• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - foundation
Tag:

foundation

National Cooperative University : Amit Shah lay foundation for India’s first national cooperative university in Gujarat
રાજ્ય

National Cooperative University : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ

by kalpana Verat July 5, 2025
written by kalpana Verat

National Cooperative University :

News Continuous Bureau | Mumbai

૦ સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે

૦ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું

૦ સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે

૦ સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરી મળશેઃ સગાવાદના આક્ષેપો દૂર થશે

૦ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવાનું પ્રેરક સૂચન કરતાં શ્રી અમિત શાહ
——–

– મુખ્યમંત્રી શ્રી –

0 ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીથી સમગ્ર દેશમાં નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે

0 સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના સહકાર મોડલને સશક્ત રીતે રજૂ કરવાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અપનાવ્યો છે

0 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકાર ક્ષેત્રને વિકાસની મુખ્યધારામાં લાવ્યું છે
—–

કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરલીધર મોહોલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના ૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક, લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે.

દેશમાં ૪૦ લાખ કર્મચારીઓ અને ૮૦ લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેમાં ૩૦ કરોડ લોકો, એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ, આ ચળવળનો ભાગ છે. જોકે, સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો, જે આ યુનિવર્સિટી દૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, પરંતુ ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે તેમ કહેતા શ્રી શાહે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે. આવું થવાથી સહકારી સંસ્થામાં ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે અને પારદર્શિતા વધશે. આ યુનિવર્સિટી ટેકનિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Samras Panchayat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી

ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ શ્રી ત્રિભુવનદાસ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી. જે આજે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી રૂ. ૮૦ હજાર કરોડનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન્સ ડેરી દ્વારા થતાં અન્યાય સામેની લડત હતી.

આ યુનિવર્સિટી સહકારી પ્રવૃત્તિને ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બનાવશે. તે નવીનતા, સંશોધન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપશે, અને બે લાખ નવી સહકારી મંડળો બનાવવા સહિતની યોજનાઓને જમીન પર ઉતારશે. તેમણે દેશભરના સહકારી નિષ્ણાતોને આ યુનિવર્સિટી સાથે જોડાઈને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ સર્વસમાવેશ પગલાં માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીને ત્રિભુવનદાસ પટેલના નામ આપવાનું યથાર્થ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય પક્ષાપક્ષીથી પર ઉપર જઇને સહકારી પ્રવૃત્તિમાં તેમના યોગદાનને ધ્યાને રાખીને આ નામાભિધાન કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિભૂવનદાસ પટેલ જ્યારે અમૂલમાંથી નિવૃત્ત થયા ત્યારે ૬ લાખ મહિલાઓએ એક-એક રૂપિયો એકત્ર કરી રૂ. ૬ લાખની ભેટ આપી, તે ભેટને પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયનને તેમણે જ વિદેશમાં વધુ અભ્યાસ માટે મોકલ્યા હતા. ડો. કુરિયનનું પણ યોગદાન મહત્વનું છે.

શ્રી અમિત શાહ, શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એનસીઇઆરટીના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ મોડ્યુઅલની જેમ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા શ્રી શાહે પ્રેરક સૂચન કર્યું હતું.

:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આજનો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના પાવન અવસરે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના નિર્માણ માટેના ખાતમુહૂર્તનો ઐતિહાસિક પ્રસંગ આણંદની ધરતી પર ઉજવાયો છે. જે ભારતના સહકારી ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ રૂપ છે. આ યુનિવર્સિટી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સહકાર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે. આ ઉત્કૃષ્ટ પહેલથી સહકારી ક્ષેત્રને શૈક્ષણિક, સંશોધન અને નીતિ નિર્માણના સ્તરે મજબૂત પાયાઓ મળશે, જે નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે.

આ યુનિવર્સિટીનો આરંભ એ સહકાર ક્ષેત્રના પ્રેરણાસ્ત્રોત ત્રિભુવનદાસ પટેલને શ્રદ્ધાંજલિ સમાન છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલએ 1946 માં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને સંગઠિત કરીને સહકારી ચળવળની નવી દિશા આપી હતી. તેમના દ્રષ્ટિકોણમાંથી ઉદભવેલી આ ચળવળ આજે વૈશ્વિક ઉપક્રમ તરીકે વિકસતી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ભૂમિપૂજન સાથે દેશના સહકારી ઈતિહાસને જીવંત રાખતી નવી પેઢી તૈયાર થવા જઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના સહકાર મોડલને સશક્ત રીતે રજૂ કરવાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અપનાવ્યો છે. તેમનું નેતૃત્વ સહકાર ક્ષેત્રે કેવળ નીતિ ઘડતર પૂરતું નહીં પરંતુ, તેના અમલીકરણ માટે પણ મજબૂત પગલાંઓ લેતું રહ્યું છે. ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે, તેમણે સહકાર ક્ષેત્રને વિકાસની મુખ્યધારા બનાવી દીધું છે.

માત્ર ચાર મહિનાની રેકોર્ડ ગતિએ યુનિવર્સિટી ભવનના ખાતમુહૂર્ત સુધી પહોંચવું એ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, તેમ કહેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાત સરકારે આ યુનિવર્સિટી માટે ૧૨૫ એકર જમીન ફાળવી છે અને એન.ડી.ડી.બી. જેવી સહકારી સંસ્થાઓના ટેકનિકલ સહયોગથી આ યોજના વધુ વ્યાપક બનશે. ભવિષ્યમાં અહીંથી તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર થશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે સહકારી અભ્યાસ, સંશોધન અને નવીનતાઓ માટે કેન્દ્રસ્થાન બનશે. નવી પેઢીને ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ઈકોનોમી અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રે સહકાર માળખાને અનુકૂળ બનાવવા માટેનું કૌશલ્ય પણ અહીં વિકસાવવામાં આવશે. ભારતને વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવાના અભિયાનમાં આ યુનિવર્સિટી ચાલક બળ બનશે, તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં, પણ સહકાર સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બનશે. “વિરાસત ભી, વિકાસ ભી” ના વડાપ્રધાનશ્રીના મંત્રને આ યુનિવર્સિટી સાકાર કરી દેશના સહકારી મૂલ્યોને વૈશ્વિક વ્યાપ આપશે.

સહકારી ક્ષેત્ર અન્ય દેશો માટે આર્થિક પ્રવૃત્તિ હશે પણ, સહકારી પ્રવૃત્તિ આપણી પરંપરાનું જીવન દર્શન છે. એકમેકના સહકારથી આગળ વધવાની આપણી પ્રકૃત્તિ છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત એ માત્ર નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના પાયાનું સ્થાપન જ નથી પરંતુ સમગ્ર દેશના સહકાર પ્રવૃત્તિ ક્ષેત્રને નવી દૃષ્ટિ સાથે નવા સંકલ્પ, નવી દિશા આપવાનું મહત્વનું માધ્યમ બનશે, તેમ મુખ્યમંત્રી શ્રી પટેલએ જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરલીધર મોહોલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી, રાજયના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, આણંદના સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, નડિયાદના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ, એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ સહિત એન.ડી.ડી.બી. અને ઈરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Para High-Performance Center Amit Shah lays foundation stone of Rs 316.82 crore Para High-Performance Center in Gandhinagar
રાજ્ય

Para High-Performance Center : દિવ્યાંગ ખેલાડીઓ માટે ગુજરાતમાં કાર્યરત થશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર”

by kalpana Verat March 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Para High-Performance Center : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ :

• દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
• ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું
• દરેક ક્ષેત્રે ભારતના દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ
• વડાપ્રધાનશ્રીના “સ્પોર્ટ્સ ફોર ઓલ”ના મંત્રને સાકાર કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા
• અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતો રમાડવી એ જ ભારતનો સંકલ્પ

  • ગુજરાતના પેરા એથલિટ્સ વર્લ્ડ ક્લાસ ઈન્ફરાસ્ટ્રક્ચર સાથે યોગ્ય તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી નેમ આ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાકાર કરશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
  • ગાંધીનગરમાં રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર”નું કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું
    ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે MoU સંપન્ન
  • ગાંધીનગર ખાતે રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર”નું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમારોહમાં પધારેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર” ગુજરાતમાં કાર્યરત થશે. ગુજરાતના પેરા એથ્લિટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં દિવ્યાંગજનો માટે લોકો તિરસ્કૃત શબ્દો વપરાતા હતા, જેનાથી તેમનામાં લઘુતાગ્રંથિનું નિર્માણ થતું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપીને દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે. એ જ આત્મવિશ્વાસ થકી આજે દરેક ક્ષેત્રે દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભારતમાં નોંધાય છે.

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર’નું ઇ-ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે, ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન… pic.twitter.com/M1YIt3BquC

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 9, 2025

તેમણે ઉમેર્યું હતું કે, ભગવાને જ્યારે કોઇ માણસને કોઈ ઉણપ આપી હોય, ત્યારે તેની સામે ઈશ્વરે તેને વધુ એક દિવ્ય શક્તિ પણ આપી હોય છે. એટલા માટે જ, વડાપ્રધાનશ્રીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપ્યો છે. આ દિવ્યાંગ ખેલાડીઓની પ્રેક્ટીસ-ટ્રેઈનીંગને વધુ કાર્યક્ષમ બનાવવામાં આ પરફોર્મન્સ સેન્ટર ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ કહી કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સેન્ટરમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્પોર્ટ્સ ફોર ઓલ”ના મંત્રને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રમત-ગમત ક્ષેત્ર માટે અનેક નવી પહેલ કરી છે. જેના પરિણામે આજે ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૦૨માં ગુજરાતનું રમત-ગમત માટેનું બજેટ માત્ર રૂ. ૨ કરોડ હતું, જે આજે વધીને રૂ. ૩૫૨ કરોડ જેટલું થયું છે. આ બજેટ જ રમત-ગમત માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : Khelo India Para Games 2025 : ડૉ. મનસુખ માંડવિયાએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની કરી જાહેરાત, 1230 પેરા એથ્લેટ્સ છ શાખાઓમાં લેશે ભાગ

આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલા – સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં ૧૦ મોટા સ્ટેડીયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ૧૦ સંકુલોમાં જ વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકની રમતો રમાડવા માટે ભારતે સંકલ્પ કર્યો છે. આ આયોજનની તૈયારીઓ પણ ગુજરાતે અત્યારથી જ શરુ કરી છે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકારે દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેની ફલશ્રુતિરૂપે આજે દેશના પેરા એથ્લિટ્સ પેરા ઓલિમ્પિકમાં મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આ સંદર્ભે તેમણે ગુજરાતની પેરા ટેબલ ટેનીસ ખેલાડી શ્રી ભાવિના પટેલનું ઉદાહરણ આપીને આગામી સમયમાં પેરા ખેલાડીઓ વધુમાં વધુ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસનો એક પણ આયામ છોડવામાં આવ્યો નથી. પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, સૌથી વધુ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ત્રીજો ક્રમ અને કૃષિ વિકાસના નવા દ્વાર જેવા અનેક ક્ષેત્રે આજે દેશ મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યો છે. દેશના વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ ડિજિટલાઈઝેશન પર વિશેષ ભાર મૂક્યો છે. નાગરિકોને સરકારી સેવાઓ ઓનલાઈન અને ઘર આંગણે જ મળી રહે તે માટે પણ ભારત અને ગુજરાત સરકારે વિવિધ પહેલો કરી છે.

આજે ગુજરાત સરકારે ભારત સરકારના કોમન સર્વિસ સેન્ટર સાથે સમજૂતી કરાર સંપન્ન કર્યા છે. જેના પરિણામે હવે ભારત અને ગુજરાત સરકારની લગભગ ૩૦૦ જેટલી સેવાઓ નાગરિકોને માત્ર જૂજ અંતરે ઘરની નજીકમાં જ મળી રહેશે, તેમ જાણવી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશમાં આવેલા ડિજિટલ રીવોલ્યુશનની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના પેરા એથલિટ્સ વર્લ્ડ ક્લાસ ઈન્ફરાસ્ટ્રક્ચર સાથે યોગ્ય તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી નેમ આ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાકાર કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં નવા ભારત-વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ મોટા બદલાવો આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેલકૂદ-રમતગમતને અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના અભિગમને કારણે વૈશ્વિક રમતોમાં ભારતના ખેલાડીઓના કૌવત અને કૌશલ્ય ઝળક્યા છે. એટલું જ નહીં, દિવ્યાંગ ખેલાડીઓ પણ પ્રતિષ્ઠાના પરચમ લહેરાવતા થયા છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગૃહ મંત્રીશ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે, તેની પણ ભૂમિકા આપી હતી. nતેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે નારણપુરા ખાતે 22 એકરમાં મલ્ટી યુટીલીટી સ્પોર્ટસ સેન્ટર, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જેવી ઉચ્ચતમ સુવિધાઓથી દિવ્યાંગ ખેલાડીઓ સહિત રમતવીરોનું કન્ડિશનિંગ અને ઉચ્ચ ટ્રેનિંગ સરકાર પૂરી પાડે છે.  શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી અને ગૃહ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં દેશ હવે ઓલિમ્પિક્સ રમતો માટે સજ્જ થઈ રહ્યો છે. ગુજરાતના ખેલાડીઓને આવી વિશ્વ સ્પર્ધાઓમાં ઉજ્જવળ પ્રદાન માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ પેરા ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ મેળવતા થયા છે, તેની પણ વિગતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 316 કરોડના ખર્ચે નિર્માણ થનારું આ સેન્ટર આવનારા દિવસોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પર્દાપણનું કેન્દ્ર બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓના સપનાઓને આકાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર હાઈ-ટેક “પેરા હાઇ પરફોર્મન્સ સેન્ટર” તૈયાર થવા જી રહ્યું છે. દિવ્યાંગ ખેલાડીઓના પરફોર્મન્સના ગ્રાફને વધુ ઉંચો લઇ જવા માટે તેમની કોચિંગમાં મેડિકલ સાયન્સ અને AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત આ સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  : Para Athletics: 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઈ

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દિવ્યાંગ ખેલાડીઓને મહત્તમ સુવિધાઓ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર એ ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓએ જોયેલા સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે આ સેન્ટર આગામી બે વર્ષમાં કાર્યરત થશે, તેમ કહી મંત્રીશ્રીએ સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી જે. એસ. પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાગળે ઉપરાંત મોટી સંખ્યામાં ખેલાડીઓ આ ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi To Lay Foundation Stones Of 3 Semiconductor Facilities Today
દેશ

Semiconductor Mission : PM મોદી આજે આ ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કરશે, સાથે ‘આ’ કાર્યકમમાં થશે સહભાગી…

by kalpana Verat March 13, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai  

Semiconductor Mission : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’માં સહભાગી થશે અને 13 માર્ચ, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશનાં યુવાનોને સંબોધન પણ કરશે.

આ ત્રણ જગ્યાએ સુવિધા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા માટે શિલારોપણ 

સેમીકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે ભારત ( India ) ને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું પ્રધાનમંત્રીનું વિઝન રહ્યું છે, જે દેશનાં યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરશે. આ વિઝનને અનુરૂપ ગુજરાતનાં ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (ડીએસઆઇઆર)માં, આસામના મોરીગાંવ ખાતે સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધાનું આઉટસોર્સિંગ; અને સાણંદ, ગુજરાત ખાતે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા માટે શિલારોપણ કરવામાં આવી રહ્યું છે.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર)માં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ટીઇપીએલ) દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સની સ્થાપના માટે મોડિફાઇડ સ્કીમ હેઠળ કરવામાં આવશે. કુલ રૂ. 91,000 કરોડથી વધુના રોકાણ સાથે, આ દેશનો પ્રથમ કોમર્શિયલ સેમીકન્ડક્ટર ફેબ હશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat : PM મોદીએ પોતાની જમીનનું કર્યું દાન, અહીં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર..

મોડિફાઇડ સ્કીમ ફોર સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ એન્ડ પેકેજિંગ

આસામ ( Assam ) ના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ટીઇપીએલ) દ્વારા મોડિફાઇડ સ્કીમ ફોર સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ એન્ડ પેકેજિંગ (એટીએમપી) હેઠળ સ્થાપિત કરવામાં આવશે અને તેમાં આશરે રૂ. 27,000 કરોડનું કુલ રોકાણ કરવામાં આવશે.

સાણંદમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ એન્ડ પેકેજિંગ (એટીએમપી) માટેની મોડિફાઇડ સ્કીમ હેઠળ અને આશરે રૂ. 7,500 કરોડના કુલ રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે.

સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને મજબૂત

આ સુવિધાઓના માધ્યમથી સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે અને ભારતમાં મજબૂત પગપેસારો થશે. આ એકમો સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગારી પણ પ્રદાન કરશે તેમજ ઇલેક્ટ્રોનિક્સ ( electronics ) , ટેલિકોમ વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરશે.

આ કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગના અગ્રણીઓ સાથે કોલેજના હજારો વિદ્યાર્થીઓ સહિત યુવાનોની વ્યાપક ભાગીદારી જોવા મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad CM Patel Lays Foundation Stone for Shri Saidham Sanatan Temple in Ahmedabad
અમદાવાદ

Ahmedabad : અમદાવાદના થલતેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત..

by kalpana Verat February 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ahmedabad :

  • આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસરત છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
  • મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના થલતેજ ( Thaltej ) ખાતે નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિર ( Saidham temple ) નું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ( CM bhupendra patel )ના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત થનાર મંદિરનું ભૂમિપૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ ‘જય શ્રી રામ’ નો જયઘોષ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસ જણ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ( PM Modi ) ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસરત છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, અયોધ્યા ( Ayodhya ) માં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આપણે સૌએ નિહાળી તે સૌભાગ્યની વાત છે. આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને બીજી બાજુ એરપોર્ટ, એઈમ્સ નિર્માણ જેવાં ભવ્ય વિકાસકાર્યો થઈ રહ્યા છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Ind vs Eng, 4th Test: ભારતની હેટ્રિક સાથે મોટી જીત, રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી; સિરીઝ પર જમાવ્યો કબ્જો..

મુખ્યમંત્રીશ્રીએ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને શુભેચ્છાઓ આપી હતી. સાથે સાથે તેમણે વીર સાવરકર અને કવિ નર્મદની પુણ્યતિથિ પર તેમનું પુણ્યસ્મરણ કરી આજના દિવસને અનેરો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આજનો દિવસ વીરતાનો દિવસ પણ કહી શકાય, કારણ કે, આજના દિવસે ભારતીય વાયુ સેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મંદિરના નિર્માણ અર્થે રાજ્ય સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલ સહાયનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, પીઠાધિશ્વર સ્વામી શ્રી અવિચલદાસજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Big boost to Indian Railways! PM Modi to lay foundation stone of 550 Amrit Bharat stations
દેશ

Amrit Bharat Station: PM મોદી આ તારીખે રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલ્વેના 554 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે

by kalpana Verat February 23, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Amrit Bharat Station: 

  • પશ્ચિમ રેલવે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશન પુનઃવિકાસ સમારોહના પ્રણેતા તરીકે 360 થી વધુ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી
  •  ‘2047 સુધીમાં ભારતની વિકસિત રેલવે’ થીમ પર 360 થી વધુ શાળાઓમાં ડ્રોઈંગ, નિબંધ અને વક્તવ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.
  • આ સ્પર્ધાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) 26મી ફેબ્રુઆરી, 2024 ના રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલ્વે ( Indian Railway ) ના 554 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને 1500 રોડ ઓવર બ્રિજ/અંડરપાસનો પણ શિલાન્યાસ કરશે. અંદાજે રૂ. 41000 કરોડ અને રાષ્ટ્રને સમર્પિત કરો.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે પર ઘણી જગ્યાએ શાળાઓમાં ચિત્ર, નિબંધ અને વક્તવ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં લગભગ 360 શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ પશ્ચિમ રેલવેના સ્થાનો/સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલ્વે દ્વારા આયોજિત આ સ્પર્ધાઓમાં 360 થી વધુ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓની થીમ “2047ના વિકસિત ભારતની વિકસિત રેલ્વે” હતી. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનની 100 શાળાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 16200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Amrit Bharat: દેશવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! હવે આટલી નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પાટા પર દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત.

તેવી જ રીતે વડોદરા ( Vadodara )  વિભાગની 107 શાળાના 62500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ વિભાગની 36 શાળાઓમાંથી 7000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ભાવનગર વિભાગની 36 શાળામાંથી 2900 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકોટ વિભાગની 60 શાળાઓમાંથી 4100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રતલામ વિભાગમાં 22 શાળાના 7275 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shri Kalki Dham PM to lay foundation stone of Shri Kalki Dham on Feb 19
દેશ

Shri Kalki Dham : PM મોદી આ તારીખે કરશે શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ

by kalpana Verat February 2, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Shri Kalki Dham : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો શ્રી કલ્કી ધામની શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“आस्था और भक्ति से जुड़े इस पावन अवसर का हिस्सा बनना मेरे लिए सौभाग्य की बात है। निमंत्रण के लिए आपका हृदय से आभार Acharya Pramod जी।”

आस्था और भक्ति से जुड़े इस पावन अवसर का हिस्सा बनना मेरे लिए सौभाग्य की बात है। निमंत्रण के लिए आपका हृदय से आभार @AcharyaPramodk जी। https://t.co/XRkUAd1R9F

— Narendra Modi (@narendramodi) February 1, 2024

આ સમાચાર પણ વાંચો : Interim Budget 2024: શું છે 11,11,111નું ગણિત? , 2024ના બજેટમાં કેમ દેખાયો આ જાદુઈ નંબર…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Prime Minister will visit Gujarat on September 26-27
રાજ્ય

Gujarat : પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે…

by Akash Rajbhar September 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 26-27 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત(vibrant gujarat) ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી, લગભગ 12:45 PM પર, પ્રધાનમંત્રી છોટાઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ(foundation) કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ

પ્રધાનમંત્રી સાયન્સ સિટી, અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની ભાગીદારીનું સાક્ષી બનશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. 20 વર્ષ પહેલા. 28મી સપ્ટેમ્બર 2003ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની યાત્રા શરૂ થઈ. સમય જતાં, તે સાચા અર્થમાં વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત થઈ, જે ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી. 2003 માં લગભગ 300 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે, સમિટમાં 2019 માં 135 થી વધુ રાષ્ટ્રોના હજારો પ્રતિનિધિઓની જબરજસ્ત ભાગીદારી જોવા મળી હતી.

છેલ્લા 20 વર્ષોમાં, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ “ગુજરાતને પસંદગીના રોકાણ સ્થળ તરીકે બનાવવા” થી “નવા ભારતને આકાર આપવા” સુધી વિકસિત થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાતની અપ્રતિમ સફળતા સમગ્ર દેશ માટે રોલ મોડલ બની છે અને અન્ય ભારતીય રાજ્યોને પણ આવી રોકાણ સમિટના સંગઠનની નકલ કરવા પ્રેરણા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro : મુંબઈગરાઓ માટે મેટ્રો બની ‘જોય રાઈડ’, મેટ્રો 2A અને 7માં અધધ આટલા કરોડ મુસાફરોએ કર્યો પ્રવાસ..

છોટાઉદેપુરના બોડેલી ખાતે પીએમ

સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જંગી વેગ મળશે કારણ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સમર્પિત કરશે અને ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જીનિયરિંગ અને ગણિત) લેબ અને ગુજરાતની તમામ શાળાઓમાં બાંધવામાં આવેલ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. તેઓ મિશન હેઠળ સમગ્ર ગુજરાતની શાળાઓમાં હજારો વર્ગખંડોને સુધારવા અને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની સફળતા પર બાંધવામાં આવશે જેણે ગુજરાતમાં શાળાઓનું સતત મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કર્યો છે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોક્સમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના તરફ દોરી જશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ‘ઓદરા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ’ પર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલ સહિતની બહુવિધ વિકાસ યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે; ચાબ તલાવ પુનઃવિકાસ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરા ખાતે આર્થિક નબળા વર્ગ માટે લગભગ 400 નવા બનેલા મકાનો, સમગ્ર ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ; અને દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય.

પ્રધાનમંત્રી છોટાઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે; ગોધરા, પંચમહાલમાં ફ્લાયઓવર બ્રિજ; અને દાહોદ ખાતે FM રેડિયો સ્ટુડિયો કેન્દ્ર સરકારની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજના હેઠળ બનાવવામાં આવશે.

September 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
the-prime-minister-will-visit-varanasi-on-september-23
રાજ્ય

Varanasi : પ્રધાનમંત્રી 23મી સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે…

by Akash Rajbhar September 22, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Varanasi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો(cricket stadium) શિલાન્યાસ(foundation) કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલા 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આધુનિક વિશ્વસ્તરીય રમતગમતના માળખાને વિકસાવવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું હશે. ગંજરી, રાજતલબ, વારાણસીમાં બનાવવામાં આવનાર આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમ ભગવાન શિવ(Lord Shiv) પરથી પ્રેરણા લઈને તેની થીમ આધારિત આર્કિટેક્ચર છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારના છત કવર, ત્રિશૂળ આકારની ફ્લડ-લાઇટ, ઘાટ સ્ટેપ્સ આધારિત બેઠક, રવેશ પર બિલવીપત્ર આકારની ધાતુની ચાદર માટે ડિઝાઇન વિકસાવવામાં આવી છે. સ્ટેડિયમની ક્ષમતા 30,000 દર્શકોની હશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi : PMએ 128મા સુધારા બિલ, 2023ના સમર્થન માટે તમામ સભ્યો, પક્ષો અને તેમના નેતાઓનો આભાર માન્યો

ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચને વધુ વધારવાના ઉદ્દેશ્ય સાથે, લગભગ રૂ. 1115 કરોડના ખર્ચે બનેલા સમગ્ર ઉત્તર પ્રદેશમાં સોળ અટલ આવાસીય વિદ્યાલય, કોવિડ-19 રોગચાળાને કારણે ખાસ કરીને મજૂરો, બાંધકામ કામદારો અને અનાથ બાળકો માટે શરૂ કરવામાં આવ્યા છે. જેનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો અને બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ કરવાનો છે. દરેક શાળા 10-15 એકર વિસ્તારમાં વર્ગખંડો, રમતગમતનું મેદાન, મનોરંજનના વિસ્તારો, એક મીની ઓડિટોરિયમ, હોસ્ટેલ સંકુલ, મેસ અને સ્ટાફ માટે રહેણાંક ફ્લેટ્સ સાથે બાંધવામાં આવી છે. આ દરેક રેસિડેન્શિયલ સ્કૂલોમાં અંતે 1000 વિદ્યાર્થીઓને સમાવવા આવશે.

કાશીની સાંસ્કૃતિક ગતિશીલતાને મજબૂત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને કારણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. આ મહોત્સવમાં 17 શાખાઓમાં 37,000 થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો, જેમણે ગાયન, વાદ્ય વગાડવું, નુક્કડ નાટક, નૃત્ય વગેરેમાં તેમનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. પ્રતિભાશાળી પ્રતિભાગીઓને રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કોઓપરેશન અને સંમેલન કેન્દ્ર ખાતેના કાર્યક્રમ દરમિયાન તેમની સાંસ્કૃતિક કૌશલ્ય દર્શાવવાની તક મળશે.

September 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lok Sabha Election 2024: Big danger for NDA before Lok Sabha elections, the result of this survey will increase concern
દેશ

આજે છે ભાજપનો સ્થાપના દિવસ.. કોંગ્રેસને ધ્વસ્ત કરી દેશભરમાં કઈ રીતે ખીલ્યું કમળ? જાણો કેવી રહી ભાજપની રાજકીય સફર..

by kalpana Verat April 6, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. સ્થાપના દિવસના અવસરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

જ્યારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ્વજ ફરકાવ્યો ત્યારે આ દરમિયાન કાર્યકર્તાઓએ ભારત માતા કી જય, ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ‘હર-હર મોદી-ઘર-ઘર મોદી’ અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓને ફૂલ અર્પણ કર્યા. આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે લાખો અને કરોડો કાર્યકરોએ પાર્ટીને આ સ્થાન પર લઈ જવા માટે બુથ સ્તરે કામ કર્યું છે.

કેવો રહેશે ભાજપના સ્થાપના દિવસનો કાર્યક્રમ?

– જેપી નડ્ડાએ સવારે 9 વાગ્યે બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો.
પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધશે.
– બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના 18 બજાર લેન, બંગાળી માર્કેટમાં બીજેપીનું વોલ રાઈટિંગ અભિયાન શરૂ કરશે.

ભાજપની રચના 1980માં થઈ હતી

ભારતીય જનતા પાર્ટી (BJP)નો ઈતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે. જનસંઘની રચના દિલ્હીમાં 21 ઓક્ટોબર 1951ના રોજ થઈ હતી જ્યારે ભાજપની રચના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. જનસંઘની સ્થાપના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી, પ્રોફેસર બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાયે કરી હતી. જનસંઘનું ચૂંટણી ચિન્હ ‘દીપક’ હતું અને ધ્વજ ભગવા રંગનો હતો.

આ સમાચાર પણ વાંચો: હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોનો જાપ, મળશે બજરંગબલીના આશીર્વાદ…

1975માં દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સી જનસંઘના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. વર્ષ 1977માં જ્યારે ઈન્દિરા ગાંધીએ ઇમરજન્સી ખતમ કરી ત્યારે દેશમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. વૈચારિક મતભેદો ભૂલીને, વિરોધ પક્ષોએ ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષને હરાવવા જનતા પાર્ટીની રચના કરી. જનસંઘ જનતા પાર્ટીમાં ભળી ગયો. યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટી, ભારતીય લોકદળ, કોંગ્રેસ (ઓ), જનસંઘનું વિલીનીકરણ કરીને જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી.

1977ની ચૂંટણીમાં જનસંઘના નેતાઓને સારી સફળતા મળી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી. જનતા પાર્ટીની સરકારમાં અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી બન્યા અને લાલકૃષ્ણ અડવાણી માહિતી અને પ્રસારણ મંત્રી હતા.

જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ

જનતા પાર્ટી શરૂઆતથી જ અનેક જૂથોમાં વહેંચાયેલી હતી. એક વર્ગે જનસંઘના નેતાઓ સામે મોરચો ખોલ્યો અને બેવડા સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો. આનાથી એવી ચર્ચા થઈ કે જનતા પાર્ટીમાં જોડાનારા જનસંઘના લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનતા પાર્ટીના સભ્યો તરીકે સાથે રહી શકતા નથી, કારણ કે જેપીએ જનસંઘના નેતાઓને એ શરતે લીધા હતા કે તેઓ આરએસએસનું સભ્યપદ સંપૂર્ણપણે છોડી દેશે.

પરંતુ જનસંઘના નેતાઓ આ સાથે સહમત ન થયા.આરએસએસનું સભ્યપદ છોડવાના મુદ્દે જનતા પાર્ટી તૂટી પડી. જનસંઘના નેતાઓએ પોતાનો અલગ પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. આ રીતે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી.1980ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો.

આ સમાચાર પણ વાંચો: ભારતના આ રાજ્યમાં આજે વહેલી આવ્યો ભૂકંપ, લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા.. જાણો કેટલી હતી તીવ્રતા

1980 સુધીમાં જનતા પાર્ટીમાં સમાજવાદી અને જનસંઘ સાથે જોડાયેલા નેતાઓના રસ્તા અલગ થઈ ગયા. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને જનસંઘના અન્ય નેતાઓએ 6 એપ્રિલ, 1980ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના નામથી નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી. અટલ બિહારી વાજપેયી BJP ના પ્રથમ અધ્યક્ષ બન્યા

April 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક