• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - farewell
Tag:

farewell

 Surat News Surat Tribal Father Bids Farewell To Daughter With 9 Roses In Umarpada
સુરત

 Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

by kalpana Verat May 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News : આદિવાસી સમાજ પુરાતનકાળથી પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. તેની સંસ્કૃતિ જ અલગ ભાત પાડે છે. આપણા દેશમાં અનેક પ્રકારના સમુદાયો વસે છે અને પોતપોતાના પ્રસંગો, વિવિધ રીતિ-રિવાજોથી જોડાયેલા છે. સૌ માટે લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે. તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે. દીકરીના પિતાએ દહેજને તિલાજંલિ આપતા નવ ગુલાબના ફૂલ સાથે દીકરીને વિદાય કરી અને વરપક્ષે પણ સહર્ષ સ્વકારી લીધી.

રાજ્યમાં જિલ્લા અને સમાજ અનુસાર અલગ-અલગ પ્રથાઓ છે. જેમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે ખારા જળમાં મીઠી વિરડી સમાન કેટલાક એવા પણ જાગૃત્ત લોકો હોય છે જે નવો ચીલો ચાતરે છે અને સમાજને દીવા દાંડી બતાવે છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઇ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   India Service Sector :સેવા ક્ષેત્રે ભારતની રફ્તાર, નાણાકીય વર્ષ 2025 માં ભારતની નિકાસ $825 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી

બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી (સોંપી) હતી. આદિવાસી સમાજમાં આ દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ઘણી વાર નવ આના કે ₹૯ લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર ૯ ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Mumbai's popular premier Padmini Kalipili bids farewell today..
મુંબઈ

Mumbai: મુંબઇની માનીતી પ્રિમિયર પદ્મિની કાલીપીલીને આજે આખરી વિદાય.. જાણો વિગતે…

by Hiral Meria October 29, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઇ ( Mumbai ) શહેરના રસ્તાઓની રાણી એટલે કે કાલીપીલી ટેક્સી ( Taxi )  તરીકે વિખ્યાત ટેક્સીઓમાં મોટાભાગે પ્રિમિયર પદ્મિની ( Premier Padmini ) કાર દોડતી હતી. ૨૦ વર્ષની આવરદાને ધ્યાને લેતાં મુંબઈ આરટીઓમાં ( Mumbai RTO )  નોંધાયેલી ટેક્સી તરીકેની આખરી પ્રિમિયર પદ્મિનીનો રવિવાર તા. ૨૯મી ઓક્ટોબરે છેલ્લો દિવસ હશે. આ સાથે મુંબઈના પ્રિમિયર પદ્મિની કાલીપીલી સાથેના એક રોમાન્સનો અંત ( Farewell ) આવશે.

મુંબઈમાં કાલીપીલી ટેક્સી ( kaali peeli taxi ) તરીકે છેલ્લી પ્રિમિયર પદ્મિની ૨૯ ઓક્ટોબર, ૨૦૦૩ના નોંધાઈ હતી. MH૦૧ JA ૨૫૨૫૬ નંબરની આ ટેક્સી આગામી સોમવારથી દોડાવી શકાશે નહીં.

મુંબઇના જાહેર જીવનમાંથી જુના ડબલડેકર બાદ હવે કાલીપીલી પણ વિદાઇ થઇ રહી છે તે સાથે જાહેર પરિવહનના ઇતિહાસનો એક યુગ સમાપ્ત થઇ રહ્યો છે. મુંબઇ ટાપુ વિસ્તાર જેના કાર્યક્ષેત્રમાં આવે છે તે તારદેવ આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇમાં હવે સત્તાવાર રીતે પ્રિમિયર પદ્મિની ટેક્સી સોમવારથી રસ્તા પર જોવા નહીં મળે. છેલ્લી પ્રિમિયર પદ્મિની ટેક્સી પ્રભાદેવીના રહીશ અબ્દુલ કરીમ કાર્સેકરના નામે નોંધાયેલી છે. ૧૯૮૮થી ટેક્સી ચલાવતાં અબ્દુલ કરીમ પાસે એક સમયે સાત પ્રિમિયર પદ્મિની ટેક્સીઓ હતી. કાર્સેકરે જણાવ્યું હતું કે સરકાર પરવાનગી આપે તો હું આ ટેક્સીને મારા ખર્ચે જાળવી રાખવા માંગું છું.

 પ્રિમિયર પદ્મિનીનો પ્રવાસ ૧૯૬૪માં શરુ થયો હતો….

