Tag: csmt

  • બૂટ પોલિશ કરનારા બન્યા આક્રમક, આ રેલ્વે સ્ટેશન પર કર્યું જોરદાર આંદોલન; જાણો વિગત

    બૂટ પોલિશ કરનારા બન્યા આક્રમક, આ રેલ્વે સ્ટેશન પર કર્યું જોરદાર આંદોલન; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022    

    ગુરુવાર.

    મુંબઈના જુદા જુદા રેલવે સ્ટેશનો પર બૂટ પોલીશ કરનારાઓ રેલવે પ્રશાસન વિરુદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. રેલવેના નવા નિયમ મુજબ બૂટ પોલિસ કરનારાને રેલવે સ્ટેશનના પરિસરમાં બુટ પોલિશ કરવા હશે તો તેમણે રીતસરનું ટેન્ડર ભરવું પડશે.

    કોરોના મહામારી દરમિયાન ધંધો ગુમાવી બેસેલા બુટ પોલિશ કરનારાઓની ગાડી હજી માંડ પાટે ચઢી છે, ત્યાં રેલવે પ્રશાસનના મનમાની ભર્યા નવા નિયમ સામે રેલવે સ્ટેશન પર બૂટ પોલિશનો વ્યવસાય કરનારાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

    મુંબઈમાં લતા દીદીના નામની બનશે આંતરરાષ્ટ્રીય સંગીત વિદ્યાલય, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય; જાણો વિગત

    Boot polish union agitation at CSMTમાંડ માંડ બૂટ પોલિશથી થોડી ઘણી આવક રળનારા ટેન્ડર માટે પૈકા કયાંથી લાવશે એવો સવાલ થઈ રહ્યો છે. તમામ રેલવે સ્ટેશનો પર લગભગ 1200 બૂટ પોલિશ કરનારા છે. રેલવેના આ નિયમ સામે આજે સવારના બૂટપોલિશ કરનારાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

  • વાહ! CSMT પર હવે ટ્રેનના કોચમાં ભોજનનો આનંદ માણી શકાશે, સેન્ટ્રલ રેલવેએ શરૂ કરી ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’; જુઓ ફોટોગ્રાફ્સ અને જાણો વિગત

    વાહ! CSMT પર હવે ટ્રેનના કોચમાં ભોજનનો આનંદ માણી શકાશે, સેન્ટ્રલ રેલવેએ શરૂ કરી ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’; જુઓ ફોટોગ્રાફ્સ અને જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

    મંગળવાર

    બહારગામની ટ્રેન પકડવા આવતા પ્રવાસીઓ માટે સેન્ટ્રલ રેલવેએ ટ્રેનના કોચમાં જ રેસ્ટોરાં બનાવી દીધી છે. સેન્ટ્રલ રેલવેએ નવતર પ્રયોગ કર્યો છે, જે હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પ્લૅટફૉર્મ નંબર 18ના છેવાડે એટલે કે પી. ડી’મેલો રોડના એન્ટ્રસ પાસે ટ્રેનના કોચમાં રેસ્ટોરાં ઊભી કરી દીધી છે.

    સોમવારે ચાલુ થયેલી રેલવેની ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ને પ્રવાસીઓ તરફથી પણ ભરપૂર પ્રતિસાદ મળ્યો છે.  આ રેસ્ટોરાં મારફત રેલવે વાર્ષિક 42 લાખ રૂપિયાની આવક રળશે.

    સેન્ટ્રલ રેલવે ભવિષ્યમાં પોતાના અન્ય મોટા ટર્મિનસ જેવાં કે કલ્યાણ, લોકમાન્ય ટિળક ટર્મિનસ તથા થાણે સ્ટેશન પર પણ ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ ચાલુ કરવાની યોજના બનાવી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેમાં પણ બાંદરા, બોરીવલી અને સુરત સ્ટેશન પર આ સુવિધા ઊભી કરવામાં આવવાની છે.

    મુલુંડમાં કોરોનાની ભવ્ય હૉસ્પિટલનો પ્રસ્તાવ આ વિવાદને લીધે રખડી પડ્યો છે; જાણો વિગત

    રેલવેના દાવા મુજબ  તેમની ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’માં ભોજનના દર અન્ય હૉટેલો કરતાં ઓછા રાખવામાં આવ્યા છે. આ રેસ્ટોરાંમાંથી ઑનલાઇન ફૂડ સર્વિસની યોજના પણ છે.

    એટલું જ નહીં, પણ ટર્મિસન પર 24 કલાક પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. એથી પ્રવાસીઓની સગવડને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરાં 24 કલાક ચાલુ રહેશે. એક વખતમાં અહીં 40 લોકો બેસી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    એટલું જ નહીં પણ રેલવે પ્રવાસી ઉપરાંત બહારની પણ કોઈ પણ વ્યક્તિ આ રેસ્ટોરાંમાં આવી શકશે. 

  • વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ.

    વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ.

    ભારે વરસાદને કારણે સીએસટી રેલવે સ્ટેશનથી થાણા તરફ જઇ રહેલી લોકલ ટ્રેનની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.

    સેન્ટ્રલ રેલવેમાં અનેક સ્ટેશનો પર પાણી ભરાઇ જતા પ્રશાસને આ નિર્ણય લીધો છે.

    જો પાણી ઉતરી જશે તો રેલવે સેવાને ફરી એક વખત બહાલ કરવામાં આવશે.

    મુંબઈ પછી હવે થાણામાં પાણીની સમસ્યા, આ પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી ગયું. જાણો વિગત  

  • શું સીએસટી રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો માટે લોકલ ફરી દોડાવવા માટેનું રીહર્સલ થઇ રહ્યું છે? જાણો અહીં શું વ્યવસ્થા છે….

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    05 ઓક્ટોબર 2020

    મધ્ય રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ગેટ પર ટિકિટ ચેકીંગ સાથે થર્મલ ઇન્સ્પેક્શન પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    મધ્ય રેલ્વેએ કોરોના કાળમાં રેલ્વે મુસાફરો અને ટિકિટ નિરીક્ષકો (ટીસી) વચ્ચેનો સંપર્ક ટાળવા માટે ટિકિટ સાથે થર્મલ ઇન્સ્પેક્શન ગેટ પર જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સૌ પ્રથમ આનો અમલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે શરૂ કરવામાં આવશે. આ બિનજરૂરી ભીડને અટકાવશે, સાથે જે મુસાફરોને કોરોના હોવાની શંકા હશે તેને તાત્કાલિક ધોરણે અલગ કરી દેશે. આમ કરવાથી ટ્રેનના અન્ય મુસાફરો માટે સલામત મુસાફરીની ખાતરી રહેશે. ઉપરાંત, પ્રવેશદ્વાર પર ટિકિટ પરનો ક્યૂઆર કોડ ચેક કરવામાં આવશે ત્યારે જ ટિકિટની માન્યતા પણ સ્કેન કરવામાં આવશે. 

    બીજી તરફ થર્મલ સ્કેનીંગ મશીન સંબંધિત મુસાફરોના શરીરનું તાપમાન તપાસશે. આ બંને બાબતો ચેક થયા બાદ જ પ્રવેશદ્વાર ખુલશે અને મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સીએસએમટી મેઇલ-એક્સપ્રેસ માટેના પ્રવેશ દ્વાર એક મહિનામાં કાર્યરત થઈ જશે. હાલમાં, તે પ્રાયોગિક ધોરણે ચાલુ કરાયાં છે, એમ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું. આમ કહી શકાય કે આગામી દિવસોમાં CSMT ચાલુ કર્યા બાદ અહીંથી ઉપડતી લોકલ ટ્રેનો માટે પણ આ જ ફોર્મ્યુલા અપનાવાશે એવી સંભાવના જોઈ શકાય છે..