Tag: covid vaccine

  • ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

    ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

    News Continuous Bureau | Mumbai

    ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ(DCGI) ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને(Covaxin) મંજૂરી આપી છે. આ કોવેક્સીનને હૈદરાબાદ(Hyderabad) સ્થિત ભારત બાયોટેકે(bharat biotech) તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨,૧૩, અને ૧૪ વર્ષની ઉંમરના બાળકો માતે ૧૬ માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦ માં થયો છે. તે તમામ વેક્સીન(Vaccine) લગાવી શકે છે.  ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે અન્ય એક વેક્સીનની પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ ૫ થી ૧૧ વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ(Corbevex) કોરોના વિરુદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત પ્રોટીન સબ યુનિટ વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.

    આ સમાચાર પણ વાંચો : સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો… હવે મફતનું અનાજ નહીં મળે. જો તમારી પાસે આ વસ્તુઓ હશે..

     

  • દેશમાં આ લોકો લઈ રહ્યાં છે ત્રીજો ડોઝ. સામાન્ય નાગરીકોમાં રસી પ્રત્યે ઉદાસીનતા. જાણો કેટલા લોકોએ ત્રીદો ડોઝ લીધો. 

    દેશમાં આ લોકો લઈ રહ્યાં છે ત્રીજો ડોઝ. સામાન્ય નાગરીકોમાં રસી પ્રત્યે ઉદાસીનતા. જાણો કેટલા લોકોએ ત્રીદો ડોઝ લીધો. 

     

    News Continuous Bureau | Mumbai  

    દેશમાં લોકોને કોરોના વાયરસની(Corona virus) વેક્સીન નો (Vaccine)ત્રીજો ડોઝ(Third dose) આપવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય(Health Ministry) તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ લોકોએ જ ત્રીજો ડોઝ લગાવ્યો છે. આમાંથી પણ ૫૧ ટકા લોકોએ છેલ્લા ચાર દિવસમાં ત્રીજો ડોઝ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ૧૦ એપ્રિલથી કોરોનાનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ માત્ર ૩૮૭૭૧૯ લોકોને લગાવવામાં આવ્યો છે જેમાંથી ૨૦ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમિયાન ૧.૯૮ લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તેને જોતા દિલ્હી, યુપી, હરિયાણાએ(Haryana) એક વાર ફરીથી માસ્ક(Covid mask) પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે.

    આ સમાચાર પણ વાંચો : ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં ૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે

     આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ ૫૦ ટકા વેક્સીનનો ડોઝ મેટ્રો શહેરના લોકોને લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીનુ કહેવુ છે કે ત્રીજો ડોઝ મુખ્ય રીતે એ જ લોકો લગાવી રહ્યા છે જે વિદેશ જઈ રહ્યા છે અથવા કોઈ બિમારી નો સામનો કરી રહ્યા છે. છેલ્લા ૧૪ દિવસોમાં કોરોના વાયરસની ૫૪ ટકા વેક્સીન દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(maharashtra), પશ્ચિમ બંગાળ(West bengal), કર્ણાટકમાં(karnataka) લાગી છે. રાજસ્થાનમાં(rajasthan) માત્ર ૫૫૦૦ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં ૫૨૯૦ લોકોને, છત્તીસગઢમાં માત્ર ૫૩૨ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. ગીચ વસ્તીવાળા રાજ્ય બિહારની(Bihar) વાત કરીએ તો અહીં માત્ર ૨૨૧૪૧ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. વળી, ગુડગાંવમાં ૧૯૯૧૮ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. ૬૦ વર્ષની ઉપરના લોકો માટે ત્રીજો ડોઝ મફત છે અને એની શરુઆત ૧૦ જાન્યુઆરીથી થઈ છે. ૧.૦૪ કરોડ આરોગ્યકર્મીઓમાંથી(health workers) માત્ર ૪૫ ટકાએ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે જ્યારે ૧.૮૪ કરોડ ફ્રંટલાઈન વર્કર્સમાંથી(Frontline workers) ૩૮ ટકાએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે.

  • અરે વાહ, હવે 12થી 14 વર્ષના બાળકોને કોરોનાથી બચાવી શકાશે, દેશમાં આ તારીખથી અપાશે રસી

    અરે વાહ, હવે 12થી 14 વર્ષના બાળકોને કોરોનાથી બચાવી શકાશે, દેશમાં આ તારીખથી અપાશે રસી

    News Continuous Bureau | Mumbai 

    દેશમાં બાળકો માટે કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 

    આગામી 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનુ કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યુ છે.

    સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 

    આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે. 

    સૂત્રો અનુસાર 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિક ઈએસ કોર્બોવેક્સની રસી લગાવવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

  • સાવધાન!! આ શહેરમાં દર્દીઓમાં ઓમીક્રોનનો 100 ટકા ચેપ, પ્રશાસનની ચિંતામાં વધારો… જાણો વિગત

    સાવધાન!! આ શહેરમાં દર્દીઓમાં ઓમીક્રોનનો 100 ટકા ચેપ, પ્રશાસનની ચિંતામાં વધારો… જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

    મુંબઈ, 04 માર્ચ, 2022,  

    શુક્રવાર, 

    મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર એ કોરોનાના વેરિયન્ટ ઓમીક્રોનની હતી એ મુંબઈમાં 100 ટકા ઓમીક્રોનના દર્દીઓ મળી આવ્યા બાદ વાત સાચી પુરવાર થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં જ કરેલા જીનોમ સિક્વેન્સિંગના 10મા સર્વેનો અહેવાલ ગુરુવારે આવ્યો હતો, તેમાં આ બાબતનો ખુલાસો થયો છે.

    દસમા જીનોમ સિક્વેન્સિંગના અભ્યાસ માટે 376 નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી મુંબઈના 237 નમૂના હતા. આ તમામ 237 સેમ્પલમાં તેઓને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જીનોમ સિક્વેન્સિંગના અહેવાલમાં જણાયું છે.  મુંબઈ બહારના નમૂનાની સંખ્યા 139 હતી.
    મુંબઈમાં 237 દર્દીમાથી 21થી 40 વર્ષની ઉંમરના 29 ટકા દર્દી એટલે કે 69 દર્દી, 41થી 60 વર્ષના 29 ટકા દર્દી એટલે કે 69 દર્દી અને 61થી 80 વર્ષના 25 ટકા દર્દી એટલે કે 59 દર્દીઓને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હતો. તો 13થી 18 વર્ષના 12 દર્દી, છથી 12 વર્ષના 9 દર્દી અને શૂન્યથી પાંચ વર્ષના ચાર દર્દી ઓમીક્રોનના હતા.

    બેદરકારી દાખવવી ભારે પડશે. મહારાષ્ટ્ર્ના આ શહેરમાં એક જ દિવસમાં ઓમીક્રોનના આટલા કેસ નોંધાયા; જાણો વિગત

    જીનોમ સિક્વેન્સિંગના અહેવાલ મુજબ કોરોના થયેલા દર્દીઓમાં કોઈ પણ ગંભીર લક્ષણો નહોતા. 237માંથી ફક્ત છ દર્દીઓને કોરાના પ્રતિબંધક વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

    કોરોના પ્રતિબંધક વેક્સિન લેનારા 128 દર્દીમાંથી ફક્ત 8 દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમાંથી ફક્ત એક્ને આઈસીયુમાં દાખલ કરવામા આવ્યો હતો. તો એકને ઓક્સિજન આપવો પડ્યો હતો.

    કુલ 103 દર્દીઓ કોરોના પ્રતિબંધક વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો, તેમાથી 18 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. બે દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડયા હતા.

  • પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા

    પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

    ગુરુવાર 

    મુંબઈમાંથી કોરોના રસીને લઈને એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ પ્રોફેસરના પિતાએ ૧૦૦૦ કરોડના વળતરની માગ કરી છે. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીનું મોત કોરોનાની વેક્સિનની આડઅસરને કારણે થયું છે. 

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પિતાએ દાવો કર્યો છે કે, તેમની પુત્રીનું મોત કોવિશિલ્ડ રસીની આડઅસરને કારણે થયું છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા આ પીડિત પિતા દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, તેમની પુત્રી મેડિકલની વિદ્યાર્થીની હતી. કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી શરીર પર કોઈ ખોટી અસર થતી નથી. આ કારણે પોતે હેલ્થ વર્કર હોવાને કારણે તેણે પોતાની કોલેજમાં રસીનો ડોઝ લીધો હતો. પરંતુ રસીનો ડોઝ લીધા બાદ તેની હાલત વધુ બગડી અને અંતે તેનું મૃત્યુ થયું. 

    મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું બજેટ થયું રજૂ, એજ્યુકેશન માટે પાલિકાએ આટલા કરોડ ફાળવ્યા

    મેડિકલ કોલેજની સ્ટુડન્ટના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો હતો અને ૧ માર્ચના રોજ તેનું અવસાન થયું હતું. પીડિતાના પિતાના કહેવા પ્રમાણે, તેમની પુત્રીનું મૃત્યુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રસી ઉત્પાદક સીરમ સંસ્થાની ભૂલને કારણે થયું છે. તેથી, કોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને તેમના નુકસાન માટે વળતર તરીકે એક હજાર કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવો જાેઈએ. તેમણે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) અને AIIMSએ રસીની બિન-આડઅસર વિશે ખોટી માહિતી આપી હતી અને રાજ્ય સરકારે પણ તેની તપાસ કર્યા વિના રસી આપી હતી. 

    તેમનું કહેવું છે કે પોતાની પુત્રીને ન્યાય મેળવવા અને અન્ય લોકોના જીવ બચાવવા માટે આ અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે સરકારે સ્વીકારવું જોઈએ કે તેમની પુત્રીને ખોટી માહિતી આપીને રસી આપવામાં આવી હતી. તે જ સમયે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે ગૂગલ, યુટ્યુબ, મેટા જેવી કંપનીઓ રસીના કારણે મૃત્યુના સાચા આંકડા જાહેર કરી રહી નથી. તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જાેઈએ.

  • મુંબઈમાં બાળકોમાં વેક્સિનેશન વધારવા હવે પાલિકાએ લીધા આ પગલા; જાણો વિગત

    મુંબઈમાં બાળકોમાં વેક્સિનેશન વધારવા હવે પાલિકાએ લીધા આ પગલા; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,22 જાન્યુઆરી 2022

    શનિવાર.

    મુંબઈમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પહેલા અને બીજા ડોઝના રસીકરણ ઝુંબેશને ભારે સફળતા મળી છે. જો કે 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણને પ્રમાણમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી તેને પ્રોત્સાહન આપવા પાલિકાએ આગામી સપ્તાહથી બે સત્રમાં વૅક્સિનેશન અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત સવારના સમયે 18 વર્ષ અને તેથી વધુ વયના બાળકોને અને બપોરના સમયે 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે.

    મુંબઈમાં ત્રણ જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોનું વૅક્સિનેશન શરૂ થયું છે. મુંબઈમાં આ વયજુથમાં વૅક્સિનેશન માટે લાભાર્થી  બાળકોની સંખ્યા 9,22, 566 છે. તેમાંથી 18 જાન્યુઆરી સુધીમાં કુલ 1,77,614 બાળકોએ પ્રથમ ડોઝ લીધો છે. અત્યાર સુધીમાં, 20 ટકા પાત્ર બાળકોને રસી આપવામાં આવી છે. બાકીના બાળકોને રસીકરણ ઝડપથી થાય તે માટે પાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ દરેક સ્કૂલના પરિસરમાં વૅક્સિનેશન માટે ખાસ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. 

    આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.

    પાલિકાના જમ્બો કોરોના સેન્ટરની સાથે મળીને સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોની સંખ્યા 351 છે. 15 થી 18 વર્ષની વયના બાળકો, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ પણ સામેલ છે તે  પણ જમ્બો કોરોના સેન્ટરમાં રસીકરણ માટે આવે છે. જોકે હવે પાલિકાના જમ્બો કોરોના સેન્ટર સહિત અન્ય સેન્ટરોમાં બંને વયના લોકો માટે બે અલગ-અલગ સમયે વૅક્સિનેશન ચાલશે. 18 વર્ષથી ઉપરની લાભાર્થીઓને સવારે અને 15 થી 18 વર્ષની વયના બાળકોને બપોરના સમયે રસી આપવામાં આવશે.

  • વિશ્વના આ શક્તિશાળી દેશની વાયુસેનાના સ્ટાફે વેક્સિન લેવાનો કર્યો ઇન્કાર, કરવામાં આવી કડક કાર્યવાહી;  આટલા સ્ટાફને કરાયા છુટા

    વિશ્વના આ શક્તિશાળી દેશની વાયુસેનાના સ્ટાફે વેક્સિન લેવાનો કર્યો ઇન્કાર, કરવામાં આવી કડક કાર્યવાહી; આટલા સ્ટાફને કરાયા છુટા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 15 ડિસેમ્બર 2021

    બુધવાર.

    કોરોનાને લઈને સીડીસીએ સોમવારે લોકોને સલાહ આપી છે કે તેઓ ઇટાલી, ગ્રીનલેન્ડ અને મોરેશિયસની મુસાફરી ન કરે. સીડીસીએ ૮૪ જગ્યાને લેવલ ૪ તરીકે વર્ગીકૃત કરી છે એટલે કે ઉચ્ચ જાેખમ વાળા દેશ ગણાવ્યા છે. ઇટાલીમાં સોમવારે ૯૮ કોરોના સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે રવિવારે આ સંખ્યા ૬૬ હતી. અહીં ૨૪ કલાકમાં ૧૯,૨૧૫ નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. અમેરિકા માટે ટોચના પર્યટન સ્થળોની યાદીમાં ઈટાલી ટોચ પર છે. ૬ ડિસેમ્બરથી, અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે યુએસમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.વિશ્વમાં કોરોનાના કારણે સૌથી વધુ સ્થિતિ ખરાબ થઇ હોય તો તે છે અમેરિકા. અમેરિકામાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પરંતુ વેક્સિન ના લેનારા લોકોને નોકરીથી હાથ ધોવા પડે છે. યુએસ એરફોર્સે તેના ૨૭ કર્મચારીઓને કાઢી મૂક્યા કારણ કે તે બધાએ કોરોના રસીના ડોઝ લેવાનો ઇનકાર કર્યો હતો. પેન્ટાગોને ઓગસ્ટમાં જ દરેક માટે રસી ફરજિયાત બનાવી હતી. આ પછી મોટાભાગના સૈનિકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હતો. વાયુસેનાના પ્રવક્તા એન સ્ટેફનેકે કહ્યું કે આ સૈનિકોને રસી લેવાની ના પાડવાનું કારણ સમજાવવાની તક પણ આપવામાં આવી હતી. વાયુસેનાના લગભગ ૯૭ ટકા જવાનોને કોરોનાની રસી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યુએસ એર અને આર્મીમાં લગભગ ૩૨૬,૦૦૦ સક્રિય સૈનિકો છે. નોંધનીય છે કે, સોમવાર સવાર સુધીમાં, અમેરિકામાં કોરોના રસીના ૪૮૫,૩૫૯,૭૪૬ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ આ માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું કે દેશમાં ૨૩૯,૨૭૪,૬૫૬ લોકોએ રસીનો એક ડોઝ લીધો છે અને ૨૦૨,૨૪૬,૬૯૮ લોકોએ બંને ડોઝ લીધા છે. સીડીસીની સૂચિમાં મોડર્ના અને ફાઈઝર/બાયોએનટેકની બે-ડોઝ રસીઓ અને જાેન્સન એન્ડ જાેન્સનની સિંગલ-ડોઝ રસીનો સમાવેશ થાય છે. લગભગ ૫૪.૪ મિલિયન લોકોએ ઁકૈડીિ, સ્ર્ઙ્ઘીહિટ્ઠ અથવા ત્નશ્ત્ન નો બૂસ્ટર ડોઝ લીધો છે. ૨૦ ઓક્ટોબરના રોજ, યુએસ હેલ્થ રેગ્યુલેટરે આ ત્રણ રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.

    થોડા દિવસોની રાહત બાદ પાટનગર દિલ્હીમાં ફરી વધ્યું પ્રદૂષણ, એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૮ હાઈ નોંધાયો

  • ઓમિક્રોનના ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડના ઉત્પાદનમાં કરશે  50%નો ઘટાડો, આ છે કારણ; જાણો વિગતે 

    ઓમિક્રોનના ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડના ઉત્પાદનમાં કરશે  50%નો ઘટાડો, આ છે કારણ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021

    ગુરુવાર.

    દેશમાં ઓમિક્રોનના વધતા જતાં ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે એની કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. 

    કંપનીના સીઇઓ અદાર પૂનાવાલાએ મીડિયાને આ અંગે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિશીલ્ડ વેક્સીનનો ઓર્ડર ના મળતાં કંપનીએ રસીનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.

    જો કે તેમણે કોવિશિલ્ડની માંગ વધે તો જરૂરિયાત માટે પ્રોડક્શન વધારવાની પણ વાત કરી હતી.

    સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશમાં વધારે ડોઝની જરૂર ના પડે.

  • ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો

    ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

    બુધવાર 

    કોરોનાનાં વિવિધ સ્વરૂપોના ઈન્ફેક્શનને અટકાવવા લોકોએ રસીના બે ડોઝ લેવા જ જાેઈએ તે વિશેષ કરીને માસ્ક પહેરવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવું જાેઈએ. કોવિડ જેવી મહામારી ફેલાવતા કોરોના જેવા જીવાણુઓ ક્યાંથી કેવી રીતે પેદા થયાં તેના અભ્યાસમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ નીમેલી ૨૬ સભ્યોની ટીમના એક સભ્ય ગંગાખેડેકર છે.કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોટસ્વાના સ્વરૂપ ઓમિક્રોન (બી.૧.૧.૨૫૯)ને નામે ઓળખવાયેલા કોરોનાવાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન)લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન કે તેના મોતની સંભાવનાને અટકાવી શકે એમ વાઈરોલોજીસ્ટો તથા ચેપી રોગોના નિષ્ણાતોએ જણાવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિક્લ રીસર્ચ (આઈસીએમઆર)ના એપિડેમિઓલ્વેજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના ભૂતપૂર્વ વડા તથા વરિષ્ઠ વિજ્ઞાાની રમણ ગંગાખેડેકરે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેક્સિનોની અસરકારકતાને કદાચ ન ગાંઠે તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પણ આપણે જાણીએ છીએ કે આ ત્યાં ઉપલબ્ધ વેક્સિનો કોવિડને કારણે હોસ્પિટલાઈઝેશન તથા થતા મોત અટકાવે છે.

  • ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને જ મળશે જિલ્લાના પર્યટન સ્થળોએ પ્રવેશ; જાણો વિગતે 

    ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લીધો મોટો નિર્ણય, હવે આ લોકોને જ મળશે જિલ્લાના પર્યટન સ્થળોએ પ્રવેશ; જાણો વિગતે 

     ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 11 નવેમ્બર, 2021

    ગુરૂવાર

    ઔરંગાબાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)એ એક મોટો નિર્ણય કર્યો છે.

    આ મુજબ જિલ્લાનાં અજંતા-ઇલોરા ગુફાઓ જેવા પર્યટન સ્થળોએ જતા પર્યટકોએ કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ.

    સાથે તમામ પર્યટન સ્થળો પર આવેલી  હોટેલ, રિસોર્ટ અને દુકાનોમાં કામ કરતા લોકો માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

    ઔરંગાબાદ જિલ્લામાં રસીકરણનું પ્રમાણ વધારવામાં સહાયરૂપ થવા આ નિર્ણય લેવાયો છે. 

    આ અગાઉ ડીડીએમએએ જણાવ્યું હતું કે વેક્સિન લીધી નહીં હોય તેવા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ જારી નહીં કરાય. 

    આ ઉપરાંત ઓથોરિટિએ સરકારી કર્મચારીઓ માટે રસી લેવાનું ફરજિયાત કર્યું હતું તથા રસી નહી લેનારા કર્મચારીઓનો નવેમ્બરનો પગાર અટકાવાશે એમ જણાવ્યું હતું.

     ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે