Tag: Coronary Artery

  • Silent Heart Attack: સામાન્ય હાર્ટ એટેક કરતાં વધુ ખતરનાક છે ‘સાયલન્ટ હાર્ટ એટેક’, લક્ષણો ઓળખવા મુશ્કેલ

    Silent Heart Attack: સામાન્ય હાર્ટ એટેક કરતાં વધુ ખતરનાક છે ‘સાયલન્ટ હાર્ટ એટેક’, લક્ષણો ઓળખવા મુશ્કેલ

    News Continuous Bureau | Mumbai 

    સાયલન્ટ હાર્ટ એટેક એ એવી સ્થિતિ છે જેમાં દર્દીને સામાન્ય હાર્ટ એટેક જેવી તીવ્ર અસહજતા અનુભવાતી નથી. છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ કે પરસેવો જેવા લક્ષણો ન હોવાને કારણે દર્દી સમયસર સારવાર નથી લેતો અને જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે

    સાયલન્ટ હાર્ટ એટેકના છુપાયેલા લક્ષણો

    • પીઠ, જડબું અથવા હાથમાં દુખાવો
    • અપચો (Indigestion) જેવી લાગણી
    • અચાનક થાક અને કમજોરી
    • ઠંડો પરસેવો
    • શ્વાસ લેવામાં તકલીફ
    • માથું ભારે લાગવું અથવા ચક્કર આવવા
      આ લક્ષણો સામાન્ય રીતે અન્ય બીમારીઓ જેવી લાગતી હોવાથી લોકો તેને અવગણે છે

    સાયલન્ટ હાર્ટ એટેકના મુખ્ય કારણો

    • કોરોનરી આર્ટરી ડિસીઝ (Coronary Artery Disease)
    • ધમનીઓમાં પ્લેક (Plaque) જમાવું
    • ધૂમ્રપાન (Smoking), વધુ ઓઈલી ફૂડ
    • ડાયાબિટીસ અને મેદસ્વીતા
    • તણાવગ્રસ્ત જીવનશૈલી
      આ તમામ કારણો હૃદય સુધી લોહી અને ઓક્સિજનના પ્રવાહને અવરોધે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે

    કોણ છે વધુ જોખમમાં?

    • 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષ
    • 55 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ
    • ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ
    • હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ
    • ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ
    • પરિવારમાં હાર્ટ રોગનો ઇતિહાસ હોય તેવા લોકો

    આ સમાચાર પણ વાંચો : Malasana Yoga: રોજ સવારે કરો મલાસન, માત્ર એક મહિના માં જ દેખાશે શારીરિક અને માનસિક લાભ

    સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું?

    • નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો
    • ડાયટમાં લીલા શાકભાજી અને ફાઇબર ઉમેરો
    • રોજ યોગ અને એક્સરસાઈઝ કરો
    • ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો
    • તણાવથી બચો અને મૂડ સારો રાખો
    • હાર્ટના કોઈપણ સંકેતને અવગણશો નહીં

    (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)