થોડા વર્ષ અગાઉ મુંબઇ ટેક્સીમેન્સ યુનિયન દ્વારા સરકાર સમક્ષ એક કાલીપીલી ટેક્સીને જાળવી રાખવા માટે અરજ કરાઇ હતી. પણ તેમની કોઇ વાત સરકારે કાને ધરી નહોતી. હવે વયના ૮૦મા દાયકામાં પહોંચેલા યુનિયનના જનરલ સેક્રેટરી, એએલ ક્વાડ્રોસે જણાવ્યું હતું કે ટેક્સી તરીકે પ્રિમિયર પદ્મિનીનો પ્રવાસ ૧૯૬૪માં શરુ થયો હતો. પ્રથમ મોડેલ ફિયાટ-૧૧૦૦ હતું જેમાં ૧૨૦૦ સીસીનું એન્જિન અને સ્ટિયરિંગ વ્હીલ સાથે ગિયર બદલવાની સુવિધા અપાઇ હતી. અગાઉની મોટી ટેક્સીઓ પ્લીમાઉથ, લેન્ડ માસ્ટર અને ડોઝની સરખામણીમાં ફિયાટ ૧૧૦૦ કદમાં નાની હતી.

આ સમાચાર પણ વાંચો :  Prime Minister : પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતી પર શુભેચ્છા પાઠવી

૧૦૭૦ના દાયકામાં આ મોડેલને પ્રિમિયર પ્રેસિડેન્ટ તરીકે રીબ્રાન્ડ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ભારતની વિખ્યાત રાણી પદ્મિનીના નામ પરથી પ્રિમિયર પદ્મિની નામ આપવામાં આવ્યું હતું જે તેના અંત સુધી જળવાઇ રહ્યું. પ્રિમિયર ઓટોમોબાઇલ લિમિટેડ-પીએએલ-દ્વારા આ કારનું ઉત્પાદન ૨૦૦૧માં બંધ કરવામાં આવ્યું હતું. પણ સ્પેર પાર્ટસના અભાવે અથવા અન્ય કારણસર સો સવાસો જેટલી પ્રિમિયર પદ્મિની ટેક્સી રજિસ્ટર્ડ થઇ શકી નહોતી. આખરે બે વર્ષ બાદ કાર ડિલર્સે તેમની નોંધણી કરાવી આપી હતી. એમ આ છેલ્લી નોંધાયેલી ટેક્સી હવે ભંગારમાં જશે.

કાલીપીલી જેવી જ દંતકથા ગણાતાં ટેક્સી યુનિયનના નેતા એંસી વર્ષના ક્વાડ્રોસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ૨૦૦૮માં કારની આવરદા પચ્ચીસ વર્ષ નક્કી કરી તે સાથે જ નેવુંના દાયકામાં મોટાભાગની પ્રિમિયર પદ્મિની કારો ગાયબ થઇ ગઇ હતી. એ પછી સરકારે ૨૦૧૩માં ટેક્સીની વય ઘટાડી વીસ વર્ષ કરી તે સાથે કાલીપીલીનો મૃત્યુઘંટ વાગી ગયો હતો. એ પછી મારૃતિ સુઝુકી અને હ્યુન્ડાઇ કારોનો ટેક્સી તરીકે ઉપયોગ વધવા માંડયો હતો.

એક જમાનાના સ્વાતંત્ર્યવીર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી જેમના નામે વીબી ગાંધી માર્ગ પણ છે તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૃને ભલામણ કરી હતી કે મુંબઇની ટેક્સીનો રંગ ઉપરના હિસ્સામાં પીળો અને નીચેના હિસ્સામાં કાળો રાખો. આ સૂચન કરવા પાછળ તર્ક એ હતો કે ઉપલો હિસ્સો પીળો હોય તો દૂરથી તેને ઓળખી શકાય અને નીચેનો હિસ્સો કાળો હોય તો તેના પર કાદવના ડાઘ દેખાય નહીં. બાદમાં સાંસદ બનેલા ગાંધીએ આમ ફોઇ બની મુંબઇગરાંની લાડકી ટેક્સીનું નામ કાલીપીલી પાડી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી

October 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Local Train: Passengers Memorable Farewell Mumbai Local Train Driver Danced On Platform Video Viral
મુંબઈ

Mumbai Local Train : મુસાફરોએ મુંબઈ લોકલ ટ્રેનના ડ્રાઈવરને આપી યાદગાર વિદાય, પ્લેટફોર્મ પર જ કર્યો ડાન્સ – જુઓ વીડિયો..

by Hiral Meria September 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

વર્ષો સુધી કામ કર્યા પછી, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની વિદાય ( Farewell  ) યાદગાર બને. સાથીઓ પોતાની તરફથી તેને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે અને કેટલાક માટે પ્રોટોકોલ પણ હોય છે, પરંતુ મુસાફરોએ મુંબઈની લોકલ ટ્રેનના ( Mumbai Local Train ) મોટરમેનને ( Local Train Driver ) જબરદસ્ત અને યાદગાર વિદાય આપી હતી, જેનો વીડિયો ( Viral video) પણ સામે આવ્યો છે.

જુઓ વિડીયો

A celebration last week when a motorman drived the local train for the last time on his retirement day.
After putting in many years of service that to without a snag is quite a big achievement.@AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/It9wpWmMNI

— Mumbai Railway Users (@mumbairailusers) September 3, 2023

વીડિયો થયો વાયરલ

આ વીડિયો મુંબઈ CSTM છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પર જ ગીત વાગી રહ્યું છે અને મુસાફરો ( Passengers  ) ડાન્સ ( Danced  ) કરી રહ્યા છે. માળા પહેરેલી વ્યક્તિ નજીકમાં ઉભેલી જોવા મળે છે. તેઓ મુંબઈ લોકલ ટ્રેનના મોટરમેન હતા, જેમના વિદાય સમારંભમાં સામાન્ય મુસાફરો પણ હાજર હતા.

મુસાફરો ડાન્સ કરતા જોવા મળ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે એક લોકલ ટ્રેન પાછળ ઉભી જોવા મળી રહી છે અને લોકો પ્લેટફોર્મ પર મ્યુઝિક સાથે ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો @mumbairailusers નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ‘ગયા અઠવાડિયે એક ઉજવણી કરવામાં આવી હતી જ્યારે એક મોટરમેને તેના વિદાયના દિવસે છેલ્લી વખત લોકલ ટ્રેન ચલાવી હતી. ઘણા વર્ષોની સેવા પછી, કોઈપણ અવરોધ વિના આ કરવું એ એક મહાન સિદ્ધિ છે.’

આ સમાચાર પણ વાંચો : G20 Summit: G20 સમિટ દેશના વેપારમાં મોટી વૃદ્ધિ તરફ દોરી જશે તેવી અપેક્ષા

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ

પ્રવેશ પરમારે લખ્યું, ‘આવા મુંબઈકરના ખેવૈયાનું સન્માન થવું જોઈએ. અભિનંદન.’ @canewsbetaએ લખ્યું, ‘આ ખરેખર એક પ્રશંસનીય સિદ્ધિ છે, તેઓ હજી પણ વધુ સન્માનના હકદાર છે.’ અન્ય એકે લખ્યું, ‘અહીં ડાન્સ કરતા મોટાભાગના લોકો તેમની ટ્રેનની રાહ જોતા હોય છે પરંતુ તેમ છતાં આ ફંક્શનમાં હાજરી આપી હતી. તેઓ માત્ર ડાન્સ કરવાની તક ઈચ્છે છે.

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dogs Given Retirement: 10 sniffer dogs honored grand stage how MP police bid farewell dogs retirement ceremony
રાજ્ય

Dogs Given Retirement: અનોખું સન્માન, 10 સ્નિફર ડોગ્સને સલામ!, નિવૃત્તિ સમારોહમાં MP પોલીસે આ રીતે આપી વિદાય, જુઓ વિડિયો

by Dr. Mayur Parikh July 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Dogs Given Retirement: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે મધ્ય પ્રદેશ પોલીસે (Madhya pradesh police) એક નિવૃત્તિ સમારોહનું આયોજન કર્યું છે, જેમાં કુલ 10 સ્નિફર ડોગ્સ (Sniffer Dog)નું સન્માન કરવામાં આવ્યું છે.

સમારોહ દરમિયાન આ શ્વાનને તેમની અમૂલ્ય અને અતુલ્ય સેવા બદલ ભવ્ય વિદાય (Retirement ceremony) આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે પણ વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 હજાર વખત જોવામાં આવ્યો છે અને તેને 400થી વધુ લાઈક્સ પણ મળ્યા છે.

જુઓ વિડીયો

कभी देखी है ऐसी विदाई @MPPoliceDeptt के डॉग्स की, हत्या लूट के मामले की तफ़तीश कर पुलिस की नौकरी के बाद सेवानिवृत्त हुये दस डॉग्स को मध्य प्रदेश पुलिस से इस शान से विदाई दी गई, @DGP_MP @drnarottammisra pic.twitter.com/PtP09ypHSB

— Brajesh Rajput (@brajeshabpnews) July 9, 2023

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસે (Madhya Pradesh Police) એક પછી એક 10 સ્નિફર ડોગ્સને વિદાય આપી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શ્વાનને સ્ટેજ પર બોલાવીને તેમને હાર પહેરાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  British airlines In Pakistan: પાકિસ્તાનની કંગાલીનો શિકાર બની આ બ્રિટિશ એરલાઇન! પાકમાં તેની સેવાઓ બંધ કરવા થઈ મજબૂર..

હાર પહેરાવવામાં આવ્યો

વીડિયોમાં દરેક ડોગ પોલીસકર્મીની સાથે જોવા મળે છે અને સ્ટેજ પર અધિકારીઓ દ્વારા હાર પહેરાવવામાં આવે છે. આ સમારોહમાં ઘણા વધુ પોલીસકર્મીઓ પણ ભાગ લેતા જોવા મળ્યા હતા.

યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી

આ વીડિયો જોઈને ઘણા યુઝર્સે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે “તે આ સન્માનને પાત્ર છે. તેણે આ કમાવ્યું છે.” અન્ય એક યુઝરે લખ્યું કે “બધાને અભિનંદન અને શુભેચ્છાઓ.”

July 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જેમ્સ બૉન્ડના રોલને અલવિદા કહેતાં ભાવુક થયા ડેનિયલ ક્રેગ; જુઓ વિડીયો

by Dr. Mayur Parikh September 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હૉલિવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ જેમ્સ બૉન્ડ સિરીઝની આગામી ફિલ્મ ‛નો ટાઇમ ટુ ડાઇ’ના છેલ્લા સીનનું શૂટિંગ કર્યા પછી ભાવુક થઈ ગયા. ખરેખર, તે છેલ્લી વખત જેમ્સ બૉન્ડના રોલમાં જોવા મળશે. 

મીડિયા રિપૉર્ટ્સ અનુસાર ડેનિયલ ક્રેગ પર બનેલી એક ડૉક્યુમેન્ટ્રીમાં તેમની છેલ્લી ફિલ્મના છેલ્લા સીનનું શૂટિંગ કરતો બતાવવામાં આવ્યો છે. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અભિનેતાએ હૃદયસ્પર્શી ભાષણ આપ્યું. તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ ભાવુક થઈ ગયા અને એકબીજાને ગળે લગાવવા લાગ્યા.

ચાલાક ડ્રેગન ચીનને વધુ એક ઝટકો! એમેઝોને આટલી બધી ચાઈનિઝ બ્રાન્ડ્સ પર કાયમ માટે મૂક્યો પ્રતિબંધ; જાણો વિગતે 

અભિનેતાએ ભાવુક થઈને કહ્યું, 'અહીં હાજર ઘણા લોકોએ મારી સાથે પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. હું જાણું છું કે આ ફિલ્મો વિશે હું જે વિચારું છું, તેના વિશે ઘણું કહેવામાં આવી ગયું છે, પરંતુ મને આ ફિલ્મોની દરેક પળ પસંદ આવી છે. કારણ કે મને રોજ સવારે તમારી સાથે કામ કરવાની તક મળી. તે મારા જીવનનો સૌથી મોટો ઍવૉર્ડ રહ્યો છે.

એક વાત જણાવી દઈએ કે ‛નો ટાઇમ ટુ ડાઇ’ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર 28 સપ્ટેમ્બરે લંડનના રૉયલ આલ્બર્ટ હૉલમાં થશે. તે યુકે અને આયર્લેન્ડમાં 30 સપ્ટેમ્બરે યુનિવર્સલ પિક્ચર્સ ઇન્ટરનૅશનલ દ્વારા રિલીઝ થશે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 1487.05 કરોડ રૂપિયા ( 200 મિલિયન ડૉલર) ખર્ચવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે તેઓ અત્યાર સુધી 'કેસિનો રૉયલ', 'ક્વોન્ટમ ઑફ સોલેસ', 'સ્કાયફૉલ' અને 'સ્પેક્ટર'માં જોવા મળ્યા છે. હવે ડેનિયલ છેલ્લે 'નો ટાઇમ ટુ ડાઇ'માં જોવા મળશે. જોકે જેની રિલીઝ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે, પણ દર્શકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં નાગરિકો દ્વારા લૉકડાઉન સામે આકરો વિરોધ; જાણો વિગત

 

Daniel Craig’s farewell speech after wrapping #NoTimeToDie

End of an era

September 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

‘આરંભ હૈ પ્રચંડ’ બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. આ માત્ર મારા આંદોલનની શરૂઆત છે. પોતાના છેલ્લા ભાષણ માં શું બોલ્યા તે જાણો અહીં…

by Dr. Mayur Parikh January 20, 2021
written by Dr. Mayur Parikh
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કાર્યકાળના છેલ્લા દિવસે કહ્યું કે આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની શરૂઆત છે.
  • ટ્રમ્પે આગામી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ને શુભેચ્છાઓ પાઠવી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમગ્ર ભાષણમાં બાઇડેનનું નામ ન લીધું.
  • ટ્રમ્પના અનેક સમર્થકોનું માનવું છે કે ચૂંટણી તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.

January 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક