• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - european union - Page 2
Tag:

european union

આંતરરાષ્ટ્રીય

યુરોપમાં પેટ્રોલ-ડીઝલ કાર નહીં ચાલે- 2035 સુધી સેલ પર બેનનો નિર્ણય

by Dr. Mayur Parikh October 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુરોપિયન સંસદ અને યુરોપિયન યુનિયન (European Parliament and the European Union) એટલે કે EUના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલથી(petrol and diesel) ચાલતી કાર અને વાનનાં સેલ પર બેન મૂકવા માટે એક કરાર કર્યો છે. યુરોપિયન યુનિયનના રિપ્રેઝન્ટેટીવ વચ્ચે આ કરાર પર થયા છે. ગ્લોબલ વોર્મિંગનું કારણ બને તેવા વાયુઓના ઉત્સર્જનમાં(Emission of gases) કાપ મૂકવાના ટાર્ગેચને એચિવ કરવા યુરોપિયન કમિશન દ્વારા સ્થાપિત 'ફીટ ફોર 55' પેકેજના આ દાયકામાં આ પ્રથમ કરાર છે. 

છેલ્લા 30 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસના(greenhouse gases) ઉત્સર્જનમાં વધારો થયો 

યુરોપિયન સંસદના જણાવ્યા પ્રમાણે UN ક્લાયમેટ ચેન્જ સમિટ(Climate Change Summit) પહેલા કરારએ ક્લિયર સંકેત છે કે EU તેના હવામાનને લગતા કાયદામાં નિર્ધારિત વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યો સુધી પહોંચવા માટે ઠોસ રુલ્સ માટે ગંભીર છે. EU ડેટા પ્રમાણે ટ્રાન્સપોર્ટ એ એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં છેલ્લા 30 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે. 1990થી 2019ની વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉત્સર્જનમાં 33.5 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. 

આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ! આ દેશમાં કોરોના દર્દીને ઊંચકવા માટે બોલાવી ક્રેન- જુઓ વાયરલ વિડીયો

પ્રદુષણ(Pollution) ફેલાવતી પેસેન્જર કાર તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. EUમાં રોડ ટ્રાન્સપોર્ટમાંથી(road transport) થતા કુલ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં(carbon dioxide emissions) પેસેન્જર કારનો ભાગ 61 ટકા જેટલો છે. યુરોપિયન સંસદની પર્યાવરણ સમિતિના વડા પાસ્કલ કેનફિનના જણાવ્યા અનુસાર તે એક ઐતિહાસિક નિર્ણય છે કારણ કે તે પ્રથમ વખત 2025- 2030 અને 2035માં ટાર્ગેટ સાથે સ્વચ્છ શૂન્ય-કાર્બન ઉત્સર્જન માર્ગને વ્યાખ્યાયિત કરે છે. આ 2050 સુધીમાં આબોહવાને બહેતર બનાવવાના અમારા લક્ષ્ય સાથે જોડાયેલું છે. 

આપને જણાવીએ કે ECBએ બેકાબૂ મોંઘવારી પર કાબુ મેળવવા માટે વ્યાજ દરોમાં વધુ એક મોટો વધારો કર્યો છે. ફ્રેન્કફર્ટમાં 25 સભ્યોની વહીવટી પરિષદે એક બેઠકમાં પાછલા મહિનાના રેકોર્ડ વધારાને અનુરૂપ મેઇન વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. યુએસ ફેડરલ રિઝર્વની સાથે સાથે વિશ્વની મેઇન સેન્ટ્રલ બેંકો એ ફુગાવા ને કાબુમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો માર્ગ અપનાવ્યો છે.

October 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ખોરાક તરીકે જંતુઓનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યો છે વિશ્વનો આ દેશ- ફૂડ અને એનિમલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી માંગ્યો ફીડબેક

by Dr. Mayur Parikh October 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સિંગાપોર ફૂડ એજન્સી(Singapore Food Agency) (SFA) માનવ ખોરાક(human food) તરીકે જંતુઓનો(insects) ઉપયોગ કરવાનું વિચારી રહી છે. આ માટે SFA એ ફૂડ અને એનિમલ ઇન્ડસ્ટ્રીઝ(Food and Animal Industries) પાસેથી ફીડબેક માંગ્યો છે. એકવાર જંતુઓને ખાવાની મંજૂરી આપવામાં આવે, પછી ક્રિકેટ(Cricket), લેડીબગ્સ(Ladybugs), મધમાખીઓ(Bees) અને પક્ષીઓ જેવા જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. AFA આ જંતુઓને સીધા ખાવા અથવા પ્રોટીન બાર(Eat or protein bar) વગેરે સાથે મિશ્રિત કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે.

સિંગાપોર ફૂડ એજન્સીએ યુરોપિયન યુનિયન(European Union) અને ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ જેવા દેશોનું ઉદાહરણ લીધું હતું, જેમણે જંતુઓની અમુક પ્રજાતિઓના વપરાશને મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો : જ્યાં લોકો મજા- માણવા જાય છે તે ફૂકેટ આખે-આખું પાણીમાં-જુઓ વિડીયો

કોલંબિયામાં(Colombia) બસ પલટી, 20 મુસાફરોના મોત, 15 ઈજાગ્રસ્ત

ઉદાહરણ તરીકે, રેશમના કીડાને પરંપરાગત રીતે દક્ષિણ કોરિયામાં(South Korea) અને ક્રિકેટ થાઈલેન્ડમાં ખાવામાં આવે છે, અહેવાલમાં જણાવાયું છે. આ જંતુઓ અંગેનું નિયમન, આયાત કરેલ હોય કે સ્થાનિક રીતે, આ જંતુ ઉત્પાદનો ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો અને શરતોને આધીન રહેશે.

October 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ભારતીય ચલણમાં ડોલર થયો વધારે મજબૂત તો યુરો પ્રથમ વખત થયો સસ્તો- જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમેરિકામાં ધારણા(Perceptions in America) કરતા વધારે ઝડપથી વ્યાજના દર(Interest rates) વધવાના ચાલુ રહેવાના સંકેત વચ્ચે અમેરિકન ડોલરમાં(American dollars) વૈશ્વિક સ્તરે વધુ મજબૂત થઈ રહ્યો છે. ડોલર સામે યુરોપિયન યુનિયનની કરન્સી(Currencies of the European Union) યુરો(Euro) નબળી પડી છે. બે દાયકામાં પહેલી વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે. એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં(Indian currency) પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. ભારતમાં કરન્સી બજારમાં(currency market in India) એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં(global market) યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની(Yen) આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી(financial crisis) સમયે ડોલર સામે યુરોનો ભાવ(Euro price) સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ(Non deliverable forward market) કે જે ભારતીય બજાર (Indian market) બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ(Indian currency) સામે સસ્તો થઇ ગયો હતો  ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો. યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે. ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ પહેલી વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.

આ સમાચાર પણ વાંચો :  બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ ટ્રસ્ટની કમાન ગુરુના હાથમાં- જાણો કોણ છે નવા ટ્રસ્ટી

અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની ઉંચી સપાટીએ છે અને તેને ઘટાડવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ(American Federal Reserve) સતત વ્યાજના દર વધારી રહી છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં વ્યાજનો દર શૂન્ય સામે વધી ૨.૨૫ ટકાથી ૨.૫૦ ટકા થઇ ગયો છે. સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં પણ વ્યાજનો દર ૦.૫૦ ટકા કે ૦.૭૫ ટકા વધે એવી શક્યતા છે. અમેરિકામાં વ્યાજના દર વધવાની સાથે અર્થતંત્ર મંદ પડશે એવી ધારણાએ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં ફુગાવો ઘટી રહ્યો હોવાના સંકેત વચ્ચે શેરબજાર વધ્યા હતા પણ ફેડરલ રિઝર્વ ગવર્નર જેરોમ પોવેલ(Governor Jerome Powell) અને સેન્ટ લુઈના ફેડરલ રિઝર્વ પ્રેસિડેન્ટ જેમ્સ બુલાર્ડના(Federal Reserve President James Bullard of St. Louis) મતે હજુ પણ વ્યાજ દર આક્રમક રીતે વધવા જોઈએ એવું નિવેદન કરતા ફરી શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઊંચા વ્યાજના દર અને શેરબજારમાં વેચવાલીના લીધે રોકાણકારો હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા હોવાથી ડોલર વધી રહ્યો છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ (American Dollar Index) આજે ૧૦૯.૦૬ની સપાટીએ છે. ડોલર ઇન્ડેક્સ(Dollar Index) વિશ્વના છ અગ્રણી ચલણ(Leading currency) સામે ડોલરનું મૂલ્ય નક્કી કરે છે.

આ સમાચાર પણ વાંચો :  શેરબજાર ક્રેશ- 2 દિવસમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો- રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા 
 

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારતને ધમકાવતા અમેરિકાને સાથી દેશે જ આપ્યો ઝટકો, રશિયાના ગેસ માટે રૂબલમાં પેમેન્ટ કરવા તૈયાર; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

જગત જમાદાર અમેરિકાને તેના જ એક સહયોગી દેશ હંગેરીએ ઝટકો આપ્યો છે. 

યુરોપિયન યુનિયનના સભ્ય હંગેરીએ એલાન કર્યુ છે કે, અમે રૂબલમાં પેમેન્ટ કરીને રશિયા પાસેથી ગેસ ખરીદીશું.

હંગેરીના પીએમ વિકટર ઓરબોને કહ્યુ હતુ કે, જો રશિયા રૂબલમાં પેમેન્ટ માંગશે તો અમે રૂબલમાં પેમેન્ટ કરીશું.

યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના રૂબલમાં જ ગેસ ખરીદવો પડશે તેવી ધમકીના જવાબમાં સંયુક્ત મોરચો માંડવા માટે પ્રયત્નો કર્યા હતા પણ હંગેરીએ તેનાથી અલગ વલણ અપનાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, વિકટર ઓરબોન સરકારના રશિયા સાથે 10 વર્ષથી ઘનિષ્ઠ સંબંધ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી, ઇડીએ આ કેસમાં કરી પૂછપરછ કરી, જાણો શું છે સમગ્ર મામલો

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

રશિયાનો સૌથી મોટો નિર્ણય :આ બે ઈન્ટરનેશનલ સ્પેસ એજન્સી સાથે સંબંધ તોડ્યા, જાણો વિશ્વ માટે કેટલો ખતરો

by Dr. Mayur Parikh April 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયનને એક મોટો ઝટકો આપ્યો છે.

રશિયાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેના તેના સહયોગને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. 

આ માહિતી આપતાં રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને કહ્યું કે હવે તેમનો દેશ યુએસ સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે કામ કરશે નહીં.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ છેલ્લો મહત્વનો પ્રોજેક્ટ છે જેના પર રશિયાની રોસકોસમોસ, અમેરિકાની નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે મળીને કામ કરી રહી હતી. 

અગાઉ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી આ પ્રોજેક્ટ પર આગળનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું.

ઉલેખનીય છે કે દિમિત્રી રોગોજિને અમેરિકા અને યુરોપીયન દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો પર લગાડાઈ રહેલા આર્થિક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર કામ કરવામાં વિપેક્ષ પડી શકે છે અને તેને કારણે તેના સમુદ્રમાં અથવા જમીન પર તૂટી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના પાડોશી આ દેશમાં સ્થિતિ વણસી, રાષ્ટ્રપતિએ જાહેર કરી ઇમરજન્સી, આર્થિક સ્થિતિ કથળતા રસ્તા પર હિંસા

April 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શોકિંગ! સત્તાધારીએ બેસ્ટના ઈ-બસના કોન્ટ્રેક્ટ પાકિસ્તાની એજેન્ટને આપ્યા, ભાજપના આ નેતાએ વિધાનસભામાં કર્યો ચોંકાવનારો આરોપ… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની ઈ-બસના કોન્ટ્રેક્ટને લઈને ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં ગંભીર જ આરોપ કર્યા છે.
યુરોપિયન યુનિયન સહિત વિશ્વના અનેક દેશોએ જેને કૌભાંડબાજ તરીકે જાહેર કર્યો છે અને પનામા પેપર્સમાં જેનું નામ આવ્યું છે, તે પાકિસ્તાની એજેન્ટને બેસ્ટની ઈ-બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનો આરોપ વિધાનસભ્ય આશિષ શેલારે વિધાનસભામાં કર્યો છે.

વિધાનસભાના બજેટની ચાલી રહેલી ચર્ચા દરમિયાન આશિષ શેલારે એવો આરોપ કર્યો હતો કે બેસ્ટના કાફલામાં નવી ઈ-બસ લેવામાં આવવાની છે. આ બસના પહેલા ટેન્ડર એ ફક્ત 200 બસ માટે કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી બસની સંખ્યા વધારીને 900 કરવામાં આવી હતી. ફરી તેમાં વધારો કરીને 1400 કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાના માથે કોરોનાની ચોથી લહેરનું જોખમ, મુંબઈ મનપા થઈ સજ્જ. કરી લીધી આ તૈયારીઓ.. જાણો વિગતે

મુંબઈના રસ્તા પર તેની ટેસ્ટ નહીં કરતા આટલી મોટી સંખ્યામાં બસ ખરીદવામાં આવી રહી છે અને જે કંપની સાથે આ કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તેના વ્યવહારમાં ગડબડ હોવાનો આરોપ પણ શેલારે કર્યો હતો. જે વિદેશી કંપની પાસેથી બસ ખરીદવામાં આવવાની છે, તેને 2,800 કરોડ રૂપિયા આપવાનું માન્ય કરવામાં આવ્યું છે. આ કંપનીની ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એ કેનેડાનો નાગરિક છે અને તેનુ નામ તુમુલૂરી છે અને તેને વૈશ્ર્વિક સ્તરે કૌભાંડબાજ જાહેર કરવામાં આવ્યો છે. તેણે યુરોપિયન યુનીયન સિહત માલ્ટા, કેનેડામાં હજારો કરોડ રૂપિયાના કૌંભાડ કર્યા હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. તુમુલૂરી સામે વિવિધ દેશમાં  ગંભીર સ્વરૂપના ગુના નોંધાયા છે.

જે કંપની સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે, તે કંપનીમાં બે મોટા રોકાણકારોના પૈસા છે, તેમના નામ પનામ પેપરમાં જાહેર થયા હતા. તેમાનો એક માણસ પાકિસ્તાની એજન્ટ હોઈ તે લિબિયામાં કામ કરે છે. તે હવાલા રેકેટ ચલાવવાનો કામ કરે છે અને તે શસ્ત્રો પણ પૂરા પાડે છે એવો આરોપ પણ આશિષ શેલારે કર્યો હતો.

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના નામે શરમજનક રેકોર્ડ, આ મામલામાં રશિયા બન્યો દુનિયાનો સૌથી બદનામ દેશ

by Dr. Mayur Parikh March 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુદ્ધ વિનાશ નોતરે તે કહેવત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એકદમ સટીક સાબિત થઈ રહી છે. કેમ કે યુદ્ધના કારણે યુક્રેન તો તહેસ-નહેસ થઈ રહ્યું છે.  પરંતુ સુપરપાવર રશિયાની અર્થવ્યવસ્થા પણ કડડભૂસ થવા લાગી છે. તેની વચ્ચે રશિયાએ ના પસંદ હોય તેવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને તે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધ સહન કરનારા દેશનું બિરુદ.  

રશિયાને દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે. પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આવું જ કંઈક થયું રશિયા સાથે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જીદે ચડ્યા અને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી. પરંતુ ૧૪-૧૪ દિવસ છતાં પણ હજુ યુદ્ધનો અંત આવ્યો નથી. જેના કારણે રશિયા પાસે રહેલા તમામ સન્માન છીનવાઈ રહ્યા છે. તમામ દેશ અને સંગઠન પ્રતિબંધ લગાવી રહ્યા છે અને તેના નામે નોંધાઈ ગયો છે અનોખો રેકોર્ડ. 

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ વચ્ચે યુક્રેને કર્યો મોટો દાવો, કહ્યું- યુદ્ધમાં અસફળતાથી રાષ્ટ્રપતિ પુતિન નારાજ; કરી આ મોટી કાર્યવાહી

રશિયા સામે દુનિયાનો કોઈ દેશ આંખ ઊંચી કરવાની હિંમત કરતો ન હતો. પરંતુ યુક્રેન સામેના યુદ્ધના કારણે આખી દુનિયામાં તેની ફજેતી થઈ રહી છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર ૨૭૭૮ નવા પ્રતિબંધ લગાવ્યા છે. તેની સાથે રશિયા પર હવે ૫૫૩૦ પ્રતિબંધ લાગી ચૂક્યા છે અને રશિયાએ આ મામલે ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ છોડી દીધા છે. 

રશિયા પર ૨૭૫૪ પ્રતિબંધ ૨૨ ફેબ્રુઆરી પહેલાં હતા ૨૨ ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધી ૨૭૭૮ નવા પ્રતિબંધ લાગ્યા રશિયા પર સૌથી વધારે સ્વિત્ઝરલેન્ડે ૫૬૮ પ્રતિબંધ લગાવ્યા તેના પછી યૂરોપિયન યુનિયને ૫૧૮ પ્રતિબંધ લગાવ્યા ફ્રાંસે રશિયા પર ૫૧૨ નવા પ્રતિબંધ લગાવ્યા જ્યારે અમેરિકાએ અત્યાર સુધી ૨૪૩ પ્રતિબંધ લગાવ્યા આ પહેલાં ઈરાન પર છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૬૧૬ પ્રતિબંધ લાગ્યા હતા જ્યારે સિરીયા પર ૨૬૦૮ અને નોર્થ કોરિયા પર ૨૦૭૭ પ્રતિબંધ છે. જાેકે હવે રશિયા પર માત્ર ૧૦ દિવસમાં એટલા પ્રતિબંધ લાગ્યા કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને સુપરપાવર દેશ સૌથી વધારે પ્રતિબંધમાં નંબર વન દેશ બની ગયો. 

આ સમાચાર પણ વાંચો :  યુક્રેનનાં આ શહેર પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, ટેન્ક-એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સહિત ઘાતક હથિયારોથી હુમલા વધાર્યા

એક યુદ્ધના કારણે રશિયાની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. પરંતુ પુતિનને તેની કોઈ ચિંતા નથી… ત્રણ દેશના નેતાઓએ ૯ કલાક સુધી વાતચીત કરીને સમજાવ્યા છતાં પણ પુતિન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી. ત્યારે પુતિન માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત એકદમ સાર્થક સાબિત થઈ રહી છે.

March 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

રશિયાના પ્રેમમાં આંધળા બન્યા PM ઈમરાન ખાન, યુક્રેન યુદ્ધને લઈને યુરોપિયન યુનિયન પર ભડક્યા, પૂછ્યો આ સવાલ

by Dr. Mayur Parikh March 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai           prime minister imran khan slams european union

પાકિસ્તાનના વડાપ્રધાન (Prime Minister) ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ફરી એકવાર નિવેદન આપ્યું છે.

સાથે તેમણે યુરોપિયન યુનિયનની (European Union) ટીકા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પશ્ચિમી દેશોનો ગુલામ નથી જે તેમનું કહ્યું માનશે. 

આ સિવાય તેમણે કહ્યું કે, હું યુરોપિયન યુનિયનના રાજદૂતોને પૂછું છું કે શું તમે આ પત્ર ભારતને પણ લખ્યો છે? 

ગયા અઠવાડિયે પાકિસ્તાન સ્થિત પશ્ચિમી દેશોના દૂતાવાસે યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવા માટે પાકિસ્તાનથી આગ્રહ કર્યો હતો. 

આ પછી ઇમરાન ખાને ભારતનો ઉલ્લેખ કરીને તેમને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

નોંધનીય છે કે રાષ્ટ્ર મહાસભામાં થયેલી વોટિંગમાં પાકિસ્તાન, ભારત અને ચીન જેવા દેશો સામેલ થયા નહોતા.

આ સમાચાર પણ વાંચો : રશિયાએ માની આ દેશના રાષ્ટ્રપતિની વાત, બીજી વખત યુક્રેનના આટલા શહેરમાં સીઝફાયરની કરી જાહેરાત; જાણો વિગતે

March 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વિદેશમાં ફરવા જતા મુસાફરો માટે મોટા સમાચાર, આ રસી મેળવનારા લોકોને યુરોપીયન દેશોમાં પ્રવેશ મળશે નહીં ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 28, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક સમાચારના કારણે વિદેશ જવાની તૈયારી કરતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે.

એક અહેવાલ મુજબ કોવિશીલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીયન સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી આપશે નહીં. 

કારણ કે અનેક દેશોએ કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપી નથી. 

ઉલ્લેખનીય છે કે યુરોપીયન સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધી છે જે યુરોપીયન લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે.

સોનાની દાણચોરી : કેરેલાના આ એરપોર્ટ પર મિક્સરમાંથી પકડાયું શુદ્ધ સોનું, પરંતુ જે રીતે સોનુ સંતાડાયુ હતું તે જોવા જેવું છે. જુઓ ફોટા, જાણો વિગત.

June 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક