• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - court - Page 5
Tag:

court

court gives big relief to the person who wed two sisters
રાજ્ય

મુંબઈમાં બે બહેનો સાથે લગ્ન કરનાર પતિને મળ્યું કાયદાનું કવચ. કોર્ટે આ આદેશ આપ્યો.

by Dr. Mayur Parikh December 10, 2022
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

અતુલ ઉત્તમ અવતાડે નામના યુવકે ( person ) જોડિયા બહેનો રિંકી અને પિંકી સાથે એક જ સમયે લગ્ન ( wed two sisters ) કર્યા હતા. લગ્નના એક દિવસ પછી અતુલ વિરુદ્ધ અકલુજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માલેવાડીના રાહુલ ફુલેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રાજ્ય મહિલા આયોગે નોટિસ લઈને તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ કોર્ટે ( court ) અતુલવર સામે કોઈ કાર્યવાહી ( big relief ) ન કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે મુંબઈની બે બહેનો દ્વારા એક વ્યક્તિ સાથે લગ્ન કરવાની વિરુદ્ધની અરજી ફગાવી દીધી.

સોલાપુર કોર્ટે અતુલ અવતાડે સામે કાર્યવાહી કરવાની પરવાનગી નકારી દીધી છે. અકલુજ પોલીસે અતુલ સામે નોંધાયેલા બિનચાર્જપાત્ર ગુનાના કેસની તપાસ કરવા અરજી કરી હતી. સોલાપુર જિલ્લા મેજિસ્ટ્રેટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ કેસમાં ફરિયાદ કરનાર પીડિત પક્ષકાર એટલે કે સંબંધિત વ્યક્તિના પરિવારના સભ્ય હોવા જોઈએ. કોર્ટે કહ્યું કે ફરિયાદી આ કેસમાં પીડિત પક્ષ ન હોવાથી તે આ અરજી પર ધ્યાન આપી શકે નહીં. તેથી હવે સ્પષ્ટ છે કે આ કેસમાં અતુલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમજ તેને મોટી રાહત મળી છે. પોલીસે જોડિયા બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિ સામે નોંધાયેલા બિન-ફરિયાદ ગુનાની તપાસ કરવાની સત્તા મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, CrPC ની કલમ 198 ને ટાંકીને, મેજિસ્ટ્રેટે ઇમ્પીચેબલ કેસની તપાસ કરવાની પરવાનગી નકારી દીધી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં ચોંકાવનારો કિસ્સો બન્યો : પતિને ડેટિંગ સાઇટ પર પોતાની પત્ની નો ફોટો મળ્યો, તપાસ કરતા Facebook ફોટા નું વેપાર કરતું એક કૌભાંડ બહાર આવ્યું. હવે પોલીસ કેસની તપાસ કરી રહી છે.

December 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai man sentenced to one year in jail for rubbing Rs 100 note on minor's lips
રાજ્ય

બે વર્ષ પહેલાના એક્સિડન્ટનાં કેસની સુનવણી: ભોગ બનનારાનાં પરિવારને ૪૩ લાખનું વળતર

by kalpana Verat December 10, 2022
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai
રાજકોટના જંકશન રોડ ઉપર આરએમએસ પોસ્ટ ઓફિસ નજીક ટ્રકે ડબલસવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા સફાઈ કામદારનું મૃત્યુ થયાના બે વર્ષ પહેલાના કેસમાં મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા રૂપિયા ૪૩ લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારી શારદાબેન મનસુખભાઈ અજારા ગઇ તા. ૧૩-૧૨-૨૦૨૦નાં રોજ તેમનાં પતિનાં બાઇકમાં પાછળ બેસીને રેલવે સ્ટેશન રોડ, આરએમએસ પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં.જીજે-૦૪-એકસ-૬૯૬૦નાં ચાલકે હડફેટે લેતાં, શારદાબેન મનસુખભાઈ અજારનું મૃત્યુ થયું હતું. આથી તેમના વારસદારો દ્વારા અકસ્માત મૃત્યુનું વળતર મેળવવા વીમા કંપની સામે મોટર એકસીડન્ટ ટીબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો:  બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય..
મૃતક શારદાબેન રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હોય અને માસિક રૂ.૩૪ હજાર આવક ધરાવતાં હોય, પોતાનાં કુટુંબનો આધાર તેમજ મેઈન વ્યકિત હોવા મતલબની વારસદારોના વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ તથા શ્યામ જે. ગોહીલની રજૂઆતો ધ્યાને લઈ અને ખાસ તો ટ્રકની ઇન્સ્યોરન્સ કંપની સરકારી કંપાની હોવા છતાં, તેમાં પ્રોસ્પેક્ટિવ ઇન્કમની ગણતરી કરી ગુજરનારનાં વારસાને હાલની મોંઘવારી મુજબ મહતમ વળતરની ગણતરી કરી ગુજરનાર શારદાબેનનાં કેસમાં રૂ.૪૩ લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. આ ક્લેઇમ કેસમાં રાજકોટના અકસ્માત વળતરના કેસોના એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ છે.ગોહીલ, નિજ, ગોહીલ, મૃદુલા એસ. ગોહીલ, તથા આસિસ્ટન્ટ તરીકે દિનેશ ડી. ગોહેલ, દિવ્યેશ કણઝારીયા, કિશન ડી.મારૂ તથા જતીન ગોહેલ રોકાયા હતા.
December 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ સંદર્ભે સરકાર અને હોટલ વ્યવસાયિકો આમને સામને- કોર્ટમાં શરૂ થઈ આ લડાઈ

