Tag: dahanu road

  • Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

    * ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

    ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

    આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

    ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mumbai Local Train News : આજે સવાર સવારમાં પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર રખાયો બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ, મુસાફરોને હાલાકી..

    Mumbai Local Train News : આજે સવાર સવારમાં પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર રખાયો બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ, મુસાફરોને હાલાકી..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Local Train News :પશ્ચિમ રેલવેના દહાણુ રોડ(Dahanu Road) પર માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે બુધવારે સવારે 8.50 થી 11.50 સુધી બ્લોક(block) લેવામાં આવ્યો છે. જેના કારણે પશ્ચિમ રેલવેની(western railway) કેટલીક લોકલ ટ્રેનો(local train) આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ મેલ-એક્સપ્રેસ 30 થી 45 મિનિટ મોડી દોડશે. પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંધેરી-દહાણુ રોડ લોકલ સવારે 7.51 વાગ્યે વાણગાંવ સુધી ચલાવવામાં આવશે.

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં અસરગ્રસ્ત ટ્રેન સેવાઓની સૂચિ શેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે..

    – સવારે 7.51 AM કલાકની અંધેરી-દહાણુ રોડ લોકલ માત્ર વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.

    – સવારે 9.37 AM કલાકની દહાણુ રોડ-અંધેરી લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    – સવારે 7.42 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે

    આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    – સવારે 10.10 AM કલાકની દહાણુ રોડ-વિરાર લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    – સવારે 8.49 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.

    – સવારે 11.35 AM કલાકની દહાણુ રોડ – વિરાર લોકલ દોડશે વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    આ ઉપરાંત બ્લોકના કારણે ટ્રેન નંબર 22930 બરોડા-દહાણુ રોડ એક્સપ્રેસને ઉમરગામ રોડ સ્ટેશન વચ્ચે 45 મિનિટ માટે રોકવામાં આવશે. તો, ટ્રેન નંબર 22956 કચ્છ એક્સપ્રેસ ભુજ-બાન્દ્રા ટર્મિનસ સુધી 30 મિનિટ માટે રોકાશે.

  • રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ

    રેલ યાત્રી કૃપયા ધ્યાન દે- દહાણુ રોડ યાર્ડમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે એક-બે નહીં પણ આટલી બધી ટ્રેનો આંશિક રીતે રદ- મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર(Maharashtra)ના દહાણુ રોડ(Dahanu Road) પરથી પસાર થતા રેલ્વે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. દહાણુ રોડ યાર્ડ(Dahanu road Yard)માં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગમાં સિગ્નલ ગિયર(Signal gear in electronic interlocking) બદલવા માટે શનિવાર, 8 ઓક્ટોબર 2022ના રોજ 13.00 કલાકે અને રવિવાર, 9 ઓક્ટોબર 2022ના રોજ સવારે 08.00 કલાકથી 16.00 કલાક સુધી નૉન-ઇન્ટરલોકિંગ(Non Interlocking) કાર્ય હાથ ધરવામાં આવશે. આ નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે પશ્ચિમ રેલવે(Western Railway)ની ઘણી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/આંશિક રીતે રદ, સંપૂર્ણ રદ, નિયમન, પુનઃનિર્ધારિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ તમામ 17 ટ્રેનોની વિગતો શેર કરી છે. જે નીચે મુજબ છે. 

    8 ઓક્ટોબરે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી
    1. ટ્રેન નંબર 22929, દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ દહાણુ રોડ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને ભીલાડથી ઉપડશે.

    2. ટ્રેન નંબર 22930, વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસને ભીલાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી આ ટ્રેન ભીલાડ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    આ સમાચાર પણ વાંચો : 76 સફેદ હીરા-18 કેરેટ સોનું- આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ- વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા- આંખોને આંજીનાખે તેવા ફોટોગ્રાફ અહીં જુઓ 

    3. ટ્રેન નંબર 93011, ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    4. ટ્રેન નંબર 93019, વિરાર-દહાણુ રોડ લોકલ વાનગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    5. ટ્રેન નંબર 93021, વિરાર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    6. ટ્રેન નંબર 93025, વિરાર-દહાણુ રોડ લોકલ વાનગાંવ ખાતે શોર્ટ સમાપ્ત થશે. આથી આ ટ્રેન વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    7. ટ્રેન નંબર 93029, વિરાર-દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    8. ટ્રેન નં. 93031, દાદર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    9. ટ્રેન નંબર 93035, વિરાર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    10. ટ્રેન નંબર 93037, ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આથી આ ટ્રેન પાલઘર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    આ સમાચાર પણ વાંચો :  Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

    11. ટ્રેન નંબર 93016, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વાનગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    12. ટ્રેન નંબર 93020, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વાનગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    13. ટ્રેન નંબર 93022, દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

    14. ટ્રેન નંબર 93030, દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

    15. ટ્રેન નંબર 93034, દહાણુ રોડ – ચર્ચગેટ લોકલ દહાણુ રોડ અને બોઈસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને બોઈસર અને ચર્ચગેટ વચ્ચે દોડશે.

    16. ટ્રેન નંબર 93036, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    17. ટ્રેન નંબર 93038, દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડ અને વનાગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાનગાંવ અને વિરાર વચ્ચે દોડશે.

    આ સમાચાર પણ વાંચો :  BH સીરીઝ- કિંમતથી લઈને કેવી રીતે અરજી કરવી- દરેક પ્રશ્નના જવાબ વાંચો

  • રેલ યાત્રીઓ માટે કામના સમાચાર- આ રેલવે સ્ટેશન પર લીફ્ટ એસ્કેલેટર શરૂ થયા

    રેલ યાત્રીઓ માટે કામના સમાચાર- આ રેલવે સ્ટેશન પર લીફ્ટ એસ્કેલેટર શરૂ થયા

    News Continuous Bureau | Mumbai

    વસઈ રોડ(Vasai Road) અને દહાણુ રોડ સ્ટેશનો(Dahanu Road Stations) પર નવી લિફ્ટ આપવામાં આવી છે. અંધેરી(Andheri) અને વસઈ રોડ સ્ટેશનો પર નવા એસ્કેલેટર(New escalators) આપવામાં આવ્યા છે.

    સિનિયર સિટીઝન(Senior Citizen), દિવ્યાંગ(handicap), ગર્ભવતી મહિલા(pregnant woman) સહિતના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના(Western Railway) મુંબઈ ડિવિઝન દ્રા જુદા જુદા સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર બેસાડવાના કામ હાથમાં લેવામાં આવ્યા છે.  જુલાઈ 2022 મહિનામાં વેસ્ટર્ન રેલવેએ પોતાની હદમાં આવતા સ્ટેશનો પર 3 લિફ્ટ અને 2 એસ્કેલેટર શરૂ કર્યા છે. એ સાથે વેસ્ટર્ન રેલવેમાં અત્યાર સુધીમાં 98 એસ્કેલેટર અને 47 લિફ્ટ સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવી છે.

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ત્રણ નવી લિફ્ટમાંથી બે વસઈ રોડ સ્ટેશન પર અને એક દહાણુ રોડ સ્ટેશન પર આપવામાં આવી છે. વસઈ રોડ સ્ટેશન પરની લીફ્ટ પ્લેટફોર્મ નંબર 2A પર પૂરી પાડવામાં આવી છે અને દહાણુ રોડ સ્ટેશન પરની લિફ્ટ પ્લેટફોર્મ(Railway platform) નંબર 1 પર પૂરી પાડવામાં આવી છે.

     બે નવા એસ્કેલેટર જે જુલાઈ 2022 મહિનામાં કાર્યરત કરવામાં આવ્યા છે, તે અંધેરી અને વસઈ સ્ટેશનો પર છે. અંધેરી સ્ટેશન પર એસ્કેલેટર પ્લેટફોર્મ નંબર 6/7 પર બેસાડવામાં આવી છે, જ્યારે વસઈ રોડ સ્ટેશન પર એસ્કેલેટર પ્લેટફોર્મ નંબર 4/5 પર બેસાડવામાં આવી  છે.

    આ સમાચાર પણ વાંચો :  ભલે બહાર વરસાદ ચાલુ હોય પણ મુંબઈમાં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો

    વેસ્ટર્ન રેલવેના દાવા મુજબ આ એસ્કેલેટર મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે અને મુસાફરી કરવા માટે વધુ સલામત, વધુ અનુકૂળ માર્ગ પ્રદાન કરશે.

    સુમિત ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે વેસ્ટર્ન રેલવે દ્વારા આ નાણાકીય વર્ષમાં 18 એસ્કેલેટર અને 12 લિફ્ટ્સ બેસાડવાનો લક્ષ્યાંક છે, જે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.