Tag: dilip walse patil

  • અજિત પવારે બળાપો કાઢયો- ગૃહ મંત્રી સુઈ ગયા હતા- આટલો મોટો બળવો થયો અને ખબર જ ન પડી

    અજિત પવારે બળાપો કાઢયો- ગૃહ મંત્રી સુઈ ગયા હતા- આટલો મોટો બળવો થયો અને ખબર જ ન પડી

    News Continuous Bureau | Mumbai 

    શિવસેના(Shivsena)માં જે કંઈ ચાલી રહ્યું છે તેના માઠા પરિણામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને કોંગ્રેસ(Congress) પાર્ટીએ ભોગવવા પડશે. સત્તા પરિવર્તન થતાની સાથે જ આ બંને પાર્ટીઓ વિપક્ષમાં જતી રહેશે. આને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં ગજબની અસ્વસ્થતા જોવા મળી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની અંદર નેતાઓ પ્રત્યે બળાપો કાઢવામાં આવી રહ્યો છે. અજિત પવારે(Ajit Pawar) ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ(Home minister DiIip Walse Patil)ની વિરુદ્ધમાં બળાપો કાઢતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર(Maharashtra)માંથી આટલા બધા નેતા રાજ્યની બહાર જતા રહ્યા અને રાજ્યનું તંત્ર સુતુ રહ્યું તે શરમજનક કહેવાય.  તેમણે સીધા શબ્દોમાં ગૃહમંત્રીને આડે હાથે લેતાં કહ્યું કે આટલા નિષ્ક્રિય ગૃહમંત્રી હોવાને કારણે આજે આવી પરિસ્થિતિ પેદા થઇ છે. 

    આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

  • મહારાષ્ટ્રમાં માગણી ઉઠી- વિધાનસભામાં મોહમ્મદ પયગંબર બિલ લાવો- રસ્તા પર નીકળશે મોર્ચો-ગૃહમંત્રીએ ભાજપ નેતાની ધરપકડની ખાતી આપતા મામલો ઠંડો પડ્યો

    મહારાષ્ટ્રમાં માગણી ઉઠી- વિધાનસભામાં મોહમ્મદ પયગંબર બિલ લાવો- રસ્તા પર નીકળશે મોર્ચો-ગૃહમંત્રીએ ભાજપ નેતાની ધરપકડની ખાતી આપતા મામલો ઠંડો પડ્યો

    News Continuous Bureau | Mumbai 

    મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ ભાજપના પ્રવક્તા(BJP spokesperson) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિંદાલની(Naveen Jindal) ધરપકડ કરવાની અને રાજ્ય સરકાર(State Govt) દ્વારા મોહમ્મદ પયગંબર બિલ પાસ કરાવવાની માગણી સાથે વંચિત બહુજન આઘાડીએ(Bahujan Aghadi) આજે શાંતિ કૂચનું(Peace march) આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી(Maharashtra Home Minister) દિલીપ વળસે પાટીલે(Dilip Walse Patil) આ બંને માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપતાં મદનપુરાથી(Madanpura) આઝાદ મેદાન (Azad Maidan) સુધીની શાંતિ માર્ચ આજ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાનું પ્રકાશ આંબેડકરે કહ્યું હતું.

    કેટલાક અસામાજિક આ મોર્ચોનો ગેરફાયદો લઈ શકે છે. તેથી આ પદયાત્રા ન કાઢવામાં આવે તેવી માંગણી પોલીસ કમિશનર સંજય પાંડે(Police Commissioner Sanjay Pandey) અને ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ દ્વારા પ્રકાશ આંબેડકરને(Prakash Ambedkar) કરવામાં આવી હતી. 

    આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

    ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું હતું કે, "અમે નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડ કરવા માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું." 

    આ બેઠકમાં મોહમ્મદ પયગંબર બિલ પસાર કરવા માટે તમામ સંમતિ મેળવવા માટે પહેલ કરીશું, તેના માટે અમે તમામ સંબંધિત પક્ષકારોની બેઠક બોલાવીશું અને ચર્ચા કરીશું અને આ કાયદો પસાર કરીશું, એવી ખાતરી ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે આપી હતી. તેથી પ્રકાશ આંબેડકરના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજની શાંતિ કૂચ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

     

  • મહારાષ્ટ્રમાં થશે પોલીસ ભરતી. 7000 પદ ખાલી. આ તારીખથી એપ્લીકેશન કરી શકાશે.. જાણો વિગત

    મહારાષ્ટ્રમાં થશે પોલીસ ભરતી. 7000 પદ ખાલી. આ તારીખથી એપ્લીકેશન કરી શકાશે.. જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રમાં(Maharashtra) પોલીસ ભરતીની(Police recruitment) આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે અને તેના માટે તારીખ નક્કી કરવામાં આવી છે. 

    રાજ્યના ગૃહ પ્રધાન(State Home minister) દિલીપ વળસે પાટીલના(Dilip Walse Patil) જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) ભરતી પ્રક્રિયા 15 જૂનથી શરૂ થશે અને વિવિધ પોસ્ટ માટે લગભગ 7,000 જગ્યાઓ ભરવામાં આવશે. એટલું જ નહીં કેબિનેટની(cabinet) મંજૂરી બાદ ભવિષ્યમાં 15 હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અમલમાં મુકાશે તેવી સ્પષ્ટતા પણ વળસે-પાટીલે કરી છે. 

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ભરતી પ્રક્રિયા અટકી પડી છે. તો પોલીસ ભરતી ક્યારે થશે? ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોને આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો. યુવા પોલીસ(Youth police), ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં(Rural areas), ભરતી પ્રક્રિયાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, 15 જૂનથી રાજ્યમાં વિવિધ પોસ્ટ્સ માટે લગભગ 7,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, એમ દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો :  NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

    દિલીપ વળસે પાટીલે કહ્યું હતું કે, "પોલીસ દળમાં ખાલી જગ્યાઓની સંખ્યા અને માનવબળની(manpower) જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં અન્ય 15,000 જગ્યાઓ ભરવામાં આવશે. ગૃહ વિભાગ કેબિનેટને વિનંતી કરશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Chief Minister Uddhav Thackeray) અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન અજિત પવાર(Deputy Chief Minister Ajit Pawar) તે માટે હકારાત્મક છે.  
     

  • અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

    અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ ઠાકરેની(Raj thackeray) અયોધ્યા મુલાકાત સામે હાલ અયોધ્યામાં(Ayodhya) જોરદાર વિરોધ થઈ રહ્યો છે. છતાં તેઓ અયોધ્યા જવા પર મક્કમ છે. જોકે તે પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા મુંબઈમાં(mumbai) જોરદાર માહોલ બનાવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે MNS વિસ્તાર ગણાતા લાલબાગ(Lalbagh) અને શિવડી(Shivri) વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં રાજ ઠાકરેના વાળને પણ હાથ લાગશે તો આખું મહારાષ્ટ્ર(Maharashtra) બળી જશે, એવું  લખાણ લખવામાં આવ્યું છે, તેથી એવા સવાલ થઈ રહ્યા છે કે MNS  આ પોસ્ટરબાજી(posters) કરીને કોને ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહી છે.

    થોડા દિવસો પહેલા, રાજ ઠાકરે(Raj thackeray) અને બાળા નાંદગાંવકરને(Bala Nandgaonkar) મસ્જિદોમાં લાઉડ સ્પીકરના(Loudspeaker) અવાજ સામે આંદોલન કરવા બદ્લ ધમકી આપવામાં આવી હતી. બાળા નંદગાંવકરે ગૃહમંત્રી(Home minister) દિલીપ વળસે-પાટીલને(Dilip walse patil) ફોન કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગણી પણ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો :  તાજેતરમાં જ કોંગ્રેસને 'ગુડબાય' કહેનારા પંજાબના આ દિગ્ગજ રાજનેતા ભાજપમાં જોડાયા.. જાણો વિગતે 

    બીજી તરફ, ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ભાજપના(BJP) સાંસદ બ્રિજભૂષણ સિંહે(Brijbhushan Singh) પણ જાહેરાત કરી હતી કે તેઓ ઉત્તર ભારતીયોનું(North indian) અપમાન કરનારા રાજ ઠાકરેને અયોધ્યામાં પગ મુકવા દેશે નહીં. આ સંદર્ભે બ્રિજભૂષણ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશમાં જોરદાર તેમના તરફ વાતાવરણ ઊભુ કરી રહ્યા છે. સાધ્વી કંચનગીરી અને ભાજપના કેટલાક નેતાઓએ બ્રિજભૂષણ સિંહને ખસી જવાની સલાહ આપી હતી.

     બ્રિજભૂષણ સિંહ જોકે કંઈ પણ સાંભળવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બ્રિજભૂષણ સિંહનું વર્ચસ્વ જોતાં રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ કપરો બની રહે તેવા સંકેતો જણાઈ રહ્યા છે એ વચ્ચે મુંબઈમાં લાગેલા પોસ્ટરો દ્વારા કોને ધમકી આપવામાં આવી રહી છે એવા સવાલ થઈ રહ્યા છે.

    આ દરમિયાન MNS નેતાઓએ પાર્ટી કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં અયોધ્યા આવવાની અપીલ કરી છે. આ માટે લગભગ 10 ટ્રેનો બુક કરવામાં આવવાની હોવાનું કહેવાય છે.  જો કે મનસેના કેટલા કાર્યકરો અયોધ્યા પહોંચી શકે તેની મર્યાદા છે. બ્રિજભૂષણ સિંહ ભારતના રેસલિંગ ફેડરેશનના(Wrestling Federation of India) પ્રમુખ અને સાંસદ(MP) છે. તેથી ઉત્તર પ્રદેશમાં લોકોનો મોટો વર્ગ તેમની પાછળ છે. જો બ્રિજભૂષણ સિંહના વિરોધ વચ્ચે રાજ ઠાકરે અને MNS કાર્યકર્તાઓ અયોધ્યા જશે તો તેમની સુરક્ષા પર પ્રશ્ન ઊભો થવાની શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો : લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે
     

  • MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.

    MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની માગણી સાથે કરેલા આંદોલને રાજ્યમાં વાતાવરણ ડહોળ્યું છે. MNS નેતા બાલા નંદગાંવકર(Bala Nandgaonkar) રાજ્યના ગૃહમંત્રી(State home minister) દિલીપ વાલ્સે પાટિલ(Dilip Walse Patil)ને મળ્યા હતા અને તેમણે મુસ્લિમ સંગઠનો તરફથી રાજ ઠાકરે(Raj Thackeray)ને જાનથી મારવાની ધમકી મળી હોવાની ફરિયાદ કરી હોવાની મીડિયામાં અહેવાલ વહેતા થયા છે. 

    મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ MNSએ દાવો કર્યો છે કે રાજ ઠાકરે, બાલા નંદગાંવકર સહિત  અન્ય નેતાઓને મસ્જિદમાં લાગેલા લાઉડસ્પીકરનો(Loudspeaker) વિરોધ કરવા બદલ મુસ્લિમ સંગઠનો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે નંદગાંવકર આ ધમકીઓ વિશે માહિતી આપવા માટે ગૃહ પ્રધાનને મળ્યા હતા. જો કે હજુ સુધી MNS તરફથી કોઈ સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

    આ સમાચાર પણ વાંચો :  એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

    જોકે મિડિયામાં બાળા નાંદગાવકરે(Bala Nandgaonkar) એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે રાજ ઠાકરેને ધમકીભર્યો પત્ર આવ્યો છે પણ તે કોણે લખ્યો છે તે લખવામાં આવ્યું નથી.

    દરમિયાન, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાજ ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાનને લખેલા પત્રની પૃષ્ઠભૂમિ પર બાલા નંદગાંવકરે ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલને મળ્યા હતા કારણ કે રાજ ઠાકરે પોતાના પત્રમાં રાજ્ય સરકાર પર MNS કાર્યકર્તાઓ પર બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. 
     

  • મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

    મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

    News Continuous Bureau | Mumbai

    બીજાને સુફિયાણી સલાહ આપવામાં હંમેશા આગળ રહેતા અને ટીવી પર છવાયેલા રાજકારણીઓ મહારાષ્ટ્રમાં(Maharashtra) દંડાઈ રહ્યાં છે. ટ્રાફિક વિભાગના નિયમોનું(Traffic rules) ઉલ્લંઘન કરવામાં તેઓ મોખરે છે. મીડિયામાં આવેલી માહિતી અનુસાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ અનેક નેતાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

    • રાજ્યના ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજિત પવારે(Ajit pawar) ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે ૨૭ હજારનો દંડ ભર્યો છે. 

    • ભાજપના(BJP) પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ(Chandra kant patil) પાસે દંડના સર્વાધિક ૧૪,૨૦૦ રુપિયા બાકી છે. 

    • ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને(Dilip walse patil) ૫,૨૦૦ નોં દંડ થયો છે.

    • રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેને(Dattatray  Bharne)ટ્રાફિકના નિયમ તોડવા બદ્દલ ૬૦૦ રુપિયાનો દંડ કરાયો છે.

    • આ ઉપરાંત અન્ય નેતાઓના દંડના આંકડા બહાર આવવાના બાકી છે.

    આ સમાચાર પણ વાંચો :  વધુ એક શિવસેનાની સાંસદ ઈ.ડી. માં સપડાઈ. જાહેર થયા સમન્સ. જાણો વિગતે

  • એકાએક રાજ ઠાકરેના ભાવ વધી ગયા. રાજ્ય સરકાર કહે છે અમે સુરક્ષા પૂરી પાડશુ અને કેન્દ્ર સરકાર કહે છે કે અમે સુરક્ષા આપશું. જાણો રસપ્રદ કિસ્સો.

    એકાએક રાજ ઠાકરેના ભાવ વધી ગયા. રાજ્ય સરકાર કહે છે અમે સુરક્ષા પૂરી પાડશુ અને કેન્દ્ર સરકાર કહે છે કે અમે સુરક્ષા આપશું. જાણો રસપ્રદ કિસ્સો.

    News Continuous Bureau | Mumbai

    મસ્જિદ(Mosque) પરના ભુંગળા(Loudspeaker)ને હટાવવાની માંગણી કરનારા એમએનએસ(MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે(Chief Raj Thackeray)ને સુરક્ષા પૂરી પાડવાને મુદ્દે હવે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર (Central Govt-MVA Govt)સામ-સામે થઈ ગઈ છે.

    કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા પ્રદાન કરવી એ રાજ્ય સરકાર(state govt)ની સત્તા પર અતિક્રમણ છે એવી નારાજગી રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે(State Home Minister Dilip Walse Patil) વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર નિયમો અનુસાર સુરક્ષા પૂરી પાડે છે, તે કોઈ રાજકીય નિર્ણય નથી હોતો..

    આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત. મહારાષ્ટ્ર પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તાને ટ્વીટ કરવા બદલ નોટિસ પાઠવી. પ્રવક્તાએ મહારાષ્ટ્ર પોલીસ પર ઉઠાવ્યા સવાલ. જાણો વિગતે

    એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે(MNS Chief Raj Thackeray)ને કેન્દ્ર સરકાર(Central govt) તરફથી સુરક્ષા પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણા(Amravati MP Navneet Rana)ને પણ કેન્દ્ર તરફથી Y-પ્લસ સુરક્ષા(Y+ Security) મળી હતી. આ બાબતે દિલીપ વળસે પાટીલે(Dilip Walse-Patil) કહ્યું હતું કે, "કેટલાક લોકોને કેન્દ્ર દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે આવું કરીને રાજ્યની સાર્વભૌમત્વને છીનવી લેવામાં આવી છે. આ રાજ્યના અધિકારો પર અતિક્રમણ છે. રાજ્યના તમામ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા સરકાર સક્ષમ છે. પરંતુ ઠીક છે કેન્દ્ર સુરક્ષા પૂરી પાડી શકે છે. કેન્દ્રનો તે અધિકાર છે. હવે તે સુરક્ષાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તેમણે નક્કી કરવાનું છે."

    રાજ ઠાકરેની સુરક્ષા વધારવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સુરક્ષા નહીં વધારતા કેન્દ્રને પત્ર લખવામાં આવ્યો હતો એવું MNS નેતા બાલા નંદગાંવકરે(Bala Nandgaonkar) કહ્યું હતું. એ બાબતે દિલીપ વળસે પાટીલે કહ્યું કે, "તેમની સમક્ષ તમામ પસંદગીઓ ખુલ્લી છે. જો રાજ્યને પત્ર લખવામાં આવ્યો હશે તો તેના પર યોગ્ય સમયે પ્રક્રિયા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોઈને સુરક્ષા પ્રદાન કરવાની એક પ્રક્રિયા હોય છે. મુખ્ય સચિવના સ્તરે એક સમિતિ છે. તેમાં પોલીસ અધિકારીઓ, ગુપ્તચર અધિકારીઓ હોય છે. જો કોઈ જોખમ હોય તો, તેઓ તેના પર ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવે છે. રાજકીય સ્તરે કોઈ નિર્ણય લેવાતા નથી.

  • રાજ ઠાકરેની ત્રીજી મેની ડેડલાઈન પહેલા રાજ્ય સરકાર સતર્ક. હવે લાઉડ સ્પીકર સંદર્ભે કાયદો બનશે. જાણો ગૃહ મંત્રીનું નવું નિવેદન.જાણો વિગતે

    રાજ ઠાકરેની ત્રીજી મેની ડેડલાઈન પહેલા રાજ્ય સરકાર સતર્ક. હવે લાઉડ સ્પીકર સંદર્ભે કાયદો બનશે. જાણો ગૃહ મંત્રીનું નવું નિવેદન.જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)ની લાઉડસ્પીકર(Loudspeaker)ની ત્રીજી મેની ડેડલાઈનને લઈને રાજ્ય સરકાર(State Govt) સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે આગામી બે-ત્રણ દિવસોમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં લાઉડસ્પીકર(Loudspeaker)ના ઉપયોગ બાબતે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવશે એવું રાજ્યના ગૃહ મંત્રી (State Home minister)દિલીપ વળસે-પાટીલે(Dilip Walse-Patil) કહ્યું હતું.

    લાઉડસ્પીકરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેથી લાઉડસ્પીકરના વપરાશ બાબતે સરકાર નક્કર કાયદો બનાવવાની હિલચાલમાં છે. ધાર્મિક સ્થળો(Religious Place)એ લાઉડસ્પીકર (Loudspeaker) માટે ફરી પરવાનગી લેવી પડશે કે તે બાબતે લોકોમાં મૂંઝવણ છે ત્યારે તેને લગતી માર્ગદર્શક સૂચનાઓનો મુસદ્દો મહારાષ્ટ્રના પોલીસ મહાનિયામક રજનીશ શેઠ અને મુંબઈના પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડે ઘડી રહ્યા હોવાનું દિલીપ વળસે-પાટીલે (Dilip Walse-Patil)  કહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! ટ્રાફિકને ટાળવા માટે મલાડ લિંક રોડથી એક નવો રસ્તો ખુલ્યો. આ વિસ્તારમાં જનારા લોકોને હવે સીધો બાયપાસ મળશે.

    મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની માગણી એમએનએસ(MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર)(MVA Govt)ને કરી છે, જેમાં ભાજપ(BJP) પણ તેમને સાથ આપી રહ્યો છે. મસ્જિદ પરથી ભુંગડા નહીં હટ્યા તો મસ્જિદ(Mosque)ની બહાર મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાની ધમકી પણ રાજ ઠાકરેએ આપી છે. ત્યારે ગૃહ મંત્રલાય રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિ કે સંગઠન કોમવાદી વેરઝેર ફેલાવીને તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની કડક પગલાં લેવામાં આવશે એવી ચેતવણી દિલીપ વળસે-પાટીલે આપી છે.

  • મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં ‘લાઉડસ્પીકર’ પર રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેની ધમકી વચ્ચે ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય…

    મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં ‘લાઉડસ્પીકર’ પર રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેની ધમકી વચ્ચે ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય…

    News Continuous Bureau | Mumbai

     

    મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની(Raj Thackeray) 3 મે પછી મસ્જિદોમાંથી(Mosque) લાઉડસ્પીકર(Loud speakers) હટાવવાની ધમકી વચ્ચે ઠાકરે સરકારના(THackeray Govt) ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

    ગૃહ વિભાગે કોઈ પણ ધાર્મિક સ્થળ(Religious Place) પર મંજૂરી વિના લાઉડસ્પીકર લગાવવા પર રોક લગાવી દીધી છે. 

    એટલે કે હવે લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી(Police Permission) લેવી પડશે. 

    સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ(Dilip Walse Patil) ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી(DGP) સાથે એક બેઠક પણ કરશે. 

    જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે હાલના દિવસમાં જ રાજ ઠાકરેએ મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પિકર 3 મે સુધી હટાવી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું

    આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર ભાજપના આ મોટા નેતાની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ… જાણો વિગતે

  • અમે શરદ પવાર સામે ગુનો નોંધાવ્યો છે. અમારા જાનને જોખમ છે. જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો આરોપ.

    અમે શરદ પવાર સામે ગુનો નોંધાવ્યો છે. અમારા જાનને જોખમ છે. જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો આરોપ.

    News Continuous Bureau | Mumbai

    રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર હુમલો કરવાના પ્રકરણમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ  (ST) કર્મચારીઓના વકીલ એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને શુક્રવારે રાત્રે ગાંવદેવી પોલીસે અટકાયતમાં લીધા હતા. સદાવર્તે પર ST કર્મચારીઓ દ્વારા શરદ પવારના ઘર પર હુમલાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. સદાવર્તેની ધરપકડ બાદ તેની પત્ની જયશ્રી પાટીલે ચોંકાવનારો આરોપ કરતા કહ્યું છે કે મારા પતિ અને પરિવારનો જાન જોખમમાં છે.

    મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ ગુણરત્ન સદાવર્તેની પત્ની જયશ્રીએ આરોપ કર્યો છે કે મેં દિલીપ વાલસે પાટીલ અને શરદ પવાર સામે કેસ દાખલ કર્યો હોવાથી શરદ પવાર દબાણની રણનીતિ વાપરી રહ્યા છે.

    જયશ્રી સદાવર્તેએ મિડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં એવા આરોપ કર્યા હતા કે મેં રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ સામે રૂ. 600 કરોડની ફરિયાદ નોંધાવી છે. બદલો લેવા માટે આ શરદ પવારની પ્રેશર યુક્તિ છે. મારા પતિ, મારી પુત્રી અને મારો જાન જોખમમાં છે. અનિલ દેશમુખ અને દિલીપ વાલસે પાટીલ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આ અમારી લડાઈ છે એવો દાવો પણ સદાવર્તેના પત્ની જયશ્રી પાટીલે કર્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો :  વાહ! !મુંબઈના રસ્તાઓ ઝગમગી ઉઠ્યા એલઈડી લાઈટ થી, ઉર્જાની થશે બચત. જાણો વિગતે

    મેં શરદ પવાર વિરુદ્ધ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. CIDએ ગયા અઠવાડિયે મારો 80 પાનાનો જવાબ રેકોર્ડ કર્યો હતો. તેમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા પતિ આખો દિવસ કોર્ટમાં હતા, પોલીસ દ્વારા તેમની જાણ વગર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી એવો ચોંકાવનારો આક્ષેપ પણ જયશ્રી પાટીલે કર્યો છે. શરદ પવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.

    આ દરમિયાન પોલીસે કલમ 120-બી અને કલમ 353 હેઠળ ગુણરત્ન સદાવર્તેની ધરપકડ કરી છે. તેમના પર સરકારી કામમાં અવરોધ અને શરદ પવારના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. સદાવર્તન પર લાદવામાં આવેલી આ બંને કલમો બિનજામીનપાત્ર છે