• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - fail
Tag:

fail

SpaceX Starship SpaceX Starship Launched On 9th Test Flight After Last Two Blew Up
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

SpaceX Starship :એલોન મસ્કના સપનાના હવામાં જ ઉડ્યા ચીથડા, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ થયું બ્લાસ્ટ; જુઓ વિડીયો..

by kalpana Verat May 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

SpaceX Starship :એલોન મસ્કની કંપની સ્પેસએક્સને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપનું નવમું પરીક્ષણ બુધવારે સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, લોન્ચ થયાના લગભગ 20 મિનિટ પછી તેમાં ખામી સર્જાઈ. તેનું એન્જિન ખરાબ થઈ ગયું અને ઈંધણ લીક થવા લાગ્યું, જેના પછી સ્ટારશીપનો ઉપરનો તબક્કો અનિયંત્રિત થઈ ગયો અને નાશ પામ્યો. 

 

Starship’s Raptor engines ignite during hot-staging separation. Super Heavy is boosting back towards its splashdown site and preparing for its high angle of attack entry pic.twitter.com/aQBwsvSrl0

— SpaceX (@SpaceX) May 27, 2025

મહત્વનું છે કે પહેલા પણ આવા બે પરીક્ષણો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. બંને વખત રોકેટ અગન ગોળામાં ફેરવાઈ ગયુ. આ પછી, બધાની નજર સ્પેસએક્સના આ નવા પ્રક્ષેપણ પર હતી. એવું માનવામાં આવતું હતું કે તેની સફળતા એલોન મસ્કના સ્વપ્નની પરિપૂર્ણતા જેવી હશે, પરંતુ આ વખતે પણ એલોન મસ્કનું ચંદ્ર અને મંગળ પર લોકોને મોકલવાનું સ્વપ્ન અધૂરું રહ્યું.

SpaceX Starship :બોકા ચિકા બીચથી લોન્ચ

સ્પેસએક્સે બુધવારે વહેલી સવારે દક્ષિણ ટેક્સાસમાં બોકા ચિકા બીચ નજીક કંપનીના સ્ટારબેઝ સેન્ટરથી તેની નવમી પરીક્ષણ ઉડાન માટે તેના સ્ટારશીપ સુપર હેવી રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું. આ બહુપ્રતિક્ષિત પ્રક્ષેપણ બુધવારે ભારતીય સમય મુજબ સવારે 5 વાગ્યે થયું. સ્ટારશીપ દ્વારા, એલોન મસ્ક ચંદ્ર અને મંગળ પર લોકોને વસાવવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમને ‘રોડ ટુ મેકિંગ લાઇફ મલ્ટિપ્લેનેટરી’ નામ આપવામાં આવ્યું છે. લોન્ચિંગ પહેલાં સોમવારે મસ્કે કહ્યું હતું કે સ્ટારશિપ 6 મહિનામાં મંગળ પર જઈ શકે છે, જ્યારે અગાઉ એવું માનવામાં આવતું હતું કે તેમાં 10 વર્ષ લાગશે.

SpaceX Starship :પૃથ્વી પર પાછા ફરતા પહેલા ક્રેશ થયું

આ મિશનને ‘સ્ટારશિપ ફ્લાઇટ 9’ નામ આપવામાં આવ્યું હતું. તેમાં સુપર હેવી બૂસ્ટર અને શિપ 35નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુપર હેવી બૂસ્ટર અગાઉ ફ્લાઇટ 7 માં ઉડાન ભરી ચૂક્યું છે અને આ તેની બીજી ફ્લાઇટ હતી. અગાઉની કેટલીક ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓને કારણે મિશન અસફળ રહ્યા હતા, આ વખતે ફ્લાઇટ સફળતાપૂર્વક ઘણા મહત્વપૂર્ણ તબક્કાઓ પાર કરી ગઈ. પરંતુ લોન્ચિંગ પછી તરત જ, સ્ટારશિપે નિયંત્રણ ગુમાવ્યું. આ કારણે, તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ ક્રેશ થઈ ગયું. સ્પેસએક્સે પુષ્ટિ આપી છે કે પૃથ્વી પર પાછા ફરતી વખતે સ્ટારશિપ રોકેટના  ટુકડા થઈ ગયા. તે હિંદ મહાસાગરમાં ઉતરવા માટે તૈયાર હતું.

આ સમાચાર પણ વાંચો : Emmanuel Macron News :ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને પત્ની બ્રિજિટે જાહેરમાં થપ્પડ મારી? કેમેરામાં કેદ થયું દ્રશ્ય, જુઓ વાયરલ વીડિયો..

SpaceX Starship :’ફ્લાઇટ ટેસ્ટ સફળ રહ્યો નહીં’

સ્ટારશિપ ક્રેશ પછી, સ્પેસએક્સે X પર પોસ્ટ કર્યું કે ‘રોકેટ ટેસ્ટ અપેક્ષા મુજબ સફળ રહ્યો નથી, સ્ટારશિપે ઝડપી અનશેડ્યુલ વિઘટનનો અનુભવ કર્યો. ટીમો ડેટાની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને અમારા આગામી ફ્લાઇટ પરીક્ષણ તરફ કામ કરશે. આવા પરીક્ષણ સાથે, આપણે જે શીખીએ છીએ તે સફળતા તરફ દોરી જાય છે અને આજનું પરીક્ષણ આપણને સ્ટારશિપની વિશ્વસનીયતા સુધારવામાં મદદ કરશે કારણ કે સ્પેસએક્સ જીવનને બહુગ્રહીય બનાવવાનો પ્રયાસ કરે છે.

SpaceX Starship :વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ

સ્ટારશિપ મેગારોકેટ વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી લોન્ચ વાહન છે, જે ક્રૂ અને કાર્ગોને પૃથ્વીની ભ્રમણકક્ષા, ચંદ્ર, મંગળ અને તેનાથી આગળ પરિવહન કરવા માટે રચાયેલ છે. તે એક સુપર હેવી બૂસ્ટર અને સ્ટારશિપ અવકાશયાનથી બનેલી ફરીથી વાપરી શકાય તેવી સિસ્ટમ છે. સ્ટારશિપ પૃથ્વી પર પોઇન્ટ-ટુ-પોઇન્ટ પરિવહન માટે પણ સક્ષમ છે. તેની સફળતાથી એક કલાક કે તેથી ઓછા સમયમાં વિશ્વના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવાનું શક્ય બનશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan recalls failing in bsc physics exam in college
મનોરંજન

Amitabh bachchan: B.Sc લઈને પસ્તાયા હતા અમિતાભ બચ્ચન, કોલેજ માં આ વિષય માં થયા હતા ફેલ, બિગ બી એ કેબીસી ના મંચ પર શેર કર્યો કિસ્સો

by Zalak Parikh October 6, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.આ શો વર્ષ 2000 થી પ્રસારિત થઈ રહ્યો છે અને અમિતાભે તેની 15 માંથી 14 સીઝન હોસ્ટ કરી છે. આ શોની ત્રીજી સીઝન શાહરૂખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ બિગ બીએ ફરીથી ગાદી સંભાળી અને તેઓઅત્યાર સુધી આ શોને હોસ્ટ કરી રહ્યા છે. આ શો દ્વારા અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરે છે. ફરી એકવાર તેમણે  શોમાં તેમણે તેમના કોલેજના શિક્ષણ સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા કહી છે જે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.

 

અમિતાભ બચ્ચને કેબીસી માં સંભળાવ્યો કિસ્સો 

શોના તાજેતર ના એપિસોડમાં સ્પર્ધક તરીકે ડૉ.આશિષ આવ્યા હતા. તેમની સાથે વાતચીતમાં અમિતાભ બચ્ચને તેમની કોલેજ લાઈફ સાથે જોડાયેલી મુશ્કેલીઓ જણાવી. જ્યારે ડો.આશિષ જણાવતા હતા કે આજના સમયમાં તેઓ બાળકોને શિક્ષિત કરવા, સમજવા માટે નવી સર્જનાત્મક રીતો લઈને આવ્યા છે. આ બધું સાંભળીને બિગ બીને તેમના કોલેજના દિવસો યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તેમને બીએસી કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. કોલેજમાં તેમને એવા વિષયો લીધા હતા જે તેમને બિલકુલ સમજાતા નહોતા. તેમણે લગભગ 3 વર્ષ સુધી વિષયો સહન કર્યા અને એક વખત ફેલ પણ થયા.પોતાની વ્યથા શેર કરતા અમિતાભ બચ્ચન કહે છે, “મેં મારા ગ્રેજ્યુએશનમાં B.Sc લીધું અને હું તેનાથી કંટાળી ગયો. મેં ખોટો વિષય લીધો અને 3 વર્ષ સુધી તેની સાથે સંઘર્ષ કરવો પડ્યો. પરીક્ષાના બે મહિના પહેલા વસ્તુ યાદ રાખવા અભ્યાસ કરતો અને પરીક્ષા આપતો. પ્રથમ વખત હું ભૌતિકશાસ્ત્રમાં ખરાબ રીતે નાપાસ થયો. પછી બીજા પ્રયાસમાં હું પાસ થવામાં સફળ થયો.”

આ  સમાચાર પણ વાંચો : Urfi javed: શું ઉર્ફી જાવેદે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ? સામે આવેલી તસવીરો એ ચાહકો ને કર્યા કન્ફ્યુઝ

અમિતાભ બચ્ચન ની કારકિર્દી  

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 1962માં B.Sc સાથે સ્નાતક થયા. તેમની કોલેજ પછી, અમિતાભે થોડા વર્ષો કોલકાતા નજીક એક ખાણકામ કંપનીમાં કામ કર્યું. તેઓ ટૂંક સમયમાં મુંબઈ આવી ગયા અને 1969 માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 54 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અમિતાભ બચ્ચને ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિતાભ બચ્ચને વર્ષોથી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર અમીટ છાપ છોડી છે.

October 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad : Tyre Killer Speed Bump Fail - Wrong Side Drivers Have No Fear
અમદાવાદ

Ahmedabad : અમદાવાદમાં લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો આ જુગાડ.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh August 5, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Ahmedabad: જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના માટે તમામ નિયમો નિષ્ફળ જાય છે. તેનું જીવંત ઉદાહરણ ગુજરાતમાં આ દિવસોમાં જોવા મળી રહ્યું છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં ખોટી દિશામાં મુસાફરી કરતા વાહન ચાલકોને અટકાવવા માટે ટાયર કિલર સ્પીડ બમ્પ લગાવવામાં આવ્યા છે. આ બમ્પ્સનું કાર્ય એ છે કે જો કોઈ વાહન વિરુદ્ધ દિશામાંથી તેમની ઉપર જાય છે, તો તે વાહનનું ટાયર ફાટી જાય છે. જો કે આ બમ્પનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે અને વાહવચાલકો રોંગ સાઈડમાંથી કોઈ રોકટોક વિના પસાર થતા જોવા મળી રહ્યા છે.

જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Hie Ahmedabad (@hieahmedabad)

ટાયર કિલર બમ્પ તેના કામમાં નિષ્ફળ

રોંગ સાઇડ ચાલકોને અટકાવવા માટે અમદાવાદના રસ્તાઓ પર ઘણી જગ્યાએ ટાયર કિલર સ્પીડ બમ્પ લગાવવામાં આવ્યા છે. આ બમ્પ્સનું કાર્ય એ છે કે જો રોંગ સાઈડથી આવતું વાહન તેમની ઉપરથી જાય તો તે વાહનનું ટાયર ફાડી નાખે છે, અથવા તેને નુકસાન પહોંચાડે છે. આ બમ્પ્સમાં પોઇન્ટેડ ભાગ હોય છે જે હંમેશા ઉપર તરફ હોય છે. જ્યારે વાહન યોગ્ય દિશામાંથી આવે છે, ત્યારે તે નીચે દબાઈ જાય છે અને જ્યારે વાહન નીકળી જાય છે, ત્યારે તે ફરી ઉપર આવી જાય છે. જોકે આ પછી પણ વાહનચાલકો ટાયર કિલર બમ્પ પરથી રોંગ સાઈડમાં વાહનો કૂદાવવાનું જારી રાખ્યું. એનું કારણ છે કિલર બમ્પ પર બે ખિલા વચ્ચેની મોટી જગ્યા. જેના કારણે ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું.

આ સમાચાર પણ વાંચો : British East India Company: એક સમયે આ કંપનીએ ભારત પર કર્યું હતું રાજ, આજે તેના માલિક એક ભારતીય, વાંચો રોચક ઇતિહાસ..

હાઈકોર્ટે આપી હતી ટાયર કિલર બમ્પની સલાહ

ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને ટાયર કિલર બમ્પ લગાવવાની સલાહ પણ આપી હતી. આ પછી અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોંગ સાઈડ પર વાહન ચલાવવા માટે કેટલો દંડ છે

મોટર વાહન અધિનિયમ 2019માં સુધારા પછી, જો કોઈ ટુ-વ્હીલર વાહન ચલાવતા વ્યક્તિ રોડની ખોટી બાજુએ ડ્રાઇવિંગ કરતા પકડાય તો તેને 3 મહિનાની જેલની સાથે 500 થી 1000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

August 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
manoj bajpayee reveals he purposely failed medical entrance exam
મનોરંજન

જાણો કેમ જાણીજોઈને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા મનોજ બાજપેયી?માતા વિશે કહી આ વાત

by Zalak Parikh May 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી આ દિવસોમાં આગામી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને લઈને ચર્ચામાં છે. અપૂર્વ સિંહ કાર્કી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 23 મે 2023ના રોજ OTT પ્લેટફોર્મ zee 5 પર રિલીઝ થશે. એક મીડિયા આઉટલેટ સાથેની વાતચીતમાં, અભિનેતાએ શેર કર્યું કે શા માટે તેણે તેની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં જાણી જોઈને ખોટા જવાબો આપ્યા. તેણે કહ્યું કે તે તેના માતા-પિતાને અભિનેતા બનવાના તેના સપના વિશે જણાવવામાં ડરતો હતો કારણ કે તેની માતા તેને થિયેટરમાં મૂવી જોવા જવા માટે મારતી હતી.

 

માતા ની આ વાત ને લઇ ને ડરતો હતો મનોજ બાજપેયી 

અભિનેતાએ કહ્યું કે એકવાર તેણે તેના પિતાને સિનેમા અને કલાકારો વિશેના તેમના વિચારો વિશે પૂછવાનો પ્રયાસ કર્યો. જો કે, તેના માતા-પિતા સાથેની ટૂંકી વાતચીત પછી, તેને સમજાયું કે તે અભિનેતા બનવાની તેની મહત્વાકાંક્ષાઓ વિશે તેમને કહી શકશે નહીં કારણ કે તેઓ કાં તો તેને નામંજૂર કરશે અથવા તેને ક્યારેય ગામ છોડવા દેશે નહીં.તેની માતાના ડર વિશે વાત કરતાં મનોજે જણાવ્યું કે જો તે ફિલ્મો જોવા જાય તો તેની માતા તેને કેવી રીતે મારતી હતી. તેણે યાદ કર્યું, “એકવાર હું ફિલ્મ જોવા ગયો હતો અને પાંચ દિવસમાં મારી પરીક્ષા હતી. મારા માતા-પિતા મને મળવા આવવાના હતા અને તેઓએ મને પૂછ્યું કે હું ક્યાંથી પાછો આવું છું. મેં કહ્યું ‘હું ફિલ્મ જોવા ગયો હતો’. મેં તેને કહ્યું કે હું આરામ કરવા ગયો હતો. હું મારી માતાથી ખૂબ જ ડરી ગયો હતો. મારા પિતા પણ તેનાથી ડરતાહતા, તેથી મને મારી માતાથી બચાવનાર કોઈ નહોતું.’

આ સમાચાર પણ વાંચો: જેનિફર, મોનીકા બાદ હવે ‘રીટા રિપોર્ટર’ એ સંભળાવી પોતાની આપવીતી, શો ના મેકર્સ વિશે કહી આ વાત

મનોજ બાજપેયી ને ડોક્ટર બનાવવા માંગતા હતા  પિતા 

મનોજ બાજપેયીના પિતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને. જોકે, બાજપેયી ને અભિનયમાં રસ હતો. એકવાર મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માં બાજપેયી એ જાણી જોઈને ખોટો જવાબ લખ્યો હતો. કારણ કે તેઓ ડરી ગયા હતા. જો હું આ પરીક્ષા પાસ કરીશ તો હું ડૉક્ટર બનીશ. તેથી, જે પ્રશ્નોના જવાબો હું જાણતો હતો તેના માટે હું મારો ચહેરો છુપાવતો અને કંઈપણ ચિહ્નિત કરતો. મેં આ એટલા માટે કર્યું જેથી હું સાચો જવાબ ન આપી શકું નહીં તો હું એક્ટર બનવા થી બહાર થઇ જઈશ.’ જણાવી દઈએ કે મનોજ બાજપેયી ની માતા ગીતા દેવીનું ગત વર્ષે ડિસેમ્બરમાં નિધન થયું હતું. 

May 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ઈતિહાસ રચવાથી ચૂકી ગયું ઈસરો : અંતિમ મિનિટોમાં મિશનને લાગ્યો ઝટકો, ક્રાયોજેનિક એન્જિને બગાડ્યો ખેલ 

by Dr. Mayur Parikh August 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

ગુરુવાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરો આજે એક નવો ઈતિહાસ રચવાથી ચૂકી ગયું છે. 

ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૃથ્વીનુ ઓબ્ઝર્વેશન કરનાર ઉપગ્રહ ‘EOS-03’ ને ગુરૂવારે સવારે લોંચ કરવામાં આવ્યુ.

જો કે લોન્ચના થોડીવાર પછી ISRO ચીફ સિવને કહ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલ તકનીકી ખરાબીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન પૂરું થઈ શક્યું નથી.

રિપોર્ટ મુજબ 2017 પછી ઈસરો દ્વારા આ પ્રથમ વખત મિશન નિષ્ફળ રહ્યું છે. અગાઉ ઈસરોના 14 વખત મિશન નિષ્ફળ રહ્યા છે.

ફેબ્રુઆરીમાં બ્રાઝીલના- અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એમેઝોનિયા-1 અને 18 અન્ય નાના સેટેલાઈટના પ્રક્ષેપણ પછી 2021માં ઈસરોનું આ બીજું પ્રક્ષેપણ હતું.

ઉલ્લેખનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું.

આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો

મહારાષ્ટ્રમાં શિક્ષણ ખાતાની જાહેરાતનો ફિયાસ્કો, આ પ્રધાને કહ્યું દીધું કે શાળાઓ ખૂલવાની નથી; જાણો વિગત 

August 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક