Tag: doubled

  • નાના ઉદ્યોગોમાં પણ હવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, મહિલાઓની સંખ્યા 1 વર્ષમાં બમણી થઈ

    નાના ઉદ્યોગોમાં પણ હવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે, મહિલાઓની સંખ્યા 1 વર્ષમાં બમણી થઈ

     News Continuous Bureau | Mumbai

    મહિલાઓ બિઝનેસમાં પણ તાકાત બતાવી રહી છે. દેશમાં મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ એમએસએમઈ(સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ)ની સંખ્યા ગત 2021-22માં બમણી (86.1%) વધી છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ 1 જુલાઈ 2020થી શરૂ થયું હતું. 31 માર્ચ 2021ના રોજ તેના પર મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ MSMEની સંખ્યા 4,89,470 હતી. તે 31 માર્ચ 2022 સુધી એક વર્ષમાં બમણા વધીને 9,10,973 થઈ ગયા. 

    કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું કે તેમાં 8,90,155 સૂક્ષ્મ, 20,061 લઘુ અને 757 મધ્યમ આકારના ઉદ્યમ છે. રાણેએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ 2021-22માં 1,39,244 મહિલા લાભાર્થીઓને 8021,26 કરોડ રૂ.ની નાણાકીય મદદ અપાઈ. આ ગત વર્ષથી 51.5% વધુ છે. 2020-21માં 1,71,308 મહિલા લાભાર્થીઓને મંજૂર કરાયેલી નાણાકીય સહાયની રકમ 5294.01 કરોડ રૂ. હતી. મહિલાઓની માલિકી હેઠળના આ એમએસએમઈને આ નાણાકીય સહાય ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ(CGTMSE), વડાપ્રધાન સર્જન કાર્યક્રમ(પીએમઈજીપી) હેઠળ અપાઈ હતી. 

    આ સમાચાર પણ વાંચો: Samsung Galaxy S22 FE: નવા વર્ષમાં લોન્ચ થશે સેમસંગનો સસ્તો ફ્લેગશિપ ફોન, મળશે 108MP કેમેરા

    સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ શું ?

    એસસી, એસટી અને મહિલાઓ માટે આ સ્કીમ છે. દરેક બેન્કની બ્રાન્ચે આ કેટેગરીના એક લાભાર્થીને 10 લાખથી એક કરોડ રૂ. સુધીની લોન ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

  • મુંબઈમાં આવી ગઈ ત્રીજી લહેર? એક જ દિવસમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસ બમણા થઈ ગયા. જાણો તાજા આંકડા અહીં.

    મુંબઈમાં આવી ગઈ ત્રીજી લહેર? એક જ દિવસમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસ બમણા થઈ ગયા. જાણો તાજા આંકડા અહીં.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 29 ડિસેમ્બર 2021

     બુધવાર.

    મુંબઈ શહેરમાં માત્ર 24 કલાકની અંદર કોરોનાના નવા નોંધાયેલા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે મંગળવારે કોરોના ના નવા નોંધાયેલા કેસની સંખ્યા 1300 હતી. માત્ર 24 કલાકની અંદર નવા નોંધાયેલા કેસની સંખ્યા 2510 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક અઠવાડિયા અગાઉ દૈનિક નવા કેસ માત્ર ૧૦૦ થી 300 જેટલા નોંધાઇ રહયા હતા. સાત દિવસની અંદર નવા કેસની સંખ્યા દસ ગણી વધી ગઈ છે.


    આ ઉપરાંત કોરોના ના કેસ બમણા થવાનો દર પણ વધી ગયો છે. માત્ર ચોવીસ કલાક પહેલા 800 દિવસમાં કેસીસ બમણો થવાની શક્યતા હતી. હવે તે દર 600 દિવસ પર આવી ગયો છે. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થાય છે કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઝપાટાભેર બદલાઈ ગઈ છે.

    મુંબઇનાં દહીસરમાં ધોળા દિવસે બેંક રોબરી, ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ જાણો વિગત.