Tag: electricity

  • મહારાષ્ટ્રમાં વીજ કટોકટી ગંભીર. રાજ્યમાં સર્જાયેલી કોલસાની અછત. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કોલસાને લઈને કહી મોટી વાત.. જાણો વિગતે

    મહારાષ્ટ્રમાં વીજ કટોકટી ગંભીર. રાજ્યમાં સર્જાયેલી કોલસાની અછત. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કોલસાને લઈને કહી મોટી વાત.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ઉનાળા(summer)માં આગામી દિવસમાં વીજળીની(Electricity) ડિમાન્ડ વધવાની છે ત્યારે જ મહારાષ્ટ્ર(Maharashtra) ગંભીર વીજ કટોકટી(power shortage)નો સામનો કરી રહ્યુ છે. રાજ્યના અનેક જિલ્લામાં આઠ કલાક સુધીનું લોડ શેડિંગ(load shedding) ચાલી રહ્યું છે. વીજ કટોકટી માટે કોલસા(coal shortage)ની અછતને કારણે માનવામાં આવી રહ્યુ છે ત્યારે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે(Deputy CM Ajit Pawar) વિદેશથી કોલાસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહ્યું છે. 

    મહારાષ્ટ્રમાં વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ છે. કોલસાની પણ અછત સર્જાઈ છે ત્યારે અજીત પવારે કહ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં પૂરતો કોલસો મળતો નથી. રાજનીતિ કરવાનો વિષય નથી, પરંતુ કોલસાની અછત છે એ હકીકત છે. લોડ શેડિંગ(Load shedding) મુદ્દે કેબિનેટની બેઠક મળી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav thackeray) જાતે દર અઠવાડિયે તેની સમીક્ષા કરવાના છે. કોલસા(Coal)ની અછતને કારણે વિદેશમાંથી કોલસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખાણ લેવાનો પણ પ્રયાસ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો :  CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..

    કોલસાની અછતને મુદ્દે અજીત પવારે(Ajit Pawar) કહ્યું હતું કે લોડ શેડિંગ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખરીદી માટે પ્રયાસો કરી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ મનની સરકાર છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી(congress Sonia Gandhi)એ પણ છત્તીસગઢ સરકારને આ બાબતે મદદ કરવા કહ્યું છે. 

  • ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ 

    ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ 

    News Continuous Bureau | Mumbai

    ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ફોરન એક્સચેન્જની અછતને કારણે ગંભીર આર્થિક અને ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે. 

    આ જ કારણે હવે અહીં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે જરૂરી ઇંધણની અછતને પગલે રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપ વધારી દેવામાં આવ્યો છે. 

    બુધવાર સવારથી વીજ કાપનો સમય સાત કલાકથી વધારી દસ કલાક કરવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતથી જ દેશમાં સાત કલાક વીજ કાપ અમલી છે.  

    આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય: દેશની આ અગ્રણી ઓઇલ ઉત્પાદક કંપનીની 1.5 ટકા ભાગીદારી વેચી દેશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન 
     

  • તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે

    તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. હજી તો એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યાં ગરમી દઝાડી રહી છે ત્યારે રાજ્યમાં અંધારપટ છવાઈ જવાની શક્યતા છે. રાજ્યના વીજ વિતરણ ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને સરકાર સાથેની વાતચીતનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી વીજ વિતરણ કર્મચારીઓની હડતાળને કારણે  સમગ્ર રાજ્યને હાલાકી થવાની શક્યતા છે.

    વીજ કર્મચારીઓની માંગણીઓના નિરાકરણ માટે સોમવારના મુંબઈમાં ઉર્જા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ રહી છે. તો મંગળવારની ઉર્જા મંત્રી સાથેની બેઠક પણ રદ થઈ હતી. અનેક વીજ ઉત્પાદન અને કોલસા પુરવઠા કેન્દ્રો પર યુનિયનો દ્વારા છેડવામાં આવેલી હડતાળથી વીજ અછત સર્જાય તેવી શક્યતા છે. બીજી તરફ કોયના બંધનુ પાયથા પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. આથી જો હડતાળનો ઉકેલ નહીં આવે તો વીજ તંગી સર્જાવાના પ્રબળ સંકેતો જણાઈ રહ્યાં છે.

    ખાનગીકરણ અને કામગાર વિરોધી નીતિઓના વિરોધમાં સોમવાર (28 માર્ચ) થી રાજ્યમાં ઘણા યુનિયનો હડતાળ પર છે. બેંક કર્મચારીઓની સાથે MSEDCLના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જો કે, MSEDCL કર્મચારીઓની હડતાળને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વીજ અછતનો સામનો કરવો પડ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

    વીજકર્મચારીઓએ અનેક માગણી કરી છે, જેમાં મુખ્યત્વે MSEDCL, મહા નિર્મિતી કંપનીઓનું ખાનગીકરણ તાત્કાલિક બંધ કરવું, કેન્દ્ર સરકારની વીજળી (સંશોધન) બિલ 2021 ખાનગીકરણ નીતિનો વિરોધ, વીજ કંપનીઓમાં 30,000 કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કામદારોને 60 વર્ષ સુધીની ઉંમરના કામદારોને જોબ સુરક્ષા પ્રદાન કરવી, મહાનિર્મિત કંપની દ્વારા સંચાલિત હાઇડ્રોપાવર પ્લાન્ટ ખાનગી ઉદ્યોગકારોને સોંપવાની નીતિ તાત્કાલિક બંધ કરવું, ત્રણેય કંપનીઓમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, ચારેય કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓની ભરતી અને બદલીમાં રાજકીય દખલગીરીના મુદ્દા સામે અને ખાનગીકરણની નીતિ સામે કર્મચારીઓ  વિરોધ કરી રહ્યા છે.

  • મોંઘવારીના વધુ એક ઝટકા માટે તૈયાર થઈ જાઓ, પેટ્રોલ – ડીઝલની જેમ હવે વીજળીના દરમાં રોજનો વધારો; કેન્દ્ર સરકારે લાગુ કર્યો આ નવો નિયમ

    મોંઘવારીના વધુ એક ઝટકા માટે તૈયાર થઈ જાઓ, પેટ્રોલ – ડીઝલની જેમ હવે વીજળીના દરમાં રોજનો વધારો; કેન્દ્ર સરકારે લાગુ કર્યો આ નવો નિયમ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 18 નવેમ્બર, 2021

    ગુરુવાર

    પેટ્રોલ ડીઝલ સહિત ઘણી વસ્તુઓના મોંઘા ભાવથી જનતા પરેશાન છે. જેના વિરોધમાં સામાન્ય નાગરિકોથી માંડીને વિપક્ષના નેતાઓએ પણ અનેકવાર વિરોધ કર્યો છે. હવે કેન્દ્રએ વધુ એક આર્થિક આંચકો આપવાનું નક્કી કર્યું છે. મોદી સરકારે ઓટોમેટિક પાસથ્રુ મોડલનો ઉપયોગ કરીને વીજળીના દરો માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમ હેઠળ પેટ્રોલ અને ડીઝલની જેમ હવે વીજળીના ભાવમાં પણ રોજનો વધારો થશે.

     

    કોલસાની કટોકટીની ઘટના પછી દેશમાં ડઝનેક પાવર પ્લાન્ટ કામ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે તેમની પાસે વીજળી પેદા કરવા માટે કોલસો ન હતો. ખાનગી કંપનીઓએ કોલસાની કંપનીઓને એડવાન્સ ચૂકવણી કરવાની હતી. તરલતાના અભાવે તેમની પાસે સ્ટોરેજનો વિકલ્પ નથી. આવી સ્થિતિમાં સરકારે આ નિર્ણય લેવો પડ્યો. 

    ઓટોમેટિક પાસથ્રુ મોડલ એટલે?

    ઓટોમેટિક પાસથ્રુ મોડલ હેઠળ, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતો વધે છે, ત્યારે રાજ્યની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ)એ પાવર ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. રાજસ્થાનમાં આ નિયમ શરૂ થઈ ગયો છે. રાજ્યના ત્રણ શહેરો જયપુર, જોધપુર અને અજમેરમાં ડિસ્કોમ કંપનીઓએ તેમના ગ્રાહકો પર પ્રતિ યુનિટ 33 રૂપિયાનો ફ્યુઅલ સરચાર્જ લાદ્યો છે. આગામી ત્રણ મહિના સુધી ગ્રાહકોના વીજ બિલમાં વધારો થશે. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેશના અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આવું કરી શકે છે.

    સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો! મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં આગામી ચાર થી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી; યેલો એલર્ટ જાહેર 

    નોંધનીય વાત એ છે કે વીજ ઉત્પાદન કંપનીઓની સાથે વિતરણ કંપનીઓ પણ ભારે નુકસાનનો સામનો કરી રહી છે. જેના કારણે દેશના ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઉભું થયું છે. દેશમાં સૌર ઉર્જા માટે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલમાં ભારતમાં વીજળીનો મુખ્ય સ્ત્રોત કોલસો છે. દેશમાં કોલસાની માગને પહોંચી વળવા માટે કોલસાની મોટા પાયે આયાત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં જ્યારે વિશ્વમાં ઈંધણના ભાવ વધશે ત્યારે ઉર્જા ઉત્પાદક કંપનીઓનો ખર્ચ પણ વધશે. આ કારણે કંપનીઓ ગ્રાહકો માટે વીજળીની કિંમત વધારીને આની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે.

    ઓટોમેટિક પાસથ્રુ મોડલનો ઉપયોગ કરીને આ કંપનીઓ રાજ્યોને મોંઘી વીજળી વેચશે. આ પછી, ડિસ્કોમ્સ પણ વીજળીના દરમાં વધારો કરશે.

    રાહતની થોડી આશા

    નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યવસ્થા દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ફેરફારની જેમ કામ કરશે. સાથે આ વસ્તુઓની જેમ વીજળીના ભાવમાં પણ દરરોજ વધારો જોવા મળી શકે છે. દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ પહેલેથી જ ભારે ઋણના બોજ હેઠળ દબાયેલી છે. તેથી તેમાંથી રાહતની આશા ઓછી છે. મહત્વની વાત એ પણ છે કે ભારતમાં ઉત્પાદિત 60 ટકા વીજળી અશ્મિભૂત (ફોસિલ) ઇંધણથી થાય છે. તજજ્ઞોનું માનવું છે કે જો એક રાજ્ય વીજળીના ભાવ વધારશે તો અન્ય રાજ્યો પણ આ પગલાંને અનુસરશે એટલે કે આવનારા દિવસોમાં વીજળીનું બિલ વધવાનું છે.

  • આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો

    આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

    ગુરુવાર

    વહીવટી તંત્રની ભૂલથી ગરીબના ઘરે આવતા વીજળીનું બિલ છોડી દો, તો વીજળીનું બિલ માણસની સ્થિતિ દર્શાવે છે. કોઈ વ્યક્તિ કેટલી ધનિક  છે એનો અંદાજ તેના ઘરે આવતા વીજળીના બિલ પરથી લગાવી શકાય છે. એ જ રીતે આપણા બૉલિવુડ સ્ટાર્સ કેટલા ધનિક છે અથવા તેઓ એક મહિનામાં કેટલી કમાણી કરે છે એ જાણવા માટે તમારે તેમના ઘરે આવતું વીજળીનું બિલ જોવું જોઈએ. તમારા સપનાના ઘર જેટલી જ કિંમતનું વીજળીનું બિલ આ સિતારાઓના ઘરે આવે છે. તેના ઘરે આવતા વીજળીનું બિલ જોઈને તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે તેમની જીવનશૈલી કેટલી મોંઘી છે. ચાલો એક નજર કરીએ બૉલિવુડ સ્ટાર્સના ચોંકાવનારા વીજળીના બિલ પર. 

    અમિતાભ બચ્ચન

    અમિતાભ બચ્ચનનું ઘર મુંબઈના જુહુમાં છે. તેમનું ઘર 'જલસા' તરીકે પ્રખ્યાત છે. તેમના ઘરે 22 લાખ રૂપિયાનું વીજળીનું બિલ આવે છે.

    શાહરુખ ખાન

    કિંગ ખાન એક મહિનામાં વીજળી પાછળ માત્ર 43 લાખ રૂપિયા ખર્ચે છે. આ ખાલી તેના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા 'મન્નત' બંગલાનું વીજળીનું બિલ છે.

    સલમાન ખાન

    બૉલિવુડના ‘દબંગ’ સલમાન ખાન બાંદ્રાસ્થિત તેના ગૅલેક્સી ઍપાર્ટમેન્ટ માટે એક મહિનામાં 23 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ચૂકવે છે.

    આમિર ખાન

    બૉલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન મુંબઈમાં બાંદ્રામાં બેલા વિસ્ટા ઍપાર્ટમેન્ટમાં રહે છે. તેના ઘરે 9 લાખનું વીજળીનું બિલ આવે છે.

    દીપિકા પાદુકોણ

    લાખો દિલો પર રાજ કરનારી દીપિકા પાદુકોણ પોતાના ઘર માટે વીજળી પાછળ 13 લાખ ખર્ચે છે.

    સૈફ અલી ખાન

    બૉલિવુડનો નવાબ સૈફ અલી ખાનની નવાબગીરી પણ તેના ઘરે આવતાં વીજળીના બિલ પર દેખાય છે. નવાબસાહેબ પોતાના ઘરની વીજળી પાછળ 30 લાખ રૂપિયા ખર્ચે છે.

    રણબીર કપૂરની દુલ્હનિયા બનશે આલિયા ભટ્ટ? ઍક્ટ્રેસની માતા સોની રાઝદાને આપ્યો આ જવાબ; જાણો વિગત

     

  • તો આ લોકોની દિવાળી અંધારામાં જશેઃ મહાવિતરણે ડિફોલ્ટરો પાસેથી વસૂલી શરૂ કરી …જાણો વિગત.

    તો આ લોકોની દિવાળી અંધારામાં જશેઃ મહાવિતરણે ડિફોલ્ટરો પાસેથી વસૂલી શરૂ કરી …જાણો વિગત.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

    મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

    ગુરુવાર.

    કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોએ નોકરીધંધા ગુમાવ્યા હતા. તેને કારણે સેંકડો લોકો પોતાના વીજળીના બિલ સુદ્ધા ભરી શકયા નહોતા. બેસ્ટ, ટાટા અને અદાણી જેવી વીજ કંપનીઓએ અનેક વખત આ લોકોને વીજળીના બિલ ભરવાની સૂચના આપી હતી. છતાં નાગરિકો સહિત અનેક કંપનીઓએ વીજળીના બિલ ભર્યા નથી. આવા ડિફોલ્ટરોની સંખ્યા પણ ખાસ્સી મોટી થઈ ગઈ હતી અને વીજળીના બાકી રહેલા બિલની રકમ પણ મોટી થઈ ગઈ છે. આ લોકોના વીજળીના જોડાણ કાપવાને બદલે વીજ કંપનીઓએ તેમને બિલ ભરવા માટે અનેક વખત મુદત વધારી આપી હતી અને હવે ફરી એક વખત વીજ કંપનીઓએ ડિફોલ્ટરોને તાત્કાલિક વીજળીના બિલ ભરી નાખવાની સૂચના આપી છે. સરકારી કંપની મહાવિતરે ડિફોલ્ટરો પાસેથી કરોડો રૂપિયાના વીજળીના બિલ વસૂલવાના છે. તેથી મહાવિતરણે ડિફોલ્ટરોને તાત્કાલિક બાકી રહેલા બિલ ભરી નાખવાની સૂચના આપી છે. અન્યથા બરોબર દિવાળીના સમયે લોકોના ઘરમાં અંધારા થવાની શકયતા તેમણે વ્યકત કરી છે.

    એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને લાગ્યો ઝટકો, આ દિગ્ગજ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા; જાણો વિગતે 

    અહીં ઉલ્લેખનીય છે કે મહાવિતરણે લગભગ 123.73 કરોડ રૂપિયા તેના રેસિડેન્શિયલ ગ્રાહકો પાસેથી તો કર્મશિયલ ગ્રાહકો પાસેથી 92.8 કરોડ અને ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી 145.6 કરોડ રૂપિયા વીજળીના બિલ પેઠે વસૂલવાના બાકી છે.

     

  • સારા સમાચાર : ભારતમાં આગામી સમયમાં વીજળી અછતનું સંકટ આ રીતે દૂર થશે; જાણો વિગત

    સારા સમાચાર : ભારતમાં આગામી સમયમાં વીજળી અછતનું સંકટ આ રીતે દૂર થશે; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

    સોમવાર

    દેશમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટની શક્યતા વર્તાઈ રહી છે. એવામાં સારા સમાચાર સાંભળવા મળ્યા છે. દેશમાં રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે, જેમાં પવન અને સોલાર વીજળીની મુખ્ય ભૂમિકા છે. 

    ભારતમાં વીજળી ઉત્પાદન વર્ષોથી પડકારજનક કામ રહ્યું છે. જોકે ગત કેટલાંક વર્ષોમાં ભારતે આ દિશામાં સારી પ્રગતિ કરી છે. એક અહેવાલ મુજબ ભારતમાં છાપરા ઉપર બેસાડવામાં આવતી સૌર ઊર્જા પરિયોજનાનો ખર્ચ સૌથી ઓછો છે. દેશમાં 66 ડૉલર પ્રતિ મેગાવૉટ દર કલાકનો ખર્ચ છે. જ્યારે કે ચીનમાં સૌર ઊર્જામાંથી 68 ડૉલર પ્રતિ મેગાવૉટ દર કલાકનો ખર્ચ છે. જ્યારે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં આ ખર્ચ ચાર ગણો વધારે છે.

    જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ

    એક વૈશ્વિક અભ્યાસમાં કહેવાયું છે કે ઓછા ખર્ચને લીધે ઘર અને કૉમર્શિયલ તેમ જ ઔદ્યોગિક ઇમારતોમાં વપરાતા સોલાર પૅનલ વર્તમાનમાં સૌથી ઝડપી ઊર્જા ઉત્પાદનની ટેક્નોલૉજી છે. 

    અન્ય એક અહેવાલ મુજબ ભારતે વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનવાળો દેશ બનવા માટે પોતાની સૌર ઊર્જા ક્ષમતાને વધારીને 5630 ગીગાવૉટ કરવી પડશે. ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ દ્વારા રજૂ કરાયેલા એક રિપૉર્ટમાં જણાવ્યું છે કે હાલમાં ભારતમાં 100 ગીગાવૉટ સ્થાપિત અખૂટ ઊર્જાની ક્ષમતા છે. જેમાંથી સૌર ક્ષમતા 40 ગીગાવૉટ છે. સરકારે 2030 સુધી પોતાની કુલ અખૂટ ઊર્જા ક્ષમતાને 450 ગીગાવૉટ સુધી વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં વર્ષ 2022 સુધી 40 ટકા ટાર્ગેટ પૂરો થશે.

  • મહારાષ્ટ્રમાં કોલસાની અને વીજળીની કૃત્રિમ અછત, ખાનગી કંપનીઓ પાસેથી બમણા દરે વીજળી ખરીદવાનું  મહાવિકાસ આઘાડી સરકારનું આ કૌભાંડ; જાણો વિગતે 

    મહારાષ્ટ્રમાં કોલસાની અને વીજળીની કૃત્રિમ અછત, ખાનગી કંપનીઓ પાસેથી બમણા દરે વીજળી ખરીદવાનું  મહાવિકાસ આઘાડી સરકારનું આ કૌભાંડ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

    મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

    ગુરવાર.

    કોલસાના અભાવે દેશ એક તરફ ગંભીર વીજ કટોકટી તરફ ધકેલાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે કોલસાની ખરીદી એડવાન્સમાં નહીં કરીને રાજયમાં કોલસા અને વીજળીની કૃત્રિમ અછત નિર્માણ કરી છે. હવે તે ખાનગી કંપની પાસેથી બમણા દરે વીજળી ખરીદશે, જેને કારણે રાજયમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે એવા આરોપ સાથે  ભાજપના મુંબઈના પ્રભારી અને કાંદીવલી(ઈસ્ટ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મહાવિકાસ આઘાડીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે. 

    થર્મલ પાવરના ઉત્પાદનમાં લાગનારા કોલસાની જાન્યુઆરીથી જુલાઈ સુધીની મહિનામાં ખરીદી કરીને તેને પોતાના ખાણમાં સ્ટોક કરવાનો બે પત્ર કોલ ઈન્ડિયાએ રાજય સરકારને લખ્યા હતો. છતાં  નિષ્ક્રિય રહેલી મહાવિકાસ આઘાડી સરકારે આવશ્યક કોલસાનો સ્ટોક કરવા માટે કોઈ પગલા ઉંચકયા નહોતા,એવા આરોપ ભાજપના મુંબઈ પ્રભારી અને કાંદિવલી(ઈસ્ટ)ના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કર્યા છે. 

    UKની મહિલાની વાયરલ પ્રેમકહાણી : બૉયફ્રેન્ડને નોકર બનાવી દીધો અને મહિને આપે છે આટલા લાખ રૂપિયા પગાર; જાણો વિગતે

    રાજયમાં કોલસાની કૃત્રિમ અછત નિર્માણ કરીને ખાનગી કોન્ટ્રેક્ટરો પાસેથી વધુ દરે વીજળી ખરીદવાનો અને તેનો દોષ કેન્દ્ર સરકારને માથે નાખવાનું નાટક હવે રાજયના ઉર્જા પ્રધાન નિતિન રાઉતે બંધ કરવું જોઈએ. રાજય પર આવેલા કોલસા અછતનું સંકટ અને વીજ અછત માટે મહાવિકાસ આઘાડી સરકારની નિષ્ક્રિયતા જવાબદાર હોવાની ટીકા પણ તેમણે કરી હતી.

    અતુલ ભાતખલકરે કહ્યું હતું કે  રાજયને આવશ્યકતા મુજબનો કોલસો રાજય સરકારે કોલ ઈન્ડિયા તેમ જ અન્ય કંપનીઓ પાસેથી ખરીદવાની આવશ્યકતા હતી. પરંતુ તેમ નહીં કરતા  ફકત કોલ ઈન્ડિયા કંપનીને દોષી સાબિત કરવાનું કામ નિતીન રાઉત કરી રહ્યા છે. રાજયમાં નાગરિકો કોરોનાને કારણે આર્થિક અડચણનો સામનો કરી રહ્યા છે ત્યારે તેવામાં હવે વીજળીના દર વધારો કરીને ફરજિયાત રીતે વીજળીના બિલ વસૂલવામાં આવી રહ્યા છે. 

    સરકારે જાણીજોઈને કોલસાની ખરીદીમાં બેદરકારી દાખવી હોવાના આરોપ સાથે અતુલ ભાતખલકરે કહ્યું હતું કે કોલસા ખરીદીમાં કોલ ઈન્ડિયાની લગભગ 3,000 કરોડ રૂપિયાની બાકી રહેલી રકમ  ચૂકવી  ના શકતા હોય તો 1,000 કરોડ રૂપિયા ભરીને આગામી વર્ષ માટે તો કોલસો વેચાતો લે એવી સૂચના કરવામાં આવી હતી. પરંતુ મે સુધી તેના પર રાજય સરકારે કંઈ કર્યું નહીં. જૂન મહિનામાં ફક્ત 100 કરોડ રૂપિયા આપીને ચોમાસાની શરૂઆતમાં કોલસો વેચાતો લીધો હતો. પ્રધાનોને તેમના ખાનગી બંગલાના રીનોવેશન માટે પૈસા છે. પરંતુ કોલસાની ખરીદી કરવા માટે તેમની પાસે પૈસા નથી. કોલ ઈન્ડિયાના બાકી રહેલા પૈસા ચૂકવવા માટે તેમની પાસે ભંડોળ નહીં હોવાનો દાવો ઉર્જા ખાતુ કરી રહ્યું છે.  તેની સામે રાજયમાં કૃત્રિમ રીતે કોલસાની અને વીજળીની અછત બતાવીને ખાનગી કંપની પાસેથી બમણા દરે વીજળી ખરીદવાની સરકારે યોજના બનાવી છે. તેને કારણે નાગરિકો પર 500 કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવી પડશે. જે એક પ્રકારનો ભ્રષ્ટાચાર હોવાનો આરોપ પણ અતુલ ભાતખલકરે કર્યો હતો.

    કોરોના વેક્સિનેશન મામલે આ રાજ્ય અવ્વ્લ, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકોને અપાયો કોરોના રસીનો પહેલો ડોઝ; જાણો વિગતે

  •  તો શું મહારાષ્ટ્રમાં વીજપુરવઠો ખંડિત થશે? મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોલસાના આટલા કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી.. જાણો વિગત.

     તો શું મહારાષ્ટ્રમાં વીજપુરવઠો ખંડિત થશે? મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોલસાના આટલા કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી.. જાણો વિગત.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 13 ઓક્ટોબર,  2021 

    બુધવાર.

    કોલસાની નિર્માણ થયેલી અછતને પગલે દિવસેને દિવસે દેશમાં વીજળીનું સંકટ ગંભીર બની રહ્યું છે. એવામાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ કોલસાના લગભગ 8 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.  તેથી આ રકમ ચૂકવી નહીં તો કોલસાનો પુરવઠો મળતો બંધ થઈ જશે અને એવા સંજોગોમાં વીજ ઉત્પાદનને ફટકો પડી શકે છે.

    કુર્લા માં મોટી દુર્ઘટના : 30 સ્કૂટર બળી ગયા. જુઓ વિડિયો જાણો વિગત.

    મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલ નાડુ અને રાજસ્થાન પાસેથી લગભગ 7 કરોડ 974 રૂપિયા વસૂલવાના બાકી છે. તેથી બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવો એવો કેન્દ્ર સરકારે આ રાજયોને આદેશ આપ્યો છે. કોલસાના પૈસા બાકી હોવાથી સંબંધિત રાજયોને કોલસાનો પુરવઠો પૂરો પાડવામાં અડચણ આવી શકે છે એવી આડકતરી ચીમકી પણ કેન્દ્રએ આપી છે. આ રાજ્યોમાં સૌથી વધુ થર્મલ વીજળીનું ઉત્પાદન થાય છે. હાલ માંડ બેથી ત્રણ દિવસ ચાલે એટલો જ કોલસો આ ચાર રાજયો પાસે બાકી રહ્યો છે. 

  • કોલસાના અભાવે વીજળીનું નિર્માણ ઘટ્યું, ઑક્ટોબર હીટમાં વીજળીની માગણી વધી; તો મહારાષ્ટ્રમાં આ સમસ્યા થઈ શકે છે 

    કોલસાના અભાવે વીજળીનું નિર્માણ ઘટ્યું, ઑક્ટોબર હીટમાં વીજળીની માગણી વધી; તો મહારાષ્ટ્રમાં આ સમસ્યા થઈ શકે છે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
    મંગળવાર 
    દેશમાં કોલસાની અછત વધી ગઈ છે. એથી મહાવિતરણને વીજપુરવઠો કરનારા ઔષ્ણિક  વીજળી કેન્દ્રમાં 3330 મેગાવૉટ ક્ષમતાના અંદાજે ૧૩ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યા છે. જેને લીધે રાજ્ય ઉપર લોડશેડિંગનું સંકટ આવી શકે છે. એમાં વળી ઑક્ટોબરને લીની ગરમીને લીધે વીજળીની માગણી વધી ગઈ છે. મહાવિતરણે કરકસર કરી વીજળીનો  વપરાશ કરવાનું કહ્યું છે.

    કોલસાની અછતને કારણે ગત કેટલાક દિવસથી ઔષ્ણિક વીજળી કેન્દ્રમાં વીજનિર્માણ ઘટી ગયું છે. ચંદ્રપુર, ભુસાવળ અને નાશિક પ્રત્યેકના 210 મેગાવૉટના ત્રણ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યાં છે. પારસનો 250 મેગાવૉટનું કેન્દ્ર, ભૂસાવળ અને ચંદ્રપુરનાં 500 મેગાવૉટનાં વીજકેન્દ્ર બંધ પડ્યાં છે. તેમ જ કૉસ્ટલ ગુજરાત પાવર લિમિટેડનાં 640 મેગાવૉટનાં ચાર કેન્દ્ર અને રતન ઇન્ડિયાનાં 810 મેગાવૉટનાં ત્રણ વીજકેન્દ્ર બંધ છે. એથી મહાવિતરણને ઔષ્ણિક વીજળી કેન્દ્રમાંથી કરાર પ્રમાણે મળતી વીજળીમાં ઘટાડો થયો છે.

    BMWનું મૅક્સી સ્કૂટર આજે ભારતમાં લૉન્ચ થશે; જાણો સ્કૂટરની વિશેષતાઓ

    વીજળીની માગણી અને પુરવઠામાં 3330 મેગાવૉટનો તફાવત છે. પાવર એક્સચેન્જ પાસેથી વીજળીની ખરીદી થઈ રહી છે. દેશભરમાં વીજળીની માગણી વધવાથી વીજખરીદીના દર વધ્યા છે. સાથે જ કોયના અને અન્ય જળવિદ્યુત કેન્દ્ર, અપારંપારિક ઊર્જાસ્રોત દ્વારા વધુમાં વધુ વીજળી નિર્મિતિ કરાઈ રહી છે.