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો(Hotel and restaurant owners) દ્વારા વસૂલવામાં આવી રહેલા સર્વિસ ચાર્જ (Service charge) મામલે સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો હતો. જોકે હોટલ વ્યવસાયિકો(Hotel professionals) એ આ આદેશને પડકારીને તે સંદર્ભે મનાઈહુકમ મેળવવામાં સફળતા મેળવી હતી. જોકે આ વાત કેન્દ્ર સરકારને(Central Govt) પસંદ પડી નથી. આથી આ મનાઇ હુકમને પડકારતી અરજી સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. હવે બંને પક્ષના વકીલો કોર્ટમાં પહોંચી ગયા છે અને આ સંદર્ભે આવનાર દિવસમાં દલીલો શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો :  સવાર સવારમાં સારા સમાચાર – કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો- જાણો નવા ભાવ 

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Court: Pay spousal maintenance as well as care expenses for three dogs; Bombay Court order to husband
મુંબઈ

ફાઈવસ્ટારમાં હોટલના રૂમમાં રમી રમવું મુંબઈના 9 વેપારીઓને પડ્યું ભારે- 11 વર્ષે કોર્ટ ફટકારી જેલની સજા-જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 6, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દક્ષિણ મુંબઈ(South Mumbai)ની એક ફાઈવ સ્ટાર હોટલ(five star Hotel)માં રમી રમવું મુંબઈના બિઝનેસમેનો(Businessman)ને ભારે પડ્યું છે. કોર્ટે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ(Maharashtra Prevention of Gambling Act) હેઠળ હોટલની રૂમમાં રમી રમનારા 9 બિઝનેસમેનને છ મહિનાની જેલ(Prison)ની સજા ફટકારી છે. આ બનાવ 2012ની સાલમાં બન્યો હતો.

પોલીસે દક્ષિણ મુંબઈની પ્રખ્યાત હોટલના રૂમમાંથી આ 9 બિઝનેસમેન રમી રમતા(Playing rummy) પકડી પાડ્યા હતા. રૂમમાંથી પોલીસને 3.25 લાખ રૂપિયા પણ મળ્યા હતા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ(Metropolitan Magistrate)એ આરોપીઓના સારી વર્તણૂકને ધ્યાનમાં રાખીને માફ નહીં કરતા તેમને છ મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સજા આપવાની સાથે જ મેજિસ્ટ્રેટએ કહ્યું હતું કે આરોપીઓ હોટલની રૂમમાં જુગાર રમતા(Gambing) પકડાયા હતા, જે ગુનાને પાત્ર છે.

આ સમાચાર પણ વાંચો : પાટીદાર સમાજને અસામાજિક તત્વ ગણાવનારા આ ગજાવર પાટીદાર નેતાને મળી ધમકીઓ- જાહેરમાં ધુલાઈ થવાનો ડર- જાણો વિગતે

આ બનાવ 2011માં બન્યો હતો, તત્કાલિન વિવાદાસ્પદ આસિસ્ટન્ટ કમિશનર ઓફર પોલીસ વંસત ઢોબળે જેઓ 2015માં રિટાયર્ડ થયા હતા, તેઓ પર અને રેસ્ટોરન્ટમાં મોડી રાતે રેડ પાડવા માટે જાણીતા હતા. તેમને મળેલી ટીપને આધારે તેમણે દક્ષિણ મુંબઈની પોશ હોટલમાં રેડ પાડીને આ છ બિઝનેસમેનને રમી રમતા પકડી પાડયા હતા.

June 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જ્ઞાનવાપી મસ્જિદ મામલા વચ્ચે હવે આ રાજ્યના મસ્જિદ નીચેથી ‘મંદિર’ મળ્યું હોવાનો દાવો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ…

by Dr. Mayur Parikh May 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને (Mosque row)બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી મામલે કોર્ટ સુનાવણી પણ ચાલુ છે. હવે આ બધા વચ્ચે કર્ણાટક(Karnataka Mangluru)ના મેંગ્લુરુથી એક એવા સમાચાર આવ્યા છે જ્યાં દાવો કરાયો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. મલાલી વિસ્તારમાં એક જૂની મસ્જિદ નીચે કથિત રીતે હિન્દુ મંદિર જેવું માળખું મળી આવ્યું છે. એક જૂની મસ્જિદ વિશે દાવો કરાયો છે કે તેની નીચે મંદિર મળી આવ્યું છે. 

હિન્દુ મંદિર જેવી વાસ્તુ ડિઝાઈન હોવાનું કહેવાય છે. મસ્જિદ મંદિરનો મામલો એ હદે ગંભીર થઈ રહ્યો છે કે હિન્દુ સંગઠન(Hindu Community) તો મસ્જિદ નજીક મંદિરમાં ખાસ પૂજા પણ કરી રહ્યું છે. આ ધમાચકડી જાેતા પ્રશાસને સુરક્ષાની ચાકબંધ વ્યવસ્થા કરી છે. દક્ષિણ મંગલુરુના ધારાસભ્ય ભરત શેટ્ટી (MLA Bharat Shetty) પણ આ પૂજામાં પહોંચ્યા. વીએચપીનું એવું માનવું છે કે આ સ્થળ પર કોઈ દેવતાનું મંદિર હતું એ સ્પષ્ટ થશે તો કાયદાકીય લડત લડવામાં આવશે. વિશેષ પૂજા માટે ખાસ કરીને કેરળ(Kerala)થી પૂજારી પણ બોલાવાયા છે. 

જાે આ પૂજારી એવું કહી દે કે તે મંદિર છે તો પછી હિન્દુ સંગઠન જમીન(Land) મેળવવા માટે કાયદાકીય લડત લડશે. તામ્બુલ પૂજા દ્વારા સ્થિતિ જાે સ્પષ્ટ થઈ જાય તો અશટ મંગલા પ્રશ્ન પૂજાનું આયોજન થઈ શકે છે. તેના દ્વારા એ જાણવામાં આવશે કે આ મસ્જિદનો શું ઈતિહાસ છે અને ક્યારે અસ્તિત્વમાં આવી. હાલ તો મસ્જિદ નજીક મંદિરમાં પૂજાની સ્થિતિમાં પ્રશાસન એકદમ અલર્ટ મોડ પર છે. કડક સુરક્ષા (security)બંદોબસ્ત કરાયો છે અને વિસ્તારમાં કલમ ૧૪૪ (Section 144)લાગૂ છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીની તૈનાતી પણ કરાઈ છે.  

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કને માન્યો વ્યવસાય, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આપ્યા આ કડક નિર્દેશ..

મલાલી વિસ્તારની એક મસ્જિદમાં પુર્નનિર્માણનું કામ ચાલુ હતું. આ દરમિયાન ૨૧ એપ્રિલે જ્યારે કાટમાળ હટ્યો તો મંદિર જેવું માળખું મળી આવ્યું હતું. એવા કેટલાક પુરાવા પણ મળ્યા જે હિન્દુ કલાકૃતિ(statue)ઓ સાથે મેળ ખાતા હતા. જ્યાં સુધી હવે જમીન પર મસ્જિદ હતી કે પછી પહેલા કોઈ મંદિર હતું તેવું કઈ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મસ્જિદના પુર્નનિર્માણ (redevelopment) પર રોક લાગી છે. હાલ આ મામલો કોર્ટ(Court)માં ગયો છે. જ્યાં કોર્ટે મસ્જિદની મરમ્મતનું કાર્ય રોક્યું છે. મસ્જિદનો એએસઆઈ(ASI) દ્વારા સરવે કરાવવાની માગણી પણ ઉઠી છે. 

May 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આઝમખાનના પરિવારની વધી મુશ્કેલી, કોર્ટે પત્ની-પુત્ર સામે જારી કર્યું વોરન્ટ, જાણો શું છે સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh May 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

આઝમ ખાન(Azam Khan) બાદ હવે તેમની પત્ની અને પુત્રની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. 

આઝમના પુત્ર અબ્દુલ્લા આઝમ(Abdullah Azam) અને પત્ની તન્ઝીન ફાતિમા(Tanzin Fatima) સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કરવામાં આવ્યા છે.

બે જન્મ પ્રમાણપત્રના કેસમાં તેમને સાંસદ-ધારાસભ્ય(MP-MLA) કોર્ટમાં હાજર થવાનું  હતું. પરંતુ બંને ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે તેના વિરુદ્ધ  બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ. 

હવે કેસ માટે સુનાવણીની તારીખ(Hearing date) 16 મે નક્કી કરવામાં આવી છે. આ તારીખ પહેલા બંનેએ કોર્ટમાં હાજર થવું પડશે, નહીં તો તેમની ધરપકડ થઇ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.

May 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એમએનએસના આ બે નેતાઓની મુસીબતમાં વધારો, ગમે ત્યારે થશે ધરપકડ.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રવક્તા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) અને સંતોષ ધુરીની(Santosh Dhuri) મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટમાં આજે ન્યાયાધીશ(Justice) હાજર રહી શક્યા નહોતા, તેથી બંને નેતાઓની ધરપકડ પૂર્વ જામીન અરજી પર આજે સુનાવણી પૂર્ણ થઈ શકી નથી. હવે સુનાવણી 17 મેના રોજ રાખવામાં આવી છે. તેથી હાલ સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની પોલીસ ગમે ત્યારે ધરપકડ કરે તેવી શક્યતા છે.

મસ્જિદ(Mosque) પરના ભુંગળાને(Loudspeaker) લઈને MNS પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) આક્રમક વલણ અપનાવ્યું હતું અને પાર્ટી કાર્યકર્તાઓને મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવાનો આદેશ આપ્યો હતો. રાજ ઠાકરેએ સરકારને મસ્જિદ પરના ભૂંગળા હટવવા આપેલી મુદત પૂરી થતાં MNS કાર્યકર્તાઓએ 4 મેના રોજ રાજ્યભરમાં આંદોલન(protest) કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.

આંદોલન દરમિયાન દાદરના શિવાજી પાર્ક(Shivaji park) વિસ્તારમાંથી પોલીસે સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બંને તેમના ખાનગી વાહનોમાં ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. આ લોકોની કારની અડફેટમાં એક મહિલા પોલીસ પણ આવી હતી. પોલીસે આ પ્રકરણમાં  દેશપાંડે અને ધુરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

દરમિયાન મુંબઈ પોલીસની(Mumbai police) એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ રહેલા  MNS નેતાઓને શોધી રહી છે. ધરપકડથી બચવા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી કોર્ટમાં ગયા હતા.જો કે તેમની જામીન અરજી પર આજે સુનાવણી થઈ શકી ન હતી. હવે 17 મેના રોજ સુનાવણી દરમિયાન કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. જોકે આ દરમિયાન બંને લોકોની ધરપકડ થવાની શક્યતા છે.
 

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 9, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

શ્રૃંગાર ગૌરી(Shrungar guari) અને જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) મામલામાં ભારે હોબાળા વચ્ચે અધૂરો રહી ગયેલો સર્વે(Survey) ફરીથી હાથ ધરવામાં આવશે. 

હવે આ માટે કોર્ટ(Court) આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરી સુનાવણી(Hearing) કરશે અને આ સર્વે માટે નવી તારીખ આપશે. 

આ કેસમાં કુલ ત્રણ દિવસનો સર્વે પ્રસ્તાવિત હતો પરંતુ ભારે હોબાળાના કારણે બે દિવસની અંદર જ આ સર્વે વચ્ચે જ રોકી દેવાયો. 

જોકે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે હિંદુ પક્ષની(Hindu party) તરફથી રાખી સિંહ પોતાનો કેસ પાછો લેશે, પરંતુ આજે જણાવાયુ છે કે તેઓ પોતાનો કેસ પાછો લેવાના નથી.

આ સમાચાર પણ વાંચો :  શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે

May 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે ઠાકરે સરકાર, જામીનની આ શરતોનું ઉલ્લંઘનનો છે આરોપ… જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આશરે 12 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાની(MP navneet rana) મુશ્કેલી ફરી વધી શકે છે. 

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) બીજીવાર રાણા દંપતી સામે કોર્ટમાં(Court) જઈ શકે છે. 

પબ્લિક પ્રોસિક્યુટર(Public Prosecutor) નવનીત અને રવિ રાણા(ravi rana) સામે કોર્ટની અવમાનના અરજી દાખલ કરી શકે છે. 

કારણ કે નવનીત રાણાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે કોર્ટે રાણા દંપતીને હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) પર મીડિયા સાથે વાત ન કરવાની શરત પર જામીન આપ્યા હતા પરંતુ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

May 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 15, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવાપી મસ્જિદ(Masjid) મામલે વારાણસી કોર્ટે(varnasi court) મોટો નિર્ણય લીધો છે. 

કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મસ્જિદ કેસને લઈને કોર્ટે કમિશનર(commissioner) નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ પરિસરમાં જશે અને વીડિયોગ્રાફી કરશે. 

કોર્ટે આ દરમિયાન સુરક્ષાદળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.

અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે

 આ સમાચાર પણ વાંચો : યુપી એમપી બાદ હવે ગુજરાતના ખંભાતમાં ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારા અને હિંસા મામલે તંત્રએ લીધા એક્શન; જુઓ વિડીયો, જાણો વિગતે 

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક