• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - expensive - Page 3
Tag:

expensive

મનોરંજન

પ્રિયંકા ચોપરા ની સગાઇ ની વીંટી છે બેશકિંમતી, આટલી કિંમત માં તો એક વૈભવી ઘર ખરીદી શકાય; જાણો તે વીંટી ની કિંમત વિશે

by Dr. Mayur Parikh November 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021

ગુરૂવાર

બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસની જીવનશૈલીથી આખી દુનિયા પ્રભાવિત છે. તે વિશ્વની સૌથી વધુ નેટવર્થ અભિનેત્રીની યાદીમાં સામેલ છે. તેના પતિ નિક જોનસ પોપ જગતના સુપરસ્ટાર અને હોલીવુડ અભિનેતા પણ છે. બંનેના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમજ, હવે પ્રિયંકાની સગાઈની વીંટીની કિંમત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આનું કારણ એન્ગેજમેન્ટ રિંગની ડિઝાઇન નથી, પરંતુ તેની કિંમત છે.

તે જાણીતું છે કે પ્રિયંકાની ફેશન સેન્સ તેને અન્ય સેલેબ્સથી અલગ પાડે છે.  હવે પ્રિયંકાની કિંમતી જ્વેલરી સમાચારોમાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેની કિંમત જાહેર કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણીની સૌથી કિંમતી જ્વેલરી કઈ  છે? ત્યારે તેણે હસીને જવાબ આપ્યો ‘કે જો હું મારી એન્ગેજમેન્ટ રિંગનું નામ નહીં લઉ તો મારા પતિ નિક જોનાસ મને મારી નાખશે’. તેણે કહ્યું કે ‘આ વીંટી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે, તેથી હું તેનું નામ લેવા માંગુ છું’.

પૂનમ પાંડેએ પતિ પર લગાવ્યો આ આરોપ, તેના પતિ ની થઇ ધરપકડ! અભિનેત્રીની ચાલી રહી છે હોસ્પિટલમાં સારવાર ; જાણો વિગત

આ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આ રિંગ વિશે વાત થઈ ત્યારે પ્રિયંકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે તેની સગાઈની વીંટીની કિંમત 2.1 કરોડ રૂપિયા છે. તમને યાદ અપાવી દઈએ કે પ્રિયંકાના લગ્ન વખતે પણ આ વીંટી ઘણી ચર્ચામાં રહી હતી. આ એક સુંદર કટીંગ હીરાની વીંટી છે. રિપોર્ટ્સ અનુસાર, નિક જોનસે આ વીંટી તેના મિત્રોની મદદથી લીધી હતી. નિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એકવાર પ્રિયંકાએ તેને કહ્યું હતું કે રિંગ ‘ટિફની’ હોવી જોઈએ. કારણ કે તેના પિતા સાથે તેનું ખાસ જોડાણ હતું. આથી નિકે તેના મિત્રોને ફોન કર્યો અને ટિફની સ્ટોર પર ગયો અને પ્રિયંકા માટે રિંગ પસંદ કરી.

November 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ઓહો! પૃથ્વી પર બનાવેલી આ વસ્તુ સહુથી મોંઘી છે; જે પૃથ્વીની બહાર છે; જાણો કઈ વસ્તુ છે

by Dr. Mayur Parikh November 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 નવેમ્બર, 2021

સોમવાર

 

પૃથ્વી પર બનેલી સૌથી મોંઘી વસ્તુ કઈ છે? સૌથી મોંઘી વસ્તુ બુર્જ ખલીફાની ઈમારત છે કે કિંમતી હીરા છે કે પછી કોઈ વેપારીનો બંગલો છે કે બીજું કંઈક? ધરતી પર બનાવેલી સૌથી મૂલ્યવાન વસ્તુ વાસ્તવમાં પૃથ્વીની બહાર છે. રિપોર્ટ અનુસાર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દુનિયામાં બનેલી સૌથી મોંઘી વસ્તુ છે. આ સ્પેસ સ્ટેશનની કિંમત એટલી વધારે છે કે કેલ્ક્યુલેટર પણ તેની ગણતરી કરી શકશે નહીં.

 

સીએનબીસીના એક રિપોર્ટ અનુસાર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશ્વમાં અત્યાર સુધી બનેલ સૌથી મોંઘી વસ્તુ છે. આ સ્પેસ સ્ટેશનની કિંમત $150 બિલિયન એટલે કે $15 હજાર કરોડ છે. જો તે રૂપિયામાં અંદાજવામાં આવે તો કેલ્ક્યુલેટર પણ તેની ગણતરી ન કરી શકે.

 

અહેવાલો અનુસાર નાસા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની જાળવણી માટે દર વર્ષે $400 મિલિયન ખર્ચ કરે છે. સ્પેસ સ્ટેશનની આખી સિસ્ટમ સેટ કરવી એટલી મુશ્કેલ હતી કે સ્પેસ સેન્ટરના નિર્માણમાં ઘણા દેશોએ ફાળો આપવો પડ્યો. આ સેન્ટર બનાવવા માટે અમેરિકા, રશિયા, યુરોપ, કેનેડા અને જાપાને ફંડ આપ્યું હતું. 

 

આ સ્પેસ સેન્ટર આટલું મોંઘુ કેમ છે?

 

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, સ્પેસ સ્ટેશનની લેબ અને અન્ય સુવિધાઓ એટલી આધુનિક છે કે તેને બનાવવામાં આટલા બધા પૈસા ખર્ચવામાં આવ્યા છે. નવેમ્બર 2000માં શરૂ થયેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિવિધ દેશોના અવકાશયાત્રીઓ રહે છે, જેઓ અવકાશમાં રહીને અન્ય ગ્રહો પર અભ્યાસ કરે છે.

 

November 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હાય રે મોંઘવારી: મુંબઈમાં શાકભાજી એટલી મોંઘી થઈ કે લોકોને કઠોળ ખાવાં પડે છે

by Dr. Mayur Parikh October 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

મંગળવાર

મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. એથી મધ્યમ વર્ગના લોકોના રસોડામાંથી શાકભાજી ગાયબ જ થઈ ગઈ છે અને કઠોળ ખાઈને ચલાવી રહ્યા છે. અકાળે વરસાદ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારી દિવાળી પહેલાં આકાશને આંબી ગઈ છે. ભાજીઓના દરમાં 10થી 12 ટકાનો વધારો થયો છે.

ફેસ્ટિવ મૂડમાં માર્કેટ!  દિવાળી પહેલા જ શેર બજારમાં દિવાળી, સેન્સેક્સ પ્રથમ વખત 62,000ને પાર તો નિફટી પણ ઐતિહાસિક સ્તરે 

કાંદાના ભાવ 60 રૂપિયા કિલો, ટમેટાં 50 રૂપિયા કિલો થઈ ગયાં છે. કોથમીરની એક ઝૂડી 80 રૂપિયામાં વેચાય છે. 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા વટાણા હાલમાં 200થી 240 રૂપિયા કિલોના ભાવે મળે છે. મરચાં, ગવાર, કોબી, ભીંડા, શિમલા મરચાંનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, તો ગાજર, ફ્લાવર, કારેલાંનો ભાવ 80 રૂપિયા થઈ ગયો છે.

October 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

૧લી એપ્રિલથી કાર અને બાઈક મોંઘા થશે. આ કંપનીઓએ ભાવ વધારાની ઘોષણા કરી…

by Dr. Mayur Parikh March 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 માર્ચ 2021

     એક તરફ કોરોના ને કારણે દેશમાં મંદી ચાલે છે ત્યારે બીજી તરફ automobile ક્ષેત્રમાં સતત તેજી આવી રહી છે. આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા અમુક મહિનાઓમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર નું મબલખ વેચાણ થયું છે. જેણે  આગળ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

   આ વેચાણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની સૌથી વધુ કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ત્રણથી પાંચ ટકા જેટલો પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. જાપાનની કંપની નિસાને પણ પોતાના કાર ની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી સસ્તી એસયુવી કંપની રેનોલ્ટ Kiger એ પણ ગાડી ની કિંમત વધારી દીધી છે. તો હીરો કંપનીએ પણ પોતાના બાઇકની કિંમત અઢી હજાર જેટલી વધારી દીધી છે.

   1 એપ્રિલ પછી જે કોઈપણ ગાડી કે બાઈક ખરીદવા જશે.તેને વધારા ની કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

March 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક