• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - covid positive
Tag:

covid positive

COVID-19 Cases Corona epidemic in Maharashtra.. So many new cases of Corona have been reported in a single day... The number of active cases has crossed this much.
રાજ્ય

COVID-19 Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર.. એક જ દિવસમાં 129 કોરોનાના નવા કેસ નોંધાયા… એક્ટિવ કેસની સંખ્યા આટલાને પાર..

by Bipin Mewada December 30, 2023
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai  

COVID-19 Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે એક દિવસમાં કોવિડ-19ના ( Covid-19 ) 129 નવા કેસ નોંધાયા હતા. જ્યારે તેમાં JN.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ( Covid Patients ) સંખ્યા 10 હતી. રાજ્યના આરોગ્ય વિભાગના ( Health Department ) જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 80,23,487 કોવિડ સંક્રમિત ( Covid Positive ) લોકોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ 98.18 ટકા છે અને મૃત્યુ દર 1.81 ટકા છે. એમ પ્રાપ્ત ડેટા મુજબ દર્શાવાયું છે.. 

એક અહેવાલ મુજબ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષમાં (1 જાન્યુઆરી, 2023) મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કોવિડ સંક્રમણને કારણે 137 લોકોના મોત થયા છે. તેમાંથી 70.80 ટકા 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે. જેમાંથી 84 ટકા મૃતકોમાં ( Covid Deaths ) અન્ય બીમારી હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે 16 ટકાને કોઈ અન્ય બીમારી ન હતી એમ પ્રાપ્ત માહિતીમાં જણાયું હતું..

કોરોનાનો નવો વેરિયન્ટ, JN.1, અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં પહોંચી ગયો છે…

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નાગપુર ( Nagpur ) શહેરમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના વાયરસના 11 કેસ નોંધાયા હતા, જેનાથી સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 22 થઈ ગઈ હતી. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં કોવિડથી સંક્રમિત દર્દીઓમાં માત્ર ચાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કોર્પોરેશનના એડિશનલ કમિશનરે કોરોના વાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી અને અધિકારીઓએ નવા JN.1 પેટા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને પરીક્ષણ વધારવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ જ સાવચેતી તરીકે ઓક્સિજન બેડ અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવાની સૂચના પણ આપી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યાની પ્રશંસા કરી

સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે 28 ડિસેમ્બર સુધી, ભારતમાં કોવિડ -19 ના JN.1 નવા વેરિયન્ટના કુલ 145 કેસ નોંધાયા છે. આ નમૂનાઓ 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર 2023ની વચ્ચે લેવામાં આવ્યા હતા. જેએન.1 વેરિઅન્ટના સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેરળમાં અત્યાર સુધીમાં JN.1 સબ-વેરિયન્ટના 41 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના હોમ આઇસોલેશનમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડના JN.1 પેટા સ્વરૂપ વિશે સતર્ક છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. તાજેતરના મળતા ડેટા અનુસાર, શુક્રવારે ભારતમાં 24 કલાકમાં કોવિડના 797 નવા કેસ નોંધાયા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 4,000 છે.

સુત્રો પ્રાપ્ત આંકડા અનુસાર ત્રણ અઠવાડિયામાં, કોરોનાનો નવા વેરિયન્ટ, JN.1, અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં પહોંચી ગયો છે જેના કારણે સંક્રમિત લોકોની સંખ્યા પણ 17 થી વધીને 162 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 24 કલાકમાં 797 લોકો સંક્રમિત જોવા મળ્યા છે, જે 225 દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. આ દરમિયાન 798 દર્દીઓ સ્વસ્થ પણ જાહેર થયા છે. શુક્રવારે, INSACOG એ પ્રથમ વખત સત્તાવાર રીતે JN.1 ના નવા વેરિયન્ટને વાયરસના વધારા માટે જવાબદાર ઠેરવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં, INSACOGએ જણાવ્યું હતું કે કેરળમાં 162માંથી JN.1ની પુષ્ટિ થઈ છે, દિલ્હીમાં એક દર્દી, ગોવામાં 18, ગુજરાતમાં 34, કર્ણાટકમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે દર્દી છે. ગુજરાતમાં 34 માંથી 22 કેસ JN.1 થી સંક્રમિત જોવા મળ્યા છે. એમ પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે..

આ સમાચાર પણ વાંચો :  Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hingoli Corona Update Speak up! Negligence of doctors in Maharashtra.. A Corona positive patient ran away from the hospital causing commotion
રાજ્ય

Hingoli Corona Update : લો બોલો! મહારાષ્ટ્રમાં ડોક્ટરોની બેદરકારી.. કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલથી ભાગતા મચ્યો ખળભળાટ.. તપાસ શરુ..

by Bipin Mewada December 26, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Hingoli Corona Update : રાજ્યમાં કોરોના ( Corona ) એ ફરી એકવાર માથું ઊંચક્યું છે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની ( Corona patients ) સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, હિંગોલી ( Hingoli ) જિલ્લામાં ડોકટરોની ( doctors ) બેદરકારી સામે આવી છે, અને એક કોરોના સંક્રમિત ( Covid Positive ) દર્દી ( Patient ) હોસ્પિટલમાંથી ભાગી ગયો છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગ ( Health Department ) માં ખળભળાટ મચી ગયો છે, અને દર્દીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસની ટીમ પણ આ વ્યક્તિને શોધી રહી છે.

હિંગોલી શહેરની જિલ્લા હોસ્પિટલમાં રવિવારે એક શંકાસ્પદ કોરોના દર્દી ( Covid Patient  ) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, ડૉક્ટરે તેને પ્રાથમિક સારવાર અને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી. જોકે, આ દર્દી જિલ્લા હોસ્પિટલમાંથી કોઈને કહ્યા વગર ભાગી ગયો હતો. છેવટે, શંકાસ્પદ દર્દી ક્યાંય દેખાતો ન હોવાથી, ડૉક્ટરે તેની શોધ શરુ કરી હતી. જો કે સોમવાર સુધી તે મળ્યો ન હોવાની માહિતી સૂત્રોએ આપી છે. તેથી, જે લોકો આ દર્દીના સંપર્કમાં આવે છે તેઓને પણ કોરોના સંક્રમિત થવાની સંભાવના છે.

દર્દી વધુ સારવાર લીધા વિના હોસ્પિટલ છોડી ગયો હતો….

રાજ્યમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે સરકારી હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન રવિવારે એક વ્યક્તિ છાતીમાં દુ:ખાવાને કારણે હિંગોલી શહેરની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. તે અસ્થમાથી પીડિત હોવાથી, જ્યારે તેની તપાસ કરવામાં આવી, ત્યારે તે કોરોના શંકાસ્પદ હોવાનું જણાયું હતું. શરૂઆતમાં તેને દવા આપવામાં આવી હતી. તેમજ તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી ચાલી રહી હતી. જો કે, જિલ્લા હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવે છે કે દર્દી વધુ સારવાર લીધા વિના હોસ્પિટલ છોડી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Chennai: પ્રેમી માટે છોકરીમાંથી છોકરો બની, લગ્ન કરવાની ના પાડતા ટ્રાન્સ મેલે લીધો આ રીતે બદલો …

સરકારી હોસ્પિટલમાંથી કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગી જતાં ચકચાર મચી ગઈ છે. દરમિયાન આ દર્દીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. જો કે, હવે કેટલાક ડોકટરો આંખ આડા કાન કરતા કહી રહ્યા છે કે મને કંઈ ખબર નથી. જેથી હવે આરોગ્ય વિભાગ સમક્ષ આ દર્દીને શોધીને તેની સારવાર કરવાનો પડકાર રહેશે.

સરકારી દવાખાનામાંથી શંકાસ્પદ કોરોના દર્દી નાસી છૂટ્યાની ચર્ચા આખો દિવસ આરોગ્ય વિભાગમાં ચાલી રહી હતી. ઘણી જગ્યાએ શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. દરમિયાન આખરે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ આ દર્દીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બીજા દિવસે એટલે કે સોમવાર સુધી દર્દી મળ્યો ન હતો. જો કે આ ઘટના અંગે મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓએ ભારે ગુપ્તતા દાખવી હતી પરંતુ હવે ચર્ચાએ અધિકારીઓની ચિંતા વધારી દીધી છે.

December 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
G20 Summit- Spain's President Tests Positive For Covid
દેશ

G20 Summit: સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી.. જાણો ક્યાં ટોપ લીડર્સ લેશે ભાગ.. વાંચો અહીં સંપુર્ણ વિગતો..

by Hiral Meria September 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

G20 Summit: નવી દિલ્હી (New Delhi) માં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G-20 સમિટ (G20 Summit) માં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) ભારત આવવા રવાના થયા હતા. બાઇડન ભારતમાં ત્રણ દિવસ રોકાશે. તેઓ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાને મળશે. જો બાઇડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી સાથે ડિનર કરશે. બંને નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે.

આ સમિટનું આયોજન ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે,જેને ભારત મંડપમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ચીનના વડાપ્રધાન સહિત વિશ્વના ટોચના નેતાઓ હાજરી આપી રહ્યા છે.

સ્પેનના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ

સ્પેનના રાષ્ટ્રપતિ ( Spain’s President ) પેડ્રો સાંચેઝ G-20 સમિટમાં ભાગ લઈ શકશે નહીં. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાંચેઝે તેના X હેન્ડલ પર લખ્યું હતું કે હું સ્વસ્થ અનુભવી રહ્યો છું, પરંતુ ભારત પ્રવાસ કરી શકીશ નહીં. લીડર્સની સમિટમાં હવે સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યકારી પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ લ્બેરેસ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝનો કોરોના ( Covid ) ટેસ્ટ પોઝિટીવ ( Tests Positive ) આવ્યો હતો જેના કારણે તેઓ જી-20 સમિટમાં ભાગ લઇ શકશે નહીં.

Spain’s President tests positive for COVID-19, to miss G20 Summit in New Delhi

Read @ANI Story | https://t.co/ouAUi0ziq1#Spain #PedroSanchez #G20India2023 #G20SummitDelhi #G20India #NewDelhi pic.twitter.com/eeaCDNRUX0

— ANI Digital (@ani_digital) September 8, 2023

આ સમાચાર પણ વાંચો : G20 Summit Dinner: G20 સમિટમાં રાષ્ટ્રપતિ સાથે ડિનર માટે INDIA ગઠબંધનના આ મોટા નેતાઓને મળ્યું આમંત્રણ.. જાણો કોણ કોણ આપશે હાજરી.. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે

આ દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો નીકળી ચૂક્યા છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં પણ સામેલ છે. ઈમેનુએલ મેક્રોં આજે ભારત આવી પહોંચશે. તેઓ આગામી 9-10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટમાં પણ ભાગ લેશે.

સુનક અને ફુમિયો કિશિદા પણ આજે પહોંચશે

બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે. જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કરનારા ફુમિયો કિશિદા પણ આજે બપોર સુધી ભારત આવી પહોંચશે. જ્યારે આર્જેન્ટિનાના પ્રતિનિધિ ભારત આવી પહોંચ્યા હતા.

September 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Since Dec 24, 9 international passengers detected with Covid at Mumbai airport
મુંબઈMain PostTop Post

મુંબઈગરાઓની ચિંતા વધી! વિદેશથી પરત આવેલ આટલા મુસાફર કોરોના પોઝિટિવ.. મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ

by Dr. Mayur Parikh December 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે. તેમજ આ પૃષ્ઠભૂમિમાં તમામ સરકારી એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. કોરોનાને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈ ( Mumbai  ) એરપોર્ટ ( Mumbai airport ) પર વિદેશથી આવેલા એક નાગરિકનો ( international passengers ) કોરોના ટેસ્ટ પોઝિટિવ ( Covid positive ) આવ્યો હોવાનું બહાર આવતાં મુંબઈગરાઓની ચિંતા વધી ગઈ છે.

વિદેશથી પેસેન્જર 28મી ડિસેમ્બરે મુંબઈ આવ્યો છે. દરમિયાન, મુસાફર કયા દેશનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સાથે જ મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ મોડ પર આવી ગઈ છે.

ચીનમાં કોરોનાના સમાચારે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ઘણા દેશોએ કોરોના નિવારણના નિયમો લાગુ કર્યા છે. ભારત સરકારે પણ આ અંગે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. છ દેશોના નાગરિકો પર પ્રતિબંધ લાદ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે કે 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે મુસાફરી કરતા પહેલા તેઓએ તેમનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો: Heeraben Modi Death News: PM મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

દરમિયાન મુંબઈમાંથી કોરોનાને હાંકી કાઢવાના સંકેત દેખાઈ રહ્યા છે અને ગુરુવારે દિવસ દરમિયાન 09 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 11 લાખ 55 હજાર 117 પર પહોંચી ગઈ છે. દિવસ દરમિયાન શૂન્ય મૃત્યુ નોંધાયા હોવાથી, મૃત્યુઆંક 19 હજાર 746 પર સ્થિર રહ્યો છે. સાથે જ શહેરમાં 03 દર્દીઓએ તેના પર કાબુ મેળવતા 11 લાખ 35 હજાર 321 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો 50 સક્રિય દર્દીઓ છે.

December 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ઓ માય ગોડ – ઓસ્ટ્રેલિયાની ટીમ કોવિડ પોઝિટિવ ખેલાડી સાથે મેદાનમાં ઉતરી

by Dr. Mayur Parikh August 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રવિવારે ઓસ્ટ્રેલિયા(Australia) સામે ફાઇનલ મેચ હતી, જેમાં ભારત(India)ને હાર્યા બાદ સિલ્વર મેડલ(Silver)થી સંતોષ માનવો પડ્યો હતો. આ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી તાહલિયા મેકગ્રા(Tahlia McGrath)ને કોવિડ પોઝિટિવ (Covid positive)હોવા છતાં પ્લેઈંગ ઈલેવન(Playing eleven)માં સ્થાન આપવામાં આવ્યું હતું.

છેલ્લા 2 વર્ષમાં આખી દુનિયાએ કોરોના મહામારી(Covid pandemic)નો પ્રકોપ જોયો છે, આવી સ્થિતિમાં મેચમાં કોરોના પોઝિટિવ ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે. અત્યાર સુધીનો આ પહેલો મામલો છે, જેમાં કોઈ પોઝિટિવ ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શા માટે મેકગ્રાને મેદાનમાં ઉતારવામાં આવી? તેને પરવાનગી કેવી રીતે મળી? 

આ સમાચાર પણ વાંચો :  ચેક એન્ડ મેટ- વિશ્વનાથન આનંદ હવે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં મહત્વપૂર્ણ પદ પર

ઓસ્ટ્રેલિયા વતી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે સાવચેતી રાખીને ઓલરાઉન્ડરને આ ફાઇનલમાં મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ડમે કહ્યું, 'કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયા પુષ્ટિ કરે છે કે ક્રિકેટર તાહલિયા મેકગ્રા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. CGA ના તબીબી સ્ટાફે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને પરિણામ વિશ્લેષણ ક્લિનિકલ નિષ્ણાત જૂથ અને મેચ અધિકારીઓની સલાહ લીધા પછી મેકગ્રા ભારત સામેની આ ફાઇનલમાં ભાગ લઈ રહી છે.

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના આ નિર્ણય બાદ ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો કોમનવેલ્થ ગેમ્સ બાદ સંક્રમણ ફેલાય છે તો તેની જવાબદારી કોની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય મહિલા હોકી ટીમે કર્યો કમાલ, 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત જીત્યો આ મેડલ અને પછી જોરદાર ઉજાણી- જુઓ વિડીયો

August 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં ઓસરી ગયુ કોરોનાનું સંક્રમણ-રાજ્યમાં આશરે એક મહિના બાદ ઝીરો કોવિડ ડેથ-જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh July 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કોરોના મહામારીથી(Covid19 pandemic) ઝઝૂમી રહેલું મહારાષ્ટ્ર(maharashtra) હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. 

રાજ્યમાં 10 જૂન પછી પ્રથમ વખત રવિવારે કોરોનાને કારણે એક પણ દર્દીનું(Covid19 death) મોત થયું નથી. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,591 નવા કોવિડ દર્દીઓ(Covid19 patients) મળી આવ્યા છે.

કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,04,024 થઈ ગઈ છે.

હાલ રાજ્યમાં 18,369 કોરોનાના સક્રિય કેસ(Active case) છે.

આ સમાચાર પણ વાંચો : ગોવામાં પણ કોંગ્રેસ પાર્ટી નો સફાયો- માત્ર એક ધારાસભ્ય પાર્ટીમાં બચ્યો- બધાય ભાજપને રસ્તે- આ મહાશય જેમણે ભાજપને ઉથલાવી પાડી હતી તે પણ ભાજપ ભેગા થયા- જાણો વિગતે

July 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુપ્તચર ખાતાનો ઉદ્ધવ ઠાકરેને ડીંગો-આટલા ધારાસભ્યો મહારાષ્ટ્ર બહાર જતા રહ્યાં અને કોઈએ મુખ્યમંત્રીને સમાચાર સુદ્ધા ન આપ્યા-આ અગાઉ શરદ પવારના ઘરે પણ હુમલો થયો હતો

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ અઘાડીની(Mahavikas Aghadi) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર પર  સંકટના વાદળો છવાયેલા છે. દરમિયાન, સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે NCP પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. રાતોરાત આટલા ધારાસભ્યો(MLA) મુંબઈથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ સુદ્ધાં ન થઈ તેનાથી ગૃહ વિભાગની (Home ministry) કામગીરી સામે શંકા નિર્માણ થઈ રહી છે.

મહાવિકાસ આઘાડીની સરકાર પર આ સંકટને જોતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બપોર પછી મુલાકાત કરવાના હતા. જોકે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ કોવિડ પોઝિટિવ(Covid positive) આવતા આ મુલાકાત થવાની કોઈ  થવાની શક્યતા નથી. આ બેઠકમાં એકનાથ શિંદેનો(Eknath Shinde) બળવો અને મહારાષ્ટ્ર સરકાર બચાવવાની ચર્ચા થવાની હતી. 

આ સમાચાર પણ વાંચો :  અહીં વાંચો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધની ખરી કહાણી- ઉદ્ધવે અઢી વર્ષમાં એવું કર્યું કે એકનાથ શિંદે અકળાઈ ગયા

આ દરમિયાન  ઉદ્ધવ ઠાકરે સહિત રાષ્ટ્રવાદીના સુપ્રીમ શરદ પવાર બંને ગૃહ ખાતાની કામગીરીથી સખત નારાજ છે. રાતોરાત ધારાસભ્ય બાય રોડ સુરત(Surat) પહોંચી ગયા તો પણ ગુપ્તચર ખાતાને તેની માહીતી કેમ લાગી નહીં એવા સવાલ પણ થઈ રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ રવિવારે રાતના પોલીસ બંદોબસ્ત વચ્ચે જ એકનાથ શિંદે સહિતના કેટલાક ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. તલાસરી સુધી મહારાષ્ટ્ર પોલીસની(Maharashtra Police) સુરક્ષા એકનાથ શિંદેને હતી. ત્યારબાદ ગુજરાત પોલીસની(Gujarat Police) સુરક્ષામાં એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત રવાના થયા હતા.

આટલી મોટી હિલચાલ થઈ રહી હતી છતાં ગૃહખાતાને અને મુખ્ય પ્રધાનની ઓફિસને તેની જાણ થઈ નહોતી. તેથી ગૃહ ખાતાના કારભાર સામે જ હવે શંકા સેવાઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકાર પર આટલું મોટું સંકટ આવ્યું અને તેની ભાળ પણ  ગુપ્તચર ખાતાને લાગી નહીં. આ અગાઉ પણ શરદ પવારના નિવાસસ્થાન પર એસ.ટી. કર્મચારીઓ(S.T. Employees) પહોંચી ગયા હતા અને તેઓએ પથ્થરમારો કર્યો હતો. તેની પણ જાણ ગુપ્તચર ખાતાને લાગી નહોતી. આમ ગૃહ ખાતા અને તેના ગુપ્તચર ખાતું સરિયામ નિષ્ફળ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોરોનાની એન્ટ્રી- રાજ્યપાલ બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના પોઝિટિવ-  જાણો વિગતે 
 

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના પશ્ચિમ પરાના આ ગુજરાતી વિસ્તારો ફરી એક વાર કોરોનાની ચપેટમાં- 14 દિવસમાં આટલા ટકા કેસનો ઉછાળો- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ફરી એક વખત કોરોનાએ(Corona) માથું ઊંચક્યું છે. અગાઉની માફક ફરી એક વખત પશ્ચિમ પરાના(Western suburbs) ગુજરાતી વિસ્તાર ગોરેગામથી બોરીવલીમાં(Borivali) કોરોનાના કેસમાં(Corona case) જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગુજરાતી વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોઈ ફરી એક વખત લોકોમાં કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે.

બોરીવલીથી ગોરેગામના(Goregaon) પટ્ટામાં છેલ્લા 14 દિવસના સમયગાળામાં કોરોનાના કેસમાં 150 ટકાનો ઉછાળો આવ્યો છે. મે મહિનાની સરખામણીમાં કેસ વધ્યા છે. તે માટે વેકેશનને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં વેકેશન(Vacation) હોવાથી લોકો બહારગામ થઈને પાછા આવી રહ્યા છે. તેમ જ કોવિડને લગતા તમામ પ્રતિબંધો(Restrictions) હટી ગયા છે. માસ્ક પહેરવું પણ હવે ફરજિયાત નથી. પબ્લિક પ્લેસ(Public place) પર પણ મોટી ભીડ જમા થતી  હોય છે. તેને કારણે પણ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ- વસઈ-વિરારમાં આટલી ગટરોના ઢાંકણા ગાયબ- ચોમાસામાં રાહદારીઓ માટે ખુલ્લી ગટરનું જોખમ- જાણો વિગતે

આર-સેન્ટ્રલ વોર્ડ(R-Central Ward) બોરીવલીમાં 18થી 24 મે અને 25થી 31 મે વચ્ચે કેસ 13થી વધીને 62 સુધી પહોંચી ગયા છે. જયારે આર-દક્ષિણ કાંદીવલીમાં(Kandivali) આ સમયગાળામાં 30 કેસ નોંધાયા હતા તે વધીને 78 થઈ ગયા છે. જ્યારે પી-દક્ષિણ વોર્ડ(P-South Ward) ગોરેગામમાં 53થી સીધા 134 કેસ થઈ ગયા છે. 

પાલિકાના અધિકારીઓના(Municipal officials) કહેવા મુજબ તેઓ આ વિસ્તાર પર નજર રાખીને બેઠા છે. હાલ તો મોટાભાગના કોવિડ પોઝિટિવ કેસમાં(Covid positive case) કોરોનાના કોઈ લક્ષણો નથી. એટલે કે તેઓ અસિમ્ટેટિક(Asymmetrical) છે. એટલે તેઓ ઘરે જ ક્વોરન્ટાઈન(Quarantine) થઈ રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.
 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે

by Dr. Mayur Parikh June 2, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) કોરોના સંક્રમિત(corona positive) થયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા(Randeep Surjewala)એ કહ્યું કે અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોનાગ્રસ્ત(covid positive) થયા હોવાનું બહાર આવ્યું છે.

સોનિયા ગાંધીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેટ(isolet) કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે ત્યાર બાદ ED ની ઇન્ક્વાયરીમાં હાજર રહેશે.

સોનિયા ગાંધીને ગઈકાલે સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તપાસ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં થવાની છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની દમદાર કામગિરી. બોરીવલી, દહીસર સહિત મુંબઈમાં 35 ઘરફોડી કરનારી ટોળકીને ઝબ્બે કરી…

June 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આઈઆઈટી મદ્રાસમાં કોરોનાના વધુ ૩૧ કેસો આવતા ચકચાર.

by Dr. Mayur Parikh April 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમિલનાડુમાં(Tamilnadu) કોરોનાના કેસોમાં(Covid cases) વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને(Chief Minister MK Stalin) સોમવારે કલેક્ટરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને(Health workers) રાજ્યમાં કોવિડ-૧૯ના પ્રસાર પર વહેલી તકે નિયંત્રણ લાવવા માટે બધા પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મા સુબ્રમણ્યમએ આ માહિતી આપી. આ ઉપરાંત પ્રમુખ આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણ કલેક્ટરોને લખેલા પોતાના પત્રમાં બૂસ્ટર ડોઝના વધુમાં વધુ લોકોને આપવાની હાકલ કરી છે.  બીજી તરફ તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસમાં કોવિડ-૧૯એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે. મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓના(Positive patients) વધુ ૩૧ નવા કેસ નોંધાયા છે. તમિલનાડુ આરોગ્ય વિભાગ(health department) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે કોરોના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૧ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આઈઆઈટી મદ્રાસમાં(IITmadras) કોવિડ-૧૯ કેસોની કુલ સંખ્યા રવિવારે ૬૦ થઈ ગઈ હતી. વળી, એક દિવસ પહેલા ૫૫ કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગે વાયરસના પ્રસારને નિયંત્રિત કરવામાં સાવધાની રાખવાના આદેશ આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત? ટાસ્ક ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી. જાણો વિગતે.

April 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક