• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - deepika padukone - Page 2
Tag:

deepika padukone

Deepika Padukone Breaks Silence After Exit from ‘Kalki 2’, Announces New Film with Shah Rukh Khan
મનોરંજન

Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું

by Zalak Parikh September 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં ‘કલ્કી 2898 એડી’ ના સીક્વલમાંથી બહાર થવાને લઈને ચર્ચામાં છે. ફિલ્મના મેકર્સે જાહેર કર્યું હતું કે દીપિકા હવે ‘કલ્કી 2’નો ભાગ નહીં રહેશે. આ નિર્ણય પાછળ ઘણા કારણો ચર્ચાઈ રહ્યા છે, જેમાં દીપિકાની ડિમાન્ડ અને રોલને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે દીપિકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને ચુપ્પી તોડી છે અને સાથે જ શાહરુખ ખાન સાથે નવી ફિલ્મ ‘કિંગ’ ની જાહેરાત પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : TRP Week 36: ‘અનુપમા’ અને ‘તુલસી’ વચ્ચે ફરી TRP ની જંગ, જાણો 36મા અઠવાડિયામાં કોણ બન્યું નંબર વન?

દીપિકાએ શાહરુખ સાથે ‘કિંગ’ ફિલ્મની શૂટિંગ શરૂ કરી

દીપિકાએ શાહરુખ ખાનનો હાથ પકડીને એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે “18 વર્ષ પહેલા ‘ઓમ શાંતિ ઓમ’ નું શૂટિંગ દરમિયાન શીખેલો પહેલો પાઠ આજે પણ યાદ છે – ફિલ્મ બનાવવાનો અનુભવ અને સાથે કામ કરતા લોકો સૌથી વધુ મહત્વના છે.” દીપિકાએ કહ્યું કે એ જ કારણ છે કે આજે પણ તેઓ શાહરુખ સાથે છઠ્ઠી ફિલ્મ કરી રહી છે.‘કિંગ’ ફિલ્મમાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, સુહાના ખાન , અભય વર્મા અને રાણી મુખર્જી પણ મહત્વના રોલમાં છે. દીપિકાનો કેમિયો પણ ફિલ્મ માટે ખાસ ગણાય છે. દીપિકાના પોસ્ટ પર ફેન્સ અને રણવીર સિંહ સહિત અનેક લોકોએ પ્રેમભરી ટિપ્પણીઓ કરી છે

View this post on Instagram

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

દીપિકાને પહેલા ‘કલ્કી 2’  અને સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ માંથી પણ બહાર કરી દેવામાં આવી હતી. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું કે દીપિકાએ વધારે ફી અને ઓછા કામના કલાકોની માંગ કરી હતી, જ્યારે કેટલાકે કહ્યું કે તેમનો રોલ માત્ર કેમિયો સુધી સીમિત હતો. નિર્માતા નાગ અશ્વિને પણ કહ્યું કે “ભૂતકાળ બદલાઈ શકતો નથી, પણ ભવિષ્ય તમારા હાથમાં છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Deepika Padukone Dropped from Kalki 2898 AD Sequel, Makers Reveal Reason
મનોરંજન

Deepika Padukone: ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાંથી બહાર થઇ દીપિકા પાદુકોણ, મેકર્સે જણાવ્યું કારણ

by Zalak Parikh September 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ  હવે ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાં જોવા નહીં મળે. મેકર્સે આ માહિતી વૈજયંતી મૂવીઝના અધિકૃત X (Twitter) એકાઉન્ટ પર આપી છે. પોસ્ટમાં લખાયું કે, “દીપિકા હવે કલ્કીના આગામી ભાગનો ભાગ નહીં હોય. લાંબા વિચાર વિમર્શ બાદ અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. કલ્કી જેવી ફિલ્મ વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણની હકદાર છે.”

આ સમાચાર પણ વાંચો : Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

‘કલ્કી’માં દીપિકા પાદુકોણ નું પાત્ર

2024માં રિલીઝ થયેલી ‘કલ્કી 2898 AD’માં દીપિકા પાદુકોણે સુમતિ નામની ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેના પુત્રને કલ્કી અવતાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. દીપિકાના પાત્ર અને અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.દીપિકા અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ  ‘સ્પિરિટ’ માંથી પણ કામના કલાકો અને ફી મુદ્દે બહાર થઈ ગઈ હતી. ‘સ્પિરિટ’માં હવે તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે, જેણે ‘એનિમલ’માં પણ કામ કર્યું છે.

This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.

After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.

And a film like…

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025

‘કલ્કી 2898 AD’માં દીપિકા ઉપરાંત પ્રભાસ, અમિતાભ બચ્ચન, અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં હતા. હવે સીક્વલ માટે દીપિકાના સ્થાને કોઈ નવી અભિનેત્રીને લેવામાં આવશે. જોકે, મેકર્સે હજુ સુધી કોઈ નવા નામની જાહેરાત કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rashmika Mandanna Joins Allu Arjun in Atlee film
મનોરંજન

Rashmika Mandanna: પુષ્પા 2 બાદ ફરી જામશે રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન ની જોડી, બોલિવૂડ ની આ સુપરસ્ટાર ના નામ ની પણ ચર્ચા થઇ તેજ

by Zalak Parikh July 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ની જોડીને ફિલ્મ ‘પુષ્પા’ માં દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. તેમની કેમેસ્ટ્રી ચાહકો ને ખૂબ પસંદ આવી હતી. હવે આ સુપરહિટ જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. ફિલ્મ ‘જવાન’  ના નિર્દેશક એટલી કુમાર હાલમાં તેમની આગામી ફિલ્મ, જેનું કામચલાઉ શીર્ષક ‘AA22xA6’ છે, તેને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ઉપરાંત હવે રશ્મિકા મંદાના નું નામ પણ સામે આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની ની ફી સાંભળીને ઉડી જશે હોશ, એક એપિસોડ માટે વસૂલશે આટલી મોટી રકમ!

અલ્લુ અર્જુનની ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રી

એક વેબ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, એટલીની આ ફિલ્મમાં રશ્મિકા મંદાના ની પણ એન્ટ્રી થઇ છે. અભિનેત્રી આ ફિલ્મમાં તેના કરિયર ના સૌથી ડેરીંગ રોલ માં જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જુન વચ્ચેના ડાયનામિક્સ ‘પુષ્પા’ કરતાં બિલકુલ અલગ હશે. આ સમાચારથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને તેમની મનપસંદ જોડીને એક નવા અવતારમાં જોવાનો મોકો મળશે.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ પોર્ટલ ને જણાવ્યું કે, રશ્મિકા મંદાનાનો લુક ટેસ્ટ  પૂરો થઈ ગયો છે. ફિલ્મના નિર્માણ વિશે વાત કરતા સૂત્રોએ કહ્યું કે, આ ફિલ્મ દ્વારા એટલી પોતાની એક ‘અવતાર’ જેવી ફિલ્મ બનાવવા માંગી રહ્યા છે, જે બે અલગ-અલગ યુનિવર્સ માં સેટ થશે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુર અને સામંથા પણ જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી માત્ર દીપિકા પાદુકોણના ફિલ્મમાં હોવાનો એક જાહેરાત વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. અન્ય કોઈ અભિનેત્રી માટે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Deepika Padukone Becomes First Indian Actress to Be Honored on Hollywood Walk of Fame 2026
મનોરંજન

Deepika Padukone: દીપિકા પાદુકોણ એ અપાવ્યું ભારત ને ગૌરવ, આવું કરવાવાળી બની પહેલી ભારતીય અભિનેત્રી

by Zalak Parikh July 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone:  બોલીવૂડની સુપરસ્ટાર દીપિકા પાદુકોણ એ ફરી એકવાર ભારતનું નામ વિશ્વમંચ પર રોશન કર્યું છે. તે 2026 ના હોલીવૂડ વોક ઓફ ફેમ (Hollywood Walk of Fame)માં સ્થાન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ સિદ્ધિ તેણે તાજેતરમાં માતા બન્યા પછી હાંસલ કરી છે, જે આ પળને વધુ ખાસ બનાવે છે.

આ સમાચાર પણ વાંચો :  Aankhon Ki Gustaakhiyan Trailer Out: શનાયા કપૂર ની પહેલી ફિલ્મ આંખો કી ગુસ્તાખિયા નું ટ્રેલર થયું રિલીઝ, આંધળા ના રોલ માં છવાયો વિક્રાંત મેસી

ટિમોથી ચાલમેટ અને રેમી માલેક સાથે દીપિકા પણ યાદીમાં સામેલ 

2026 માટે જાહેર થયેલી યાદીમાં દીપિકા પાદુકોણને મોશન પિક્ચર્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ યાદીમાં ટિમોથી ચાલમેટ, ડેમી મૂર, રેમી માલેક અને રેશેલ મેકએડમ્સ જેવા હોલીવૂડ સ્ટાર્સ પણ સામેલ છે.દીપિકાએ આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના અને કિયારા અડવાણી જેવી નવી પેઢીની અભિનેત્રીઓ ઉપરાંત પ્રિયંકા ચોપરા જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત અભિનેત્રીને પણ પાછળ છોડી એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

દીપિકાએ ‘XXX: Return of Xander Cage’ જેવી ફિલ્મથી હોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે લૂઈ વિટોન  અને કાર્ટિયર જેવી વૈશ્વિક બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે. 2018માં ટાઈમ મેગેઝીનની ‘100 Most Influential People’ યાદીમાં પણ તેનું નામ હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Deepika Padukone May Exit Kalki 2 After Spirit Over 8 Hour Workday Demand
મનોરંજન

Deepika Padukone: સ્પિરિટ બાદ શું હવે પ્રભાસ ની આ ફિલ્મ માંથી પણ બહાર થઇ દીપિકા પાદુકોણ? મેકર્સ સાથે કામના કલાકો ને લઈને તણાવ!

by Zalak Parikh June 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone:  બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં છે. ‘સ્પિરિટ’  ફિલ્મમાંથી બહાર થયા બાદ હવે એવી અફવાઓ છે કે તે ‘કલ્કિ 2’ માંથી પણ બહાર થઈ શકે છે. દીપિકા માતૃત્વ પછી દિવસના માત્ર 8 કલાક કામ કરવાની માંગ કરી રહી છે, જેને લઈને ફિલ્મના મેકર્સ સાથે તણાવ ઊભો થયો છે 

આ સમાચાર પણ વાંચો: Housefull 5: હાઉસફુલ 5 ના સોન્ગ પર લાગ્યો આવો આરોપ, સોશિયલ મીડિયા યુઝર એ પુરાવા રજુ કરી આપી સાબિતી

‘કલ્કિ 2’માં પણ તણાવ

‘કલ્કિ 2898 એ.ડી.’ માં દીપિકા પાદુકોણનું પાત્ર મહત્વપૂર્ણ હતું. તેને ‘સુમતી’ નામની ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું, જે ભગવાન કલ્કિનો અવતાર જન્માવશે. મીડિયા રિપોર્ટ મુજબ હવે મેકર્સ ફિલ્મ ના બીજા ભાગ માં તેના પાત્રને ઘટાડવા કે દૂર કરવાની વિચારણા કરી રહ્યા છે, કારણ કે દીપિકા 8 કલાકથી વધુ કામ કરવા તૈયાર નથી.દીપિકા પાદુકોણના વર્કિંગ અવર્સને લઈને મેકર્સ સાથે તણાવ વધી રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દીપિકા હવે પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા માંગે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

View this post on Instagram

A post shared by Box Office Worldwide (@boworldwide)

સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ફિલ્મ ‘સ્પિરિટ’માં દીપિકા મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેણે 8 કલાકના વર્કિંગ અવર્સ, ઊંચો પગાર અને નફામાં હિસ્સો માંગ્યો હતો. આ શરતોને કારણે દિગ્દર્શક સાથે મતભેદ થયા અને દીપિકા ફિલ્મમાંથી બહાર થઈ ગઈ. હવે તૃપ્તિ ડિમરી ને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Muzammil Ibrahim Claims Deepika Padukone Proposed Me We Dated for 2 Years
મનોરંજન

Muzammil Ibrahim Claims: આ મોડલ અને અભિનેતા એ દીપિકા પાદુકોણ ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, બંને કરી ચુક્યા છે એકબીજા ને ડેટ, જાણો વિગતે

by Zalak Parikh June 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Muzammil Ibrahim Claims: બોલીવૂડના જાણીતા મોડલ અને એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે તે દીપિકા પાદુકોણ સાથે બે વર્ષ સુધી સંબંધમાં હતો. તેણે કહ્યું કે દીપિકાએ તેને પ્રપોઝ કર્યું હતું અને બ્રેકઅપ તેણે  કર્યું હતું. મુઝમ્મિલના જણાવ્યા મુજબ, તે સમય દરમિયાન તેઓ રિક્ષા અને લોકલ ટ્રેનમાં ડેટ પર જતા અને તેમ છતાં ખૂબ ખુશ હતા

આ સમાચાર પણ વાંચો : Neena Gupta Birthday : મેટ્રો ઈન દીનો ની સ્ટારકાસ્ટ સાથે નીના ગુપ્તા એ ઉજવ્યો તેનો 66 મો જન્મદિવસ, અભિનેત્રી ના આઉટફિટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

દીપિકા પાદુકોણે કર્યું હતું પ્રપોઝ, મુઝમ્મિલે કર્યું હતું બ્રેકઅપ

મુઝમ્મિલે જણાવ્યું કે દીપિકા ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી હતી કારણ કે તે પ્રકાશ પાદુકોણની દીકરી છે. તેણે કહ્યું કે, “તે સમયે હું સ્ટાર હતો અને દીપિકા નવી હતી. તેણે મને પ્રપોઝ કર્યું હતું, પણ બ્રેકઅપ મેં કર્યું હતું ” મુઝમ્મિલે દીપિકાની પ્રશંસા કરતા કહ્યું કે તે હવે સુપરસ્ટાર છે અને હું તેનો મોટો ફેન છું.મુઝમ્મિલે જણાવ્યું કે 2019માં દીપિકા અને રણવીર સિંહ ના લગ્ન સુધી તેઓ સંપર્કમાં હતા. લગ્ન પછી તેમનો સંપર્ક તૂટી ગયો. તેણે કહ્યું કે બ્રેકઅપ પછી પણ તેઓ મિત્રો તરીકે વાત કરતા હતા અને સંબંધો સારા રહ્યા હતા.

View this post on Instagram

A post shared by F I L M Y B A A P 🤺 (@filmybaapofficial)

મુઝમ્મિલે કહ્યું કે, “અમે ત્યારે બાળકો જેવા હતા. રિક્ષા અને ટ્રેનમાં ડેટ પર જતાં. તે સમય ખૂબ ક્યૂટ હતો. મારી પાસે થોડા વધુ પૈસા હતા અને મેં કાર ખરીદી ત્યારે દીપિકા ખૂબ ખુશ થઈ હતી. એ દિવસો યાદગાર છે કારણ કે ત્યારથી હું રિક્ષા ડેટ પર નથી ગયો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mani Ratnam Supports Deepika Padukone in Sandeep Reddy Vanga Row
મનોરંજન

Deepika Padukone: સંદીપ રેડ્ડી વાંગા વિવાદમાં દીપિકા પાદુકોણ ને મળ્યો વધુ એક વ્યક્તિ નો સાથ, અભિનેત્રી વિશે કહી આવી વાત

by Zalak Parikh June 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિગ્ગજ ફિલ્મમેકર મણિરત્નમ એ દીપિકા પાદુકોણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. દીપિકા પાદુકોણે ફિલ્મ ‘સ્પિરિટ’ માટે 8 કલાકની શિફ્ટ, 20 કરોડ ફી, નફામાં ભાગીદારી અને તેલુગુ ડાયલોગ ન બોલવાની શરતો રાખી હતી. આ શરતોને કારણે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ તૃપ્તિ ડિમરી ને કાસ્ટ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Ranbir kapoor Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! ભગવાન શિવ ના પાત્ર માં જોવા મળી શકે છે એક્ટર

મણિરત્નમએ કહ્યું – “આ માંગ યોગ્ય છે”

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં મણિરત્નમએ કહ્યું કે, “મને લાગે છે કે આ એક યોગ્ય માંગ છે. હું ખુશ છું કે દીપિકા હવે એવી સ્થિતિમાં છે કે જ્યાં તે આવી માંગ કરી શકે છે. એક ફિલ્મમેકર તરીકે તમારે આ બાબતો પર વિચાર કરવો જોઈએ. આ કોઈ અયોગ્ય માંગ નથી, પણ એક જરૂરી વાત છે.”મણિરત્નમએ વધુમાં કહ્યું કે, “જો કોઈ અભિનેત્રી નવી માતા બની છે અને પોતાના બાળક માટે સમય માંગે છે, તો એ સંપૂર્ણ રીતે યોગ્ય છે. જો એ તમારી ફિલ્મમાં ફિટ ન થાય તો તમે આગળ વધી શકો, પણ તેની માંગ નો સન્માન થવો જોઈએ.” આ નિવેદનથી બોલીવૂડમાં કામકાજના સમયગાળાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

View this post on Instagram

A post shared by Pinkvilla South (@pinkvillasouth)

મણિરત્નમ પહેલા અજય દેવગન અને કાજોલ પણ 8 કલાકની શિફ્ટની માંગને યોગ્ય ગણાવી ચૂક્યા છે. અજય દેવગનએ કહ્યું હતું કે, “માતાઓ માટે 8 કલાક કામ કરવું સામાન્ય વાત છે અને મોટાભાગના ઈમાનદાર ફિલ્મમેકર્સને આમાં કોઈ તકલીફ નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Why Did Deepika Padukone and Ranveer Singh Take Two Months to Name Their Daughter Dua
મનોરંજન

Deepika Padukone: રણવીર અને દીપિકા ને તેમની દીકરી નું નામ રાખવામાં લાગ્યો હતો આટલા મહિના નો સમય, અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

by Zalak Parikh May 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ સપ્ટેમ્બર 2024માં પોતાની દીકરી ‘દુઆ’ નું સ્વાગત કર્યું હતું. હવે દીપિકાએ ખુલાસો કર્યો છે કે તેમને દીકરીનું નામ રાખવામાં બે મહિના કેમ લાગ્યા. દીપિકા અને રણવીર હાલમાં પેરેન્ટિંગમાં વ્યસ્ત છે અને દીકરીના આગમન પછી તેમની દુનિયા બદલાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: Ali Goni and Jasmin Bhasin: લિવ ઈન માં રહેતા પહેલા જ અલી ગોની અને જેસ્મિન ભસીન પર આવી મુશ્કેલી, મુંબઈ ના લોકો કપલ સાથે કરી રહ્યા છે આવું વર્તન

દીકરીનું નામ રાખવામાં બે મહિના કેમ લાગ્યા?

દીપિકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે નવેમ્બર 2024 સુધી તેઓ કોઈ નામ નક્કી કરવા માટે તૈયાર નહોતા. તેણે કહ્યું, “અમે પહેલા અમારી બેબીને હાથમાં લઈએ, તેને આ નવી દુનિયા જોઈ લેવા દઈએ અને તેની પર્સનાલિટી થોડી વિકસે પછી જ નામ નક્કી કરીએ એવી ઈચ્છા હતી.”

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

પોતાની દીકરી નું નામ દુઆ કઈ રીતે પડ્યું તે જણાવતા દીપિકા એ કહ્યું, એક રાત્રે જ્યારે રણવીર શૂટિંગમાં હતા, ત્યારે તેમણે તેમને મેસેજ કર્યો: “દુઆ?” રણવીરને એ નામ ખૂબ જ પસંદ આવ્યું અને તરત જ મેં હા કહી દીધી. દીપિકા કહે છે કે ‘દુઆ’ એ નામ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક છે અને એ નામમાં તેમની લાગણીઓ નો સાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Arshad Warsi Joins ShahRukh Khan KING in a Powerful Role
મનોરંજન

KING ShahRukh Khan: દીપિકા બાદ હવે આ આ અભિનેતા ની થઇ શાહરુખ ખાન ની કિંગ માં એન્ટ્રી!ભજવશે મહત્વ ની ભૂમિકા

by Zalak Parikh May 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

KING ShahRukh Khan: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન ની આગામી ફિલ્મ ‘કિંગ’  ને લઈને ભારે ચર્ચા છે. ફિલ્મમાં તેની પુત્રી સુહાના ખાન થિયેટ્રિકલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણ ની આ ફિલ્મ માં હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે ખબર આવી છે કે ફિલ્મમાં મન્નાભાઈના ‘સર્કિટ’ એટલે કે અર્શદ વારસી   પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ સમાચાર પણ વાંચો: Ullu App House Arrest Show:એજાઝ ખાનના શો ‘હાઉસ અરેસ્ટ’ પર કાર્યવાહી, ULLU એપે હટાવ્યા બધા એપિસોડ, NCW એ મોકલ્યું સમન્સ..

અર્શદ વારસીનો રોલ અને શાહરુખ સાથે જોડાણ

મીડિયા રિપોર્ટ મુજબ, અર્શદ વારસી નો રોલ ભલે નાનો હશે, પણ ખૂબ જ મહત્વપૂર્ણ હશે. શાહરુખે તેને પર્સનલ કોલ કરીને આ રોલ ઓફર કર્યો હતો, જેને તે ના કહી શક્યા નહીં. અર્શદનો પાત્ર મીઠો, અનોખો અને મજેદાર હશે, જેમાં થોડા ગ્રે શેડ્સ પણ હશે.

View this post on Instagram

A post shared by Box Office Worldwide (@boworldwide)

મીડિયા રિપોર્ટ મુજબ ‘કિંગ’ નું શૂટિંગ 18 મે 2025થી મુંબઈના સ્ટુડિયોમાં શરૂ થશે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ યુરોપ અને UAEમાં પણ થવાનું છે. ફિલ્મમાં શાહરુખ અને સુહાના ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ જોવા મળશે. ફિલ્મ માં અમિતાભ બચ્ચન ના કેમિયો ના સમાચાર પણ વહેતા થયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan king deepika padukone may star shoot in the moth of may
મનોરંજન

Shahrukh khan King: શાહરુખ ખાન ની ફિલ્મ કિંગ માં મુખ્ય ભૂમિકા ભજવશે દીપિકા પાદુકોણ! આ દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી ને લઈને પણ આવ્યું મોટું અપડેટ

by Zalak Parikh April 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan King: શાહરુખ ખાન ની આગામી ફિલ્મ ‘કિંગ’ માં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન , સુહાના ખાન, અભય વર્મા , અર્શદ વારસી અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. આ સાથે જ વધુ એક દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી ના પણ સમાચાર સામે આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  Sitaare Zameen Par: આમિરની ‘સિતારે જમીન પર’ને મળી CBFC તરફથી મંજૂરી, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ નું ટ્રેલર

કિંગ માં થઇ દીપિકા પાદુકોણ ની એન્ટ્રી!

એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે, “બધી ચર્ચાઓ અને શૂટિંગ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, ફિલ્મ માટે દીપિકા પાદુકોણને લેવા માટે બધું જ નક્કી થઈ ગયું. દીપિકાએ ફિલ્મમાં 10 થી 12 દિવસનું શૂટિંગ કર્યું છે, જે તેને એક વિસ્તૃત કેમિયો બનાવે છે.”ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જોકે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

ફિલ્મ 2026ના અંતમાં 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર વચ્ચે રિલીઝ થવાની શક્યતા છે. સત્તાવાર જાહેરાત આગામી મહિનામાં કરવામાં આવશે.ફિલ્મનું સંગીત સચિન-જિગર દ્વારા તૈયાર કરવામાં આવશે, જ્યારે અનિરુદ્ધ રવિચંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપશે.ફિલ્મ નું શૂટિંગ ભારત અને યુરોપ માં કરવામાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક