• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - grand finale
Tag:

grand finale

Bigg Boss 19: When is the Bigg Boss 19 Grand Finale? Know everything here from date and time to who will be the finalists
મનોરંજન

Bigg Boss 19: બિગ બોસ ૧૯ ના ગ્રાન્ડ ફિનાલેની ડેટ ફાઇનલ, વિજેતા બનવા માટે કયા સેલેબ્સ વચ્ચે થશે ટક્કર?

by Zalak Parikh December 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ 19એ ખૂબ જ હેડલાઇન્સ બનાવી. આ સિઝનમાં પણ તમામ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ખૂબ લડાઈ-ઝઘડા જોવા મળ્યા. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો હવે તેના એન્ડની તરફ આગળ વધી રહ્યો છે. આની સાથે, ચાલો જાણીએ કે બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે કઈ તારીખે હશે અને કોણ ફાઇનલિસ્ટ હશે?

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રને અંતિમ વિદાય, સોનુ નિગમે ખાસ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

કોણ હશે ટોપ 5 ફાઇનલિસ્ટ?

બિગ બોસ 19 તેના ફિનાલે વીકમાં એક ધમાકેદાર ટ્વિસ્ટ સાથે આવ્યો છે. હકીકતમાં, અઠવાડિયાની વચ્ચે એક કન્ટેસ્ટન્ટ ઘરમાંથી બહાર થઈ જશે અને તેનું ટોપ 5 ફાઇનલિસ્ટમાં પહોંચવાનું સપનું પણ અધૂરું રહી જશે.આ આશ્ચર્યજનક નોમિનેશન ટ્વિસ્ટ સીઝનના પંદરમા અને છેલ્લા અઠવાડિયામાં આવ્યો છે. તેથી દબાણ વધી ગયું છે, અને બાકીના કન્ટેસ્ટન્ટ્સે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે માત્ર ઓડિયન્સના સપોર્ટ પર નિર્ભર રહેવું પડશે. ગૌરવ પહેલાથી જ સેફ થઈ ચૂક્યા છે, જ્યારે પાંચ હાઉસમેટ્સ મિડ-વીક એવિક્શન માટે નોમિનેટેડ છે, જેમાં ફરહાના ભટ્ટ, અમાલ મલિક, માલતી ચાહર, પ્રણિત મોરે અને તાન્યા મિત્તલ છે. આ બધાની જર્ની જોવામાં આવે તો માલતી ચાહર સિવાય બાકી બધાએ શોમાં સ્ટ્રોન્ગ પર્ફોર્મન્સ આપ્યું છે. એવામાં માલતી ચાહર મિડ-વીકમાં એવિક્ટ થઈ શકે છે, જેના પછી શોને તેના ટોપ 5 ફાઇનલિસ્ટ ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક, પ્રણિત મોરે અને તાન્યા મિત્તલ મળી જશે.

 

View this post on Instagram

 

A post shared by Laughing Colours | Humor | Fun (@laughingcolours)


બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 7 ડિસેમ્બર, 2025ના રોજ થશે. ટીવી પર તેને કલર્સ ચેનલ પર રાત્રે 10:30 વાગ્યાથી જોઈ શકાશે. જ્યારે ઓટીટી પ્લેટફોર્મ પર તેને જીઓ હોટ સ્ટાર પર રાત્રે 9 વાગ્યાથી જોઈ શકાશે. જોવાનું એ રહેશે કે આ બિગ બોસ 19ની ટ્રોફી કોણ જીતી જાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss 18 first confirmed contestant announced at khatron ke khiladi 14 finale
મનોરંજન

Bigg boss 18: બિગ બોસ 18 ના પ્રથમ સ્પર્ધક નું નામ આવ્યું સામે, રોહિત શેટ્ટી એ ખતરો કે ખિલાડી ના ગ્રાન્ડ ફિનાલે માં કરી હતી જાહેરાત

by Zalak Parikh September 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 જલ્દી જ શરૂ થવાનો છે.આ શો સલમાન ખાન હોસ્ટ કરશે. હવે લોકો આ શો માં કોણ સેલેબ્રીટી ભાગ લેશે તે જાણવા ઉત્સુક છે તેવામાં હવે આ શો ના પહેલા સ્પર્ધક નું નામ સામે આવ્યું છે વાસ્તવ માં રોહિત શેટ્ટી એ તેના શો ખતરો કે ખિલાડી 14 ના ગ્રાન્ડ ફિનાલે માં આની જાહેરાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : IIFA Utsavam 2024: આઈફા ઉત્સવમ 2024 માં છવાઈ પોનીયિન સેલવાન, ઐશ્વર્યાથી લઈને સામંથા સુધી આ કલાકારો એ જીત્યા એવોર્ડ, વાંચો પુરી લિસ્ટ અહીં

બિગ બોસ 18 માં જોવા મળશે નિયા શર્મા 

તાજેતર માં ખતરો કે ખિલાડી 14 નું ગ્રાન્ડ ફિનાલે હતું તેમાં શો ના હોસ્ટ રોહિત શેટ્ટી એ ભારતી સિંહ અને નિયા શર્મા નું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રોહિત શેટ્ટી એ ભારતી અને નિયા પાસે ખાવાનું બનાવડાવ્યું.અને પછી લોકોને કહ્યું કે નિયા શર્મા ‘બિગ બોસ 18’માં ભાગ લેવા જઈ રહી છે.ભારતી અને નિયા બંને લાફ્ટર શેફ માં જોવા મળી ચુક્યા હતા. 

Nia Sharma is the first contestant of big boss 18.#NiaSharma #BigBoss18 pic.twitter.com/kIAnMYL1it

— Nia Sharma Admirer (@Niasharma0__) September 30, 2024


તમને જણાવી દઈએ કે, ‘બિગ બોસ 18’નું ગ્રાન્ડ પ્રીમિયર 6 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે કલર્સ પર થશે. નિયા સિવાય અન્ય કોઈ સ્પર્ધકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jhalak dikhla ja 11 winner name leaked report says manisha rani win this season
મનોરંજન

Jhalak dikhla ja 11: ઝલક દિખલાજા 11 ના ગ્રાન્ડ ફિનાલે પહેલા જ વિજેતા નું નામ થયું લીક! જાણો શોએબ, ધનશ્રી, મનીષા રાની, શ્રીરામ ચંદ્ર અને અદ્રિજા માંથી કોણ બન્યું વિનર

by Zalak Parikh March 1, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Jhalak dikhla ja 11: ઝલક દિખલાજા 11 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે શો નો ફિનાલે એપિસોડ 2 માર્ચે થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રાન્ડ ફિનાલે ની રાત્રે શ્રીરામ ચંદ્ર અને ધનશ્રી વર્મા રેસમાંથી બહાર થઈ ગયા હતા. જ્યારે અદ્રિજા સિન્હા, શોએબ ઈબ્રાહિમ અને મનીષા રાની ટોપ-3માં પહોંચી ગયા છે. આ પછી, ત્રણેય વચ્ચે સખત સ્પર્ધા થઈ અને ત્રણેયે તેમના ડાન્સ મૂવ્સ થી જજ ને ઈમ્પ્રેસ કર્યા ત્યારબાદ આ ત્રણમાંથી એક ‘ઝલક દિખલા જા સિઝન 11’નો વિજેતા બન્યો.  

આ સમાચાર પણ વાંચો : Sarabhai vs Sarabhai: અનુપમા બાદ હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’ માં જોવા મળશે રૂપાલી ગાંગુલી? શો ના મેકર્સ જે ડી મજેઠીયા એ શેર કર્યું અપડેટ

 

ઝલક દિખલાજા 11 નો વિનર 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11′ની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ મનીષા રાની આ શોની વિનર બની ગઈ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ગ્રાન્ડ ફિનાલેનો હોવાનું કહેવાય છે. એક ફેન પેજ ‘ધ ખબરી’એ પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે મનીષાએ અદ્રિજા અને શોએબને પાછળ છોડીને ‘ઝલક દિખલા જા-11’ની ટ્રોફી જીતી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by The Khabri🔄 (@realthekhabri)


જો કે ઝલક દિખલાજા 11 ના વિનર ની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. સત્તાવાર વિજેતાની જાહેરાત 2 માર્ચ ના રોજ ગ્રાન્ડ ફિનાલેમાં કરવામાં આવશે. પબ્લિક વોટના આધારે અને ટ્રેન્ડને જોતા મનીષાને સોશિયલ મીડિયા પર વિજેતા જાહેર કરવામાં આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Women's Asian Champions Trophy 2023
ખેલ વિશ્વ

Women’s Asian Champions Trophy 2023: જાણો વુમન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો શિડ્યુલ, મેચ ટાઇમિંગ અને ટીમ વિશે

by NewsContinuous Bureau October 26, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Women’s Asian Champions Trophy 2023: દ્વિવાર્ષિક વુમન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની 2023 આવૃત્તિ શુક્રવાર, 27 ઓક્ટોબરથી શરૂ થવાની છે. નવ દિવસીય ફીલ્ડ હોકી ટુર્નામેન્ટ, જે 5 નવેમ્બરના રોજ સમાપ્ત થશે, તે ભારત(India)ના રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમમાં થશે. ટોચની ચાર ટીમો નક્કી કરવા માટે પ્રથમ તબક્કામાં રાઉન્ડ-રોબિન સાથે છ ટીમો ભાગ લેશે. તે ટીમો સેમિફાઇનલ અને ફાઇનલ રમશે.

 

હોકી ટૂર્નામેન્ટ(Hockey tournament)ની શરૂઆત 27 ઓક્ટોબરે જાપાનની પ્રથમ મેચમાં મલેશિયા સામે થશે. બીજી મેચમાં ચીનનો મુકાબલો સાઉથ કોરિયા સાથે થશે જ્યારે ભારત એ જ દિવસે થાઈલેન્ડના રૂપમાં પ્રથમ ટેસ્ટનો સામનો કરશે.

It’s a Date 🏆

Jharkhand here’s your chance to witness the prestigious Trophy live as we tour around the State ahead of the the Jharkhand Women’s Asian Champions Trophy Ranchi 2023.#HockeyIndia #IndiaKaGame #JWACT2023 pic.twitter.com/EBajPsFduX

— Hockey India (@TheHockeyIndia) October 14, 2023

રાઉન્ડ-રોબિન તબક્કાની ટોચની ચાર ટીમો 4 નવેમ્બરે સેમિફાઇનલમાં રમશે. સેમિફાઇનલમાંથી વિજેતા 5 નવેમ્બરના રોજ ગ્રાન્ડ ફિનાલે(Grand finale)માં પ્રવેશ કરશે. તે જ દિવસે હારનાર ટીમો ત્રીજા સ્થાને/ચોથા સ્થાન માટે ટકરાશે.

વુમન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું સંપૂર્ણ શેડ્યૂલ (all times in IST):

  • Match 1: Japan vs Malaysia, October 27, 16:00
  • Match 2: China vs South Korea, October 27, 18:15
  • Match 3: India vs Thailand, October 27, 20:30
  • Match 4: Japan vs South Korea, October 28, 16:00
  • Match 5: Thailand vs China, October 28, 18:15
  • Match 6: India vs Malaysia, October 28, 20:30
  • Match 7: South Korea vs Malaysia, October 30, 16:00
  • Match 8: Thailand vs Japan, October 30, 18:15
  • Match 9: China vs India, October 30, 20:30
  • Match 10: South Korea vs Thailand, October 31, 16:00
  • Match 11: Malaysia vs China, October 31, 18:15
  • Match 12: Japan vs India, October 31, 20:30
  • Match 13: Malaysia vs Thailand, November 2, 16:00
  • Match 14: China vs Japan, November 2, 18:15
  • Match 15: India vs South Korea, November 2, 20:30
  • Match 16: 5th/6th place match, November 4, 15:30
  • Match 17: Semifinal 1, November 4, 18:15
  • Match 18: Semifinal 2, November 4, 20:30
  • Match 19: 3rd/4th place match, November 5, 18:15
  • Match 20: Final, November 5, 20:30

ઇન્ડિયન ટીમઃ Indian Team

સવિતા (C,GK), બિચુ દેવી ખરીબમ (GK), નિક્કી પ્રધાન, ઉદિતા, ઈશિકા ચૌધરી, દીપ ગ્રેસ એક્કા  (VC), નિશા, સલીમા ટેટે, નેહા, નવનીત કૌર, સોનિકા, મોનિકા, જ્યોતિ, બલજીત કૌર, લાલરેમસિયામી, સંગીતા કુમારી, દીપિકા, વંદના કટારિયા . શર્મિલા દેવી અને વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે રિપ્લેસમેન્ટ પ્લેયર છે.

આ સમાચાર પણ વાંચોઃ TVS Fiero 125cc:ટીવીએસની જૂની બાઇક નવા વર્ઝનમાં થશે લોન્ચ, ઓછી કિંમતમાં મળશે અનેક ખાસિયતો

October 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss ott 2 will shah rukh khan share stage with salman khan
મનોરંજન

શું બિગ બોસ OTT 2 ના ફિનાલે માં ‘ટાઇગર’ સાથે ‘પઠાણ’ મચાવશે ધૂમ? સાથે આ અભિનેત્રી ના આગમનની પણ છે ચર્ચા

by Dr. Mayur Parikh August 14, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

‘બિગ બોસ ઓટીટી 2’ના ગ્રાન્ડ ફિનાલે માટે માત્ર થોડા જ કલાકો બાકી છે. ફેન્સ તેમના ફેવરિટ સ્પર્ધકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિષેક મલ્હાન, એલ્વિશ યાદવ, મનીષા રાની, બબીકા ધુર્વે અને પૂજા ભટ્ટ ટોપ 5માં પહોંચી ગયા છે. અહીં સુધીની દરેક વ્યક્તિની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. ગ્રાન્ડ ફિનાલેના ઘણા પ્રોમો સામે આવ્યા છે, જેમાં સલમાન ખાન એન્ટ્રી લેતો જોવા મળી રહ્યો છે. હવે એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન સલમાનની સાથે ફિનાલેમાં પહોંચી શકે છે. જો આમ થશે તો ‘કરણ અર્જુન’ની આ જોડી ફરીથી ટીવી પર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. શાહરૂખ આ પહેલા પણ ‘બિગ બોસ’ના સ્ટેજ પર પહોંચી ચૂક્યો છે.

શાહરુખ અને સલમાન સાથે દીપિકા પણ જોવા મળશે

એક મીડિયા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે ફિનાલેમાં ફેન્સને ફરી એકવાર શાહરૂખ અને સલમાનની મસ્તી જોવા મળશે. બંને સુપરસ્ટારને એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. શાહરૂખ અને દીપિકા ટોપ 5 સ્પર્ધકો સાથે પણ વાતચીત કરશે.જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ જો આવું થશે તો શોને લઈને ચાહકોની ઉત્તેજના એક અલગ જ સ્તરે પહોંચી જશે. આ વખતની ફિનાલે ખૂબ જ ધમાકેદાર અને ભવ્ય બનવા જઈ રહી છે. બિગ બોસ OTT 2 ખૂબ જ સફળ સિઝન હતી. શોનો ફિનાલે 14 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે Jio સિનેમા પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.

 

આ સમાચાર પણ વાંચો : પિતા ના નિધન થી ભાંગી પડી અભિનેત્રી અંકિતા લોખંડે, પતિએ આ રીતે આપી સાંત્વના, જુઓ વિડીયો

August 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘બિગ બોસ 15’ની સફર પૂરી થવાના આરે, સલમાન ખાને જાહેર કરી ગ્રાન્ડ ફિનાલેની તારીખ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 29, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 જાન્યુઆરી 2022         

શનિવાર

બિગ બોસ 15 ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ફક્ત પોતાના મનપસંદ સ્પર્ધકને વિજેતા બનતા જોવા માંગે છે. આ શોનું છેલ્લું અઠવાડિયું છે. શરૂઆતથી જ આ શોમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન ચાહકો ને  જોવા મળી રહ્યા છે. બે અઠવાડિયા પહેલા સલમાન ખાને પરિવારને ચોંકાવી દીધા હતા અને કહ્યું હતું કે શોને બે અઠવાડિયા માટે એક્સટેન્શન મળી ગયું છે.આ સાંભળીને કેટલાક પરિવારના સભ્યો ખુશ થયા તો કેટલાક નારાજ થઈ ગયા. હવે કલર્સના નિર્માતાઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર વધુ એક વિડિયો જાહેર કર્યો છે. જેમાં શોના હોસ્ટ સલમાન ખાને ગ્રાન્ડ ફિનાલે અને તેના સમય વિશે ખુલાસો કર્યો છે.

કલર્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં સલમાન ખાન તેના દર્શકોને ગ્રાન્ડ ફિનાલેના સમય અને તારીખ વિશે જણાવતો જોવા મળે છે. રિલીઝ થયેલા આ 10 સેકન્ડના પ્રોમોમાં સલમાન ખાને કહ્યું કે 'બિગ બોસ 15'નો ગ્રાન્ડ ફિનાલે 29 અને 30 જાન્યુઆરી એ રાત્રે 8 વાગ્યે યોજાશે.એટલે કે, ચાહકો એક નહીં પરંતુ બે દિવસ સુધી સતત ગ્રાન્ડ ફિનાલેનો આનંદ માણશે. આ પ્રોમો રીલિઝ કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'એક રિમાઇન્ડર સેટ કરો કારણ કે બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ઘણો ધમાકેદાર અને આનંદ લાવવા જઈ રહ્યો છે'. બિગ બોસના ગ્રાન્ડ ફિનાલેમાં ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપવાના છે.

 

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

હવે બિગ બોસ 15માં માત્ર સાત સ્પર્ધકો બાકી છે, જેમાં તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, રાખી સાવંત, નિશાંત ભટ્ટ અને રશ્મિ દેસાઈનો સમાવેશ થાય છે. આ તમામમાંથી 7 સ્પર્ધકોએ ફિનાલેના છેલ્લા સપ્તાહમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.જો કે, આમાંથી કરણ, શમિતા, રાખી અને પ્રતિકે બિગ બોસની ફિનાલે રેસમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને હવે તેજસ્વી, રશ્મિ અને નિશાંતમાંથી માત્ર એક જ સભ્ય બિગ બોસના ટોપ 5માં પોતાનું સ્થાન બનાવી શકશે. હાલમાં તમામ સ્પર્ધકોમાં પોતાનું સ્થાન બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે.

નાગાર્જુને સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા પર તોડ્યું મૌન, જણાવ્યું આ કારણ; જાણો વિગત

 

January 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક