદાન અને શૈક્ષણિક સિદ્ધિઓને માન્યતા આપીને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે.
  • ગોલ્ડ મેડલિસ્ટ: પીએચડી પ્રાપ્તકર્તાઓ ઉપરાંત, 13 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન તેમના અસાધારણ પ્રદર્શન માટે સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે ઓળખવામાં આવશે.
  • નૌકાદળના અધિકારીઓ: 11 નૌકાદળના અધિકારીઓ તેમના ડિપ્લોમા/PG ડિપ્લોમા પ્રાપ્ત કરશે, સશસ્ત્ર દળોમાં સેવા આપતી વખતે તેમના શિક્ષણને આગળ વધારવા માટે તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાને સ્વીકારશે.
  • વિવિધ શૈક્ષણિક પ્રવાહો: બાકીના સ્નાતકો RRU ખાતે ઓફર કરવામાં આવતા વિવિધ શૈક્ષણિક પ્રવાહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ અભ્યાસ સાથે સંબંધિત ક્ષેત્રોમાં વ્યાપક શિક્ષણ પ્રદાન કરવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

RRU આ યુવા વિદ્વાનોના જીવનમાં આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણીમાં જોડાવા માટે ફેકલ્ટી સભ્યો, સ્નાતકોના પરિવારો અને રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિ સમુદાયના સભ્યો, પ્રેસ, મીડિયા સહિત તમામ હિતધારકોને આમંત્રિત કરે છે. પ્રેસ અને મીડિયાના સભ્યોને આ પ્રતિષ્ઠિત ઇવેન્ટને કવર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે કારણ કે અમે અમારા સ્નાતકોની મહેનત અને સમર્પણની ઉજવણી કરીએ છીએ.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે:

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુરક્ષા અભ્યાસ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવા માટે સમર્પિત છે. RRUનો હેતુ સમકાલીન સુરક્ષા પડકારોને સંબોધવા માટે જ્ઞાન અને કુશળતાથી સજ્જ કુશળ વ્યાવસાયિકો વિકસાવવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amit Shah addresses the closing ceremony of 99th Foundation Course at LBSNAA in Mussoorie , Uttarakhand
દેશ

Amit Shah LBSNAA Uttarakhand: ઉત્તરાખંડના મસૂરીમાં LBSNAA ખાતે 99મા ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભનુ આયોજન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યક્રમને કર્યું સંબોધન..

by Hiral Meria November 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah LBSNAA Uttarakhand: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં મુખ્ય અતિથિ તરીકે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. 

યુવા અધિકારીઓને સંબોધનમાં ગૃહ મંત્રીએ ( Amit Shah ) જણાવ્યું હતું કે, આજે અહીં આર્કિટેક્ટ્સનું એક જૂથ છે, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે, જે પ્રેક્ટિસ, ખંત અને ઊર્જાથી ભરપૂર છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા સૌ માટે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે, વર્ષ 2047 સુધીમાં જ્યારે દેશ તેની આઝાદીની શતાબ્દી ઉજવશે, ત્યારે ભારત દુનિયામાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને. શ્રી શાહે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે આગામી 25 વર્ષમાં યુવાન અધિકારીઓએ ( convocation ceremony ) જે કામગીરી કરી છે, તે દેશની આઝાદી માટે લડનારા મહાન નેતાઓનાં સ્વપ્નોને સાકાર કરવામાં પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આ મિશન ત્યારે જ સફળ થશે જ્યારે દેશના 1.4 અબજ નાગરિકો એક સાથે મળીને તેને વાસ્તવિક બનાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah LBSNAA Uttarakhand ) કહ્યું કે, આપણે એક એવા ભારતનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે, જ્યાં દરેક નાગરિક, સ્વાભિમાન અને તમામ જરૂરી સુવિધાઓ સાથે, આવનારી પેઢીનું નેતૃત્વ કરી શકે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ભારતને નંબર વન બનાવવાથી વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ નહીં થાય. આ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે 1.4 અબજ લોકો સંપૂર્ણ તાકાત અને સમાન તકો સાથે આગળ વધશે.

The govt under the leadership of PM Shri @narendramodi Ji is building an administrative structure that can inspire the citizens of every region to walk in the same direction to achieve the vision of a Viksit Bharat. With the guiding light of the Constitution and the insights… pic.twitter.com/PRDd9XrhL7

— Amit Shah (@AmitShah) November 28, 2024

અમિત શાહે ( LBSNAA  ) જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસમાં પોતાની પહેલાં બીજાનો વિચાર કરવા કરતાં મોટો મંત્ર બીજો કોઈ નથી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જાહેર જીવનમાં પ્રવેશ્યા પછી અધિકારીઓએ ( Civil Service ) લોકોનું જીવન સુધારવાનાં પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપતી વખતે અધિકારીઓએ એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડેટાનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, જે તેમનાં નિર્ણયોને વધારે અસરકારક અને સચોટ બનાવશે. તેમણે કહ્યું હતું કે, વિકાસ આંકડાઓથી નહીં, પણ પરિણામોથી થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સંપૂર્ણ સરકારી અભિગમ’નો ઉલ્લેખ કરીને શ્રી શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રવૃત્તિ એકલતામાં પરિણામ આપી શકતી નથી અને આ અભિગમ સાથે કામ કરવાથી જ સફળતા મેળવી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ની સાથે સામાજિક સંવાદિતા માટે પણ કામ કરવું પડશે, કારણ કે જ્યાં સુધી દરેક વ્યક્તિને સમાન તકો નહીં મળે, ત્યાં સુધી દેશ વિકાસનાં પથ પર પ્રગતિ નહીં કરી શકે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, અહીં હાજર સિવિલ સર્વિસના પસંદગીના અધિકારીઓમાં 38 ટકા મહિલાઓ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશની 50 ટકા વસતી નીતિઓ સાથે સંબંધિત નિર્ણય લેવામાં સામેલ નહીં થાય, ત્યાં સુધી પ્રધાનમંત્રી મોદીએ આપેલા ‘મહિલા નેતૃત્વવાળા વિકાસ’નો ખ્યાલ પૂરો નહીં થાય. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનું કામ નીતિઓ ઘડવાનું છે, ત્યારે તેનો અમલ કરવાની જવાબદારી અધિકારીઓની છે. તેમણે કહ્યું હતું કે, નીતિઓનો અમલ અમલ કરવાની ભાવના વિના શક્ય નથી. તેમણે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, નીતિઓનું યોગ્ય રીતે અને સંવેદનશીલતા સાથે યોગ્ય રીતે અમલીકરણ થાય, કારણ કે આ તેમની જવાબદારી છે.

આ સમાચાર પણ વાંચો :  Hemant Soren PM Modi: હેમંત સોરેનએ ઝારખંડના CM તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

અમિત શાહે ( Amit Shah Uttarakhand ) જણાવ્યું હતું કે, અધિકારીઓનું કામ સરકારને પ્રત્યાઘાતી નહીં, પણ સક્રિય બનાવવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી અધિકારીઓની છે તથા દરેક ઘરમાં શૌચાલયો, વીજળી અને અન્ય આવશ્યક સેવાઓ સુલભ થાય. શ્રી શાહે જણાવ્યું હતું કે, જે લોકો છેલ્લાં શ્વાસ સુધી વિદ્યાર્થી તરીકે શીખવાની ભાવના જાળવી રાખે છે, તેઓ જ ખરા અર્થમાં પ્રગતિ સાધી શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah LBSNAA )  જણાવ્યું હતું કે, ઘણા અગ્રણી અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે ભારતમાં જીએસટી સફળ નહીં થાય, પરંતુ આજે જીએસટી આપણા દેશના આર્થિક વિકાસનો પાયો બની ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં “મેક ઇન ઇન્ડિયા” દેશ માટે ગૌરવનું સાધન બની રહેશે, કારણ કે ભારત વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટેનું કેન્દ્ર બની ગયું છે. શ્રી શાહે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે શરૂ કરેલી નવી શિક્ષણ નીતિથી ભારતનાં યુવાનોને દુનિયાભરનાં યુવાનો સાથે સ્પર્ધા કરવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ સુનિશ્ચિત થવાથી બાળકોની સમજવાની અને તર્ક કરવાની ક્ષમતા વધે છે. તેમણે કહ્યું કે તમે જે પણ જિલ્લામાં જાઓ, તમારે એઆઈની મદદથી અલગ ડેટાને એક સાથે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા નાના પ્રયોગો દેશને આગળ વધારવામાં ઉપયોગી થશે.

તેમણે કહ્યું કે, કોઈ પણ જિલ્લામાં તમે જ્યાં પણ જાઓ, તમારે એઆઈની મદદથી વિભિન્ન ડેટાને એક સાથે લાવવા પર કામ કરવું જોઈએ. તમારા આ નાના નાના પ્રયોગો દેશને આગળ વધારવામાં ઉપયોગી થશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ (LWE), ઉત્તરપૂર્વમાં વિદ્રોહ અને નશીલા દ્રવ્યો આપણાં દેશ માટે ચાર મુખ્ય પડકારો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારની મક્કમ નીતિઓના કારણે છેલ્લા 10 વર્ષમાં ચારેય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત થઇ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ડાબેરી પાંખના ઉગ્રવાદને 31 માર્ચ, 2026 સુધીમાં સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે સ્વતંત્ર ભારતનાં સ્વતંત્ર નાગરિક હોવાનો આત્મવિશ્વાસ નહીં અનુભવીએ તથા આપણાં ઇતિહાસ અને પરંપરાઓનું ગૌરવ નહીં અનુભવીએ, ત્યાં સુધી આપણે ભારતને મહાન ન બનાવી શકીએ. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ એક નવું સૂત્ર આપ્યું છે, “વિકાસ ભી, વિરાસત ભી” (વારસા સાથે વિકાસ), તેથી જ દરેક વ્યક્તિએ ગર્વથી તેમની વાનગીઓ, પોશાક અને સંસ્કૃતિને અપનાવવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા 150 વર્ષ જૂના કાયદાઓને બદલવા માટે ત્રણ નવા ફોજદારી કાયદા રજૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, એક વખત આ ત્રણ નવા કાયદાઓનો સમગ્ર દેશમાં સંપૂર્ણ અમલ થઈ જાય પછી દેશમાં ક્યાંય પણ એફઆઈઆર નોંધાય તેવા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ વર્ષની અંદર ન્યાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાયદાઓમાં ટેકનોલોજીનાં ઉપયોગથી આગામી 10 વર્ષમાં દોષિત ઠેરવવાનો દર 90 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે, જે આપણી ન્યાય વ્યવસ્થાને દુનિયામાં સૌથી આધુનિક બનાવશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, કોઇપણ મુદ્દાનો ઉકેલ ચિંતાને બદલે ચિંતન અને ચર્ચાથી અને વ્યથાને બદલે વ્યવસ્થાઓ ઊભી કરીને કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, ચિંતા કરવાથી આપણી વિચારવાની ક્ષમતા ઘટી જાય છે, એટલે જ યોગ અને ધ્યાનને દૈનિક દિનચર્યા બનાવવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન કરવા માટે, આ મુદ્દા માટે એક રોડમેપ બનાવવો, માઇક્રો-પ્લાનિંગ કરવું, તેનો અમલ કરવો, મધ્ય-ગાળાની સમીક્ષાઓ હાથ ધરવી અને સતત ફોલો-અપ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે.

આ સમાચાર પણ વાંચો :  CCI Cotton E-Auction: ભારતીય કપાસ નિગમે કર્યું કપાસિયાની ઈ-હરાજીનું આયોજન, ખરીદદારો આ રીતે કરાવી શકે છે નોંધણી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
President Droupadi Murmu attended the graduation ceremony of IIT Bhilai
રાજ્ય

Droupadi Murmu IIT Bhilai: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ IIT ભિલાઈના પદવીદાન સમારંભમાં આપી હાજરી, આ ક્ષેત્રમાં વિશેષ પ્રયત્નો કરવા બદલ કરી પ્રશંસા.

by Hiral Meria October 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu IIT Bhilai:  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ભિલાઇના દિક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી. 

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે, આઈઆઈટીયનોએ પોતાની અગ્રણી વિચારસરણી, પ્રાયોગિક માનસિકતા, નવીન અભિગમ અને દૂરંદેશી દ્રષ્ટિકોણ સાથે દેશ અને વિશ્વની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઘણી વૈશ્વિક કંપનીઓનું નેતૃત્વ કરીને, તેઓ તેમની તકનીકી અને વિશ્લેષણાત્મક કુશળતાથી 21મી સદીના વિશ્વને ઘણી રીતે આકાર આપી રહ્યા છે. આઈઆઈટીના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને નવી નોકરીઓ બનાવી છે. તેમણે ભારતની ડિજિટલ કાયાપલટ અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.

રાષ્ટ્રપતિએ ( IIT Bhilai ) કહ્યું કે ઉદ્યોગના ક્ષેત્રમાં, એવું કહેવામાં આવે છે, “કોઈ જોખમ નથી, કોઈ ફાયદો નથી.” બીજા શબ્દોમાં કહીએ તો, સ્વ-રોજગારમાં સફળતા જોખમથી દૂર રહેવાના વલણથી પ્રાપ્ત કરી શકાતી નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ તેમની જોખમની ભૂખ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે, નવી તકનીકીઓ વિકસાવશે અને વિશ્વને વધુ સારું સ્થળ બનાવવાની દિશામાં કામ કરશે.

President Droupadi Murmu graced the convocation ceremony of IIT Bhilai. The President said that IITians had made an invaluable contribution to the progress of the country and the world with their pioneering thinking, experimental mindset, innovative approach and far-sighted… pic.twitter.com/KoO7MUo2LA

— President of India (@rashtrapatibhvn) October 26, 2024

રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu IIT Bhilai ) કહ્યું કે છત્તીસગઢ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ છે. આદિવાસી સમાજના લોકો પ્રકૃતિને નજીકથી સમજે છે અને પર્યાવરણ સાથે સદીઓથી સુમેળ સાધીને રહે છે. તેઓ કુદરતી જીવનશૈલી દ્વારા સંચિત જ્ઞાનનો ભંડાર છે. તેમને સમજીને અને તેમની જીવનશૈલીમાંથી બોધપાઠ લઈને આપણે ભારતના સાતત્યપૂર્ણ વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરી શકીએ તેમ છીએ. પરંતુ આપણા આદિવાસી ભાઈઓ-બહેનોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સમાવેશી વિકાસ શક્ય છે. તેમણે આદિજાતિ સમાજની પ્રગતિ માટે તકનીકી ક્ષેત્રમાં વિશેષ પ્રયત્નો કરવા બદલ આઈઆઈટી ભિલાઈની ( Convocation ceremony ) પ્રશંસા કરી.

આ સમાચાર પણ વાંચો : Amit Shah West Bengal: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત, પેટ્રાપોલ સ્થિત લેન્ડ પોર્ટ ખાતે આ બિલ્ડિંગનું કરશે ઉદઘાટન.

રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો કે આઈઆઈટી ભિલાઈ એગ્રી-ટેક, હેલ્થ-ટેક અને ફિન-ટેક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સંસ્થાએ મોબાઇલ એપ્લિકેશનો બનાવવા માટે આરોગ્યસંભાળ ક્ષેત્રે એઈમ્સ રાયપુર સાથે સહયોગ કર્યો છે જે ગ્રામજનોને ઘરે તબીબી સહાય મેળવવામાં મદદ કરે છે. આ સંસ્થાએ ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી, રાયપુર સાથે પણ સહયોગ સાધ્યો છે, જેથી ખેડૂતો માટે એવા ( Technical Sector ) ટેક સોલ્યુશન્સ તૈયાર કરી શકાય કે જે તેમને તેમના સંસાધનોનું યોગ્ય રીતે માર્ગદર્શન અને ઉપયોગ કરવામાં મદદ કરે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે આઈઆઈટી ભિલાઈ મહુઆ જેવા નાના વન ઉત્પાદનો પર કામ કરતા આદિજાતિ સમુદાયોના વિકાસ માટે કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે આઈઆઈટી ભિલાઈ સર્વસમાવેશક દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહી છે અને વંચિત અને પછાત વર્ગોના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી રહી છે. સંસ્થાએ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા અને ભાગીદારી વધારવા માટે પણ પગલાં લીધાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આઈઆઈટી ભિલાઈ, નવા સ્વપ્નો, નવી વિચારસરણી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે દેશનું નામ રોશન કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
President Droupadi Murmu attended the 18th Convocation of MNIT Jaipur
દેશરાજ્ય

Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ MNIT જયપુરના 18મા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી, આ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા પર મુક્યો ભાર.

by Hiral Meria September 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNIT)ના ( MNIT Jaipur ) 18મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી 

આ પ્રસંગે ( Convocation Ceremony ) બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે NITની સ્થાપના દેશમાં ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. તેઓ કુશળ અને સક્ષમ માનવ સંસાધન પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. NIT ના મહત્વને ધ્યાનમાં રાખીને, તેમને ‘રાષ્ટ્રીય મહત્વની સંસ્થા’નો દરજ્જો આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે NITમાં અડધા વિદ્યાર્થીઓ તેમના ગૃહ રાજ્યમાંથી આવે છે, જ્યારે બાકીના અડધા અખિલ ભારતીય રેન્કિંગના આધારે અન્ય રાજ્યોમાંથી આવે છે. આમ, જ્યાં એક તરફ આ પ્રણાલી સ્થાનિક પ્રતિભાઓને ખીલવાની તક પૂરી પાડે છે, તો બીજી તરફ તે દેશની ‘વિવિધતામાં એકતાની ભાવના’ને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે NIT જેવી ટેકનિકલ સંસ્થાઓ ભારતને સંશોધન અને નવીનતાનું હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એમએનઆઈટી ખાતે સ્થપાયેલ ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરે અત્યાર સુધીમાં અનેક સ્ટાર્ટ-અપ કાર્યક્રમો હાથ ધર્યા છે જેનો મોટી સંખ્યામાં સહભાગીઓને ફાયદો થયો છે તેની તેમને ખુશી થઈ. MNIT ના ઇન્ક્યુબેશન સેન્ટરમાં લગભગ 125 સ્ટાર્ટ-અપ્સ નોંધાયા છે, જે રોજગારીની નવી તકો પણ ઉભી કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં પડકારોની સાથે નવી તકો પણ ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ લેવા અને ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી રાષ્ટ્ર બનાવવામાં આપણી ટેકનિકલ સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે MNIT ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એન્જિનિયરિંગ વિભાગની સ્થાપના સમયની માંગને અનુરૂપ પોતાની જાતને અનુકૂલિત કરવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

President Droupadi Murmu graced the 18th convocation of Malaviya National Institute of Technology (MNIT) Jaipur. The President said that technical institutes like NITs play an important role in making India a research and innovation hub. pic.twitter.com/R2skrkOMkk

— President of India (@rashtrapatibhvn) September 18, 2024

રાષ્ટ્રપતિને એ નોંધતા આનંદ થયો કે MNIT ને NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2024ની ‘એન્જિનિયરિંગ કેટેગરી’માં દેશની ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે MNITની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ MNITને દેશની ટોચની 10 સંસ્થાઓમાં લાવવા માટે સખત મહેનત કરશે.

આ સમાચાર પણ વાંચો :   Mumbai Fire : અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આગ, આકાશમાં દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વીડિયો.. 

રાષ્ટ્રપતિએ કહ્યું કે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જ નહીં, પરંતુ આપણી દીકરીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં STEMM માં છોકરીઓની નોંધણી વધી છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ કોન્વોકેશનમાં 20 ગોલ્ડ મેડલમાંથી 12 ગોલ્ડ મેડલ ગર્લ સ્ટુડન્ટ્સે જીત્યા હતા, જ્યારે કુલ સ્નાતક વિદ્યાર્થીઓમાંથી માત્ર 29 ટકા છોકરીઓ હતી. તેમણે કહ્યું કે મેડલ વિજેતાઓમાં છોકરીઓનું આ પ્રમાણ એ વાતનો પુરાવો છે કે જો તેમને સમાન તકો આપવામાં આવે તો તેઓ વધુ શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ હવે તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. તેમને નવા પડકારો અને તકોનો સામનો કરવો પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે MNITમાં મેળવેલા જ્ઞાન અને કૌશલ્યોથી તેઓ પડકારોનો સામનો કરી શકશે અને ઉભરતી તકોનો લાભ લઈ શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Celebration of Convocation 2023 and "Khadi Mohotsav" exhibition by NIFT Gandhinagar
રાજ્ય

Gujarat : નિફટ ગાંધીનગર દ્વારા દીક્ષાંત સમારોહ 2023 અને “ખાદી મહોત્સવ” પ્રદર્શનની ઉજવણી

by Akash Rajbhar October 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat : પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નિફટ(NIFT) ગાંધીનગર(Gandhinagar) દ્વારા 2023 સ્નાતકોની બેચ માટે તેના દીક્ષાંત સમારોહની(Convocation ceremony) ભવ્ય ઉજવણીની જાહેરાત કરી છે, જે શુક્રવાર, 27 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 10:30 વાગ્યે નિર્ધારિત છે. આ ખાસ પ્રસંગ નિફટ ગાંધીનગર, કેમ્પસ ખાતે યોજાશે. તેમણે કહ્યું કે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીએ આ સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા માટે સંમતિ આપી છે.

ભારત સરકારના નિર્દેશો મુજબ, નિફટ ગાંધીનગર પણ મહાત્મા ગાંધીની(Mahatma gandhi) 154મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે “ખાદી મહોત્સવ” (Khadi Mahotsav)ની ઉજવણીનું આયોજન કરી રહ્યું છે, જેમણે ભારતની આર્થિક અને રાજકીય સ્વતંત્રતા માટે એક શક્તિશાળી સાધન તરીકે ખાદી – હાથથી કાંતેલું, હાથથી વણાયેલા સુતરાઉ કાપડનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નિફટ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું કે ખાદી અને કાપડ સાથે નજીકથી સંકળાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે, નિફટ ગાંધીનગર 27 ઓક્ટોબર, 2023 ના રોજ દીક્ષાંત સમારોહ બાદ “खादी रचना रजत-मणि” શીર્ષકથી એક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે.

આ પ્રદર્શન એક અદ્ભુત પ્રદર્શન તરીકે સુયોજિત છે, જેમાં પાંચ વિભાગોનો સમાવેશ થાય છે જે ફાર્મથી ફેશનની દુનિયા સુધી ખાદીની સફરને પ્રદર્શિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Japan-India : મંત્રીમંડળે જાપાન-ભારત સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર ભારત અને જાપાન વચ્ચેના સહયોગ કરારને મંજૂરી આપી

પ્રદર્શનની વિશેષતાઓ આ પ્રમાણે છે:

ખાદી રચના રજત-મણિ – ચારકોલ પેઇન્ટિંગ પ્રદર્શન”: નિફટ ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા “મહાત્મા ગાંધીનું જીવન” અને ખાદી પ્રક્રિયા દર્શાવતી 30 ચારકોલ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી છે.

કપાસની ખેતી: જ્યાં છોડ ઉગાડવામાં આવે છે અને કપાસના ગોળા એકત્ર કરવામાં આવે છે અને યાર્નની તૈયારી માટે સ્લિવરમાં વિકસાવવામાં આવે છે: ધ્યાનની પ્રથમ ડિગ્રી તરીકે; ટુકડી અથવા अलगाव अथवा वैराग्य

યાર્નનું સ્પિનિંગ: સ્લિવર વિવિધ ગણતરીઓ અને થ્રેડોના પ્રકારોમાં કાપવામાં આવે છે જેને ઉચ્ચતમ સ્તરની એકાગ્રતાની જરૂર હોય છે: ધ્યાનની બીજી ડિગ્રી તરીકે; એકાગ્રતા અથવા एकाग्र

વણાટ: સ્ટેજ જ્યાં યાર્ન ફેબ્રિક બને છે, કંઈક બનાવવાનો આનંદ, એક બનવાનો: ધ્યાનની ત્રીજી ડિગ્રી તરીકે; આનંદ પસાર અથવા आनंद

અંતિમ ઉત્પાદનો (વસ્ત્રો/ઘરનું ફર્નિશિંગ વગેરે): ધ્યાનની અંતિમ ડિગ્રી તરીકે એક સંપૂર્ણ ડ્રેસ અથવા જોડાણ બનાવવા માટે વિવિધ પ્રકારની સામગ્રીને એકસાથે ટાંકવામાં આવે છે; સમભાવ અથવા समभाव

આ દિક્ષાંત સમારોહ અને “ખાદી મહોત્સવ” પ્રદર્શન નિફટ ગાંધીનગર અને ખાદી મહોત્સવ માટે મહાત્મા ગાંધીના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ અને ભારતની સ્વતંત્રતાની લડતના પ્રતીક તરીકે ખાદી વિશેના તેમના વિઝનને અંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ ઉજવણી એક સમજદાર અને દૃષ્ટિની અદભૂત અનુભવ બનવાનું વચન આપે છે.

આ મહત્વપૂર્ણ ઘટનાની યાદમાં અમારી સાથે જોડાવા અમે મીડિયાકર્મીઓને હાર્દિક આમંત્રણ આપીએ છીએ.

October 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક