• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - disha patani
Tag:

disha patani

Disha-Patani-Firing-દિશા-પટનીના-ઘરે-ફાયરિંગ-ના-કેસ-માં-મુખ્ય-શૂ
દેશ

Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ

by Dr. Mayur Parikh September 18, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
બરેલીમાં અભિનેત્રી દિશા પટનીના ઘરે થયેલા ફાયરિંગના કેસમાં STF અને પોલીસની સંયુક્ત ટીમે બે શૂટરોને ઠાર માર્યા છે, જેમના પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આ ઉપરાંત, પહેલા દિવસે ફાયરિંગ કરનારા અન્ય બે શૂટરો પર પણ એડીજી સ્તરથી એક-એક લાખ રૂપિયાનું ઇનામ છે અને પોલીસ તેમની પાછળ છે. એસએસપી એ જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરની સવારે નિવૃત્ત સીઓ જગદીશ પટનીના ઘરે ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર રવિન્દ્ર હતો, જે હરિયાણાના રોહતકના વાહની ગામનો રહેવાસી હતો, જ્યારે અપાચે બાઇક ચલાવનાર અરુણ સોનીપતની ઈન્ડિયન બસ્તી ગોદાના રોડનો રહેવાસી હતો. આ બંનેને સંયુક્ત ટીમે ઠાર માર્યા છે.

પહેલા દિવસે ફાયરિંગ કરનારા શૂટરોની ઓળખ

Disha Patani Firing એસએસપીએ જણાવ્યું કે, પહેલા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરની સવારે સુપર સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બાગપતના લોહડ્ડા ગામના રહેવાસી નકુલે ફાયરિંગ કર્યું હતું, જ્યારે બાઇક બાગપતના વાજિદપુરના રહેવાસી વિજય તોમર ચલાવી રહ્યો હતો. એસએસપીએ બે દિવસમાં જ આ બંનેની ઓળખ કરી લીધી હતી. તેમના સ્તરેથી ચારેય પર 25-25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં ડીઆઈજીએ આ ચારેય પર 50 હજારનું ઇનામ અને ત્યારબાદ એડીજી સ્તરે એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું. ટીમે નકુલ અને વિજયને પણ શોધી કાઢ્યા છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.

ટ્રોનિકા સિટીમાં અથડામણ

બરેલીમાં દિશા પટનીના ઘરે ફાયરિંગના મામલામાં યુપી STF અને દિલ્હી સ્પેશિયલ સેલે બુધવારે સાંજે ટ્રોનિકા સિટીમાં થયેલી અથડામણમાં બે બદમાશોને ઠાર માર્યા. આ બંને બદમાશ ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય સભ્યો હતા. આ બંને બદમાશો પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આ અથડામણમાં ચાર પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુપી STF નોઈડા યુનિટના એસપી રાજકુમાર મિશ્રાએ જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરના રોજ બરેલીમાં દિશા પટનીના ઘરે થયેલા ફાયરિંગના કેસમાં ચાર બદમાશોના નામ સામે આવ્યા હતા. આ ફાયરિંગની જવાબદારી ગોલ્ડી બરાર ગેંગે લીધી હતી. અથડામણમાં ગોળી વાગવાથી રોહતકના કાહનીના રહેવાસી રવિન્દ્ર અને સોનીપતના ગોહના રોડ પરની ઈન્ડિયન કોલોનીના રહેવાસી અરુણ ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમણે દમ તોડ્યો. તેમના બે સાથીઓ બાગપત નિવાસી નકુલ અને વિજયની શોધખોળ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો

દિશા પટનીના પિતાએ સીએમનો આભાર માન્યો

અભિનેત્રી દિશા પટનીના પિતા અને નિવૃત્ત ડેપ્યુટી એસપી જગદીશ પટનીએ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, આટલા ઓછા સમયમાં પોલીસે ગુનેગારો સામે જે રીતે કાર્યવાહી કરી છે, તેણે રાજ્યમાં ભયમુક્ત સમાજની કલ્પનાને સાબિત કરી છે. જગદીશ પટનીએ બુધવારે અથડામણમાં બે ગુનેગારોના ઠાર મરાયા પછી 34 સેકન્ડનો એક વિડીયો સંદેશ પણ જાહેર કર્યો. પટનીએ કહ્યું કે, તેમના ઘરે થયેલા ફાયરિંગ પછી મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી અને પરિવારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જે રીતે મુખ્યમંત્રીએ તેમને ભરોસો આપ્યો હતો તેના પર તેઓ ખરા ઉતર્યા છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્યની પોલીસ ગુનામુક્ત રાજ્ય અને ભયમુક્ત સમાજની કલ્પનાને સાબિત કરી રહી છે. આ માટે તેમણે મુખ્યમંત્રી અને યુપી પોલીસનો આભાર માન્યો.

September 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kanguva x review know hows bobby deol and surya film
મનોરંજન

Kanguva X review: બોબી દેઓલ ની સાઉથ ડેબ્યુ ફિલ્મ કંગુવા નો એક્સ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે સુપરસ્ટાર સૂર્યા ની ફિલ્મ

by Zalak Parikh November 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kanguva X review: બોબી દેઓલ એ ફિલ્મ કંગુવા થી સાઉથ ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ માં બોબી દેઓલ  સુપરસ્ટાર સૂર્યા પણ મુખ્ય ભૂમિકામાં છે. શિવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કંગુવા’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.સોશિયલ મીડિયા પર આ ફિલ્મના રિવ્યુ આવવા લાગ્યા છે. તો ચાલો જાણીયે લોકો ને આ ફિલ્મ પસંદ આવી કે નહીં. 

આ સમાચાર પણ વાંચો : Himansh kohli: લગ્નના બંધનમાં બંધાયો યારિયાં ફેમ હિમાંશ કોહલી,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ વર-વધુ ની તસવીરો

‘કંગુવા’ નો ટિવટર રીવ્યુ 

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “હમણાં જ કંગુવા જોયું – કેટલી સરસ સવારી! દ્રશ્યો, એક્શન અને સ્ટોરીટેલિંગ એકદમ ટોચના છે. તે ઇન્ટરવલ બ્લોકે મને મારી સીટની ધાર પર મૂકી દીધો હતો! જો તમે મનોરંજક, સારી રીતે બનાવેલ સિનેમાના ચાહક છો, તો ચોક્કસપણે આ જુઓ. ટીમને અભિનંદન!

Just watched #Kanguva – what an epic ride! The visuals, action, and storytelling are absolutely top-notch. That interval block had me on the edge of my seat! If you’re a fan of gripping, well-made cinema, this one’s a must-watch. Kudos to the team! 🔥🔥🔥 #KanguvaReview #Kanguva

— Vicky (Blue tick) (@Kavin_follower) November 13, 2024


અન્ય એક યુઝરે લખ્યું, ‘સૂર્યા શાનદાર છે, ખાસ કરીને સામયિક ભાગોમાં. અન્ય પાત્રોમાંથી કોઈ મજબૂત નથી. મેકઅપ, આર્ટવર્ક અને લડાઈ સારા છે. જોરદાર પૃષ્ઠભૂમિ સંગીત. મહાન ઉત્પાદન મૂલ્યો સાથે દૃષ્ટિની અદભૂત. વર્તમાન ભાગ કરતાં ઐતિહાસિક ભાગ સારો છે. વાર્તા સારી છે, વર્ણન વધુ સારું બની શક્યું હોત. ફિલ્મ સરેરાશ છે.’

Rating kanguva is ⭐⭐⭐⭐4/5
Screen ⏯️ better
Dramatic ✨ insane
Story’ longest but best
Action full… Ooooo goosebumps
Over all time 🐐 @Suriya_offl#Kanguva #KanguvaFDFS #Suriya #KanguvaBookings #KanguvaTickets #KanguvaBookingsUpdate #Kanguvareview #KanguvaFromNov14

— நந்தினி 💃 (@DreamCatcherOfl) November 14, 2024


ઘણા એ આ ફિલ્મ ને બ્લોકબસ્ટર પણ ગણાવી છે.

Some reviews be like BLASTTTT

It’s MEGA BLOCKBUSTER 🏆🏆🏆🏆#Kanguva 4.75/5 ⭐️ – NUCLEAR BLAST🧨

pic.twitter.com/Q7IGyzqG7B

— తరుణ్🦋🐯 (@tarun_uttarala) November 14, 2024


‘કંગુવા’માં સુર્યા અને બોબી દેઓલ ઉપરાંત દિશા પટણી, યોગી બાબુ, રેડિન કિંગ્સલે અને આર્ષ શાહ સહિતના ઘણા સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant and radhika sangeet vicky kaushal become dance teacher
મનોરંજન

Anant and Radhika sangeet: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ડાન્સ ટીચર બન્યો વિકી કૌશલ, આ સેલેબ્સને સ્ટેપ શીખવતો જોવા મળ્યો અભિનેતા

by Zalak Parikh July 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and Radhika sangeet: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર એક જ દિવસ બાકી છે મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં લગ્ન પહેલા ની વિધિઓ ચાલી રહી છે તેવામાં અંબાણી પરિવાર દ્વારા આયોજિત અનંત અને રાધિકા ની સંગીત સમારોહ માંથી વિકી કૌશલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ડાન્સ સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના રોશન સિંહ સોઢી ના ગાયબ થવાનું અસલી કારણ આવ્યું સામે, પોતે ગુમ થવા પર ગુરુચરણ સિંહ એ કહી આવી વાત

વિકી કૌશલ બન્યો ડાન્સ ટીચર 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે  કે,વિકી કૌશલ, એટલી અને દિશા પટની ને તેની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા નો હુક અપ સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


અનંત અને રાધિકા ના સંગીત સમારોહ માંથી વિકી કૌશલ નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો વિકી કૌશલ ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
disha patani flaunt PD tattoo
મનોરંજન

Disha patani: દિશા પટની ના હાથ ના ટેટુ એ વધારી ફેન્સ ની ઉત્સુકતા, આ કો સ્ટાર સાથે જોડાઈ રહ્યું છે અભિનેત્રી નું નામ

by Zalak Parikh July 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Disha patani: દિશા પટની તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દિશા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી એકવાર દિશા ચર્ચામા આવી છે આ વખતે તેનું ચર્ચામા આવવાનું કારણ તેના હાથ પરનું ટેટુ છે. જી હા દિશા ના હાથ પર પીડી નામનું ટેટુ જોવા મળી રહ્યું છે. જેને તેના પ્રેમ જીવન વિશેની અફવાઓએ ફરી એકવાર વેગ પકડ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના તેલુગુ વર્ઝન માં દીપિકા ને મેડ ઈન હેવન ની આ અભિનેત્રી એ આપ્યો છે અવાજ

દિશા ના હાથ માં જોવા મળ્યું પીડી નામ નું ટેટુ 

દિશા પટની એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે બ્લુ ક્રોપ ટોપ અને સફેદ ટ્રાઉઝર માં જોવા મળી રહી છે આ દરમિયાન તેને હાથ પર પીડી નામ ના ટેટુ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.લોકો દિશા નું નામ તેના કો સ્ટાર પ્રભાસ સાથે પણ જોડી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરતા દિશાએ પોસ્ટમાં લખ્યું- ‘મારા ટેટૂ વિશે આટલી ઉત્સુકતા જોઈને આનંદ થયો! છેવટે, આટલી બધી ઉજવણી શેની છે? #CloudNine” 

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)


કલ્કિ 2898 એડી માં દિશા રોક્સીની ભૂમિકા જોવા મળે છે જે ભૈરવ (પ્રભાસ)ના પ્રેમમાં છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
disha patani is shooting kalki 2898 ad in the harsh cold of italy
મનોરંજન

Disha patani: પ્રભાસ ની હિરોઈન બનવા માટે દિશા પટની ની થઇ આવી હાલત, અભિનેત્રી એ શેર કરી કલ્કી 2898 એડી ના શૂટિંગ ની તસવીરો

by Zalak Parikh April 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Disha patani: દિશા પટની તેની આગામી ફિલ્મ કલ્કી 2898 એડી ને લઈને ચર્ચામાં છે. દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તે ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેને લગતી પોસ્ટ શેર કરતી રહે છે. તાજેતરમાં,દિશા એ ઈટાલીમાં તેની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ના ચાલી રહેલા શૂટિંગ ના કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે.જેમાંની એક તસવીર માં તેનો કો સ્ટાર પ્રભાસ પણ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Ramayana: રામાયણ ના સેટ પરથી તસવીરો થઇ લીક, રાજા દશરથ ના રોલ માં અરુણ ગોવિલ તો કૈકેયી ના ગેટઅપ માં જોવા મળી આ અભિનેત્રી

દિશા પટની એ શેર કરી તસવીરો 

દિશા એ તેના ઇન્સ્ટાગ્રામ પણ ફિલ્મ  કલ્કી 2898 એડી ના શૂટિંગ ની તસવીરો શેર કરી રહી છે. જેમાં તે દિશા ડાર્ક પર્પલ બ્લેન્કેટમાં જોવા મળી રહી છે. તેની હાલત લગભગ રડવા જેવી થઇ ગઈ છે. આ સાથે જ ઘણા ક્રૂ મેમ્બર્સ તેને સંભાળતા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દિશા કારમાં પોતાનો મેકઅપ કરાવતી પણ જોવા મળી રહી છે. દિશા એ પ્રભાસ સાથે એક સેલ્ફી પણ ખેંચી છે. આ સાથે  દિશાએ પહાડી દૃશ્યોની કેટલીક સુંદર ઝલક પણ શેર કરી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)


‘કલ્કી 2898 એડી’ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. આ ફિલ્મ માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન દીપિકા પાદુકોણ અને દિશા પટની  મુખ્ય ભૂમિકામાં છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

April 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
tiger shroff disha patani seen together playing volleyball will akshay kumar made patchup know the fact
મનોરંજન

Tiger shroff and Disha patani: શું અક્ષય કુમારે કરાવ્યું ટાઇગર શ્રોફ અને દિશા પટાની નું પેચઅપ? જાણો વાયરલ વિડીયો ની હકીકત

by Zalak Parikh December 14, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tiger shroff and Disha patani: ટાઇગર શ્રોફ અને દિશા પટાની લાંબા સમય થી એકબીજા ને ડેટ કરતા હતા. બંને બોલિવૂડ નું ફેવરિટ કપલ હતું. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે શું થયું કે બંને અલગ થઇ ગયા. બ્રેકઅપ બાદ બંને પોતપોતાના જીવન માં આગળ વધી ગયા છે. દિશા ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ સાથે સ્પોટ થતી રહે છે તો બીજી તરફ ટાઇગર પણ કોઈ સાથે રિલેશન માં છે તેવી અફવા છે. ટાઇગર અને દિશા બ્રેકઅપના સમાચાર પછી ભાગ્યે જ સાથે જોવા મળે છે. જોકે, તાજેતરમાં જ બંને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા.એવું કહેવાય છે કે બંનેના આ જોડાણ પાછળનો હાથ અક્ષય કુમારનો છે. હવે તમે વિચારતા હશો કે શું બંને વચ્ચે પેચ અપ થઈ ગયું છે? તો ચાલો જાણીયે શું છે હકીકત 

 

ટાઇગર શ્રોફ અને દિશા પટાની નું અક્ષય કુમારે કરાવ્યું પેચઅપ? 

વાસ્તવ માં અક્ષય કુમારે એક વિડીયો શેર કર્યો છે.જેમાં ટાઇગર અને દિશા પણ જોવા મળી રહ્યા છે. જો તમે વિચારતા હોવ કે શું ટાઇગર અને દિશા નું પેચઅપ થઇ ગયું છે? તો તેવું બિલકુલ નથી. હકીકત માં અક્ષય કુમારે એક વોલીબોલ મેચ નું આયોજન કર્યું હતું જેમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાની એકસાથે વોલીબોલ રમતા જોવા મળ્યા હતા, અક્ષય કુમારે આ વિડીયો પોસ્ટ કરી ને તેના કેપ્શનમાં લખ્યું, ‘પ્રો કબડ્ડી લીગની શરૂઆત પહેલા, મારા બંગાળ વોરિયર્સ સાથે વોલીબોલની મૈત્રીપૂર્ણ રમત રમવાની તક મળી. તમને લીગમાં અત્યાર સુધી ચમકતા જોઈને આનંદ થયો. AamarWarriors પર ગર્વ છે. જ્યારે ટાઈગર શ્રોફ અને દિશા પટાની જોડાયા ત્યારે મજા બમણી થઈ ગઈ. ગેસ કરો અમે જીત્યા કે નહીં?’

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ અને દિશા પટાની બંને અક્ષય કુમાર ના સારા મિત્રો છે. ટાઈગર શ્રોફ ઘણીવાર અક્ષય કુમારના ઘરે તેની સાથે વોલીબોલ રમવા માટે જાય છે. તો બીજી તરફ દિશા પણ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’માં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પ્રીતિ ઝિન્ટા, શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી બાદ હવે આ બોલિવૂડ સુપરસ્ટાર ની થઇ ક્રિકેટ વર્લ્ડ માં એન્ટ્રી, આ ક્રિકેટ ટિમ નો બન્યો માલિક

December 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
disha patani new boyfriend inked tatto disha patani face
મનોરંજન

disha patani: દિશા પટની ના કથિત બોયફ્રેન્ડે પાર કરી દીવાનગી ની તમામ હદ, હવે એક સેકન્ડ માટે પણ દૂર નહીં જઈ શકે અભિનેત્રી

by Zalak Parikh August 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના હોટ ફોટો કે ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તેનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાયેલું હતું, પરંતુ ગયા વર્ષે તેઓનું બ્રેકઅપ થઈ ગયું હોવાના અહેવાલ હતા. થોડા સમય પછી, અભિનેત્રી જિમ ટ્રેનર એલેક્ઝાન્ડરસાથે દેખાવા લાગી. બંને ઘણા પ્રસંગો પર સાથે જોવા મળ્યા હતા પરંતુ આજ સુધી બંનેએ સંબંધ વિશે કંઈ કહ્યું નથી. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સે તેના હાથ પર અભિનેત્રીના ચહેરાનું મોટું ટેટૂ બનાવ્યું છે.

 

દિશા પટની ના કથિત બોયફ્રેન્ડે કરાવ્યું ટેટુ

હાલમાં જ દિશા પટની અને તેનો કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં લોકોની નજર દિશાના ચહેરા જેવા જ એક ટેટૂ પર ગઈ, જે બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર ના હાથ પર બનાવેલ છે. આ વીડિયોમાં દિશા પટની  અને એલેક્ઝાન્ડર  સાથે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

દિશા પટની ના ટેટુ વાળો વિડીયો પર લોકો એ આપી પ્રતિક્રિયા 

દિશા પટની નો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હવે ટાઈગરનું શું થશે?’ એકે લખ્યું, ‘ટાઈગર હજી જીવિત છે.’ અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું, ‘દિશા ટેટૂમાં આદિવાસી લાગે છે.’ તમને જણાવી દઈએ કે, દિશા પટની એ ટાઈગર શ્રોફને લાંબા સમય સુધી ડેટ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકાર્યા નથી. તેઓ હંમેશા એકબીજાને સારા મિત્રો કહેતા. જો કે થોડા મહિના પહેલા જ બંને અલગ થઈ ગયા હતા. હવે દિશા એલેક્ઝાન્ડર સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો : rajinikanth: શું 32 વર્ષ પછી સાથે આવશે થલાઈવા અને મહાનાયક? રજનીકાંત ની ફિલ્મ થલાઈવર 170 માં અમિતાભ બચ્ચન ભજવશે આ ભૂમિકા

August 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
tiger shroff is dating deesha dhanuka after break up with disha patani
મનોરંજન

Tiger Shroff :  દિશા પટની સાથેના બ્રેકઅપ પછી ફરી રિલેશન માં આવ્યો ટાઇગર શ્રોફ? આ ‘સુંદરી’ સાથે જોડાઈ રહ્યું છે નામ

by Dr. Mayur Parikh August 10, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Tiger Shroff : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની ડેટિંગ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. લાંબા સમયથી ટાઈગર શ્રોફનું નામ બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી દિશા પટની સાથે જોડાયેલું હતું, પરંતુ બંને હંમેશા એકબીજાને પોતાના સારા મિત્રો જ કહે છે. રિલેશનશિપ પછી ટાઈગર-દિશાના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા અને હવે સાંભળવા મળી રહ્યું છે કે ટાઈગર સિંગલ નથી, પરંતુ તે દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : IIJS : IIJS પ્રીમિયર 2023ને મળી અભૂતપૂર્વ સફળતા, તોડી દીધા બધા રેકોર્ડ, કર્યો Rs.70,000 કરોડનો વ્યાપાર..

ટાઈગરે દિશા સાથે ના ડેટિંગ ના સમાચાર પર જણાવી હકીકત

ગયા વર્ષે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે કહ્યું હતું કે તે સિંગલ છે. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે તે રિલેશનશિપમાં આવી ગયો છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફ છેલ્લા દોઢ વર્ષથી દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ દિશા ધાનુકા પ્રોડક્શન હાઉસમાં મોટા હોદ્દા પર કામ કરે છે.રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે ટાઈગર સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, ‘મને લાગે છે કે બે મહિના પહેલા મારું નામ કોઈ અન્ય સાથે જોડવામાં આવ્યું હતું. પણ ના, હું બે વર્ષથી સિંગલ છું. રિપોર્ટમાં દિશા સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે પરંતુ દિશાએ આ અંગે કંઈપણ બોલતા મૌન સેવ્યું હતું. હવે આવનારા સમયમાં ખબર પડશે કે તેઓ ખરેખર ડેટ કરી રહ્યા છે કે પછી આ માત્ર અફવા છે.

August 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બ્લેક બોડીકૉન ડ્રેસ માં દિશા પટની એ ફ્લોન્ટ કર્યું પોતાનું કર્વી ફિગર -સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ -જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh September 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિશા પટની બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ(social media active) છે. તે દરરોજ તેના ફેન્સ સાથે ફોટો શેર કરે છે. હાલમાં જ દિશાએ બ્લેક આઉટફિટમાં(black outfit) તેના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

દિશા પટની બ્લેક બોડીકોન ડ્રેસ માં (black bodycon dress) ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

દિશા ના ડ્રેસ અને તેના મેકઅપ (makeup)તેને હાઈલાઈટ કરી રહ્યો છે.દિશાની આ તસવીરો પર તેના પ્રશંસકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

દિશા પટની ટાઈગર શ્રોફ સાથેના સંબંધોને લઈને(tiger shroff breakup) પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં બંનેના અલગ થવાની વાતો ચાલી રહી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની તાજેતરમાં એક વિલન રિટર્ન્સ(Ek villain returns) ફિલ્મમાં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : સોનુ કે ટીટુ કી સ્વીટી ના એક ગીત થી લોકપ્રિય બનેલી આ અભિનેત્રી એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-પિન્ક મોનોકીની માં શેર કરી તસવીરો- જુઓ ફોટોગ્રાફ્સ

September 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડના આ હેન્ડસમ હંક માટે ક્રેઝી હતી દિશા પટણી – આ જાણી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફનું તૂટી જશે દિલ

by Dr. Mayur Parikh July 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani)આ દિવસોમાં પોતાની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત(promotion) છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા પણ જોવા મળશે. તે પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન અનેક ઈન્ટરવ્યુ કરી રહી છે. દિશા પટાનીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેના ક્રશ વિશે ખુલાસો કર્યો છે. દિશા પટણીના આ ઈન્ટરવ્યુ સાંભળ્યા પછી તેના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફનું (Tiger shroff)દિલ કદાચ તૂટી જશે.

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં દિશા પટાનીએ કહ્યું, 'હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે રણબીર કપૂરની(Ranbir kapoor fan) ખૂબ મોટી ફેન હતી. હું ઘણા અકસ્માતોથી અટવાઈ જતી હતી કારણ કે હું તેના પોસ્ટર જોતી હતી. મારા શહેરમાં તેનું વિશાળ પોસ્ટર હતું. મને લાગતું હતું કે તે કોઈ બ્રાંડનો પ્રચાર કરી રહ્યો છે અને હું માત્ર તેને જોતી  અને મારી સ્કૂટી ચલાવતી વખતે હું ઘણી બધી જગ્યા એ અથડાઈ જતી હતી. દિશા પટાનીને પૂછવામાં આવ્યું છે કે તેણે આ વિશે રણબીર કપૂરને કહ્યું હતું. આ અંગે દિશા પટાનીએ કહ્યું, 'ખરેખર નહીં પણ હું કરીશ.'

આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન ની આ અભિનેત્રી બની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ-સાઉથ ની ફિલ્મો સાથે છે સંબંધ

મોહિત સૂરી દ્વારા નિર્દેશિત, 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થયેલી 'એક વિલન'ની (Ek villain sequal)સિક્વલ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ 'એક વિલન'માં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા.

 

July 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક