• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - corona test
Tag:

corona test

રાજ્ય

આ રાજ્યના મુખ્યમંત્રી ને થયો કોરોના-થયા હોમ ક્વોરન્ટાઈન- જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના મુખ્યમંત્રી(Karnataka Chief Minister) બસવરાજ બોમ્મઈ(Basavaraj Bommai) કોરોના(Corona) સંક્રમિત થયા છે. 

કોરોનાગ્રસ્ત(Corona virus) થયા બાદ બોમ્મઈએ પોતાનો દિલ્હી પ્રવાસ(Delhi Tour) પણ રદ કરી દીધો છે. 

સાથે તેઓ ઘર પર જ ક્વોરન્ટાઈન(Quarantine) થઈ ગયા છે. 

તેમણે પોતે જ આ જાણકારી આપતા કહ્યું કે, તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને તેમનામાં હળવા લક્ષણો છે. 

છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કે, તેઓ પોતાને ક્વોરન્ટાઈન કરી લે અને કોરોના ટેસ્ટ(Corona test) કરાવે.

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેએ દેખાડ્યો દમ- ગ્રામીણ વિસ્તારની ચૂંટણીમાં શરદ પવારને ધક્કો

August 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનું ગ્રહણ- રાજ્યપાલ- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે આ મોટા મંત્રીને થયો કોરોના

by Dr. Mayur Parikh June 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેના(Eknath Shinde) બંડ બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, આ દરમિયાન એક બાદ એક મોટા નેતા કોરોનાની(Corona) ઝપેટમાં આવી રહ્યા છે 

મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor), મુખ્યમંત્રી(CM) બાદ હવે નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર(Ajit Pawar) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ અંગે તેમણે જાણકારી આપતા કહ્યું મેં ગઈકાલે કોરોના ટેસ્ટ(Corona test) કરાવ્યો હતો જે આજે પોઝિટિવ(Positive) આવ્યો છે. 

હાલ મારી તબિયત સારી છે અને હું ડૉક્ટરની સલાહ લઈ રહ્યો છું. 

મારા સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિએ સાવચેત રહે અને લક્ષણો દેખાય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવી લે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર લગાવ્યો આ આરોપ- ઇડી પર ઉઠાવ્યા સવાલ

 

June 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
- Mandaviya to hold meeting with state health ministers over Covid surge
દેશ

આરોગ્ય મંત્રીએ ચેતવ્યા-ખતમ નથી થયો કોરોના- બાળકોની વેક્સીન પર કરો ફોકસ

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોનાને(Corona) લઈને આરોગ્ય મંત્રી(Health Minister) મનસુખ માંડવિયાએ(Mansukh Mandviya) કહ્યુ કે દેશમાં કોરોના હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. એવામાં જરૂરી છે કે કોરોનાને લઈને આપણે સાવચેત રહીએ અને જરુરી પ્રોટોકૉલનુ(Covid protocol) પાલન કરીએ. તેમણે રાજ્યોને અપીલ કરી છે કે તે જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) પર પોતાનું ધ્યાન જાળવી રાખે. આરોગ્ય મંત્રીએ બધા રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે કોરોનાની રસી(Corona vaccine) પર પોતાનુ ધ્યાન વધારો અને સ્કૂલે જતા બાળકોને રસી(Vaccinate children) લગાવડાવો. વળી, વરિષ્ઠ નાગરિકોના ત્રીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરો.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોના હજુ સમાપ્ત થયો નથી. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરીએ, માસ્ક પહેરીએ, સામાજિક અંતરનું પાલન કરીએ જેથી ચેપ ન ફેલાય. સમયસર કોરોના ટેસ્ટ(Corona test) સંક્રમણની વહેલી તપાસ કરવામાં મદદ કરશે અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરશે. રાજ્યોને આરોગ્ય સેવાઓ, પ્રયોગશાળાઓ, સમુદાયો વગેરે પર નજર રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. હર ઘર દસ્તક ૨.૦ અભિયાન વધારવુ જાેઈએ. 

આ સમાચાર પણ વાંચો :  રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજના કરી લોન્ચ-જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ૧૨-૧૭ વર્ષની વયના લોકોને ઝડપથી રસી આપવામાં આવે. તેમને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવે જેથી તેઓ શાળાએ જઈ શકે. રાજ્યએ તેનુ ધ્યાન ૧૨-૧૭ વર્ષની વયના લોકો પર કેન્દ્રિત કરવુ જોઈએ જેથી શાળા અને મદરસામાં જતા બાળકો સુરક્ષિત રહે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાનો ત્રીજાે ડોઝ(Covid19 third dose) આપવો જાેઈએ. તેમને ત્રીજા ડોઝ દ્વારા સુરક્ષિત રાખવા જાેઈએ. 

આપણા આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને જે લોકોને કોરોનાનું જાેખમ છે તેમને કોરોનાની રસી આપી રહ્યા છે. કોરોનાના પ્રથમ તબક્કામાં હર ઘર દસ્તક અભિયાનમાંથી રાજ્યો શીખી શકે છે. કોરોનાની રસી કોઈપણ કિંમતે વેડફાવી ન જોઈએ. તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે જે રસી સમાપ્ત થઈ રહી છે તેનો સૌથી પહેલા ઉપયોગ કરવો જોઈએ.

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

સંભવિત મિનિ કોરોના લહેરને લઈને WHOની મુખ્ય વૈજ્ઞાનિકનું નિવેદન- અહી જાણો શું કહ્યું

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના(World Health Organization) મુખ્ય વૈજ્ઞાનિક(Chief Scientist) ડૉ. સૌમ્ય સ્વામીનાથને(Dr. Soumya Swaminathan) કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના(Omicron) સબ વેરિયન્ટ(Sub variant)  BA.4 અને BA.5 ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની કોરોના વેવની(Corona Wave) શરૂઆત હોઈ શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે ૭૦૦૦ થી વધુ કેસ મળી આવ્યા હતા. સ્વામીનાથને જણાવ્યું હતું કે હાલમાં જે સબ વેરિયન્ટ જાેવામાં આવી રહ્યા છે તે મૂળ ઓમિક્રોન BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને એવી શક્યતા પણ છે કે તે ઝડપથી રોગપ્રતિકારક શક્તિને(immunity) નબળી પાડશે. 

એવું પણ જાેવામાં આવી રહ્યું છે કે દર ૪ થી ૬ મહિનામાં કોરોનાની એક નાની લહેર આવે છે. અત્યારે જે કેસ આવી રહ્યા છે તે આ પ્રકારના છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટનો સામનો કરવા માટે કોરોનાના તમામ પ્રોટોકોલનું(Corona protocols) પાલન કરવું જરૂરી છે, પરંતુ હવે વેરિઅન્ટને પણ ટ્રેક કરવું જરૂરી બની ગયું છે. હવે કોરોના ટેસ્ટ(Corona test) ઘરે જ ઉપલબ્ધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આના કારણે કેસ ઓછા જાેવા મળે તેવી સંભાવના છે. અત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પર નજર રાખવાની જરૂર છે. ઉપરાંત, ઉચ્ચ જાેખમ ધરાવતા લોકો, ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ(Booster dose) આપવો જાેઈએ. તેમણે કહ્યું કે BA 4 અને BA 5 વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકામાં(South Africa) કોરોનાની પાંચમી લહેર આવી છે. જોકે આ લહેર પ્રમાણમાં નાની હતી. 

જાણીતા વાયરોલોજિસ્ટ(Virologist) અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ(Christian Medical College), વેલ્લોરના પ્રોફેસરે મીડિયાને જણાવ્યું કે તે સ્પષ્ટ છે કે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ તે ઓમિક્રોનનું પેટા પ્રકાર છે. તે એવા લોકોને ફરીથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે જેઓ પહેલાથી જ ચેપગ્રસ્ત છે. પરંતુ આનાથી લોકો ગંભીર રીતે બીમાર નહીં થાય. અત્યારે એ જ લોકો સૌથી વધુ જાેખમની શ્રેણીમાં છે જેમને રસી(vaccine) આપવામાં આવી નથી અથવા જેઓ અન્ય કોઈ રોગથી પીડિત છે.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સાવધાન-બિલ્ડિંગમાં કે હાઉસિંગ સોસાયટીમાં કોરોનાનો કેસ આવ્યો તો તમામ રહેવાસીઓને કરવું પડશે આ કામ- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

કોવિડના કેસ(Covid cases) વધી જતા મુંબઈ મહાનગરપાલિકા(BMC) સતર્ક થઈ છે. તેથી મુંબઈમાં કોઈ બિલ્ડિંગ કે હાઉસિંગ સોસાયટીમાં(housing society) કોરોનાનો કેસ નોંધાયો તો તકેદારીના પગલારૂપે તમામ રહેવાસીઓના કોરોનાના ટેસ્ટ(Corona test) કરવાની સૂચના મુંબઈ મહાગરપાલિકા કમિશનર(BMC Commissioner) ઈકબાલસિંહ ચહલે(Iqbal Singh Chahal) તમામ 24 વોર્ડના અધિકારીઓને આપ્યો છે.

મુંબઈમાં છેલ્લા એક મહિનાથી કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી 500ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. પરમદિવસે મુંબઈમાં લાંબા સમય બાદ કોવિડથી એક દર્દીનું(Covid19 death) મૃત્યુ પણ થયું હતું. તેથી પાલિકા પ્રશાસન(Municipal administration) ફરી સતર્ક થઈ ગઈ છે. પાલિકાએ કોવિડ દર્દી(Covid19 patient) સુધી વહેલી તકે પહોંચીને ચેપ ફેલાતો રોકવા માટે મહત્વના પગલા લીધા છે. જે હેઠળ મુંબઈની કોઈ પણ બિલ્ડિંગ કે હાઉસિંગ સોસાયટીમાં કોરોનાનો દર્દી નોંધાય તો આવશ્યકતા મુજબ બિલ્ડિંગના રહેવાસીઓની સામૂહિક કોરોનાની ટેસ્ટ કરવાનો  નિર્ણય લીધો છે. જેથી કરીને સમયસર દર્દી શોધીને તેમને સારવાર આપી શકાશે. તેમ જ સમયસર ચેપ ફેલાતો પણ રોકી શકાશે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના પશ્ચિમ પરાના આ ગુજરાતી વિસ્તારો ફરી એક વાર કોરોનાની ચપેટમાં- 14 દિવસમાં આટલા ટકા કેસનો ઉછાળો- જાણો વિગતે
 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

આ દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ. હવે તમામ નાગરિકોના કોરોના ટેસ્ટ થશે. જાણો વિગતે 

by Dr. Mayur Parikh February 23, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,          

બુધવાર,

દુનિયાભરના દેશોમાં વૈશ્વિક કોરોના મહામારી નબળી પડી રહી છે, પરંતુ હોંગકોંગમાં મહામારીએ ફરીવાર માથુ ઉચક્યું છે. 

કોરોનાના સંક્ર્મણથી લોકોને બચાવવા માટે હવે અહીંના તમામ રહેવાસીઓનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોંગકોંગના નેતા કેરીલામે જણાવ્યું કંં માર્ચ મહિનામાં હોંગકોંગની વસ્તીનો ત્રણવાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 

આમ દરરોજ દસ લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.

હોંગકોંગ પ્રશાસને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે 15 ફેબ્રુઆરીથી શહેરમાં દરરોજ કોરોનાના 15,000 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. 

હાય.. હાય… આટલો મોટો ફ્રોડ… તમિલનાડુમાં એક ઉમેદવારે મતદાતાઓને સોનાના સિક્કા વહેંચ્યા. પાછળથી નકલી નીકળ્યા. થયું ઉંબાડીયું. જાણો વિગતે…
 

February 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટીવીના રામ-સીતાને કોરોનામાં લંડન જવું પડ્યું મોંઘુ , કોરોના ટેસ્ટના નામે ચૂકવવા પડ્યા આટલા પૈસા ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

ગુરૂવાર

ટીવી જગતના રામ અને સીતા સાથે એક મોટી ઘટના બની છે. અમે વાત કરી રહ્યા છીએ ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીનાની. જ્યાં ગુરમીત અને દેબીનાએ ટ્રિપ પર જતા સમયે 60 હજાર રૂપિયાનો કોવિડ ટેસ્ટ કરાવવો પડ્યો હતો. ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીના બેનર્જી વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે. ત્યાંથી આવ્યા પછી, દેબિના બેનર્જીએ એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તેણે અત્યાર સુધીનો સૌથી મોંઘો કોવિડ ટેસ્ટ કેવી રીતે કરાવ્યો.

વીડિયોમાં દેબિના બેનર્જીએ કહ્યું કે લંડનમાં ભારતથી આવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લંડનમાં, અમે 15-15 એટલે કે 30 હજાર રૂપિયામાં કોવિડ ટેસ્ટ કરાવ્યો. વિગતો આપતા ગુરમીત ચૌધરીએ જણાવ્યું કે હકીકતમાં જ્યારે અમે લંડન ઉતર્યા ત્યારે 30 હજાર અને આવતા સમયે 30 હજાર રૂપિયા કોરોના ટેસ્ટના નામે આપવામાં આવ્યા હતા. આ રીતે અમે માત્ર કોરોના ટેસ્ટના નામે 60 હજાર રૂપિયા આપ્યા. 60 હજારમાં  તો તમને ખૂબ જ આરામથી ટિકિટ મળી જાય.દેબીના બેનર્જીએ કહ્યું કે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ અમને મુસાફરીની પરવાનગી મળી. લંડનમાં કોરોના ટેસ્ટ કેવી રીતે થાય છે તે વિશે વાત કરતાં દેબિનાએ કહ્યું કે ત્યાંના એરપોર્ટ પર પહેલા મોંમાં સ્ટિક નાખે છે  અને પછી નાકમાં એ જ સ્ટિક નાખે છે . જ્યારે મેં બહાર આવીને ગુરમીતને પૂછ્યું કે શું તારી સાથે પણ આજ રીતે ટેસ્ટ થયો?, તો ગુરમીતે કહ્યું- હા. મને એક વસ્તુ ગમી કે પહેલા મોઢામાં નાખો અને પછી નાકમાં નાખો. મેં વિચાર્યું કે જો હું વિપરીત કર્યું હોત તો શું થયું હોત. આ સાંભળીને દેબીના હસી પડી.

આ દિવસથી શરૂ થશે મૌની રોય અને સૂરજ નામ્બિયારના તમામ ફંક્શન: જાણો કોણ કોણ થશે લગ્નમાં સામેલ

દેબીના બેનર્જીએ કહ્યું કે જ્યારે અમે મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે અમે જોયું કે લગભગ 35 ટેસ્ટિંગ બૂથ છે અને ત્યાં ઘણી સારી વ્યવસ્થા હતી. નેગેટિવ રિપોર્ટ વિના મુંબઈના મુખ્ય દ્વારની બહાર જઈ શકાતું નથી. આ જાણીને આનંદ થયો કે અમારું શહેર સુરક્ષિત છે અને હું ઘરે જઈ રહ્યો છું, હું વધુ ખુશ છું. દેબીનાએ જણાવ્યું કે તે લંડનમાં તેના પાલતુ કૂતરા મિકી માઉસને સૌથી વધુ મિસ કરતી હતી.

 

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શાળા શરૂ થઈ ગઈ છે હવે વેક્સિનનું શું? મુંબઈ મહાનગરપાલિકાએ ઘડી નાખી આ યોજના. જાણો વિદ્યાર્થી માટે પાલિકાનો શું પ્લાન છે.

by Dr. Mayur Parikh October 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

બુધવાર

મુંબઈમાં સ્કૂલ-કૉલેજ શરૂ થયાને બે અઠવાડિયાંથી વધુ સમય થયો છે. બુધવારથી ડિગ્રી કૉલેજો શરૂ થશે. શાળા અને કૉલેજોના મૅનેજમેન્ટ દ્વારા સાવચેતીનાં પગલાં યોગ્ય રીતે લેવાઈ રહ્યાં છે. પાલિકા પણ એમાં કોઈ જાતની બેદરકારી રાખવા નથી માગતી. એથી પાલિકા શાળાઓમાં કોરોના ટેસ્ટ કરશે અને કૉલેજોમાં વેક્સિનેશન કૅમ્પ લગાવશે. બધા જ કૅમ્પ શાળા અને કૉલેજોમાં પરવાનગી મેળવીને લગાવાશે.

હાલમાં શહેરમાં 1,500 શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી પુરાવી રહ્યા છે. એમાંથી અત્યાર સુધી એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો નથી. પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગની તૈયારી અમે કરી લીધી છે. સ્કૂલોમાં રોજ થનારા સ્ક્રિનિંગમાં એક પણ બાળકમાં કોરોનાનાં લક્ષણ દેખાયાં તો અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ પણ અમે શરૂ કરી દઈશું. કોરોનાં લક્ષણ ધરાવનારા વિદ્યાર્થીની જાણકારી સ્કૂલે તરત વૉર્ડના સ્વાસ્થ્ય વિભાગને આપવી પડશે.

નેતાજી ફસાયા..! 28 વર્ષ જૂના કેસમાં ભાજપના આ ધારાસભ્યને થઇ 5 વર્ષની જેલ; કારણ જાણીને ચોંકી ઉઠશો

સુરેશ કાકાણીએ વધુમાં જણાવ્યું હતું કે BMC ડિગ્રી કૉલેજ શરૂ કર્યા બાદ ૧૮ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના રસીકરણ કૉલેજમાં કરશે. કૉલેજ મૅનેજમેન્ટ વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે પાલિકા પાસે અરજી કરશે તો 'વેક્સિનેશન ઑન વ્હીલ્સ'નું કૉલેજોમાં આયોજન કરવામાં આવશે. આ વિશે દરેક વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનરને સૂચનાઓ પણ અપાઈ છે.

 

October 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 ઠાકરે સરકારના નવા નિયમને કારણે ટ્રાન્સપોર્ટરોને પારાવાર મુશ્કેલીઓ; કેટલી વાર કોરોના ટેસ્ટ કરાવવો? 

by Dr. Mayur Parikh May 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

શુક્રવાર 

મહારાષ્ટ્ર સરકારે પહેલી જૂન સવારે 07:00 વાગ્યા સુધી લાગુ રહેનાર 'બ્રેક ધ ચેઇન'નો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ રાજ્યમાં પ્રવેશ કરતાં અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ન્યૂનતમ ૪૮ કલાક પહેલાં કરાવવો જરૂરી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે તકલીફ ટ્રાન્સપોર્ટરોને થઈ રહી છે. વાત એમ છે કે માલની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટની ટ્રકો ૨૪ કલાક દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતી હોય છે. આ ઉપરાંત તેઓ વળતો પ્રવાસ પણ કરે છે. આ સમય દરમિયાન જો તેઓ વારંવાર ટેસ્ટ કરાવવા બેસે તો તેમનો ઉદ્યોગ ચાલી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરોએ શું કરવું એ માટે અવઢવમાં છે.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જેને કારણે આવનારા દિવસોમાં અનેક વસ્તુઓની સપ્લાય અવરોધાઈ શકે છે.

May 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે આ ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન

by Dr. Mayur Parikh May 5, 2021
written by Dr. Mayur Parikh

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ સંબંધિત નવી એડવાઇઝરી જારી કરી છે. 

જો કોઈ વ્યક્તિ એન્ટિજેન અથવા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે, તો તે વ્યક્તિએ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.

જો કોઈ દર્દી કોવિડથી સાજો થઇ ગયો છે, તો પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે ટેસ્ટની જરૂર નથી.

 

લોકડાઉનમાં પણ માતૃભાષા ગુજરાતીની આ પ્રાથમિક શાળામાં વધી સંખ્યા; જાણો વિગત…

May 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક