ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં નદીઓનું જળ સ્તર વધી ગયુ છે.
મળતી વિગત મુજબ ગંગા અને અન્ય નદીઓ ખતરાના નિશાન પર પહોંચવાથી પ્રશાસને એલર્ટ જાહેર કર્યુ છે.
પિથોરાગઢથી લઇને હરિદ્વાર સુધીના તટીય ક્ષેત્રના લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ચમોલી જિલ્લામાં વરસાદને પગલે કાટમાળને કારણે અનેક સ્થળોએ હાઇવે બંધ થઈ ગયા છે.
પશ્ચિમ ચંપારણ, સીવાન, આરણ, પૂર્વી ચંપારણ અને ગોપાલ ગંજમાં વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં રોકાઇ રોકાઇને વરસાદ થતો રહેશે.







