• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - G-20
Tag:

G-20

Relations Improve After PM Modi and Mark Carney's Meeting at G-20, India-Canada to Become Friends Again
આંતરરાષ્ટ્રીય

G-૨૦ બેઠકનું પરિણામ: ભારત-કેનેડાના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારાના સંકેત, PM મોદીની મુલાકાત બની નિર્ણાયક!

by Zalak Parikh December 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિદાય અને તેમના સ્થાને માર્ક કાર્નીના વડા પ્રધાન બન્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી G-૨૦ સમિટમાં પીએમ મોદી અને કેનેડિયન પીએમ માર્ક કાર્ની વચ્ચે ગરમજોશીભરી મુલાકાત થઈ હતી, જેના પગલે બંને દેશોના સંબંધોમાં સુધારો આવવાનો શરૂ થયો છે.

સંસદીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે, ભારતીય હાઇ કમિશનર દિનેશ કે. પટનાયકે કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર ફ્રાન્સિસ સ્કારપાલેગિયા સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના સંસદીય સંબંધોને આગળ વધારવા, વહેંચાયેલા લોકશાહી મૂલ્યો અને ભવિષ્યમાં સહયોગની તકો પર ઉપયોગી ચર્ચા કરી.

જાન્યુઆરીમાં કેનેડિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત

આવતા મહિને જાન્યુઆરીમાં ભારત કોમનવેલ્થ દેશોના સંસદોના સ્પીકરો અને પીઠાધીન અધિકારીઓના ૨૮મા સંમેલન (૨૮th CSPOC) નું આયોજન કરશે.ભારત સ્પીકર ફ્રાન્સિસ સ્કારપાલેગિયાના નેતૃત્વમાં કેનેડિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.

ઇમિગ્રેશન મુદ્દાઓ પર બેઠક

અગાઉ, હાઇ કમિશનર પટનાયકે કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ મિનિસ્ટર લીના મેટલેજ ડિયાબ સાથે પણ ઉપયોગી બેઠક કરી હતી. બેઠક દરમિયાન ભારત-કેનેડા સહયોગ વધારવા પર ચર્ચા થઈ, જેમાં ઇમિગ્રેશન પ્રક્રિયાઓ, વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓ અને બંને દેશોની સિસ્ટમોની ઊંડી સમજણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.ફોર્મર પીએમ જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશોના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા, પરંતુ હવે નેતૃત્વ પરિવર્તન પછી સંબંધો ફરી પાટા પર આવતા જોવા મળી રહ્યા છે.

December 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
A national level workshop on 'Radio Bharat Ki Awaaz' held on today by the Department of Journalism, Narmad University
સુરત

Narmad University: નર્મદ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા આજે ‘રેડિયો: ભારત કી આવાઝ’ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો વર્કશોપ યોજાઈ

by Hiral Meria October 7, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Narmad University: નર્મદ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ( Department of Journalism and Mass Communication ) દ્વારા G-20 અંતર્ગત તા.૭મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ‘રેડિયો: ભારત કી આવાઝ’ ( Radio: Bharat Ki Awaaz ) વિષય પર રાષ્ટ્રીય સ્તરનો ( national level ) એક દિવસીય વર્કશોપ ( workshop ) યોજાયો. રેડિયો અને એફ.એમ.ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ( students ) નિષ્ણાતો પાસેથી, રેડિયો એનાઉન્સર સ્ક્રિપ્ટરાઈટીંગ, ન્યુઝ રાઈટીંગ, ન્યુઝ અને રેડિયો પ્રોગ્રામિંગ, રેડિયો લાઈવ પ્રોગ્રામિંગ, ઈન્ટરવ્યૂ, રેડિયો એડિટીંગ પદ્ધતિ, રેડિયો જોકી, રેડિયો રીલ, ડિજિટલ રેડિયોની વિભિન્ન કામગીરી વગેરે વિષયો પર માર્ગદર્શન અને પ્રેક્ટીકલ જ્ઞાન મળ્યું . તજજ્ઞ વક્તાઓ એવા આકાશવાણી, મુંબઈ, દિલ્હી, વડોદરા, અમદાવાદ સ્ટેશનોના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સ્તરે સુરતના AIR FM સ્ટેશનના અધિકારી અને જુદા જુદા FM રેડિયો સ્ટેશનોના આર.જે. પણ જ્ઞાન પીરસ્યું. વિદ્યાર્થીઓને રેડિયોની વિવિધ જાણકારી મળી રહે એ માટે ખાસ માસ્ટર ક્લાસ પણ યોજાયા. 

આ કાર્યશાળામાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ઋષિકુમાર મિશ્ર, શ્રી ભરત દેવમણી (નાયબ નિયામક-ભારતીય માહિતી સેવા), કીર્તિ જૈન(પ્રોગ્રામ એડિટર, આકાશવાણી, દિલ્હી), કુલપતિ ડો.કે.એન.ચાવડા, શ્રી રામઅવતાર બૈરવા, શ્રી સુરેશ કુમાર અને શાલિની મિત્તલ (વરિષ્ઠ પ્રોગ્રામ ઓફિસરો, આકાશવાણી, દિલ્હી), કીર્તિ જૈન, પ્રફુલ્લ તાંબે, શ્યામ ગંટેલા શ્રી દિલીપ કુલકર્ણી, કૃષ્ણ ભાવે, પત્રકારત્વ વિભાગના સમન્વયક ડો. ભરત ઠાકોર, G-20ના સમન્વયક ડો.કિરણ  મિત્તલ સહિત વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત હતા.

આ સમાચાર પણ વાંચો : World Cup: ભારતના આ શહેરનું નામ લેતા સાઉથ આફ્રિકાના ક્રિકેટરોને છૂટી ગયો પસીનો, યુઝર્સે લીધી મજા.. જુઓ વિડીયો..

October 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Narendra modi on mann ki baat episode 105
દેશ

PM Narendra Modi mann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત થકી સંબોધન કર્યું, તેમના વક્તવ્યનો એક એક શબ્દ અહીં વાંચો…

by Zalak Parikh September 24, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi mann ki baat:

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે  છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.

મારા પરિવારજનો, ચંદ્રયાન-૩ની સફળતા પછી જી-૨૦ના શાનદાર આયોજને પ્રત્યેક ભારતીયની પ્રસન્નતાને બમણી કરી દીધી. ભારત મંડપમ્ તો પોતાની રીતે એક સેલિબ્રિટી જેવો થઈ ગયો છે. લોકો તેની સાથે સેલ્ફી પડાવે છે અને ગર્વ સાથે પૉસ્ટ પણ કરી રહ્યા છે. ભારતે આ શિખર પરિષદમાં આફ્રિકી સંઘને જી-૨૦માં પૂર્ણ સભ્ય બનાવીને પોતાના નેતૃત્વનો ડંકો વગાડ્યો છે. તમારા ધ્યાનમાં હશે, જ્યારે ભારત ખૂબ જ સમૃદ્ધ હતું, તે જમાનામાં, આપણા દેશમાં, અને દુનિયામાં, સિલ્ક રૂટની ખૂબ જ ચર્ચા થતી હતી. આ સિલ્ક રૂટ વેપાર-કારોબારનું બહુ જ મોટું માધ્યમ હતો. હવે આધુનિક જમાનામાં, ભારતે એક બીજો આર્થિક કૉરિડૉર, જી-૨૦માં સૂચવ્યો છે. તે છે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકૉનૉમિક કૉરિડૉર. આ કૉરિડૉર આવનારાં સેંકડો વર્ષો સુધી વિશ્વ વેપારનો આધાર બનવા જઈ રહ્યો છે અને ઇતિહાસ એ વાતને હંમેશાં યાદ રાખશે કે આ કૉરિડૉરનો સૂત્રપાત ભારતની ધરતી પર થયો હતો.

સાથીઓ, જી-૨૦ દરમિયાન, જે રીતે ભારતની યુવાશક્તિ, આ આયોજન સાથે જોડાઈ, તેની આજે વિશેષ ચર્ચા આવશ્યક છે. આખું વર્ષ દેશની અનેક યુનિવર્સિટીઓમાં જી-૨૦ સાથે જોડાયેલા કાર્યક્રમો થયા. હવે આ શ્રૃંખલામાં દિલ્લીમાં એક વધુ રોમાંચક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે – ‘G-20 University Connect Programme’. આ કાર્યક્રમના માધ્યમથી દેશભરના લાખો યુનિવર્સિટી વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાશે. તેમાં IIT, IIM, NIT અને મેડિકલ કૉલેજો જેવી અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ ભાગ લેશે. હું ઈચ્છીશ કે જો તમે કૉલેજ વિદ્યાર્થી હો તો ૨૬ સપ્ટેમ્બરે થનારા આ કાર્યક્રમને જરૂર જોજો, તેની સાથે જરૂર જોડાજો. ભારતના ભવિષ્યમાં, યુવાઓના ભવિષ્ય પર, તેમાં ઘણી રસપ્રદ વાતો થવાની છે.

હું પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈશ. મને પણ મારા કૉલેજ સ્ટુડન્ટ સાથે સંવાદની પ્રતીક્ષા છે.

મારા પરિવારજનો, આજથી બે દિવસ પછી, ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પર્યટન દિવસ’ છે. પર્યટનને કેટલાક લોકો માત્ર આનંદથી ફરવું માને છે, પરંતુ પર્યટનનું એક મોટું પાસું ‘રોજગાર’ સાથે જોડાયેલું છે. કહે છે કે સૌથી ઓછા મૂડીરોકાણમાં, સૌથી વધુ રોજગાર, જો કોઈ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તે, પર્યટન ક્ષેત્ર જ છે. પર્યટન ક્ષેત્રને વધારવામાં, કોઈ પણ દેશ માટે સદભાવના, તેના પ્રત્યે આકર્ષણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિતેલાં કેટલાંક વર્ષોમાં ભારત પ્રત્યે આકર્ષણ ખૂબ જ વધ્યું છે અને જી-૨૦ના સફળ આયોજન પછી દુનિયાના લોકોનો રસ ભારતમાં ઘણો વધ્યો છે.

સાથીઓ, જી-૨૦માં એક લાખથી વધુ પ્રતિનિધિઓ ભારત આવ્યા. તેઓ અહીંની વિવિધતાઓ, અલગ-અલગ પરંપરાઓ, ભિન્નભિન્ન ખાણીપીણી અને આપણા વારસાથી પરિચિત થયા. અહીં આવેલા પ્રતિનિધિઓ પોતાની સાથે જે શાનદાર અનુભવ લઈને ગયા છે, તેનાથી પર્યટનનો વધુ વિસ્તાર થશે. તમને લોકોને ખબર જ હશે કે ભારતમાં એકથી એક ચડિયાતાં વિશ્વ વારસા સ્થાનો (વર્લ્ડ હેરિટેજ સાઇટ) છે અને તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં, શાંતિ નિકેતન અને કર્ણાટકનાં પવિત્ર હોયસલા મંદિરોને વિશ્વ વારસા સ્થાનો જાહેર કરાયાં છે. હું આ શાનદાર ઉપલબ્ધિ માટે સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. મને વર્ષ ૨૦૧૮માં શાંતિ નિકેતનની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શાંતિનિકેતન સાથે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જોડાણ રહ્યું છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનનો ધ્યેયમંત્ર સંસ્કૃતના એક પ્રાચીન શ્લોકથી લીધો હતો. તે શ્લોક છે-

“यत्र विश्वम भवत्येक नीडम्”

અર્થાત્, જ્યાં એક નાનકડા માળામાં સમગ્ર સંસાર સમાવિષ્ટ થઈ જાય છે. કર્ણાટકના જે હોયસલા મંદિરોને યુનેસ્કૉએ વિશ્વ વારસા સૂચિમાં સમાવ્યાં છે, તે, ૧૩મી શતાબ્દિનાં શ્રેષ્ઠ સ્થાપત્યો માટે પ્રસિદ્ધ છે. તે મંદિરોને યુનેસ્કૉ તરફથી માન્યતા મળવી, મંદિર નિર્માણની ભારતીય પરંપરાનું પણ સન્માન છે. ભારતમાં હવે વિશ્વ વારસાઈ સંપત્તિની કુલ સંખ્યા ૪૨ થઈ ગઈ છે. ભારતનો પ્રયાસ છે કે આપણાં વધુમાં વધુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોને વિશ્વ વારસા સ્થાનોની માન્યતા મળે. મારો આપ સહુને અનુરોધ છે કે જ્યારે પણ તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવો તો એ પ્રયાસ કરો કે ભારતની વિવિધતાના દર્શન કરો. તમે અલગ-અલગ રાજ્યની સંસ્કૃતિને સમજો, હેરિટેજ સાઇટને જુઓ. તેનાથી, તમે પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસથી તો પરિચિત થશો જ, સ્થાનિક લોકોની આવક વધારવાનું મોટું માધ્યમ પણ બનશો.

મારા પરિવારજનો, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની ચૂક્યું છે. દુનિયાભરના લોકોનો તેની સાથે લગાવ દિન-પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. એક વ્હાલી દીકરી દ્વારા કરવામાં આવેલી એક પ્રસ્તુતિ, તેનો એક નાનકડો ઑડિયો તમને સંભળાવું છું.

### (MKB EP 105 AUDIO Byte 1)###

તેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત રહી ગયા ને ! કેટલો મધુર સ્વર છે અને દરેક શબ્દમાં જે ભાવ ઝળકે છે, ઈશ્વર પ્રત્યે તેનો લગાવ આપણે અનુભવી શકીએ છીએ. જો હું એમ કહું કે આ સૂરીલો અવાજ જર્મનીની એક દીકરીનો છે તો કદાચ તમે વધુ આશ્ચર્યમાં પડી જશો. આ દીકરીનું નામ – કૈસમી છે. ૨૧ વર્ષની કૈસમી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ છવાયેલી છે. જર્મનીની રહેવાસી કૈસમી ક્યારેય ભારત નથી આવી, પરંતુ તે ભારતીય સંગીત પાછળ ઘેલી છે.

જેણે ક્યારેય ભારત જોયું પણ નથી, તેની ભારતીય સંગીતમાં આ રૂચિ, ખૂબ જ પ્રેરણાદાયક છે. કૈસમી જન્મથી જ જોઈ શકતી નથી, પરંતુ આ મુશ્કેલ પડકાર તેને અસાધારણ ઉપલબ્ધિઓથી રોકી શકી નથી. સંગીત અને સર્જનાત્મકતા અંગે તેની લગન કંઈક એવી હતી કે બાળપણથી જ તેણે ગાવાનું શરૂ કરી દીધું. આફ્રિકન ડ્રમિંગની શરૂઆત તો તેણે માત્ર ત્રણ વર્ષની આયુમાં જ કરી દીધી હતી. ભારતીય સંગીતનો પરિચય તેને પાંચ-છ વર્ષ પહેલાં જ થયો હતો. ભારતના સંગીતે તેને એટલું મોહી લીધું, એટલું મોહી લીધું કે તે તેમાં પૂરી રીતે મગ્ન થઈ ગઈ. તેણે તબલા વગાડવાનું પણ શીખ્યું છે. સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે તે અનેક ભારતીય ભાષામાં ગાવાની નિપુણતા પ્રાપ્ત કરી ચૂકી છે. સંસ્કૃત, હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ કે પછી અસમી, બંગાળી, મરાઠી, ઉર્દૂ તે બધામાં તેણે સૂર સાધ્યા છે. તમે વિચારી શકો કે કોઈને બીજી અજાણી ભાષાની બે-ત્રણ લીટી બોલવી પડે તો કેટલી મુશ્કેલી આવે છે, પરંતુ કૈસમી માટે જાણે કે, ડાબા હાથનો ખેલ છે. તમારા બધા માટે અહીં, કન્નડમાં ગાયેલા તેના એક ગીતને પ્રસ્તુત કરું છું.

   

ભારતીય સંસ્કૃતિ અને સંગીત અંગે જર્મનીની કૈસમીની આ લગનની હું અંતઃકરણથી પ્રશંસા કરું છું. તેનો આ પ્રયાસ દરેક ભારતીયને પ્રભાવિત કરનારો છે.

મારા પરિવારજનો, આપણા દેશમાં શિક્ષણને હંમેશાં એક સેવાના રૂપમાં જોવામાં આવે છે. મને ઉત્તરાખંડના કેટલાક એવા યુવાનો વિશે જાણવા મળ્યું છે,

જે, આ ભાવના સાથે બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે દુર્ગમમાં દુર્ગમ વિસ્તારોમાં પણ તેના દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યાં છે અને એટલું જ નહીં, આ સેવા, બિલકુલ નિઃશુલ્ક છે. અત્યાર સુધી તેના માધ્યમથી નૈનીતાલનાં ૧૨ ગામોને આવરી લેવાયાં છે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ ભલા કામમાં મદદ કરવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે. આ ઘોડા લાઇબ્રેરી દ્વારા એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અંતરિયાળ ગામોમાં રહેનારાં બાળકોને શાળાનાં પુસ્તકો ઉપરાંત, ‘કવિતાઓ’, ‘વાર્તાઓ’ અને ‘નૈતિક શિક્ષણ’નાં પુસ્તકો પણ વાંચવાનો પૂરો અવસર મળે. આ અનોખી લાઇબ્રેરી બાળકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે.

સાથીઓ, મને હૈદરાબાદમાં લાઇબ્રેરી સાથે જોડાયેલા આવા જ એક અનોખા પ્રયાસ વિશે જાણવા મળ્યું છે. અહીં, સાતમા ધોરણમાં ભણનારી દીકરી ‘આકર્ષણા સતીશ’એ તો કમાલ જ કરી દીધો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર ૧૧ વર્ષની આયુમાં તે બાળકો માટે એક-બે નહીં, સાત-સાત લાઇબ્રેરી ચલાવી રહી છે. ‘આકર્ષણા’ને બે વર્ષ પહેલાં તેની પ્રેરણા, તે જ્યારે તેનાં માતાપિતા સાથે, એક કેન્સર હૉસ્પિટલ ગઈ હતી, ત્યારે મળી. તેના પિતા જરૂરિયાતવાળા લોકોની મદદ માટે ત્યાં ગયા હતા. બાળકોએ ત્યાં તેમની પાસે ‘colouring books’ની માગણી કરી અને આ વાત, આ વ્હાલી ઢીંગલીને એટલી સ્પર્શી ગઈ કે તેણે અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો ભેગાં કરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાનાં, અડોશપડોશનાં ઘરો, સગાંસંબંધીઓ અને સાથીઓ પાસેથી પુસ્તકો એકઠાં કરવાનું શરૂ કરી દીધું અને તમને એ જાણીને આનંદ થશે કે પહેલી લાઇબ્રેરી તે કેન્સર હૉસ્પિટલમાં જ બાળકો માટે ખોલવામાં આવી. જરૂરિયાતવાળાં બાળકો માટે અલગ-અલગ સ્થાનો પર આ

દીકરીએ અત્યાર સુધીમાં જે સાત લાઇબ્રેરી ખોલી છે, તેમાં હવે લગભગ છ હજાર પુસ્તકો ઉપલબ્ધ છે. નાનકડી ‘આકર્ષણા’ જે રીતે બાળકોનું ભવિષ્ય સુધારવાનું મોટું કામ કરી રહી છે, તે દરેક વ્યક્તિને પ્રેરણા આપનારું છે.

સાથીઓ, એ વાત સાચી છે કે આજનો સમય ડિજિટલ ટૅક્નૉલૉજી અને ઇ-બુક્સનો છે, તેમ છતાં આ પુસ્તકો, આપણા જીવનમાં એક સારા મિત્રની ભૂમિકા નિભાવે છે. આથી, આપણે બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ.

મારા પરિવારજનો, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –

        जीवेषु करुणा चापि, मैत्री तेषु विधीयताम् |

અર્થાત્, જીવો પર કરુણા કરો અને તેમને પોતાના મિત્રો બનાવો. આપણે ત્યાં મોટા ભાગનાં દેવી-દેવતાઓની સવારી જ પશુ-પક્ષી છે. ઘણા લોકો મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરે છે, પરંતુ જે જીવ-જંતુ તેમની સવારી હોય છે તે તરફ, એટલું ધ્યાન આપતા નથી. આ જીવ-જંતુ આપણી આસ્થાના કેન્દ્રમાં તો રહેવાં જ જોઈએ, આપણે તેનું યથા સંભવ સંરક્ષણ પણ કરવું જોઈએ. વિતેલાં કેટલાંક વર્ષોમાં, દેશમાં, સિંહ, વાઘ, દીપડા અને હાથીઓની સંખ્યામાં ઉત્સાહવર્ધક વૃદ્ધિ જોવા મળી છે. અનેક બીજા પ્રયાસો પણ નિરંતર ચાલુ છે, જેથી આ ધરતી પર રહેતા બીજા જીવજંતુઓને બચાવી શકાય. આવો જ એક અનોખો પ્રયાસ રાજસ્થાનના પુષ્કરમાં પણ કરવામાં આવી રહ્યો છે. અહીં, સુખદેવ ભટ્ટ જી અને તેમની ટીમ મળીને વન્ય જીવોને બચાવવામાં લાગેલી છે. અને જાણો છો કે તેમની ટીમનું નામ શું છે? તેમની ટીમનું નામ છે – કોબ્રા. આ ખતરનાક નામ એટલા માટે છે કારણકે તેમની ટીમ આ ક્ષેત્રમાં ખતરનાક સાપોને બચાવવાનું કામ પણ કરે છે. આ ટીમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે,

જે માત્ર એક કૉલ પર ઘટનાસ્થળ પર પહોંચી જાય છે અને પોતાના મિશનમાં લાગી જાય છે. સુખદેવજીની આ ટીમે અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ ઝેરીલા સાપોનું જીવન બચાવ્યું છે. આ પ્રયાસથી એક તરફ લોકોનું જોખમ દૂર થયું છે, તો બીજી તરફ, પ્રકૃતિનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. આ ટીમ અન્ય બીમાર જાનવરોની સેવાના કામમાં પણ જોડાયેલી છે.

સાથીઓ, તમિલનાડુના ચેન્નાઈમાં ઑટો ડ્રાઇવર એમ. રાજેન્દ્ર પ્રસાદ જી પણ એક અનોખું કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી કબૂતરોની સેવાના કામમાં લાગેલા છે. તેમના પોતાના જ ઘરમાં ૨૦૦થી વધુ કબૂતર છે. ત્યાં પક્ષીઓનાં ભોજન, પાણી, સ્વાસ્થ્ય જેવી દરેક આવશ્યકતાનું પૂરું ધ્યાન રાખે છે. તેના પર તેમના ઘણા રૂપિયા પણ ખર્ચાય છે, પરંતુ તેઓ પોતાના કામમાં મક્કમ છે. સાથીઓ, લોકોને શુભ આશયથી આવું કામ કરતા જોઈને, ખરેખર, ખૂબ જ શાંતિ મળે છે, ઘણી પ્રસન્નતા થાય છે. જો તમને પણ આવા કેટલાક સારા પ્રયાસો વિશે જાણકારી મળે તો તેને જરૂર વહેંચજો.

મારા પ્રિય પરિવારજનો, સ્વતંત્રતાનો આ અમૃતકાળ, દેશ માટે પ્રત્યેક નાગરિકનો કર્તવ્યકાળ પણ છે. પોતાનું કર્તવ્ય નિભાવતા જ આપણે આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ, પોતાના મુકામ સુધી પહોંચી શકીએ છીએ. કર્તવ્યની ભાવના, આપણને બધાને એક સૂત્રમાં બાંધે છે. ઉત્તર પ્રદેશના સમ્ભલમાં, દેશે કર્તવ્ય ભાવનાનું એક એવું ઉદાહરણ જોયું છે જેને હું તમારી સાથે વહેંચવા માગું છું. તમે વિચારો, ૭૦થી વધુ ગામ હોય, હજારોની વસતિ હોય અને બધા લોકો મળીને, એક લક્ષ્ય, એક ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે આવી જાય, જોડાઈ જાય, આવું ઓછું જ થાય છે, પરંતુ સમ્ભલમાં લોકોએ આ કરીને દેખાડ્યું. આ લોકોએ મળીને જન ભાગીદારી અને સામૂહિકતાનું ખૂબ જ શાનદાર ઉદાહરણ સ્થાપ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં દાયકાઓ પહેલાં, ‘સોત’ નામની એક નદી હતી.

અમરોહાથી શરૂ કરીને સમ્ભલ થઈને બદાયૂં સુધી વહેનારી આ નદી એક સમયે આ ક્ષેત્રમાં જીવનદાયિનીના રૂપમાં ઓળખાતી હતી. આ નદીમાં અવિરત જળ પ્રવાહિત થતું રહેતું હતું, જે અહીંના ખેડૂતો માટે ખેતીનો મુખ્ય આધાર હતું. સમય સાથે નદીનો પ્રવાહ ઓછો થયો, નદી જે રસ્તે વહેતી હતી, ત્યાં અતિક્રમણ થઈ ગયું અને આ નદી વિલુપ્ત થઈ ગઈ. નદીને માતા માનનારા આપણા દેશમાં, સમ્ભલના લોકોએ આ સોત નદીને પણ પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ગત વર્ષે ડિસેમ્બરમાં સોત નદીના કાયાકલ્પનું કામ ૭૦થી વધુ ગ્રામ પંચાયતોએ મળીને શરૂ કર્યું. ગ્રામ પંચાયતના લોકોએ સરકારી વિભાગોને પણ પોતાની સાથે લીધા. તમને જાણીને આનંદ થશે કે વર્ષના પહેલા છ મહિનામાં જ આ લોકો નદીના ૧૦૦ કિલોમીટરથી વધુ રસ્તાનો પુનરોદ્ધાર કરી ચૂક્યા છે. જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ તો ત્યાંના લોકોની મહેનત રંગ લાવી અને સોત નદી, પાણીથી, ભરપૂર ભરાઈ ગઈ. અહીંના ખેડૂતો માટે આ આનંદનો એક મોટો અવસર બનીને આવ્યો છે. લોકોએ નદીના કિનારે વાંસના ૧૦ હજારથી પણ વધુ ઝાડ વાવ્યાં છે, જેથી તેના કિનારા પૂરી રીતે સુરક્ષિત રહે. નદીના પાણીમાં ત્રીસ હજારથી વધુ ગમ્બૂસિયા માછલીઓને પણ છોડવામાં આવી છે જેથી મચ્છર ન થાય. સાથીઓ, સોત નદીનું ઉદાહરણ આપણને બતાવે છે કે જો આપણે નિશ્ચય કરી લઈએ તો મોટામાં મોટા પડકારને પાર કરીને એક મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. તમે પણ કર્તવ્ય પથ પર ચાલીને તમારી આસપાસ આવાં ઘણાં પરિવર્તનોનું માધ્યમ બની શકો છો.

 

        મારા પરિવારજનો, જ્યારે આશય અટલ હોય અને કંઈક શીખવાની લગન હોય તો, કોઈ કામ, મુશ્કેલ રહેતું નથી. પશ્ચિમ બંગાળનાં શ્રીમતી શકુંતલા સરદારે આ વાતને એકદમ સાચી સાબિત કરીને બતાવી છે.

 

 

આજે તેઓ અનેક બીજી મહિલાઓ માટે પ્રેરણા બની ગયાં છે. શકંતુલાજી જંગલ મહલના શાતનાલા ગામનાં રહેવાસી છે. લાંબા સમય સુધી તેમનો પરિવાર પ્રતિ દિન મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. તેમના પરિવાર માટે ઘર ચલાવવું મુશ્કેલ હતું. પછી તેમણે એક નવા માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો અને સફળતા પ્રાપ્ત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તમારે એ જરૂર જાણવું હશે કે તેમણે આ કમાલ કેવી રીતે કર્યો. તેનો ઉત્તર છે – એક સીવણ મશીન. એક સીવણ મશીન દ્વારા તેમણે ‘સાલ’નાં પાંદડાઓ પર સુંદર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. તેમના આ કૌશલ્યએ પૂરા પરિવારના જીવનને બદલી નાખ્યું. તેમના બનાવેલા આ અદ્ભુત ક્રાફ્ટની માગ સતત વધતી જઈ રહી છે. શકુંતલાજીએ આ કૌશલ્યથી, ન માત્ર પોતાનું, પરંતુ ‘સાલ’નાં પાંદડાઓને એકઠાં કરનારા અનેક લોકોનું જીવન પણ બદલી નાખ્યું છે. હવે તેઓ અનેક મહિલાઓને પ્રશિક્ષણ દેવાનું કામ પણ કરી રહ્યાં છે. તમે વિચારી શકો કે એક પરિવાર, જે ક્યારેક, મજૂરી પર નિર્ભર હતો, તે હવે બીજાને રોજગાર માટે પ્રેરિત કરી રહ્યો છે. તેમણે રોજની મજૂરી પર નિર્ભર રહેતા પોતાના પરિવારને પોતાના પગ પર ઊભો કરી દીધો છે. તેનાથી તેમના પરિવારને અન્ય ચીજો પર ધ્યાન આપવાનો અવસર મળ્યો છે. એક બીજી વાત થઈ છે, જેવી શકુંતલા જીની સ્થિતિ કંઈક ઠીક થઈ, તો તેમણે બચત કરવાનું પણ શરૂ કરી દીધું છે. હવે તેઓ જીવન વીમા યોજનાઓમાં નિવેશ કરવા લાગ્યાં છે, જેથી પોતાનાં બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ હોય. શકુંતલાજીની લગન માટે તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતના લોકો આવી જ પ્રતિભાઓથી ભરપૂર હોય છે- તમે તેમને અવસર આપો અને જુઓ, તેઓ શું – શું કમાલ કરી દેખાડે છે.

 મારા પરિવારજનો, દિલ્લીમાં જી-૨૦ શિખર પરિષદ દરમિયાન એ દૃશ્યને કોણ ભૂલી શકે છે, જ્યારે અનેક વિશ્વ નેતાઓ બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કરવા

એક સાથે રાજઘાટ પહોંચ્યા હતા. તે એ વાતનું એક મોટું પ્રમાણ છે કે દુનિયાભરમાં બાપુના વિચાર આજે પણ કેટલા પ્રાસંગિક છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગાંધી જયંતી અંગે પૂરા દેશમાં સ્વચ્છતા સાથે સંબંધિત ઘણા બધા કાર્યક્રમોની યોજના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં બધાં કાર્યાલયોમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ ખૂબ જ જોરશોરથી ચાલુ છે. Indian Swachhata League માં પણ ઘણી સારી ભાગીદારી જોવા મળી રહી છે. આજે હું ‘મન કી બાત’ના માધ્યમથી બધા દેશવાસીઓને એક અનુરોધ કરવા માગું છું- ૧ ઑક્ટોબર અર્થાત્ રવિવારની સવારે દસ વાગે સ્વચ્છતા પર એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. તમે પણ તમારો સમય કાઢીને સ્વચ્છતા સાથે જોડાયેલા આ અભિયાનમાં તમારો સહકાર આપો. તમે તમારી ગલી, આડોશ-પડોશ, પાર્ક, નદી, સરોવર કે પછી બીજા કોઈ સાર્વજનિક સ્થળ પર આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ શકો છો અને જ્યાં-જ્યાં અમૃત સરોવર બન્યાં છે ત્યાં તો સ્વચ્છતા અવશ્ય કરવાની છે. સ્વચ્છતાની આ કાર્યાંજલી જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી હશે. હું તમને ફરીથી યાદ અપાવીશ કે આ ગાંધી જયંતિના અવસરે ખાદીનું કોઈ ને કોઈ ઉત્પાદન જરૂર ખરીદો.

મારા પરિવારજનો, આપણા દેશમાં ત્યોહારોની ઋતુ પણ શરૂ થઈ ચૂકી છે. તમારા બધાનાં ઘરમાં પણ કંઈ નવું ખરીદવાની યોજના બની રહી હશે. કોઈ એ પ્રતીક્ષામાં હશે કે નવરાત્રિના સમયે તેઓ પોતાનું શુભ કામ શરૂ કરશે. ઉમંગ, ઉત્સાહના આ વાતાવરણમાં તમે Vocal For Local નો મંત્ર પણ જરૂર યાદ રાખજો. જ્યાં સુધી સંભવ હોય, તમે, ભારતમાં બનેલાં સામાનની ખરીદી કરો, ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરો અને Made In India સામાનનો જ ઉપહાર આપો. તમારી નાનકડી ખુશી, બીજા કોઈના પરિવારની ખૂબ જ મોટી ખુશીનું કારણ બનશે. તમે, જે ભારતીય સામાન ખરીદશો, તેનો સીધો ફાયદો, આપણા શ્રમિકો, કામદારો, શિલ્પકારો અને અન્ય વિશ્વકર્મા ભાઈઓ-બહેનોને મળશે.

આજકાલ તો ઘણાં બધાં સ્ટાર્ટ અપ પણ સ્થાનિક પ્રૉડક્ટને ઉત્તેજન આપી રહ્યાં છે. તમે સ્થાનિક ચીજો ખરીદશો તો સ્ટાર્ટ અપના આ યુવાનોને પણ ફાયદો થશે.

મારા પ્રિય પરિવારજનો, ‘મન કી બાત’માં આજે બસ, આટલું જ. હવે પછી જ્યારે ‘મન કી બાત’માં તમને મળીશ તો નવરાત્રિ અને દશેરા વિતી ચૂક્યાં હશે. તહેવારોની આ ઋતુમાં તમે પણ પૂરા ઉત્સાહથી પ્રત્યેક પર્વ મનાવો, તમારા પરિવારમાં ખુશી રહે, મારી આ જ કામના છે. આ પર્વોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી સાથે ફરી મુલાકાત થશે, બીજા પણ કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની નવી સફળતાઓની સાથે. તમે, તમારો સંદેશ મને જરૂર મોકલતા રહો, પોતાના અનુભવો શૅર કરવાનું ન ભૂલતા. હું પ્રતીક્ષા કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 : પ્રજ્ઞાન અને વિક્રમ સાથે હજુ સુધી ન થયો સંપર્ક.. જાણો ન જાગવાનું શું કારણ? ફરી એક્ટિવ ન થયા તો શું થશે?

September 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pakistan Begging Before The World While India Reached Moon: Nawaz Sharif
આંતરરાષ્ટ્રીય

Former PM Nawaz Sharif: “ચંદ્ર પર ભારત અને ભીખ માંગતું પાકિસ્તાન”, ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફે કર્યા ભારતના વખાણ.

by Hiral Meria September 20, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Former PM Nawaz Sharif: પાકિસ્તાનના ( Pakistan  ) ભૂતપૂર્વ વડા પ્રધાન ( Former PM ) નવાઝ શરીફે ( Nawaz Sharif ) ભારતના ( India  ) વખાણ કર્યા અને બીજી તરફ તેમના દેશના ભૂતપૂર્વ જનરલો અને ન્યાયાધીશોની ટીકા કરી. તેમણે કહ્યું કે આપણો પાડોશી દેશ ભારત ( Moon ) ચંદ્ર પર પહોંચી ગયો છે અને આપણે બીજા દેશોની સામે ભીખ ( Begging  ) માંગતા ફરી રહ્યા છીએ. નવાઝે કહ્યું કે અત્યારે ભારતે G-20 દેશોની શાનદાર મેજબાની કરી છે અને સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ કેટલાક લોકોના કારણે આપણા દેશને બીજા પાસે મદદ માટે ભીખ માંગવી પડી રહી છે. પાકિસ્તાન માટે હાથ ફેલાવવાની સ્થિતિ આવી ગઈ છે.

ટૂંક સમયમાં પાકિસ્તાન પરત ફરવાની જાહેરાત કરવાની સાથે તેમણે વીડિયો સંદેશ દ્વારા પોતાના દેશના લોકોને સંદેશ પણ આપ્યો. નવાઝે કહ્યું કે તે 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરશે. તમને જણાવી દઈએ કે પૂર્વ પીએમ નવાઝ શરીફને 2019માં અલજાઝિયા ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારથી તે લંડનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. તેમણે પોતાની હકાલપટ્ટી માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને તત્કાલીન ISI ચીફ જનરલ ફૈઝ હમીદને જવાબદાર ગણાવ્યા છે.

આ  સમાચાર પણ વાંચો : Business: રમકડા બનાવવાના બિઝનેસમાં પણ છે ખૂબ જ કમાણી, જાણો કેવી રીતે શરૂ કરી શકો છો, સમજો બધું જ

ભારતની અર્થવ્યવસ્થા 1 બિલિયન ડૉલરથી 600 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી આર્થિક શક્તિ બનવાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જ્યારે ભારત રત્ન પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર માત્ર 1 અબજ યુએસ ડૉલર હતું. પરંતુ હવે મોદી શાસનમાં તે અણધારી રીતે વધીને 600 બિલિયન ડૉલર થઈ ગયું છે. નવાઝે કહ્યું કે આ ભારતની અત્યાધુનિક નીતિઓ અને મજબૂત નેતૃત્વનું પરિણામ છે. જ્યારે પાકિસ્તાનને ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ભૂતપૂર્વ જનરલોએ ગરીબ બનાવી દીધું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આ સ્થિતિમાં લાવવા માટે તેમના દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસાર અને ભૂતપૂર્વ આર્મી ચીફ આસિફ સઈદ ખોસનો ગુનો હત્યા કરતાં પણ વધુ છે. પાકિસ્તાન તેમને ક્યારેય માફ નહીં કરી શકે.

September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
How Xi Jinping skipping G20 Summit is a new low in India-China ties
આંતરરાષ્ટ્રીય

G-20 સમિટમાં ન આવવા બદલ રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ઉઠી રહ્યા સવાલ, હવે ચીને આપ્યો જવાબ

by Hiral Meria September 6, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

દેશની રાજધાનીમાં 9-10 સપ્ટેમ્બરે G-20 સમિટનું ( G20 Summit ) આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિત વિશ્વના ઘણા મોટા દેશોના નેતાઓ ભારત આવી રહ્યા છે. તે જ સમયે, ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા નથી. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના ( Xi Jinping ) ભાગ ન લેવા પર ચીને પ્રતિક્રિયા આપી છે.

આ મુખ્ય પરિષદમાં શી જિનપિંગની ગેરહાજરીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ ભારત ( India) ન આવતા ચર્ચામાં રહે છે. આ દરમિયાન ચીને આનો જવાબ આપ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે આ વર્ષે ભારત દ્વારા આયોજિત થનારી G-20 કોન્ફરન્સનું સમર્થન કરે છે.

ચીનના પ્રવક્તાએ આવો જવાબ આપ્યો

ચીને ( China ) કહ્યું કે તે આ સંમેલનની સફળતા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે. અમે G20ને મહત્ત્વ આપીએ છીએ અને તેની સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈશું. આ સાથે એવું કહેવામાં આવ્યું કે G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ સાથે જોડાયેલું એક મુખ્ય મંચ છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે બધુ બરાબર છે. આ સાથે કહેવામાં આવ્યું કે બંને દેશો સાથે કામ કરીને ઘણો વિકાસ થયો છે. અમે આ દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.

આ સમાચાર પણ વાંચો : જન્માષ્ટમી 2023: સંતાન સુખ અને સમૃદ્ધિ લાવે છે આ 8 વસ્તુઓ, જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો

ચીને તાજેતરમાં જ ભારતના ભાગને પોતાનો ગણાવ્યો હતો

ચીને તાજેતરમાં ‘સ્ટાન્ડર્ડ મેપ ઑફ ચાઇના’ ની 2023 આવૃત્તિ બહાર પાડી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન ચીનનો ભાગ છે. ભારતે આનો સખત વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રી જયશંકર ( S jaishankar) પ્રસાદે આને ચીનની જૂની આદત ગણાવી હતી અને કહ્યું હતું કે માત્ર વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોના પ્રદેશો તમારા નથી બની જતા. 

 

September 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
India vs bharat: actor jackie shroffs statement regarding india vs bharat
મનોરંજન

India vs bharat: ઇન્ડિયા ની જગ્યા એ ભારત નામ લખવા પર એક્ટર જેકી શ્રોફે કરી બધાની બોલતી બંધ, કહી આવી વાત…

by Zalak Parikh September 6, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 India vs bharat: આ દિવસોમાં ઇન્ડિયા અને ભારત વચ્ચે નવી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવીને તેની જગ્યાએ ભારત લખવા જઈ રહી છે. હવે રાજકારણીઓની આ ચર્ચામાં કલાકારો પણ જોડાયા છે. પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂકેલા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે ઇન્ડિયા અને ભારત પર મોટું નિવેદન આપ્યું છે. જેકી શ્રોફે મીડિયાના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે જો ઇન્ડિયા ને ભારત કહેવામાં આવે છે તો તેમાં ખોટું શું છે.

 

જેકી શ્રોફ નું નિવેદન 

જેકી દાદાએ કહ્યું કે ઇન્ડિયા પણ કહેવાય પણ સત્ય બદલાશે નહીં. જેકીએ કહ્યું કે ઘણા લોકો તેના નામનો ખોટો ઉચ્ચાર કરે છે, પરંતુ વાસ્તવિકતા બદલાશે નહીં. જેકી શ્રોફ એવા કલાકારોમાં સામેલ છે જેમને G-20 સમિટ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ના નામે મહેમાન દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું. વિપક્ષનો આરોપ છે કે બંધારણમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ લખવામાં આવ્યું છે, પ્રેસિડન્ટ ઓફ ભારત નહીં…. તેનો અર્થ એ છે કે સરકાર બંધારણમાંથી ભારત શબ્દ હટાવવા જઈ રહી છે.

#WATCH | On G20 Summit dinner invitations at Rashtrapati Bhawan sent in the name of ‘President of Bharat’, Actor Jackie Shroff says, “If Bharat is being called Bharat, it is not a bad thing…we won’t change even if the name is changed” (05/09) pic.twitter.com/PTzHE1I3Sa

— ANI (@ANI) September 5, 2023

ઇન્ડિયા અને ભારત નો વિવાદ 

તમને જણાવી દઈએ કે G-20 સંમેલન દેશની રાજધાની નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 9 થી 10 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં 30 થી વધુ દેશો અને તેમના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે, જેના પર પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : India vs Bharat: G20 ડિનરના આમંત્રણ પર હંગામા વચ્ચે અમિતાભનું ટ્વિટ ચર્ચામાં, પોસ્ટ થતા જ થઇ ગયું વાયરલ..

September 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
saudi arabia and turkey remained absent during POK G 20 meeting
વધુ સમાચાર

સાઉદી અરેબિયા અને તુર્કીએ ભારતને આપ્યો મોટો ઝટકો? PAK ખુશ..

by Dr. Mayur Parikh May 22, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

G-20 સમિટ 2023: જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ દિવસીય પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક સોમવારથી શરૂ થઈ છે. આ બેઠકમાં 25 દેશોના 150 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના નજીકના મિત્રો તુર્કી અને સાઉદી અરેબિયા, જી-20ના મહત્વપૂર્ણ સભ્યો કાશ્મીરમાં આયોજિત બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. પાકિસ્તાનના નજીકના ચીને પણ આ બેઠકથી દૂરી કરી લીધી છે. પાકિસ્તાની મીડિયાએ પણ સાઉદી અરેબિયા અને તુર્કીએ આ બેઠકમાંથી ખસી જવા પર ખુશી વ્યક્ત કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન સરકાર મુસ્લિમ દેશોને કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહી હતી. જો કે, આ દેશોએ રાજકીય કારણોસર કે અન્ય કોઈ કારણોસર આ બેઠકમાં ભાગ લીધો નથી, તે સ્પષ્ટ નથી.

શું તે ભારત માટે આંચકો છે?

કાશ્મીરમાં આયોજિત બેઠકમાં સાઉદી અરેબિયા અને તુર્કીના બિન-ભાગીદારીને ભારત માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં જી-20 બેઠકનું આયોજન કરીને ભારત વિશ્વને સંદેશ આપવા માંગે છે કે તે ભારતનો અભિન્ન અંગ છે. આ સાથે ભારત આના દ્વારા કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગે છે.
અધિકારીઓનું કહેવું છે કે વિશ્વની સૌથી શક્તિશાળી ક્લબ G-20ના સભ્ય દેશોની ભાગીદારીને ભારતના સ્ટેન્ડના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે.
5 ઓગસ્ટ 2019 ના રોજ, ભારતે કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો. ભારતના આ પગલાથી પાકિસ્તાન નારાજ થઈ ગયું હતું અને તેણે ભારત સાથેના વેપાર સંબંધો ખતમ કરી દીધા હતા. પાકિસ્તાનના રાજદ્વારી સંબંધો પણ મર્યાદિત હતા. પાકિસ્તાનને સમર્થન આપતી વખતે તુર્કીએ પણ કલમ 370 હટાવવા બદલ ભારતની ટીકા કરી હતી. જો કે, સાઉદી અરેબિયાએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર બહુ આકરી પ્રતિક્રિયા આપી નથી. આવી સ્થિતિમાં, કાશ્મીરમાં G-20 બેઠકમાં સાઉદી અરેબિયાની ગેરહાજરી ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.

કાશ્મીર પર તુર્કીનું ટીકાત્મક વલણ

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અનેક પ્રસંગોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. 24 સપ્ટેમ્બર 2019 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય છેલ્લા 72 વર્ષથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને વાતચીત દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
ફેબ્રુઆરી 2020માં એર્દોગન પાકિસ્તાન ગયા ત્યારે પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપતા રહેશે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાન માટે એટલું જ મહત્વનું છે જેટલું તુર્કી માટે છે. તેમના નિવેદન પર ભારતે જવાબ આપતા કહ્યું કે તુર્કીએ ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવી જોઈએ.
તે જ સમયે, જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં તુર્કીમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, ત્યારે ભારતની બચાવ ટુકડીઓ મદદ માટે પહોંચનારાઓમાંની એક હતી. ભારતે ઓપરેશન દોસ્ત દ્વારા રાહત સામગ્રી, મોબાઈલ હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય સહિતની તમામ જરૂરી વસ્તુઓ મોટી માત્રામાં તુર્કી મોકલી હતી.
ભારતની આ મદદ માટે તુર્કીએ તેને પોતાનો સાચો મિત્ર ગણાવ્યો હતો. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે કહ્યું હતું કે, ‘મિત્ર તુર્કી અને હિન્દીમાં સામાન્ય શબ્દ છે. તુર્કીમાં કહેવત છે કે જે મિત્ર જરૂરિયાતમાં ઉપયોગી થાય તે સાચો મિત્ર છે. ખુબ ખુબ આભાર.’
વિશ્લેષકોએ કહ્યું કે મુશ્કેલ સમયમાં ભારતની મદદથી બંને દેશો વચ્ચેના સંબંધો મધુર બનશે અને તુર્કી પાકિસ્તાનના પ્રભાવ હેઠળ ભારતના મામલામાં દખલ કરવાનું ટાળશે.
જો કે, હવે તુર્કીએ કાશ્મીરમાં આયોજિત જી-20 બેઠકથી પોતાને દૂર કરી દીધા છે અને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પાકિસ્તાન સાથેની તેની નિકટતામાં કોઈ ઘટાડો થયો નથી અને તે હજુ પણ કાશ્મીર પર તેના જૂના વલણને વળગી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : RBI ગવર્નર શક્તિકાંત દાસે ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું- ચિંતા કરવાનું કોઈ કારણ નથી

સાઉદી અરેબિયા અને ભારતના સંબંધો

સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ સારી સ્થિતિમાં છે. કાશ્મીર મુદ્દે પણ સાઉદી અરેબિયા મૌન છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઓક્ટોબર 2019માં પીએમ મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને મોદી વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં સામેલ એક ટોચના ભારતીય અધિકારીએ જણાવ્યું હતું કે સાઉદીએ પાકિસ્તાનને કહ્યું છે કે તે જમ્મુ અને કાશ્મીરને ભારતનો આંતરિક મામલો માને છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી સાઉદી-ભારતના સંબંધો મજબૂત થયા છે. સાઉદી ભારતની ઉર્જા જરૂરિયાતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને તાજેતરના વર્ષોમાં મહત્વપૂર્ણ આર્થિક ભાગીદારો તરીકે ઉભરી આવ્યા છે. સાઉદી અરેબિયામાં 26 લાખથી વધુ ભારતીયો કામ કરે છે.
સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા અમેરિકા, ચીન અને UAE પછી ભારતનો ચોથો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારત તેના 18 ટકા ક્રૂડ ઓઈલ અને 22 ટકા સીએનજી સાઉદી અરેબિયામાંથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2021 થી 22 દરમિયાન બંને દેશો વચ્ચે 42.8 અબજ ડોલરનો વેપાર થયો હતો.
સાઉદી અરેબિયા ઐતિહાસિક રીતે પાકિસ્તાનની નજીક રહ્યું છે પરંતુ હવે ભારત અને સાઉદીની નજીક આવી રહ્યા છે અને સાઉદી ક્રાઉન પ્રિન્સ ભારત સાથેના સંબંધોને મહત્વ આપે છે.
આવી સ્થિતિમાં કાશ્મીરમાં આયોજિત બેઠકમાં સાઉદી અરેબિયાની ગેરહાજરીને ભારત માટે આંચકા તરીકે જોવામાં આવી રહી છે.

શું પાકિસ્તાને સાઉદી અને તુર્કી પર દબાણ કર્યું?

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની અખબારોમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે ચીનની જેમ સાઉદી અને તુર્કી પણ કાશ્મીરમાં યોજાયેલી જી-20 બેઠકમાં ભાગ ન લે. અખબારો લખી રહ્યા છે કે સાઉદી અરેબિયા અને તુર્કીએ બેઠકમાં ભાગ ન લેવો એ પાકિસ્તાનની રાજદ્વારી જીત છે.
આ મહિનાની શરૂઆતમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ કહ્યું હતું કે G-20 સભ્ય દેશો કાશ્મીરમાં આયોજિત બેઠકમાં ભાગ લઈને તેમની નૈતિકતા સાથે સમાધાન નહીં કરે.
કાશ્મીરમાં સભા યોજવા અંગે તેમણે કહ્યું હતું કે, અમે તેની નિંદા કરીએ છીએ અને જ્યારે સમય આવશે ત્યારે એવો જવાબ આપીશું જે યાદ રાખવામાં આવશે.
તેમની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે કાશ્મીર હંમેશાથી ભારતનો એક ભાગ રહ્યું છે અને ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જી-20 બેઠકો યોજાય તે સ્વાભાવિક છે

 આ સમાચાર પણ વાંચો : PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ ચર્ચા

 

May 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
G20 document prepared by World Bank praised India's progress
આંતરરાષ્ટ્રીયMain Post

કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને આપ્યું સમર્થન! શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેશે નહીં

by Dr. Mayur Parikh May 20, 2023
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠકમાં ચીન ભાગ લેશે નહીં. ચીને શુક્રવારે કહ્યું છે કે તે આગામી સપ્તાહે શ્રીનગરમાં પ્રસ્તાવિત G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં ભાગ લેશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન ‘વિવાદિત વિસ્તારમાં’ કોઈપણ પ્રકારની બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે.

ભારત 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં ત્રીજા G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની યજમાની કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું કે શ્રીનગરમાં જી-20 બેઠક જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા બતાવવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે શ્રીનગરમાં આ કાર્યક્રમ દેશ અને દુનિયાને સકારાત્મક સંદેશ આપશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયા બ્રીફિંગ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં ભાગ લઈશું નહીં.”

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ચીન આ પહેલા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને લઈને નિવેદન આપી ચુક્યા છે. આ બંને દેશોના નિવેદનોને ભારતે ફગાવી દીધા છે.

વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો

ભારતીય વિદેશ મંત્રાલય વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, “અમે સતત આવા નિવેદનોને નકારી કાઢ્યા છે અને તમામ સંબંધિત પક્ષો આ બાબતો પર અમારી સ્પષ્ટ સ્થિતિથી સારી રીતે વાકેફ છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. ભારતના.” છે અને હંમેશા રહેશે. અન્ય કોઈ દેશને આ અંગે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.”

ગાલવાન ખીણમાં અથડામણ બાદ સંબંધો તંગ

વર્ષ 2020માં પૂર્વી લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

પાકિસ્તાને વિરોધ પણ કર્યો હતો

અગાઉ પાકિસ્તાને પણ જમ્મુ-કાશ્મીરમાં જી-20 યોજવાની ભારતની યોજના સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે તે કાશ્મીરમાં જી-20 યોજવાના ભારતના પ્રયાસને નકારે છે. પાકિસ્તાન વતી કહેવામાં આવ્યું હતું કે તેને આશા છે કે G-20 સભ્ય દેશો કાયદા અને ન્યાય માટેના આ પ્રસ્તાવનો સ્પષ્ટ વિરોધ કરશે.

આ સમાચાર પણ વાંચો: ઇમરાન ખાન નો પક્ષ આતંકવાદી સંગઠન જાહેર થશે. સરકારે બધી તૈયારી કરી લીધી.

May 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
G 20 meeting at Mumbai
મુંબઈ

‘G-20’ની બેઠક આજથી મુંબઈમાં! દેશના પ્રતિનિધિઓ હાજર રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે…

by Dr. Mayur Parikh March 28, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ડિસેમ્બર પછી ફરી એકવાર G-20 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે ત્રણ દિવસીય વેપાર અને રોકાણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકોમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ હાજરી આપવાના છે. આ કોન્ફરન્સ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બાંદ્રા, સાંતાક્રુઝ, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ, મીઠી નદી વગેરેમાં બ્યુટીફિકેશન અને વધારાના રોડના કામો કરવામાં આવી રહ્યા છે.

કાઉન્સિલના વેપાર અને રોકાણ જૂથની આજે, મંગળવાર 28 થી ગુરુવાર 30 માર્ચ 2023 દરમિયાન મુંબઈમાં બેઠક મળી રહી છે. આ પ્રસંગે નગરપાલિકા દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરતા ચહલે સંબંધિત વિભાગોને કામો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. કાઉન્સિલની પ્રથમ બેઠક ડિસેમ્બર 2022માં મુંબઈમાં યોજાઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે પણ નગરપાલિકા દ્વારા કરાયેલા શહેરના બ્યુટીફીકેશનના કામોની સરાહના કરી હતી. આ કોન્ફરન્સ નિમિત્તે સભાઓ દરમિયાન મુંબઈ બદલે મહારાષ્ટ્રની આગવી સ્થિતિને ઉજાગર કરવા પાલિકા દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાઓ સમજી ગયા! નગરપાલિકાએ કોઈ નિયમ ફરજિયાત ન કર્યો હોવા છતાં શહેરમાં આ વસ્તુનો ઉપયોગ વધ્યો..

નગરપાલિકાએ મુલાકાતીઓ રોકાશે તેવા સભા સ્થાનો અને હોટલના પરિસરમાં બ્યુટીફિકેશન અને સ્વચ્છતા માટે વિશેષ કામો કર્યા છે. તેમાં ગ્રાન્ડ હયાત હોટેલ (સાંતાક્રુઝ) થી તાજ લેન્ડ્સ અને (બાંદ્રા) વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં સાંતાક્રુઝ, કાલીના વિસ્તાર, કલાનગર, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મીઠી નદી વિસ્તાર, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ વિભાગ કચેરી વિસ્તાર, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે. . ચહલે સવારે આ તમામ સ્થળોની મુલાકાત લઈને કામોનું નિરીક્ષણ કર્યું હતું. અધિક કમિશનર (શહેર) આશિષ શર્મા, અધિક કમિશનર (પ્રોજેક્ટ્સ) પી. વેલરાસુ, જોઈન્ટ કમિશનર (સર્કલ 3) રણજીત ઢાકને, ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ) સંજોગ કાબરે, ડેપ્યુટી કમિશનર (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) ઉલ્હાસ મહાલે, એચ ઈસ્ટ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર સ્વપ્નજા ક્ષીરસાગર, એચ વેસ્ટ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસપુતે, કે ઈસ્ટ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર મનીષ વલાંજુ. નિરીક્ષણ પ્રવાસ દરમિયાન મુંબઈમેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ કમિશનર રામામૂર્તિ પણ હાજર હતા.

ઇલેક્ટ્રિક લાઇટિંગ, સુંદર અને સ્વચ્છ રસ્તા

G-20 બેઠકોના પરિસરમાં વધારાના રસ્તાની જાળવણી અને સમારકામના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ પાર્ક વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ગ્રીન બ્યુટીફીકેશન કરવામાં આવેલ છે. ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચાર રસ્તાઓ અને સ્ટ્રીટ લેમ્પ પોસ્ટ પર પણ રોશની કરવામાં આવી છે.

March 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
China announces Foreign Minister’s visit to India for G20 meet
આંતરરાષ્ટ્રીયTop Post

G-20 પહેલા નરમ પડ્યું ચીન, ભારત સાથે સંબંધો સુધારવા પર આપ્યું આ મહત્ત્વનું નિવેદન

by Dr. Mayur Parikh March 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ અહીં G20 સમિટ માં ભારત સાથે સંબંધો સુધારવા પર ચર્ચા કરી શકે છે. વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન તેઓ તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરને મળે તેવી શક્યતા છે. ચીન ગેંગે ગયા વર્ષે જ વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ અહીં પહેલીવાર જયશંકરને મળશે.

અગાઉ, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગની સંભવિત બેઠક પહેલાં, બીજિંગે કહ્યું કે તે ભારત સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે. બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બંને દેશો અને તેમની જનતાના હિતમાં છે.

ચીનના વિદેશ મંત્રી ભારતીય સમકક્ષ જયશંકરને મળી શકે છે

G-20 મીટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી રહેલા ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન જયશંકરને મળે તેવી શક્યતા છે. ચિન ગેંગની ભારત મુલાકાતને સંબંધોમાં સુધારાત્મક પગલું ગણાવતા હોંગકોંગના અખબારે કહ્યું કે ગયા વર્ષે ચીનના વિદેશ મંત્રીનું પદ સંભાળ્યા બાદ ચિનની આ પ્રથમ ભારત મુલાકાત છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારતને મહત્ત્વ આપે છે

પૂર્વી લદ્દાખના વિવાદને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના 17મા રાઉન્ડને ધ્યાનમાં રાખીને બંને દેશોના વિદેશ મંત્રીઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. જયશંકર સાથે ચિનની મુલાકાત વિશે પૂછવામાં આવતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન ભારત સાથે તેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે.

આ સમાચાર પણ વાંચો  :  રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ

ભારત-ચીન બંને જૂની સંસ્કૃતિઓ, ઉભરતી અર્થવ્યવસ્થાઓ: માઓ નિંગ

તેમણે કહ્યું કે ચીન અને ભારત બંને પ્રાચીન સંસ્કૃતિ છે. બંને દેશોની વસ્તી એક અબજથી વધુ છે. આપણે પાડોશી છીએ અને બંને વિશ્વમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ છીએ. ચીન-ભારત ગાઢ સંબંધો બંને દેશો અને તેમના લોકોના હિત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓએ જયશંકર સાથે ગેંગની મુલાકાતની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે કહ્યું કે ગેંગની ભારત મુલાકાત અંગેની માહિતી જાહેર કરવામાં આવશે.

2020 પછી બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટોના 17 રાઉન્ડ થયા છે

હકીકતમાં, મે 2020 માં, પૂર્વી લદ્દાખની ગતિવિધિને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના 17 રાઉન્ડ યોજાયા છે. ભારત હંમેશા ચીનને એક જ સંદેશ આપતું રહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસો બંધ નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે. આ માટે ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

March 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક