ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
અનેક લોકો એવા છે જેઓ વેક્સિન નો સ્લોટ બુક થઈ ગયા બાદ વેક્સિન લેવા નથી જઈ શકતા. આવા લોકોની વેક્સીન નું શું થાય છે? આનો જવાબ છે ભ્રષ્ટાચાર થાય છે. વાત એમ છે કે આજની તારીખમાં ઓનલાઇન બુકિંગ કર્યા સિવાય વેક્સિન મળતી નથી. એકવાર બુકિંગ થઇ ગયા બાદ લોકો તે બુકિંગને રદ કરી શકતા નથી. જોકે તેને રીશેડ્યુલ કરી શકાય છે.
હવે જે લોકો સેન્ટર પર જઇ શકતા નથી તેમના હિસ્સા ની વેક્સિન પડી રહે છે. આ વેક્સિન નો 'વહીવટ' શક્ય છે. કારણ કે સેન્ટર પર મોજુદ વ્યક્તિ ગમે તે વ્યક્તિને વેક્સિન આપીને તમારા નામ પર ક્લિક કરી શકે છે.
સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈમાં કોરોના કાબૂમાં આવી ગયો.
હાલમાં જ મુલુંડમાં પણ આવો એક કિસ્સો જોવા મળ્યો છે. જે હેઠળ એક વ્યક્તિએ વેક્સિન માટે સમય લીધો પરંતુ તે ત્યાં પહોંચી નહીં. સાંજ પડે તેને મેસેજ આવ્યો અને તેણે વેક્સિન લીધું છે તેવું સર્ટિફિકેટ પણ તેને મળી ગયું. સવાલ એ છે કે તેણે વેક્સિન ન લીધું તો બીજા કયા વ્યક્તિએ લઈ લીધું?
આમ વેક્સિન સેન્ટર પર 'ધંધા' ચાલુ છે.

