Tag: dance video

  • Madhuri Dixit:  ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

    Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Madhuri Dixit: અમેરિકાના ઉદ્યોગપતિ રાજુ રામલિંગા મન્ટેનાની દીકરી નેત્રાની ઉદયપુરમાં થયેલી ગ્રાન્ડ વેડિંગમાં બોલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા. આ ફંક્શનમાંથી માધુરી દીક્ષિત નો  વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે, જેમાં તે પોતાના આઇકોનિક ગીત ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ

    માધુરીનો લુક

    વિડિયોમાં માધુરી લીલા લહેંગા-ચોળી અને ગુલાબી દુપટ્ટામાં દેખાઈ રહી છે. લુકને બંગડીઓ, માંગટીકા અને મોટા ઇયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે. તેની એનર્જી અને ગ્રેસ ફેન્સને દીવાના કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું – “નાઇસ, પરંતુ ઐશ્વર્યા રાય પણ હોત તો વધુ મજા આવી જાત.” બીજા યુઝરે કહ્યું – “માધુરીની સુંદરતા અને ગ્રેસનો કોઈ જવાબ નથી.” એકે તેમને “ક્વીન” કહીને વખાણી.

    View this post on Instagram

    A post shared by Rishi thakur🧿 (@rishithakurr_)

    View this post on Instagram

    A post shared by neheart ❤️ (@madhuridixitnehu)

    આ ફંક્શન 21 નવેમ્બરથી શરૂ થયું હતું. કરણ જોહર અને સોફી ચૌધરીએ ઇવેન્ટ હોસ્ટ કર્યું. રણવીર સિંહ, વરુણ ધવન, કૃતિ સેનન અને શાહિદ કપૂર જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Shahrukh and Salman: બોલીવુડના બે દિગ્ગજ સ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન નો એક વીડિયો સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને ‘ઓ ઓ જાને જાના’  ગીત પર સ્ટેપ્સ મેચ કરતા દેખાય છે. બંને ફોર્મલ ડ્રેસમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે અને તેમની સાથે હાજર લોકો પણ ઝૂમી રહ્યા છે. વીડિયો જોઈને લાગે છે કે આ ક્લિપ કોઈ લગ્ન સમારોહની છે.

    આ સમાચાર પણ વાંચો : Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!

    ફેન્સના રિએક્શન

    વીડિયો વાયરલ થતાં ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું – “રુવાડા ઊભા થઈ ગયા.” ઘણા યુઝર્સે આ પર્ફોર્મન્સને “બોલીવુડનો ગોલ્ડન મોમેન્ટ” ગણાવ્યો. બંને સ્ટાર્સની કેમિસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. શાહરુખ અને સલમાન છેલ્લા ત્રણ દાયકાથી મિત્ર છે. બંનેએ એકબીજાની ફિલ્મોમાં કેમિયો પણ કર્યા છે – શાહરુખ ‘ટાઈગર 3’માં અને સલમાન ‘પઠાન’માં દેખાયા હતા.

    સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માં વ્યસ્ત છે, જે 2026માં રિલીઝ થશે. શાહરુખ ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’ માં દેખાશે, જેમાં તેમની દીકરી સુહાના ખાન પણ હશે. આ ફિલ્મ એપ્રિલ 2026માં રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Govinda Upcoming Film: ફરી મોટા પડદે ધૂમ મચાવશે ગોવિંદા, અભિનેતા એ એક વિડીયો શેર કરી તેની નવી ફિલ્મ વિશે આપી માહિતી

    Govinda Upcoming Film: ફરી મોટા પડદે ધૂમ મચાવશે ગોવિંદા, અભિનેતા એ એક વિડીયો શેર કરી તેની નવી ફિલ્મ વિશે આપી માહિતી

    News Continuous Bureau | Mumbai

    Govinda Upcoming Film: બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા હવે પાંચ વર્ષ બાદ ફરીથી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યા છે. તેની આગામી ફિલ્મ ‘દુનિયાદારી’ માટે તેણે રિહર્સલ નો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે સફેદ અને વાદળી કપડાંમાં ડાન્સ કરતા જોવા મળે છે. તેણે લખ્યું – “’હું મારી આગામી ફિલ્મ ‘દુનિયાદારી’ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું.’”

    આ સમાચાર પણ વાંચો : Darsheel Safary: તારે જમીન પર ના ઈશાન એટલે કે દર્શિલ સફારી નું નિવેદન આવ્યું ચર્ચામાં, આમિર ખાન ની ફિલ્મ સિતારે જમીન પર વિશે કહી આવી વાત

    ફેન્સે કહ્યું – “તમે હજી પણ No.1 ડાન્સર છો!”

    ગોવિંદાના આ વીડિયો પર ફેન્સે ખૂબ પ્રેમ વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું – એક યુઝરે લખ્યું છે કે ‘ચાલો, તૈયાર થઈ જાઓ.’ બીજા યુઝરે લખ્યું છે કે ‘બોસ, તમારી પાસે હજુ પણ એ જ સુગમતા છે.’ અન્ય એકે લખ્યું, “તમે હજી પણ No.1 ડાન્સર છો!”ગોવિંદાની સ્ટાઈલ અને સ્વેગ  હજી પણ લોકોના દિલ જીતી રહી છે.

    View this post on Instagram

    A post shared by Govinda (@govinda_herono1)

    ફિલ્મ ‘દુનિયાદારી’  વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના અન્ય કલાકારો, દિગ્દર્શક કે સ્ટોરી વિશે કોઈ ખુલાસો થયો નથી. પરંતુ ગોવિંદાના કમબેકને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rasha Thadani : માં કરતા દીકરી નીકળી સવાઈ, રાશા થડાની એ કર્યો માતા રવીના ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

    Rasha Thadani : માં કરતા દીકરી નીકળી સવાઈ, રાશા થડાની એ કર્યો માતા રવીના ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Rasha Thadani : રવીના ટંડનની દીકરી રાશા થડાની હાલમાં પોતાના ડાન્સ વીડિયો ને લઈને ચર્ચામાં છે. એક એવોર્ડ શી દરમિયાન રાશાએ પોતાની માતાના આઈકોનિક ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર એવો ડાન્સ કર્યો કે લોકો રવીના ને પણ ભૂલી ગયા. વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સે રાશાની પ્રશંસા શરૂ કરી દીધી છે.

    આ સમાચાર પણ વાંચો: Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના ઘર મન્નત ને મળી નવી ઓળખ, જુઓ કિંગ ખાન ના બંગલા ની નવી નેમ પ્લેટ

    રાશા થડાનીનો સ્ટેજ પર કાતિલ અંદાજ

    વિડિયોમાં રાશા હાઈ સ્લિટ સાડી ડ્રેસ અને સિક્વિન્સ બ્લાઉઝમાં જોવા મળી રહી છે.. તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશન્સ જોઈને લોકો કહે છે કે તે પોતાની માતાની કાર્બન કોપી લાગે છે. રાશાએ માત્ર ‘ટિપ ટિપ’ જ નહીં, પણ માધુરી દીક્ષિતના ‘એક દો તીન’ પર પણ પરફોર્મ કર્યું હતું.

    View this post on Instagram

    A post shared by Manav Manglani (@manav.manglani)

    રાશા ના આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, “રાશા એકમાત્ર સ્ટારકિડ છે જે 90s ના ગીતોમાં ફિટ બેસે છે.” બીજાએ લખ્યું, “રાશા પોતાની મમ્મી જેવી જ શાનદાર છે.” રાશાના એક્સપ્રેશન્સ અને સ્ક્રીન પ્રેઝન્સ ની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Karisma and Kareena: ભાઈ ના લગ્ન માં કરિશ્મા અને કરીના એ ખુબ લગાવ્યા ઠુમકા,પત્ની અને સાળી ને જોતો રહી ગયો સૈફ અલી ખાન

    Karisma and Kareena: ભાઈ ના લગ્ન માં કરિશ્મા અને કરીના એ ખુબ લગાવ્યા ઠુમકા,પત્ની અને સાળી ને જોતો રહી ગયો સૈફ અલી ખાન

    News Continuous Bureau | Mumbai

    Karisma and Kareena: કરિશ્મા અને કરીના એ તાજેતર માં તેમના ભાઈ આદર અને અલેખા ના લગ્ન માં હાજરી આપી હતી.કપૂર પરિવાર ઉપરાંત, ઘણા સેલિબ્રિટીઓએ પણ આદર જૈન અને અલેખા અડવાણીના લગ્નમાં હાજરી આપી હતી.આ ફંક્શન ના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જેમાં કરિશ્મા અને કરીના ડાન્સ કરી રહ્યા છે અને સૈફ આ બંને ને ડાન્સ કરતા જોઈ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Jaya bachchan: હંમેશા પાપારાઝી સાથે ના વ્યવહાર ને કારણે ચર્ચામાં રહેતી જયા બચ્ચને કેમેરા સામે આપ્યું એવું રિકેશન કે લોકો ને લાગી નવાઈ, જુઓ વિડીયો

    કરિશ્મા અને કરીના નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

    આદર અને અલેખા ના લગ્ન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, કરિશ્મા કપૂર અને કરીના કપૂર ડાન્સ કરી રહ્યા છે બંને ને આ રીતે નાચતા જોઈ સૈફ અલી ખાન ખુશ થઇ રહ્યો છે અને બંને ને જોઈ રહ્યો છે. બંને અભિનેત્રીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.

    View this post on Instagram

    A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

    કરિશ્મા અને કરીના ના આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Munmun dutta video:  જેઠાલાલ કે ઐયર નહીં પરંતુ આ વ્યક્તિ સાથે બબીતાજી એ કર્યો ડાન્સ, ગોવિંદા ના ગીત પર મુનમુન દત્તા એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

    Munmun dutta video: જેઠાલાલ કે ઐયર નહીં પરંતુ આ વ્યક્તિ સાથે બબીતાજી એ કર્યો ડાન્સ, ગોવિંદા ના ગીત પર મુનમુન દત્તા એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Munmun dutta video: મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજી ની ભૂમિકા ભજવી રહી છે. આ શો થી મુનમુન ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો માં લોકો ને બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન એ તેનો એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જેમાં તે જેઠાલાલ કે ઐયર સાથે નહીં પરંતુ કોઈ બીજી વ્યક્તિ સાથે જ ઠુમકા લગાવી રહી છે. 

    આ સમાચાર પણ વાંચો: Nadaaniyan OTT: અલગ અંદાજ માં થઇ નાદાનિયા ની ઓટીટી રિલીઝ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો ઇબ્રાહિમ અને ખુશી ની ફિલ્મ

    મુનમુન દત્તા નો વિડીયો થયો વાયરલ 

    મુનમુન દત્તા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં મુનમુન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રૂહી દોસાની સાથે જોવા મળી રહી છે. બંને ગોવિંદા ના ગીત પ્રેમ જાલ મેં પર ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ના કેપ્શનમાં લખ્યું, “જ્યારે ગોવિંદાનું ગીત વાગે છે ત્યારે આપણું મન શરૂ થાય છે.” 

    View this post on Instagram

    A post shared by Ruhee Dosani (@ruheedosani)

    મુનમુન દત્તા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

    Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

    News Continuous Bureau | Mumbai

    Kiara advani: કિયારા અડવાણી તેની ફિલ્મ ગેમ ચેન્જર ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ વર્ષ 2025 માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નું ગીત ધૂપ રિલીઝ થયું હતું. આ ગીતમાં કિયારા અડવાણી અને એક્ટર રામ ચરણ જોવા મળ્યા હતા.હવે કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ગીતના ડાન્સ રિહર્સલનો એક વીડિયો શેર કર્યો છે. જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

      આ સમાચાર પણ વાંચો : Allu arjun: વધુ એક કાનૂની મુશ્કેલી માં મુકાયો અલ્લુ અર્જુન, અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પુષ્પા 2 સાથે જોડાયેલો છે મામલો

    કિયારા અડવાણી ને શેર કર્યો વિડીયો 

    કિયારા એ તેની ફિલ્મ ગેમ ચેન્જર ના ગીત ધૂપ ના ડાન્સ રિહર્સલ નો વિડીયો શેર કર્યો છે અને તેમાં તેને  કોરિયોગ્રાફર જાની માસ્ટરનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈને તેને લખ્યું કે “મને યાદ છે જ્યારે મેં જાની માસ્ટરના કોરિયોગ્રાફરને જોયો હતો અને વિચારતી હતી કે તે કેવું હશે, પરંતુ આ અમારા કામની સુંદરતા છે, હંમેશા કંઈક નવું શીખવું.” માસ્ટર જાનીનો ઉલ્લેખ જોઈને લોકોએ કોમેન્ટમાં પૂછ્યું કે જે વ્યક્તિ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો છે તેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. માસ્ટર જાની ના નામ પર યુઝર્સે કિયારાને કોમેન્ટમાં ટ્રોલ કરી હતી.

    View this post on Instagram

    A post shared by KIARA (@kiaraaliaadvani)

    કિયારાએ 24 ડિસેમ્બરે આ પોસ્ટ કરી હતી. જોકે, ટ્રોલ થયા બાદ કિયારાએ પોતાની પોસ્ટ પરથી જાની માસ્ટરનું નામ હટાવી દીધું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anant and Radhika wedding:  અનંત અને રાધિકા ની જાન માં સલમાન અને શાહરૂખે જમાવ્યો રંગ તો માધુરી દીક્ષિતે પણ તેના ડાન્સ મૂવ્સ થી લૂંટી લાઈમલાઈટ, જુઓ વિડીયો

    Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની જાન માં સલમાન અને શાહરૂખે જમાવ્યો રંગ તો માધુરી દીક્ષિતે પણ તેના ડાન્સ મૂવ્સ થી લૂંટી લાઈમલાઈટ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન થઇ ગયા છે આ લગ્ન ના ઘણા વિડીયો અને ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે તેવામાં શાહરુખ ખાન, સલમાન ખાન અને માધુરી દીક્ષિત નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માટે પહેલીવાર ભારત આવ્યા આ ઇન્ટરનેશનલ સ્ટાર, જેને ટ્રેડિશનલ લુક માં જોવા ફેન્સ થયા ઉત્સાહિત

    સલમાન ખાન, શાહરુખ ખાન અને માધુરી દિક્ષત એ કર્યો જાન માં ડાન્સ 

    શાહરૂખ ખાન અને સલમાન ખાનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન અનંત અંબાણી ની જાન માં તેમની ફિલ્મ કરણ અર્જુન ના ગીત ભાંગડા પાલે પર ડાન્સ કરી રહ્યા છે તેમની સાથે નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

    View this post on Instagram

    A post shared by Manav Manglani (@manav.manglani)

    આ સિવાય માધુરી દીક્ષિત નો ડાન્સ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, માધુરી દીક્ષિત તેના ગીત ચોલી કે પીછે પર ડાન્સ કરી રહી છે. માધુરી નો ડાન્સ જોઈ તેના પતિ ડોક્ટર શ્રી રામ નેને પણ ઘાયલ થઇ ગયા હતા.

    View this post on Instagram

    A post shared by Varinder Chawla (@varindertchawla)

    તમને જણાવી દઈએ કે અનંત ની જાન માં અર્જુન કપૂર, અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા, અનિલ કપૂર, રણવીર સિંહ, જેવા સ્ટાર્સ એ ખુબ રંગ જમાવ્યો હતો. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sangeeta bijlani: 64 વર્ષ ની ઉંમર માં સંગીતા બિજલાની એ લગાવ્યા ઠુમકા, પોતાનો ડાન્સ વિડીયો પોસ્ટ કરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

    Sangeeta bijlani: 64 વર્ષ ની ઉંમર માં સંગીતા બિજલાની એ લગાવ્યા ઠુમકા, પોતાનો ડાન્સ વિડીયો પોસ્ટ કરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

    News Continuous Bureau | Mumbai

    Sangeeta bijlani: સંગીતા બિજલાની 64 વર્ષ ની થઇ ગઈ છે. 64 વર્ષ ની ઉંમરે પણ સંગીતા યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે તાજેતર માં જ સંગીતા બિજલાની એ તેના સોશિયલ મીડિયા પર તેનો ડાન્સ વિડીયો પોસ્ટ કર્યો છે આ વિડીયો માં તે તેના આઇકોનિક ગીત ગલી ગલી મેં ફિરતા હૈ ના લેટેસ્ટ વરઝ્ન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સંગીતા બિજલાની નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Rajkumar santoshi: બોલિવૂડ નિર્દેશક રાજકુમાર સંતોષી સામે જારી થયું વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો

    સંગીતા બિજલાની નો ડાન્સ વિડીયો 

    સંગીતા બિજલાની એ તેના જન્મદિવસ ના અવસર પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો માં સંગીતા બિજલાની બ્લેક શિમરી થાઈ હાઈ સ્લીટ ગાઉન આમ જોવા મળી રહી છે. સંગીતા ની સાથે કોરિયોગ્રાફર પુનિત ચીમા જોવા મળી રહ્યો છે. બંને ગલી ગલી મેં ફિરતા હૈ ના લેટેસ્ટ વરઝ્ન પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો શેર કરતા સંગીતા એ લખ્યું, “ચાલો ડાન્સ કરીએ. ગલી ગલી મેં ફરીતા હૈ #Tridev.”

    View this post on Instagram

    A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

    સંગીતા બિજલાની ના આ વિડીયો પર નેટિઝન્સ તેમની પ્રતિક્રિયા આપતા અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama:અનુપમા અને ડિમ્પી એ કર્યો ગલી ના કુતરા સામે ડાન્સ, વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ્સ

    Anupama:અનુપમા અને ડિમ્પી એ કર્યો ગલી ના કુતરા સામે ડાન્સ, વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ્સ

    News Continuous Bureau | Mumbai

    Anupama: અનુપમા એ સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. આ સિરિયલ થી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી ને ઘર ઘર માં ઓળખ મળી છે. અનુપમા સિવાય પણ  રૂપાલી ગાંગુલી કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તાજેતરમાં રૂપાલીએ તેના ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની ઓન-સ્ક્રીન પુત્રવધૂ ડિમ્પી સાથે કુતરા ની સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

    આ સમાચાર પણ વાંચો: Anupama update: અનુપમા માંથી વધુ એક કલાકાર ની થઇ વિદાય, આ પાત્ર ના જવાથી ફરી શરૂ થશે ‘માન’ ની પ્રેમ કહાની

    અનુપમા એ શેર કર્યો વિડીયો 

    રૂપાલી એ જે વિડીયો શેર કર્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ડિમ્પી તેના લગ્ન ના આઉટફિટ માં અને અનુપમા સિરિયલ માં તેના ટ્રેક ના આઉટફિટ માં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બંને મારી મેરે સામને વાલી ખિડકી મેં પર અદભૂત ડાન્સ કરતા જોવા મળે છે. જો કે, આ વીડિયોની સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે ઓન સ્ક્રીન સાસુ અને વહુ ડાન્સ કરી રહ્યા છે ત્યારે ગલી ના કુતરાઓ દર્શક બની ને તેમને જોઈ રહ્યા છે.  

    View this post on Instagram

    A post shared by Rups (@rupaliganguly)

    આ વીડિયોને શેર કરતા અનુપમા અને ડિમ્પીએ કેપ્શનમાં લખ્યું છે – ‘બસંતી, આ કૂતરાઓની સામે ચોક્કસ ડાન્સ કરશે  આ મનપસંદ ક્લાસિક ગીત માટે ડિસ્કો અમારા ખુશ પ્રેક્ષકો છે.’લોકો આ વિડીયો ને ખુબ  પસંદ કરી રહ્યા છે. અને લોકો કોમેન્ટ સેક્શન માં અનુપમા અને ડિમ્પી ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે.