Tag: Cyber Awareness Month

  • Rani Mukerji : રાની મુખર્જી એ પણ સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, સાયબર અવેરનેસ મંથ કાર્યક્રમ માં કહી આવી વાત

    Rani Mukerji : રાની મુખર્જી એ પણ સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, સાયબર અવેરનેસ મંથ કાર્યક્રમ માં કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Rani Mukerji : બોલીવૂડ અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિજેતા રાની મુખર્જી એ મુંબઈના રાજ્ય પોલીસ મુખ્યાલય ખાતે સાયબર અવેરનેસ મંથ 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. તેણે કહ્યું કે “મહિલાઓ અને બાળકો માટે સાયબર ક્રાઇમ એક મોટું જોખમ બની ગયું છે. હવે સમય આવી ગયો છે કે આપણે સૌ એકજૂટ થઈને આ સામે અવાજ ઉઠાવીએ”.

    આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલે દુર્ગા પૂજાના અંતિમ દિવસે પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવ્યું સિંદૂર ખેલા,સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો

    મર્દાની 3 નું શૂટિંગ છોડીને કાર્યક્રમમાં પહોંચી 

    રાની  મુખર્જીએ જણાવ્યું કે “હું આજે મર્દાની 3 નું શૂટિંગ છોડીને અહીં આવી છું. મારી ફિલ્મોમાં હું હંમેશા ન્યાય માટે લડતી મહિલાઓની ભૂમિકા ભજવી છું, પણ આજે હું એક માતા અને નાગરિક તરીકે અહીં છું.” તેમણે મહારાષ્ટ્ર પોલીસ અને CM ફડણવીસની પ્રશંસા કરી કે તેઓએ આ મહત્વપૂર્ણ મુદ્દાને પ્રાથમિકતા આપી છે.રાની  કહ્યું કે “સાયબર ક્રાઇમ હવે ઘરોમાં શાંતિથી ઘૂસી રહ્યું છે. જાગૃતિ એ જ સાચી સુરક્ષા છે. ડાયલ 1930 અને ડાયલ  1945 જેવી હેલ્પલાઇન દરેક નાગરિક માટે આશીર્વાદ છે. આપણે બધાએ મળીને ખાતરી કરવી જોઈએ કે કોઈ બાળક ડરથી ચુપચાપ ન રડે અને કોઈ સ્ત્રી અસુરક્ષિત ન અનુભવે”.

     

    View this post on Instagram

     

    A post shared by SCREEN (@ieentertainment)


    અભિનેત્રીએ કહ્યું કે “હું એક અભિનેત્રી તરીકે માત્ર કથાઓ રજૂ કરી શકું છું, પણ એક નાગરિક તરીકે મારી ફરજ છે કે હું અવાજ ઉઠાવું. ચાલો આપણે આજે સંકલ્પ લઈએ કે આપણે સાયબર સેફટી માટે જાગૃત રહીશું અને અન્યને પણ જાગૃત કરીશું.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Akshay Kumar: અક્ષય કુમારની 13 વર્ષીય પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા થયેલી અશ્લીલ માંગ, અભિનેતાએ CM સમક્ષ મામલો રજુ કરતા કરી આ વિનંતી

    Akshay Kumar: અક્ષય કુમારની 13 વર્ષીય પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા થયેલી અશ્લીલ માંગ, અભિનેતાએ CM સમક્ષ મામલો રજુ કરતા કરી આ વિનંતી

    News Continuous Bureau | Mumbai 

    Akshay Kumar: મુંબઈના પોલીસ મહાનિર્દેશક કાર્યાલય ખાતે સાયબર જાગૃતિ મહિનો 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર એ પોતાની 13 વર્ષીય પુત્રી નિતારા સાથે થયેલા એક ગંભીર સાયબર ક્રાઇમ ઘટનાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે નિતારા એક ઓનલાઇન વિડીયો ગેમ રમતી હતી, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ પહેલા મિત્રતાપૂર્વક સંદેશા મોકલ્યા અને પછી અશ્લીલ ફોટા માંગ્યા

    આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: ઐશ્વર્યા રાય ને કારણે થયા હતા મોડેલ ના લગ્ન, ઇન્ફ્લુએન્સરની આ વાત સાંભળીને અભિનેત્રી એ ભેટ માં આપી તેની આ મોંઘી વસ્તુ

    ઘટનાની વિગત

    અક્ષયે જણાવ્યું કે “મારી પુત્રી વિડીયો ગેમ રમતી હતી, જેમાં અજાણ્યા વ્યક્તિ સાથે રમવાની સુવિધા હતી. પહેલા ‘સારા રમ્યા’, ‘ક્યાંથી છો?’ જેવા સંદેશા આવ્યા. પછી પૂછાયું કે તમે પુરૂષ છો કે સ્ત્રી? તેણે જવાબ આપ્યો – સ્ત્રી. ત્યારબાદ એ વ્યક્તિએ કહ્યું – ‘શું તમે મને તમારા ન્યૂડ ફોટો મોકલી શકો છો?’” નિતારાએ તરત જ ગેમ બંધ કરી અને માતા ટ્વિંકલ ખન્નાને જાણ કરી.અક્ષયે કહ્યું કે “આવા સાયબર ક્રાઇમ હવે ગલી ના ક્રાઇમ કરતાં પણ વધુ જોખમભર્યા છે. હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ 7 થી 10 સુધી ‘સાયબર પિરિયડ’ હોવો જોઈએ, જેમાં બાળકોને સાયબર સેફટી શીખવવામાં આવે.” CM ફડણવીસે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની ખાતરી આપી.

     

    View this post on Instagram

     

    A post shared by akshaykumarnews (@akshaykumarnews01)


    અક્ષય કુમારના કામની વાત કરીએ તો તે જલ્દી જ ‘ભૂત બંગલા’ અને ‘હેરા ફેરી ૩’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. છેલ્લે અભિનેતા અરશદ વારસી સાથે ‘જોલી એલએલબી ૩’ માં જોવા મળ્યો હતો. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)